Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૪ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
अप्पेगे गंडमच्छे, अप्पेगे कण्णमब्भे, अप्पेगे कण्णमच्छे, अप्पेगे णासमब्भे, अप्पेगे णासमच्छे, अप्पेगे अच्छिमब्भे, अप्पेगे अच्छिमच्छे, अप्पेगे भमुहमब्भे, अप्पेगे भमुहमच्छे, अप्पेगे णिडालमब्भे, अप्पेगे णिडालमच्छे, अप्पेगे सीसमब्भे, अप्पेगे सीसमच्छे । अप्पेगे संपमारए । अप्पेगे उद्दवए ।। શબ્દાર્થ :-રે મન તે હું કહું છું, હવે આગળ હું કહું છું, બતાઉં છું, અને ન કોઈ, અંધું = જન્માંધ પુરુષને, બે = ભેદન કરે, ઈજા પહોંચાડે, = અંધને, અચ્છે છેદન કરે.
T = પગનું ભેદન કરે, પીછે- પગનું છેદન કરે, ગુ રુપે ઘૂંટીનું ભેદન કરે, મુખ્યમછે – ઘૂંટીનું છેદન કરે, કાં જાંઘનું, પીંડીનું, ગાવું = ગોઠણનું, કરું = સાથળનું, ૯કમરનું, નામ = નાભિનું, ચાં= પેટનું પાસું = પડખાનું, Éિ= પીઠનું, ૩૨ = છાતીનું, દિયય = હદયનું, થ = સ્તનનું, = કાંધ–ખંભાનું, વા= ભુજાનું, દત્યં = હાથનું, લિ = આંગળીનું, પ૬ = નખનું, જાવં ગર્દનનું, પુN = દાઢીનું, રોહોઠનું, વંત = દાંતનું, નિર્ભ = જીભનું, તાણે = તાળવાનું, ગ = ગળાનું, ૮ = ગાલનું, પણ = કાનનું, ના = નાકનું, અશ્વિ = આંખનું, મુર = ભ્રકુટિનું, ભ્રમરનું, ળિડાd = કપાળનું, રસી = મસ્તકનું,
સમાર એક જ પ્રહારમાં મારે, ૩૬વ - ઉપદ્રવ કરે, મૂચ્છિત કરે, ઘાયલ કરે. ભાવાર્થ :- હું કહું છું– (૧) જેમ કોઇ વ્યક્તિ જન્માંધ વ્યક્તિને સાંબેલાથી, ભાલા આદિથી વીંધે, ઇજા પહોંચાડે કે તલવારાદિથી છેદન કરે; તે સમયે તે જન્માંધ વ્યક્તિને જે પીડા થાય છે, તેવી જ પીડા પૃથ્વીકાયિક જીવોને થાય છે.
(૨) જેમ કોઈ એક વ્યક્તિ, બીજી વ્યક્તિના પગ, ઘૂંટી, પિંડી, ગોઠણ, સાથળ, કમર, નાભિ, પેટ, પડખાની પાંસળી, પીઠ, છાતી, હૃદય, સ્તન, ખંભા, બાહુ, હાથ, આંગળી, નખ, ગ્રીવા, દાઢી, હોઠ, દાંત, જીભ, તાળવું, ગ્રીવા(ગળું), ગાલ, કાન, નાક, આંખ, ભ્રમર, લલાટ અને મસ્તકનું શસ્ત્રથી છેદન, ભેદન કરે ત્યારે તે સ્વસ્થ પુરુષને જેવી વેદના થાય છે, તેવી જ વેદના પૃથ્વીકાયિક જીવોને થાય છે.
(૩) કોઇ પુરુષ અન્ય વ્યક્તિને જોરદાર પ્રહાર કરી એક જ વારમાં પ્રાણરહિત કરે, તે સમયે તેને જે દુઃખની અનુભૂતિ થાય છે, તેવી જ દુઃખની અનુભૂતિ પૃથ્વીકાયના જીવોને થાય છે.
(૪) કોઇ પુરુષ અન્ય પુરુષને ઘાયલ–મૂચ્છિત કરે અને તેને જે વેદના થાય છે, તેવી જ વેદના પૃથ્વીકાયના જીવોને પણ થાય છે. વિવેચન :
પૂર્વનાં સૂત્રોમાં પૃથ્વીકાયિક જીવોની હિંસા કરવાનો નિષેધ કર્યો છે. પૃથ્વીકાયમાં ચેતના અવ્યક્ત હોય છે. તેમાં હલન ચલન વગેરે ક્રિયાઓ પણ સ્પષ્ટ દેખાતી નથી. પૃથ્વીકાયના જીવો ચાલતા, બોલતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org