Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૮ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
મુક્ત થઈ જાય છે.
બુદ્ધિમાન મનુષ્ય આ કથનને જાણીને સ્વયં અગ્નિકાયનો સમારંભ કરે નહિ. બીજા પાસે આરંભ કરાવે નહિ અને અગ્નિનો આરંભ કરનારની અનુમોદના કરે નહિ.
જેણે અગ્નિના આ આરંભને સારી રીતે જાણીને તેનો ત્યાગ કર્યો છે, તે મુનિ પરિજ્ઞાતકર્મા કર્મનો જ્ઞાતા અને ત્યાગી મુનિ છે. – એમ ભગવાને કહ્યું છે.
|
ચતુર્થ ઉદ્દેશક સમાપ્ત છે
વિવેચન :
આ ઉદ્દેશકમાં હિંસા કરનારને પ્રમાદી અને હિંસા નહીં કરનારને અપ્રમાદી કહ્યા છે. અગ્નિકાયમાં જીવત્વની શ્રદ્ધાના ભાવો, તેનું સ્વરૂપ અને તેની હિંસાનું સ્વરૂપ દર્શાવીને અગ્નિને કારણે બીજા કેટલા ય પૃથ્વી તૃણ આદિમાં રહેલા ત્રસ જીવોની હિંસાનું સૂચન કરેલ છે. તે બધું જાણી જે અગ્નિકાયના આરંભનો ત્યાગ કરે તે જ સાચો જ્ઞાની કહેવાય છે.
|| અધ્યયન-૧/૪ સંપૂર્ણ .
cc પહેલું અધ્યયન : પાંચમો ઉદ્દેશક 0% અણગારના લક્ષણ :| १ तं णो करिस्सामि समुट्ठाए मत्ता मइमं अभयं विदित्ता, तं जे णो करए एसोवरए, एत्थोवरए, एस अणगारे त्ति पवुच्चइ । શબ્દાર્થ :- d = વનસ્પતિકાયનો આરંભ, નો વ નિ = કરીશ નહિ, મુકુ = પ્રવ્રયા ધારણ કરીને, મત્તા = જીવાદિને જાણીને, સ્વીકારીને, મનન કરીને, મ = બુદ્ધિમાન પુરુષ, મ = ભય રહિત, સંયમને, વિવિત્તા = જાણીને, ને = જે વ્યક્તિ, તે = તેને, પાપાચરણને, હિંસાને, નો વર = કરે નહિ, વ=તે સાવધ કર્મથી ઉપરત છે, નિવૃત્ત છે, હોવર તે જ પુરુષ આ જિનશાસનમાં સ્થિત છે, પણ મારે ત્તિ = તે જ અણગાર, પવુ = કહેવાય છે.
ભાવાર્થ :- બુદ્ધિમાન પુજ્ય તત્ત્વને જાણીને, અભયરૂપ સંયમના સ્વરૂપને સમજીને, પ્રવ્રજ્યા અંગીકાર કરે અને સંકલ્પ કરે છે કે હું કોઈ પણ પ્રાણીને પીડા આપીશ નહિ અને ત્યાર પછી સંકલ્પાનુસાર કોઈને પણ પીડા આપતા નથી, તે જ હિંસાદિથી નિવૃત્ત છે(ત્રતી) છે, અહંતુ શાસનમાં સ્થિત છે, લીન છે, તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org