Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
લોક વિજય અધ્ય—૨, ઉ : ૫
कालणे :- કાલજ્ઞ-ભિક્ષાના યોગ્ય સમયને જાણનારા અથવા કાલ–પ્રત્યેક આવશ્યક ક્રિયાના યોગ્ય સમયને જાણનાર, યથાસમયે પોતાનું કર્તવ્ય પુરું કરનાર 'કાલજ્ઞ' હોય છે.
અનન્તે :- બલજ્ઞ—પોતાની શક્તિ તેમજ સામર્થ્યને ઓળખનાર તેમજ પોતાની શક્તિનો તપ, સેવાદિમાં યોગ્ય ઉપયોગ કરનારા. સ્વપરના, ઉભયના બળ અને આહારની ક્ષમતાને જાણનારા.
૭૯
માયળું :- માત્રજ્ઞ—મોજન આદિ ઉપયોગમાં લેવાતી પ્રત્યેક વસ્તુનું પરિમાણ–માત્રાને જાણનારા. પર સ્વ- પરની આહાર માત્રાને જાણનાર તેમજ ગૃહસ્થના ઘરેથી ગોચરી લેવામાં પણ માત્રાને જાણનાર.
:
હેયળે – ખેદજ્ઞ—બીજાનાં દુઃખ તેમજ પીડાદિને સમજનારા તથા ક્ષેત્રજ્ઞ અર્થાત્ જે સમયે કે જે સ્થાને ભિક્ષા માટે જવાનું હોય તેનું સારી રીતે જાણપણું રાખનાર.
હળવળે :— ક્ષણશ—ક્ષણને અર્થાત્ અવસરને ઓળખનારા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ ઉપયોગી, અનુપયોગી અવસરને સમજનાર 'ક્ષણજ્ઞ' છે.
વિખયો ઃ- વિનયજ્ઞ– (૧) જ્ઞાન, દર્શન, ચારિત્રને વિનય કહે છે. આ ત્રણેયના સ્વરૂપને સારી રીતે જાણનાર. (૨) નાના મોટા સાથે કરાતો વિનય વ્યવહાર. વ્યવહારના ઔચિત્યનું જેને જ્ઞાન હોય, જે લોક વ્યવહારના જ્ઞાતા હોય. (૩) વિનયનો અર્થ આચાર પણ છે તેથી વિનયજ્ઞનો અર્થ આચારના જ્ઞાતા પણ છે.
સમયન્ત્ ઃ- સમયજ્ઞ. અહીં સમયનો અર્થ સિદ્ધાંત છે. પોતાના અને અન્ય દર્શનના સિદ્ધાંતોના સમ્યક્ જ્ઞાતાને 'સમયજ્ઞ' કહેવાય છે.
માવો :- ભાવજ્ઞ—વ્યક્તિના ભાવોને ચિત્તના અવ્યક્ત આશયને, તેના હાવભાવ, ચેષ્ટા તેમજ વાણીથી ધ્વનિત થતા ગુપ્તભાવોને સમજવામાં કુશળ વ્યક્તિ 'માવજ્ઞ' કહેવાય છે.
હિં અમમાયમાળે – સંયમમાં અનાવશ્યક, અનુપયોગી પદાર્થો મળતાં તેને પરિગ્રહ સંજ્ઞાથી ગ્રહણ કરે નહીં, તેનો ત્યાગ કરે. તેમજ સંયમોપયોગી ગૃહિત ઉપકરણોમાં મમત્વ કરે નહીં કારણ કે સંયમના ઉપકરણો પર મમત્વ હોય તો તે પણ પરિગ્રહ બની જાય છે.
નેપુકાર્ફ :- કાલાનાયીનું તાત્પર્ય એ છે કે યોગ્ય સમયે યોગ્ય ઉદ્યમ તેમજ પુષાર્થ કરનાર, યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરનાર તેમજ અસમયમાં કાર્ય નહિ કરનાર કાલાનુષ્ઠાયી કહેવાય છે.
અહિને :- અપ્રતિજ્ઞ-કોઈપણ પ્રકારના ભૌતિક સંકલ્પ-નિદાન નહિ કરનાર. પ્રતિજ્ઞાનો એક અર્થ અભિગ્રહ પણ છે. શાસ્ત્રોમાં અનેક પ્રકારના અભિગ્રહોનું વર્ણન છે. તપસ્વી સાધુ એવા અભિગ્રહ કરે છે પરંતુ આ અભિગ્રહોના મૂળમાં કેવળ આત્મનિગ્રહ તેમજ કર્મક્ષયની ભાવના હોય છે, જ્યારે અહીં રાગદ્વેષથી યુક્ત કોઈ ભૌતિક સંકલ્પ-પ્રતિજ્ઞાના વિષયમાં કહ્યું છે. તેનાથી રહિત હોય, તે અપ્રતિજ્ઞ છે. શ્રમણ કોઈ પણ વિષયમાં પ્રતિજ્ઞાબદ્ધ–એકાંત આગ્રહી ન હોય, પરંતુ અનેકાંત દષ્ટિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org