Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
=
ડ્યું જ વૃદુિધમ્મય - આ વનસ્પતિ પણ વધવાના સ્વભાવવાળી છે, વિત્તમંતયું - ચૈતન્યવાન છે, છિળ મિત્તાફ = કાપવાથી સુકાઈ જાય છે, આહારનું - આહાર કરે છે, ખિન્વયં = આ મનુષ્યનું શરીર અનિત્ય છે, અસાસય - અશાશ્વત છે, ચયાવપડ્યું - વધઘટ પામે છે, હાનિ—વૃદ્ધિને પામે છે, विप्परिणाम धम्मयं વિવિધ પરિણામી છે, પરિણમનશીલ છે.
ભાવાર્થ :- મનુષ્ય જન્મે છે, વનસ્પતિ પણ જન્મે છે; મનુષ્ય વધે છે, વનસ્પતિ પણ વધે છે; મનુષ્ય ચૈતન્યશીલ છે, વનસ્પતિ પણ ચૈતન્યશીલ છે; મનુષ્યનું શરીર છેદન કરવાથી સૂકાઈ છે, વનસ્પતિનું શરીર પણ છેદન કરવાથી કરમાય છે; મનુષ્ય આહાર કરે છે, વનસ્પતિ પણ આહાર કરે છે, મનુષ્યનું શરીર અનિત્ય છે, વનસ્પતિનું શરીર પણ અનિત્ય છે; મનુષ્યનું શરીર અશાશ્વત છે, વનસ્પતિનું શરીર પણ અશાશ્વત છે; મનુષ્યનું શરીર આહારથી વધે છે અને આહારના અભાવમાં દુર્બળ થાય છે; વનસ્પતિનું શરીર પણ આ જ રીતે આહારથી વધે છે, આહારના અભાવથી દુર્બળ થાય છે; મનુષ્યનું શરીર અનેક પ્રકારની અવસ્થાઓને પ્રાપ્ત થાય છે; વનસ્પતિનું શરીર પણ વિવિધ પ્રકારની અવસ્થાઓને પ્રાપ્ત થાય છે.
વિવેચન :
ભારતના સર્વ દાર્શનિકોએ ઘણું કરીને વનસ્પતિને સજીવ માનેલ છે, પરંતુ વનસ્પતિમાં જ્ઞાન– ચેતના અલ્પ હોવાના કારણે દાર્શનિકોએ તવિષયક સૂક્ષ્મ ચિંતન-મનન કર્યું નથી. જૈન દર્શનમાં તેનું સૂક્ષ્મ તેમજ વિસ્તૃત ચિંતન થયું છે. માનવના શરીરની સાથે તેની સમાનતા દર્શાવવામાં આવી છે. તે આજના વૈજ્ઞાનિકો માટે પણ આશ્ચર્યજનક તેમજ ઉપયોગી તથ્ય છે. જ્યારે સર જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમાં માનવની સમાન જ ચેતના છે તે પ્રયોગાત્મક સિદ્ધ કરી બતાવ્યું, ત્યારથી જૈન દર્શનનો વનસ્પતિ વિષયક સિદ્ધાંત વૈજ્ઞાનિક સિદ્ધાંતનાં રૂપમાં પ્રતિષ્ઠિત થઈ ગયો છે.
આજે વનસ્પતિ વિજ્ઞાન જીવવિજ્ઞાનનું મુખ્ય અંગ બની ગયું છે. સર્વ જીવોને જીવન નિર્વાહ કરવા, વધવા, જીવતા રહેવા અને સંતાનની ઉત્પત્તિ માટે ભોજન અથવા ઊર્જાની આવશ્યકતા રહે છે. આ ઊર્જા સૂર્યથી ફોટોન (Photon) તરંગોના રૂપમાં પૃથ્વી ઉપર આવે છે. તેને ગ્રહણ કરવાનું સામર્થ્ય ફક્ત વૃક્ષમાં જ હોય છે. પૃથ્વીના સર્વ પ્રાણીઓ વૃક્ષમાંથી જ ઊર્જા (જીવનશક્તિ) પ્રાપ્ત કરે છે. તેથી વનસ્પતિનો માનવ જીવનની સાથે ઘનિષ્ઠ સંબંધ છે. વૈજ્ઞાનિકો તેમજ ડૉકટરો માનવ શરીરના અલગ અલગ અવયવોના રોગોનું તથા પરંપરાના ગુણોનું અધ્યયન કરવા માટે વનસ્પતિનું અધ્યયન કરે છે, તેથી વનસ્પતિ વિજ્ઞાનના વિષયમાં વનસ્પતિકાયની માનવ શરીર સાથે જે તુલના આગમમાં કરાયેલી છે, તેનું મહત્ત્વ ઘણું છે.
વનસ્પતિ હિંસાત્યાગ :
५ एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवंति । ए
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org