Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Education International
પરંતુ ટીકામાં સંસ્કૃતભાષાનો પ્રયોગ થયો છે. તેઓએ પ્રાચીન વ્યાખ્યા સાહિત્યના આલોકમાં એવા અનેક નવીન તથ્યોને કહ્યા છે કે જેને ભણીને પાઠક આનંદવિભોર બની જાય છે. ઐતિહાસિક દષ્ટિથી જે સમયે ટીકાઓનું નિર્માણ થયું તે સમયે અન્ય મતાવલંબી જૈનાચાર્યોને શાસ્ત્રાર્થને માટે પડકારતા હતા. જૈનાચાર્યોએ અકાય તર્કોથી તેઓના મતનું ખંડન કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આચારાંગ પર પ્રથમ સંસ્કૃત ટીકાકાર આચાર્ય શીલાંક છે. તેનું બીજું નામ શીલાચાર્ય અને તત્ત્વાદિત્ય પણ મળે છે. પ્રભાવક ચરિતાનુસાર તેઓએ નવ અંગો પર ટીકાઓ લખી હતી. પરંતુ વર્તમાનમાં આચારાંગ અને સૂત્રકૃતાંગ આ બે આગમો પર જ તેની ટીકાઓ પ્રાપ્ત થાય છે. શીલાંકાચાર્યનો સમય વિક્રમની નવમી, દશમી શતાબ્દી છે. આચારાંગની ટીકા મૂળ અને નિર્યુક્તિ પર આધારિત છે. પ્રત્યેક વિષય પર વિસ્તારથી વિવેચન કર્યું છે. શૈલી અને ભાષા સુબોધ(સરળ) છે. પૂર્વના વ્યાખ્યા સાહિત્યથી આ વધારે વિસ્તૃત છે. વર્તમાને આચારાંગને સમજાવવામાં આ ટીકા અત્યંત ઉપયોગી છે. આ વૃત્તિ ૧૨૦૦૦ શ્લોક પ્રમાણ છે. વૃત્તિકા૨ે વૃત્તિમાં અનેક સ્થલે ચૂર્ણિનો ઉલ્લેખ કર્યો
છે.
આચાર્ય શીલાંક પછી જે આચાર્યોએ આચારાંગ ઉપર ટીકા લખી, તે સર્વનો મુખ્ય આધાર આચાર્ય શીલાંકની વૃત્તિ છે. અચલગચ્છના મેરુતંગસૂરિના શિષ્ય માણિક્ય શેખરે દીપિકા રચી છે જે પ્રાપ્ત થાય છે. જિનસમુદ્રસૂરિના શિષ્યરત્ન જિનહંસની દીપિકા પણ મળે છે. હર્ષ કલ્લોલના શિષ્ય લક્ષ્મીકલ્લોલની અવસૂરિ અને પાર્શ્વચંદ્ર સૂરિનું બાલાવબોધ મળે છે. સ્થાનકવાસી પરંપરાના વિદ્વાન આચાર્ય ઘાસીલાલજી મ. દ્વારા આગમો પરની રચેલી સંસ્કૃત ટીકાઓ પણ ઉપલબ્ધ છે.
ટીકા સાહિત્ય પછી અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં આચારાંગનું અનુવાદ સાહિત્ય પણ પ્રકાશિત થયું છે. ડૉકટર હર્મન જેકોબીએ આચારાંગનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા લખી છે. મુનિ શ્રી સંતબાલજીએ આચારાંગ સૂત્રનો ભાવાનુવાદ ગુજરાતીમાં પ્રકાશિત કર્યો. શ્રમણી વિદ્યાપીઠ ઘાટકોપર(મુંબઈ)થી મૂળ પાઠની સાથે ગુજરાતીમાં અનુવાદક સાધ્વી શ્રી લીલમબાઈ. મ. નું બહાર પડેલ છે. આ પહેલા રવજીભાઈ દેવરાજનું અને ગોપાલદાસ જીવાભાઈ પટેલનો ગુજરાતીમાં સુંદર અનુવાદ પ્રકાશિત થયો હતો. આચાર્ય અમોલકઋષિજી મ.,પંડિતરત્ન
50
ivate & Personal Use Only
www.jainlibrary