________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના ભવ્ય જિનાલયની ફરતી ભમતીમાં આડત્રીસમી દેરીમાં શ્રી સેસલીજી પાર્શ્વનાથ પ્રભુજીની પરિકરથી પરિવૃત્ત પ્રતિમાજી બિરાજમાન છે. શ્વેત પાષાણની આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે. તેમજ આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
સુરેન્દ્રનગરથી શંખેશ્વર ૧૧૬ કિલોમીટરના અંતરે આવેલું છે. જૈન સમાજના અગ્રણી પ્રભુદાસભાઈ દર પુનમની શંખેશ્વરની યાત્રા કરે. તેઓ જ્યારે શંખેશ્વર જાય ત્યારે શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની સેવા-પૂજા અને ભક્તિ કરે તેમજ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ભમતીમાં આવેલ શ્રી સેસલીજી પાર્શ્વનાથ પ્રભુની ભાવથી ભક્તિ કરે. તેઓ શંખેશ્વર એક દિવસ માટે આવતાં પણ સેવાપૂજાનો લાભ અવશ્ય લેતા હતા. તેમને શ્રી સેસલીજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા હતી. તેમને જીવનમાં એક-બે પ્રસંગો એવા બની ગયા હતા જેમાં શ્રી સેસલીજી પાશ્વનાથ પ્રભુના સ્મરણ માત્રથી લાભ થયો હતો.
પ્રભુદાસભાઈ પોતાની ઓફિસમાં બેઠાં હતા. ત્યાં તેમને તેમના મિત્ર નિરંજનભાઈ મળવા આવ્યા. બન્ને વાતોએ વળગ્યા.
વાતવાતમાં નિરંજનભાઈએ કહ્યું : ‘ભાઈ, હમણાં તો હું ભારે ઉપાધિમાં ફસાયો છું.’
‘કેમ....શું થયું ?’
‘કલકત્તા એક પાર્ટીને માલ મોકલ્યો હતો. દસલાખનું પેમેન્ટ આવતું નથી. બે મહિના થઈ ગયા. તેને ફોન કર્યા પણ આજ મોકલું – કાલ મોકલું તેમ કહ્યાં કરે છે. મારો દીકરો એકવાર કલકત્તા પણ જઈ આવ્યો છતાંય મેળ ન પડ્યો. જો અઠવાડિયામાં પેમેન્ટ નહિ આવે તો હું મુશ્કેલીમાં મૂકાઈ જઈશ. એની સામે મારે ચેક આપવાના છે.
ન
શ્રી સેસલીજી પાર્શ્વનાથ
૩