Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
|
૬ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ભાવાર્થ :- આત્મવાદી મનુષ્ય એ જાણે છે કે મેં ક્રિયા કરી હતી, હું ક્રિયા કરાવું છું, હું ક્રિયા કરનારને અનુમોદન કરીશ. આ સર્વ કર્મ સમારંભ લોકમાં જાણવા યોગ્ય છે.
વિવેચન :
આ સૂત્રમાં ક્રિયાના ભેદ-પ્રભેદોનું દિગ્દર્શન કરાવ્યું છે. ક્રિયા કર્મબંધનું કારણ છે. આત્મા કર્મના કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે તેથી સંસાર ભ્રમણથી મુક્ત થવા માટે ક્રિયાનું સ્વરૂપ જાણવું અને તેનો ત્યાગ કરવો, એ અત્યંત જરૂરી છે. મેં ક્રિયા કરી હતી', આ પદમાં ભૂતકાળના નવ ભેદોને સંગ્રહિત કર્યા છે. તે આ પ્રમાણે– મેં ક્રિયા કરી હતી, ક્રિયા કરાવી હતી, ક્રિયા કરનારને અનુમોદન કર્યું હતું. આ ત્રણે ક્રિયા મનથી, વચનથી, કાયાથી થાય, તેથી પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદો, ૩૪૩ = ૯, એમ કુલ નવ ભેદો થયા. આ જ રીતે વર્તમાનકાળમાં હું મનથી કરું છું, હું મનથી કરાવું છું, હું મનથી કરનારની અનુમોદના કરું છું. આ રીતે મનના ૩, વચનના ૩, કાયાના ૩ = ૯ ભેદ થાય. ભવિષ્યકાળ સંબંધી પણ આ જ પ્રમાણે નવ ભેદ થાય. જેમ કે હું મનથી ક્રિયા કરીશ, હું મનથી ક્રિયા કરાવીશ, હું મનથી ક્રિયા કરનારની અનુમોદના કરીશ. મનની જેમ જ વચન અને કાયાના ત્રણ-ત્રણ ભેદો થતાં નવ ભેદો બને છે. સર્વ મળીને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના ૨૭ વિકલ્પો થાય છે. આ ર૭ ભેદો જ હિંસાનાં નિમિત્ત છે. તેને સારી રીતે જાણી લેવાથી, ક્રિયાનું સ્વરૂપ જાણી લેવાય છે.
ક્રિયાનું સ્વરૂપ જાણી લીધા પછી જ તેનો ત્યાગ કરી શકાય છે. ક્રિયા એ સંસારનું કારણ છે અને અક્રિયા એ મોક્ષનું કારણ છે. જિરિયા સિદ્ધિ (ભગ.શ.૨ ઉ.પ.) આ આગમ વચનનો ભાવ એ છે કે ક્રિયા-આશ્રવનો નિરોધ થાય તો જ મોક્ષ થાય. ક્રિયાઓનું પરિણામ અને તેનાં કારણો - | ४ अपरिण्णायकम्मेखलु अयं पुरिसे, जो इमाओ दिसाओवा अणुदिसाओवा अणुसंचरइ, सव्वाओ दिसाओ सव्वाओ अणुदिसाओ साहेइ, अणेगरूवाओ जोणीओ संधेइ, विरूवरूवे फासे पडिसंवेदेइ । શબ્દાર્થ –પરિવેશને = કર્મોનાં રહસ્યને જાણતા નથી, અપરિજ્ઞાત કર્મા, રહg = નિશ્ચયથી, અય = આ, પરસે જીવ, સાદે = કરેલાં કર્મો સાથે જાય છે, સાધે છે, ભરે છે, અને હવાગો = અનેક પ્રકારની, ગોળીઓ સંવેદ(સંથાવ૬) = યોનિઓને પ્રાપ્ત કરે છે, યોનિઓમાં ભટકે છે, વિહવવે - વિવિધ પ્રકારના, પાસે = સ્પર્શીને, કષ્ટોને, દુઃખોને, ડિસંવે = અનુભવ કરે છે, ભોગવે છે. ભાવાર્થ :- જે વ્યક્તિ કર્મના રહસ્યને જાણતા નથી અથવા ક્રિયાના સ્વરૂપથી અજાણ છે તેઓ તેનો ત્યાગ કરી શકતા નથી અને તેથી જ તેઓ દિશાઓ અથવા અનુદિશાઓમાં પરિભ્રમણ કરે છે. પોતાનાં કરેલાં કર્મો અનુસાર સર્વ પ્રાણીઓ દિશાઓ–અનુદિશાઓમાં જાય છે. સર્વ દિશાઓને જન્મમરણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org