Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[
૭૪ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
કર્મસમારંભ–પચન પાચનાદિ ક્રિયાઓ કરે છે. જેમ કે–પોતાના પુત્ર, પુત્રી, પુત્રવધૂ, જ્ઞાતિજન, ધાવમાતા, રાજા, દાસ-દાસી, કર્મચારી, કર્મચારી સ્ત્રી, મહેમાન આદિના માટે તથા અનેક પ્રકારના લોકોને દેવા માટે તેમજ સાંજનું, સવારનું ભોજન કરવા માટે સન્નિધિ-દૂધ, દહીં આદિનો સંગ્રહ અને સન્નિચય-ખાંડ, ઘી આદિનો સંગ્રહ કરતા રહે છે. આ પ્રમાણે તેઓ મનુષ્યોના ભોજન માટે સંગ્રહ કરે છે.
२ समुट्ठिए अणगारे आरिए आरियपणे आरियदंसी अयं संधी ति अदक्खु; से णाइए, णाइयावए, णाइयंत समणुजाणए । सव्वामगंधं परिण्णाय णिरामगंधे परिव्वए । अदिस्समाणे कयविक्कएसु । से ण किणे, ण किणावए, किणंतं ण समणुजाणए । શબ્દાર્થ :- સમુદ્િઘ = સંયમમાં ઉદ્યમવંત, આgિ = આર્ય, આરિપvો = આર્યબુદ્ધિવંત, બારિયરી = આર્યદર્શી, બધું સંધી ત્તિ = આ મનુષ્યભવ આત્મ કલ્યાણનો સુંદર અવસર છે, ભિક્ષાનો સમય, અવહુ = આ પરમાર્થ તત્ત્વને જેણે જોયેલું જાણેલું છે, બાફ૬ = અકલ્પનીય પદાર્થને સ્વયં ગ્રહણ કરે નહિ, વાવ = બીજા પાસે ગ્રહણ કરાવે નહિ, વાત સમજુબાપા = ગ્રહણ કરનારનું અનુમોદન કરે નહિ, સવ્વામાN = સર્વપ્રકારના આમગંધ-આધાકર્મી આદિ દોષયુક્ત આહારનો, પરિપળ = ત્યાગ કરતાં, બિરમાંધે = નિર્દોષ આહાર માટે, પરિવ્રણ = ગમન કરે, વિપશુ = ખરીદવા, વેચવાના વ્યવહારમાં, વિસા = નહિ દેખાતા, ોિ = સ્વયં કોઈ વસ્તુ ખરીદે નહિ, ન વિણ = બીજા પાસે ખરીદાવે નહિ, જિગત સમજુબાપા = ખરીદનારને અનુમોદન કરે નહિ. ભાવાર્થ :- સંયમ સાધનામાં તત્પર બનેલા આર્ય, આર્યપ્રજ્ઞ અને આર્યદર્શી અણગાર દરેક ક્રિયા યોગ્ય સમયે જ કરે છે. આ માનવભવ સંધિઆત્મકલ્યાણનો અવસર છે, એમ સમજીને અથવા ભિક્ષાના સમયને જાણીને તે સમયે ભિક્ષા ગ્રહણ કરે પરંતુ સાવધ તેમજ સંગ્રહ પ્રવૃત્તિઓ કરે નહિ, બીજા પાસે કરાવે નહિ તથા કરનારની અનુમોદના પણ કરે નહિ.
તે અણગાર ભિક્ષાથી નિર્વાહ કરે છે. સર્વ પ્રકારના આમગંધ – આધાકર્માદિ દોષયુક્ત આહારનો ત્યાગ કરતાં નિર્દોષ ભોજન માટે ગમન કરે તે ક્રય-વિક્રયની પ્રવૃત્તિઓમાં જોડાય નહિ, સ્વયં ખરીદે નહિ, બીજા પાસે ખરીદાવે નહિ અને ખરીદનારની અનુમોદના કરે નહિ. | ३ से भिक्खू कालण्णे बलण्णे मायण्णे खेयण्णे खणयण्णे विणयण्णे समयण्णे भावण्णे, परिग्गहं अममायमाणे कालेणुट्ठाई अपडिण्णे । दुहओ छेत्ता णियाइ । શબ્દાર્થ :- તને = કાળને જાણનાર, વતom = આત્મ બળને જાણનાર, માયom = માત્રા-પરિમાણને જાણનાર, હેથળે ખેદને જાણનાર, રહયો = અવસરને જાણનાર, વિજય = વિનયને જાણનાર, સમય = સ્વ સિદ્ધાંતને જાણનાર, માવો = ભાવને જાણનાર છે, પરિણા =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org