Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શસ્ત્ર પરિક્ષા અધ્ય-૧, ઉઃ ૪
[ ૨૫]
णो जमहं पुव्वमकासी पमाएणं । શબ્દાર્થ - વીરહિં = વીરે, અર્થ = આ, કબૂત્ર પરીષહાદિનો પરાભવ કરીને, વિઠ્ઠું = જોયું છે, સંગહૃ = સંયમીએ, સંય = હંમેશાં, ગપ = યત્નશીલ, અપ્રમત્તેદિં= પ્રમાદ રહિત, ને જે, પHQ = પ્રમાદી, પ્રમાદ કરે છે, ફ્રિ = ગુણાર્થી, વિષયાર્થી કોઈ પ્રયોજન માટે અગ્નિનો આરંભ કરે છે, વંદે = દંડ દેનાર, પqશ્વ = કહેવાય છે, તે = તે આરંભને, પરિણાય = જાણીને, મેઘાવી = બુદ્ધિમાન, થાળ ો = હવે પછી આરંભ કરીશ નહિ, નહિં = જે હું, પુમ્બમરી = પહેલાં આરંભ કર્યો હતો, પHIM = પ્રમાદથી, અજ્ઞાનથી.
ભાવાર્થ :- સદા યત્નશીલ અપ્રમત્ત સંયમી, વીર પુરુષોએ કર્મશત્રુ અને પરીષહો ઉપર વિજય પ્રાપ્ત કરીને કેવળજ્ઞાન દ્વારા અગ્નિકાયરૂપ શસ્ત્ર અને સંયમરૂપ અશસ્ત્રને જોયું છે.
જે પ્રમાદી છે, ગુણો (ઈન્દ્રિય વિષયો)ના અર્થી છે, તે દંડ એટલે હિંસક કહેવાય છે. આ જાણીને મેધાવી પુરુષ સંકલ્પ કરે કે પ્રમાદને વશ થઈને મેં પહેલાં હિંસા કરી હતી, હવે તે હિંસા હું કરીશ નહિ.
વિવેચન :
અહીં વીર આદિ વિશેષણો સંપૂર્ણ આત્મજ્ઞાન(કેવળજ્ઞાન) પ્રાપ્ત કરવાની પ્રક્રિયાના સૂચક છે.
વીર- પરાક્રમી–સાધનામાં આવતા સર્વ વિદ્ગો ઉપર વિજય પ્રાપ્ત કરનાર. સયમ- ઈન્દ્રિય અને મનનો વિવેકથી નિગ્રહ કરવો. યત્નશીલ– મૂલગુણ ઉત્તરગુણોનું નિરતિચાર પાલન કરવામાં પ્રયત્નશીલ. અપ્રમત્તતા-સ્વરૂપનું સ્મરણ રાખવું, હંમેશાં જાગૃત રહેવું અને વિષયાભિમુખી પ્રવૃત્તિઓથી દૂર રહેવું.
આ પ્રક્રિયાથી (આત્મદર્શન) કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે કેવલી ભગવાને જીવ હિંસાનું સ્વરૂપ જોઈને અશસ્ત્ર-સંયમની પ્રરૂપણા કરી છે.
મિત્તે :- મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ છે. માનવી પ્રમાદમાં આસક્ત થાય છે ત્યારે તે અગ્નિનો ઉપયોગ રાંધવામાં, પ્રકાશ, તાપ વગેરેમાં કરે છે અને તે જીવોની હિંસા કરીને હિંસક બને છે.
થા િળો :- હિંસાનું સ્વરૂપ જ્યારે સમજાય છે ત્યારે બુદ્ધિમાન વ્યક્તિ તેનો ત્યાગ કરવાનો સંકલ્પ કરે છે. મનમાં દઢ નિશ્ચય કરી અહિંસાની સાધનામાં આગળ વધે છે અને પૂર્વે કરેલી હિંસાદિનો પશ્ચાત્તાપ કરે છે.
અગ્નિકાયની હિંસાનું પરિજ્ઞાન :| ३ लज्जमाणा पुढो पास । अणगारा मो त्ति एगे पवयमाणा, जमिणं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org