Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શસ્ત્ર પરિશા અધ્ય−૧, ૯ : ૩
સ્વ
પહેલું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક
૧૭
અણગારના લક્ષણ :
१ से बेमि- से जहा वि अणगारे उज्जुकडे णियागपडिवण्णे अमायं कुव्वमाणे वियाहिए ।
IMINING
શબ્દાર્થ --
=
- સે - તે, હવે આગળ, લેમિ = હું કહું છું, તે = તે, નન્હા વિ = જે રીતે, ગળવારે અણગાર બને છે, ગુજ્જુš= સરળતા યુક્ત, શિયાળહિવળે = મોક્ષમાર્ગને પ્રાપ્ત થયેલા, અમાય તુત્વમાળે = માયા નહિ કરનારા, પૂર્ણ અણગાર, વિવાહિ = કહેવાય છે.
-
Jain Education International
ભાવાર્થ :- અણગારના વાસ્તવિક સ્વરૂપને હું કહું છું. જે આચરણથી અણગાર છે, સરળતા સભર જેનું જીવન છે, મોક્ષમાર્ગમાં જે ગતિશીલ છે, છળકપટના ત્યાગી છે, તે અણગાર મુનિ કહેવાય છે.
વિવેચન :
=
અહીં અણગારનાં લક્ષણો વર્ણવ્યાં છે. (૧) ૠજુ- સરળ. જેના મન, વાણી કપટ રહિત હોય, કથની અને કરણી એક સરખી હોય તે ઋજુ છે. ઉત્તરાધ્યયન અધ્ય. ૩, ગા. ૧૨ માં કહ્યું છે કે– સોહી ગુજ્જુયમૂલ્સ ધમ્મો મુખ્રસ્ત વિદુર્। ૠજુ આત્માની શુદ્ધિ થાય છે. ધર્મ શુદ્ધ હૃદયમાં સ્થિર રહે છે, માટે ઋજુતા એ ધર્મનો–સાધુતાનો મુખ્ય આધાર છે. (૨) નિયાગ પ્રતિપન્ન- સરળ વ્યક્તિ જ મોક્ષમાર્ગમાં ગતિશીલ થઈ શકે છે, તેથી અણગારનું બીજું લક્ષણ નિયાગ પ્રતિપત્ર કહ્યું છે. તેની સાધનાનું લક્ષ્ય ભૌતિક ઐશ્વર્ય કે યશ પ્રાપ્તિ નહીં, પરંતુ આત્મા કર્મમળથી મુક્ત બને તે જ છે. (૩) અમાયું– અમાયનો અર્થ સંગોપન કરવું નહીં, છુપાવવું નહીં તેવો થાય છે. આ માર્ગ પર ગતિશીલ સાધક કપટ રહિત હોય છે. તે પોતાની સંપૂર્ણ શક્તિને સાધનામાં જોડી દે છે, તે સ્વપર કલ્યાણના કાર્યમાં સ્વશક્તિને ગોપવતા નથી. આ ત્રણ લક્ષણોથી જ્ઞાનાચારાદિની શુદ્ધતા કહી છે. ઋજુકૃતથી વીર્યાચારની શુદ્ધિ, નિયાગ પ્રતિપન્નતાથી જ્ઞાનાચારની અને દર્શનાચારની શુદ્ધિ તથા અમાય માં ચારિત્રાચાર અને તપાચારની સંપૂર્ણ શુદ્ધિ જણાય છે. આ રીતે આ સૂત્રમાં સાધના તેમજ સાધ્યની શુદ્ધિનો નિર્દેશ કર્યો છે.
સંયમના ઉત્સાહની સુરક્ષા ઃ
२ जाए सद्धाए णिक्खंतो तमेव अणुपालिया वियहित्तु विसोत्तियं । पणया वीरा महावीहिं ।
For Private Personal Use Only
શબ્દાર્થ :- ગાÇ = જે, સદ્ધાર્ = શ્રદ્ધાથી, પિવવંતો - દીક્ષા ધારણ કરી છે, તમેવ = તે જ શ્રદ્ધાથી, અનુપાલિયા = પાલન કરવું જોઈએ, ઝીણવટપૂર્વક પાલન કરવું જોઈએ, વિદિત્તુ(વિદિત્તા) -
=
www.jainelibrary.org