Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
બ્ર. પુષ્પાબાઈ મહાસતીજી જેઓ પૂ. "દીદી સ્વામી" ના સંબોધનને પામ્યા છે તેમનો સાનુકૂળ સુયોગ અને મારા સર્વ સાથી સહયોગીઓની સહાયતાના કારણે આ સર્વ થયું છે. ડો. સાધ્વી આરતીબાઈ મ. સા. અને સાધ્વી સુબોધિકાબાઈ મ. સા. એ ભાષા સંશોધનનું કાર્ય કરી ઉપકૃત કર્યું, તે સર્વનો ભાવપૂર્વક આભાર માનું છું. આ શાસ્ત્રના સંપાદન કાર્યમાં આચાર્યશ્રી આત્મારામજી મ.સા., યુવાચાર્ય શ્રી મધુકરમુનિ, યુવાચાર્ય મુનિ નથમલ અને મુનિશ્રી સંતબાલજીના આચારાંગ સૂત્રનો મુખ્યત્વે ઉપયોગ કર્યો છે, અન્ય પણ જે જે શાસ્ત્રોનો સહયોગ લીધો છે, તે સર્વ સંપાદક-પ્રકાશકનો આભાર માનું છું.
મારા આ આગમને પ્રકાશમાં લાવનાર શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન પ્રકાશન સમિતિના માનદ સભ્યોશ્રી તથા સર્વ પ્રકાશન કાર્યને પ્રમુખરૂપે વહન કરનાર શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ માણેકચંદશેઠનો પણ આભાર માનું છું. પ્રુફ સંશોધનમાં નિઃસ્વાર્થભાવે સહ્યોગી થનાર સુશ્રાવકશ્રી મુકુંદભાઈનો પણ આભાર માનું છું.
આત્મભાવમાં સ્થિરતા કરાવનાર એવા આ "આચારાંગ " સૂત્રના અનુવાદન કાર્યમાં છદ્મસ્થના યોગે ક્યાંય પણ ક્ષતિ રહી જવા પામી હોય તો મિચ્છામિ દુક્કડં.
પૂ. મુક્તલીલમ ગુરુણીના સુશિષ્યા સાધ્વી હસુમતી
Je
Education International
Frivate & Pertena Use On
www.jainerary