________________
શ્રી સેસલી પાર્શ્વનાથજીને શ્રી દાદા પાર્શ્વનાથજીના નામથી સ્તુતિ આચાર્ય ભગવંતો તથા કવિઓએ પોતાની પ્રાચીન રચનાઓમાં કરી છે. અને આ તીર્થનો ઉલ્લેખ કરાયો છે. સંપર્ક : શ્રી સેસલી પાર્શ્વનાથ શ્વેતાંબર તીર્થ પેઢી, મુ.પો. સેસલી, સ્ટેશન - ફાલના તા. બાલી. જી. પાલી (રાજસ્થાન).
નાના શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી સેસલી પાર્શ્વનાથ
.
ની
| શંખેશ્વર તીર્થ સમસ્ત જૈન-જૈનેતરો માટેનું આસ્થાનું પરમ પવિત્ર સ્થળ છે. આ તીર્થ એકદમ જાગૃત છે. શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્યતીર્થ આવેલું છે. શંખેશ્વર ગામ નાનું . પરંતુ પવિત્રતાનું મહાધામ છે.
શંખેશ્વરમાં ધર્મશાળાઓ અને ભોજનશાળાઓ આવેલી છે. શંખેશ્વરથી ગુજરાતના કોઈપણ સ્થળે જવા માટે બસ કે અન્ય વાહનો ઉપલબ્ધ થઈ શકે છે. શંખેશ્વર સુધી જવા-આવવા માટે પાકો રોડ છે. શંખેશ્વરમાં અનેક જૈન સંધો સ્પેશ્યલ બસ દ્વારા દરરોજ આવતા-જતા રહે છે તેમાંય દર પુનમના દિવસે ઠેકઠેકાણેથી બસ દ્વારા યાત્રિકો અહીં આવે છે અને અનેરી શ્રધ્ધાથી ભક્તિ કરે છે. | શંખેશ્વરમાં બીજું દર્શનીય સ્થળ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ. આ તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પરમાત્માની દિવ્ય અને અલૌકિક પ્રતિમાજીઓ બિરાજમાન છે. દરેક પ્રતિમાજીઓના દર્શન કરતાં હૈયામાં ભક્તિની સરિતા વહેવા લાગે છે. આ
- શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદમાં ભવ્ય જિનાલય આવેલું છે ધર્મશાળા તથા ભોજનશાળાની સર્વોત્તમ સુવિધાઓ છે. સાધુ-સાધ્વીજી ભગવંતોના અલગ-અલગ ઉપાશ્રયો છે. આ સંકુલની જગ્યા વિશાળ હોવાથી વાતાવરણ અત્યંત મનોરમ્ય લાગે છે. દરરોજ વહેલી સવારે પક્ષીઓનો મધુર કલરવ આત્માને પ્રસન્ન કરી મૂકે તેવો હોય છે. બાગ-બગીચા, વૃક્ષોના કારણે વાતાવરણ વધારે પવિત્ર ભાસે છે. આ
શ્રી સેસલીજી પાર્શ્વનાથ