Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શસ્ત્ર પરિશા અધ્ય-૧, : ૩
[ ૨૧ ]
= ઊંડાણપૂર્વક વિચાર કરીને, પુજો = ભિન્ન ભિન્ન, સર્વ = અષ્કાયનાં શસ્ત્ર, વેડ્ય= કહ્યા છે, મહુવા = અથવા, વિઘણાવાઈ = અદત્તાદાનનું સેવન કરે છે. ભાવાર્થ :- હું બીજું પણ કહું છું- હે માનવ ! પાણીની નિશ્રાએ બીજા અનેક જીવો રહે છે એટલું જ નહિ પણ આ જૈનદર્શનમાં જળને 'જીવ' કહેલ છે અર્થાત્ પાણી સજીવ છે. અષ્કાયના જે શસ્ત્ર છે તેના પર ચિંતન કરીને જુઓ. ભગવાને અપ્લાયના અનેક શસ્ત્રો કહ્યા છે. અપ્લાયની હિંસા કેવળ હિંસા જ નથી, તે અદત્તાદાન–ચોરી પણ છે.
વિવેચન :
અપ્લાયને સજીવ માનવું તે જૈનદર્શનની મૌલિક માન્યતા છે. ભગવાન મહાવીરસ્વામીના સમકાલીન અન્ય દર્શનીઓ પાણીને સજીવ માનતા ન હતા પરંતુ પાણીના આશ્રયે રહેલા અન્ય જીવોની સત્તા સ્વીકારતા હતા. વર્ષાને પાણીનો ગર્ભ(તૈત્તિરીય આરણ્યકમાં) કહ્યો છે. પાણી વર્ષાનું સંતાન છે, તેમ સ્વીકારેલ છે. સંતાનને ઉત્પન્ન કરવાની ક્ષમતા સજીવમાં જ હોય છે. તેથી પાણી સજીવ હોવાની ધારણાનો પ્રભાવ વૈદિક ચિંતન ઉપર પડ્યો છે, એમ માની શકાય છે. વાસ્તવમાં તો અણગારદર્શન સિવાય અન્ય સર્વ દાર્શનિકો જળને સજીવ માનતા નથી તેથી બે તથ્યો અહીં સ્પષ્ટ કર્યા છે– (૧) પાણી સ્વયં સજીવ છે. (૨) પાણીની નિશ્રાએ બીજા અનેક નાના મોટા જીવો રહે છે.
જૈન દર્શનમાં પાણી ત્રણ પ્રકારનું કહ્યું છે– (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર. સચિત્ત જળની હિંસા શસ્ત્રથી થાય છે. નિર્યુક્તિકારે જળના સાત શસ્ત્રો આ પ્રમાણે કહ્યા છે– (૧) ઉત્સુચન- કૂવામાંથી પાણી કાઢવું (૨) ગાલન- પાણી ગાળવું (૩) ધોરણ- પાણીથી વાસણાદિ ધોવાં (૪) સ્વકાયશસ્ત્રએક જગ્યાનું જળ બીજા સ્થળના જળનું શસ્ત્ર છે (જેમ કે નદીનું જળ સમુદ્રના જળનું શસ્ત્ર) (૫) પરકાયશસ્ત્ર-માટી, તેલ, ક્ષાર, સાકર, અગ્નિ આદિ અપ્લાય માટે શસ્ત્ર છે. (૬) તદુર્ભયશસ્ત્ર- પાણીથી ભીંજાયેલી માટી આદિ (૭) ભાવશસ્ત્ર- અસંયમ. હિંસામાં અદત્ત - અષ્કાયના જીવોની હિંસાને 'અદત્તાદાન' કહેવાની પાછળ એક વિશેષ કારણ છે. તે સમયના પરિવ્રાજકાદિ કોઈ સંન્યાસી પાણીને સજીવ માનતા ન હતા, પરંતુ અદત્ત પાણીનો ઉપયોગ કરતા ન હતા. તેઓ જલાશયાદિના માલિકની આજ્ઞા લઈને પાણીનો ઉપયોગ કરવામાં દોષ માનતા ન હતા. તેઓની આ ધારણા મૂળથી ભ્રામક છે, શાસ્ત્રકારનો આશય સૂક્ષ્મ દષ્ટિ ભરેલો છે કે- જલાશયના માલિક જલકાયના જીવોના સ્વામી શું બની શકે ? પાણીના જીવોએ પોતાના પ્રાણ લેવાનો અથવા પ્રાણ સોંપવાનો અધિકાર જળાશયના માલિકને આપ્યો નથી, તેથી પાણીના પ્રાણ હરણ કરવા તે હિંસા જ છે. તેમજ તેઓના શરીરને ગ્રહણ કરવામાં અને તેનો ઉપયોગ કરવામાં, હિંસાની સાથે અદત્ત ગ્રહણરૂપ અદત્તાદાનનું પાપ પણ છે. અહિંસાના વિષયમાં આ ઘણું જ સૂક્ષ્મ અને તર્ક પૂર્ણ ગંભીર ચિંતન છે. હિંસામાં અહિંસાની કલ્પના કરનારાઓની પણ અમુક્તિ :
६ कप्पइ णे, कप्पइ णे, पाउं अदुवा विभूसाए । पुढो सत्थेहिं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org