Book Title: Ardhya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/001207/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન ગ્રંથમાળા, અર્થ પંડિત સુખલાલાજી T - હા / - ૯- Page #2 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન ગ્રંથમાળા : ૫ અર્થ ૫. સુખલાલજી ગૂર્જર ગ્રંથરતા કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ ARGHYA: by Pandit Sukhlalji, Published by Gurjar Grantha Ratna Karyalaya, Opp. Ratanpolnaka, Gandhi Road, Ahmedabad - 380 001 Price Rs. 100.00 © પરિચય ટ્રસ્ટ પહેલી આવૃત્તિ ઃ ડિસેમ્બર ૨૦૩ [‘દર્શન અને ચિંતન' ભા. ૨ (૧૯૫૭ના અર્થ વિભાગનું પુનર્મુદ્રણ]. પ્રત : ૭૫૦ પૃષ્ઠસંખ્યા : ૮+ ૧૭૬ કિંમત રૂ. ૧૦૦૦૦ પ્રકાશક અમરભાઈ ઠાકોરલાલ શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ ટાઇપસેટિંગ વિક્રમ કૉમ્યુટર સેન્ટર એ - ૧, વિક્રમ એપાર્ટમેન્ટ, શ્રેયસ કોસિંગની પાસે, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦ ૦૧૫ મુદ્રક ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પં. સુખલાલજી એટલે ગુજરાતનું ગૌરવ અને ભારતીય દર્શનની આગવી પ્રતિભા. તેમના નામનું સ્મરણ થતાં જ સાહિત્ય, ભાષા, ધર્મ અને દર્શનની જીવતા જાગતા વિશ્વવિદ્યાલયનું સ્મરણ થઈ આવે. તેમના લખાણમાં સાગર જેવું ગાંભીર્ય અને સ્ફટિકરન જેવી પારદર્શકતા, વિચારોમાં સચ્ચાઈની સાધનાનો રણકાર અને પ્રસ્તુતિમાં સરળતા સહેજે જણાઈ આવે. તેમના વિચારો, ચિંતન અને મનન સાગર જેવું અગાધ હોવા છતાં ક્યાંય જ્ઞાનનું અભિમાન, વિદ્યાનો ગૌરવ કે જાણકારીનો અહં જોવા ન મળે. અને જેટલું કહે તે બધું જ જામે અતળ ઊંડાણમાંથી નીકળી રહ્યું હોય તેમ જણાય છતાંય હંમેશા સત્ય સ્વીકારવા અને નવાં તથ્યો પ્રાપ્ત થતાં પોતાના વિચારોને કે મતને પરિવર્તિત કરવો પડે તો તે પણ સહર્ષ કરવાની તત્પરતા. મનની ઉન્મુક્ત દશા આવા અનેક ગુણોથી યુક્ત તેમનું જીવન હતું. તેમની સાધના માત્ર જ્ઞાન સુધી જ સીમિત ન હતી. આચાર અને વિચારનાં તમામ ક્ષેત્રો સુધી વિસ્તરેલી હતી. તેમના લેખો વર્ષો પૂર્વે લખાયેલા હતા છતાં આજેય પ્રસ્તુત છે. કોઈ ઋષિનાં ઉપનિષદ્વાકયો વાંચતા હોઈએ તેવો. આ લખાણ વાંચતાં અનુભવ થાય. આ લખાણો પૂર્વે દર્શન અને ચિંતનમાં પ્રગટ થયાં હતાં પણ છેલ્લાં કેટલાંય વર્ષોથી તે અપ્રાપ્ય થયાં હતાં તેને પુનઃ પ્રકાશિત કરતાં અને અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. પં. સુખલાલજીનો ગૂર્જર સાથેનો આત્મીય સંબંધ રહ્યો છે. ગૂર્જરની યાત્રાના આરંભનાં વર્ષોમાં તેમની પ્રેરણા અને માર્ગદર્શનરૂપી સંબલ (ભાથું સતત મળતું રહ્યું છે. તેમનો અમારી સંસ્થા ઉપરનો ઉપકાર અનન્ય છે. તે ઉપકારના ભારથી મુક્ત થવું તો અસંભવિત છે પણ તેમના ભારને કંઈક હળવો કરવા તેમના વિચારોને જીવંત રાખવા અને તેમની ચિંતનની ગંગાને વહેતી રાખવાના આ પ્રયાસ દ્વારા ત્રણ સ્વીકાર સ્વરૂપે પ્રસ્તુત ગ્રંથમાળાનું અમે પુનઃ મુદ્રણ કરી રહ્યા છીએ. આ કાર્યમાં અમને પરિચય ટ્રસ્ટે પૂરો સહયોગ આપ્યો છે. તેમના સહયોગ વિના અમારી ભાવનાને મૂર્ત સ્વરૂપ ન જ મળી શકત. આ ક્ષણે અમે પરિચય ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળનો તથા ચંદ્રકાન્તભાઈ શાહનો આભાર માનીએ છીએ. આ ગ્રંથમાળાનું સંપાદનકાર્ય લા: દ. ભારતીય વિદ્યામંદિરના નિયામક પંડિત જિતેન્દ્ર બી. શાહે તેમનું પોતાનું જ કામ સમજીને ખંતથી કરી આપેલ છે તે બદલ તેમનો પણ આભાર માનીએ છીએ. - ગુર્જર પરિવાર Page #5 -------------------------------------------------------------------------- ________________ ગુણાનુવાદ ગુણના પારખુ વિરલા જ હોય છે. જગતમાં ઝવેરીઓની સંખ્યા અલ્પ હોય છે. ઝવેરાતનો ધંધો કરવો, રત્નો પારખવાં અને રત્નો મેળવવાં એ ઝવેરીનો વ્યવસાય હોય છે. ગતમાં ગુણાનુરાગીઓની સંખ્યા અલ્પ હોય છે. ગુણની પરખ અને તેવા જ ગુણો જીવનમાં કેળવવાની ધગશ તો તેનાથી પણ દુર્લભ હોય છે, ગુણો પ્રત્યેની જેવી ધગશ અને પરીક્ષક દૃષ્ટિ પં. શ્રી સુખલાલ સંઘવીજીમાં જોવા મળે છે તેવી અન્યત્ર દુર્લભ છે. પંડિતજી પોતાના જીવનકાળ દરમ્યાન અનેકના સમાગમમાં આવ્યા હશે પણ તેમણે તેમાંથી કેટલાક ચૂંટી કાઢેલા મહાનુભાવોના જીવન વિશે સમયે સમયે અંજલિ સ્વરૂપે લેખો લખ્યા હતા. તે લેખો જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થયા હતા. તેનો સંગ્રહ પૂર્વે દર્શન અને ચિંતનમાં અર્થ નામના વિભાગમાં પ્રકાશિત થયો હતો. તે જ લેખસંગ્રહ અહીં પુનઃ પ્રકાશિત થઈ રહ્યો છે. પંડિતજીએ પૂર્વાવસ્થામાં વિદ્યાર્જિન કરવા માટે દેશનાં વિભિન્ન ક્ષેત્રોમાં પરિભ્રમણ કર્યું હતું. તે સમયે તેમણે અનેક પ્રકારનાં કષ્ટો સહ્યાં હતાં. છતાં જ્યાં ક્યાંય પણ દર્શન અને સાહિત્યનો વિશેષ અભ્યાસ કરવાનો અવસર મળતો ત્યાં જાતની કે પ્રતિકૂળતાઓની પરવાહ કર્યા વગર પહોંચી જતા હતા. ગમે તેવાં કષ્ટો પણ સહન કરી જરાય આળસ કે પ્રમાદ સેવ્યા વગર સતત પુરુષાર્થ કરી વિદ્યાપ્રાપ્તિ માટે ગજબની જિજ્ઞાસાવૃત્તિ દાખવેલી. તેવી જ જિજ્ઞાસાવૃત્તિ આજીવન ટકી રહેલી તેવી પ્રતીતિ આ લખાણો વાંચનારને સહજ જ થશે. ધર્માનંદ કોસાંબી સાથે ગાળેલો તેમનો સમય તેમની અખંડ જિજ્ઞાસાવૃત્તિનો પરિચાયક છે. કોઈ પણ પાસેથી વિદ્યા મેળવવામાં જરાય નાનમ નહીં. તેમજ વિદ્યાપુરુષોનો વિનય કરવામાં પૂરો વિવેક આ લેખોમાં યત્ર તત્ર જોવા મળે છે. પંડિતજી મૂળે તો જૈન દર્શનના વિદ્વાન. તેમ છતાં તેમણે ભારતનાં તમામ દર્શનોનો અભ્યાસ ખૂબ જ પરિશ્રમ વેઠીને પણ કર્યો હતો. તેઓ માત્ર જૈન ધર્મના પરંપરાગત પંડિત નહીં, પરંતુ સ્મૃતિ, પ્રજ્ઞા અને તીવ્ર તર્કશક્તિને કારણે તેઓ ભારતીય દર્શનનાં તમામ ક્ષેત્રોના પારગામી વિદ્વાન બન્યા હતા. તેમની ખ્યાતિ પણ ભારતનાં Page #6 -------------------------------------------------------------------------- ________________ તમામ દર્શનના વિદ્વાનોમાં અઅલિત વહેતી હતી. હિન્દુધર્મના પ્રકાંડ વિદ્વાનો, બૌદ્ધ ધર્મ અને દર્શનના આરૂઢ વિદ્વાનો સાથેની તેમની મૈત્રી તથા તેમની સાથેની શાસ્ત્રચર્ચાઓ સતત થતી રહેતી. આ ગ્રંથમાં આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો લેખ તથા નરેન્દ્ર દેવ ઉપરનો લેખ તેમની વિદ્યાપ્રીતિના પરિચાયક છે. આ વિદ્વાનો સાથેની તેમની મૈત્રી અપ્રતિમ હતી અને તેમનો તેમની સાથેનો સ્નેહ અદ્ભુત હતો. તેમના ગ્રંથો વિશેના અભિપ્રાય ને મુલાકાતોનાં વર્ણનો કોઈ પણ જિજ્ઞાસુને પ્રોત્સાહિત કરે તેવાં છે. ધુવ સાહેબના ગ્રંથો પ્રત્યેની તેમની પ્રીતિ ગુણાનુરાગનો સબળ પુરાવો કહી શકાય. ધ્રુવ સાહેબને અંજલિ આપતાં અભુત ઉપમા આપી બ્રાહ્મણશ્રમણ. મહાપંડિત શ્રી આનંદશંકર ધ્રુવને આવી ઉત્તમ અંજલિ ભાગ્યે જ કોઈએ આપી હશે. જૈન સાહિત્યના ઇતિહાસના લેખક તથા મધ્યકાલીન ગુર્જર સાહિત્યના ઊંડા અભ્યાસી મોહનલાલ દલીચંદ દેસાઈ સાથેનો તેમનો પરિચય અને દેસાઈની આશ્ચર્ય ઉપજાવે તેવી મહેનતને ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યાં છે. તેમની સૂક્ષ્મ પ્રજ્ઞામાં દેસાઈ સાહેબના પ્રત્યેક ગુણનો ગુણાનુરાગ જોવા મળે છે. તે સાથે અવિરત કામ કરવાની વૃત્તિને કારણે શરીરમાં ઉત્પન્ન થયેલ વ્યાધિને કારણે તેમણે આપેલી સલાહ એક આત્મીય સ્વજન જેવી અને હૃદયમાં રહેલી મૈત્રીના જ્વલંત દૃષ્યત સદશ છે. તેઓની મૈત્રીનું ક્ષેત્ર માત્ર વિદ્વાનો કે શિષ્યો પૂરતું સીમિત ન હતું. વિદ્વાન્ સિવાય પણ ગાંધીજી તથા વિનોબા ભાવે જેવા અનેક મહાત્માઓ, રાજકીય પુરુષો, રાજનેતાઓ સાથે પણ તેમનો સંબંધ ઘનિષ્ઠ હતો. એક તરફ આખા દેશમાં સ્વતંત્રતાની ચળવળ ચાલી રહી હતી અને ગાંધીજીના વિચારોનો પ્રભાવ સર્વત્ર વ્યાપી રહ્યો હતો ત્યારે તેઓ પણ તે વિચારધારાથી પર રહે તે કેમ બને? વળી, તેમણે તો ગાંધીજીએ જ સ્થાપેલ પુરાતત્ત્વ મંદિરમાં અને ગૂજરાત વિદ્યાપીઠમાં રહીને સન્મતિ તર્ક જેવા અત્યંત ક્વિઝ ગ્રંથનું સંપાદન આરંભેલું એટલે ગાંધીજીના વિચારોથી સંપૂર્ણ પરિચિત જ હતા. તેમની પ્રજ્ઞાએ ગાંધીજીના વિચારોને પણ સમ્યક રીતે મૂલવ્યા છે. અને તેમને તથા વિનોબા ભાવેના ભૂદાનયજ્ઞને ખૂબ જ ઉચિત અંજલિ આપી છે. જેન હોવાને કારણે જૈન સાધુઓના પરિચયમાં તો આવવાનું બને જ, તેથી તેમણે જૈન સાધુઓના ચારિત્રનું વર્ણન કરતાં તેમને સમ્યફ અંજલિ તો આપી જ છે સાથે સાથે તેમણે સમાજની કુરૂઢિઓની ખૂબ જ માર્મિક રીતે આલોચના પણ કરી છે. પંડિતજીની સ્મૃતિ અત્યંત સતેજ, પ્રજ્ઞા અત્યંત સૂક્ષ્મ અને સાથે સાથે દાર્શનિક હોવાને કારણે તેમણે આપેલ અંજલિ પણ તેમના ગુણાનુરાગને સ્પષ્ટ રીતે ઘોતિત કરે Page #7 -------------------------------------------------------------------------- ________________ છે. જ્યાં ક્યાંય જડતા, કુરૂઢિ અને દોષોનું દર્શન થયું છે ત્યાં તેમણે સ્પષ્ટ રીતે કહી બતાવ્યા છે. તેમની પ્રજ્ઞાની વિશાળ ભૂમિમાં કશુંય અછૂતું રહ્યું નથી. તેમની ચિંતનધારામાં વહેવું એ પણ એક લાહવો જ ગણાય. આ ગ્રંથ પંડિતજીની પ્રજ્ઞાને, સાધનાને અને ગુણાનુરાગિતાને જાણવા માટે પર્યાપ્ત છે. – જિતેન્દ્ર બી. શાહ Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ. ૧. કરુણા અને પ્રજ્ઞામૂર્તિનું મહાપ્રસ્થાન . ૨. અંતે આશ્વાસન કોનાથી મળે છે ? ...... ૩. ગાંધીજીનો જીવનધર્મ. . . . ૪. બંને કલ્યાણકારી : જીવન અને મૃત્યુ ... ૫. વિભૂતિ વિનોબા ......................... ૬. આજનો યથાર્થ માર્ગ : ભૂદાન.. ૭. કાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ..... ૮. સર્વ-મિત્ર ગૃહસ્થ – સંત ....... ૯. બ્રાહ્મણ-શ્રમણ ધ્રુવજી ••••••• ૧૦. સ્વ. કોસાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો ૧૧. શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કોસાંબીજી ૧૨. આચાર્ય શ્રી આત્મારામજી .... ૧૩. આચાર્ય જિનવિજયજી. ૧૪. સ્મૃતિશેષ દાદા ... ૧૫. પરિચય થોડો પણ છાપ ઘણી ઊંડી . ૧૬. આવો ને આટલો આઘાત કેમ ? . ૧૭. સ્મૃતિપટ ......... ૧૮. સૌમાં વૃદ્ધ પણ સૌથી જુવાન .. ૧૯. ત્રણ સ્મરણો.... ૨૦. કેટલાંક સંસ્મરણો ..... ૨૧. અંજલિ .. ૨૨. એક બીજા મિસ્ત્રી ........ ૨૩. સ્વ. લાડુબહેનની જીવનરેખા ૨૪. તેજોમૂર્તિ ભગિની .......... ૨૫ બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો. | . . . . . . . . . . . • • • • • • ૧૦૧ . . . . . ૧૦૬ • • • • • • • • • • • • • • • • • • • . . . . . . . . . . . ૧ ૧ ૪ , • • • • • • • • • • • • • • • • • , , , , , , , , , , ૧ ૧ ૬ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • , • • • • • • • , • • • • • , , , , , , , , , , , 1 3 9 ૧૪૧ ૧૪૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ • • • • • • • • • , , , , , , , , , , ૧ ૫૪ . . . . ૧૫૮ VIII ૨૬. તેજસ્વી તારક આચાર્ય શ્રી નરેન્દ્રદેવજી..... ૨૭. શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતરવિજયજી .... પરિશિષ્ટ: “દર્શન અને ચિંતન' ગ્રંથમાળાના ભાગ ૧થી ૬ની અનુક્રમણિકા ................. સૂચિ......... . . . . . . . . . ૧૬૩ • • • ૧૭૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ અર્થ્ય ૫. સુખલાલજી આપણે જાણતા હતા કે સોક્રેટિસની હત્યા પ્રીકોને હાથે થાય, કાઈસ્ટની હત્યા જ્યે લોકોના હાથે થાય, પણ હિંદુ માનસ તો એમના જેવા મહાસંત કે ઋષિ કે તપસ્વીના ખૂનનો વિચાર સુધ્ધાં કરી શકે નહિ. હિંદુ માનસના આવા ગૌરવથી આપણું મન ઉન્નત હતું. રાજલોભના કારણે અને બીજાં કારણોએ હિંદુ જાતિમાં પણ અનેક ખૂનો થયાં છે પણ કોઈ સાચા તપસ્વી કે સાચા સંતનું ખૂન તેના કટ્ટરમાં કટ્ટર વિરોધી હોય એવા હિંદુને હાથે કદી પણ થયું નથી. હિંદુ માનસમાં આવો જે ભવ્યતાનો અને ધર્મનો ઊંડો સંસ્કાર હતા તે સંસ્કારના લોપથી – તેને લાગેલ કલંકથી આખું હિંદુ માનસ જાણે શરમાઈ ગયું છે અને એ જ ઊંડી શરમ પણ તેનાં આંસુની વાટે જાણે વહી રહી છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ સાચો ત્યાગી અને સાચો વિચારક હોય તે એટલું તો જાણે જ કે કોઈપણ વ્યક્તિનું જીવન ભોજન, આશ્રય અને બીજી એવી જરૂરી વસ્તુઓ વિના કદી ચાલી શકે જ નહિ. એટલું જ નહિ પણ સ્થૂળ અને જડ કહેવાતી બાહ્ય સામગ્રીની ઉચિત મદદ વિના જીવનનું ઊર્વીકરણ પણ શકય નથી. આ રીતે જોતાં બધી જ પરંપરાના મુખ્ય પ્રવર્તકોનો સૂર મમતાત્યાગનો છે; એટલે કે અંગત અને વૈયક્તિક મર્યાદિત મમતાને વિસ્તારી એ મમતાને સાર્વજનિક કરવાનો છે. સાર્વજનિક મમતા એટલે બીજા સાથે અભેદ સાધવો કે આત્મૌપમ્ય સાધવું તે. એનું જ બીજું નામ સમતા છે. મમતા સંકુચિત મટી વ્યાપક બને ત્યારે જ તે સમતારૂપ ઓળખાય છે. બંનેના મૂળમાં પ્રેમતત્ત્વ છે. એ પ્રેમ સંકીર્ણ અને સંકીર્ણતર હોય ત્યારે તે મમતા અને એ નિર્બંધન વિકસે ત્યારે તે સમતા. આ જ સમતા ધર્મમાત્રનું અંતિમ સાધ્ય છે. મમતાનો ત્યાગ એ શ્રેય માટે આવશ્યક હોવા છતાં જો તે સમાજનાં વિવિધ અંગોમાં સમતાને મૂર્ત કરવામાં પરિણામ ન પામે તો અંતે એવો ત્યાગ પણ વિકૃત બની જાય છે. પરિગ્રહત્યાગની ભૂમિકા ઉપર જ સંન્યાસીસંઘ અને અનગારસંઘો અસ્તિત્વમાં આવ્યા. એના ત્યાગને લીધે જ અશોક જેવા ધર્મરાજે સાર્વજનિક હિતનાં કામો કર્યાં. એવા ત્યાગમાંથી જ દાનદક્ષિણા જેવા અનેક ધર્મો વિકસ્યા. કવિ કાલિદાસે જેમાં સર્વસ્વ દક્ષિણારૂપે અપાય છે એવો યજ્ઞ રઘુને હાથે કરાવ્યો અને માત્ર માટીનું પાત્ર જ હાથમાં બાકી રહ્યું હોય એવા રઘુને રઘુવંશમાં વર્ણવી ગુપ્તકાલીન દાન- દક્ષિણા ધર્મનું મહત્ત્વ સૂચવ્યું. હર્ષવર્ધને તો એકત્ર થયેલ ખજાનાને દર ત્રણ વર્ષે દાનમાં ખાલી કરી કર્ણનું દાનેશ્વરીપણું દર્શાવી આપ્યું. દરેક ધર્મ-પંથના મઠો, વિહારો, મંદિરો અને વિદ્યાધામો જ નહિ પણ સેંકડો, હજારો અને લાખોની સંખ્યામાં અગાર છોડી અનગાર થયેલ ભિક્ષુ કે પઆિાજકોની સંપૂર્ણ જીવનયાત્રા એ બધું પરિગ્રહત્યાગ અને દાનધર્મને જ આભારી રહ્યું છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧. કરુણા અને પ્રજ્ઞામૂર્તિનું મહાપ્રસ્થાન* બાપુજીના આખા જીવનની નાનીમોટી સમગ્ર પ્રવૃત્તિઓનાં પ્રેરક બે જ તત્ત્વો હતાં, એમ વિચાર કરનારને જણાયા સિવાય નહિ રહે. એ બેમાંનું પ્રથમ તત્ત્વ કરુણા અને બીજું પ્રજ્ઞા. પ્રાણીમાત્રમાં અને ખાસ કરી મનુષ્ય વર્ગમાં ઓછેવત્તે અંશે કરુણા હોય જ છે અને ગણ્યાગાંઠ્યા માણસોમાં પ્રજ્ઞા પણ હોય છે. પરંતુ બાપુજીની કરુણા અને તેમની પ્રજ્ઞા વિશ્વની વર્તમાન વિભૂતિઓ તેમજ ભૂતકાળની વિભૂતિઓ કરતાં પણ સાવ નોખી તરી આવે છે. સાધારણ માણસો પોતાના સ્વલ્પ પણ દુઃખને પચાવી નથી શકતા તેથી તેઓ પોતાનું દુઃખ સમજવા અને તેને નિવારવા બનતું બધું જ કરી છૂટે છે, જ્યારે તેઓ બીજાના દુઃખને પચાવી શકે છે. એટલે બીજાઓ દુઃખી છે એમ જોવા છતાં તે દુઃખ નિવારવા તેમની બુદ્ધિ જાગરિત થતી નથી. કેટલાક અસાધારણ કોટિમાં આવે એવા સંતો બીજાના દુઃખને, પોતાના દુઃખની જ જેમ, પચાવી નથી શકતા, તેથી તેઓ પોતાનું દુઃખ નિવારવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ એમ તો એ પ્રયત્ન અને એ તાલાવેલી મર્યાદિત હોય છે. કેમકે એ પ્રયત્ન અને એ તાલાવેલી પોતાના જીવનને ભોગે અગર પોતાના જીવનને હોડમાં મૂકીને નથી સેવાતાં, જ્યારે બાપુજીનું માનસિક બંધારણ સાવ જુદા પ્રકારનું હતું. તેઓ બીજા હરકોઈના દુઃખને પોતાના અંગત દુઃખની જેમ જ પચાવી શકતા નહિ. તેથી તેઓ હરકોઈ દુઃખીનું દુઃખ જોતાં તેનું કારણ શોધતા, તેને નિવારવા ઇલાજ શોધતા અને તે ઇલાજોને અમલી રૂપ આપવા તથા અપાવવા એટલો બધો ઉગ્ર પ્રયત્ન અને ઉગ્ર તાલાવેલી સેવતા કે એને લીધે તેમનું સમગ્ર જીવન અનેકવાર હોડમાં મુકાતું હોય એમ લાગતું. બીજી એક રીતે વિચારીએ તોપણ બાપુજીની કરુણા બીજા કોઈની કરુણા કરતાં જુદી કોટિની હતી એમ લાગે છે. ઘણા જણ એવા છે કે જેઓ બીજાનું શારીરિકઆધિભૌતિક દુઃખ જોઈ તેને સહી નહિ શકે અને તે દુઃખને નિવારવા બનતું બધું કરી પણ છૂટે. વળી બીજા કેટલાક એવા કરુણાવંત હોય છે કે જેઓ બીજાના માનસિકઆધિદૈવિક દુઃખને આધિભૌતિક દુઃખ કરતાં વધારે અગત્ય આપી તેને નિવારવા ઉપર જ વધારે ભાર મૂકે છે. ત્રીજા વળી એવા પણ કરૂણાવંત સંતો હોય છે કે જેઓ તૃષ્ણા જેવી વાસનાઓ કે જે સકળ દુઃખનું મૂળ છે તેને જ ખરું – આધ્યાત્મિક દુઃખ લેખી તેના નિવારણ માટે પુરુષાર્થ કરે છે. પરંતુ બાપુજીની કરુણાને આવી કોઈ મર્યાદા ન Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અર્થ હતી એમ તેમની આખી જીવનકથા કહે છે. બાપુજી હરકોઈનાં આધિભૌતિક, આધિદૈવિક, અને આધ્યાત્મિક દુઃખને નિવારવા માટે જ જાણે જન્મ્યા અને મૃત્યુને ભેટ્યા ન હોય ! તેથી જ તેમની કરુણા મહાકરુણા કોટિની હતી એમ માનવું રહ્યું. એમ તો કોઈ ને કોઈ જાતની પ્રજ્ઞા સાચા કવિઓ, લેખકો, કલાકારો અને સંશોધકોમાં હોય છે; પણ જેને યોગશાસ્ત્રમાં શ્વતંગર તરીકે ઓળખવવામાં આવી છે તેવી પ્રજ્ઞા પ્રજ્ઞાશાળી ગણાતા વર્ગમાં પણ મોટે ભાગે નથી હોતી. ઋતંભરા પ્રજ્ઞાની મુખ્ય ખાસિયત એ છે કે તે સત્ય સિવાય બીજા કશાને સંગ્રહી કે પચાવી નથી શકતી. અસત્યનો છાંટો કે અસત્યની છાયા પણ તે સહી કે જીરવી નથી શકતી. જ્યાં અસત્ય, અપ્રામાણિકતા કે અન્યાય જોવામાં આવે ત્યાં તે પ્રજ્ઞા પૂર્ણ રૂપે ભભૂકી ઊઠે છે. અને અન્યાયને મિટાવી દેવાના દઢ સંકલ્પમાં જ પરિણમે છે. બાપુજીની દરેક પ્રવૃત્તિ એમની ઋતંભરા પ્રજ્ઞાની સાબિતી છે, તેથી જ તેમની પ્રજ્ઞાને પણ મહાપ્રજ્ઞા કહેવી પડે છે. પ્રશ્ન એ છે કે બાપુજી આપણા જ જેવું માટીનું પૂતળું હતા. તેમનો શરીર-જન્મ પણ બીજાની પેઠે અમુક દેશ અને અમુક કુળમાં થયેલો. તેમ છતાં બીજા કોઈમાં નહિ અનુભવાયેલ એવી મહાકરુણા અને મહાપ્રજ્ઞા તેમને સહજ રીતે ક્યાંથી વરી? આનો ઉત્તર શરીર-જન્મમાંથી મેળવી નથી શકાતો. સંસ્કાર-જન્મ, ચિત્ત-જન્મ કે આત્મ-જન્મની વિચારણામાં જ એ પ્રશ્નનો સહજ ઉત્તર મળી રહે છે. જન્મ-જન્માન્તરની સાધનાનું સંચિત પરિણામ ન હોય તો બાલ્યકાળથી આવી કરુણા અને પ્રજ્ઞાનાં બીજો લાધવાં અસંભવ છે. છેક નાની ઉંમરનું બાપુજીનું જીવન કહે છે કે તેમનામાં કરુણા અને પ્રજ્ઞાનાં સૂક્ષ્મ બીજો વિદ્યમાન હતાં. જેમ જેમ ઉંમર, અભ્યાસ, અવલોકન અને જવાબદારીઓ વધતી ગઈ તેમ તેમ એ સૂક્ષ્મ બીજો ત્વરિત ગતિએ વિકસતાં અને ફાલતાં-ફૂલતાં ગયાં. બીજાનું દુઃખ નિવાર્યા સિવાય અજંપો વળવાની અને અન્યાયનો સામનો કર્યા વિના ચેન નહિ પડવાની એમની વૃત્તિએ એમને માટે એટલાં બધાં વિવિધ અને એટલાં બધાં મોટાં કાર્યક્ષેત્રો સર્જાવ્યાં કે કોઈપણ એક માનવીના જીવનમાં ઇતિહાસે એવી ઘટના નોંધી નથી. કરુણા અને પ્રજ્ઞાનાં જન્મસિદ્ધ સૂક્ષ્મ બીજોએ માત્ર કબીરવડનું જ રૂપ ધારણ કર્યું ન હતું, તેણે વિશ્વવટનું રૂપ ધારણ કર્યું હતું, એમ તેમના છેલ્લા ઉપવાસો અને દિલ્હીમાં પ્રાર્થના વખતે થતાં પ્રવચનો જોતાં કહેવું જોઈએ. કરુણા અને પ્રજ્ઞા એ આધ્યાત્મિક તત્ત્વો છે, શાશ્વત છે. એનો વિકાસ અને એની દશ્યમાન પ્રવૃત્તિ જોકે મર્યાદિત શરીરવાટે જ થાય છે, પણ તે તેટલા મર્યાદિત શરીરમાં સમાઈ નથી રહેતી. એનાં આંદોલનો અને એની પ્રતિક્રિયાઓ ચોમેર પ્રસરે છે. બાપુજીની કરુણા અને પ્રજ્ઞાનાં આંદોલનો માત્ર અમુક કોમ કે અમુક દેશ પૂરતાં જ રહ્યાં નથી, દુનિયાના દરેક ભાગમાં વસતી દરેક કોમમાં એના પડઘા પડ્યા છે અને તેથી જ આખી દુનિયા આજે આંસુ સારી રહી છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ કરુણા અને પ્રણામૂર્તિનું મહાપ્રસ્થાન • ૫ જોકે બાપુજીનું શરીર વિલય પામ્યું છે, પણ તેમની મહાકરુણા અને મહાપ્રજ્ઞા ઊલટાં વધારે વિકાસ પામી વિશ્વવ્યાપી બન્યાં છે. સઘળાં માનવમાં વસતા જીવનતત્ત્વની અંદર જે બ્રહ્મ અથવા સચ્ચિદાનંદનો અંશ શુદ્ધ રૂપે વાસ કરે છે તે જ સકળ જીવધારીનો અંતરાત્મા છે. બાપુજી વિદેહ થયા એટલે બ્રહ્મભાવ પામ્યા. આનો અર્થ એ છે કે એમની કરુણા અને પ્રજ્ઞાના વિકસિત ફણગાઓ અનેકના અંતરાત્માના ઊંડાણમાં રોપાઈ ગયા અને એકરસ થઈ ગયા. બાપુજીની કૃશ કાય કયાં? તેમની પળેપળની વિવિધ પ્રવૃત્તિઓ, મતિ મૂંઝવી નાખે એવી જવાબદારીઓ અને જટિલ સમસ્યાઓ ક્યાં? છતાં એ બધો ભાર સૂતાં અને જાગતાં બાપુજી પ્રસન્ન વદને હોંશભેર ઊંચકતા તે કોને બળે? આ પ્રશ્નનો ઉત્તર એમની કરુણા અને પ્રજ્ઞાના વિકાસમાં રહેલો છે. તેમણે કરુણા અને પ્રજ્ઞાની જે એકધારી ઉપાસના કરી, જે આધ્યાત્મિક જીવન ખીલવ્યું, જે બ્રહ્મતત્ત્વ અનુભવ્યું, જે અન્ય જીવાત્માઓ સાથે તાદાત્ય સાધ્યું, તેણે જ એમને પ્રવૃત્તિઓ અને જવાબદારીઓનો ગોર્વધન ઉઠાવવાની તાકાત અર્પી. ગાંધીજીની સદા જીવતી જીવનગાથા જ ઈશ્વર અને આધ્યાત્મિક તત્ત્વના બળનો જાજ્વલ્યમાન પુરાવો છે. પણ આધ્યાત્મિક તેજ સૂર્યના તેજની પેઠે ગમે તેટલું પ્રકાશમાન અને જાજ્વલ્યમાન હોય છતાં દૃષ્ટિવિહીન અંધને માટે તે કશા કામનું નથી. ઊલટું એવા તેજથી અંધદષ્ટિ વધારે ગૂંગળાય છે. આથી જ તો બાપુજીની દુઃખોદ્ધારની અને અન્યાય પ્રતિકારની વૃત્તિ જેમ જેમ ઉગ્ર બની તેમ તેમ આધ્યાત્મિક દૃષ્ટિવિહોણા અંધ વધારે મૂંઝાયા અને રોષે ભરાયા. પણ એ રોષ બહુ તો દેહને હણી શકે. કરુણા અને પ્રજ્ઞાને તો તે સ્પર્શી પણ ન શકે. જે મહાકરુણા અને જે ઋતંભરા પ્રજ્ઞા થોડો વખત પહેલાં એક મર્યાદિત દેહની વાટે કામ કરી રહી હતી, તે કરુણા અને પ્રજ્ઞા પોતાને અવલંબન આપનાર કૃશ કાયનો અંત થતાં માનવતાના મહાદેહમાં સમાઈ ગઈ, તેમાં વસતા અંતરાત્માનાં શુદ્ધ તત્ત્વોને સ્પર્શી તે પોતાનું કામ સદા અનંતમુખે જારી રાખશે એમાં શંકા નથી. સૂર્ય અસ્ત થાય ત્યારે તેનો નાશ નથી થતો, માત્ર તે અન્યત્ર પ્રકાશે છે; તેમ બાપુજીની કરુણા અને પ્રજ્ઞા હવે એ કૃશકાય દ્વારા ન પ્રકાશતાં માનવતાની વિરાટ કાયા દ્વારા પ્રકાશવાની જ. માનવતાનો વિરાટ દેહ જ એમની કરણા-પ્રજ્ઞાનું તેજ વહન કરવા જાણે સમર્થ ન હોય અને તે માટે જ જાણે તે એમાં એકરસ થઈ ગઈ ન હોય – એમ ઘટનાક્રમ અને બાપુજીની નિર્ભયતા જોતાં લાગે છે. હવે આપણે અંતરાત્મામાં એમની કરુણા અને પ્રજ્ઞાના અંશો ઝીલીને જ ખરી શ્રદ્ધાંજલિ અર્પી શકીએ. - સંસ્કૃતિ * મેં તા. ૧૨-૨-૪૮ને દિવસે ગૂજરાત વિદ્યાપીઠમાં બાપુજીના શ્રાદ્ધપ્રસંગે મળેલ પ્રાર્થનાસભામાં આપેલ ભાષણ. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨. અંતે આશ્વાસન કોનાથી મળે છે ? બાપુજી બ્રહ્મભાવ પામ્યાને આટલા દિવસ વીત્યા પણ આપણાં આંસુ બંધ પડતાં નથી, રુદન અટકતું નથી. રેડિયો ઉપર કોઈની આપેલી અંજલિ સાંભળીએ અગર કોઈપણ પ્રકારનું છાપું સાંભળીએ, – પછી ભલે દૈનિક, સાપ્તાહિક, માસિક કે અન્ય પ્રકારનું હોય, કોઈપણ ભાષાનું હોય, કોઈપણ કોમ, પંથ કે રાષ્ટ્રનું હોય, તો તેમાંથી બાપુજીના નિધનથી વ્યાપેલ શોકને જ વાંચીએ છીએ અને વાંચતાંવેંત જ આપણું હૃદય ભરાઈ આવે છે. કોઈ બીજાને દિલાસો આપનાર બાકી રહેતું જ નથી. આવું રુદન અદ્વૈત જગતે એના ઇતિહાસમાં કદી પણ જોયું હોય તેમ જાણમાં નથી. આવું મહારુદન શા માટે ? ઉત્તર મળે છે કે મહાકરુણાનો વિયોગ પડ્યો છે. બાપુજીની કરુણા કોઈપણ સંત કે મહંતની કરુણા કરતાં નોખા જ પ્રકારની હતી. ત્રિવિધ દુ:ખના તાપથી રહેલ માનવતાને શાન્તિ આપવા માટેની તેમની ધગશ અને તેમના પ્રયત્નો એ પણ જગતે આજ સુધી નહિ જોયેલ એવી જ વસ્તુ છે. એનું વર્ણન કરવા માટે બુદ્ધિ અને વાણીનાં સાધનો સર્વમિમત્વત્વ મવત્તિ – એ ન્યાયે અલ્પમાત્ર બની જાય છે, અધૂરાં પડે છે. - જ્યારે હિજરતીઓને કોઈ આશ્વાસન કે દિલાસો આપવા અશક્ત હોય, જ્યારે અપહત સ્ત્રીઓને કોઈપણ ખૂણામાંથી ઉદ્ધારની આશાનું કિરણ ન દેખાતું હોય, જ્યારે કોઈપણ એક વર્ગ ઉપર તેના વિરોધી વર્ગ દ્વારા અકથ્ય સતામણી ચાલી રહી હોય, અને જ્યાં સરકારો કે બીજા શુભેચ્છકોના કોઈપણ પ્રયત્નો કારગત ન થતા હોય ત્યાં તે દરેક દુ:ખીને પોતાના અંગત ચરિત્રબળ કે તપસ્યાબળથી રાહતનો દમ કોણ ખેંચાવતું ? એ તો બાપુજીની જીવતી અને અવિશ્રાન્ત કામ કરતી કરુણા જ હતી. બાપુજી અમારા માટે કાંઈક ક૨શે જ એવી ખાતરી દરેક દુઃખીને દિલાસો આપતી. અને બાપુજીનો દુઃખની માહોળી ઠારવાનો પ્રયત્ન પણ કેવો અદ્ભુત ? નોઆખલીમાં વર્તેલ કાળા કેરના અગ્નિને તેઓની કરુણા એક રીતે ઠારે તો કલકત્તામાં વર્સેલ હત્યાકાંડને બીજી રીતે. બિહારમાં સળગેલી હોળીને એક રીતે શમાવે તો દિલ્હના મહાદાવાનળને બીજી રીતે. આગમાં રહીને આગ બૂઝવવાના પ્રયત્નો ચાલુ હોય ત્યારે પણ પાકિસ્તાનના દૂર દૂરના ભાગોમાં સળગી રહેલ જ્વાળાઓ કેવી રીતે શમાવવી, Page #16 -------------------------------------------------------------------------- ________________ અંતે આશ્વાસન કોનાથી મળે છે? - ૭ એની સક્રિય વિચારણાઓ પણ એકસરખી ચાલતી હોય. આવું મહાકરુણાનું વિરાટ દેશ્ય શું જગતે કદી જોયું હતું? તેથી જ તો આજ બધા રડી રહ્યા છે, સહુને અનાથતા લાગે છે, – પછી ભલે તે ગમે તેવો સમૃદ્ધ કે શૂર હોય, અગર નમ્ર સેવક કે મહાન અધિકારી હોય, – એમ લાગે છે કે જે કામ આપણા ગજાની બહારનું હતું અને છે, તે કામને એક જ માણસ પોતાની સૂઝથી પહોંચી વળતો. આ લાગણી જ સૌને રડાવી રહી છે. હિંદુસ્તાનની બહારના સમજદાર લોકો પણ એમ માનતા કે આપણા વિશ્વશાંતિના પ્રયત્નો રેતી ઉપરના મહેલ જેવા છે. એ પ્રયત્નો પાછળ કોઈ નક્કર ભૂમિ નથી. વિશ્વશાંતિ માટે જે નક્કર ભૂમિ જોઈએ તે કોઈને સમજાતી નથી અને સમજાય તો તે અવ્યવહારુ લાગતી, એવે વખતે આવી નક્કર ભૂમિકા સુઝાડનાર અને તેને એકલે હાથે વ્યવહારુ સિદ્ધ કરી બતાવનાર પુરુષને હિંદ જન્મ આપ્યો છે. એ જ ક્યારેક ક્લેશકલહથી ટેવાયેલ માનવતાને સ્થાયી શાન્તિના સંસ્કારો પૂરા પાડશે. આવો આશાસ્તંભ પડે ત્યારે તેઓ કેમ ન રડે ? અને આપણે જોઈએ છીએ કે હજી રુદન કરતાં કોઈ થાકતું નથી. જો બાપુજી મહાન કરુણાની વિરાટ મૂર્તિ હોય તો તેમના વિયોગનું દુઃખ તેથીયે પણ વિરાટ હોય જ. આ ઉપરાંત બીજા કારણે પણ આપણા દુઃખમાં વૃદ્ધિ થાય છે. આપણે જાણતા હતા કે સોક્રેટિસની હત્યા ગ્રીકોને હાથે થાય, ક્રાઈસ્ટની હત્યા ન્યૂ લોકોના હાથે થાય, પણ હિંદુ માનસ તો એમના જેવા મહાસંત કે ઋષિ કે તપસ્વીના ખૂનનો વિચાર સુધ્ધાં કરી શકે નહિ. હિંદુ માનસના આવા ગૌરવથી આપણું મન ઉન્નત હતું. રાજલોભના કારણે અને બીજાં કારણોએ હિંદુ જાતિમાં પણ અનેક ખૂનો થયાં છે પણ કોઈ સાચા તપસ્વી કે સાચા સંતનું ખૂન તેના કટ્ટરમાં કટ્ટર વિરોધી હોય એવા હિંદુને હાથે કદી પણ થયું નથી. હિંદુ માનસમાં આવો જે ભવ્યતાનો અને ધર્મનો ઊંડો સંસ્કાર હતો તે સંસ્કારના લોપથી – તેને લાગેલ કલંકથી આખું હિંદુ માનસ જાણે શરમાઈ ગયું છે અને એ જ ઊંડી શરમ પણ તેનાં આંસુની વાટે જાણે વહી રહી છે. હિંદુ કલ્પના પ્રમાણે માનવતારૂપ પુરુષનું મુખ બ્રાહ્મણ, બ્રાહ્મણ મુખ બન્યો તે એના ગુણોને કારણે. ક્યા ગુણો ? શું ઘાતકતાના? નહિ, નહિ, કદી નહિ. નરમેધપશુમેધનની પાકૃત ભૂમિકામાંથી બ્રાહ્મણ ક્યારનોય ઊંચે ચડ્યો હતો અને તેણે તો યજ્ઞમાં પિષ્ટમય પશુને સ્થાન આપી અહિંસાની ઉચ્ચ ભૂમિકા પણ સિદ્ધ કરી હતી. એણે સર્વમૂહિતે રત-નો પાઠ સૌને શીખવવા માંડ્યો હતો. એ બ્રાહ્મણ સર્વ ભૂતોના હિતમાં દરેક રીતે રત થયો હતો. એનું જીવન તન્મય થયું હતું. આવા બ્રાહ્મણત્વને કલંકિત કરનાર કોઈ એક બ્રાહ્મણ વ્યક્તિમાં કે નાનામોટા તેવા વર્ગમાં કેમ સંચર્યો હશે શું હિંદુત્વ અને બ્રાહ્મણત્વનો હવે શતમુખ વિનિપાત શરૂ થયો હશે કે જેથી તે સર્વભૂહિતે Page #17 -------------------------------------------------------------------------- ________________ ૮ • અર્થ રતની જ હત્યાનો સંકલ્પ કરે? મહાકરુણાનું અવસાન કરવાનો સંકલ્પ પણ મહાન એ ખરું, પણ સંકલ્પ ક્રૂર અને કઠોર હોઈ અનાર્ય જ હોવાનો. અને જો પુરુષના મુખસ્થાને વિરાજવા લાયક ગણાયેલ બ્રાહ્મણમાં અને તે પણ ચિત્તને પાવન કરવાની ખ્યાતિ પામેલ બ્રાહ્મણવંશમાં તેવો અનાર્ય સંસ્કાર ઉદ્ભવે તો પછી હિંદુજાતિ અને બ્રાહ્મણશ્રેષ્ઠ માટે કયું સારું તત્ત્વ બચવા પામ્યું ગણાય? આ વિચારથી પણ સમજદારો કકળી ઊઠે છે અને આંસુ ખાળી શકતા નથી. હવે દિલાસો કોણ આપશે? – એ જ એકમાત્ર આપણી ઝંખના છે. જે દિલાસો આપવા આવે તે જ દિલગીરી, ગમગીની અને શોકનો ભોગ બને છે. પ્રસન્ન વદને અને હિમ્મતભરેલ હૃદયે આવીને કોઈ આશ્વાસન આપે એવું નજરે નથી પડતું. ત્યારે પણ છેવટે બાપુજી જ પોતાના વિયોગથી કકળી ઊઠેલ દુનિયાને આશ્વાસન આપતા દેખાય છે. જાણે બાપુજી અદશ્ય રહી સહુને એકસરખી રીતે કહેતા ન હોય કે તમે શું મને નથી ઓળખ્યો? અને ઓળખ્યો હોય તો રડો છો કેમ? શું ક્યારેય રડ્યો હતો? શું મેં તમને પ્રસન્ન વદને કર્તવ્ય કરવા અને મરી ફીટવા નથી કહ્યું? મેં જે તમને કહ્યું હતું તે જ જો મેં આચર્યું છે એમ તમને લાગતું હોય અને તમે મારા ઉપર એવો જ વિશ્વાસ ધરાવતા હો તો પછી રડો છો શાને ? ગળગળા થાઓ છો શાને? રડવું, દીન બનવું, અનાથતા અનુભવવી એ ગીતામાં કે કોઈ પણ ધર્મશાસ્ત્રમાં વર્ય જ મનાયું છે, તો તમે મને શ્રદ્ધાંજલિ આપનાર બધા બહાદુર બનો અને સત્ય તેમજ કરુણાનું આચરણ કરવાના મૃત્યુંજયી યુદ્ધમાં ખપી જાઓ. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩. ગાંધીજીનો જીવનધર્મ જેમ ગાંધીજી એક પણ હિંદીની આર્થિક, સામાજિક કે રાજકીય બાબતમાં ગુલામી સહી શકતા નથી અને તેથી જ તેઓ જેમ સમગ્ર હિંદની સ્વાતંત્ર્યસિદ્ધિ અર્થે જીવનમાં એક એક શ્વાસ લે છે, તેવી જ દેશની ગુલામી પ્રત્યે વૃત્તિ ધરાવનાર અને દેશની એકમાત્ર પૂર્ણ સ્વતંત્રતા માટે જ દીક્ષા લીધી હોય એવા બીજા પણ અનેક દેશનાયકો અત્યારે આ હિંદમાં જેલની બહાર અને જેલમાં છે. હિંદ બહારના મુલકો તરફ દૃષ્ટિપાત કરીને વિચારીએ તોપણ ગાંધીજીની જેમ પોતપોતાના રાષ્ટ્રની સ્વતંત્રતા જતી ન કરવા, તેને સાચવવા તેમજ વિકસાવવાની આ નખશિખ લગનીવાળા સ્ટેલિન, હિટલર, ચર્ચિલ કે ચાંગ કાંઈ શેક જેવા અનેક રાજપુરૂષો, આપણી સન્મુખ ઉપસ્થિત થાય છે. તેમ છતાં હિંદ કે હિંદ બહારના બીજા કોઈપણ નેતાનું જીવન આપણને તેના જીવનમાં કયો ધર્મ ભાગ ભજવે છે, એવો વિચાર કરવા પ્રેરતું નથી; જ્યારે ગાંધીજીની બાબતમાં તેથી સાવ ઊલટું છે. ગાંધીજીની પ્રવૃત્તિ ગ્રામ્ય ઉદ્યોગોને પગભર કરવાની હોય કે પશુપાલન, ખેતીવાડી, ગ્રામસુધરાઈ, સામાજિક સુધાર, કોમી એકતા કે રાજકીય સ્વતંત્રતા વિષેની હોય; તેઓ લખતા હોય કે બોલતા હોય, ચાલતા હોય કે બીજું કાંઈ પણ કામ કરતા હોય ત્યારે આપણે તેમની બધી જ પ્રવૃત્તિમાં લૌકિક લાભાલાભની દષ્ટિએ તોલ બાંધવા ઉપરાંત એક બીજા પણ રહસ્ય વિષે વિચાર કરવા પ્રેરાઈએ છીએ. અને તે રહસ્ય એટલે ધર્મનું કયો ધર્મ શક્તિ સીંચે છે. વિચારક પોતે ખરો ધાર્મિક હોય કે નહિ તેમ છતાં ગાંધીજીની જીવનકથા વાંચીને કે તેમનું જીવન પ્રત્યક્ષ નિહાળીને તેના મનમાં તેમના જીવનગત ધર્મ વિષે અનેક પ્રશ્નો ઉદ્દભવે છે. તે એમ વિચારે છે કે ચોવીસે કલાક પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે ડૂબેલ આ માણસનું જીવન ધાર્મિક હોઈ શકે કે નહિ ? અને જો ધાર્મિક હોય તો એના જીવનમાં કયા ધર્મને સ્થાન છે ? ભૂખંડ ઉપરના બધા જ પ્રસિદ્ધ ધર્મોમાંથી કયો ધર્મ એ પુરુષના જીવનમાં સંજીવની શક્તિ અપ, પ્રવૃત્તિમાં નિવૃત્તિ સધાવી નિવૃત્તિમાં પ્રવૃત્તિનું રસાયન ઘોળી રહ્યો છે ? Jai ?ducation International Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ • અર્થ દરેક ધાર્મિક સમાજના અનુયાયીઓના સામાન્ય રીતે ત્રણ વર્ગ છે. પહેલો વર્ગ કટ્ટરપંથીઓનો, બીજો દુરાગ્રહ ન હોય એવાઓનો અને ત્રીજો તત્ત્વચિંતકોનો. જેના સમાજમાં પણ વત્તેઓછે અંશે આવા ત્રણ વર્ગો છે જ. જેમ કોઈ કટ્ટર સનાતની, કદર મુસલમાન કે કટ્ટર ક્રિશ્ચિયન ધર્મ તરીકે પોતે માનતો હોય તેવા પોતપોતાના ધર્મને આચાર, વ્યવહાર કે માન્યતાના ખોખાને અક્ષરસઃ ગાંધીજીના જીવનમાં ન જોઈ નિશ્ચિતપણે એમ માની જ લે છે કે ગાંધીજી નથી ખરા સનાતની, ખરા મુસલમાન કે ખરા ક્રિશ્ચિયન. તેવી રીતે કટ્ટર જેન ગાંધીજીના જીવનમાં જેન આચાર કે જૈન રહેણીકરણીનું ખોખું અક્ષરશઃ ન જોઈ પ્રામાણિકપણે એમ માને છે કે ગાંધીજી ભલે ધાર્મિક હોય પણ તેમના જીવનમાં જૈન ધર્મનું સ્થાન તો નથી જ, કેમકે તેઓ ગીતા, રામાયણ આદિ દ્વારા બ્રાહ્મણ ધર્મને જે મહત્ત્વ આપે છે તેવું જૈન ધર્મને નથી જ આપતા. બીજો વર્ગ ઉપરનાં ખોખાં માત્રમાં ધર્મની ઇતિશ્રી માનતો ન હોઈ તેમજ કાંઈક અંતર્મુખ ગુણદર્શી અને વિચારક હોઈ ગાંધીજીના જીવનમાં પોતપોતાના ધર્મનું સુનિશ્ચિત અસ્તિત્વ જુએ છે. આ પ્રકૃત્તિનો વિચારક જો સનાતની હશે તો ગાંધીજીના જીવનમાં સનાતન ધર્મનું સંસ્કરણ જોશે, જો મુસલમાન કે ક્રિશ્ચિયન હશે તો તે પણ તેમના જીવનમાં પોતાના જ ધર્મની નાડ ધબકતી જોશે. એવી જ રીતે આવું વલણ ધરાવનાર જૈન વર્ગ ગાંધીજીના જીવનમાં જૈન ધર્મનાં પ્રાણભૂત અહિંસા, સંયમ અને તપની નવેસર પ્રતિષ્ઠા જોઈ તેમના જીવનને જૈન ધર્મમય લેખશે. ત્રીજો વર્ગ જે અંતર્મુખ અને ગુણદર્શી હોવા ઉપરાંત સ્વ કે પરના વિશેષણ વિના જ ધર્મના તત્ત્વનો વિચાર કરે છે તેવા તત્ત્વચિંતક વર્ગની દૃષ્ટિએ ગાંધીજીના જીવનમાં ધર્મનું અસ્તિત્વ તો છે જ પણ તે ધર્મ કોનો – આ સંપ્રદાયનો કે તે સંપ્રદાયનો, એમ નહિ પણ તે સર્વ સંપ્રદાયોના પ્રાણરૂપ, તેમ છતાં સર્વ સંપ્રદાયોથી પર એવો પ્રયત્નસિદ્ધ સ્વતંત્ર ધર્મ છે. ભલે ગણ્યાગાંઠ્યા પણ આવા તત્ત્વચિંતકો જૈન સમાજમાં છે, જેઓ ગાંધીજીના જીવનગત ધર્મને એક અસાંપ્રદાયિક તેમજ અસંકીર્ણ એવો ધર્મ માનશે, પણ તેને સાંપ્રદાયિક પરિભાષામાં જૈન ધર્મ માનવાની ભૂલ તો નહિ જ કરે. સંપ્રદાયનો ધર્મ નથી કહ્યા વિના પણ વાચક એ સમજી શકશે કે આ સ્થળે ગાંધીજીના જીવન સાથે જૈન ધર્મના સંબંધનો પ્રશ્ન પ્રસ્તુત હોવાથી હું એ મર્યાદા બહાર અન્ય ધર્મોને અવલંબી ખાસ ચર્ચા કરી ન શકું. હું પોતે સ્વતંત્ર દષ્ટિથી એમ મક્કમપણે માનું છું કે ગાંધીજીના જીવનમાં ઊગેલો, વિકસેલો અને વ્યાપેલો ધર્મ એ કોઈ આ કે તે સંપ્રદાયનો ધર્મ નથી. પણ તે બધા સંપ્રદાયોથી પર અને છતાં બધા જ તાત્ત્વિક ધર્મોના સારરૂપ છે કે જે તેમના પોતાના વિવેકી સાદા પ્રયત્નથી સધાયેલ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીનો જીવનધર્મ • ૧૧ ગાંધીજીનો ધર્મ કોઈ એક સંપ્રદાયમાં સમાતો નથી, પણ એમના ધર્મમાં બધા સંપ્રદાયો સમાઈ જાય છે, આ વિધાનને મધુકર દગંતથી વધારે સારી રીતે સમજાવી શકાય. આંબલી અને આંબા, બાવળ અને લીંબડો, ગુલાબ અને ચંપો જેવાં એકબીજાથી વિરુદ્ધ રસ અને ગંધવાળાં પુષ્પો અને પત્રો ઉત્પન્ન કરનાર વૃક્ષો જ્યાં હોય ત્યાં ભ્રમર એ બધાંમાંથી જુદો જુદો રસ ખેંચી એક મધપૂડો તૈયાર કરે છે. મધુપટલની સ્થૂળ રચના અને તેમાં સંચિત થતા મધુરસમાં તે દરેક જાતનાં વૃક્ષોના રસનો ભાગ છે પણ તે મધ નથી હોતું. આંબલીની પેઠે ખાટું કે આંબાની પેટે ખાટું, તૂરું. તે નથી હોતું લીંબડા જેવું કડવું કે નથી હોતું બાવળના રસ જેવું. તે નથી હોતું ગુલાબના રંગ કે સ્વાદવાળું અગર તો ચંપાના રંગ કે સ્વાદવાળું. મધ એ ત્યાં રહેલી વૃક્ષ-વનસ્પતિની સમગ્રીમાંથી નિષ્પન્ન ભલે થયું હોય પણ તેમાં મધુકરની ક્રિયાશીલતા અને પાચનશક્તિનો ખાસ હાથ હોય છે. મધુકર ન હોય અને બીજા કોઈ યંત્રથી કે બીજી રીતે તેમાંથી રસ ખેંચે તો તે બીજું ગમે તે હશે, છતાં તે મધુર તો નહિ જ હોય. જો કે એ મધ વિવિધ વૃક્ષવનસ્પતિઓના રસમાંથી તૈયાર થયેલું છે છતાં મધની મીઠાશ કે તેનું પથ્યપોષક તત્ત્વ એ એક વનસ્પતિમાં નથી. વિવિધ વનસ્પતિ-રસો ઉપર મધુકરની પાચકશક્તિએ અને ક્રિયાશીલતાએ જે અસર ઉપજાવી તે જ મધુરૂપે એક અખંડ સ્વતંત્ર વસ્તુ બની છે. તે જ રીતે ગાંધીજીના જીવનવહેણમાં જુદા જુદા ધર્મસોતો ભલે આવીને મળ્યા હોય. પણ તે બધા સોતો પોતાનું નામરૂપ છોડી તેમના જીવનપટલમાં મધુરતમ રૂપે એક નવીન અને અપૂર્વ ધર્મસ્વરૂપમાં ફેરવાઈ ગયા છે. કારણકે ગાંધીજીએ તે-તે ધર્મનાં તત્ત્વો પોતાના જીવનમાં ઉધાર લીધેલાં નથી કે આગંતુક તરીકે ગોઠવ્યાં નથી. પણ એમણે એ તત્ત્વોને પોતાના વિવેક અને ક્રિયાશીલતાથી જીવનમાં પચાવી તેમાંથી પરસ્પર કલ્યાણકારી એક નવું જ ધાર્મિક દૃષ્ટિબિંદુ નિપજાવ્યું છે. ગાંધીજી વેદોને માનશે પણ વેદાનુસારી યજ્ઞો નહિ કરે. તેઓ ગીતાનો સાથ નહિ છોડે પણ તેમાં વિહિત શસ્ત્ર દ્વારા દુષ્ટ દમનમાં નહિ માને તેઓ કુરાનને આદર કરશે પણ કોઈને કાફર નહિ માને. તેઓ બાઈબલનો પ્રેમધર્મ સ્વીકારશે પણ ધર્માતરને સાવ અનાવશ્યક સમજશે. તેઓ સાંખ્ય, જેન અને બૌદ્ધોના ત્યાગને અપનાવશે પણ જગતરૂપ મિથિલા કે માનવરૂપ મિથિલા દુ:ખાગ્નિથી ઇઝી કે બળી રહી હોય ત્યારે મહાભારત અને બૌદ્ધજાતકના વિદેહજનકની પેઠે અગર તો જૈનોના નમિરાજર્ષિની પેઠે મારું કશું જ બળતું નથી.' એમ કહી એ બળતી મિથિલાને છોડી એકાન્ત અરણ્યવાસમાં નહિ જાય. જૈન વલણથી જુદી અહિંસા કેટલાકો એમ ધારે છે કે ગાંધીજીનો નિરામિષ ભોજનનો આગ્રહ એ એક જૈન સાધુ પાસેથી લીધેલ પ્રતિજ્ઞાનું પરિણામ છે અને તેમનો અહિંસા વિષેનો પાકો વિચાર શ્રીમદ્ રાયચંદની સોબતનું પરિણામ છે. તેથી ગાંધીજીનો જીવનપંથ મુખ્યપણે જૈન Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ – અર્ધ્ય ધર્મપ્રધાન છે. હું એ પ્રતિજ્ઞા અને સંસર્ગની હકીકત કબૂલ રાખું છું. પણ તેમ છતાં એમ માનું છું કે ગાંધીજીનું અહિંસાપ્રધાન વલણ એ અહિંસાના જૈન વલણથી જુદું જ છે. માંસત્યાગની પ્રતિજ્ઞા આપનાર કે લેવડાવનાર આજે જીવિત હોય તો તેઓ ગાંધીજીના નિરામિષ ભોજનના આગ્રહથી પ્રસન્ન જરૂ૨ થાય પણ સાથે જ ગાંધીજીને એમ માનતા જુએ કે ગાય અને ભેંસ વગેરે પશુઓનું દૂધ તેમનાં વાછરડાં કે પાડાંના મોઢેથી છીનવી પી તું એ સ્પષ્ટ હિંસા જ છે, તો તેઓ જરૂર એમ કહે કે આવી તે કાંઈ અહિંસા હોય ! શ્રીમદ્ રાયચંદ જીવિત હોય અને ગાંધીજીને અશસ્ત્રપ્રતિકાર કરતા જુએ તો સાચે જ તેઓ પ્રસન્ન થાય, પણ જો તેઓ ગાંધીજીને એવું આચરણ કરતા, માનતા કે મનાવતા જુએ કે જ્યારે કોઈ પશુ મરવાના અસહ્ય સંકટમાં હોય, બચાવ્યું બચે તેમ ન હોય ત્યારે તેને ઇંજેકશન વગેરેથી પ્રાણમુક્ત કરવામાં પણ પ્રેમધર્મ અને અહિંસા સમાયેલ છે તો તેઓ ગાંધીજીની માન્યતા અને આચરણને કદી જૈનઅહિંસા તો નહિ જ કહે. તે જ રીતે શ્રીમદ રાયચંદ હડકાયા કૂતરાને મારવાના વલણનું અગર ખેતીવાડીનો નાશ કરનાર વાંદરાઓના વિનાશના વલણનું સામાજિક અહિંસાની દૃષ્ટિએ સમર્થન કરતા ગાંધીજીને ભાગ્યે જ જૈન-અહિંસાના પોષક માને. ગાંધીજીના જીવનમાં સંયમ અને તપનું બહુ ઊંચું સ્થાન છે. જે જૈન ધર્મનાં ખાસ અંગ ગણાય છે. અનેકવિધ કડક નિયમોને પચાવી ગયેલ અને લાંબા ઉપવાસોની ઘ૨માળામાં નામ કાઢના૨ ગાંધીજીનાં સંયમ અને તપને જૈન સંયમ કે તપરૂપે ભાગ્યે જ કોઈ માનશે. કોઈપણ જૈનત્યાગી સાધુ કરતાં બ્રહ્મચર્યનું સર્વદેશીય મૂલ્યાંકન વધારે કરવા છતાં જ્યારે ગાંધીજી કોઈનાં લગ્ન જાતે જ કરાવી નવદંપતીને આશીર્વાદ આપતા હશે, અગર તો કોઈ વિધવાને સૌભાગ્યનું તિલક કરાવતા હશે કે કોઈના છૂટાછેડામાં સંમતિ આપતા હશે, ત્યારે હું ધારું છું કે ભાગ્યે જ કોઈ એવો જૈન હશે જે ગાંધીજીના બ્રહ્મચર્યને પૂર્ણ બ્રહ્મચર્ય માનવા તૈયાર હોય. ગાંધીજી ગમે તેટલા લાંબા ઉપવાસો કરે પણ તેઓ લીંબુનું પાણી લે અગર તો તે ઉપવાસો આત્મશુદ્ધિ ઉપરાંત સામાજિક શુદ્ધિ અને રાજકીય પ્રગતિનું પણ અંગ છે એમ સાચા દિલથી માને – મનાવે ત્યારે એમના એ કીમતી ઉપવાસોને પણ જૈનો ભાગ્યે જ જૈનતપ કહેશે. - અહિંસા અને સંયમ તત્ત્વો પરંપરાગત જૈન ધર્મનો ઉદાર દૃષ્ટિએ અભ્યાસ કરનાર પણ કોઈ વિચારક જ્યારે ગાંધીજીના જીવનધર્મ વિષે મુક્ત મને વિચાર કરે છે ત્યારે તે એટલું સત્ય સ્વીકારી લે છે કે ગાંધીજીનો જીવનવ્યવહાર અહિંસા અને સંયમનાં તત્ત્વો ઉપર પ્રતિષ્ઠિત છે અને પ્રામાણિકપણે જૈન ધર્મને આચરનાર ભૂતકાલીન કે વર્તમાનકાલીન પુરુષોનો આચાર-વ્યવહાર પણ અહિંસા સંયમમૂલક છે. આ રીતે તો તે વિચારક એમ માની જ લે છે કે જૈન ધર્મનાં પ્રાણભૂત અહિંસા, સંયમ અને તપ ગાંધીજીના જીવનમાં કામ Page #22 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીનો જીવનધર્મ • ૧૩ કરી રહ્યાં છે. પણ આથી આગળ વધી જ્યારે તે વિચારક વિગતોનો વિચાર કરે છે ત્યારે તેને ખરેખરી મૂંઝવણ ઊભી થાય છે. ગાંધીજીની અનેકમુખી પ્રવૃત્તિઓમાં તે જે રીતે અહિંસાનો અમલ થતો જુએ છે, અને ઘણીવાર પરસ્પર વિરુદ્ધ દેખાય એવાં વિધાનો તેમજ આચરણો અહિંસાને નામે થતાં તે ગાંધીજીના જીવનમાં નિહાળી જૈન પરંપરામાં પ્રથમ માન્ય થયેલી અને અત્યારે પણ મનાતી આચરણાઓ સાથે સરખાવે છે ત્યારે તેનું ઉદાર ચિત્ત પણ પ્રામાણિકપણે એવી શંકા કર્યા વિના રહી શકતું નથી કે જો સિદ્ધાંતરૂપે અહિંસા અને સંયમનું તત્ત્વ એક જ હોય તો તે યથાર્થ ત્યાગી હોય એવા જૈનના જીવનમાં અને ગાંધીજીના જીવનમાં તદ્દન વિરોધીપણે કામ કેવી રીતે કરી શકે ? વિચારકનો આ પ્રશ્ન નિરાધાર નથી. પણ જો એનો સાચો ઉત્તર મેળવવો હોય તો આપણે કાંઈક વિશેષ ઊંડાણમાં ઊતરવું પડશે. દષ્ટિબિંદુનું સામ્ય જૈનધર્મનું દૃષ્ટિબિંદુ આધ્યાત્મિક છે, અને ગાંધીજીનું દૃષ્ટિબિંદુ પણ આધ્યાત્મિક છે. આધ્યાત્મિકતા એટલે પોતામાં રહેલ વાસનાઓની મલીનતા દૂર કરવી તે. બહુ પ્રાચીનકાળના તપસ્વી સંતોએ જોયું કે કામ, ક્રોધ, ભય આદિ વૃત્તિઓ જ મલીનતાનું મૂળ છે અને તે જ આત્માની શુદ્ધતાને હણે છે, તેમજ શુદ્ધતા મેળવવામાં વિઘ્નો નાખે છે. તેથી તેમણે એ વૃત્તિઓના ઉન્મેલનનો માર્ગ લીધો. એવી વૃત્તિઓનું ઉમૂલન કરવું એટલે કે પોતામાં રહેલ દોષોને દૂર કરવા. એવા દોષો તે હિંસા અને તેને પોતામાં સ્થાન લેતા રોકવા તે અહિંસા. એ જ રીતે એવા દોષોમાંથી ઉદ્દભવનારી પ્રવૃત્તિઓ તે હિંસા અને એવી પ્રવૃત્તિઓનો ત્યાગ તે અહિંસા. આમ અહિંસાનો મૂળમાં દોષત્યાગરૂપ અર્થ હોવા છતાં તેની સાથે તમૂલક પ્રવૃત્તિઓનો ત્યાગ એ બીજો અર્થ પણ સંકળાઈ ગયો. જેઓ પોતાની વાસનાઓ નિર્મૂળ કરવા ઇચ્છતા હોય તેઓ એવી વાસનાઓનો જેમાં જેમાં સંભવ હોય એવી પ્રવૃત્તિઓનો પણ ત્યાગ કરતા. આ સાધના કિંઈ સહેલી ન હતી. તેવી લાંબી સાધના માટે અમુક દુન્યવી પ્રપંચોથી મુક્ત થવું અનિવાર્ય હતું; એટલે દુન્યવી પ્રવૃત્તિઓથી અલગ થઈ આધ્યાત્મિક સાધના કરવાની પ્રથા પડી. દેખીતી રીતે આ સાધનાનો હેતુ મૂળમાં દોષોથી નિવૃત્ત થવાનો અને ગમે તેવે પ્રસંગે પણ દોષોથી અલિપ્ત રહી શકાય એટલું બળ કેળવવાનો હતો. અહિંસાની પ્રાથમિક અને મુખ્ય નિવૃત્તિ સિદ્ધ કરવા જે જે સંયમના અને તપના બીજા અનેક પ્રકારો અસ્તિત્વમાં આવ્યા તે બધા મોટેભાગે નિવૃત્તિલક્ષી જ યોજાયા અને તેથી અહિંસા, સંયમ કે તપની બધી વ્યાખ્યાઓ મોટેભાગે નિવૃત્તિલક્ષી ઘડાઈ. બીજી બાજુ આધ્યાત્મિક શુદ્ધિની સાધના માત્ર વ્યક્તિગત ન રહેતાં તેણે સંઘ અને સમાજમાં પણ સ્થાન લેવા માંડ્યું. જેમ જેમ તે સંઘ અને સમાજના જીવનમાં પ્રવેશતી ગઈ તેમ તેમ તે વિસ્તરતી ગઈ, પણ ઊંડાણ ઓછું થતું ગયું. સંઘ અને સમાજમાં એ સાધનાનો પ્રવેશ કરવા Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ • અર્થ અને ટકાવવા માટે અહિંસા, સંયમ અને તપના અર્થો નવેસર વિચારાયા અને તેમાં જે મૂળગત શકયતા હતી તે પ્રમાણે વિકાસ પણ થયો. જૈન પરંપરા અને બૌદ્ધ ધર્મ દીર્ઘ તપસ્વી મહાવીરનું જીવન જેટલું વધારે નિવૃત્તિલક્ષી હતું તેટલું જ તેમના સમકાલીન તથાગત બુદ્ધનું ન હતું. જો કે બંને પોતાની અહિંસાને સમાજગત કરવા યત્નશીલ હતા. બુદ્ધે પોતાના જીવનમાં અહિંસા અને સંયમ પૂરેપૂરાં વણ્યાં હતાં અને છતાંય તેમણે અહિંસા અને સંયમનો અર્થ લંબાવી પ્રવૃત્તિ દ્વારા વ્યાવહારિક લોકસેવાનાં બીજ પણ નાખ્યાં. આ બાબતમાં જૈન પરંપરા બૌદ્ધ પરંપરા કરતાં કાંઈક પછાત રહી, અને તેમાં સંજોગબળે પ્રવૃત્તિનું પરિમિત તત્ત્વ દાખલ થયા છતાં નિવૃત્તિનું જ રાજ્ય મુખ્યપણે રહ્યું. બુદ્ધે પોતાના જીવન અને ઉપદેશ દ્વારા જે લોકસંગ્રહનાં બીજો નાખ્યાં હતાં તે આગળ જતાં મહાયાનરૂપે વિકાસ પામ્યાં. મહાયાન એટલે બીજાંઓના લૌકિક અને લોકોત્તર કલ્યાણ માટે પોતાની જાતને ગાળી નાખવાની વૃત્તિ – બીજી બાજુ આ મહાવાની ભાવનાનાં પ્રબળ મોજાને લીધે કે સ્વતંત્રપણે પણ કોઈ સાંખ્યાનુયાયી દીર્ઘદર્શી વિચારકે વાસુદેવ ધર્મ, જે તે વખતે ઠીક ઠીક પ્રતિષ્ઠા પામ્યો હતો અને વિસ્તરતો જતો હતો તેને કેન્દ્રસ્થ બનાવી અત્યાર લગી ચાલ્યા આવતા પ્રવૃત્તિ અને નિવૃત્તિના સંઘર્ષનું સમાધાન કરી એમ સ્થાપ્યું કે કોઈપણ સમાજગામી ધર્મ દુન્યવી નિવૃત્તિ બાહ્ય નિષ્ક્રિયતા ઉપર ટકી ન શકે. ધર્મ-જીવન વાતે પણ પ્રવૃત્તિ અનિવાર્ય છે અને સાથે સાથે એણે એમ પણ સ્થાપ્યું કે કોઈપણ પ્રવૃત્તિ સમાજને ત્યારે જ હિતાવહ નીવડે જો તે વૈયક્તિક વાસનામૂલક ન હોઈ સ્વાર્થથી પર હોય. નિવૃત્તિલક્ષી આચાર અહિંસા અને બીજા તબૂલક બધા આચારોની પહેલી ભૂમિકા નિવૃત્તિલક્ષી હોવાથી તેની વ્યાખ્યાઓ પણ નિવૃત્તિલક્ષી જ હતી. જે કાળક્રમે બૌદ્ધ પરંપરા અને વાસુદેવ પરંપરાને પ્રભાવે પ્રવૃત્તિલક્ષી તેમજ લોકસંગ્રહપરાયણ બની. અહિંસાનો અર્થ માત્ર અભાવાત્મક ન રહેતાં તેમાં વિધાયક પ્રવૃત્તિ બાજુ પણ ઉમેરાઈ. ચિત્તમાંથી રાગદ્વેષ દૂર કર્યા પછી પણ જો તેમાં પ્રેમ જેવા ભાવાત્મક તત્ત્વને સ્થાન ન મળે તો તે ખાલી પડેલું ચિત્ત પાછું રાગદ્વેષનાં વાદળોથી ઘેરાઈ જવાનું, એમ સિદ્ધ થયું. તે જ રીતે મૈથુનવિરમણમાં બહ્મચર્યનો પૂર્ણ અર્થ ન મનાતાં તેનો અર્થ વિસ્તર્યો અને એમ સિદ્ધ થયું કે બ્રહ્મમાં એટલે કે સર્વ ભૂતોમાં પોતાને અને પોતામાં સર્વ ભૂતોને માની આત્મૌપમ્યમૂલક પ્રવૃત્તિ કરવામાં રચ્યાપચ્યા રહેવું તે જ ખરું બ્રહ્મચર્ય. આ અર્થમાંથી મૈત્રી કરણા વગેરે ભાવનાઓનો અર્થ પણ શ્રી સંપૂર્ણાનંદજી તેમના છેલ્લા પુસ્તક ચિદ્વિલાસમાં કરે છે તેમ વિસ્તર્યો અને તે બ્રહ્મવિહાર ગણાઈ. મૈથુનવિરમણ એ તો આવા ભાવાત્મક બ્રહ્મચર્યનું અંગ બની રહ્યું. Page #24 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીનો જીવનધર્મ • ૧૫ જ્યારે નિવૃત્તિગામી વ્યાખ્યાઓ પ્રવૃત્તિ પર પણ થવા લાગી ત્યારે એ પ્રભાવથી જૈન પરંપરા છેક જ અલિપ્ત તો રહી શકી નહિ, પણ તેમાં સાધુ સંસ્થાના બંધારણે અને બીજાં અનેક બળોએ એવો ભાગ ભજવ્યો કે જેની પરંપરાનો વ્યવહાર મુખ્યપણે નિવૃત્તિગામી જ રહ્યો અને શાસ્ત્રની વ્યાખ્યાઓ પણ લગભગ નિવૃત્તિપોષક જ રહી. જો કે ઇતિહાસ સમાજને જુદી રીતે ઘડી રહ્યો હતો અને તે જૈન પરંપરાના વ્યવહારમાં તેમજ શાસ્ત્રીય વ્યાખ્યાઓમાં ફેરફાર માંગતો હતો, છતાં એ કામ આજ લગી અધૂરું જ રહ્યું છે. સંસ્કારની અસર જ્યારે કોઈ વિચારક જૈન પરંપરાના આચાર-વિચારનું અનુસરણ કરે છે અને જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરે છે ત્યારે તેના મન ઉપર હજારો વર્ષ પહેલાં ઘડાયેલ એ નિવૃત્તિ પ્રેરક ધોરણ અને વ્યાખ્યાઓના સંસ્કારો એટલા બધા સચોટ પડે છે કે તે તેને ભેદી ભાગ્યે જ વિચાર કરી શકે છે. સિદ્ધાંત એક જ હોય પણ તે સંજોગો પ્રમાણે કેવી રીતે અનેક મુખે કામ કરે છે એ તત્ત્વ સમજવું તે સ્થિતિમાં અઘરું થઈ પડે છે. ગાંધીજીને આધ્યાત્મિકતા સિદ્ધ કરવી છે. તેની ભૂમિકારૂપે તેમણે પોતાના જીવનમાં અહિંસા વગેરે તત્ત્વોને સ્થાન આપ્યું છે. પણ તેમનું દૃષ્ટિબિંદુ મહાયાનમાર્ગી હોઈ તેઓ બીજાને સુખી જોયા સિવાય પોતાને સુખી માની શકતા નથી. ગાંધીજીનું દૃષ્ટિબિંદુ મહાયાની અને તેમાં અહિંસાનું તત્ત્વ ઉમેરાયું એટલે સ્વાભાવિક રીતે જ તેમનું જીવન લોકલ્યાણ તરફ વળ્યું અને તેમની આધ્યાત્મિક શુદ્ધિની દષ્ટિએ તેમને અનાસક્ત કર્મયોગ સુઝાડ્યો. તેમનામાં મૂળથી જ અહિંસાના સંસ્કાર ઓતપ્રોત હતા એટલે તેમણે પોતાની અહિંસાને પ્રવૃત્તિનાં બધાં જ ક્ષેત્રોમાં વહેતી મૂકી. ગીતાના અનાસક્ત કર્મયોગ પ્રમાણે જીવન ઘડવા મંથન શરૂ કર્યું અને છતાંય તેમણે ગીતાના સશસ્ત્ર પ્રતિકારને વળવા ભગીરથ પ્રયત્ન પણ કર્યો. ઉપરની ચર્ચા એટલું જાણવા માટે બસ થશે કે જૈન પરંપરા સામાજિક બની છતાં તેના ધર્મીનું વલણ અહિંસાની પ્રાથમિક ભૂમિકારૂપ નિવૃત્તિલક્ષી જ રહ્યું છે. જ્યારે ગાંધીજીનો અહિંસાધર્મ આત્મલક્ષી અને સમાજલક્ષી હોઈ તેમાં દુન્યવી નિવૃત્તિનો આગ્રહ સંભવી જ શકતો નથી. સમાજના પ્રેમ અને શ્રેય અર્થે અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવી – એ વિશાળ ભાવના જ તેમને અનેક પ્રકારના પરસ્પર વિરોધી તેવાં વિધાનો કરવા પ્રેરે છે. જો કે વસ્તુતઃ તે અવિરોધી જ ગણી શકાય. ગાંધીજીએ જૈન પરંપરાને માન્ય એવી નિવૃત્તિપક્ષી દેખાતી અહિંસા અપનાવી છે ખરી, પણ તેમણે પોતાના સર્વ કલ્યાણકારી સામાજિક ધ્યેયની સિદ્ધિ અર્થે તે અહિંસાના અર્થનો એટલો બધો વિસ્તાર કર્યો છે કે આજની સ્થિતિમાં ગાંધીજીનો અહિંસા ધર્મ એ એક પોતાનો જ અહિંસા ધર્મ બની ગયો છે. એ જ રીતે આ દેશ અને પરદેશની અનેક અહિંસાવિષયક Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૦ અર્થ માન્યતાઓને તેમણે પોતાના લક્ષની સિદ્ધિને અનુકૂળ થાય એવી રીતે જીવનમાં વણી છે અને તે જ તેમનો સ્વતંત્ર ધર્મ બની તેમની અનેકમુખી પ્રવૃત્તિઓનાં દ્વાર ખુલ્લાં કરે છે. આ દૃષ્ટિએ વિચારતાં એમ કહેવું જ પડે કે ગાંધીજીના જીવનમાં જૈન ધર્મ એના મૂળ અર્થ કે પારિભાષિક અર્થમાં નથી જ. એ રીતે એમ કહી શકાય કે તેમના જીવનમાં બૌદ્ધ કે બીજા કોઈ ધર્મો તેના સાંપ્રદાયિક અર્થમાં નથી જ એને છતાં તેમના જીવનમાં જે જાતનો ધર્મ સક્રિયપણે કામ કરી રહ્યો છે તેમાં બધા જ સાંપ્રદાયિક ધર્મોનો યોગ્ય રીતે સમન્વય છે. મહાન આત્મા ગાંધીજી આપણા જેવા જ એક માણસ છે. પણ તેમનો આત્મા મહાન કહેવાય છે અને વસ્તુત મહાન સિદ્ધ થયો છે; અહિંસા ધર્મના લોકાભ્યદયકારી વિકાસને લીધે જ. ગાંધીજીને એક વાટકી ઊટકવાના કામથી માંડી મોટામાં મોટી સલ્તનત સામે ઝુંબેશ ઉઠાવવાની પ્રવૃત્તિ કરવી પડી ન હોત અથવા તો એ પ્રવૃત્તિમાં અહિંસા, સંયમ અને તપનો વિનિયોગ કરવાની સૂઝ પ્રકટી ન હોત તો તેમનો અહિંસાધર્મ કદાચ પેલી નિર્માસ ભોજનની પ્રતિજ્ઞા જેવી મર્યાદાઓના અક્ષરશ: પાલનની બહાર ભાગ્યે જ આવ્યો હોત. એ જ રીતે ધારો કે કોઈ સમર્થતમ જૈન ત્યાગી હોય ને તેના હાથમાં સમાજની સુવ્યવસ્થા સાચવવા અને વધારવાનાં સૂત્રો સોંપાય, તેથી આગળ વધીને કહીએ તો તેને ધર્મપ્રધાન રાજતંત્ર ચલાવવાની સત્તાનાં સૂત્રો સોંપવામાં આવે તો તે પ્રામાણિક જૈન ત્યાગી શું કરે? જો ખરેખર એ વારસામાં મળેલ જૈન અહિંસાનો વિકાસ કર્યા સિવાય કાંઈ જવાબદારીઓ લેવા ઈચ્છે તો તે નિષ્ફળ જ નીવડે. કાં તો તેણે એમ કહેવું રહ્યું કે મારાથી સમાજ અને રાજ્યની તંત્ર સુધારણામાં ભાગ લઈ ન શકાય; અને જો તે પ્રતિભાશાળી તેમજ ક્રિયાશીલ હોય તો તે બધાં સોંપાયેલાં સૂત્રો હાથમાં લઈ તેને અમલમાં મૂકવા પ્રયત્ન કરે. આ પ્રયત્નનું પરિણામ એક જ આવી શકે અને તે એ કે જૈન પરંપરાના એક માત્ર નિવૃત્તિપ્રધાન સંસ્કારોને બદલી તે અહિંસાની એવી વ્યાખ્યા કરે, સર્વ વિકસાવે કે જેથી તેમાં ગમે તેટલું સમાજલક્ષી અને વ્યાવહારિક પરિવર્તન છતાં અહિંસાનો મૂળ આત્મા જે વાસનાઓનો ત્યાગ અને સગુણોનો વિકાસ તે સુરક્ષિત રહી શકે. ગાંધીજીનો ધર્મ નવીન છે જો કોઈ પણ સાધક માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં નિત્ય નવા ઊભા થતા કોયડાઓનો ઉકેલ ધાર્મિક દૃષ્ટિથી કરવા ઇચ્છે તો તે સહેલાઈથી ગાંધીજીના જીવનધર્મની દિશા જાણી શકે. તેથી જ હું માનું છું, કે ગાંધીજીનો જીવનધર્મ જીવંત અને નવીન છે. નવીન એટલે તે જૂના ઉપર અભૂતપૂર્વ મહેલ છે. એ જ કાગળ, એ Page #26 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીનો જીવનધર્મ • ૧૭ જ પીંછી અને એ જ રંગ છતાં તે અષ્ટપૂર્વ ચિત્ર છે. સારેગમના એ જ સ્વરોનું અભૂતપૂર્વ સંગીત છે. અંગો કે અવયવો એ જ છતાં એ અપૂર્વ તાંડવ અને અલૌકિક નૃત્ય છે; કારણ કે ગાંધીજીની દૃષ્ટિમાં આ લોક અને પરલોક વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે. તેમને મનુષ્ય જીવનરૂપ કે બળતી મિથિલાની અંદર જ રહી તેની આગ શમાવવાના પ્રયત્નમાં જ પારલૌકિક નરકયંત્રણા નિવારવાનો સંતોષ છે અને માનવજીવનમાં જ સ્વર્ગ કે મોક્ષની શક્યતા સિદ્ધ કરવાની તાલાવેલી છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪. બંને કલ્યાણકારી : જીવન અને મૃત્યુ ગાંધીજી ‘મહાત્મા’ લેખાયા, કારણ તેમનું જીવન મહત્ હતું. જેનું જીવન જ મહત્ હોય તેનું મૃત્યુ પણ મહત્ જ હોવાનું. ગાંધીજીનું જીવન મહત્ શા માટે ? એ પ્રશ્નનો ઉત્તર એક જ છે અને તે એ કે બાલ્યકાળથી ઠેઠ મૃત્યુની ઘડી સુધી એકમાત્ર પ્રેમવૃત્તિ, સત્ય અને બીજાનું ભલું કરવાની વૃત્તિ તેમજ પ્રવૃત્તિ જ અખંડપણે તેમજ ઉત્તરોતર વિકસિત રૂપમાં અને વધારે ને વધારે વ્યાપક રૂપમાં સેવી છે. બુદ્ધના મૃત્યુ વખતે લોકોમાં શોક વ્યાપેલો, પણ એ શોક મોટેભાગે તેમના અનુગામી ભિક્ષુગણ તેમજ ગૃહસ્થવર્ગ પૂરતો હતો એમ કહી શકાય. મહાવીરના નિર્વાણ વખતે વ્યાપેલ શોક પણ એ જ કોટિનો હતો. અલબત્ત, તે વખતે અત્યારના જેવાં સમાચાર ફેલાવવાનાં સાધનો ન હતાં. ગાંધીજીના મૃત્યુસમાચાર અત્યારનાં સાધનોને લીધે વિશ્વવ્યાપી બન્યા છે એ એક જ કારણ વિશ્વવ્યાપી શોકનું નથી. પણ એમનું આંતર અને બાહ્ય જીવન એવું વિશ્વવ્યાપી બની ગયેલું કે તે સ્થૂળ દેહે ગમે ત્યાં રહેતા હોય છતાં દુનિયાના દરેક ભાગમાં તેમનો સંદેશ એકધારો પહોંચી જતો અને ભણેલો કે અભણ, આ ધર્મના કે તે ધર્મના, આ કોમના કે તે કોમના, આ દેશના કે તે દેશના, દરેક માનવી ગાંધીજી વિષે એટલું તો માની જ લેતા કે તેઓ જે કહે છે, જે સંદેશ આપે છે તે તેમના આચરણનું પરિણામ છે. સૌનો એકસરખો વિશ્વાસ એ જ કે ગાંધીજી વિચારે કાંઈ, બોલે કાંઈ અને કરે કાંઈ એવા નથી અને નથી જ. વિશ્વહૃદયમાં ગાંધીજીની પ્રતિષ્ઠા કેવળ ઉપરના કારણે જ હતી. તેઓ સૌના હ્રદયના રામ બની ગયા તે માત્ર સત્યનિષ્ઠા અને કરુણાવૃત્તિને કારણે. તેથી જ આપણે ગાંધીજીના જીવનને મહત્ કહીએ છીએ. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે ચિત્તરૂપ નદીનો પ્રવાહ બંને બાજુએ વહે છે. તે કલ્યાણ તરફ વહે અને અકલ્યાણ તરફ પણ વહે. યોગશાસ્ત્રના આ કથનનો પુરાવો આપણા દરેકનો રોજિંદો અનુભવ છે. ગાંધીજી આપણા જ જેવા અને આપણા માંહેલા સાધારણ માનવી, પણ એમના ચિત્તનો પ્રવાહ કેવળ એક જ બાજુએ વહ્યો છે એ વિશ્વવિદિત બીના છે અને તે એક બાજુ પણ માત્ર કલ્યાણની જ. ગાંધીજીએ પોતાની સમગ્ર શક્તિનો પ્રવાહ લોકકલ્યાણને માર્ગે જ વાળ્યો છે. આ માટેની તૈયારી કરવા ગાંધીજી નથી ગયા કોઈ મઠમાં કે નથી ગયા કોઈ જંગલમાં કે પર્વતની ગુફામાં. મનનાં સહજ અધોગામી Page #28 -------------------------------------------------------------------------- ________________ બને કલ્યાણકારી: જીવન અને મૃત્યુ • ૧૯ વલણ તેમજ કલ્યાણગામી સંસ્કારોના વહેણને ઊર્ધ્વગામી વલણમાં અને એક માત્ર કલ્યાણગામી પ્રવૃત્તિના વહેણમાં ફેરવી નાખવા એ કામ નથી શૂરાને માટે સહેલું કે નથી સત્તાધારીને માટે સહેલું. એ કામ ભલભલા સાધકોની પણ કસોટી કરાવે તેવું અઘરું છે. પરંતુ ગાંધીજીની સત્ય તેમજ પ્રેમની અનન્ય નિષ્ઠા અને સત્યપ્રેમમય ઈશ્વર ઉપરની અચળ શ્રદ્ધાએ તેમને માટે એ કામ તદ્દન સહેલા જેવું કરી નાખ્યું હતું. તેથી જ ગાંધીજી સૌને એકસરખી રીતે ભારપૂર્વક કહેતા કે હું તમારામાંનો જ છું અને હું જે કરું છું કે કરી શક્યો છું તે સ્ત્રી-પુરુષ, યુવા-વૃદ્ધ સૌને માટે તેઓ ધારે તો) સુકર છે. ગાંધીજી માત્ર વિવેક અને પુરુષાર્થ ઉપર જ ભાર આપતા. એમનો ઈશ્વર એમાં સમાઈ જતો. દરેક માનવમાં વિવેક અને પુરુષાર્થનાં બીજ હોય જ તેથી દરેક માનવ ઈશ્વર અને બ્રહ્મરૂપ છે. ગાંધીજી દરેકના આત્મામાં વસતા એવા જ સચ્ચિદાનંદમય અંતર્યામીને પોતાના વર્તન અને વિચારથી જાગૃત કરવા રાતદિવસ મથતા અને તેમાં જ અખંડ આનંદ અનુભવતા. માણસ સુમાર્ગને અનુસરે કે નહિ પણ તેના મનમાં એક અથવા બીજી રીતે સુમાર્ગની પ્રતિષ્ઠા તો હોય જ છે. તેથી ગાંધીજીના સન્માર્ગદર્શનને ન અનુસરનાર પણ - અને ઘણીવાર તેથી સાવ ઊંધું ચાલનાર પણ – તેમના આ વલણ તરફ આકર્ષાતો અને એક અથવા બીજી રીતે ગાંધીજીનો પ્રશંસક બની જતો તેથી કરીને આપણે કહી શકીએ કે બીજી કોઈ પણ વિભૂતિના જીવને માનવોના હૃદયમાં ગાંધીજીના જીવને સ્થાન મેળવ્યું હોય તે કરતાં વધારેમાં વધારે માણસોના હૃદયમાં ગાંધીજીના જીવને સ્થાન મેળવ્યું હતું, આવા સ્થાનને લીધે જ લોકોએ તેમને મહાન આત્મા કહ્યા અને તેમનું જીવન મહતુ લેખાયું. ભૂતકાળના ઇતિહાસમાં કે આ નવયુગના ઇતિહાસમાં એવો કોઈ દાખલો છે કે જેમાં તેના મૃત્યુ જ વખતે જ ગાંધીજીના મૃત્યુથી કકળી ઊઠેલી વિશ્વજનતાનો દશમો ભાગ પણ હૃદયથી કકળી ઊઠ્યો હોય ? કેટલાક પ્રજાપ્રિય રાજા, રાષ્ટ્રનેતા અને લોકપ્રિય સંતો ચાલ્યા ગયા ત્યારે તેમના માટેનો શોક અમુક ભાગ પૂરતો હતો; અને કેટલીક વખતે તો તે ઔપચારિક પણ હોય. પરંતુ ગાંધીજીની મૃત્યુકથા જ સાવ નિરાળી છે. દુનિયામાં એકેએક ભાગમાં વસતી જનતાના સાચા પ્રતિનિધિઓએ ગાંધીજીના મૃત્યુ પર આંસુ સાર્યા છે. અને અત્યારે પણ ગાંધીજીની જીવનગાથા મનમાં આવતાં જ કે કાને પડતાં જ કરોડો માણસો આંસ ખાળી શકતા નથી. તેથી જ ગાંધીજીનું મૃત્યુ જીવનના જેટલું જ મહાન છે એમ કહી શકાય. ગીતા એ દુનિયાના ધર્મગ્રંથોમાં એક અભુત અને અપૂર્વ ગ્રંથ છે. તેને રચનાર વ્યક્તિ પણ તેવી જ અદ્દભુત અને આર્ષદૃષ્ટિવાળી હોવી જોઈએ. જેના મુખમાંથી ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો છે તે કલ્પનામૂર્તિ કે ઐતિહાસિક કૃષ્ણ પણ અભુત વ્યક્તિ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અર્થ છે એમાં શંકા નથી. ગાંધીજીને સાચી રીતે ઓળખનાર કોઈપણ એટલું તો સમજી શકે તેમ છે કે ગીતાને તેના આધ્યાત્મિક અને વ્યાપારિક અર્થમાં જેટલે અંશે ગાંધીજીએ જીવનમાં પચાવી હતી તેટલે અંશે ગીતાને પચાવનાર વ્યક્તિને શોધી કાઢવાનું કામ બહુ અઘરું છે. ગીતામાં કર્મયોગનું પ્રતિપાદન છે. આ મુદ્દાનું સમર્થન લોકમાન્ય તિળક કરતાં વધારે સચોટ રીતે બીજા કોઈએ કર્યું હોય તો તે હું જાણતો નથી; પણ એ અનાસક્ત કર્મયોગનું પચાસથી વધારે વર્ષો લગી સતત અને અખંડ પરિપાલન ગાંધીજીએ જ કરી બતાવ્યું છે. તેમણે ગીતાના કર્મયોગનું સમર્થન જેટલે અંશે જીવન જીવીને કર્યું છે તેટલે અંશે ગ્રંથ લખીને નથી કર્યું. ગીતાના અનાસક્ત કર્મયોગમાં બે બાજુઓ સમાય છે. લોકજીવનની સામાન્ય સપાટી ઉપર રહીને તેને ઉન્નત કરવાની લોકસંગ્રહકારી વ્યવહાર બાજુ, અને ત્રણે કાળમાં એકસરખાં ટકી શકે એવાં શાશ્વત મૂલ્ય ધરાવનાર સત્ય, અહિંસા, અને ઈશ્વરનિષ્ઠા જેવાં તત્ત્વોને સ્પર્શીને જ જીવન જીવવાની પારમાર્થિક બાજુ. ગાંધીજીનું જીવન શરૂ થયું તે, એ પારમાર્થિક સત્યને આધારે, અને તે ઉત્તરોત્તર વધારે ને વધારે વિકસતું, ફેલાતું અને નવપલ્લવિત થતું ગયું તે વ્યાવહારિક બાજુ કે વ્યાવહારિક સત્યને અવલંબીને ગાંધીજીના કોઈપણ જીવનકૃત્યને લઈને આપણે વિચાર કરીએ તો એ તરત દીવા જેવું દેખાઈ આવે છે કે તેઓના એકેએક કૃત્યમાં પારમાર્થિક અને વ્યાપારિક સત્ય બંનેનો સહજ અને અવિભાજ્ય સમન્વય હતો. તેઓ કોઈપણ ક્ષેત્રમાં, કોઈપણ બાબત લઈને કામ કરતા હોય ત્યારે તેમાં પારમાર્થિક સત્ય હોવાનું જ, અને તે પારમાર્થિક સત્યને તેઓ એવી રીતે વ્યવહારની સપાટીમાં મૂકતા કે સત્ય માત્ર શ્રદ્ધાનો વિષય અગર પૂજાનો વિષય ન રહેતાં બુદ્ધિનો અને આચરણનો વિષય પણ બની જતું. જેમ જેમ ગાંધીજી પારમાર્થિક સત્યને આધારે વ્યાપારિક ક્ષેત્રો વધારે ને વધારે ખેડતા ગયા, જેમ જેમ તેમની સામે કઠણ અને કઠણતર વ્યાવહારિક સમસ્યાઓ આવતી ગઈ, ધર્મ, કોમ, સમાજ, અર્થશાસ્ત્ર, રાજકારણ – આવા અનેક વિષયોની જમાનાજૂની જટિલ સમસ્યાઓ ઉકેલવાનો ભાર તેમના ઉપર આવતો ગયો તેમ તેમ તેમને પોતાના જીવનના ઊંડાણમાંથી પારમાર્થિક સત્યની મંગળમય અને કલ્યાણકારી બાજુએ વધારે ને વધારે બળ આપ્યું. એ બળ જ ગાંધીજીનું અમોઘ બળ હતું. ગાંધીજી ગમે તેવા ક્ષીણ હોય કે તપસ્યાથી કશ હોય ત્યારે પણ તેમના જીવનમાંથી જે આશ્ચર્યકારી તેજ અને બળ હુરતું તેને સમજવાનું કામ કોઈને માટે પણ સહેલું નહોતું. તે બળ અને તેજ તેમના પારમાર્થિક સત્ય સાથેના તાદાસ્યનું પરિણામ હતું. એમની વાણી કે એમની લેખિનીમાં, એમની પ્રવૃત્તિ કે એમની દેહર્તિમાં એ જ પારમાર્થિક સત્ય પ્રકાશતું. ગાંધીજીના અનુયાયી ગણાતા માણસો પણ ગાંધીજીના જેવી જ દુન્યવી અને વ્યાપારિક પ્રવૃત્તિ કરતા, પણ તેમને બધાને એમ લાગ્યા જ કરતું કે તેમના જીવનમાં Page #30 -------------------------------------------------------------------------- ________________ બંને કલ્યાણકારી: જીવન અને મૃત્યુ - ૨૧ ગાંધીજીનું તેજ નથી. આમ શા માટે ? એનો ઉત્તર ગાંધીજીની પારમાર્થિક સત્ય સાથેની પોતાના જીવનની વધારે ઊંડી એકરૂપતામાંથી મળી જાય છે. આવી એકરૂપતાએ દુન્યવી લોકજીવનનાં ઘણાં પાસાંને સુધાર્યા છે, ઉત્રત કર્યા છે. આ બીના આપણને જેટલી વિદિત છે તે કરતાં વધારે પ્રમાણમાં હવે પછીની પેઢીઓને વિદિત થશે. પ્રકૃતિનું તત્ત્વ જ એવું છે કે તેનું લોલક માત્ર એક જ દિશામાં નથી થોભતું. જ્યારે તે કોઈ એક છેડા તરફ ઝૂકે છે ત્યારે તેની તદ્દન સામેની વિરુદ્ધ બાજુએ તેનાં આંદોલનો શરૂ થાય છે. ગાંધીજીએ દુનિયાને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ સરળ માર્ગે આણવાનો કાર્યક્રમ યોજયો. જે દુનિયા આજલગી ઝેરનું ઔષધ ઝેર જ છે, એવા સૂત્રમાં તથા કુટિલતાનો જવાબ કુટિલતાથી જ અપાય એવા સૂત્રમાં માનતી, તેમજ એવા સૂત્ર પ્રમાણે જીવન જીવતી અને છતાં કોઈ સારો કાયમી ઉકેલ આણી ન શકતી તે દુનિયાને ગાંધીજીએ નવો માર્ગ બતાવ્યો કે ઝેરનું ખરું અને કાયમી ઓસડ અમૃત જ છે; તથા કુટિલતા નિવારવાનો સરળ અને સાચો ઇલાજ સરળ જીવન જીવવું એ જ છે. ગાંધીજીનું આ કથન નવું તો ન હતું, પણ એનું સર્વાગીણ વ્યાપક આચરણ સાવ નવું હતું. તેમનું એ નવજીવન ગમે તેટલું પારમાર્થિક સત્યને સ્પર્શતું હોય, તે દ્વારા બધા જ જટિલ પ્રશ્નોનો ગમે તેટલો સરળ ઉકેલ શક્ય હોય, છતાં તેને સમજવા અને પચાવવા જેટલી માનવ-સમાજની ભૂમિકા તૈયાર ન હતી. ગાંધીજીએ સમાજના ખૂણેખૂણામાં પહોંચી લોકોની બુદ્ધિ જાગ્રત કરવા ભગીરથ પ્રયત્ન કર્યો. તેને પરિણામે લાખો માણસો એમનું કથન સમજવા તરફ અને એમનું જીવન ઓછેવત્તે અંશે જીવવા તરફ વળ્યા. પણ સમાજનો એક મોટો ભાગ એવો ને એવો જ રહ્યો, અને ગાંધીજીના નવજીવનમય સંદેશની તીવ્રતા અને વિશેષ પ્રકારની સાથે સાથે તે વધારે ને વધારે વધતો ગયો કે ગાંધીજીના સંદેશને ઝીલી ન શક્યો, એટલું જ નહિ પણ તેને એ સંદેશ સાવ ઘાતક તેમજ અવ્યવહારુ લાગ્યો. જેઓ ગાંધીજીના નવજીવનસંદેશને શ્રદ્ધાપૂર્વક સાંભળતા અને યથાશક્તિ તે પ્રમાણે વર્તવા ઇચ્છતા તેઓના મનમાં પણ કેટલીકવાર ગાંધીજીના પારમાર્થિક સિદ્ધાંતો વિશે શંકા ઊઠતી, અને પૂરતું સમાધાન ન થતું. એવો પણ વર્ગ વધતો ગયો જે ગાંધીજીને સાંભળવાનું જતું કરી શકે જ નહિ. પણ મનમાં એક જ વાત પોષ્યા કરે કે એ તો સંત રહ્યા, વ્યવહારમાં એમની વાત ન ચાલે. પણ આથીયે વધારે મોટો વર્ગ તો એવો નિર્માણ થતો ગયો કે જે ગાંધીજીના પારમાર્થિક સત્યના સિદ્ધાંતને તત્ત્વતઃ માનવા છતાં . વ્યવહારમાં તેની તદ્દન અવગણનાપૂર્વક અવ્યવહારિકામાં જ માનતો. આ છેલ્લો વર્ગ એ જ ગાંધીજીના નવજીવનસંદેશ માટે ભયાનક હતો. ગાંધીજી પોતાને હિંદુ કહેતા અને હિંદુ ધર્મ આચરવાનો દાવો કરતા, પણ તેમનો હિંદુ ધર્મ ઋતંભરા પ્રજ્ઞામાંથી ઉદ્ભવેલ અને પોષાયેલ હોવાથી એટલો બધો વિશાળ બન્યો હતો કે તે એકબાજુથી દુનિયાના સમગ્ર સાચા ધમનુયાયીઓને ‘ગાંધીજી અમારા જ ધર્મનો મર્મ સર્વત્ર સાચી રીતે પ્રગટ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ - અર્ધ્ય કરી રહ્યા છે.’ એમ માનવા લલચાવતો, જ્યારે બીજી બાજુથી તે સાંકડા મનના રૂઢિચુસ્ત અને સ્વાર્થી ધાર્મિકોના મનમાં તે જરા પણ સ્થાન ન પામતો અને તેમને અનેક રીતે અકળાવી મૂકતો. જગત કઈ દિશામાં ઘસડાઈ રહ્યું છે અને મૃત્યુના મહાગર્તમાં ખૂંચતું જાય છે એ સ્થિતિનું ભાન હોવાથી અને તે માટેનો નિર્દોષ તેમજ સર્વ આચારી શકે તેવો ત્રાણોપાય લોકો સામે મૂકેલો હોવાથી દિવસે દિવસે ગાંધીજીને અનુસરનારા વચ્ચે જતા હતા. અને ઓછામાં ઓછું તેમની અસરકારક વાણી વાંચવા કે સાંભળવા માટે તો તલપાપડ થનારની સંખ્યા વધ્યે જ જતી હતી. જૂની પેઢીના અને ઘડપણને કિનારે જઈ બેઠેલા લોકો પણ આ વર્ગમાં આવતા જ જતા હતા. એટલે રૂઢિચુસ્ત અને વિરોધી માનસવાળા, જેમને પોતાના ધર્મ કે કોમના વાડા માટે પણ કશું સક્રિય કામ કરવાનું ન હતું તેઓ મનમાં સમસમતા અને ગાંધીજી પ્રત્યે જાહેરમાં નહિ તો ખાનગીમાં રોષ સેવતા અને ફેલાવતા. આવા લોકોમાં કેટલાક બુદ્ધિપટુ છતાં માત્ર સત્તાલોલુપ અને અસહિષ્ણુ લોકોનો એક વર્ગ પહેલેથી જ હતો. ગાંધીજીની વધતી જતી વિશ્વપ્રિય પ્રવૃત્તિ એને દેશોદ્ધારક પ્રવૃત્તિના તેજ સામે તેવા વર્ગનું બહુ ઓછા લોકો સાંભળતા. પણ ગાંધીજીનો હિંદુત્વશોધક કાર્યક્રમ જેમ જેમ ઉગ્ર અને વિશાળ બનતો ગયો તેમ તેમ તે અસહિષ્ણુ વર્ગને ભોળા, અજ્ઞાની અને સ્વાર્થી લોકોને પોતાના તરફ આકર્ષવાની વધારે તક સાંપડતી ગઈ. મુસલમાનોની માંગણીઓ વધતી ચાલી. ગાંધીજી તેમને કોરો ચેક આપવાની દીર્ઘદૃષ્ટિ ભરેલી વાત કરે તો પેલો અસહિષ્ણુ વર્ગ હિંદુ લોકોને ઉશ્કેરે કે જુઓ, ગાંધીજી પોતાને હિંદુ કહેવડાવે છે, હિંદુ ધર્મના અનુયાયી હોવાની વાત કરે છે, ગીતાને અક્ષરસઃ આચરવાની વાત કરે છે, અને છતાંય આતતાયી મુસલમાનો સામે ભીરુ થઈ નમી પડે છે. સામાન્ય લોકો જેઓ લેવડદેવડમાં પાઈએ પાઈનો હિસાબ ગણતા હોય અને જેઓનાં મન ઉપર આતતાયીને પ્રહાર કરીને જ ઠેકાણે લાવવાનો સંસ્કાર હોય તેઓ ગાંધીજીની દીર્ઘદષ્ટિ ભરેલી ઉદારતાનો અવળો અર્થ લે તો એ સ્વાભાવિક જ હતું. ગાંધીજીની દીર્ઘદૃષ્ટિ એ હતી કે પહેલાં મારા ઘરનું શોધન થાય તો બીજાને શોધન માટે કહેવાનું કામ સરળ થાય, અને દુનિયામાં પણ પોતાની પ્રતિષ્ઠા વધે. જ્યાં લગી મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા વચ્ચે રસાકસી ચાલી ત્યાં લગી પેલા અસહિષ્ણુ વર્ગે દેશના ભોળા લોકોમાં એક જ જાતનું વિષ ફેલાવ્યું કે હિંદુ જાતિ અને હિંદુ ધર્મ ગાંધીજીના હાથે જોખમાય છે. દુર્ભાગ્યે દેશના ભાગલા પડ્યા અને એમાંથી અરસપરસ કાપાકાપીનો દાવાનળ પ્રગટ્યો. મુસ્લિમ લીગે તો ગાંધીજીને ઇસ્લામ અને મુસલમાનના શત્રુ તરીકે ગણાવ્યા જ હતા; પણ કટ્ટર હિંદુ મહાસભાવાદીઓએ પણ તેમને હિંદુ ધર્મના શત્રુ તરીકે ગણાવ્યા. જે લોકોના મનમાં ગાંધીજી વિષે કુસંસ્કાર પોષાયો હતો તેમણે જ્યારે હિંદુ અને શીખોની કત્લેઆમ જોઈ, સ્ત્રીઓનાં અપહરણો જોયાં, ત્યારે તો તેમને દઢ પ્રતીતિ થઈ કે હિંદુ ધર્મ કે હિંદુ જાતિનું ... Page #32 -------------------------------------------------------------------------- ________________ બને કલ્યાણકારી : જીવન અને મૃત્યુ • ૨૩ રક્ષણ ગાંધીજીને હાથે થવાની વાત આકાશપુષ્પ જેવી છે. આ કામ તો હિંદુ મહાસભા જ કરી શકે અને તે જ બમણા બળથી જેવાની પ્રત્યે તેવા થઈ સામાની સાન ઠેકાણે લાવી શકે. કટ્ટર હિંદુ મહાસભાવાદીઓનો આ મુદ્દો એટલો સરળ હતો કે તને સમજવા કે સમજાવવામાં બહુ ચાતુર્યની જરૂર પડે તેમ હતું જ નહિ. કારણકે લોકમાનસ પ્રથમથી જ પાશવવૃત્તિથી ઘડાયેલું હોય છે, જ્યારે ગાંધીજીને તો આવા લાંબા કાળના રૂઢ માનસને સમજાવટ અને વિવેકથી સુધારવું હતું. ડૂબતો અને આપદગ્રસ્ત માણસ તૂટી જાય એવા તત્કાળસુલભ તણખલાનું અવલંબન લેતો હોય ત્યારે એને કાંઈક ખમી ખાઈ, સંકટ સહી વધારે સ્થિર ઉપાયનું અવલંબન કરવા કહેવામાં આવે તો બહુ ઓછી સફળતા મળે છે. એટલે દેશના ભાગલા પડતાં જે જે કોમી દાવાનળ ભભૂકી ઊઠ્યો તેમાં હિંદુ તેમજ શીખોને એક જ બચવાનો ઉપાય જણાયો. ગાંધીજી એ ઉપાયનું અવલંબન કરવામાં લાંબે ગાળે બહુ જ અહિત જોઈ શક્યા. તેથી તેમણે હિંદુ અને શીખોને એ બદલાની વૃત્તિ અજમાવતા પ્રથમ રોક્યા. આને લીધે જેમ જેમ મુસલમાનો ગાંધીજીને પ્રશંસવા લાગ્યા તેમ તેમ હિંદુઓ અને શીખો વધારે છંછેડાયા અને ખુલ્લંખુલ્લા પ્રચાર કરવા લાગ્યા કે જુઓ ! મુસલમાનો જ ગાંધીજીને પોતાના હિતૈષી ગણે છે. જે મુસલમાનનો હિતૈષી હોય તે તો હિન્દુદ્રોહી હોય છે. ઉશ્કેરણીજનક બન્યું જતા નવાનવા બનાવોમાં બધે જ એકસરખી રીતે સાંત્વન આપવાનું અને સમજાવટ કરવાનું કામ ગાંધીજી માટે ઘણું અઘરું હતું. છતાં તેમણે અનશન જેવા જલદ ઉપાયો અને રેડિયો ઉપરનાં સર્વગમ્ય પ્રવચનો દ્વારા પોતાનું કામ જારી રાખ્યું અને બદલા લેવાની વૃત્તિ જે ભયંકર રૂપમાં હિંદુ તેમજ શીખ ભાઈઓમાં ફાટી નીકળી હતી તે કાંઈક અંશે કાબૂમાં લીધી. પણ આ વખતે પેલો અસહિષ્ણુ અને સત્તાલોલુપ વર્ગ લોકોને આડે રસ્તે દોર્યે જતો અને ખુલ્લંખુલ્લા કહેતો કે ગાંધીજી તો અહિંસા દ્વારા છેવટે હિંદુઓ અને શીખોની જ કતલ કરાવી રહ્યા છે. જ્યારે ગાંધીજી વિરુદ્ધ લોકમાનસ ઠીક ઠીક પ્રમાણમાં કેળવાયું ત્યારે જે રૂઢિચુસ્તો અને નામધારી ધાર્મિકો પહેલેથી જ ગાંધીજીની વિરુદ્ધ હતા અને અત્યારલગી પોતપોતાના આંગણામાં જ રહી તેમને ભાંડતા તે બધા પેલા બુદ્ધિપટુ સત્તાલોલુપ વર્ગના ટેકેદાર થઈ ગયા. એ અસહિષ્ણુ વર્ગ હિંદુ જાગીરદારો અને રાજાઓને તેમની સત્તા જવાનો ભય બતાવી અને પોતા દ્વારા તેમની સત્તા ચાલુ રહેવાની આશા આપી હિંદુ ધર્મ અને જાતના ઉદ્ધારને બહાને પોતાની તરફ વાળવા લાગ્યા. હિંદુત્વાભિમાની આચાર્યો અને મહંતોને તેમના પરંપરાગત ધર્મની રક્ષાની બાંહેધરી આપી પોતાનામાં મેળવવા લાગ્યો, ચુસ્ત મૂડીવાદીઓને ભાવિ ભયમાંથી મુક્તિ આપવાની આશા દ્વારા પોતાનામાં મેળવવામાં સફળ થયો. પરિણામે એ ગાંધીજી વિરુદ્ધના ખૂની માનસમાં અનેક વર્ગોનો સમાસ થતો ગયો, અને તેવો વર્ગ હિંદુપદ પાદશાહીનાં સ્વપ્ન પણ સેવવા લાગ્યો. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ • અર્થ આ સ્થિતિએ જ કોંગ્રેસ વિરોધી જયંત્ર રચાવ્યું અને કોંગ્રેસને તેમજ દેશને વર્તમાન સ્થિતિએ પહોંચાડનાર મહાન જીવનને ખતમ કરવાનો સંકલ્પ પોષ્યો, જેનું ગોડસે તો એક પ્રતીક માત્ર છે. ગાંધીજી ગોડસેને હાથે વીંધાયા એમ કહેવા કરતાં એમ કહેવું વધારે સારું છે કે ગાંધીજીની ઉત્તરોત્તર વિકસતી અને શુદ્ધ થતી જતી અહિંસાને ન પચાવી શકનાર માનસે જ ગાંધીજીની હિંસા કરાવવામાં ભાગ ભજવ્યો. પણ ગાંધીજી જો સાચે જ અહિંસક હતા અને તેમની પ્રજ્ઞા એક માત્ર સત્યને જ ધારણ કરતી હતી અને જીરવતી હતી તો તેમની હિંસા શક્ય જ નથી. ઊલટું એમણે આચરેલી અહિંસા અને સેવેલી સત્યપ્રજ્ઞા એ બંને જે નાનકડાશા પૂળદેહ પૂરતી મર્યાદિત હતી તે અનેક મુખે વિસ્તરી છે. જે લોકો ગાંધીજીની અહિંસા અને સત્યંભરા પ્રજ્ઞાને પૂરી રીતે નહોતા સમજતા તેઓ પણ હવે વધારે તાલાવેલી સાથે તેને સમજવા મથી રહ્યા લાગે છે. આથી જ તો અનેક માણસો જે કોઈના ભરમાવ્યા આડે રસ્તે દોરાયા હતા તે ટપોટપ પાછા સીધે રસ્તે આવવા લાગ્યા છે અને ગોડસેના પ્રેરક માનસને હૃદયથી નિંદી રહ્યા છે. પુનર્જન્મ વ્યક્તિગત હો કે સામાજિક હો, બંને રીતે તેનો અર્થ એક તો છે જ કે કોઈપણ સંકલ્પ વૃથા જતો નથી જ. ગાંધીજીનો વજૂસંકલ્પ તો વ્યર્થ જઈ જ ન શકે. સોક્રેટિસ અને ક્રાઈસ્ટના સંકલ્પો તેમના જીવન પછી વધારે વેગવાન અને વધારે દઢમૂળ થયા છે એ જાણીતું છે. ગાંધીજીનું મૃત્યુ એ પામર જંતુનું મૃત્યુ નથી. એ મૃત્યુએ માણસજાતને શોકાતુર કરી છે. તેનો અર્થ એ છે, કે તેને પોતાનું અંતર નિરખવા અંતર્મુખ કરી છે. અને છેવટે ગાંધીજી ઈચ્છતા હતા પણ શું ? તે તો હંમેશાં એક જ વાત કહેતા કે તમે પોતાનું અંતર તપાસો અને પોતાની જાતને પ્રથમ સુધારો. જીવનમાં તેમણે પોતાનો સંદેશ જેટલા પ્રમાણમાં ફેલાવ્યો તે કરતાં તેમણે પોતાના મૃત્યુથી પોતાનો સંદેશો વધારે ફેલાવ્યો છે અને તે આગળ વધારે ને વધારે ફેલાશે એમાં લેશ પણ શંકા નથી. એમ તો આ દેશના તખ્તા ઉપર આવ્યા પછી ગાંધીજીએ બહુ મોટો સેવકવર્ગ ઊભો કર્યો છે. કોઈપણ પ્રાંત, કોઈપણ જિલ્લો કે કોઈપણ તાલુકો લો તો ત્યાં ગાંધીજીની દોરવણી પ્રમાણે કામ કરનાર ઓછાવત્તા મળી જ આવવાના. આવા કાર્યકરોમાં અનેક જણ તો વિભૂતિ જેવા પણ છે. તેમના મૃત્યુથી આવા વર્ગમાં મોટો ઉમેરો થશે એટલું જ નહિ પણ તે વર્ગ વધારે શુદ્ધ થઈ કાર્યબળ મેળવશે; કારણ કે હવે તે વર્ગને પોતાને જ ખભે આવેલ જવાબદારીનું પૂર્ણ ભાન થતું જાય છે. જે મુસલમાન ભાઈઓને ગાંધીજી પોતાનું ઘર સુધાર્યા બાદ દૂર બેઠા કે પાકિસ્તાનમાં જઈ સમજાવવાના હતા કે મુસલમાનોમાં પણ એ ભાન બળવત્તર થતું જાય છે કે ગાંધીજી જે કહેતા તે જ સાચું છે અને મુસ્લિમ લીગ જે ધમધતાને નામે ઉશ્કેરતી હતી તેમાં કશું જ તથ્ય નથી. આ રીતે જોવા જઈએ તો ગાંધીજીનું જીવન જેટલું મહતુ અને કલ્યાણકારી હતું તેટલું જ તેમનું મૃત્યુ પણ મહતુ અને કલ્યાણકારી છે એ વિષે શંકા નથી. Page #34 -------------------------------------------------------------------------- ________________ બને કલ્યાણકારી : જીવન અને મૃત્યુ • ૨૫ ગાંધીજી ગુરુત્વાકર્ષણના નિયમ જેવા હતા. તેમણે આખું જીવન પરસ્પર વિરોધી એવાં વિવિધ બળોને એક જ ઉદ્દેશની સિદ્ધિ માટે સાંકળી રાખવામાં અસાધારણ સફળતા મેળવી છે. રાજાઓ, મઠધારીઓ, મૂડીવાદીઓ, અને ઉચ્ચત્વાભિમાની વર્ગ ઉપર સામ્યવાદનું જે સંહારકારી મોજું વેગપૂર્વક આવી રહ્યું હતું તેને અહિંસાના પૂર દ્વારા નિવારવા અને એ મોજાનું પ્રાણદાયક તત્ત્વ માત્ર પ્રતિષ્ઠિત કરવા ગાંધીજીએ પોતાની કાર્યસાધના દ્વારા છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કર્યો. તેઓ સૌનો નિર્ભય બનાવવા જ મથતા અને જે જે ભયનાં કારણો જે જે વર્ગ સેવતો હોય તે તે વર્ગને તે ભયનાં કારણો જ ફેંકી દેવા સમજાવતા. રાજાઓને ટ્રસ્ટી થઈ રાજ્ય કરવા કહેતા, તો મૂડીવાદી તથા ઉદ્યોગપતિઓને પણ ટ્રસ્ટી થઈ લોકહિત અર્થે ઉદ્યોગધંધો વિકસાવવા કહેતા. દરેક ધર્મપંથના દીવામાં તેજ ન હતું, કારણ કે તેમાં તેલ અને બત્તી જ ખૂટી ગયાં હતાં. ગાંધીજીએ પોતાના આચરણ દ્વારા દરેક ધર્મપંથના દીવામાં તેલ-બત્તી પૂરવાનું કામ કર્યું અને સમજદાર દરેક ધાર્મિક એમ માનતો થયો કે અમારો પંથ પણ સજીવ છે અને તેમાં પણ કાંઈક રહસ્ય છે. સવર્ણો જાતિગત ઉચ્ચતાના અભિમાનને લીધે અંદરોઅંદર ન સાંધી શકાય એવા ખંડોમાં વહેંચાઈ ગયા હતા, અને દલિતવર્ગ તો માનવતાની કોટિમાં રહ્યો જ ન હતો. ગાંધીજીએ વર્ણ-ધર્મ એવો આચર્યો કે જેથી એક બાજુ સવર્ણાભિમાનીઓનું ઉચ્ચત્વાભિમાન સ્વયમેવ ગળવા લાગ્યું અને બીજી બાજુ દલિતવર્ગની લોહી સાથે એકરસ થઈ ગયેલ દૈન્યનવૃત્તિ નિર્મળ થતી ચાલી. એક તરફથી ઊર્ધ્વરોહણ અને બીજી તરફથી નિમ્નારોહણ એ બંને ક્રિયાએ દેશમાં વર્ણધર્મને નવું સ્વરૂપ આપ્યું. જે જાતિગત ઉચ્ચનીચભાવનું હજારો વર્ષ થયાં જડ ઘાલી બેઠેલ વિષવૃક્ષ બુદ્ધ, મહાવીર, કબીર, નાનક કે દયાનંદ આદિ દ્વારા નિર્મૂળ થઈ શક્યું ન હતું તેનાં મૂળ ગાંધીજીએ હચમચાવી મૂકયાં અને તેના પરિપાકરૂપે એકવાર અસ્તિત્વમાં આવેલ અસ્પૃશ્યતા હવે તો છેલ્લા શ્વાસ જ લઈ રહી છે. હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિ જેટલાં જૂનાં તેટલાં જ તે ભવ્ય ગણાય છે. પણ તેનું અસ્પૃશ્યતાકલંક પણ તેટલું જ જૂનું અને તેટલું જ અભવ્ય છે. આ કલંક હોય ત્યાં લગી હિંદુ ધર્મને ધર્મ કહેવો અગર હિંદુ સંસ્કૃતિને સંસ્કૃતિ કહેવી એ માત્ર ભાષાવિલાસ છે એમ સમજી ગાંધીજીએ હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિને નિષ્કલંક બનાવવા ભગીરથ પ્રયત્ન કર્યો. અને તે પણ પોતાની અહિંસાવૃત્તિથી. તેમનું આ કામ એવું છે કે દુનિયાના દરેક ભાગમાં તે હિંદુ ધર્મ અને સંસ્કૃતિને ભવ્યતા અપાવી શકે, અને હિંદુ કહેવડાવનાર દરેક જણને જે નીચું જોવાપણું હતું તે દૂર કરી તેને માથું ઊંચું રાખવાની હિંમત આપી શકે. આજે જેઓ પોતાના કટ્ટરપણાને લીધે અસ્પૃશ્યતા – નિવારણમાં આડે આવી રહ્યાં છે તેઓ પોતાની નવી પેઢી અને દુનિયાના ટીકાકારોને હિંદુ ધર્મના અસ્પૃશ્યતાના લાંછન વિશે જો કાંઈ પણ સાચો જવાબ આપવા તૈયાર થશે તો તેમને ગાંધીજીનું શરણ લીધે જ છૂટકો છે. તેઓને Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ અર્ધ્ય કહેવું પડશે કે ના, ના, અમારો હિંદુ ધર્મ અને અમારી હિંદુ સંસ્કૃતિ એવાં છે કે જેણે ગાંધીજીને જન્મ આપ્યો અને ગાંધીજી દ્વારા આત્મશોધન કર્યું. ગોડસેના હાથને લોહિયાળ કરાવનાર વક્રમતિ વર્ગને પણ પોતાની નવી પેઢીમાં પ્રતિષ્ઠા મેળવવી હશે તો તે ગાંધીજીની અહિંસાને આગળ ધરીને જ મેળવી શકશે. ગાંધીજીએ કોઈનું કદીયે અહિત ચિંતવ્યું જ નથી. આવી કલ્યાણ-ગુણ-ધામ-વિભૂતિ પોતાના સ્થૂળ મૃત્યુ દ્વારા પણ કલ્યાણવૃત્તિ પ્રસારવાનું જ કામ કરવાની. ઈશ્વર આ કે તે રસ્તે સૌને સદ્ગુદ્ધિનો જ પાઠ શીખવે છે. વક્રમતિ અને દુર્બુદ્ધિ લોકોને એક રીતે તો બીજાઓને બીજી રીતે સુધારવાની જ તક પૂરી પાડે છે. એટલે આપણે દૃઢ વિશ્વાસ સેવવો જોઈએ કે ગાંધીજીની મૃત્યુઘટનામાં પણ કોઈ ગૂઢ ઈશ્વરીય કલ્યાણસંકેત છે, જેનાં ચિહ્નો અત્યા૨થી દેખાવા લાગ્યાં છે. ગાંધીજીએ ગીતાનો અર્થ પોતાના આચરણ દ્વારા દર્શાવ્યો છે અને વિકસાવ્યો પણ છે. ગાંધીજીની દૃષ્ટિ ધ્યાનમાં રાખી ગીતાને સમજવા પ્રયત્ન કરીએ તો એના ચાલુ શબ્દાર્થની પેલીપાર એક લોકોત્તર ભવ્ય અર્થની ઝાંખી થાય છે. આ મુદ્દાનો વિસ્તાર ક૨વાનું આ સ્થાન નથી. પણ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમની દૃષ્ટિની અલ્પ ઝાંખી કરવા-કરાવવા પૂરતું એક ઉદાહરણ ટાંકવું અપ્રસ્તુત નથી. પ્રાચીન કાળથી આજ લગી યુદ્ધપ્રિય લોકોને ઉત્તેજવા અને પાનો ચડાવવા માટે એક ચમત્કારી ઉક્તિ ગીતામાં છે. તે કહે છે કે : “અરે બહાદુર, તું કમર કસ ! તૈયા૨ થા ! રણમાં જા ! અને પછી પીઠ ન ફેરવ. દુશ્મનોથી ન ડર ! જો દુશ્મનોને હાથે મરણ પામીશ તો કશું નુકશાન નથી. ઊલટું એ રીતે મરીને તું અહીંના રાજ્ય કરતાં મોટું સ્વર્ગનું રાજ્ય પામીશ, અને જો દુશ્મનોને જીતીશ તો અહીંનું રાજ્ય છે જ. જીવીને કે મરીને તું રાજ્ય જ ભોગવવાનો છે. શરત એટલી કે લડતાં પાછી પાની ન કરવી.’ આ ઉત્તેજનાએ આજ લગી હિંસક યુદ્ધો પોષ્યાં છે. કેમકે તે ઉત્તેજના કોઈ એક પક્ષ પૂરતી હોતી નથી. બંને પક્ષો તેવી ઉત્તેજનાથી બળ મેળવી પ્રાણાન્ત યુદ્ધ ખેલે છે અને પરિણામે નાશની પ્રક્રિયા અટકતી નથી. ગાંધીજીએ આ ઉત્તેજનાને મિટાવી નહિ. તેનું બળ કાયમ રાખ્યું એટલું જ નહિ પણ તેને ઘણે અંશે વધાર્યું પણ છે. માત્ર તેને અહિંસાનો નવો ઝોક અને નવો પુટ આપ્યો અને તે ઉત્તેજનાને અમર રસાયણ બનાવ્યું. હજારો વર્ષ થયાં ચાલી આવતી પાશવી હિંસક ઉત્તેજનાને તેમણે માનવીય કે દિવ્ય ઉત્તેજનામાં ફેરવી નાંખી, અને તે કેવી રીતે ? ગાંધીજીએ ઉપરની ઉત્તેજનાને નવો અર્થ આપતાં કહ્યું કે ‘શાશ્વત સિદ્ધાંત તો એવો છે કે કોઈ પણ કલ્યાણ કરનાર દુર્ગતિ પામતો નથી. તેથી હે બહાદુર ! તું કલ્યાણમાર્ગે નિર્ભયપણે વિચર ! આગળ અને આગળ વધ્યે જા ! પાછો ન હઠ ! કોઈનું અકલ્યાણ ચિંતવવામાં કે કોઈનું બગાડવામાં ન પડ ! એમ કલ્યાણમાર્ગે ચાલતાં અને ઝૂઝતાં મરી જઈશ, ખવાઈ જઈશ તોયે શું ? તેથી તો તને Page #36 -------------------------------------------------------------------------- ________________ બને કલ્યાણકારી: જીવન અને મૃત્યુ • ૨૭ અહીં કરતાં વધારે સારી ઉચ્ચ ભૂમિકા જ મળવાની છે; કેમકે કલ્યાણકારી સદ્ગતિ જ પામે છે. તે દુર્ગતિ કદીયે પામતો નથી. અને જો લ્યાણમય વિશ્વસેવા કરતાં કરતાં આ જન્મે જ સફળતા મળી તો તું અહીં જ સેવારાજ્યનાં સુફળ ભોગવીશ.” આજ લગી તે દિ ન્યાત્ રિશ ટુતિ તાત છતિ એ શ્લોકાર્ધની સાથે સંગતિ બેસાડ્યા વિના જ માત્ર પરાપૂર્વના લડાઈના સંસ્કારોથી પોષાયેલું વિદ્વાન ગણાતાઓનું પણ માનસ હતો વા પ્રાથતિ સ્વ નિવા વા મોચસે મહી એનો અર્થ જૂની ઘરેડ પ્રમાણે જ કરતું અને માનવજાતિ કૌરવપાંડવની પેઠે ભાઈભાઈઓમાં ઉત્તેજનાનું મદ્યપાન કરી લડી મરતી. તેને બદલે ગાંધીજીએ ભાઈભાઈઓને અંદરોઅંદર લડવાની ના પાડવા માટે અને તેમનું લડાયક બળ સૌના સામૂહિક હિતમાં વપરાય તે માટે ગીતાના આ વાક્યનો જીવન જીવીને નવો જ અર્થ અર્પો, જે અત્યાર લગીના કોઈ પણ આચાર્યે અર્પો ન હતો. આવી તો ગાંધીજીની અનેક સિદ્ધિઓ છે. એવી સિદ્ધિવાળો માનવ સામાન્ય નથી, એ મહામાનવ છે, કેમકે એનું જીવન મહતુ છે અને તેથી જ એનું મૃત્યુ પણ મહતુ છે; કેમકે તે મૃત્યુંજય છે. કેમકે તેની સામે મૃત્યુ જ મરી જાય છે. અને તે સમગ્ર માનવજાતિની ચેતનાના ઊંડામાં ઊંડા સ્તરમાં પ્રવેશ કરી ચેતનાની સપાટીને ઊંચે આણે છે. – પ્રબુદ્ધ જેન, ૧ માર્ચ ૧૯૪૮ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૫. વિભૂતિ વિનોબા પરિવ્રાજક, જૈન અને બૌદ્ધ એ ત્રણ જીવિત મુખ્ય પરંપરાઓમાં ભારતની બધી જ ત્યાગલક્ષી પરંપરાઓનો સમાવેશ થઈ જાય છે. તૃષ્ણા, પરિગ્રહ કે સંચયવૃત્તિના ત્યાગને એ બધી પરંપરાઓએ જુદી જુદી શૈલીમાં પણ એકસરખી રીતે મહત્ત્વ આપ્યું છે. પરિવ્રાજકપણું સ્વીકારી વનમાં જવા ઇચ્છતા ઋષિ યાજ્ઞવક્યની એક પત્ની મૈત્રેયીના જે ઉદ્દગારો બૃહદારણ્યક ઉપનિષદમાં નોંધાયેલા છે તે સમગ્ર પરિવ્રાજકપરંપરાના વિચારનો એક પડઘો માત્ર છે. યાજ્ઞવલ્કયે મૈત્રેયીને કહ્યું કે “તને અને કાત્યાયનીને સમ્પત્તિ વહેંચી આપી હું એનો નિકાલ કરવા ઇચ્છું છું. મૈત્રેયીએ પતિને જવાબમાં કહ્યું કે “સુવર્ણથી પરિપૂર્ણ પૃથ્વી મળે તો શું હું તેથી અમર થાઉં ખરી ? યાજ્ઞવલ્કયે જવાબમાં જણાવ્યું છે કે “એથી તો તારું જીવન એવું જ રહેવાનું જેવું કે સાધનસામગ્રીમાં રચ્યાપચ્યા રહેનાર ઈતર લોકોનું જીવન છે. સંપત્તિથી અમૃતત્વની આશા નકામી છે, ઈત્યાદિ. તથાગત બુદ્ધે છ વર્ષની કઠોર સાધના અને ઊંડા મનન પછી પોતાના તેમજ જગતના કલ્યાણનો માર્ગ શોધ્યો તે ચાર આર્ય-સત્યનો. તેમાં બીજું આર્યસત્ય એટલે વૈયક્તિક કે સામૂહિક દુઃખમાત્રનું કારણ તૃષ્ણા કે મમતા છે તે; અને ચોથું આર્યસત્ય એટલે તૃષ્ણાનું – આસક્તિનું નિર્વાણ તે. દીર્ઘતપસ્વી મહાવીરે આત્મૌપમ્પ પૂરેપૂરું જીવનમાં ઊતરે એ માટે બાર વર્ષ સાધના કરી અને છેવટે એના ઉપાય લેખે એમને અહિંસા લાધી. પણ જ્યાં લગી પરિગ્રહ કે સંચયવૃત્તિ હોય કે તે જેટલા પ્રમાણમાં હોય, ત્યાં લગી અને તેટલા પ્રમાણમાં અહિંસા એના ખરા અર્થમાં કદી સિદ્ધ થઈ ન શકે. આમ આપણે ત્રણેય પરંપરાના સારરૂપે એક જ વસ્તુ નિહાળીએ છીએ, અને તે તૃષ્ણા, પરિગ્રહ યા સંચયવૃત્તિનો ત્યાગ. ઉપનિષદોમાં અમરજીવનની સિદ્ધિ ધનવૈભવ વડે નથી થતી એમ કહેવામાં આવ્યું ત્યારે એનો અર્થ એ હરગિજ નથી કે પાર્થિવ સંપત્તિનું જીવનમાં કોઈ મૂલ્ય જ નથી, અથવા એ માત્ર સ્વાખિક છાયા છે. પણ એનો અર્થ, જે આખા ઇતિહાસકાળમાં સિદ્ધ થયો તે તો, એ છે કે પાર્થિવ સંપત્તિ એ માત્ર સાધન છે. એને જ જીવન સર્વસ્વ માની Page #38 -------------------------------------------------------------------------- ________________ વિભૂતિ વિનોબા - ૨૯ જે પોતાની જાતને ભૂલી જાય છે તે સ્વતસિદ્ધ અમરપણાને વીસરી વિનાશી અને મર્ય વસ્તુને અમર માની પોતે દુઃખી થાય છે ને બીજાને દુઃખ ઉપજાવવામાં નિમિત્ત પણ બને છે. બુદ્ધ તૃષ્ણાત્યાગની વાત કહી, અગાર (ઘર) છોડી અનગાર બનવાની હાકલ કરી ત્યારે એક ઘર, બાહ્ય વસ્તુ, કુટુંબ અને સમાજ એ બધાનું મૂલ્ય નથી જ આંકતા એમ માનવું તે બુદ્ધને પોતાને અને તેના ધર્મને અન્યાય કરવા બરાબર છે. બુદ્ધનું તાત્પર્ય એટલું જ છે કે અંગત સુખની લાલસામાં ઈતરના સુખદુઃખની પરવા જ ન કરવી અને અંગત મમતા પોષવી એ વ્યક્તિ તેમજ સમાજ માટે બંધનરૂપ છે. મહાવીરે પરિગ્રહત્યાગની વાત કહી ત્યારે પણ તેઓ એટલું તો જાણે જ છે કે વૈયક્તિક અને સામૂહિક જીવનમાં ધનધાન્ય જેવી બાહ્ય વસ્તુઓનું પણ સ્થાન છે જ. તેમ છતાં જ્યારે તેઓ સુધ્ધાં અનગારપદની વાત કરે છે ત્યારે કોઈપણ જાતના અંગત પરિગ્રહમાં બંધાવાનો જ નિષેધ કરે છે. સાચો ત્યાગી અને સાચો વિચારક હોય છે એટલું તો જાણે જ કે કોઈપણ વ્યક્તિનું જીવન ભોજન, આશ્રય અને બીજી એવી જરૂરી વસ્તુઓ વિના કદી ચાલી શકે જ નહિ. એટલું જ નહિ પણ સ્થળ અને જડ કહેવાતી બાહ્ય સામગ્રીની ઉચિત મદદ વિના જીવનનું ઊર્ધીકરણ પણ શક્ય નથી. આ રીતે જોતાં બધી જ પરંપરાના મુખ્ય પ્રવર્તકોનો સૂર મમતાત્યાગનો છે; એટલે કે અંગત અને વૈયક્તિક મર્યાદિત મમતાને વિસ્તારી એ મમતાને સાર્વજનિક કરવાનો છે. સાર્વજનિક મમતા એટલે બીજા સાથે અભેદ સાધવો કે આત્મૌપમ્ય સાધવું તે. એનું જ બીજું નામ સમતા છે. મમતા સંકુચિત મટી વ્યાપક બને ત્યારે જ તે સમતારૂપ ઓળખાય છે. બંનેના મૂળમાં પ્રેમતત્ત્વ છે. એ પ્રેમ સંકીર્ણ અને સંકીર્ણતર હોય ત્યારે તે મમતા અને એ નિબંધન વિકસે ત્યારે તે સમતા. આ જ સમતા ધર્મમાત્રનું અંતિમ સાધ્ય છે. મમતાનો ત્યાગ એ શ્રેય માટે આવશ્યક હોવા છતાં જો તે સમાજનાં વિવિધ અંગોમાં સમતાને મૂર્ત કરવામાં પરિણામ ન પામે તો અંતે એવો ત્યાગ પણ વિકૃત બની જાય છે. પરિગ્રહત્યાગની ભૂમિકા ઉપર જ સંન્યાસીસંઘ અને અનગારસંઘો અસ્તિત્વમાં આવ્યા. એના ત્યાગને લીધે જ અશોક જેવા ધર્મરાજે સાર્વજનિક હિતનાં કામો કર્યા. એવા ત્યાગમાંથી જ દાનદક્ષિણા જેવા અનેક ધર્મો વિકસ્યા. કવિ કાલિદાસે જેમાં સર્વસ્વ દક્ષિણારૂપે અપાય છે એવો યજ્ઞ રઘુને હાથે કરાવ્યો અને માત્ર માટીનું પાત્ર જ હાથમાં બાકી રહ્યું હોય એવા રઘુને રઘુવંશમાં વર્ણવી ગુપ્તકાલીન દાન-દક્ષિણા ધર્મનું મહત્ત્વ સૂચવ્યું. હર્ષવર્ધને તો એકત્ર થયેલ ખજાનાને દર ત્રણ વર્ષે દાનમાં ખાલી કરી કર્ણનું ધનેશ્વરીપણું દર્શાવી આપ્યું. દરેક ધર્મ-પંથના મઠો, વિહારો, મંદિરો અને વિદ્યાધામો જ નહિ પણ સેંકડો, હજારો અને લાખોની સંખ્યામાં અગાર છોડી અનગાર થયેલ ભિક્ષુ કે પરિવ્રાજકોની સંપૂર્ણ જીવનયાત્રા એ બધું પરિગ્રહત્યાગ અને દાનધર્મને જ આભારી રહ્યું છે. તેની સાક્ષી રૂપે અનેક દાનપત્રો, અનેક પ્રશસ્તિઓ આપણી સામે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩) • અર્થ જે મઠો, વિહારો, મંદિરો અને ધર્મસંઘો પરિગ્રહત્યાગની ભાવનામાંથી અસ્તિત્વમાં આવ્યાં હતો અને જે દાનદક્ષિણાને લીધે જ પોષાયે જતાં હતાં તેઓ દાનદક્ષિણા દ્વારા મેળવેલ અને બીજી અનેક રીતે વધારેલ પૂંજી અને પરિગ્રહની માલિકી ધરાવવા છતાં સમાજમાં ત્યાગીની પ્રતિષ્ઠા પામતાં રહ્યાં અને સાથે સાથે ઉત્પાદક શ્રમનું સાર્વજનિક મૂલ્ય સમજવાની બુદ્ધિ ગુમાવવાને લીધે એક રીતે અકર્મ જેવાં બનતાં ચાલ્યાં. બીજી બાજુ સાચી-ખોટી ગમે તે રીતે ધનસંપત્તિ કે ભૂમિસંપત્તિ મેળવનાર વ્યક્તિઓ પણ, દાનદક્ષિણા દ્વારા પોતાના પાપનું પ્રક્ષાલન થાય છે એમ માની દાનદક્ષિણા આપતા રહ્યા અને સમાજમાં વિશેષ અને વિશેષ પ્રતિષ્ઠા પામતા પણ રહ્યા. આમ સમાજમાં પ્રતિષ્ઠા પામનાર મુખ્યપણે બે વર્ગ અસ્તિત્વમાં આવ્યાઃ એક ગમે તેટલું અને ગમે તે રીતે અપાયેલું દાન લેનાર, એનો સંગ્રહ અને વધારો કરનાર છતાં ત્યાગી મનાતો બ્રાહ્મણ – શ્રમણવર્ગ અને બીજો ન્યાયઅન્યાય ગમે તે રીતે મેળવેલ સંપત્તિનું દાન કરનાર ભોગી વર્ગ. આ બે વર્ગ વચ્ચે એક ત્રીજો વર્ગ પણ રહ્યો કે જેના આધારે ઉપરના બંને વર્ગોનું અસ્તિત્વ હોવા છતાં સમાજમાં જેનું આવશ્યક ગૌરવ લેખાતું નહિ. તે વર્ગ એટલે નહિ કોઈના દાન ઉપર નભનાર કે નહિ કોઈ દાન-દક્ષિણા દ્વારા નામના મેળવનાર, પણ માત્ર કાંડાબળે જાતશ્રમ ઉપર નભનાર વર્ગ. અહિંસા અને મમતાત્યાગનો જે ધર્મ મૂળે સમાજમાં સર્વક્ષેત્રે સમતા આણવા અસ્તિત્વમાં આવ્યો હતો. તે જ ધર્મ અવિવેકને લીધે સામાજિક વિષમતામાં અનેક રીતે પરિણમ્યો. એવી વિષમતા નિવારવા અને કર્મયોગનું મહત્ત્વ સ્થાપવા કેટલાક દ્રાઓએ અનાસક્ત કર્મયોગ તેમજ સમત્વયોગની સ્થાપના માટે સબળ વિચારો રજૂ કર્યા. દક્ષિણ અને ઉત્તર હિન્દુસ્તાનમાં થયેલ અનેક સંતોએ એ વિચારનું પોષણ પણ કર્યું. જ્યાં ત્યાં એની સારી અસર પણ થઈ. પરંતુ એ અસર છેવટે ન તો સ્થાયી બની અને ન તો સર્વદેશીય. તેથી કરીને સમાજમાં છેવટે રાજસત્તા અને ધનસંપત્તિનો મહિમા, દાન અને ત્યાગનો મહિમા એ જેવા ને તેવા ચાલુ જ રહ્યા અને સાથે સાથે ગરીબી તેમજ જાતમહેનત પ્રત્યેની સૂગ પણ ચાલુ રહી. ઊંચ-નીચના ભેદની, સંપત્તિ અને ગરીબીની, નિરક્ષરતા અને સાક્ષરતાની, તેમજ શાસક અને શાસિતની, એમ અનેકવિધ વધતી જતી વિષમતાને લીધે દેશનું સામૂહિક બળ ક્ષીણ જેવું થયું અને અંતે વિદેશી રાજ્ય પણ આવ્યું. એણે પહેલાંની વિષમતામાં અનેક નવી વિષમતાઓ અને સમસ્યાઓ ઉમેરી. ચોમેરથી પ્રજા ત્રાહિ ત્રાહિ પોકારવા લાગી. કવિઓ ઈશ્વરનું આવાહન કરવા લાગ્યા. જ્યારે આ વિષમતા નિવારવાનું કામ શસ્ત્રબળ અને શાસ્ત્રબળ બંને માટે અસાધ્ય જેવું દેખાતું હતું ત્યારે પાછો એ જ જૂનો અપરિગ્રહ અને અહિંસાનો માર્ગ એક વિશિષ્ટ વ્યક્તિને મૂક્યો. Page #40 -------------------------------------------------------------------------- ________________ વિભૂતિ વિનોબા - ૩૧ અહિંસા અને અપરિગ્રહની અધૂરી તેમજ અવિવેકી સમજણથી જે અનિષ્ટ પરિણામો માનવજાતે અનુભવ્યાં છે; તેમજ રંગભેદ, આર્થિક અસમાનતા અને જાતિ કે રાષ્ટ્રના મિથ્યા અભિમાનને લીધે પેદા થયેલાં જે દુઃસહ અનિષ્ટો માનવજાત ભોગવી રહી છે તે બધાંનો સામટો વિચાર કરી તે વિચારના પ્રકાશમાં બધાં જ અનિષ્ટોના ઉપાય લેખે એ વિશિષ્ટ વ્યક્તિએ અહિંસા અને અપરિગ્રહનું મૂલ્ય આંકડ્યું ને તેમાંથી જ માનવજાતના ઉદ્ધારનો કે સર્વાગીણ સમતા સ્થાપવાનો માર્ગ શોધી કાઢ્યો. સઘળાં અનિષ્ટો નિવારવાનો આ નવો માર્ગ હતો તો રામબાણ જેવો, પણ શરૂઆતમાં એના ઉપર ભાગ્યે જ કોઈની શ્રદ્ધા સમજણપૂર્વક બેઠી. તેમ છતાં એ અહિંસા અને અપરિગ્રહના નવા પેગંબરે પોતાનું દર્શન આફ્રિકામાં જ સફળ કરી બતાવ્યું. લોકો ચમક્યા અને ક્રમે ક્રમે એ ઋષિની આસપાસ એક નવું શિષ્યમંડળ એકત્ર થયું. જે સત્તા સામે પડકાર ફેંકવાની દુનિયામાં લગભગ કોઈની પ્રગટ હિંમત ન હતી તે જ સત્તા સામે એ ઋષિએ પોતાનું અહિંસક શસ્ત્ર ઉગામ્યું અને અહિંસામાં માનનાર કે નહિ માનનાર બધા જ એકાએક ડઘાઈ ગયા. જે અહિંસા અને અપરિગ્રહ માત્ર વ્યક્તિગત ધર્મ બની ગયો હતો અને જે માત્ર નિવૃત્તિની એક જ બુઠ્ઠી બાજુને રજૂ કરતો હતો તે ધર્મે અસહકારની નિવૃત્તિ બાજુ અને સત્યાગ્રહની પ્રવૃત્તિ બાજુ – બંને બાજુ સ્પષ્ટ સમજાય તે રીતે અને સર્વક્ષેત્રે લાગુ કરી શકાય એ રીતે રજૂ કરી. પ્રજાને, દરેક બાબતમાં દબાયેલી અને લાચાર પ્રજાને, શસ્ત્ર અને શાસ્ત્ર વિના પણ પોતાની જ પાસે રહેલું પણ આજ સુધી અજ્ઞાત એવું એક સહજ અમોઘ બળ લાધ્યું. પ્રજા જાગી અને કલ્પનામાં ન આવે એ રીતે એ નવા અમોઘ બળે સ્વરાજ્ય મેળવી આપ્યું. જે શસ્ત્ર રાજકીય વિજય અને રાજકારણમાં સફળતા આણનાર સિદ્ધ થાય છે તે શસ્ત્ર ઇતિહાસકાળથી સર્વોપરી મનાતું આવ્યું છે. અત્યાર અગાઉ શસ્ત્રબળ અને કાવાદાવાના શસ્ત્રબળને એવી પ્રતિષ્ઠા મળેલી જ્યારે આ નવા ઋષિએ એ પ્રતિષ્ઠા અહિંસા અને અપરિગ્રહના નવા શાસ્ત્રને આપી અને એક રીતે એ પ્રતિષ્ઠા માત્ર ભારતમાં નહિ પણ દેશદેશાન્તરમાં વિસ્તરવા લાગી. ગાંધીજીએ રાજકારણ ઉપરાંત જીવનનાં લગભગ તમામ ક્ષેત્રોમાં પોતાના એ આધ્યાત્મિક બળનો પ્રયોગ કર્યો અને એનાં મધુર ફળો સમજદાર લોકોની સામે જોતજોતામાં આવ્યાં. સામાજિક જીવનના ખૂણેખૂણામાં સમતા સ્થાપી વિષમતા નિવારવાનો કાયાકલ્પ પૂરજોશમાં ચાલતો જ હતો અને લોકો પણ એને સાથ આપતા હતા, ત્યાં તો ગાંધીજીએ વિદાય લીધી. જેઓ પાછળ રહ્યા અને જેઓ તેમના સાથી હતા અને છે તેમને એ આધ્યાત્મિક બળ વિષે શ્રદ્ધા નથી એમ તો ન કહી શકાય, પણ તે શ્રદ્ધા કંઈક બહારથી આવેલી અને કઈક અંદરથી ઊગેલી. એટલે એને સંપૂર્ણ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩ર • અર્થ જીવતી એમ તો ભાગ્યે જ કહી શકાય. તેમ છતાં સ્વરાજ્ય મળ્યા પછી રાજ્યતંત્ર તો એ શ્રદ્ધાના પાયા ઉપર જ ચાલતું આવ્યું છે. - પરકીય સત્તા ગઈ; દેશમાં જે એકહથ્થુ સત્તા જેવાં નાનાં-મોટાં રાજ્યો હતાં તે પણ વિલય પામ્યાં. બીજા પણ કેટલાક સુધારાઓ આકાર અને આવકાર પામતા ગયા; પણ સામાજિક વિષમતાનો મૂળ પાયો જે આર્થિક વિષમતા તે તો જૂના અને નવાં અનેક સ્વરૂપે કાયમ જ છે. એ વિષમતાની નાબૂદી થયા સિવાય બીજી રાજકીય કે સામાજિક ક્ષેત્રે લીધેલી સિદ્ધિઓ પણ બેકાર જેવી છે. એ દરેકે દરેકને વધારે ને વધારે સમજાવા લાગ્યું, અને સૌનું ધ્યાન આર્થિક સમતાની ભૂમિકા ભણી વળ્યું. આવી સમાનતા સ્થાપવાના પ્રયત્નો ભારત બહાર પણ થયા છે, પરંતુ તે અહિંસાના પાયા ઉપર નહિ. જ્યારે ભારતીય પ્રજાનો અંતરાત્મા એવી કોઈ વ્યક્તિને ઝંખી રહ્યો હતો કે જે તેના અહિંસક સંસ્કારને અનુરૂપ અને ગાંધીજીએ તૈયાર કરેલ ભૂમિકાને જ અનુસરી આર્થિક સમાનતાનો પ્રશ્ન ઉકેલે. એ ઝંખનાનો જવાબ ગાંધીજીના જ અનુગામી વર્તુળમાંથી એવી વ્યક્તિએ વાળ્યો કે જેણે આખી જિંદગી ધર્મ તેમજ કર્મનો સુમેળ સાધવામાં અને શાસ્ત્રીય જ્ઞાનરાશિને પ્રજ્ઞાનરૂપે પરિણાવવામાં ગાળી છે. તે વ્યક્તિ બીજી કોઈ નહિ પણ જેના ઉપર આખા દેશની અને કેટલેક અંશે દેશાન્તરની પણ નજર ચોંટી છે તે વિભૂતિ વિનોબા. - વિનોબાએ જોયું કે પરંપરાગત સામંતો અને રાજાઓ ગયા પણ મૂડીવાદને પરિણામે દેશમાં અનેક નવા રાજાઓ અસ્તિત્વમાં આવ્યા છે અને આત્રે જાય છે. વિનોબાએ એ પણ જોયું કે લોકતંત્ર સ્થપાયા છતાં એમાં જૂની જ અધિકારશાહી અને અમલદારશાહી કામ કરી રહી છે. તેમાં સેવાનું સ્થાન સત્તાની હરીફાઈએ લીધું છે. એમણે એ પણ જોયું કે ભિન્નભિન્ન રાજકારણી પક્ષોમાં પુરાઈ રહેલો, બુદ્ધિમાન વર્ગ પણ પોતપોતાના પક્ષની નબળાઈ અને અકર્મણ્યતા જોવા કરતાં સામા પક્ષની ત્રુટિઓ તરફ જ વધારે ધ્યાન આપે છે. અને પરિણામે એ પક્ષોની સાઠમારીમાં જનતાનું હિત બહુ ઓછું સધાય છે તેમજ કાંઈક સારું કરવાની વૃત્તિવાળા એવા બુદ્ધિમાન લોકોની શક્તિનો પ્રજાના ઉત્કર્ષમાં બહુ ઓછો ઉપયોગ થાય છે. વિનોબાની પ્રજ્ઞાએ અર્થોપાર્જન અને અર્થરક્ષણના જુદા જુદા માર્ગોમાં પ્રવર્તતી અન્યાયપૂર્ણ તેમજ અસામાજિક ગેરરીતિઓનું પણ આકલન કર્યું. એમણે એ જોઈ લીધું કે તત્કાળ વિધાયક અહિંસાને રસ્ત લોકોની બુદ્ધિ વાળવામાં નહિ આવે તો અત્યાર લગી થયેલું બધું કામ ધૂળધાણી થઈ જશે અને લોકો હિંસા ભણી વળશે. આ મથામણમાંથી તેમને ભૂમિદાનનો માર્ગ લાધ્યો. જોતજોતામાં એને કેટલી સફળતા મળી અને કેટલી મળી રહી છે તે ઉપરથી જ આપણે તે માર્ગનું મૂલ્ય આંકી શકીએ છીએ. રાષ્ટ્રપતિ હોય કે મહામાત્ય હોય, ઉપરાષ્ટ્રપતિ હોય કે રાજાજી હોય, દરેક આ ભૂદાન-પ્રવૃત્તિને જીવનનાં નવાં મૂલ્યો Page #42 -------------------------------------------------------------------------- ________________ વિભૂતિ વિનોબા - ૩૩ સ્થાપનાર પ્રવૃત્તિ લેખે આવકારી રહ્યા છે એ નાનીસૂની બાબત નથી. વિનોબાજીની પ્રવૃત્તિ માત્ર ભૂમિના દાનમાં જ નથી સમાતી; એ તો સામાજિક, આર્થિક અને રાજકીય એમ બધાં ક્ષેત્રે માનવીય સમતા સ્થાપવાના પ્રયત્નનું પહેલું પગથિયું છે. એ પ્રવૃત્તિનો આત્મા વિનોબાજી જેટલો જ વિશાળ છે. એમાં સંપત્તિનું દાન, બુદ્ધિનું દાન અને જીવનનું દાન સુધ્ધાં સમાઈ જાય છે કે જેની જીવંત મૂર્તિ પોતે વિનોબા જ છે. ગાંધીજીએ અહિંસાની સર્વાગીણતાનું જે દર્શન અને આચરણ કર્યું હતું. તેનો જ વિકાસ અને વિસ્તાર વિનોબાજીના યજ્ઞમાર્ગ દ્વારા થઈ રહ્યો છે, એવી મારી દઢ પ્રતીતિ છે. તેથી જ તો વિનોબા કોઈ આ કે તે પક્ષના વાડામાં પુરાઈ શકતા નથી, સમાતા નથી. ઊલટું, એમની પ્રવૃત્તિ બધા જ પક્ષોના અવરોધનો દૃઢ પાયો નાખી રહી છે. ભૂમિદાન પ્રવૃત્તિ પક્ષાતીત પણ સર્વપક્ષસંગ્રાહી હોઈ, સાચી સમજણ ધરાવનાર સેવાકાંક્ષી વર્ગ તેમને સાથ આપવા ચોમેરથી એકત્ર થઈ રહ્યો છે. જ્યાં તથાગત બુદ્ધે બોધિ પ્રાપ્ત કરેલ ત્યાં જ જીવતદાનના પીપળાનું બીજ રોપાયું છે. એની શાખા-પ્રશાખાઓ બોધિવૃક્ષની શાખા-પ્રશાખાઓની પેટે જ જગ્યાએ જગ્યાએ વિસ્તરવાની એમાં લેશ પણ સંદેહ નથી જે ઉત્તર બિહારમાં અહિંસામૂર્તિ મહાવીરે જન્મ લીધેલો અને જ્યાં તથાગત બુદ્ધનાં પગલાં પડેલાં ત્યાંનો વિનોબાજીનો વિહાર એ અત્યારનાં જલસંકટ પ્રસંગે એક આશીર્વાદરૂપ છે. ગાંધીજીએ વિચારેલ અને શરૂ કરેલ અનેક પ્રવૃત્તિઓમાંથી કોઈ એક યા બીજી પ્રવૃત્તિને વરેલા પણ માત્ર તેને જ સર્વસ્વ માની બેઠેલા હરકોઈ સેવકને માટે વિનોબાજીનું જીવન બોધપ્રદ નીવડે તેવું છે. તેથી તેમની જન્મજયંતી પ્રસંગે આપણે સૌ તેમનાં વિવિધ લખાણો, વિવિધ પ્રવૃત્તિઓ, - એ બધાનું આકલન કરીએ અને તેઓ શતાયુ થાઓ એવી હાર્દિક પ્રાર્થના કરીએ ! - ભૂમિપુત્ર, ૧૫ સપ્ટેમ્બર ૧૯૫૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૬. આજનો યથાર્થ માર્ગ : ભૂદાન એક વાત મારે સ્પષ્ટ કહેવી જોઈએ કે સામુદાયિક પદયાત્રાના મૂળમાં વિનોબાજી છે. હું તેમને કઈ રીતે જોઉં છું તે તમને કહું. મારો વ્યવસાય અભ્યાસ, ચિંતન અને પરિશીલન છે. તમે જેમ પ્રત્યક્ષ કાર્ય કરો છો તેમ હું નથી કરી શકતો, છતાં અભ્યાસ મારફતે હું વિનોબાજીને જાણું છું. તેમના પ્રત્યે મારી જે શ્રદ્ધા છે તે જાગરૂક શ્રદ્ધા છે. હું ઘણીવાર જોઉં છું કે ગાંધીજી પછી એવી કઈ વ્યક્તિ છે કે જેને દેશની આટલી બધી પડી હોય ? વાહરલાલજી ઘણા ઉજાગરા કરે છે. ઍરોપ્લેનમાં દોડાદોડ કરે છે, ખૂબ મહેનત કરે છે તે સાચી વાત છે. પણ ગાંધીજીની કાર્યપદ્ધતિનો જો કોઈએ યોગ્ય વિકાસ કર્યો હોય તો તે વિનોબાજીએ અને તે પણ કોઈ મોટી સંસ્થાની કે મોટા માણસની મદદ વગર. ગાંધીજીની પ્રણાલી એવી હતી કે તેઓ નાનામાં નાની બાબત તરફ બહુ ધ્યાન આપતા. અલબત્ત, મોટામાં મોટી યોજનાઓ પણ થતી, પરંતુ ઝીણામાં ઝીણી બાબતનેય તેઓ ખૂબ ઊંડાણથી જોતા. આથી તેમની આસપાસ મોટું મંડળ એકઠું થતું. સાધનામૂર્તિ ગાંધીજી પહેલાં ઘણા સુધારકો થઈ ગયા પણ કોઈએ ગાંધીજી જેવું મૂળભૂત કામ નહોતું કર્યું. ગાંધીજીની આશ્રમપ્રથાને કા૨ણે તેમાં જે સમાયા તે સૌને ગાંધીજીનો અનહદ પ્રેમ મળ્યો. તેઓ હસીને વાતો કરે ત્યારે અનેકને તેમાંથી પ્રેરણા મળતી. તેમનામાં ચોકસાઈ, સ્નેહ અને મનની વૃત્તિ હતી. તેનો ત્યાગ અને વિચારના બળે જો કોઈએ ઉપયોગ કર્યો હોય તો તે વિનોબાજીએ. આ દેશમાં ઘણા સંતો અને વિદ્વાનો છે. તેમાં સાચા પણ છે. પરંતુ જ્યાં સુધી હું લોકોના સંપર્કમાં છું ત્યાં સુધી, હું વિનોબાજીની કોટિનો બીજો કોઈ માણસ જોતો નથી. વિનોબાજીમાં ત્યાગવૃત્તિ, અને અનાસક્તિ ન હોય તો આ જ રાજપુરુષો તેમને પી જાય ! જે લોકોને દેશવિદેશના ઝગડામાં ૨સ છે, તેના સમાધાનમાં રસ છે, તે લોકોને પણ વિનોબાજીની વાત આજ સાંભળવી પડે છે. વિનોબાજીને એક વ્યક્તિ તરીકે નહીં પણ એક સાધનામૂર્તિ તરીકે જોતાં તેમની પ્રવૃત્તિ તરફ માત્ર શ્રદ્ધા જ નહીં પણ જાગરૂક શ્રદ્ધા’ પેદા થાય છે. એ Page #44 -------------------------------------------------------------------------- ________________ આજનો યથાર્થ માર્ગ : ભૂદાન • ૩૫ દષ્ટિએ માત્ર શાસ્ત્ર- પરિશીલન પૂરતું નથી. જ્ઞાન જ્યાં સુધી કાર્યમાં પર્યવસાન પામે નહીં ત્યાં સુધી તે ઉપયોગી નહીં થાય. ભૂદાનનો વિચાર હું જ્યારે વિચારું છું, ત્યારે મને લાગે છે કે, કામ તો આ દેશમાં ઘણાં ચાલે છે, પરંતુ તે બધામાં કંઈક ને કંઈક ખામી હોય છે. જેને જનતાનું કામ કરવું છે, ગરીબોનાં દુ:ખો નિવારવાં છે, તેને માટે આજે પક્ષો ઊભા કરવામાં આવે છે. પક્ષો ઊભા થાય તેનો પણ વાંધો નથી, પરંતુ જે ભૂમિકા પર પક્ષો છે તેમાં એક બીજા માટે આદર નથી. તમે જુદી જુદી ટુકડીઓમાં (પદયાત્રામાં) જાઓ છો તેથી કાંઈ જુદા પડતા નથી. એકબીજા પ્રત્યે આદર, સદ્દભાવ ને પ્રેમ રહે છે. પક્ષોમાં એવું નથી બનતું. બધા નામ તો દેશહિતનું, ગાંધીજી લે છે. પણ તે બધામાં અંદર અંદર એક સ્પર્ધા ચાલી રહી છે. “કયા મુદ્દા પર ચૂંટણી લડવી તે કરતાં “સામા પક્ષને કેમ ઉતારી પાડવો, ચક્રવર્તી વ્યાજ સાથે દોષો કેમ જણાવવા,' એવું જોવાય છે. અમદાવાદમાં કે દેશના કોઈપણ ભાગમાં, બીજાના દોષદર્શન, નિંદા અને પોતાની ત્રુટિઓ નહીં જોવાની વૃત્તિ – આટલું બધે દેખાય છે. વિનોબાજી આની વચ્ચે એક નવું માર્ગદર્શન આજે આપી રહ્યા છે. દેશના વિકાસ માટે રસ્તાઓ બાંધવા જોઈએ તે કબૂલ, ગામની સ્વચ્છતા રાખવી જોઈએ તે કબૂલ, કચરો સાફ કરવો જોઈએ તે કબૂલ, પણ દેશમાં જેઓ કામ કરે છે તેમનામાં જે કચરો છે તે કોણ સાફ કરે ? બધાનાં મનનો મેલ કોણ કાઢે? અશોક મહેતા ગમે તેવું સારું ભાષણ આપે પણ તે બોલે તેથી બીજાના મનનો મેલ નહીં નીકળે; કૃપલાનીજી જેવા મોટા વિચારક પણ બોલે તેથી કોઈના મનનો મેલ નહીં નીકળી શકે. પણ જેના મનમાં કોઈને માટે મેલ નથી, જેને સૌ સરખા છે, જેને કોઈ માટે પણ પૂર્વાગ્રહ નથી, એવી વ્યક્તિ વિનોબાજી છે. તેઓ જ સૌના મનનો મેલ કાઢી શકશે. એને કોઈની પડી નથી : કોંગ્રેસની, સમાજવાદની કે સામ્યવાદની. એને બધાયની પડી છે; છતાં કોઈની નથી પડી! આવો માણસ જ્યારે કામ કરે ત્યારે તેને જેટલું સૂઝયું તેટલું આપણને ન સૂઝયું જેના ચિત્તમાં મળ, રાગદ્વેષ ઓછા, અને મનન તથા શાસ્ત્રાભ્યાસની વૃત્તિ વધુ છે તે પ્રજ્ઞાવાન છે. દેશમાં જેટલા સંતો થયા તેમનાં જીવન વિનોબાજીએ વાંચ્યાં, વિચાર્યા અને અનુભવ્યાં. એ જ તેમની પ્રજ્ઞા છે. અને એ પ્રજ્ઞામાંથી ભૂદાનનો વિચાર આવ્યો છે. અહીં જે બહેનોએ પોતાના અનુભવોની વાતો કરી તે બહુ સહજ, સુસ્થિત અને હૃદયસ્પર્શી હતી. યુનિવર્સિટીઓની વસ્તૃત્વ-સ્પર્ધાઓમાં જેઓ ભાગ લે છે તેમાં પણ આવી સહજતા નથી આવતી. એ ક્યાંથી આવે છે? માણસ કામ કરવા જાય છે, બુદ્ધિ અને મન જાગૃત રાખે છે, તો આપોઆપ જ એ ઝરો પ્રગટે છે. ગાંધીજીએ સ્ત્રીશક્તિ જાગૃત કરી તે પછી બહેનોમાં ધારાસભા વગેરેમાં જવાની પ્રવૃત્તિ વધી. વિનોબાજીએ પાછો જુદો રસ્તો લીધો. તેમાં બહેનો આજે આગળ આવી રહી છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ • અર્થ ભૂદાન શું છે ? તમને આ કામ કરવાની જે તક મળી છે, તેથી ગાંધીજીને રસ્તે ચાલવાનો અવસર પ્રાપ્ત થયો છે. આથી ચડિયાતો આનંદ કદાચ બીજો ન હોઈ શકે. વિનોબાજી કહે છે, “હું બુદ્ધને ખભે ચડ્યો છું તેમાં કેટલી નમ્રતા છે ! જૂના વખતમાં છોકરાઓ ભવાઈ અને રામલીલા જોવા જતા ત્યારે તેઓ તે જોઈ ન શકે માટે વડીલો તેમને પોતાના ખભા પર બેસાડતા. ખભે ચડવાથી બાળક બાપ કરતાં ઊંચે જાય છે અને તે બાપના આધારે. તેમ જૂનાના આધારે વિનોબાજી ભૂતકાળમાં જે કાંઈ થયું છે તેના કરતાં ઊંચી ભૂમિકાએ કામ કરી રહ્યા છે – પણ તે પોતાની દૃષ્ટિએ. ભૂદાન શું છે? પૈસાથી જે થતું નથી તે ભૂમિથી થાય છે. પૈસો ગજવામાં હોય તો તેની ચિંતા રહે છે. રાત દિ સંભાળ રાખવી પડે છે. ભૂમિમાં આવું છે? ના. ભૂમિ તો એક એવી નક્કર વસ્તુ છે કે કપડાં, અનાજ, પૈસા વગેરે બધું પેદા કરે, છતાં તે તેવી ને કેવી કુંવારીની કુંવારી રહે... પરણેલી ને કુંવારી ! માણસને ભૂમિ પર મમત્વ શા માટે રહે છે ? આ જ કારણે કે એ સ્થિર છે. જૂના વખતમાં બાપ-દાદાઓ ભૂમિ પર વધુ ભાર મૂકતા અને પોતાનાં સંતાનો માટે જે કંઈ બચાવે તે ભૂમિરૂપ બચાવતા. જેથી તેઓ શ્રમ કરીને સાચી મૂડી સાચવી રાખી શકે. આપણે ત્યાં સાધુ-સંન્યાસીને દાન દેવાની પ્રથા ચાલી આવી છે. તેને ખાવાનું દઈએ તે આરોગી લે છે અને કપડું પહેરી લે છે. પણ જો તેને દાનમાં અન્ન કે કપડાંને બદલે ભૂમિ આપો તો તેને મહેનત કરવી પડશે, કાં તો બીજા પાસે કરાવવી પડશે, નહીંતર કશું જ નહીં પાકે. મહેનત કરે તો પાકે. ભૂમિ જેના હાથમાં હશે તેને તે ભારરૂપ થશે, સિવાય કે તેનો ઉપયોગ કરે ! ભૂમિ એ નક્કર વસ્તુ છે. તેની સાથે સંપત્તિનો, બુદ્ધિનો ઉપયોગ હોય. બુદ્ધિ એટલે શું ? બુદ્ધિ એટલે સમજણ. તેનો ઉપયોગ કરો તો જ કંઈક નિર્માણ થાય. દાનનો અર્થ વિનોબાજીએ સ્પષ્ટ કર્યો છે. “દાન એટલે એક આપે અને બીજો લે એમ નહીં પણ સમાનપણે જીવવાનો અધિકાર મેળવવો તે.” દુનિયાના કોઈ દેશમાં કોઈને આ વિચાર મૂક્યો છે? ત્યાં તો હુંસાતુંસી ચાલે છે. સુએઝનો પ્રશ્ન આવ્યો અને તરત જ યુદ્ધની તૈયારી થઈ અને ખંજર ખખડવા માંડ્યાં! દેશમાં જાગૃતિ હિંદુસ્તાનમાં હવે ગરીબી અને અમીરી સાથે સાથે નહીં ચાલી શકે. જેમ જેમ ગરીબો, આદિવાસીઓ, ભીલો વગેરે જાગતા જશે તેમ તેમ કાંતિ ઝડપી બનશે. જ્યાં જ્યાં ગરીબી વધારે છે ત્યાં ત્યાં જાગૃતિ વધુ આવશે. તે જાગૃતિને યોગ્ય રસ્તે વાળવાનો ભૂદાન એક માર્ગ છે. તેમાં ગરીબીની વહેંચણી નથી થતી, પણ બીજાના દુઃખના ભાગીદાર થવાનો અવસર પ્રાપ્ત થાય છે. ગરીબ માણસમાં ઘણીવાર સાત્વિક મન Page #46 -------------------------------------------------------------------------- ________________ આજનો યથાર્થ માર્ગ: ભૂદાન ૦ ૩૭ હોય છે. તેના પર ભાર પડે છે, એ રીતે નહીં પણ સહજ રીતે ભૂદાનની આ વાત તેમને સમજાવવી જોઈએ. તેઓ બીજા ગરીબોની સ્થિતિ જાણે છે એટલે તેઓ સાચી રીતનું દાન આપે છે. ગાંધીજી કહેતા કે, “કરોડપતિના દાન કરતાં મારે મન ગરીબની કોડીનું દાન મોટું છે.” રવિશંકર મહારાજ ઘણીવાર કહે છે, જ્યારે ગરીબોનાં દાનની નદીઓ વહેશે ત્યારે પૈસાદારરૂપી ભેખડો તો આપોઆપ ફાંસાઈ પડશે.” લોકોનાં મનમાં વિચાર થઈ રહ્યો છે કે, આપણે દાન ક્યાં કરવું ? આપણે કહીશું કે માણસો જીવતા રહે ત્યાં ! પાંજરાપોળ તો ઘણી છે પણ માણસપોળો ક્યાં? આનો અર્થ એમ નથી કે પશુપંખીઓ પર દયા ન રાખવી. આજે પ્રથમ માણસનો પ્રશ્ન સામે છે. પહેલાં યજ્ઞોમાં ઘી હોમાતાં, આર્યસમાજીઓએ યજ્ઞોને બદલે હવનમાં ઘી હોમવાં શરૂ કર્યા. આથી સ્વામી રામતીર્થે એકવાર કહેલું કે યજ્ઞમાં ને હવનમાં ઘી હોમાય છે તેને બદલે માણસના જઠરમાં ઘી જાય તેમ કરવું જોઈએ.” ભૂમિદાન એ આજના પ્રશ્નોને લઈને ચાલતો દાનનો યથાર્થ માર્ગ છે. સામુદાયિક પદયાત્રાના કારણે તમારામાં ઘણી નિર્ભયતા આવશે. અનુભવો થશે, લોકોનો સંપર્ક થશે. લોકોને ઉપયોગી થવા માટે ભૂદાનના કાર્યકર્તાઓને ખેતી, આરોગ્ય, અર્થકારણ વગેરે બીજા ઘણા વિષયોનો અભ્યાસ હોવો જરૂરી છે. તેથી કામ સારી રીતે થશે. અનુભવોથી વધુ જ્ઞાન મળે છે આજે તમે પદયાત્રાનાં ભાઈ-બહેનોએ પોતપોતાના જે અનુભવો કહ્યા તે જોતાં એમ લાગે છે કે, કંઈક અદ્ભુત થઈ રહ્યું છે. જૂના વખતમાં પરિવ્રાજકો હતા તે વખતોવખત વિચારની આપ-લે કરતા. બૌદ્ધ, જૈન, સાંખ્ય વગેરેમાં આવા પરિવ્રાજકોની પરંપરા હતી. એક આચાર્યની નીચે થોડા ભિક્ષુકો રહેતા હતા પણ જ્યારે આચાર્યમાં શિથિલતા આવતી ત્યારે એ સંઘો તેજહીન થતા. આ પણ એક નવો સંઘ છે. આમાં વિશેષતા એ છે કે દરેક યાત્રી-ટુકડી પદયાત્રા કરીને પાછી આવે છે, પોતાના અનુભવો કહે છે અને વિચારોની આપ-લે કરે છે. મને લાગે છે કે સેંકડો પુસ્તકો વાંચવા કરતાં આવા અનુભવો તમે કહો છો તેમ વધુ જ્ઞાન આપે છે. પુસ્તકોમાં તો ઘણા ભાગે કલ્પનાઓ હોય છે. જે ધર્મવિચાર આજે ચાલી રહ્યો છે તેની અથડામણ જૂના વિચારો સાથે થશે. કોઈ દિવસ એવું નથી થયું કે જૂના વિચારોએ લડાઈ ન કરી હોય ! તેમ તમારે પણ લડાઈ કરવી પડશે. વખત આવ્યે સરકારનો પણ વિરોધ કરવો પડશે. તમે બધા પવિત્ર સંકલ્પ માટે ભેગા થયા છો તે માટે હું મારા મનમાં જ આભાર માનું છું, એને સંઘરીને જ જાઉં છું. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૦ અર્ધ્ય વિનોબાજીએ જે પવિત્ર સંકલ્પ કર્યો છે તેમાં સમયનો સંકેત છે, તે પૂરેપૂરો સમજવો જોઈએ. માનવતાનું કલ્યાણ થાય એની એમાં દૃષ્ટિ રહી છે. તેમને ૧૯૫૭ સુધીમાં જમીન મળે ન મળે એ પ્રશ્ન નથી. ગાંધીજીએ ૧૯૨૨માં કહેલું કે, ‘સૂતરના તાંતણે સ્વરાજ લેશું.' લોકોએ પૂછ્યું કે, ‘ક્યાં છે તમારું સ્વરાજ ?” તો તેમણે ૧૯૩૮માં હરિપુરા કૉંગ્રેસમાં જવાબ આપ્યો કે, સૂતરના તાંતણે સ્વરાજ સાચું, પણ તમે સૂતરનો તાંતણો કાઢ્યો છે ” જ્યાં લગી આતમા તત્ત્વ ચિન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી'વાળી પેલી કડીની જેમ તમે જ્યાં લગી સૂતરના તાંતણાનો આત્મા સમજો નહીં, એ મુજબ કામ કરો નહીં, એની ભાવના પ્રમાણે વર્તે નહીં, તો સ્વરાજ ક્યાંથી થાય ?” વિનોબાજીએ ૧૯૫૭ સુધીનું કહ્યું તેની પાછળ આવી ભાવના છે. વિનોબાજીએ બી વાવેલ છે તે નક્કર છે. આપણે (આપણા કાર્યરૂપી ક્ષેત્રમાં) ભૂમિ બરોબર છે, બીજ બરોબર છે એ બધું જોવું રહ્યું. આ પાક તો પૂરો થતો નથી. પાંચ વર્ષ પછી પણ નવા પ્રશ્નો હશે. અત્યારનું કરેલું ત્યારે ઓછું લાગશે. બધે ચાલી રહેલી ખેંચતાણમાંથી આવો માર્ગ કાઢ્યા વગર ગતિ જ નથી. નહીંતર તો નેતાઓ બુદ્ધિનો યોગ્ય ઉપયોગ ભૂલશે. બુદ્ધિ આજે ગમે એમ વેડફાઈ રહી છે. વિનોબાજીએ તો બુદ્ધિ, શક્તિ વગેરે બધા માટે એક ચાવી શોધી છે. તેને આ રીતે જેટલા અંશે કોઈ કામમાં લેશે તેટલે અંશે સાર્થક થશે. - - પ્રસ્થાન, કારતક ૨૦૧૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૭. ક્રાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ કિશોરલાલભાઈએ પોતે જ પ્રસંગે પ્રસંગે પોતા વિશે થોડુંક લખેલું છે. તેમના પરિચય માટે જોકે એ પૂરતું નથી, તોપણ તે તેમની વિશિષ્ટ ઝાંખી કરાવે છે. કેળવણીના પાયા'ની પ્રસ્તાવનામાં શિક્ષણ અને કેળવણીનો ભેદ દર્શાવતાં તેમણે પોતાની ધમ્યજીવનાભિમુખ દૃષ્ટિની ઝાંખી કરાવી છે. “સ્વામી સહજાનંદમાં તેમની અસાંપ્રદાયિક ધર્મવૃત્તિની ઝાંખી થાય છે. સ્ત્રી-પુરુષ-મર્યાદામાં તેમના સહજસિદ્ધ સંસ્કારોનો પરિચય થાય છે. શ્રી ચંદ્રશંકર શુક્લે પ્યારા બાપુ'માં તેમનો પરિચય આપવા થોડો પ્રયત્ન કર્યો છે. પણ થોડા શબ્દોમાં છતાં સમર્થ રીતે તેમનો વ્યાપક પરિચય તો બાપુજીએ જ આપ્યો છે. ૧૯૪૦ના માર્ચની ૩જી તારીખના “હરિજનબંધુ'માં “સાચું પગલું એ મથાળા નીચે બાપુજીએ જે લખ્યું છે તે અહીં તેમના જ શબ્દોમાં આપણે સાંભળીએ: ‘કિશોરલાલ મશરૂવાળા આપણા વિરલ કાર્યકરોમાંના એક છે. એ અવિશ્રાંત પરિશ્રમ કરનારા છે. એમની ધર્મબુદ્ધિ કોઈ વધુ પડતી કહે એટલી હદ સુધીની છે. ઝીણામાં ઝીણી વિગત પણ એમની નજર બહાર જતી નથી. તેઓ તત્ત્વદર્શી લિસૂફ અને ગુજરાતીમાં લોકપ્રિય લેખક અને ગ્રંથકાર છે. ગુજરાતીના જેટલા જ મરાઠીના વિદ્વાન છે. ન્યાતજાતનાં, પ્રાંતીયતાનાં કે કોમી અભિમાનોથી કે વહેમોથી સર્વથા મુક્ત છે. એઓ સ્વતંત્ર વિચારક છે. એઓ રાજદ્વારી પુરુષ નથી. એઓ જન્મસિદ્ધ સુધારક છે. સર્વ ધર્મોના અભ્યાસી છે. ધર્મઝનૂનનો વા પણ એમને વાયો નથી. એઓ જવાબદારી અને જાહેરાતથી હંમેશાં દૂર રહેવા માગે છે. અને છતાં જો એક વાર જવાબદારી લીધી તો પછી એમના કરતાં વિશેષ સૂક્ષ્મતાપૂર્વક એને પાર પાડનાર બીજો મેં જાણ્યો નથી. ગાંધી સેવા સંઘનું પ્રમુખપદ લેવાનું મહાપ્રયાસે મેં એમની પાસે કબૂલ કરાવેલું. જે ઉદ્યમ અને અનન્ય એકાગ્રતાથી એમણે પોતાની જવાબદારી અદા કરી તેને જ પરિણામે સંઘની ઉપયોગિતા સિદ્ધ થઈ હતી અને એથી જ એને આજનું મહત્ત્વ મળ્યું છે. પોતાની ક્ષીણ તબિયતની બિલકુલ પરવા ન કરતાં જાહેર પ્રજાસેવકને સારુ આને હું ગુણરૂપ નથી લેખતો) તેઓ તમામ સાધકો અને શોધકોના હંમેશાં ને હપ્રસંગે ભેરુ થઈ પડ્યા. અથાગ પરિશ્રમ ને કાળજી લઈને તેમણે સંઘનું જે બંધારણ તૈયાર કર્યું છે તે આવી હરકોઈ સંસ્થાને સારું નમૂનારૂપ થઈ પડે એવું છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ 0 • અર્થ આ બધી વિગતો કિશોરલાલનો મહિમા વધારવા હું નથી લખતો. એમને મહિમાની કે ગૌરવગાનની મુદ્દલ જરૂર નથી. મારા આત્મસંતોષને ખાતર હું તે લખી રહ્યો છું.’ પણ ઉપર જે કાંઈ કહ્યું તે એક રીતે બીજાનો અનુવાદ જ કહેવાય. અનુવાદનું પ્રામાણ્ય ઓછું નથી, પણ શ્રોતાઓ, ખાસ કરી શિક્ષિત શ્રોતાઓ મુખ્યપણે કંઈક વિધિની અપેક્ષા રાખે. વિધિનો અર્થ છે કે, અપૂર્વ અર્થનું પ્રતિપાદન – અજ્ઞાતનું જ્ઞાપન. કિશોરલાલભાઈના પરિચયની બાબતમાં વિધિવચન તરીકે કાંઈ પણ કહેવું હોય તો તે સ્વાનુભવમાંથી જ કહી શકાય. આ દૃષ્ટિથી હું તેમના પરિચયમાં ક્યારે અને કેમ આવ્યો, ને પરિચય કેવી રીતે વધતો ગયો, એ વિષે થોડું પણ કહું તો તે યોગ્ય કહેવાય. ૧૯૨૧ની સ્વરાજ્યની હિલચાલના જુવાળ વખતે એક સાંજે હું આશ્રમમાં સાંજની પ્રાર્થનામાં જઈ ચડેલો. પ્રાર્થનાને અંતે બાપુજીને એમ કહેતાં સાંભળ્યા કે, “મારે મન સ્વરાજ્ય કરતાં આધ્યાત્મિક રાજ્યની કિંમત વધારે છે, તેથી કિશોરલાલે આધ્યાત્મિક સાધના માટે જે એકાંત જીવન સ્વીકાર્યું છે, તેની ઉપયોગિતા મારી દૃષ્ટિએ બહુ વધારે છે. આપણે આશ્રમવાસીઓ એમની સાધનામાં દૂર રહ્યા રહ્યા પણ ઉપયોગી થઈએ. અને તે દૂર પણ ક્યાં છે? આશ્રમથી થોડેક દૂર એમની ઝૂંપડી છે. ગોમતીએ તો વિશેષ પ્રસન્ન થવાનું છે,' ઇત્યાદિ. આ ભાવના બાપુના શબ્દો સાંભળી મારી જિજ્ઞાસા સતેજ થઈ. હું કિશોરલાલભાઈનું નામ પણ ન જાણતો. કિશોરલાલ કોણ? સાધના શી? ઝૂંપડું શું? ગોમતી કોણ? વગેરે પ્રશ્નો મનમાં ઊઠ્યા. તરત જ મિત્રો પાસેથી ખુલાસો મેળવ્યો, પણ કિશોરલાલભાઈ વિશેની જિજ્ઞાસા ઉત્તરોત્તર વધતી ચાલી. એકાંતવાસમાંથી પાછા તેઓ ઘેર આવ્યા ત્યારે પણ હું આશ્રમમાં તો જતો જ અને મોટેભાગે તેમના મકાનની નજીકમાં જ મિત્રોને ત્યાં જતો, પણ ઉત્કટ જિજ્ઞાસા છતાં કિશોરલાલભાઈ પાસે જવામાં સંકોચ અનુભવતો. સંકોચ એટલા કારણસર કે માત્ર શાસ્ત્રવ્યાસંગી અને શાસ્ત્રવ્યસની એક આધ્યાત્મિક અનુભવી પાસે જઈ કાંઈ ચર્ચા કરે તો એનું મૂલ્ય શું? આ સંકોચ ઠીક ઠીક વખત ચાલ્યો પણ યોગ એવો આવી. મળ્યો કે પરિચયનાં દ્વાર ખુલ્લાં થયાં. કિશોરલાલભાઈ પાછા વિદ્યાપીઠના મહામાત્રપદે આવ્યા. તેઓ રોજ (મને યાદ છે ત્યાં સુધી) આશ્રમથી ચાલી એલિસબ્રિજ નજીકના મકાનમાં આવેલ વિદ્યાપીઠની ઓફિસમાં આવતા. હું પણ ત્યાં પુરાતત્ત્વમંદિર પુસ્તકાલય અને કાર્યાલયમાં રહેતો અને કામ કરતો. શાસ્ત્રીય વાચન અને સ્વયંચિંતનથી કેટલાક પ્રશ્નો વિશે વિચારો તો બાંધી રાખેલા, તેમાં વજૂદ છે કે નહિ અને સુધારવા જેવું હોય તો તે કઈ રીતે અને શું સુધારવું, એવી જિજ્ઞાસા મને હંમેશાં રહેતી. જ્યાં લગી બાંધેલા વિચારો સમવાદની કસોટીએ ન કસાય ત્યાં લગી મુક્તપણે લોક સમક્ષ ન મૂકવા, એવી ઊંડે ઊંડે મનોવૃત્તિ હતી. હવે ઉત્કટ જિજ્ઞાસા અને તેમના પ્રત્યે બંધાયેલી પરોક્ષ શ્રદ્ધા WWW.jainelibrary.org Page #50 -------------------------------------------------------------------------- ________________ ક્રાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ • ૪૧ પણ પરિપક્વ થઈ હતી. એટલે સહેજે જ મેં અવારનવાર મારા પ્રશ્નો તેમની સમક્ષ મૂકવાનું શરૂ કર્યું. એના સ્પષ્ટ અને સુશ્લિષ્ટ ઉત્તરોથી હું તેમના પ્રત્યે વધારે આકર્ષાયો, અને પછી તો આશ્રમમાં જાઉં ત્યારે તેમને મળવાનું ભાગ્યે જ ટાળતો. હવે તેમનો પ્રત્યક્ષ પરિચય વધતો ગયો અને સાથે સાથે તેમનાં પ્રસિદ્ધ થતાં નાનાંમોટાં લખાણો પણ સાંભળતો ગયો. પ્રથમ પ્રથમ “જીવન શોધનની’ હસ્તલિખિત નકલ જોઈ જવાનું યાદ છે. એ વાચને તેમના પ્રત્યે મને ઓર આકર્ષો. આ આકર્ષણ આજ લગી વધતું જ રહ્યું છે. કિશોરલાલભાઈમાં વિદ્વત્તા કરતાં પ્રતિભાનું તત્ત્વ વધારે છે, એમ મને લાગે છે. કાવ્યની મીમાંસામાં – પ્રજ્ઞા નવનવોને શાંતિની પ્રતિમા મતા ! એવું પ્રતિભાનું લક્ષણ આપ્યું છે, તે કાવ્યતત્ત્વ માટે પૂરતું છે, પણ હું કિશોરલાલભાઈની પ્રજ્ઞાની વાત કહું છું તે પ્રજ્ઞા તેથી જુદી જ છે. તથાગત બુદ્ધ જે પ્રજ્ઞા ઉપર વારંવાર ભાર આપ્યો છે અને પ્રજ્ઞાપારમિતામાં જે પ્રજ્ઞા વિવક્ષિત છે તે પ્રજ્ઞાની હું વાત કરું છું. વિશુદ્ધિ માર્ગમાં પ્રજ્ઞાનું સ્થાન શીલ અને સમાધિ પછી છે. શીલ અને સમાધિ સિદ્ધ થયાં ન હોય તો એ પ્રજ્ઞા ઉદ્દભવી ન શકે. પ્રજ્ઞાસોતના ઉદ્ઘાટન માટે શીલ અને સમાધિ એ બે આવશ્યક અને અનિવાર્ય અંગ છે. આપણે પણ જાણીએ છીએ કે કિશોરલાલભાઈના જીવનમાં શીલ અને સમાધિનું કેટલું સ્થાન છે. તેમનાં પુસ્તકો અને બીજાં લખાણોના વાચનથી તેમજ તેમના અલ્પસ્વલ્પ પરિચયથી મારા ઉપર એવી છાપ પડી છે કે શીલ અને સમાધિની યોગ્ય સાધના દ્વારા જ તેમનામાં પ્રજ્ઞાનું બીજ વિકસ્યું છે. યોગશાસ્ત્રમાં શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા એ પાંચને યોગનાં અંગ લેખ્યાં છે. આમાં પહેલાના ચાર એ પ્રજ્ઞાની આવશ્યક ભૂમિકા છે. હું કિશોરલાલભાઈનાં લખાણો અને જીવન, બંને વિશે જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે . ત્યારે એમની પ્રજ્ઞાનો ખુલાસો મને બુદ્ધ અને યોગશાસ્ત્રના કથનમાંથી જ મળી જાય છે. કિશોરલાલભાઈની પ્રજ્ઞા નાનામુખી છે. તેમણે “ઊધઈનું જીવન,‘વિદાયવેળાએ', તિમિરમાં પ્રભા', “માનવી-ખંડિયેરો જેવા કૌશલપૂર્ણ અનુવાદો કર્યા છે. “ગીતાધ્વનિ' અને બીજાં છૂટક પદ્યો પણ રચ્યાં છે. સ્વતંત્ર લખાણો તો એમનાં ઢગલાબંધ છે; અને એમનાં લખાણોના વિષયો કોઈ એક નથી. ધર્મ, સમાજ, રાજકારણ, અર્થકારણ, સાહિત્ય, કલા, શિક્ષણ આદિ અનેક વિષયોને લગતા અનેક મુદ્દાઓ ઉપર તેમણે વિચારપૂતે લખ્યું છે. એમનું લખાણ એટલું મનનપૂર્વકનું અને મૌલિક છે કે આટલા બધા વિષયો અને મુદ્દાઓ ઉપર આવું સૂક્ષ્મ પૃથક્કરણપૂર્વક ભાગ્યે જ કોઈ લખી શકે. જો અંત:પ્રજ્ઞાનો સ્રોત ઊઘડ્યો ન હોય તો એમના જેવા જીર્ણશીર્ણ, કૃશકાય, પથારીવશ પુરુષને હાથે આવો વિશદ વિચારશશિ ભાગ્યે જ લખાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ • અર્થ કિશોરલાલભાઈ જેવું માતૃભાષા ગુજરાતીમાં લખે છે તેવું હિંદીમાં અને તે જ રીતે મરાઠી તેમજ અંગ્રેજીમાં લખે છે. આજે તો હરિજન, હરિજનબંધુ, હરિજનસેવક'એ બધાંમાં એમનો જ પ્રાણ ધબકે છે. દેશ-વિદેશમાં ગાંધીજીના વિચારને જાણવા અને સમજવા ઇચ્છનાર તેમની કાર્યપદ્ધતિ વિશે ઊભા થતા નવા નવા પ્રશ્નોનો ખુલાસો મેળવવા ઇચ્છનાર બધા જ કિશોરલાલભાઈની લેખિનીની પ્રતીક્ષા કરે છે. એમનો સૌથી મોટો અને વિરલ ગુણ એ તટસ્થતાનો છે. જેટલી એમનામાં તટસ્થતા છે તેટલી જ નિર્ભયતા અને સાથે તેટલી જ મધુરતા. આ વિશિષ્ટ ગુણોને લીધે તેઓ અલ્પાંશે પણ ગાંધીજીનું પ્રતિનિધિત્વ ધરાવવાના અધિકારી છે. તેમની એક કૃતિ “સમૂળી ક્રાંતિ બદલ તેમને પુરસ્કારવા અને સત્કારવાનો જે નિર્ણય ગુજરાત વિદ્યાસભાએ કર્યો છે એમાં ખરી રીતે એ સભાના ધ્યેયનો જ પુરસ્કાર, સત્કાર અને એનું જ ગૌરવ છે. હવે કાંઈક “સમૂળી ક્રાંતિ વિશે. સમૂળી ક્રાંતિ ૧૯૪૮ માર્ચમાં પ્રસિદ્ધ થઈ, ત્યારબાદ અત્યાર લગીમાં એના ઉપર આવેલી ચાર સમાલોચનાઓ મારા જોવામાં આવી છે, “બુદ્ધિપ્રકાશમાં ચુનીભાઈની, ઊર્મિમાં પ્રો. અનંતરાયની, માનસીમાં અંબાલાલ પુરાણીની અને પ્રસ્થાનમાં રસિકલાલ વકીલની. પહેલી બે “સમૂળી ક્રાંતિને યથાર્થ રીતે “સમૂળી ક્રાંતિ' તરીકે વર્ણવે છે. અને સચોટપણે એનું મૌલિકત્વ દર્શાવે છે. અમુક વિધાનોમાં થોડો મતભેદ કે સંદેહ હોય તો એ સમાલોચનાઓ “સમૂળી ક્રાંતિને એક વિરલ કૃતિ તરીકે સ્થાપે છે, જ્યારે શ્રી પુરાણીની સમાલોચના સાવ જુદી બાજુ રજૂ કરે છે, એ એને સમૂળી તો શું પણ ક્રાંતિ સુધ્ધાં માનવા તૈયાર નથી. આવો છેક સામા પાટલાનો વિરોધ જોઈ હું શ્રી પુરાણીની સમાલોચના બે વાર સાંભળી ગયો. સંભવ છે કે એને સમજવા પૂરતો મારો અધિકાર ન લેખાય, પણ મને લાગે છે કે એ સમાલોચના નથી સમ્યફ આલોચના કે નથી સંગત આલોચના. પણ એ આલોચના પરથી હું અનુમાન ઉપર આવ્યો છું કે એ “સમૂળી ક્રાંતિનું યથાર્થપણું સાબિત કરે છે. “સમૂળી ક્રાંતિમાં જે અનેક વિધાનો છે તેને લીધે કોઈ એક જ જાતના વર્ગ ઉપર અસર નથી થતી. શિક્ષિત ગણાતા, સાધક મનાતા એવા વર્ગની માન્યતાઓને પણ આઘાત પહોંચાડે છે. એટલે એવા જ કોઈ આઘાતનું પરિણામ એ સમાલોચના હોય તો નવાઈ નહીં. અને એમ હોય તો એ ક્રાંતિ જ છે. ચોથી સમાલોચના તે વિશેષ વિશ્લેષણ અને ઊહાપોપ્રધાન છે. તે “સમૂળી ક્રાંતિના મુખ્ય બધા જ ભાગોને સ્પર્શે છે, અને છૂટથી લેખકનાં અવતરણો ટાંકી તેના ગુણદોષના બળાબળની સમીક્ષા કરે છે. સમાલોચક શ્રી વકીલ માકર્સના સામ્યવાદનું દૃષ્ટિબિંદુ ધરાવે છે, એટલે સ્વાભાવિક રીતે જ સમાલોચનામાં દૃષ્ટિબિંદુની પ્રધાનતા આવે અને જ્યાં સામ્યવાદના મૂળ પાયારૂપ આર્થિક વ્યવસ્થા કિશોરલાલભાઈના ચારિત્ર્યપ્રધાન પ્રતિપાદનો સામે ગૌણ થતી દેખાય ત્યાં તેઓ પોતાની દૃષ્ટિની સયુક્તિક રજૂઆત કરે છે, એટલે એ સમાલોચના વાચકને રસ પ્રેરનારી બને છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ કાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ • ૪૩ કિશોરલાલભાઈના પરમેશ્વર, માનવતા, અને ચરિત્રપ્રધાન દૃષ્ટિકોણથી જુદા પડવા છતાં શ્રી વકીલ તેમની સ્વતંત્ર, પાકટ અને મર્મજ્ઞ વિચારક તરીકે કદર કરે છે. વકીલ “સમૂળી ક્રાંતિને મરામતી ક્રાંતિરૂપે વર્ણવે છે અને પોતાના પક્ષમાં ઠીક ઠીક દલીલો પણ આપે છે. કિશોરલાલભાઈએ ઇતિહાસના અભ્યાસ વિશે જે ટીકા કરી છે તે અધ્યાપક રાવળ અને શ્રી વકીલની પેઠે મને પણ સંગત લાગતી નથી. કિશોરલાલભાઈની કસોટી સર્વત્ર એકમાત્ર વિવેકની રહી છે. જો એ જ કસોટીએ ઇતિહાસના અધ્યયનનું મૂલ્ય પણ આંકવામાં આવે તો એમ કહી ન શકાય કે ઈતિહાસનું જ્ઞાન અનર્થકારી છે. એનું અજ્ઞાન, એનો વિપર્યાસ કે એના જ્ઞાન સાથે મળેલી બીજી સ્વાર્થી વૃત્તિઓ ભલે અનર્થકારી નીવડે, પણ તેથી ઇતિહાસનું જ્ઞાન નકામું છે એમ હું પણ માનતો નથી. સમૂળી ક્રાંતિ સમજવાનો પૂરો અધિકાર સામાન્ય વાચકોનો નથી. પણ જે જે સમજદાર અધિકારીએ એને ધ્યાનપૂર્વક વાંચી વિચારી હશે, તેના કેટલાય રૂઢ સંસ્કારો અને જન્મસિદ્ધ ગ્રંથિઓ મૂળમાંથી હચમચ્યા વિના ભાગ્યે જ રહ્યાં હશે. એ જુદી વાત છે કે સંસ્કારોનાં મૂળ હચમચ્યા છતાં માણસ ફરી પાછો એ ને એ ઘરેડમાં ચાલ્યા કરે. આમ થવાનાં અનેક કારણો છે. ગ્રંથિઓ શિથિલ થયા પછી પણ પડખું બદલવાનો સવાલ બીજા કેટલાક વિશિષ્ટ ગુણોની અપેક્ષા રાખે છે. જો તે વાચકમાં હોય તો તે ક્રાંતિ કરી શકે, ન હોય તો નહીં. પણ “સમૂળી ક્રાંતિનું કામ તો વાચકને તેના રૂઢ સંસ્કારો વિશે મૂળથી વિચાર કરતા કરી મૂકવાનું છે. એ દૃષ્ટિએ આ પુસ્તક કોઈને પણ વિચાર પ્રેર્યા વિના રહે એમ હું નથી ધારતો. એ જ એનું મૌલિક ક્રાંતિકારક તત્ત્વ છે. ઉપનિષદ્રના ઋષિ અને બુદ્ધ, મહાવીર, કપિલ આદિ સંતમુનિઓએ જુદા જુદા શબ્દોમાં અને કંઈક જુદી જુદી રીતે પણ એક વાત તરફ સંકેત કર્યો છે, કે ત્રિવિધ તાપનું મૂળ અવિદ્યા, અજ્ઞાન, મોહ કે દર્શનમોહ છે. જ્યાં લગી આ અવિદ્યા કે અવિવેક હશે ત્યાં લગી આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એકે દુઃખ દૂર થવાનો સંભવ નથી. બધા જ ઋષિમુનિઓએ અવિદ્યા કે અવિવેકને નિવારવા ઉપર જ ભાર મૂક્યો છે. અને એનાથી જ ઉત્પન્ન થનાર દુઃખોનું ત્રણ ભાગમાં વર્ગીકરણ કરી દુઃખ વિશેનું નિરૂપણ ટૂંકાવ્યું છે. કિશોરલાલભાઈ એ જ ઋષિમુનિઓની પદ્ધતિને કંઈક જુદી રીતે “સમૂળી ક્રાંતિમાં રજૂ કરે છે. આજની દુનિયામાં વિશેષ કરીને ભારતના જે મુખ્ય પ્રશ્નો છે અને જે ઘટનાઓ ક્લેશકર અને દુઃખદાયક બની રહી છે અને બનતી આવી છે, તે પ્રશ્નો અને તે ઘટનાઓ એકેએકે લઈને તેઓ તપાસે છે. તેમાં ક્લેશ અને દુઃખનું તત્ત્વ હોય તો તે શા કારણે અને કેવી રીતે ઉદ્ભવે છે એનો વિશ્લેષણ-પ્રધાન બુદ્ધની તાર્કિક સરણીને એના વિકસિત અને વિશદરૂપમાં અવલંબીને સ્ફોટ કરે છે, અને છેવટે દર્શાવે છે કે અજ્ઞાન, અવિવેક Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ . અર્ધ્ય તેમજ જડતા એ બધા રોગનું કારણ છે. પછી તે કારણ નિવારવા માટે તેમને જે વિધાનો સૂઝ્યાં છે અને જે ઉપર તેમણે ઠીક ઠીક ઊંડો વિચાર કર્યો છે તે વિધાનો રજૂ કરે છે. આમ ‘સમૂળી ક્રાંતિ’ ઘટનાઓમાં અનુભવાતાં દુ:ખના વિશ્લેષણ દ્વારા એના મૂળ કારણ સુધી પહોંચે છે. તેથી પ્રાચીન ધર્મગ્રંથોમાં જે ત્રિવિધ તાપના કારણ તરીકે અવિવેકનો નિર્દેશ છે તે જ ‘સમૂળી ક્રાંતિ'માં છે, એમ મને લાગે છે. ફેર હોય તો એટલો જ છે કે બધા જ ધર્મગ્રંથો દુ:ખોનો સંક્ષેપમાં નિર્દેશ કરે છે, જ્યારે ‘સમૂળી ક્રાંતિ' વર્તમાન જમાનાના સળગતા પ્રશ્નોની વિગતવાર ઊંડી મીમાંસા કરે છે અને પછી. તેના કારણ, અજ્ઞાન કે અવિવેક ઉપર માણસનું ધ્યાન એકાગ્ર કરી તે ઉપર કુઠારાઘાત કરવા કહે છે. દાક્ષિણાત્ય તર્કતીર્થં લક્ષ્મણ શાસ્ત્રીએ ‘હિંદુ ધર્માંચી સમીક્ષા' નામનું પુસ્તક લખ્યું છે. તેઓ વાઈની પાઠશાળાના મુખ્ય અધ્યાપક તો છે જ, અને ક્રાંતિકારી વિચાર પણ ધરાવે છે. તેઓ પોતે બ્રાહ્મણપ્રધાન સંસ્કૃત પાઠશાળાના મુખ્ય કર્તાહર્તા અને તર્કશાસ્ત્રના વિદ્વાન છે. તેમનું જીવન હિંદુત્વના સંસ્કારથી રંગાયેલું અને મુખ્યપણે બ્રાહ્મણવર્ગ વચ્ચે જ વ્યતીત થતું આવ્યું છે. તેમ છતાં તેમણે પોતાના પુસ્તકમાં હિંદુધર્મની એવી સૂક્ષ્મ, ઉગ્ર અને તલસ્પર્શી સમીક્ષા કર્રી છે કે હું જાણું છું ત્યાં લગી બ્રાહ્મણ પરંપરામાં થયેલ, બ્રાહ્મણધર્મમાં જ રહીને, બ્રાહ્મણધર્મ ઉપર આટલી બધી ઉગ્ર, સૂક્ષ્મ અને શાસ્ત્રીય ટીકા બીજા કોઈએ અત્યાર સુધીમાં કરી નથી. લક્ષ્મણ શાસ્ત્રીની આ ટીકા સાચી છે છતાં તેમાં મોટેભાગે ખંડનાત્મક શૈલી જ છે. એના સ્થાનમાં નવવસ્તુનું નિર્માણ સૂચવવામાં નથી આવ્યું. હિંદુ ધર્મની ભ્રમણાઓના જૂના મહેલને ભોંયભેગો કરવાની એમાં પુષ્કળ સામગ્રી છે, પણ એના સ્થાનમાં નવો મહેલ રચવાની કોઈ વિશિષ્ટ સામગ્રી નથી. જ્યારે સમૂળી ક્રાંતિમાં એ ખામી નથી. જૂનું ત્યાજ્ય હોય ત્યાં તજવાનું બતાવ્યું છે; પણ સાથે સાથે દરેક પ્રસંગે વિધાયક માર્ગો રજૂ કર્યાં છે. એટલે આ ક્રાંતિ જેમ અવિવેકના મૂળ ઉ૫૨ પ્રહા૨ કરે છે તેમ તે વિવેકમૂલક નવરચના પણ સૂચવે છે. એટલે તે માત્ર વિધ્વંસક છે એમ રખે કોઈ સમજે. ‘સમૂળી ક્રાંતિ’માં કિશોરલાલભાઈનું સંતમહંતને શોભે એવું હ્રદયમંથન દેખાય છે. સમગ્ર નિરૂપણમાં તેમની દૃષ્ટિનો આધાર ૫૨માત્મનિષ્ઠા અને માનવતાનિષ્ઠા છે. ખરી રીતે પરમાત્મામાં માનવતા અને માનવતામાં પરમાત્મા જોવાની તેમની એક નવદૃષ્ટિ છે. જ્યારે તેઓ એમ કહે છે કે જે મોટામાં મોટી ક્રાંતિ કરવાની છે તે આપણે જડ જાહોજલાલી કરતાં માણસાઈને સૌથી વધારે મહત્ત્વ અને જીવ માટે સૌથી વધારે આદર આપતાં શીખવવાની છે. એને અભાવે કોઈપણ પ્રકારનું રાજતંત્ર કે અર્થવાદ Page #54 -------------------------------------------------------------------------- ________________ કાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ • ૪૫ કે ધર્મ મનુષ્યને સુખશાંતિ આપશે નહીં. ત્યારે તેમની માનવતાના ઉત્કર્ષની ઝંખના વ્યક્ત થાય છે. તેમને નિરાશા તો સ્પર્શી જ નથી. આખું નિરૂપણ દુઃખોનું વિશ્લેષણ કરે છે. સાધારણ માણસ દુઃખના વિચાર અને વિશ્લેષણ દ્વારા નિરાશ થઈ જાય, જ્યારે એમને વિશે એથી ઊલટું છે. તેમનો આશાવાદ ઓર તેજસ્વી બને છે. જો પરમાત્મા પ્રત્યેની અનન્ય નિષ્ઠા અને માનવતાના ઉત્કર્ષમાં અનન્ય શ્રદ્ધા ન હોય તો આમ કદી ન બને. કિશોરલાલભાઈ માત્ર રૂ અને કંટાળો આપે એવું વિશ્લેષણ જ નથી કરતા; પણ વચ્ચે એમની પ્રસન્ન પ્રકૃતિમાંથી કેટલાક વિનોદો એવી રીતે સરી પડે છે કે વાંચનારમાં સ્મિત પ્રેર્યા વિના નથી રહેતા. એથી ઘણીવાર એમની શૈલી એવી હલકીફૂલ બને છે કે ચોપડીને પૂરી વાંચ્યા વિના છોડવાનું મન નથી થતું. જેમ વિનોદો તેમ તેમાં કટાક્ષો પણ આવે છે. પણ તે કટાક્ષો કોઈ અણગમા, દ્વેષ કે અપમાનવૃત્તિમાંથી આવેલા નથી હોતા એમ વાંચતાં તરત જ સમજાઈ જાય છે. “સમૂળી ક્રાંતિમાં મત, વાદ કે અભિપ્રાયને ધર્મ લેખી તેને પૂર્ણ માની લેવા જતાં કેવી અનર્થપરંપરા જન્મે છે એનું દરેક પંથને સ્પર્શ કરે તેવું તટસ્થ અને નિર્મળ નિરૂપણ છે. તટસ્થતા એટલે સુધી કે કિશોરલાલભાઈએ ગાંધીજીને નામે ઊભા થયેલા વાદોની પણ સ્પષ્ટ સમીક્ષા કરી છે. જ્યારે કિશોરલાલભાઈ વાદોને સત્યનો એક અને તે પણ બહુ નાનો અંશ સમજી તે વિષે વિવેચન કરે છે, ત્યારે વાંચતાં વાંચતાં આપણી દઢ પ્રતીતિ થાય છે કે ખરેખર વાદો એ ચોકા છે, નાના બંધો છે. એમાં જીવનની સતત વહેતી ગંગા કદી સમાઈ કે બંધાઈ રહી શકે નહીં. એ ગંગા તો એ ચોકા અને બંધોને તોડે ત્યારે જ નિર્મળ રહી અને વહી શકે. બીજે સ્થળે તેમણે ગાંધીજીની પ્રાર્થનાની પણ સમીક્ષા કરી છે. જેમને તેઓ અસાધારણ રીતે માને છે તેમને વિષે પણ તેઓને પોતાનું મંતવ્ય દર્શાવતાં જરાય સંકોચ નથી થતો. એ એમનાં પાંચ પ્રતિપાદનો પૈકી બીજા પ્રતિપાદનની યથાર્થતા સૂચવે છે. બીજું પ્રતિપાદન આ પ્રમાણે છે: “ન તો વિવેના ક્ષેત્રથી પર.” બીજા પ્રતિપાદનનું તેમણે જે નિખાલસ અને નિર્ભયપણે સાહજિક વિવેચન કર્યું છે તે વાંચતાં સિદ્ધસેન દિવાકરની એક સૂક્તિ યાદ આવી જાય છે. "मनुष्यवृत्तानि मनुष्यलक्षणैः मनुष्यहेतोर्नियतानि तैः स्वयम् । अलब्धपाराण्यलसेषु कर्णवान् સાધારણ શું ગૃહષ્યતિ ” આનો સાર એ છે કે મનુષ્ય દેહધારીઓએ પોતે જ મનુષ્યોનાં ચરિતો – વ્યવહારો મનુષ્ય જાતિને માટે જ કર્યા છે. વ્યવસ્થિત કર્યા છે, પણ આળસુ, જડ અને અવિવેકી વર્ગમાંથી જ્યારે માણસો પોતે જ વ્યવહારો અને વ્યવસ્થાનું તત્ત્વ ન પામ્યા, એનો સાર Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ • અર્થ ન સમજ્યા, ત્યારે તેમણે પોતે જ તે માનવકૃત વ્યવસ્થાઓને પાર પામી ન શકાય એવી અગાધ માની લીધી, ચંચુપાત ન થઈ શકે તેવી અફર માની લીધી. પરંતુ જે વિચારક અને વિદ્વાન છે તે એ વ્યવસ્થા-પ્રતિપાદક શાસ્ત્રોને ચંચુપાત ન થઈ શકે તેવાં કે અફર શી રીતે સમજશે? કિશોરલાલભાઈ પણ બીજા પ્રતિપાદન દ્વારા એ જ ભાવ સ્પષ્ટ કરે છે, એમ લાગે છે. સત્યની કેવી બલિહારી છે કે તે હજારો વર્ષને અંતરે થયેલ બે જુદી જુદી વ્યક્તિઓની વિચાર-ભૂમિકાઓમાંથી એકસરખી રીતે આવિર્ભાવ પામે છે? સાધુ શાંતિનાથ જે બંગાળી હતા અને હમણાં જ ગુજરી ગયા, તેમણે લાંબો વખત યોગાભ્યાસ કરી છેવટે તેને ભ્રાંતિજનક સમજી છોડી દીધો. તત્ત્વજ્ઞાનના અનેક વિચારપ્રવાહોમાં ઊંડી ડૂબકી માર્યા પછી પણ તેમને તેમાં બહુ વજન આપવા જેવું ન લાગ્યું અને છેવટે તે માનવીય ઉત્કર્ષ માટેની સમુચિત સેવામાં જીવનનું સાર્થક્ય છે એવા નિર્ણય પર આવ્યા. જ્યારે કિશોરલાલભાઈ યોગ અને તત્ત્વજ્ઞાનને માર્ગે ઠીક ઠીક પ્રવાસ ખેડડ્યા છતાં યોગ અને તત્ત્વજ્ઞાનની જીવનપ્રદ બાજુને સ્પશ્ય અને એનો માનવીય ઉત્કર્ષની દૃષ્ટિએ આવશ્યક સેવાકાર્યમાં કેમ વિનિયોગ થઈ શકે એ તત્ત્વ પણ પામ્યા. “સમૂળી ક્રાંતિમાં એમણે એ જ તત્ત્વ રજૂ કર્યું છે. સમૂળી ક્રાંતિ' ઉચ્ચ અભ્યાસક્રમમાં સ્થાન પામવાને દરેક રીતે પાત્ર છે. અધ્યાપકો પોતે પણ એમાંથી ઘણાં નવાં દૃષ્ટિબિંદુ મેળવી શકે તેમ છે; અને ઉચ્ચ કક્ષાના ઊગતા તરુણોને તો પોતાના સંસ્કારશોધનમાં તે ભારે મદદ કરી શકે તેમ છે. જો એક વાર વિદ્યા-જ્ઞતમાં આવું પુસ્તક વંચાતું – વિચારાતું થાય તો તે દ્વારા શરૂઆતમાં શિક્ષિત ગણાતા વર્ગની ઘણી જ પરંપરાગત, રૂઢ અને અવિવેકમૂલક માનસગ્રંથિઓ શિથિલ થવા પામે અને એનો ચેપ સાધારણ – શિક્ષિત અને અશિક્ષિત સુધ્ધાંને પણ લાગ્યા વિના ન રહે. જ્ઞાન એક એવું અખંડ અને ગ્રંથિભેદક ઝરણું છે કે તે એકવાર ગમે તે સ્થાને ઉદ્દભવ્યા પછી ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રસરતું જાય છે અને વચ્ચે આવતા અંતરાયોને ભેદી તે લોકમાનસને વિવેકના ઊંચા સ્તર ઉપર મૂકે છે. તેથી હું એવી વિનંતી કરું છું કે દરેક સમજદાર ‘સમૂળી ક્રાંતિ એકવાર તો વાંચે જ. એક વાર મારા મિત્ર એક આઈ. સી. એસ. મહાશયે મને કહ્યું કે તમે આર્યસંસ્કૃતિ વિશે કાંઈક લખો તો ઠીક. મેં કહ્યું, “હું આર્યસંસ્કૃતિનો એવો વિશિષ્ટ અભ્યાસી તો નથી, અલબત્ત, એના એકાદ અંશને સ્પર્શવાનો થોડો ઘણો પ્રયત્ન કર્યો છે. ક્યારેક એ વિશે લખવાના પણ વિચારો આવે છે, પણ પાછો સંકોચાઉં છું. તેમણે પૂછ્યું, “સંકોચ શા માટે ? આનો ઉત્તર આપતાં મેં મારા વિચારો દર્શાવ્યા તે અહીં ટૂંકમાં નોંધવાની તક લઉં છું. Page #56 -------------------------------------------------------------------------- ________________ ક્રાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ • ૪૭ સંસ્કૃતિ વિશે લખવું એટલે શું ? અત્યારે જેઓ પોતાને આર્યકુલોભવ સમજે છે અને જે જે વસ્તુઓને તેઓ મહત્ત્વની માને છે માત્ર તેની જ ગાથા ગાવી એટલું જ, કે સાથે સાથે તેમણે જે વિકૃતિઓ નિર્માણ કરી છે, પોષી છે અને જેના ઉપર સંસ્કૃતિનો ઢોળ ચડાવ્યો છે તેને પણ ખુલ્લી કરવી તે ? જો માત્ર સંસ્કૃતિ-વર્ણનને નામે પ્રિય જ કહેવાનું હોય અને સત્યનો બીજો અપ્રિય અંશ કહેવાનો ન હોય તો એ સંસ્કૃતિનો ઈતિહાસ નહીં પણ વિકૃતિઓને છુપાવવાનો એક પ્રયત્ન થશે એમ મને લાગે છે. જો સંસ્કૃતિ સાથે વિકૃતિઓ પણ કહેવી એમ તમે કહેશો તો મારી દૃષ્ટિએ વધારે પ્રમાણ વિકૃતિઓનું જ હોવાથી તે વિકૃતિઓનો ઇતિહાસ થશે, જો કોઈ કાળમાં અને કોઈ દેશમાં સંસ્કૃતિરૂપે હતું તે જ કાળાંતરે, સ્થળાંતરે અને સમયાંતરે વિકૃતિમાં પરિણામ પામ્યું છે અને જે જે બાબતો સંસ્કૃતિરૂપે એકસરખી જીવતી રહી છે તેની ભૂમિકા વિકતિઓથી જ પોષાતી રહી છે. આ રીતે જ્યારે સંસ્કૃતિ વિશે લખવાનું મન થાય છે, ત્યારે એની બીજી બાજુ પૂર્ણપણે સ્પર્શવામાં ન આવે તો તે લખાણ સંસ્કૃત નહીં પણ વિકૃત બને છે, એવો વિચાર આવવાથી લખવાનો ઉત્સાહ મોળો પડે છે. સંસ્કૃતિની યશોગાથા ગાવાનો નાદ સૌને એટલો બધો લાગ્યો છે કે પછી તો સાંભળનાર, વાંચનાર બધાના કાન પોતપોતાની માની લીધેલી સંસ્કૃતિની કીર્તનકથા સાંભળવા એકાંતથી ટેવાઈ જાય છે, અને તેની વિરુદ્ધ સોળ સોળ આની સાચું કહેવામાં આવે તો તે સંસ્કૃતિપ્રિય લોકો મરવા કે મારવા તૈયાર થઈ જાય છે.' મારા આ કથનથી તે ભાઈ મૌન રહ્યા, પણ મારી અંગત વાતચીત અહીં નોંધું છું. તે તો એ દર્શાવવા કે હું જે આર્યવર્ગની વિકૃતિઓ અને ત્રુટિઓને અંશથી પણ વર્ણવતાં કે લખતાં સંકોચ સેવતો હતો તે ત્રુટિઓ અને તે વિકૃતિઓ કિશોરલાલભાઈએ ખૂબ મોકળા મનથી “સમૂળી ક્રાંતિમાં રજૂ કરી છે. જ્યાં સુધી હું સમજવા પામ્યો છું ત્યાં સુધી એમ કહી શકાય કે તેમણે “સમૂળી ક્રાંતિમાં બધા વર્ગોની ધર્મ, સમાજ, અર્થકારણ, રાજકારણ અને શિક્ષણ વિશેના પ્રશ્નો વિશેની ગેરસમજૂતી અને ખોડખામીઓ રૂપે વિકૃતિઓ જ વર્ણવી છે. તેમણે જોઈ લીધું હોવું જોઈએ કે જે સદ્દગુણો જીવનમાં સંસ્કૃતિરૂપે પચી ગયા છે તે તો છે જ. એને કહી, મોટા રૂપમાં બતાવી, લોકોને ફોસલાવવાની, ફુલાવવાની કે મોટાભા બનાવવાની શી જરૂર છે? જરૂર હોય તો તેમની ખોડખામીઓ અને ભૂલો બતાવવાની જ છે. આ દષ્ટિથી સમૂળી ક્રાંતિ' એ પ્રજાજીવનનું નબળું પાસું રજૂ કરે છે ને તેને નિવારવા સંકેત કરે – બુદ્ધિપ્રકાશ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૮. સર્વ-મિત્ર ગૃહસ્થસંત પંખી આકાશમાં ઊડે ત્યારે એની છાયા નીચે દેખાય છે. ઊડવાનું બંધ પડવું કે છાયા અદશ્ય થઈ. કાળપટમાં આવતા માણસો વિષે પણ એમ જ છે. તેઓ મૃત્યુશ થયા ને તેમની છાયા ગઈ. આ સામાન્ય નિયમનો પણ અપવાદ છે. કેટલાક પુરુષો કાળપટમાં આવી અદશ્ય થાય છે, ત્યારબાદ પણ તેમની છાયા લોપાતી નથી. એટલું જ નહીં પણ ઉત્તરોત્તર તેમની છાયા વધારે ગાઢ અને સ્થિર પણ બનતી જાય છે. બુદ્ધ, મહાવીર, જીસસ આદિ પ્રાચીન પુરુષો આ કોટિના છે. આપણે હમણાં જ ગાંધીજીને પણ જોયા કે તેઓ એ જ કોટિના છે. શ્રી કિશોરલાલભાઈ નથી અવતારી કે નથી કોઈ આચાર્ય, છતા તેમની કોટિ પણ એ જ છે. તેમનું સૂક્ષ્મ પૃથક્કરણપ્રધાન તેમજ દલીલવાળું વિવેકી લખાણ જેમ જેમ વધારે વંચાતું અને સમજાતું જશે, તેમજ તેઓ કેવી અનોખી રીતે જીવન જીવી ગયા એની જાણ વધતી જશે તેમ તેમ તેમની છાયા વાચકોના હૃદયમાં વધારે ને વધારે પડવાની અને સ્થિર થવાની. આપણા દેશમાં પહેલેથી બે પરંપરાઓ ચાલી આવે છે, જે પરસ્પર વિરોધી દેખાય છે. પહેલી પરંપરામાં એવું વિધાન છે કે ગૃહસ્થાશ્રમમાં દાખલ થયા પછી તેમાં જ રહી સંતતિ, પરિવાર, શિષ્ય આદિને ધાર્મિક બનાવવા અને આત્મસંયત તેમજ અહિંસક રહી આખી જીવનયાત્રા પૂરી કરવી. બીજી પરંપરા એવી છે કે, જે દિવસે વૈરાગ્ય આવે તે જ દિવસે પ્રવ્રજ્યા સ્વીકારી ચાલી નીકળવું – ભલે તે વખતે ઉંમર સાવ નાની હોય. આવી બે પરંપરાઓ હોવા છતાં જૈન, બૌદ્ધ આદિ ભિક્ષુઓના વધતા જતા પ્રભાવને કારણે, બ્રાહ્મણપરંપરામાં સંન્યાસમાર્ગનું પ્રાધાન્ય દિવસે દિવસે વધતું ગયું છે. તેથી સામાન્ય રીતે આખી પ્રજામાં એવું માનસ ઘડાયું છે કે, ગૃહસ્થાશ્રમ અને સંન્યાસનો મેળ નથી. આવા સંસ્કારને લીધે સમાજ તેમજ ધર્મમાં અનેક ગોટાળાઓ દાખલ થયા છે, સંન્યાસનો વાસ્તવિક અર્થ ભુલાયો છે અને તે વેશબદલામાં મનાયો છે. એ જ રીતે ગૃહસ્થાશ્રમનો ખરો અર્થ પણ વીસરાયો છે ને તે કેવળ અર્થ અને કામમાં જ સમાતો હોય એમ મનાયું છે. આવી અધૂરી સમજને લીધે લાંબા વખતથી પ્રજાજીવન અત્યંત વિસંવાદી બની ગયું છે, તેમ છતાં સમયે સમયે આપણા દેશમાં એવા સમજદાર અને વ્યાપક દૃષ્ટિ ધરાવનાર પુરુષાર્થી પાકતા રહ્યા છે કે જેઓએ પોતાની જીવનકળાથી Page #58 -------------------------------------------------------------------------- ________________ સર્વમિત્ર ગૃહસ્થ સંત • ૪૯ લોકોને સાચું માર્ગદર્શન આપ્યું હોય. ગાંધીજી એવા અંતિમ મહાપુરુષ થઈ ગયા. તેમણે જે ગૃહસ્થ-સંન્યાસી કે ગૃહસ્થ-સંતનો પદાર્થપાઠ પોતાના જીવનથી આપ્યો તેને પચાવનાર એક નાનકડું પણ સમર્થ મંડળ દેશમાં તૈયાર થયું. એ મંડળમાં શ્રી કિશોરલાલ મશરૂવાળાનું સ્થાન મુખ્ય અને ઊંચું છે. તેઓ આખું જીવન રહ્યા તો ગૃહસ્થ, પણ સાથે સાથે એ જીવન સંન્યાસનું જ વિતાવ્યું. તેમણે ગૃહસ્થનાં યોગ્ય કર્તવ્યો પ્રત્યે ક્યારે પણ ઉપેક્ષા ન સેવી અને સંન્યાસના ખરા અર્થને જીવનમાં મૂર્ત કર્યો. ગીતાના તાત્પર્ય વિષે અનેક પક્ષો પ્રવર્તે છે. કોઈ જ્ઞાનમાં, તો કોઈ ભક્તિમાં, તો કોઈ કર્મમાં ને કોઈ ધ્યાનમાં – એમ એનું તાત્પર્ય વર્ણવે છે. શ્રી કિશોરલાલભાઈના જીવનમાં આપણે એ બધાં તાત્પર્યોનો સુમેળ પૂર્ણપણે જોયો છે. તેઓ એક ક્ષણ પણ આવશ્યક અને યોગ્ય કર્મ વિના રહ્યા હોય એવું કોઈએ જોયું, જાણ્યું નથી. એમના પ્રત્યેક કર્મમાં જ્ઞાનયોગ કેટલો હતો એ તો એમનાં લખાણો જ કહી દે છે. વિચાર અને તદનુસારી આચાર પ્રત્યે તેમની જે નિષ્ઠા હતી અને જે એકાગ્રતા હતી તેનો જોટો ભાગ્યે જ જોવામાં આવે છે. ગીતામંથનમાં તો તેમણે ગીતાનો અર્થ રજૂ કર્યો છે, પણ તેમનું પોતાનું સ્વતંત્ર જીવન-દર્શન તો “ગીતા-મંથન”ના ઉપોદઘાતમાં જોવા મળે છે. તેમણે જે જે લખ્યું છે તે માત્ર લખવા ખાતર કે બીજાને ઉપદેશવા ખાતર નહીં, પણ જે પોતે જીવનમાં ઉતાર્યું – પચાવ્યું તે રજૂ કરવા ખાતર. આ બાબતમાં તેઓ ગાંધીજીના જીવનપથને પૂર્ણપણે અનુસર્યા છે. તેમણે એ રીતે અનાસક્ત કર્મયોગ જીવી બતાવ્યો છે. કિશોરલાલભાઈએ કયા વિષય ઉપર નથી લખ્યું એ જ શોધવું પડે. સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, તાત્ત્વિક, આધ્યાત્મિક આદિ અનેક વિષયો ઉપર તેમણે છૂટથી લખ્યું છે અને તેથી જ તેમનાં પુસ્તકોની સંખ્યા પણ ઠીક ઠીક કહી શકાય એવડી મોટી છે. તેઓ ગુજરાતી, હિંદી, મરાઠી અને અંગ્રેજી એ ચારે ભાષામાં છૂટથી લખતા અને ગાંધીજીના વરદ હસ્તે શરૂ થયેલ અને અનેક ભાષામાં પ્રસિદ્ધ થતાં “હરિજન' પત્રોનું તંત્રીપદ સંભાળતા. તેમની સામે પરસ્પર વિરોધી એવા અનેક વાદોના પ્રશ્નો આવે, અનેક પક્ષોના પ્રશ્નો ઉપસ્થિત થાય, દેશ-પરદેશને લગતા સવાલો ચર્ચવાના આવે, આર્થિક અને ઔદ્યોગિક પ્રશ્નો બાબત પણ માર્ગદર્શન આપવાનું પ્રાપ્ત થાય – આ બધાં કામને તેઓ પથારીવશ જેવા છતાં પૂર્ણપણે છેવટ સુધી ન્યાય આપી શકતા તેનું મુખ્ય કારણ તેમની સત્ય અને અહિંસાની સતત ઉપાસના હતી. ગમે તેવા મોટા મનાતા રાજપુરુષ કે સંન્યાસીને સુધ્ધાં સ્પષ્ટ સત્ય કહેવામાં તેઓ લેશ પણ સંકોચાતા નહીં, અને નિર્ભય કથન કરવા છતાં કોઈ દુભાય એવું વચન પણ ઉચ્ચારતા નહીં. જેમને જેમને એમનું કથન રુચતું નહીં તેઓ પણ એકસ્વરે તેમની તટસ્થતા અને માયાળુતાની મુક્તકંઠે પ્રશંસા જ કરતા. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ અર્થ બુદ્ધનું વિશ્લેષણ વિશ્વવિદિત છે. મહાવીરની અહિંસા પણ અજાણી નથી. શંકરાચાર્યનો અદ્વૈત-પેગામ અપૂર્વ છે. વાચસ્પતિની સર્વ વૈદિક દર્શનોને સ્પર્શતી બુદ્ધિ ગવાય છે. એમ દરેક યુગે થયેલા છે તે પુરુષોનું ગૌરવ જેવું તેવું નથી. તેમ છતાં તે પુરુષોના વિચારો અને સિદ્ધાંતો તેમના પોતાના સંપ્રદાયના કોચલામાં જ ગૂંગળાઈ કાંઈક અંશે વિકૃત પણ બન્યા છે. અને બીજા સંપ્રદાયના લોકોમાં તેની સારવતા જોવાની દૃષ્ટિ ભાગ્યે જ દેખાય છે. એ વિચારો અને સિદ્ધાંતો સમયે સમયે બદલાતા માનવજીવનની સાથે મેળ બેસે અને તેને ઉપયોગી થઈ પડે, એ રીતે પુનઃસંસ્કરણ ન પામે તો એ માત્ર ભૂતકાળની યશોગાથા જેવા જ બની જાય છે. પ્રત્યેક સંપ્રદાયના અનુયાયીની પોતાના માન્ય પુરુષના વિચાર અને સિદ્ધાંતો પ્રત્યે એવી કાંઈક ગૂઢ શ્રદ્ધા હોય છે કે, તે એ શ્રદ્ધા-ગ્રંથિને લીધે તેનું પરીક્ષણ કે પુનઃસંસ્કરણ કરી નથી શકતો. કિશોરલાલભાઈમાં પણ ક્યારેક એવી જ સંપ્રદાય-ગ્રંથિ હતી. તેઓ પોતે જ એવી મતલબનું કહે છે કે, સ્વામીનારાયણ પરંપરાની પ્રણાલિ જ અને સહજાનંદસ્વામીના વિચારો જ તેમને મન સર્વ કાંઈ હતું. પણ કોઈ ધન્ય ક્ષણે એમને ગ્રંથિ-ભેદ થયો. અને જન્મસિદ્ધ અત્ત પ્રજ્ઞાની સેર વહેવા લાગી તેને પરિણામે અત્યાર સુધીના બધા જ ધાર્મિક અને તત્ત્વજ્ઞાનીય વિચારો ને વ્યવહારોને તેમણે ફરી તપાસ્યા, ચાળ્યા અને સત્ય તેમજ અહિંસાની કસોટીએ કસ્યા. તેને લીધે તેમની સામે એક એવું આચારવિચારનું વિશ્વ ખડું થયું, જે તેમણે અનેક લખાણોમાં અનેક રીતે વિશદ કર્યું છે. કોઈપણ પંથ, ધર્મ, પરંપરા, તત્ત્વજ્ઞાનને જરાય અન્યાય ન થાય એટલી અહિંસક સૂક્ષ્મ કાળજી રાખવા છતાં પણ તેમણે પોતાને અનુભવાતું સત્ય કહેવામાં જરાય આંચકો ખાધો નથી. એક ભાઈએ તેમને પૂછેલું કે, ‘તમે આટઆટલા બીમાર અને કોઈ બીજો ઉકેલી ન શકે એટલા બધા ભિન્ન ભિન્ન વિષયોના, ભિન્ન ભિન્ન પ્રશ્નો કયા અભ્યાસ, કયા વાચન અને કયા બળને લીધે ઉકેલો છો ?” આવી મતલબના પ્રશ્નોનો ઉત્તર તેમણે નમ્ર વાણીમાં એટલો આપ્યાનું યાદ છે કે, “મારું વાચન અતિ અલ્પ છે. પણ મારી પાસે એકમાત્ર કસોટી સત્ય અને અહિંસાની છે. એ કસોટીએ હું બધું વિચારું છું અને જે કાંઈ સૂઝે તે લખું છું. એમના આખા જીવનની ચાવી જ આ છે. ગાંધીજીએ નવજીવન ઘડવાના વિચારો અને સિદ્ધાંતો પૂણી રૂપે મૂક્યા. કિશોરલાલભાઈએ પોતાનાં અનેક લખાણોમાં એ પૂણીઓને કાંતી માપી ન શકાય એટલા સૂતરની ફાળકીઓ પીરસી, કિશોરલાલભાઈ રૂઢ ગુરુ-શિષ્ય ભાવમાં ન માનતા. એટલે તેઓ જેમ બીજાને પોતાના વિચારોમાં મૂંડવાનો જરાય આગ્રહ ન સેવતા, તેમ બીજાના વિચારોમાં માત્ર શ્રદ્ધાથી મૂંડાવાની વૃત્તિ પણ ન સેવતા. તેથી જ, આપણે જોઈએ છીએ કે, તેમણે પોતાનાં ધાર્મિક, આધ્યાત્મિક વિવેચનવાળાં લખાણોમાં પોતાને માન્ય હોય એવા મોટા મોટા પુરુષોની પણ સાદર સમીક્ષા કરી છે. તેઓ સાંપ્રદાયિક ગ્રંથિથી પર થયા ને તેની સામે માનવજાતિના Page #60 -------------------------------------------------------------------------- ________________ સર્વ મિત્ર ગૃહસ્થ-સંત • ૫૧ ભૂષણરૂપ બધા જ ધર્મપુરુષો સમાન ભાવે ઉપસ્થિત થયા. એ જ વિરલ ક્ષણે તેમણે રામ-કૃષ્ણ, બુદ્ધ-મહાવીર, ઈસુ ખ્રિસ્ત, સહજાનંદ જેવા સાંપ્રદાયિક લેખાતા મહાન પુરુષોની જીવનકથા વિવેચક ભક્તને શોભે એવી પ્રતીતિકર રીતે લખી છે. કિશોરલાલભાઈના પરિચયથી મને જે થોડો પણ દૃષ્ટિલાભ થયેલો તેને યાદ કરી મેં ૧૯૩૮ના મારા જીવલેણ ઓપરેશન વખતે કોઈ દ્વારા વધુ એવા સમાચાર કહેવડાવ્યાનું યાદ છે કે, હું આ ઓપરેશનમાંથી બહાર નહિ આવું તોપણ તમારા દ્વારા થયેલ દષ્ટિ-લાભનો મને ઊંડો સંતોષ છે. ત્યારબાદ તેમનું કાર્ડ તરત જ આવ્યું, જેમાં લખેલું કે અત્યારે મારી તબિયત કાંઈક ઠીક છે. હું શુશ્રષામાં થોડી પણ મદદ કરી શકતો હોઉં તો મને તરત સૂચવો. મેં આ મારી અંગત વાત એ સૂચવવા લખી છે કે, એમની કર્મપરાયણ શુશ્રષાવૃત્તિ એ સહજ કરુણામાંથી પ્રગટેલી. જેના ચિત્તમાં યોગમાર્ગે કાંઈ પણ અસર કરી હોય છે તેના ચિત્તમાં મૈત્રી, કરુણા આદિ ભાવો સહેજે ફૂટી નીકળે છે. તેથી જ કિશોરલાલભાઈ સાચા અર્થમાં સર્વ-મિત્ર અને અજાતશત્રુ હતા. – બુદ્ધિપ્રકાશ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૯. બ્રાહ્મણ-શ્રમણ ધ્રુવજી ગુજરાતમાં ધ્રુવ ઘણા છે અને હતા, પણ ધ્રુવજી તો એક જ. જેમ ગાંધી ઘણા પણ ગાંધીજી એક. માલવીય ઘણા પણ માલવિયજી એક મદનમોહન. તેમ ધ્રુવજી કહેતાં જ આનંદશંકરભાઈનો બોધ સૌને થઈ જાય. આ “જી' પદનું મહત્ત્વ ધ્રુવસાહેબના જીવનમાં જે જોવા મળે છે, તે અહીં બતાવવાનો ઉદ્દેશ છે. ધ્રુવજી જન્મે બ્રાહ્મણ અને તેમાંય મુત્સદ્દી નાગર એટલે વિદ્યાવૃત્તિ, ડહાપણ અને ભાષાસૌષ્ઠવ પરંપરાગત હોય એ તો સામાન્ય તત્ત્વ થયું. પણ એમણે એ તત્ત્વનો બીજાઓએ નહિ સાધલ એવો અસાધારણ વિકાસ સાધ્યો હતો. શ્રમણદીક્ષા લે તેનામાં કર્મકાંડી અહિંસાવૃત્તિ ઊતરવા મંડે છે અને પરંપરાગત તપોવ્રતો પણ સહેજે હોય છે. પણ ધ્રુવજીની અહિંસાવૃત્તિ અને તપોવૃત્તિ જુદા પ્રકારની હતી. તે અંદરથી ઊગેલી અને બ્રાહ્મણદર્શનથી પરિમાર્જિત થયેલી હતા, જેને લીધે તેમનું વ્યક્તિત્વ ઘડાયું. લગભગ ત્રીસ વર્ષ પહેલાં અધ્યયન કરી પહેલવહેલો હું કાશીથી ગુજરાતમાં ગયો ત્યારે “વસંતમાંનાં થોડાંક ધ્રુવજીનાં લખાણો જોયાં અને એમના તરફ ખેંચાયો. ક્રમે ક્રમે એમનાં નીતિશિક્ષણ', “હિન્દુધર્મની બાળપોથી', “ધર્મવર્ણન', “આપણો ધર્મ', ‘હિન્દુ વેદધર્મ આદિ પુસ્તકો જોયાં, અને તેમની મારા ઉપર ઊંડી અસર થઈ, જે અદ્યાપિ કાયમ છે, કે પછી તો મને કોઈપણ ધાર્મિક પાઠ્યક્રમ બાબત પૂછે ત્યારે હું ધ્રુવજીનાં એ પુસ્તકો સર્વપ્રથમ સૂચવું છું, જોકે ઘણા સાંપ્રદાયિક જૈનો મારી સંપ્રદાય બહારનાં પુસ્તકોની આવી સૂચનાથી નવાઈ પામતા. પણ મારો તો જાણે એ વ્યવસાય જ થઈ પડેલો. તે એટલે લગી કે ગુજરાત બહારના પ્રાંતોમાં પણ હું ધ્રુવજીનાં પુસ્તકોની સૂચના કરવાનું ચૂકતો નહિ. બીજી બાજુ તે વખતે કોઈ છાપામાં ધ્રુવ જી વિશે એમ લખાયેલું વાંચ્યાનું યાદ છે કે “ધ્રુવજી બેશક અઠંગ અભ્યાસી અને ઢગલાબંધ વિવિધ વિષયોનાં પુસ્તકોનું સતત આવલોકન કરનાર છે તેમજ સુયોગ્ય અધ્યાપક છે, પણ તે એટલા બધા મિલનસાર નથી. એમનામાં નાગરસુલભ અતડાપણું અને વૈયક્તિક મુલાકાતમાં કાંઈક રૂખાપણું છે.' ઇત્યાદિ. આવી મતલબના એ લખાણે હું એમ માનતો થયો કે ત્યારે તો ધ્રુવજીને મળવા ઘરે ન જવું. આ માન્યતાથી પ્રેરાઈ હું તે વખતે અમદાવાદમાં જતા-આવતો અને રહેતો છતાં ધ્રુવજીને મળેલો નહિ. એમને વિશે એવો Page #62 -------------------------------------------------------------------------- ________________ બાહ્મણ-શ્રમણ ધ્રુવજી • ૫૩ પૂર્વગ્રહ બંધાયા છતાં એમની વિદ્વત્તા પ્રત્યે તો ઉતરોત્તર મારો આદર વધ્યે જતો હતો. અને સાથે સાથે તેમનાં લખાણોના વાચનનો પ્રચાર પણ કર્યો જતો હતો. દરમિયાન ૧૯૨૦-૨૧ આસપાસ ફરી હું કાશીમાં આવ્યો, અને મારા ઉતારા પાસે જ આવેલ દિગંબર જૈન વિદ્યાલયમાં પ્રમુખસ્થાનેથી ધ્રુવજીનું ભાષણ થઈ રહ્યું છે એ જાણતાં જ તે સાંભળવા ગયો. ધ્રુવજી અહિંસા અને તપના મહત્ત્વ વિશે તેમની વિકસિત વિચારસરણીમાં પણ ગુજરાતી ટોન - લયવાળી હિન્દીમાં બોલ્યા જતા હતા, અને પ્રસંગે ‘ઉત્તરાધ્યયન” તેમજ “આચારાંગસૂત્રનો આધાર લેતા. તેમની મધુર વાણી અને સ્પષ્ટ વિચારસરણીથી હું વધારે આકર્ષાયો. સભા પૂરી થતાં જ તેમને હું મળ્યો અને સાદર નમસ્કાર કરી મેં કહ્યું કે હું આજ લગી આપનો પરોક્ષ શિષ્ય હતો. હવે પ્રત્યક્ષ શિષ્ય બનીશ.” તેમણે સ્મિત સાથે કહ્યું, ‘તમે ગુજરાતી છો? અને બંગલે જરૂર આવજો.' એ “જરૂર' શબ્દ મારામાં બંધાયેલ તેમના વિશેના પૂર્વગ્રહને બહુ શિથિલ કરી નાખ્યો. જ્યારે હું તેમને બંગલે ગયો ત્યારે તેઓ એટલી સહૃદયતાથી મળ્યા અને વાત કરી કે પેલા પૂર્વગ્રહનો રહ્યો સહ્યો અંશ પણ મારા મનમાંથી તદ્દન વિલીન થઈ ગયો. તેમણે અહિંસા વિશેની ચર્ચામાં તે વખતે મને કહ્યું કે ગાંધીજી દેશમાં અહિંસાના પાયા ઉપર સરકાર સાથે બાથ ભીડવાનો વિચાર કરે છે, પણ શું દેશમાં પ્રજાની અહિંસાવૃત્તિ એટલા બધા પ્રમાણમાં કેળવાઈ છે કે જેથી તે ગાંધીજીને પૂરો સાથે આપે ? તેમણે જ એ પ્રશ્નના જવાબમાં કહ્યું કે “હજી તો દેશને વધારે તાલીમ આપવાની જરૂર છે, હજી શિક્ષણ નજીવું છે.' ઇત્યાદિ. હું જ્ઞાનયોગી ધ્રુવજીના કથનનો ધ્વનિ એમ સમજ્યો હતો કે દેશવ્યાપી સક્રિય હિલચાલ કર્યા પહેલાં આધારભૂત સિદ્ધાંતની બાબતમાં સમગ્ર દેશને તરેહતરેહથી શિક્ષણ આપવું જોઈએ. અને દેશને એ સિદ્ધાંત વિશે પ્રતીતિ થઈ છે એમ ખાતરી થાય ત્યારબાદ જ તેવી હિલચાલ પાયાદાર નીવડે. જ્યારે કર્મયોગી ગાંધીજીની નેમ તે વખતે અને આજ પણ એ રીતે સમજુ છું કે આ દેશને તો હજારો વર્ષ થયાં અહિંસાની તાલીમ એક અથવા બીજી રીતે મળતી જ આવી છે. દેશની મનોભૂમિકા અને બીજી પરિસ્થિતિ એવી છે કે દેશવ્યાપી સક્રિય પગલું ભરવા સાથે જ એની ખરી તાલીમ શરૂ થાય છે. એટલે એક બાજુ પ્રત્યક્ષ ક્રિયા દ્વારા અને બીજી બાજુ તેની સમજૂતી દ્વારા જ આખા દેશમાં અહિંસા વિશેની જાગરિત શ્રદ્ધા અને અપેક્ષિત અહિંસા સમજૂતી ઉત્પન્ન કરી શકાય – પહેલું શાબ્દિક શિક્ષણ અને પછી ક્રિયા, એ ક્રમ આખા દેશ માટે વ્યવહારુ નથી. હું તો એમને સાદર સાંભળવા જ ગયો હતો. અમારા વિશેષ પરિચયના આ શ્રીગણેશ થયા. હું અમદાવાદ ગુજરાત પુરાતત્ત્વમંદિરમાં “સન્મતિતર્કનું સંપાદન કરતો. એનો પહેલો ભાગ ધ્રુવજીને મળ્યો ત્યારબાદ તેઓ જ્યારે અમદાવાદ આવે ત્યારે મોટાભાગે Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૪ • અર્થ પુરાતત્ત્વમંદિરમાં આવે અને મળે. હું સંશોધન વિશે એમને પૂછ્યા પણ કરતો. એકવાર અનેક પ્રતો ફેલાવી હું મારા ખંડમાં કામ કરી રહ્યો હતો અને અણધાર્યા જ ધ્રુવજી પધાર્યા અને ચટાઈ ઉપર બેસી ગયા. થતું કામ જોઈ રહ્યા હતા. દરમિયાન એક અધ્યાપક ત્યાં આવી ચડ્યા. વાતચીત શરૂ થતાં જ એ આવનાર અધ્યાપકે નિખાલસ દિલે પણ રોષપૂર્વક ધ્રુવજીને તીખું તમતમતું સંભળાવ્યું. હું તો મૂંઝવણમાં પડ્યો. એક તરફ આવા દિવ્ય અતિથિ અને બીજી બાજુ સહવાસી અધ્યાપક. એ અધ્યાપક તો ચાલ્યા ગયા, પણ પાછળથી મેં જોયું કે ધ્રુવજી કડવો ઘૂંટડો એટલી કુનેહથી પી ગયા અને પચાવી ગયા કે એની અસર જ તેમની પાછળની વાતચીતમાં મેં ન જોઈ. મને લાગ્યું કે ધ્રુવજીમાં અહિંસાવૃત્તિ સ્થિરપદ છે. ક્યારેક ગુજરાતના એક જાણીતા કવિએ યદ્વાદ્રા કહેલું કે લખેલું તેનો જવાબ આપતાં તેમણે પોતાની વ્યંગવાણીમાં એવી મતલબનું લખેલું યાદ છે કે ધમ્મપદનું નિત્ય પરિશીલન કરવાથી પણ એમણે કહેલા શબ્દો ભુલાય તેવા નથી. આવા કાંઈક ઉપક્રમ સાથે જે જવાબ તેમણે લખેલો છે તે એમની માનસિક અહિંસાનો સ્પષ્ટ પુરાવો છે. ૧૯૩૫માં કાશીમાં જ તેમની સાથે મારે અમુક મુદ્દા નિમિત્તે પત્રવ્યવહાર કરવો પડ્યો. તેમાં ક્યારેક હું તેમના ઉપર પ્રોવાઈસ-ચાન્સેલર તરીકે લખતો અને ક્યારેક વ્યક્તિગતરૂપે. એ પત્રવ્યવહારમાં મેં બહુ જ નમ્રભાવે પણ તદ્દન સ્પષ્ટ રીતે યુનિવર્સિટીના વ્યવહાર વિશે ટીકા કરતાં તેમને લખેલું કે “આપ જેવા પણ અમુક બાબતો નભાવ્યે જાઓ છો.’ તેમણે તે જ ક્ષણે જવાબ લખી પટાવાળા સાથે મારા ઉપર મોકલાવી દીધો. એમાં એમણે લખેલું કે “આ બાબતે હવે હું ઉદાસીન છું.” પ્રસંગે અમે બંને જ્યારે મળ્યા ત્યારે એમણે મને કહ્યું કે “તમારા પત્રમાં કાંઈક રોષની છાંટ મને લાગી.” મેં કહ્યું, “જરાય નહિ. આપ એ જ પત્રમાં મારું એ લખેલ યાદ કરો કે જો આપ ગુજરાત જવાના અને ગુજરાત વાસ્તે કાંઈક કરવાના છો તો આદેશ મળતાં હું આપને શિષ્યભાવે અનુસરીશ અને કાશીનો મોહ છોડીશ.” તેઓ એકદમ ખીલી ઊડ્યા. સારાંશ એ છે, કે તેઓ પોતાના તરફથી કોઈ શત્રુ બનવાનું નિમિત્ત પૂરું ન પાડવા પૂરતા અજાતશત્રુ હતા. એ જ રીતે એમણે અહિંસાવૃત્તિ વિકસાવી હતી. આ કથનની પુષ્ટિ માટે એક પ્રસંગ નોંધપાત્ર છે. થોડાં વર્ષ અગાઉ દક્ષિણમાં કયાંક યજ્ઞ થયેલ, તેમાં બકરાંઓનો શાસ્ત્રીય વધ પણ થયેલો. આ વિશેની ચર્ચામાં એઓશ્રીએ મને સંબોધી કહ્યું, કે “હવે તો અમારે બૌદ્ધ યા જૈન થવું કે શું ?” ધુવાજી વૈદિક અને તેમાંય સનાતની હતા. તેમનું વેદ-વેદાંત વિશેનું જ્ઞાન અગાધ હતું. તેમની શ્રદ્ધા પણ વ્યાપક અર્થમાં વેદાંત-ગામિની જ હતી. પરંતુ ધ્રુવજી તેમ છતાં સ્પષ્ટપણે ઐતિહાસિક બળોને જાણતા. તેઓ સમજતા કે બૌદ્ધ, જૈન આદિ અહિંસક પ્રબલ હિલચાલોને પરિણામે જૂના હિંસાપ્રધાન વૈદિક ધર્મનું રૂપાન્તર થયું છે, જે કાલ અને માનવજાતિના વિકાસને અનુરૂપ છે. હવે આવી સિદ્ધ થયેલ અહિંસાની ભૂમિકામાંથી Page #64 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ-શ્રમણ ધ્રુવજી ૦ ૫૫ વૈદિક કર્મકાંડીઓ પ્રાચીનતાને મોહે પાછી પાની કરી હિંસા તરફ વળે, તો જેઓ માનસિક અહિંસાની ભૂમિકાવાળા પરંપરાથી વૈદિક ધર્માવલંબીઓ છે તેમણે શું કરવું? શું બુદ્ધિગમ્ય અહિંસાની ભૂમિકાને છોડી તેમણે કાળજૂના હિંસાપ્રધાન કર્મકાંડ તરફ વળવું, કે કુલધર્મનો મોહ છોડી અહિંસાપ્રચારક સુધારક પંથોમાં ભળી જવું ? હું ધ્રુવજીના સંક્ષિપ્ત કથનનો એ પ્રમાણે અર્થ સમજેલો. જો મારી સમજ ઠીક હોય તો ધ્રુવજીની અહિંસાવૃત્તિની સમજ અને શ્રદ્ધાના વિકાસ વિશે વધારે ભાગ્યે જ કહેવાનું રહે છે. તેમની તપોનિષ્ઠા પણ જુદી જ હતી. મેં તેમને એકવાર પૂછ્યું કે, ‘આપ કાશી છોડી જવાના છો એમ સંભળાય છે.' તેમણે કહ્યું, પ્રભુઇચ્છા હશે તેમ બનશે.’ મેં કહ્યું, ‘આપ ગુજરાતમાં કાંઈક મહત્ત્વનું કામ તો કરવાના જ.' તેમણે કહ્યું, ‘હું હજી લગી ગુજરાત માટે કાંઈ કરી શકયો નથી એનું દુઃખ તો છે જ, પણ કાંઈ શરૂ કરવું તે પહેલાં મારે ગાંધીજીના આશીર્વાદ જોઈએ. હું તપસ્વીના આશીર્વાદમાં માનનાર છું.' ઇત્યાદિ. કયાં જન્મે નાગર બ્રાહ્મણ અને શિક્ષણે તથા કાર્યો નવા રંગથી રંગાયેલ અને ક્યાં આવી તપસ્વીના આશીર્વાદની બુદ્ધિશુદ્ધ શ્રદ્ધા ! અહિંસા અને તપની બુદ્ધિશુદ્ધ ભૂમિકામાંથી જ તેમનામાં સમન્વયવૃત્તિ કે જૈન પરિભાષામાં અનેકાંતવૃત્તિનો ઉદય થયેલો. તેમનાં ગમે તે વિષયનાં લખાણો કે ગમે તે વિષય પરત્વેનાં ભાષણો જુઓ તો તરત સમજાશે કે એમણે પોતાના વિચારમાં પોતાની જ ઢબે અનેકાંત ઘટાવેલો હતો, જેમ ગાંધીજીએ પોતાના વિચા૨ અને કાર્યમાં પોતાની ઢબે ઘટાવેલો છે. ધ્રુવજીએ કુલપરંપરાગત વિદ્યાસંસ્કારને કેટલા વિશાળ પ્રમાણમાં અને કેટલી વિશદ રીતે વિકસાવ્યો હતો એ તેમના પરિચયમાં આવનાર અને તેમનું સાહિત્ય વાંચનાર સૌ જાણે છે. પણ તેમની સંસ્કારશુદ્ધિ અને ભાષા- સૌષ્ઠવ વિશે કાંઈક લખવું આવશ્યક છે. ખાસ કરી જેઓ નવાં વહેણોમાં વગર વિચાર્યે ઘસડાઈ જાય છે, તેમને વાસ્તે તો લખવું સવિશેષ પ્રાપ્ત થાય છે. ધ્રુવજી કૉલેજમાં ભણ્યા, કૉલેજમાં અને યુનિવર્સિટીમાં ઊંચા હોદ્દાઓ પર રહ્યા, માત્ર અંગ્રેજ જ નહિ પણ ગર્વનર અને વાઇસરૉય જેવા ઊંચા અધિકારીઓને પણ મળવાના એમને અનેક પ્રસંગ આવ્યા. દેશદેશના વિદ્વાનો પણ મળતા જ. કોટ-પાટલૂન અને ટોપીના આ નખિશખ દેશી-૫રદેશી વાતાવરણમાં તેઓ આજન્મ રહ્યા, છતાં હું નથી ધારતો કે કોઈએ તેમને પોતાનો નક્કી કરેલ ગુજરાતી વેશ બદલી બીજા વેશમાં સજ્જ થયેલ જોયા હોય. જેમ પોષાકનું તેમનું પોતાનું જ લાક્ષણિક સૌષ્ઠવ હતું, તેમ તેમનો ખાનપાન અને પૂજાવિધિનો પણ એક ખાસ સંસ્કાર હતો. આ સંસ્કારો બીજા બ્રાહ્મણોની પેઠે એમણે અંધપણે પોષ્યા ન હતા. કેમકે પોતાનાથી જુદી રીતે વર્તનારને તેઓ કદી પતિત કે ઊતરતી કોટિના માનતા નહિ. ભાષાસૌષ્ઠવ વિશે તો એટલું જ કહેવું બસ થશે કે તેઓ જ્યારે વાતચીત કરતા હોય કે ભાષણ આપતા હોય ત્યારે અનુભવ એવો થાય કે જાણે કાનમાં અમૃતસિંચન થઈ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૦ અર્થ રહ્યું છે. ગુજરાતી ભાષાસૌષ્ઠવનો સંસ્કાર તો એમનામાં એટલી હદ સુધી વિકસેલો હતો કે કયારેક ગાંધીજીએ પણ કહેલું કે હવે ધ્રુવજીનું મધુર-પ્રસન્ન ગુજરાતી ભાષણ તમે સાંભળો. ધ્રુવજીની વાત કરવાની અને જવાબ આપવાની એક ખાસ ઢબ હતી. તે બોલે ત્યારે તેમાં બહુશ્રુતત્વ છલકાતું હોય, કડવામાં કડવો જવાબ પણ તે એવી અન્યોક્તિ અને મધુર ભાષામાં આપે કે સાંભળનારને રોષનો પ્રસંગ જ ન આવે. - જ્યારે તેમણે હિંદુ યુનિવર્સિટીમાંથી વિદાય લીધી ત્યારે પંડિતો કે પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ એ બધાને એવો અનુભવ થયો કે હવે આવો માણસ યુનિવર્સિટીમાં મળવો સુલભ નથી. મોટા હોદ્દેદારને ત્યાં ગમે તે માણસ સરળતાથી જઈ શકતો નથી, પણ ધ્રુવ જી વિશે એમ ન હતું. જ્યારે જાઓ ત્યારે એમની બેઠક મક્તદ્વાર. - કોઈ પટાવાળો રોકે જ નહિ; જનાર સાધારણ વિદ્યાર્થી હોય, પંડિત હોય કે પ્રોફેસર હોય. મારા કાશી આવ્યા પછી તેઓ લગભગ પાંચેક વર્ષ અહીં રહ્યા. યુનિવર્સિટીમાં અનેક કૉલેજ, અનેક નાનીમોટી સંસ્થાઓ અને અનેક વિદ્યાર્થી મંડળો, જાતીય મંડળો અને સાંપ્રદાયિક મંડળો. જ્યારે જુઓ ત્યારે મિટિંગોનો પ્રવાહ ચાલતો જ હોય અને હમેશાં પ્રોફેસરોની ક્લબમાં તો કાંઈક ને કાંઈક હોય જ. પણ એક દિવસમાં થતી અનેક મિટિંગોમાં પણ ધ્રુવજી તો હોય જ અને તે મોટેભાગે પ્રમુખસ્થાને જ હોય. તેમને અનેક વિષયોમાં પ્રસંગાનુરૂપ બોલવાનું પણ હોય. પરંતુ મેં કદી જોયું કે સાંભળ્યું નથી કે ધ્રુવજી કાંઈ અપ્રસ્તુત બોલ્યા હોય અગર વધારે પડતું બોલી નાખવાના આ યુગના અભરખાને વશ થયા હોય. આ બ્રાહ્મણ સુલભ વિદ્યાવૃત્તિ અને શ્રમણસુલભ વિકસિત સંયમવૃત્તિ એ જ ધ્રુવજીની વિશેષતા છે અને તેથી જ તેઓ જી પદે પહોંચ્યા. છેલ્લે તેમની મિલનસારવૃત્તિ વિશે થોડુંક લખી દઉં. કારણ એની વિરુદ્ધ મારે મિથ્યા પૂર્વગ્રહ બંધાયો હતો. જ્યારે તેઓ અમદાવાદ આવે ત્યારે પોતાના બધા જ પરિચિતોને મળે અને કોઈન મળ્યું હોય તો યથાસંભવ તેમને ત્યાં પહોંચે. તેઓ ઘણીવાર મારે ત્યાં બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં અચાનક આવી ચઢે. એકવાર મેં કહ્યું, “આપ શા માટે પધાર્યા? હું આવવાનો જ હતો. તેમણે કહ્યું, ‘અહીં એક મારા પરિચિત મિત્રનાં વિધવા છે. તેમને તો મળવું જ હતું. તો પછી તમને શા માટે તકલીફ આપું?” મારા કાશી આવ્યા પછી તો મેં એવું જોયેલું કે જ્યારે પણ રજામાં અમદાવાદ હોઈએ ત્યારે તેઓશ્રી ઘેર ડોકિયું કરી જાય. હું ૧૯૩૮માં ઓપરેશનમાંથી ઊઠી અમદાવાદ આવ્યો અને કાંઈક સ્વસ્થ થયે ધ્રુવજીને બંગલે જવા નીકળ્યો. રસ્તામાં મને જોઈ કહ્યું કે તમે ક્યાં જાઓ છો ? હું જ તમને મળવા આવવાનો હતો.” મેં કહ્યું, “હવે આપણે અહીં જ મળી લીધું. એટલે તકલીફ ન લેશો. તેમણે કહ્યું, “ના, હું તો મારા સંકલ્પ પ્રમાણે બીજી વાર તમારે ઘેર જે આવવાનો: રસ્તા ઉપર મળ્યા એ તો તમે મળવા આવ્યા, Page #66 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ-શ્રમણ ધ્રુવજી ૦ ૫૭ કાંઈ હું થોડો આવ્યો છું ?” ઇત્યાદિ. છેવટે બીજે દિવસે તેઓ ઘેર આવ્યા અને યુનિવર્સિટી વિશે તથા અમદાવાદની સંસ્થાઓ વિશે મુક્ત મને ખૂબ જ વાત કરી. મેં કહ્યું, ‘આપનો સમય અમદાવાદમાં સારી રીતે જતો હશે.' તેમણે કહ્યું, “બધા જ મિત્રો સહૃદય મળ્યા છે. હું મારે કરવું જોઈએ તેટલું કરી શકતો નથી તે જ મને દુ:ખ છે. પણ બૌદ્ધિક વાતાવરણ ઠીકઠીક જામેલું હોવાથી મને સંતોષ છે.’ ધ્રુવજીના મિલનસારપણાનું આવું માધુર્ય અનુભવવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રંથમાંથી ઉદ્ધૃત Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સ્વ. કૌશાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો અધ્યાપક કૌશાંબીજીનું નામ ન જાણતો હોય એવો વિદ્વાન અને વિચારક ભાગ્યે જ હશે. જોકે એમણે પોતાનાં કેટલાંક જીવન-સ્મરણો આપવીતીમાં આલેખ્યાં છે, પણ તે સ્મરણો આખા જીવનને લગતાં નથી. તેમણે અમુક સમય સુધીના જ પોતાના ખાસ ખાસ કેટલાક જીવન – પ્રસંગો આપવીતીમાં આલેખ્યા છે. તેમ છતાં જેણે ટૂંકી આપવીતી વાંચી હશે તેના ઉપર કૌશાંબીજીનાં બુદ્ધિ, પુરુષાર્થ અને ચારિત્ર્યની ઊંડી છાપ પડ્યા વિના રહી જ નહિ હોય. હું પોતે તો કોઈપણ જિજ્ઞાસુ ભાઈ કે બહેનને વાંચવાલાયક પુસ્તકો સૂચવવાં હોય ત્યારે તેમાં ‘આપવીતી'ની પસંદગી પ્રથમ કરું છું. ‘શું કરવું ? રસ્તો કોઈ સૂઝતો નથી, સહાયકો નથી.' એવા એવા માયકાંગલા વિચાર સેવનારાઓની આજે કમી નથી. તેવાઓ માટે મારી દૃષ્ટિએ કૌશાંબીજીની આપવીતી' એ પ્રેરણાદાયી બાઇબલ બને તેવી છે. આમ હોવા છતાં જેણે કૌશાંબીજીનો ઠીક ઠીક પ્રત્યક્ષ પરિચય સાધ્યો હશે અને જે દૃષ્ટિસંપન્ન હશે તે જ કૌશાંબીજીને ખરી રીતે ઓળખી શક્યો હશે એમ મને લાગે છે. તેમની સાથે મારો સાક્ષાત્ પિરચય લાંબા વખત લગી રહ્યો હતો અને છેલ્લે હમણાં કાશીમાં પણ અમે બંને સાવ નિકટ હતા. તેથી હું તેમનાં કેટલાંક સ્મરણો આલેખું તો તે અનુભવમૂલક છે એમ સમજી વાંચનાર વાંચે. સૌથી પહેલાં હું કૌશાંબીજીને પૂનામાં ૧૯૧૭માં તેમને મકાને મળ્યો. તે વખતે તેઓ ફર્ગ્યુસન કૉલેજમાં પાલિના અધ્યાપક હતા. મેં તેમનું બુદ્ધધર્મ આણિ સંઘ' એ પુસ્તક વાંચેલું એટલે તેમના પ્રત્યે મારો અનન્ય આદર તો પ્રથમથી જ ઉત્પન્ન થયેલો; પણ હું પ્રત્યક્ષ મળ્યો ત્યારથી તો તેમના પ્રત્યે મારી જુદી જ સૃષ્ટિ બંધાઈ. હું આ અગાઉ કેટલાક વખત થયાં બૌદ્ધ પાલિ વાડ્મય ગુરુમુખથી શીખવા ઇચ્છતો હતો. જૈન કર્મશાસ્ત્ર અને બીજા એવા વિષયો વિષે વિચારતાં તેમજ લખતાં મને એમ થયેલું કે બૌદ્ધ વાડ્મયના પૂરા અને યથાર્થ અભ્યાસ વિના મારું અભીષ્ટ કામ અધૂરું જ રહેવાનું છે. હું યોગ્ય અધ્યાપકની શોધમાં હતો, અને કૌશાંબીજીનો અચાનક ભેટો થયો. એટલે મારી જિજ્ઞાસા સતેજ બની તેમજ કૌશાંબીજી પ્રત્યે વિશેષ આકર્ષાયો. પણ તે વખતે મારી ઇચ્છા સિદ્ધ ન થઈ અને હું આગ્રા ચાલ્યો ગયો. બે-એક વર્ષ પછી ફરી હું પૂનામાં ગયો, પણ ઘણું કરી તે વખતે કૌશાંબીજી ત્યાં ન હતા. તેમના એક પ્રતિભાશાળી શિષ્ય Page #68 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કૌશાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો • ૫૯ પ્રો. રાજવાડે મળેલા પણ એમની મુલાકાત મારા માટે તો કૌશાંબીજી પ્રત્યેના આકર્ષણમાં પરિણમી. જોકે હું મળે ત્યાંથી મરાઠીમાં પ્રસિદ્ધ થયેલ બૌદ્ધ વામ મેળવી મારી જિજ્ઞાસા અલ્પાંશે સંતોષતો હતો, છતાં તક મળે ત્યારે કૌશાંબીજી પાસે બૌદ્ધ વામય શીખવાની ઉત્કટ વૃત્તિનાં બીજો રોપાયે જતાં હતાં. હું કાશી છોડી ૧૯૨૧માં અમદાવાદ આવી ગયેલો અને ગુજરાત પુરાતત્ત્વમંદિરમાં રહેતો; પણ હજી લગી હું એ સંસ્થામાં સેવક તરીકે જોડાયો ન હતો. પુરાતત્ત્વમંદિરના બધા જ વિશિષ્ટ અધિકારીઓ મને એમાં જોડાવા કહેતા, પણ હજી લગી હું એ સંસ્થામાં તટસ્થ રહીને જ કામ કર્યે જતો. ૧૯૨૨ના છેલ્લા ભાગમાં પૂના બેઠાં મને સમાચાર મળ્યા કે કૌશાંબીજી પુરાતત્ત્વમંદિરમાં નિમાયા છે. આ સમાચાર વીજળિક અસર કરી અને હું પુરાતત્ત્વમંદિરમાં જોડાવાના નિર્ણય ઉપર આવી ગયો ને જોડાયો. હવે હું કૌશાંબીજનો સહવાસી બન્યો. મારું પુરાતત્ત્વમંદિરમાંનું કામ તો જુદું જ હતું, પણ આ સહવાસીની તકે મને એમનો અંતેવાસી પણ બનાવ્યો. કૌશાંબીજી પાસે બૌદ્ધ પાલિ ગ્રંથો શીખવાની શરૂઆત તો પુરાતત્ત્વમંદિર અને મહાવિદ્યાલયના કેટલાક અધ્યાપકોએ કરેલી, પણ હું જાણું છું ત્યાં લગી તેમની પાસેથી સતત શીખવાનો યોગ મારા જ ભાગ્યમાં લખાયો હતો. એક બાજુ હું એમની પાસે બૌદ્ધ ગ્રંથો શીખતો અને બીજી બાજુ અનેક વિષયોની એમની સાથે ચર્ચા કરતો. ફરવા જતી વખતે કૌશાંબીજી પોતે જ મારો હાથ પકડી લે અને મારા પૂછેલા કે અણપૂછેલા સવાલો વિષે અનેકવિધ ચર્ચા કરે. તેઓ જે બૌદ્ધ વિષયો મરાઠીમાં લખાવે કે ગ્રંથ રચે તે મને પ્રથમ સંભળાવે. તેઓ મારી સૂચના ઉપર ધ્યાન આપતા. મારી શંકાનું સમાધાન પણ કરતા. મને આ નિમિત્તે ખૂબ જાણવાનું મળતું. આ ક્રમ ઘણું કરી પાંચેક વર્ષ ચાલ્યો હશે. ત્યારબાદ તેઓ રશિયા ગયા ને થોડા વખત માટે એ ક્રમ તૂટી ગયો. કૌશાંબીજી સાથે મારો સહવાસ માત્ર અધ્યયન-અધ્યાપન પૂરતો જ ન હતો પણ તે લગભગ ચોવીસે કલાકનો રહેતો. તેઓ મને જીવન-વ્યવહારના અનેક પ્રસંગોમાં મિત્રની પેઠે મહત્ત્વની સૂચના આપતા. નાહવા કે ખાવામાં કે એવી બીજી બાબતોમાં કાંઈ પણ કહેવું હોય તો નિઃસંકોચ કહેતા. કૌશાંબીજીના સ્વભાવમાં કડકાઈનું તત્ત્વ બહુ ઉગ્ર હતું. એને લીધે કેટલીકવાર ઘણા નિકટના મિત્રો સાથે પણ તેઓ અથડામણીમાં આવતા. હું પણ એ અથડામણીનો સાવ અપવાદ રહ્યો છું એમ તો ન જ કહી શકાય; પણ એવે પ્રસંગે હું સાવ મૌન રહી જતો; કારણ કે મેં એમની કડક પ્રકૃતિમાં નિખાલસપણાનું અને ક્ષણિકપણાનું તત્ત્વ બરાબર જાણી લીધેલું. કૌશાંબીજી પણ થોડીવારમાં ઠેકાણે આવી જતા. મોળા પડી જતા અને ઘણીવાર “પંડિતજી એવા મધુર આમંત્રણથી સંબોધી માફી પણ માંગતા. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ • અર્થ કૌશાંબીજી મૂળે ગોવાના અને મહારાષ્ટ્રમાં વિશેષ રહેલા. તેમના જીવનવ્યવહારમાં પણ મહારાષ્ટ્રીય ઉપરાંત ભિક્ષુક ધર્મનું તત્ત્વ હતું. તેઓએ બૌદ્ધ ભિક્ષુ તરીકે સીલોન, બર્મા અને ભારતમાં જીવન ગાળેલું. બૌદ્ધપરંપરાના ક્ષણિકવાદની એમના જીવનમાં સજીવ છાપ હતી. વિદેશમાં વિશેષે કરી અમેરિકામાં એમણે જીવન ગાળેલું. એટલે પાશ્ચાત્ય રહેણી-કરણીના પણ એમનામાં સંસ્કારો હતા. ક્ષણિકવાદના અને પશ્ચિમના સંસ્કારોએ તો તેમના આખા જીવનમાં કામ કર્યું છે એમ મને ઠેઠ સુધી લાગતું હતું. કોઈપણ સ્થાન કે કોઈપણ કામને સનાતનની પેઠે ચોંટી રહેવાની તેમની પ્રકૃતિ જ ન હતી. પ્રત્યેક ક્ષણે નવું નવું વાંચે અને વિચારે તેમજ લાંબા વખત લગી સેવેલા સંસ્કારોને એક ક્ષણમાત્રમાં ફેંકી દેવા સુધીનો પુરુષાર્થ પણ કરે. એમને જાણનાર દરેક એ સમજતો કે કૌશાંબીજી પોતાની યોજના ગમે ત્યારે અણધારી રીતે બદલી નાખશે, તેમ છતાં તેમનામાં એક અનન્ય વફાદારી હતી. જે કામ એમણે લીધું હોય. જેનું વચન આપ્યું હોય તે ગમે તે ભોગે પૂરું કરે. અને પોતાના કામને બને તેટલું સર્વાગીણ તેમજ વિચારયુક્ત કરવાની કોશિશ પણ કરે. ગરીબીમાં આગળ વધેલા અને ભિક્ષુકપણામાં વર્ષો ગાળેલાં એટલે તેમનામાં શરૂઆતમાં મેં આતિથ્યવૃત્તિ કાંઈક ઓછી જોયેલી, પણ તેમણે ગુજરાતમાં ઘણાં વર્ષો ગાળ્યાં અને ઘણાં ગુજરાતીઓનાં અસાધારણ આતિથ્યનો પગલે પગલે અનુભવ કર્યો, ત્યારબાદ મેં તેમનામાં એ સંસ્કાર બદલાયેલો જોયો. તેઓ. પોતે ગુજરાતના જેન અને જૈનેતરોના આતિથ્ય વિષે જ્યારે ઉદ્દગાર કાઢતા ત્યારે હું જોઈ શકતો કે તેમના ઉપર ગુજરાતના આતિથ્યની જેવી છાપ છે તેવી બીજા એકેય પ્રાન્તની નથી. કૌશાંબીજીને નોતરવા કે તેમની પાસે બેસવું એટલે ટૂચકા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, રાજકારણ, સામાજિક જીવન વગેરે જ્ઞાનગંગાની અનેક ધારાઓ વચ્ચે સ્નાન કરવું; તેથી અનેક મિત્રો તેમને નોતરતા, અનેક તેમની પાસે ચર્ચા અર્થે જતા અને તેમનાથી સાવ જુદું દૃષ્ટિબિંદુ ધરાવનાર પણ તેમની સાથેના વાર્તાલાપ માટે લલચાતો. કૌશાંબીજી જેટલા ઉગ્રપકૃતિ તેટલા જ સ્પષ્ટભાષી. એમને કાંઈ છુપાવવાનું ન હતું. ગમે તેવી વિરોધી અને સમર્થ વ્યક્તિને પણ પોતાની વાત ચોખ્ખા શબ્દોમાં સંભળાવતા. લોકમાન્ય તિલકે ગીતા-રહસ્યમાં ધમ્મપદના એક પદ્યનો અર્થ અન્યથા કરેલો. કૌશાંબીજીએ તેમને પૂરી રીતે ઠીક ઠીક પકડ્યા અને ભૂલ કબૂલ કરાવી. ત્રિપિટકાચાર્ય તરીકે પ્રસિદ્ધ શ્રી રાહુલજીએ ધમ્મપદનો અનુવાદ કર્યો છે, જેમાં એમની મૌલિક ભૂલ રહી ગઈ છે. કૌશાંબીજીએ એમને એકવાર આડે હાથે લીધા અને રાહુલજી તેમને નમી પડ્યા તથા પોતાની ભૂલ પણ કબૂલ કરી. લખાણ, ઉચ્ચારણ, વાચન, પ્રૂફ આદિ કોઈપણ બાબતમાં પોતે સહેજ પણ ભૂલ ચલાવી ન લે. કોઈ એવી ભૂલ કરે તો તેને જરાય ન સાંખી લેતાં ચોખે ચોખ્ખું કહી દે એટલી એમની ચોકસાઈ. મહૂમ ગાયકવાડ se Only Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કૌશાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો • ૬૧ મહારાજા સયાજીરાવ કૌશાંબીજીના અનન્ય ભક્ત. પણ એવા ચકોર, સમર્થ અને સહાયક રાજવી સુધ્ધાંને કૌશાંબીજી તેમની ભૂલો કે કુટેવો વિશે ખખડાવી નાખતા. શ્રીમંત સયાજીરાવ અને તેમનાં પત્ની ચીમનાબાઈ સાથેનાં અનેક કટુ-મધુર સ્મરણો તેઓ મને ઠેઠ સુધી પ્રસંગે પ્રસંગે સંભળાવતા. તે ઉપરથી હું તેમની નિર્ભયતા, સત્યવાદિતા અને નિઃસ્પૃહતા પારખી જતો. કાકા કાલેલકર તેમના અંગત મિત્ર અને સજાતીય. કાકા પોતે જ કૌશાંબીજીને પુરાતત્ત્વમંદિરમાં લાવેલા અને સેવાગ્રામમાં તેમને જ હાથે કૌશાંબીજીનો અગ્નિસંસ્કાર થયો. કાકા બહારગામથી આવ્યા અને કૌશાંબીજીએ મૌનપણે જોયા કે તરત થોડીવારમાં પ્રાણ છોડ્યો. આટલી નિકટતા છતાં એક પ્રસંગે કૌશાંબીજી કાકા સુધ્ધાંને નારાજ કરતાં ખંચકાયા ન હતા. કૌશાંબીજી મને કહેતા કે “અમેરિકામાં યંગ ઇન્ડિયા વાંચતો ત્યારે મને ઘણીવાર આંસુ આવી જતાં. ગાંધીજીના અહિંસા તેમજ વિશ્વપ્રેમના વિચારો નવા રૂપમાં વાંચી મને થતું કે આ એક અહેતુ છે. એ જ બુદ્ધિએ મને અમેરિકા છોડાવ્યું અને અમદાવાદમાં લાવી મૂક્યો. કૌશાંબીજીની ગાંધીજી પ્રત્યે ઠેઠ સુધી કેવી અનન્ય શ્રદ્ધા હતી તે આપણે ટૂંકમાં આગળ ઉપવાસ પ્રસંગે જોઈશું. આમ છતાં ઘણી બાબતોમાં કૌશાંબીજી ગાંધીજીની ટીકા કરતા. કેટલીકવાર તેઓ એ ટીકા બહુ સખતપણે પણ કરતા. ગાંધીજી ઉપવાસ અને બીજા દેહદમનો ઉપર જે ભાર મૂકે છે તેને કૌશાંબીજી બુદ્ધિની દૃષ્ટિએ નિહાળી અયોગ્ય લેખતા. અને તેથી ઘણી વાર કહેતા કે, ગાંધીજીમાં જે ત્યાગ, જે અહિંસાવૃત્તિ છે તેની સાથે આવા તપનો કોઈ મેળ નથી. કૌશાંબીજી આ ટીકા સૌની સમક્ષ પણ કરતા. જેઓ ગાંધીજીના પ્રત્યેક વ્યવહાર અને વિચારને અક્ષરશઃ માનતા અને અનુસરતા તેઓ કેટલીકવાર ગાંધીજીની ટીકાથી કૌશાંબીજી પ્રત્યે અકળાતા પણ ખરા, છતાં સૌમાં કૌશાંબીજીની નિષ્ઠા અને પ્રામાણિકતા વિષે એકસરખી શ્રદ્ધા જોઈ શકાતી. દરેક એમ સમજતો કે કૌશાંબીજી માને છે તેમ કહે છે અને કોઈની શેહમાં લેશ પણ આવે તેવા નથી. દરેક જણ એમ સમજતો કે કૌશાંબીજીને બુદ્ધિથી સમજાવી શકાય, પણ દબાણ કે લાલચથી નહિ. ગાંધીજી દ્વારા પ્રાર્થના ઉપર જે ભાર અપાતો અને ગીતાનું જે અનન્ય મહત્ત્વ અંકાતું તેની સામે કૌશાંબીજી અનેક દલીલો સાથે મનોરંજક ટીકા કરતા. કોઈ બચાવમાં ઊતર્યા કે એનું આવી બન્યું. તે વખતે કૌશાંબીજીની પ્રજ્ઞા અને દલીલશક્તિનો પ્રવાહ કેવો વહેતો એ તો ત્યાં હાજર હોય તે જ સમજી શકે. કૌશાંબીજી માત્ર અન્ય સંપ્રદાયો કે ધર્મોના જ ટીકાકાર ન હતા. તેઓ બૌદ્ધ હોવા છતાં બૌદ્ધ-પરંપરાની ત્રુટીઓની પૂર્ણપણે ટીકા કરતા. જેણે તેમનું “અહિંસા આણિ સંસ્કૃતિ' પુસ્તક વાંચ્યું છે તે જોઈ શકશે કે કૌશાંબીજી વહેમો અને ધાર્મિક દંભોના કેટલા વિરોધી હતા. આ પુસ્તક તેમણે કાશીમાં લખેલું અને મને આખું મરાઠીમાં જ સંભળાવેલું. કાશીવિદ્યાપીઠના પ્રાણ શ્રી શિવપ્રસાદ ગુપ્તા તેમને બહુ - WWW.jainelibrary.org Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ • અર્થ માનતા. ગુપ્તાજીએ કહેલું કે તમારું પુસ્તક હું હિન્દીમાં છપાવીશ, પણ કૌશાંબીજી મને હિંમેશ કહેતા કે કંપોઝિટર કે અનુવાદક, વિક્રેતા કે બીજા કોઈ જે હિન્દુ હશે અને વેદપુરાણ સંસ્કૃતિને માનતો હશે તે મારું ખૂન ન કરે તો હું પાડ માનીશ. અને બન્યું પણ તેમ જ. લગભગ ૧૨ વર્ષ વીતી ગયાં, એનો ગુપ્તાજીએ કરાવેલ હિન્દી અનુવાદ પણ તૈયાર પડયો છે, છતાં હજી લગી એને છાપનાર કોઈ મળ્યું નથી. જે એમાં વેદપુરાણ તેમજ ગીતાની સ્પષ્ટ સમાલોચના વાંચે છે તે જ છાપવા કે પ્રકાશિત કરવાની હિંમત કરી શક્તો નથી. છેલ્લે છેલ્લે ૧૯૪૬ના જુલાઈમાં તેઓ જ્યારે સરયુતટે દોહરીઘાટ ઉપર અનશન લેવા ગયા ત્યારે મને એ હિન્દી અનુવાદ સોંપી શ્રી નાથુરામ પ્રેમીજીને મોકલવાનું કહી ગયા. એમને વિશ્વાસ હતો કે પ્રેમીજી નિર્ભય અને વફાદાર છે, તેથી તેઓ અવસર આવ્યું છાપતાં કે છપાવતાં પાછા નહિ પડે. - શ્રી શિવપ્રસાદ ગુપ્તાએ કાશી વિદ્યાપીઠમાં કૌશાંબીજી માટે તેમની જ સૂચના પ્રમાણે નાનકડું પણ સગવડિયું મકાન બાંધી આપેલું. તેમાં રહી કૌશાંબીજીએ “અહિંસા આણિ સંસ્કૃતિ' એ પુસ્તક લખેલું. મેં તેમને પહેલેથી કહેલું કે આ પુસ્તક પૂરું થાય કે સ્થાનાંતર કરવું અને જોયું કે બહુ ચાહકો પણ એને પ્રગટ કરે છે કે નહિ ? તેમણે એમ જ કર્યું. શેઠ જુગલકિશોર બિરલા જેવા પૈસાદાર છે તેવા જ દાની અને ઉધર છે. હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે તેમની અનન્ય નિષ્ઠા જાણીતી છે. બિરલાજી જ એક એવા કે જેમણે હિન્દુ પરંપરામાં બૌદ્ધોને સંમિલિત કરી લેવાનો સજીવ પ્રયત્ન કર્યો છે. બિરલાજી જેટલા ગીતાભક્ત તેટલા જ બૌદ્ધગ્રંથોના ભક્ત છે. બૌદ્ધગ્રંથોના હિન્દી અનુવાદો રસપૂર્વક વાંચે અને સારનાથ જેવા વિશ્વવિખ્યાત બૌદ્ધતીર્થમાં એકાંતમાં બેસીને તે ઉપર મનન પણ કરે છે, એટલું જ નહિ પણ તેમણે કલકત્તા, દિલ્હી અને હિંદુ યુનિવર્સિટીમાં બૌદ્ધશાસ્ત્રોના અધ્યયન માટે તેમજ બૌદ્ધ મંદિર અને ધર્મશાળા માટે અનેકવિધ એટલો મોટો ખર્ચ કર્યો છે અને હજી કરે છે કે તે જાણનાર જ બિરલાજીની હિન્દુસ્તાનમાં ફરી બૌદ્ધ-પરંપરા પ્રતિષ્ઠિત કરવાની ધગશ જાણી શકે. આવી વૃત્તિ ધરાવનાર શ્રીયુત જુગલકિશોર બિરલાએ મુંબઈ-પરેલમાં એક બૌદ્ધ વિહાર બંધાવી આપ્યો ને તેમાં કૌશાંબીજીને રહેવા તેમજ કામ કરવાની સગવડ કરી આપી. કૌશાંબીજી ગરીબ અને દલિત જાતિઓની સેવા કરવા ઇચ્છતા, તેથી તેઓ એ વિહારમાં રહ્યા અને તેમણે તેનું બહુજન વિહાર' એવું નામકરણ કર્યું. “બહુજન’ શબ્દની પસંદગી તેમણે પાલિ-ગ્રંથોને આધારે કરેલી, જેનો આધુનિક ભાષામાં સાધારણ જનતા અથવા લોકસમાજ એવો અર્થ થઈ શકે. કૌશાંબીજી એ વિહારમાં રહી પરેલના લત્તામાં વસતા મજૂરો અને હરિજનોમાં સંસ્કાર સિંચવાનું કામ કરતા. કૌશાંબીજીના એ કાર્યમાં અનેક જૈન ગૃહસ્થોનો આર્થિક તેમજ બીજા પ્રકારનો સક્રિય સહયોગ હતો. આવું સેવામય Page #72 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કૌશાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો • ૬૩ વાતાવરણ જામેલું. છતાં તેમાં પેલા “હિંસા કમાન સંસ્કૃતિ એ પુસ્તક વિઘ્ન ઉપસ્થિત કર્યું. કૌશાંબીજીએ જ્યારે જાણ્યું કે ઉક્ત પુસ્તકમાં તેમણે કરેલ ગીતા આદિ વૈદિક ગ્રંથોની નિર્દય સમાલોચનાથી બિરલા સહેજ નારાજ થયા છે ત્યારે તેમણે એ વિહારને જ છોડી દેવાનું પસંદ કર્યું. જોકે બિરલાજીની એવી કોઈ વૃત્તિ ન હતી. અને પાછળથી કૌશાંબીજીને તેમણે કહેલું પણ ખરું કે “તમે બહુજન વિહાર શા માટે છોડ્યો ? તમે ત્યાં રહો એમ હું ઇચ્છું છું.' પણ કૌશાંબીજી મને કહેતા કે, તેઓ ગમે તેટલા ભલા અને ઉદાર હોય છતાં જો મારા લખાણથી તેમની સાંપ્રદાયિક લાગણી દુભાતી હોય તો તેમની કોઈપણ સગવડ લઈ દબાણ તળે રહેવું તે કરતાં બીજે ગમે ત્યાં રહેવું એ જ હિતાવહ છે. ખુદ ગાંધીજીએ પણ તેમને કહેલું કે તમે બહુજન વિહાર' શા માટે છોડો છો ? પણ તેમણે એ વિહાર છોડ્યો તે છોડ્યો જ. તેમને પોતાનાં લખાણ વિષે એટલી જાગ્રત પ્રતીતિ હતી કે, તે ખાતર તેઓ ગમે તે સહેવા તૈયાર રહેતા. એ જ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થવાનું હતું ત્યારે તેમણે મને પ્રસ્તાવના લખવા સૂચવ્યું. મારે માટે આ પ્રસંગ “નદીવાઘન્યાય' જેવો હતો. એક તરફ કૌશાંબીજી સાથે મારો ગાઢ સંબંધ અને બીજી તરફ એમનાં પ્રતિપાદનો વિષે ક્યાંક ક્યાંક મારું જુદું પડતું દષ્ટિબિંદુ. હું ગમે તેટલા મૃદુભાવે લખું તોય કૌશાંબીજીનાં અમુક વિચારોનો વિરોધ થતો જ હતો. તેમ છતાં તેમના આગ્રહથી મેં આબુ ઉપર કાંઈક પ્રાસ્તાવિક લખી કાઢ્યું. જોકે મેં એમાં કૌશાંબીજીની અમુક એકાંગી ઉગ્ર વૃત્તિનો પ્રતિવાદ કર્યો જ હતો, છતાં અમારા બે વચ્ચે ક્યારેય અંતર પડ્યું નહિ. ઊલટું હું મારા પ્રત્યે તેમનો ઉત્તરોત્તર પ્રેમ જ નિહાળી શકતો. એક અથવા બીજા કારણે મારું એ પ્રાસ્તાવિક નથી છપાયું તે નોખી વાત છે, પણ અહીં તો પ્રશ્ન કૌશાંબીજીની મક્કમ વૃત્તિ અને નિખાલસતાનો છે. કૌશાંબીજી “બહુજન વિહાર છોડી સારનાથ આવ્યા અને ત્યાં સીલોની તેમજ બીજા બૌદ્ધ ભિક્ષુકોના આગ્રહથી એક ઝૂંપડી જેવા સ્થાનમાં રહ્યા. બધા જ બિક્ષકો તેમને ગુરુવતુ માનતા ને તેમની પાસે ભણતા. સૌ ઇચ્છતું કે તેઓ આજન્મ ત્યાં જ રહે. ૬૦ કરોડ જેટલા બૌદ્ધોના માન્ય એ પવિત્ર તીર્થમાં રહેવાની તેમની વૃત્તિ પણ હતી, છતાં બીજાને મન નજીવા ગણાતા વિચારભેદને કારણે તેમણે અગવડનું જોખમ વહોરી એ સ્થાન છોડી દીધું. વિચારભેદ મુખ્યપણે એટલો હતો કે કૌશાંબીજીને ત્યાંના બૌદ્ધમંદિરમાં એકત્ર થતો અર્થસંચય પસંદ ન હતો. ભક્તો અને યાત્રીઓ જે આપી જાય કે ચડાવી જાય તે બધું જ પરમાર્થમાં તત્કાળ વાપરી નાખવું ને મંદિર કે મૂર્તિ નિમિત્તે કાંઈ પણ કીમતી રાખી ન મૂકવું એ કૌશાંબીજીનો સિદ્ધાંત હતો. કૌશાંબીજી કહેતા કે, બુદ્ધના અનન્ય ત્યાગ સાથે આવા સંચયનો મેળ શો? જોકે, બીજા બધા Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ૦ અર્ધ્ય બૌદ્ધો નમ્રપણે એમની વાત માન્ય રાખતા પણ કોઈ ચાલુ પરંપરા વિરુદ્ધ જઈ શકતું નહિ; તેથી કૌશાંબીજીએ સારનાથ રહેવું જ છોડી દીધું અને ફરી કાશીવિદ્યાપીઠમાં આવ્યા. ત્યાં તેમને લાવનાર અને તેમને માટે સગવડ કરી આપનાર ડૉ. ભગવાનદાસ. ડૉ. સાહેબ એમને એમની વિદ્વત્તા, વિચારસમૃદ્ધિ અને ત્યાગવૃત્તિને કારણે ગાંધીજીની પેઠે જ માનતા. આચાર્ય નરેન્દ્રદેવજી વગેરે બધા જ વિદ્યાપીઠના કાર્યકર્તાઓ તેમને મેળવવામાં ગૌરવ લેખતા. કૌશાંબીજી પુરાતત્ત્વમંદિરમાં હતા ત્યારે જ તેમની સામે જૈન પરંપરાનો પુણ્યપ્રકોપ પ્રગટેલો. પ્રાચીનકાળમાં જૈન ભિક્ષુઓ પણ બૌદ્ધ ભિક્ષુઓની પેઠે પ્રસંગે માંસાદિ લેતા એવું તેમણે બુદ્ધ વિષેની લેખમાળામાં લખેલું. આ વિધાનને લીધે માત્ર કૌશાંબીજી જ નહિ પણ તેમને આશ્રય આપનાર ગૂજરાત વિદ્યાપીઠ અને તેના સહવાસમાં રહેનાર કે આવનાર બધા જ જૈન મિત્રો કે પંડિતો પણ જૈન પરંપરાના પુણ્યપ્રકોપના પાત્ર બન્યા હતા. આ વસ્તુ સંપૂર્ણપણે ભુલાઈ ન હતી. ત્યાં ફરી નવો ધડાકો થયો. કૌશાંબીજીએ મરાઠીમાં બુદ્ધચરત' લખ્યું તેમાં પણ એ વિધાન તેમણે કર્યું. પહેલાં તેમના લેખો ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલા અને ગુજરાતમાં તો મુખ્યપણે શ્વેતાંબર જૈનો જ એટલે તેમના પુણ્યપ્રકોપે બહુ ઊંડાં મૂળ ઘાલ્યાં ન હતાં; પણ મરાઠી બુદ્ધચરિત પ્રસિદ્ધ થયા પછી તો જુદી જ સ્થિતિ આવી. મહારાષ્ટ્ર અને સી.પી. બિહારમાં મરાઠીનો પ્રચાર વિશેષ; ત્યાં દિગંબર જૈનોની પ્રધાનતા અને તેમાંય વિશેષ કટ્ટરપણું; એટલે દિગંબર સમાજે કૌશાંબીજી વિરુદ્ધ હિટલરી આંદોલન શરૂ કર્યું. એ આંદોલનમાં ગુજરાત પણ જોડાયું. યુ. પી. અને બંગાળમાં પણ એના પડઘા પડ્યા. એક રીતે ભારતવ્યાપી આખો જૈનસમાજ કૌશાંબીજી સામે ઊકળી ઊઠ્યો. કૌશાંબીજીનો પ્રતિવાદ કરવા અનેક સ્થળે મંડળો અને પરિષદો સ્થપાયાં. તેમને કોર્ટે ઘસડવાની ધમકી પણ આપવામાં આવી. તેઓ પોતાનું વિધાન પાછું ખેંચી લે તે માટે તેમને લાલચો પણ આપવામાં આવી. અનેક પરિચિત મિત્રો તેમને અંગત રીતે મળ્યા, પણ કૌશાંબીજી એટલું જ કહેતા કે આમ તમારે ઊકળી જવાની જરૂ૨ નથી. હું કોર્ટે સુખેથી આવીશ અને મારા કથનનો ખુલાસો કરીશ. જ્યારે એમણે કટ્ટર દિગંબર પંડિતોને એમ લખી આપ્યું કે જે કાંઈ મેં લખ્યું છે તે તો પ્રાચીન આગમોને આધારે લખ્યું છે, દિગંબર ગ્રંથોને આધારે નહિ, ત્યારે દિગંબર સમાજનો રોષ તો એક રીતે શમ્યો. એણે વિચારી લીધું કે નથી કૌશાંબીજી ધમકીથી ડરવાના કે નથી લાલચમાં આવવાના કે નથી પૈસાદારોની શેહમાં આવવાના અને તેઓ દિગંબર ગ્રંથોને તો પોતાના આધારમાંથી બાતલ રાખે છે તો એમની સાથે બાખડવું નકામું છે. એટલે દિગંબર સમાજનું આંદોલન શમ્યું; પણ શ્વેતાંબર સમાજમાં એ આંદોલન બેવડા વેગે શરૂ થયું. ગુજરાતમાં તો પહેલાં Page #74 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કૌશાંબીઝનાં પ્રેરણાદાયી સ્મરણો • ૬૫ પણ આંદોલન જાગેલું. હવે એનાં મોજાં રાજપૂતાના, યુપી, પંજાબ અને બંગાળના શ્વેતાંબર સમાજ સુધી ફરી વળ્યાં. આના છાંટા મને પણ સ્પર્શવા લાગ્યા. પહેલાં મહારાષ્ટ્ર અને સી.પી.માંથી અનેક દિગંબર ભાઈઓના મારા ઉપર પત્રો આવતા કે “તમે આનો જવાબ લખો. તમે કૌશાંબીજીના પરિચિત છો અને કદાચ તમે જ જૈનશાસ્ત્ર વિષે તેમને માહિતી આપી હશે.” મુનિશ્રી જિનવિજયજી ઉપર પણ એવી જ મતલબના પત્રો આવતા. કેટલીકવાર કેટલાક લેખકો અમને એવી પણ ધમકી આપતા કે તમે જવાબ નહિ લખો તો તમને પણ દોષપાત્ર ગણવામાં આવશે, ઈત્યાદિ. હવે યુ. પી. રજપૂતાના અને ગુજરાતમાંથી પણ અનેક પરિચિત-અપરિચિત જૈન ગૃહસ્થોના અને ત્યાગીઓના પત્રો મારા ઉપર આવવા લાગ્યા. એમાં કાંઈક દબાણ, કાંઈક અનુરોધ અને કાંઈક ધમકી પણ રહેતાં. એકાદ એવા પત્રને બાદ કરી મેં કોઈને યદ્યપિ ઉત્તર વાળ્યો નથી. ઘણા મિત્રો આ મુદ્દા વિષે મને મોઢે પૂછતા અને ચર્ચા પણ કરતા. કૌશાંબીજી આ વખત દરમ્યાન કાશીવિદ્યાપીઠ અને સારનાથમાં રહેતા. છેવટે તેઓ ૧૭૪૫માં મુંબઈ મળ્યા. તેમણે પોતાની વિરુદ્ધ જૈનોમાં ઊભા થયેલ વ્યાપક આંદોલન વિષે મને વાત કરી અને તેમને કાશીમાં કેવી રીતે લલચાવવામાં અને શરમાવવામાં આવ્યા તથા કેવી રીતે ધમકીઓ આપવામાં આવી એ વિષે બધી વાત કરી. હવે તેઓ મુંબઈમાં જ હતા અને મુંબઈમાં તો સેંકડો જૈનો, તેમના ચાહકો તેમજ વિરોધીઓ પણ હતા. જે તેમના ચાહકો હતા તેઓ પણ તેમના વિધાનથી વિરુદ્ધ હોવાને કારણે તેમની પાસે ખુલાસો મેળવવા ઇંતેજાર હતા. કેટલાંય સાધુ-સાધ્વીઓ તેમને ઉતારે ચર્ચા અર્થે જતાં, કેટલાંય શિક્ષિત અને ધનિક જૈન મિત્રો પોતાને ત્યાં નિમંત્રી તેમની પ્રસ્તુત ચર્ચા કરતા. કૌશાંબીજી આ બધી વાત મને મળતા ત્યારે કહેતા અને એમ કહેતા કે મને જો કોઈ ઐતિહાસિક આધાર અને દલીલથી મારી ભૂલ સમજાવે તો હું આજ ને આજ મારે વિધાન બદલી નાખું. પણ હું કશું વિશેષ બોલ્યા વિના બધું સાંભળી લેતો. હું જાણતો હતો કે જૈનપરંપરા બચાવમાં જે વાત કરે છે તે પોતાના અહિંસકસિદ્ધાંતની ભૂમિકા પ્રમાણે અમુક દૃષ્ટિએ વાત કરે છે, જ્યારે કૌશાંબીજી અમુક ઐતિહાસિક ભૂમિકાના આધારે વાત કરે છે. બંનેની પરસ્પર અથડાતી દષ્ટિઓનું અંતર સાંધવા કે સમજવાનો મને એ રસ્તો સૂઝી આવ્યો અને મેં તે કૌશાંબીજીને સૂચવ્યો. કૌશાંબીજી એમાં સહમત થયા અને પોતાના સુધારા સાથે તેમણે એક નિવેદન પ્રગટ કર્યું. તેનો આશય એ હતો કે તેમનું વિધાન નિષ્પક્ષ પંચ તપાસે. એ પંચમાં હાઈકોર્ટના સંસ્કૃતજ્ઞ ન્યાયાધીશ હોય અને તે ગુજરાતી જ હોય. પંચ જે ફેંસલો આપે તે બંને પક્ષને માન્ય રહે. કૌશાંબીજીના આ નિવેદન પછી આગળ આંદોલન ચાલ્યું હોય તો તે હું નથી જાણતો. જ્યારે ચોમેર કૌશાંબીજીની વિરુદ્ધ આંદોલનનો દાવાગ્નિ સળગી રહ્યો હતો ત્યારે કૌશાંબીજી તેમના Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ૦ અર્ધ્ય સ્વભાવ પ્રમાણે વિનોદમાં ક્યારેક કહેતા કે અહિંસક જૈનો મારી હિંસા તો નહિ કરે ને ? આ સાથે જ કૌશાંબીજી કહેતા કે ગમે તેમ હોય છતાં હું જૈનોનો મારા પ્રત્યે પ્રેમ તો એવો જ જોઉં છું. મને આમંત્રણ – નિમંત્રણ આપનારાઓમાં મોટો ભાગ જૈનોનો જ છે. મને મદદ કરનાર પણ મોટેભાગે જૈનો જ છે, અને મારી સામે વિરોધ કરનાર પણ જૈનો મને ખૂબ મળે છે, ચાહે છે અને સત્કારે છે. ત્યારે હું તેમને એટલું જ કહેતો કે જૈનોનું આંદોલન પણ અહિંસક જ હોય છે. કૌશાંબીજીએ શ્રી જુગલકિશોર બિરલાના આશ્રયનો ત્યાગ કર્યા પછી ફરી તેમની કોઈપણ જાતની મદદ સ્વીકારી નહિ. જ્યારે જૈન સમાજનો ઠેઠ સુધી ઉગ્ર વિરોધ હોવાં છતાં તેમણે જૈન મિત્રોની અનેકવિધ મદદ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારી છે તેનો હું સાક્ષી છું. એનું એકમાત્ર રહસ્ય એ જ છે કે કૌશાંબીજી બુદ્ધના ઉપદેશને અનુસરવા મથતા અને એમ માનતા કે બુદ્ધ એ અસાધારણ વિભૂતિ છે છતાં તેમને વારસો તો જૈન તીર્થંકર પાર્શ્વનાથના ધર્મનો જ મળ્યો છે. કૌશાંબીજી ઘણીવાર કહેતા કે હું શ્રમણ-સંસ્કૃતિમાં માનું છું. એને જીવનમાં ઉતારવા મથું છું. એ શ્રમણ-સંસ્કૃતિનો ઐતિહાસિક મૂળ આધાર ભગવાન પાર્શ્વનાથ છે.’ પાર્શ્વનાથ પ્રત્યે એમની જે અનન્ય નિષ્ઠા મેં જોઈ છે તે પરંપરાગત જૈનો કરતાં જુદી જ હતી. જૈન પરંપરાના ઉગ્ર તપ આદિ કેટલાક મુદ્દાઓ વિષે તેમનું વલણ નોખું હતું એ ખરું, પણ જૈન પરંપરાના મૂળભૂત આચારો વિષે તેમની જીવંત શ્રદ્ધા હતી. એ શ્રદ્ધા તેઓ જૈનોની પરિભાષામાં અને જૈન રૂઢિઓ દ્વારા પ્રગટ કરી ન શકતા એટલે રૂઢ અને સ્થૂળ સંસ્કારવાળા જૈનો તેમને જૈનવિરોધી લેખી કાઢતા. કૌશાંબીજીને સાચી સમજવાની દૃષ્ટિ, એમનો વિકાસ કઈ ભૂમિકા ઉપર થયો છે એ જાણવામાં જ રહેલી છે, છતાં મને નોંધ લેતાં એકંદરે આનંદ થાય છે કે બીજી કોઈપણ પરંપચ કરતાં જૈન પરંપરાએ તેમને વધારે અપનાવ્યા અને સત્કાર્યા છે. આ બાબત કૌશાંબીજીના ધ્યાન બહાર ન હતી. તેથી જ તેઓ હંમેશાં જૈન મિત્રોની ઉદારવૃત્તિ વિષે અને પોતાને નભાવી લેવા વિષે પ્રશંસાના ઉદ્ગારો કાઢતા. છેલ્લે છેલ્લે કૌશાંબીજીએ બે પુસ્તકો મરાઠી ભાષામાં લખી મને સોંપ્યાં ને કહ્યું કે આની ઘટે તે વ્યવસ્થા કરો. એક પુસ્તક પાર્શ્વનાથનો ચતુર્થાંન ધર્મ' ઉ૫૨ છે. જેમાં એમની પાર્શ્વનાથ પ્રત્યે ભારોભાર શ્રદ્ધા ઊભરાય છે; અને બીજું પુસ્તક “બોધિસત્ત્વ’ વિષે છે. એ નાટક રૂપે લખેલું છે અને બૌદ્ધ વાડ્મયના આખી જિંદગી સુધી કરેલા પરિશીલનનું ગંભીર દોહન છે. એમની સંમતિથી મેં એ લખાણો મુંબઈ શ્રી નાથુરામ પ્રેમીજીને ઘટતી સૂચના સાથે ગયા વર્ષમાં કાશીથી મોકલાવી આપ્યાં છે. છેલ્લાં બે-ત્રણ વર્ષ થયાં કૌશાંબીજી જ્યારે મળતા ત્યારે એક માત્ર જીવનાન્તની જ ચર્ચા કરતા. તેઓ કહેતા કે મેં મારું કામ પૂરું કર્યું છે. લખવાનું બને તેટલું લખ્યું છે. મળ્યા તે પાત્ર છાત્રોને શીખવવામાં પણ કચાશ રાખી નથી. છોકરા-છોકરીઓને Page #76 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કૌશાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો • ૬૭ પૂરતું શિક્ષણ આપ્યું છે અને સ્વાવલંબી બનાવ્યાં છે. તો પછી હવે વધારે જીવી મોંઘવારીમાં ઉમેરો શા માટે કરવો? અને વધારે ઘડપણ ભોગવી, બિસ્તરે પડી અનેક લોકોની સેવાશક્તિનો નકામો ઉપયોગ શા માટે કરવો? તેથી હવે જીવનનો અંત કરવો એ જ મારી ચિંતાનો વિષય છે ઈત્યાદિ. તેમના આ વિચારો સાંભળી અમે બધા પરિચિતો અકળાતા અને કહેતા કે “તમારા જીવનનો, તમારી વિચારણાઓનો રાષ્ટ્રને બહુ ખપ છે. અને ભલે તમને સિત્તેર જેટલાં વર્ષ થયાં હોય છતાં તમે અમારા કરતાં બહુ સશક્ત છો. કેટલાક મિત્રોએ, ખાસ કરી ને મિત્રોએ તેમને જ્યાં રહે ત્યાં ખર્ચ આપવાનું શ્રદ્ધાપૂર્વક આશ્વાસન આપેલું. કૌશાંબીજીના એકના એક પુત્ર પ્રો. દામોદર કૌશાંબીજી પણ પિતૃભક્ત છે. તેઓ પણ પોતાના પિતા માટે બનતું બધું કરી છૂટવા તૈયાર જ હતા. એમની જ્યેષ્ઠ પુત્રી માણેકબહેન અને જમાઈ ડૉ. પ્રસાદ પણ કૌશાંબીજી માટે બધું જ કરી છૂટે તેવાં હતાં. કૌશાંબીજીનાં વૃદ્ધ પત્ની પણ સેવામૂર્તિ છે. એમના અંગત કુટુંબ ઉપરાંત દરેક પ્રાંતમાં એમને જાણનાર અનેક વિદ્વાનો અને ધનિકો એમના જીવનની સક્રિય કાળજી સેવતા તેનો પણ હું સાક્ષી છું અને છતાંય કૌશાંબીજની જીવનાન કરવાની વૃત્તિ કેમે કરી શમી નહિ. તેમનામાં આવી વૃત્તિ કેમ જન્મી તે તો પૂર્ણપણે કહી ન શકું છતાં તેઓ પોતાની વૃત્તિના સમર્થનમાં જે કેટલાક આધુનિક અને પુરાતન દાખલા ટાંકતા તે ઉપરથી હું એટલી જ કલ્પના કરી શકતો કે કૌશાંબીજી ઘડપણનો ભાર કોઈપણ ઉપર નાખવા માગતા નથી અને પગ ઘસીને પરાણે જીવન પૂરું કરવા ઈચ્છતા નથી. તેઓ જેવી રીતે હસતે મોઢે જન્મ્યા, હસતે મોઢે આખી જિંદગી ગાળી, તેવી જ રીતે પ્રસન્ન ચિત્તે કોઈના ઉપર ભાર નાખ્યા સિવાય મૃત્યુને ભેટવા માગે છે. તેઓ મને કહેતા કે “જુઓને શિવપ્રસાદ ગુપ્તા કેવી રીતે બેભાન દશામાં બિસ્તરે વર્ષો થયાં પડ્યા છે અને તેમની શારીરિક હાજતો માટે પણ અનેક નોકરોને કેવું રોકાવું પડે છે!” તેઓ એમ પણ કહેતા કે, “પંડિતજી માલવિયજી જેવા પણ અતિ લાંબા જીવનથી કેટલું દુઃખ અનુભવે છે? બૌદ્ધગ્રંથો અને બીજાં શાસ્ત્રોમાંથી તેઓ અનેક ઉદાહરણો ચંકી મને કહેતા કે, “જુઓ! પાકું પાન ખરી પડે તે રીતે પ્રાચીન સંતો અને તપસ્વીઓ વૃદ્ધાવસ્થામાં ખરી પડતા. જીવનનો અંત બહાદુરીથી કરતા, મૃત્યુથી ન ડરતા અને કર્તવ્ય કર્યાનો સંતોષ મેળવ્યા પછી તેઓ જીવવા માટે તડફડિયાં ન મારતા. તેથી હું પણ વીરતા, સ્મૃતિ અને જાગૃતિપૂર્વક મૃત્યુને ભેટવા ઈચ્છું છું.’ હું બધું સાંભળી ચૂપ રહેતો; અને બચાવની દલીલોમાં ન ઊતરતો. ક્યારેક ક્યારેક મારાં ધર્મભગિની મોતીબહેન જીવરાજ જેમના ઉપર કૌશાંબીજીની બહુ શ્રદ્ધા હતી તે પોતાની દલીલો કૌશાંબીજી સામે આદરપૂર્વક પણ ભારપૂર્વક વહેતી મૂકતાં છતાં હું જોઈ શક્તો કે કૌશાંબીજીના વલણમાં કાંઈ ફેર ન પડતો. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ • અર્થ જીવનનો અંત કરવાની ઉગ્ર વૃત્તિએ તેમને જનોના ચિમ્મચલિત સંથારવ્રત પ્રત્યે વાળ્યા. કૌશાંબીજી કાયરતાપૂર્વક મૃત્યુને ભેટવા ઇચ્છતા નહિ તેથી તેમને તત્કાળ મરણને શરણ થવાનો સહેલો રસ્તો પસંદ ન હતો. તેમની નસેનસમાં પૈતૃક વીરતાના સંસ્કારો હતાં. એ જ વીરતાને લીધે તેઓ ૧૯૩૦ની સત્યાગ્રહની લડાઈના અનુસંધાનમાં જેલવાસ પણ કરી આવેલા, એ જ વીરતાને લીધે તેમણે સારનાથની અસહ્ય લૂના દિવસોમાં એક કપડાની ઓથે બેસી ધ્યાનનો અભ્યાસ કરેલો. એ જ વીરતાને લીધે તેઓ બ્રહ્મદેશનાં જંગલોમાં ભયાનક ઝેરી જંતુઓ વચ્ચે એકલા રહી સમાધિમાર્ગનો અભ્યાસ કરવા ગયેલા. એમના પ્રત્યેક જીવનકાર્યમાં વીરતા ભારોભાર દેખાતી. ગમે તેવા મોભાદાર વિદ્વાન કે શ્રીમંતો હોય અને તેઓ કાંઈ બોલવામાં ભૂલે તો કૌશાંબીજી નાની કે મોટી કોઈપણ પરિષદમાં તેની ખબર લીધા વિના રહી જ ન શકતા. મેં એવા અનેક પ્રસંગો જોયા છે. એમની વીરતાએ એમને સુઝાડ્યું કે તું મૃત્યુને ભેટ પણ મારણાત્તિક સંલેખના જેવી તપશ્ચર્યાના માર્ગે જ મૃત્યુને ભેટ, કૌશાંબીજીએ આવી સંલેખનાનો વિચાર તો મને બે એક વર્ષ પહેલાં જ કહેલો, પણ તેઓ તે માટે યોગ્ય સ્થાન શોધતા અને મને પણ તેવા સ્થાન માટે પૂછતા. એવા સ્થાનની પસંદગીમાં તેમની મુખ્ય શરત એ હતી કે જ્યાં તેઓ સંલેખના શરૂ કરે ત્યાં દર્શનાર્થીઓની ધમાલ ન રહે, કોઈ જાણે નહિ, અને એમની એવી પણ ઇચ્છા હતી કે મરણ પછી કોઈપણ જાતનો આડંબર કરી ધનશક્તિ કે જનશક્તિ ન વેડફવી. મને તો ત્યાં લગી કહેલું કે મતશરીર બાળવા માટે કરવો જોઈતો લાકડાનો ખર્ચ ન કરતાં તમે બધા એને જમીનમાં જ દાટજો અગર જળપ્રવાહમાં વહેવડાવી દેજો. આ વિચારો પાછળ એમને હૈયે ગરીબો પ્રત્યેની લાગણી વસેલી હતી. તેઓ ઇચ્છતા કે તેટલો ખર્ચ ગરીબોને મદદ કરવામાં થાય. એમ લાગે છે કે બુદ્ધ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિએ તેમને બુદ્ધના જીવનમાંથી જાતે દુઃખ વેઠી બીજાનું ભલું કરવાની કરુણાવૃત્તિનો સંસ્કાર અર્યો હોય. ગમે તેમ હો છતાં તેમણે જીવનવિલોપનનો નિશ્ચય તો કરી જ લીધો હતો અને તે પણ મારણાત્તિક સંલેખના દ્વારા. વ્યક્તિગત દૃષ્ટિએ જીવનશુદ્ધિ માટે પ્રયત્ન કરી સંતોષ મેળવ્યો હોય અને સામૂહિક દૃષ્ટિએ સંઘ પ્રત્યેનાં કર્તવ્યો બજાવી કૃતાર્થતા સિદ્ધ કરી હોય એવો સાધુ અમુક પરિસ્થિતિમાં સમાધિ – મરણની દૃષ્ટિએ આજીવન અનશન કરે એવું જે અતિ જૂનું જૈન વિધાન છે અને જે આજે પણ જેન-પરંપરામાં કયારેક ક્યારેક જીવતું જોવામાં આવે છે તે વિધાન કૌશાંબીજીને બહુ ગમી ગયું અને પોતાના નિશ્ચય માટે ઉપયોગી લાગ્યું, તેથી તેઓ જ્યારે જીવનાન્સ નિર્ણય વિષે વાત કરતા ત્યારે જૈન-પરંપરાના મારાન્તિક “સંથારાનું હૃદયથી સમર્થન કરતા. મેં અનેક વર્ષો લગી તેમને મોઢેથી Page #78 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કૌશાંબીજનાં પ્રેરણાદાયી સ્મરણો • ૬૯ જૈન ઉગ્ર તપસ્યાનો સખત વિરોધ સાંભળેલો અને હવે જ્યારે તેઓ મારાન્તિક સંથારા જેવી જેન ઉગ્ર તપસ્યાનું સમર્થન કરતા ત્યારે પ્રથમ કરતાં તેમના વલણમાં પડેલો ફેરફાર હું સ્પષ્ટ જોઈ શકતો, છતાં હું એ વિષે કાંઈ બોલતો નહિ અને તેઓ કહે તે મૂંગે મોઢે સાંભળ્યા કરતો. મને કૌશાંબીજીએ છેલ્લાં વર્ષોમાં અનેકવાર કહ્યું, કે “મહાવીર સ્વામીની તપસ્યા પણ ઘણીવાર ઉપયોગી છે. તેઓ અનશન કરવા તો ઈચ્છતા પણ સાથે જ કેટલાક સુધારા તેમાં દાખલ કરવા વિશે પણ કહેતા. સ્થાનકવાસી સાધ્વી રંભાકુમારીએ અનશનપૂર્વક દેહોત્સર્ગ કર્યાનો દાખલો તેમની સામે હતો. એવું અનશન કૌશાંબીજીને પસંદ હતું; પણ એવા અનશન-પ્રસંગે જે ધમાલ થાય છે, જે દર્શનાર્થીઓની ભીડ જામે છે, જે દૂર-દૂરના યાત્રીઓથી લદાયેલી ટ્રેનો આવ-જા કરે છે અને જે આગળપાછળ બેસુમાર પૈસા અવિવેકથી વેડફવામાં આવે છે તે કૌશાંબીજીને જરાય પસંદ ન હતું, તેથી તેઓ અનશન દ્વારા સમાધિ-મરણ સાધવાના નિશ્ચય ઉપર આવ્યા હતા પણ તેઓ એવા સ્થાન અને એવી પરિસ્થિતિની શોધમાં હતા કે જ્યાં અનશન લેવાથી સમાધિમરણ સધાય અને સાથે જ આડંબર કે વ્યર્થ વ્યયથી મુક્ત રહી શકાય. આવા સ્થાનની શોધ ચાલતી જ હતી ત્યાં અનુકૂળ સંયોગ લાધ્યો. ગયા જુલાઈ માસના અંતમાં જ્યારે મેં કૌશાંબીજીને દોહરીઘાટ વિષે વાત કરી અને કહ્યું કે હું ત્યાં જવાનો છું ત્યારે તેમણે પણ જો હું જાઉં તો એકવાર આવવાની ઇચ્છા દર્શાવી. દોહરીઘાટ એ કાશીથી ૫૦-૬૦ માઈલ દૂર આવેલ એક સરયૂનદીનો પ્રસિદ્ધ ઘાટ છે અને ત્યાં જવાનું મારું આકર્ષણ મુખ્યપણે સ્વામી સત્યાનંદજીને લીધે હતું. સ્વામીજી મૂળે એ પ્રદેશના બ્રાહ્મણ અને આર્યસમાજી, પણ પાછળથી લાલા લજપતરાય દ્વારા સ્થાપિત લોકસેવકસમાજના આજીવન સભ્ય થયેલા. તેઓ ગ્રેજ્યુએટ છે અને સ્વભાવથી જ સેવાની જીવિત મૂર્તિ છે. તેમણે તે ઘાટ ઉપર સ્થાપેલ “હરિજનગુરુકુળ એક પ્રાણવાન સંસ્થા છે, જેમાં યુપી. જેવા કટ્ટર જાતિભેદવાળા પ્રદેશના કેટલાંક બ્રાહ્મણો કોઈપણ જાતના ભેદભાવ સિવાય હરિજનો સાથે રહે છે. સ્વામીજીની અનેકવિધ પ્રવૃત્તિમાં એક મુખ્ય પ્રવૃતિ ગામડાઓમાં ચરખા ચલાવવાની અને સ્વાવલંબી ખાદીઉત્પાદનની છે. હું સ્વામીજીને પહેલેથી જ જાણતો. હમણાં તેઓ જેલમાંથી છૂટી ૧૯૪રમાં પોલીસોએ બાળી તેમજ નષ્ટભષ્ટ કરી નાખેલ ગુરુકુળના પુનરોદ્ધાર-કાર્યમાં પરોવાયા હતા. મને એ વિષે રસ હોઈ ત્યાં એકવાર જવું પસંદ હતું. સ્વામીજી પણ કાશી મારે ઉતારે આવેલ હતા. એમ તો કૌશાંબીજી પણ સ્વામીજી વિષે થોડુંક જાણતા; પણ જ્યારે મેં બંને વચ્ચે વિશેષ પરિચય કરાવ્યો ત્યારે કૌશાંબીજી તેમની સાથે જવા લલચાયા. હું કેટલાંક બીજા કારણસર તે વખતે સાથે જવા અશક્ત હતો, તોપણ સ્વામીજીના આશ્વાસનથી કૌશાંબીજી તો તેમની સાથે દોહરીઘાટ ગયા જ. ત્યાં જઈ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૦ • અર્ધ્ય જોયા પછી ઠીક લાગે તો તેઓ અનશન લેશે એમ તો તેમની વાતચીત ઉપરથી હું જાણતો જ હતો. એવે પ્રસંગે પરિચર્યા અને સેવાનો પૂરતો પ્રબંધ કરવાની ચિંતા મને હતી જ. સ્વામીજીને તેમના સહકાર્યકર્તા અને ત્યાં રહેતા હરિજન વિદ્યાર્થીઓ ઉ૫૨ ભરોસો તો હતો જ, પણ કોઈ જાણીતો અંગત સેવાભાવી માણસ સાથે જાય અને રહે એ અમને બધાને ઇષ્ટ હતું. દૈવયોગે એ પણ સુયોગ સાંપડ્યો. ૧૯૪૬ના એપ્રિલની ૨૦મી તારીખે કલકત્તાથી પાછા ફરતાં કાશી ઊતરેલો ને ત્યાં જ રોકાયેલો. દરમિયાન ચૈતન્યજી જે ક્યારેક ચુનીલાલજી નામે સ્થાનકવાસી મુનિ હતા અને જે લગભગ ૧૩-૧૪ વર્ષ થયાં મુનિવેષ છોડી સંતબાલની પેઠે રાતદિવસ સમાજસેવાનું કઠણ તપ આચરે છે તે હાપુરથી મારા બોલાવ્યા કાશી આવ્યા હતા. તેમની સેવાવૃત્તિ અને સરળતાથી હું તદ્દન પિરિચિત હતો. તેઓ પ્રાકૃતિક ચિકિત્સાના અભ્યાસી અને તે વિષે ઊંડો રસ ધરાવનાર છે. ઉપવાસ, અનશન આદિ પ્રસંગે કેમ વર્તવું એ બધું તેઓ સહેજે જાણે છે. અને વધારામાં કૌશાંબીજીના પરિચિત પણ ખરા. મેં તેમને જ કૌશાંબીજી સાથે જવાનું કહ્યું અને તેઓ ગયા પણ ખરા. દોહરીઘાટ જતાંવેંત કૌશાંબીજીએ પ્રથમ તો એકાશન શરૂ કર્યાં. પછી ધીરે ધીરે માત્ર દૂધ ઉપર આવ્યા. ક્રમે ક્રમે દૂધનું પ્રમાણ પણ ઘટાડતા ગયા અને છેવટે એનો પણ ત્યાગ કર્યો. માત્ર પાણી લેતા; અને પાછળથી ચૈતન્યજીએ તેમને પાણીમાં લીંબુનો રસ પણ આપવા માંડેલો. એકાશનની શરૂઆતથી અનશનના પ્રારંભ અને તેના ત્યાગ સુધીના રોજેરોજના પૂરા સમાચાર ચૈતન્યજી અમને પોસ્ટથી પાઠવતા અને કાંઈક સૂચના પણ માગતા. સાથે સાથે તેઓ કૌશાંબીજીના શારીરિક અને માનસિક બધા ફેરફારોની નોંધ રાખતા જેની ડાયરી હજી તેમની પાસે છે. ચૈતન્યજીએ પરિચર્યાનો એવો સુંદર અને સર્વાંગીણ પ્રબંધ કર્યો હતો કે કૌશાંબીજીની ઉગ્ર પ્રકૃત્તિ પણ તેથી પૂર્ણપણે સંતોષાઈ હતી. ચૈતન્યજી ડૉ. સુશીલા નાયર અને ગાંધીજી પાસેથી કેટલીક સૂચનાઓ મંગાવતા. કૌશાંબીજી ગમે તેટલું ગોપવવા ઇચ્છે છતાં એમના જેવો વિશ્વવિખ્યાત માણસ અનશન ઉપર ઊતરે અને એ વાત સાવ અછતી રહે એ અસંભવ હતું. સ્વામીજીને પોતાના કામે અલ્લાહાબાદ, દેહલી, લખનૌ વગેરે સ્થળે જવાનું બન્યા કરતું. પુરુષોત્તમદાસ ટંડને સ્વામીજીને કહ્યું કે ગમે તે ભોગે કૌશાંબીજીનો પ્રાણ બચાવો. એવો માણસ ફરી નહિ મળે. ગાંધીજી દિલ્હીમાં હતા. તેમણે ચૈતન્યજીને તાર કર્યો કે, કૌશાંબીજી ઉપવાસ છોડી દે. કૌશાંબીજીએ જ્વાબ અપાવ્યો કે, બાપુજી અહીં આવી મારા મનનું સમાધાન કરે તો જ હું ઉપવાસ છોડવાનો વિચાર કરું.' એક બાજુ કૌશાંબીજીનો અટલ નિર્ણય હતો અને બીજી બાજુ ચોમેરથી ઉપવાસ છોડાવવાના પ્રબળ પ્રયત્નો પણ થતા. સૌથી વધારે ધ્યાન ગાંધીજીના કથન ઉપર અપાતું. કૌશાંબીજી સાવ ક્ષીણ થઈ ગયેલા. પડખું પણ Page #80 -------------------------------------------------------------------------- ________________ * સ્વ. કૌશાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો • ૭૧ ફેરવી ન શકતા. બોલી પણ ન શકતા. બધી શારીરિક હાજતો સૂતાં સૂતાં જ ચૈતન્યજીના યોગકૌશલ્યથી પતાવવામાં આવતી. કૌશાંબીજીની સ્મૃતિ, જાગૃતિ અને પ્રસન્નતામાં કાંઈ ફેર પડ્યો ન હતો. છેવટે લાંબા ઉપવાસો પછી કૌશાંબીજી ગાંધીજીના દબાણને વશ થયા ને પારણું કર્યું. પારણા પછી ઉત્તરોત્તર માંદગી વધી. ચૈતન્યજી પણ મૂંઝાયા. છેવટે એમને કાશી લાવવામાં આવ્યા. મને કૌશાંબીજી કહે, “પંડિતજી ! હું ઘરનો કે ઘાટનો રહ્યો નથી. ઉપવાસ તો છોડ્યા પણ માંદગી વધી અને બીજા પાસેથી સેવા ન લેવાની જે વૃત્તિએ મને અનશન તરફ ધકેલ્યો હતો તે જ વૃત્તિને દબાવી આજે અનેક પાસેથી વિવિધ સેવા લેવી પડે છે. અમે એમને લેશ પણ ઓછું ન આવે તે જ રીતે બધો વ્યવહાર કરતા. એમના સદાના યજમાન પ્રો. પવાર અને બીજા અનેક ડોક્ટર-વૈદ્ય આદિ મિત્રો એમને માટે શ્રદ્ધાપૂર્વક ખડે પગે રહેતા. એમના પુત્ર અને પુત્રી તરફથી અમારા ઉપર ઉપરાઉપર અનેક પત્રો આવતા કે અમારા પિતાની કીમતી જિંદગી ગમે તે રીતે બચાવો અને જોઈતો બધો ખર્ચ છૂટથી કરો. એમના પુત્ર ચેક મોકલ્યું જ જતા. અમે પાસેના મિત્રો પણ કશી ગણતરી કર્યા વિના જ તેમને આરામ આપવા બધું કરતા. છેવટે ત્રણેક માસ પછી તેઓ કાંઈક બેસતા-ઊઠતા થયા, ખોટાં પડેલ અંગો કાંઈક ક્રિયાશીલ થયાં. મેં તેમને કહ્યું કે, એકવાર મુંબઈ જાઓ ને કુટુંબને મળો. એમનું મન પણ એવું હતું કે ગાંધીજીને મળવું અને શક્ય હોય તો સેવાગ્રામમાં જ જઈ વસવું. તેઓ મુંબઈ ગયા, ને પાછા વર્ધા આવ્યા. વધ ક્યારે આવ્યા તે હું નથી જાણતો પણ તેમની માંદગીના ઊડતા સમાચાર મળેલા. જૂનની ૧૦મી તારીખે કાકા કાલેલકર અણધારી રીતે મને કલકત્તામાં સિંધીપાર્કમાં મળ્યા ત્યારે તેમણે કૌશાંબીજીના અનશન વિષે વાત કરતાં કહ્યું કે તેઓ ૨૭ દિવસ લગી માત્ર જળ ઉપર રહ્યા અને છેલ્લા ત્રણ દિવસોમાં તો જળનો પણ ત્યાગ કરેલો. કૌશાંબીજી કાકાને મળવા ઇંતેજાર હતા, ને જેવા કાકા બહારગામથી આવ્યા ને મૌનપણે એકબીજાને આંખ મેળવી કે થોડી જ વારમાં તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. કાકાએ કહ્યું કે, છેલ્લી ક્ષણ લગી કૌશાંબીજીની સ્મૃતિ, જાગૃતિ અને પ્રસન્નતા અખંડ જ હતાં. મને આ સાંભળી આનંદ થયો અને એમ થયું કે દોહરીઘાટવાળું અનશન એ છેલ્લા અને પૂર્ણ અનશનની તૈયારીરૂપ જ નીવડ્યું. એ અભ્યાસે તેમને છેલ્લા માસિક અનશન દ્વારા સમાધિ – મૃત્યુ સાધવામાં ભારે મદદ આપી. કૌશાંબીજી આ લોક છોડી ગયા એમ હરકોઈને લાગે, પણ જ્યારે એમની જીવતી વિવિધ કૃતિઓ અને અખંડ પુરુષાર્થના સમાજપ્રાણમાં સક્રાંત થયેલા સંસ્કારોનો વિચાર કરું છું ત્યારે મને તેઓ અનેક રીતે જીવતા જ દેખાય છે. પુનર્જન્મનો વ્યવહારુ અને સૌની બુદ્ધિમાં સહેલાઈથી ઊતરે એવો આ એક જ ખુલાસો છે. એમનું આટઆટલું Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ • અર્થ લખાણ, એમના આટઆટલા સંસ્કારગ્રાહી શિષ્યો, એમની આટઆટલી સેવા અને ત્યાગવૃત્તિ, એમનો સંસ્કારી વિશાળ પુત્ર-પુત્રી-પરિવાર – આ બધું હોવા છતાં જો સ્થૂળ દેહનો અભાવ જ પૂર્ણ મૃત્યુ ગણાતું હોય તો એવું મૃત્યુ અનિવાર્ય હોઈ તે લેશ પણ ચિંતાનો વિષય હોવો ન જોઈએ. હું અને બીજા મિત્રો મુંબઈ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કૌશાંબીજીને આમંત્રણ આપતા ત્યારે તેઓ તેમાં વ્યાખ્યાન આપવા આવતા. જ્યારે જ્યારે મેં એમની પાસેથી કાંઈપણ વિદ્યાત્ય સાધવા ઈચ્છેલું ત્યારે તેઓએ પ્રસન્નતાપૂર્વક મને મદદ આપેલી છે. તેમની સાથેનાં મારાં નાનાંમોટાં અનેકવિધ સ્મરણો અને તેમણે કહેલા પોતના જીવનપ્રસંગો જેમ તત્કાળ સ્મૃતિપથમાં નથી આવતાં તેમ તે આ મર્યાદિત લેખમાં સમાવેશ પણ પામી નથી શકતાં. કૌશાંબીજીના બધા જ પરિચિત મિત્રોએ પોતપોતાનાં સ્મરણો અને તેમની સાથેના પ્રસંગો લખી તે ઉપરથી પુનરુક્તિ વિનાની એક કૌશાંબીજી મૃતિપોથી તૈયાર કરી હોય તો જ તેમનું સમગ્ર ચિત્ર કાંઈક અંશે આલેખી શકાય. - પ્રબુદ્ધ જૈન, ૧૫ જુલાઈ ૧૯૪૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કૌશાંબીજી - બૌદ્ધ વિદ્વાન શાંતિદેવાચાર્ય, તિબેટના ઇતિહાસકાર તારાનાથના કહેવા પ્રમાણે, સૌરાષ્ટ્રના નિવાસી હતા. એમની જીવનવિષયક અન્ય માહિતી કેટલી યથાર્થ છે અને કેટલી અધૂરી છે તેની ચોકસાઈ કરવાનું કામ સરળ નથી. પણ એટલું ખરું કે, તે લગભગ સાતમા સૈકામાં થયેલા. મને એમનો સીધો પરિચય એમના બે ગ્રંથો દ્વારા થયેલો છે. એમના ત્રણ ગ્રંથો પૈકી “સૂત્રસમુચ્ચય' મેં જોયો નથી. કદાચ સંસ્કૃતમાં અદ્યાપિ સુલભ પણ નથી. પરંતુ શિક્ષાસમુચ્ચય' અને “બોધિચર્યાવતાર' એ બે ગ્રંથો એકાધિક વાર સાંભળ્યા છે. શિક્ષાસમુચ્ચય' તો અનેક મહાયાની સંસ્કૃત ગ્રંથોનાં અવતરણો અને નામોલ્લેખોથી ભરપૂર છે. એ જોતાં મારા મન ઉપર ન ભૂંસાય એવી છાપ એ પડી કે, શાંતિદેવ બહુશ્રુત અને મહાયાન પરંપરાના આસાધારણ વિદ્વાન હતા. અહીં શાંતિદેવના શિક્ષાસમુચ્ચયમાંના ભિક્ષુ માટે માંસ કલધ્ય છે કે નહીં એ વિષેના વિચારનો નિર્દેશ કરવો ઉચિત ધારું છું. તે ઉપરથી તેમની સમન્વયલક્ષી દૃષ્ટિનો પણ ખ્યાલ આવશે. બૌદ્ધ પરંપરામાં ચર્ચા હતી કે, બુદ્ધે માંસભક્ષણ કર્યું હતું કે નહીં. વિરવાદી પક્ષ એનું સમર્થન કરતો. કેટલાક મહાયાની ભિક્ષુઓ તેનો અર્થ જુદી રીતે ઘટાવી માંસભક્ષણનો વિરોધ કરતા. લંકાવતાર' જેવાં સૂત્રોમાં માંસનો નિષેધ છે, છતાં બીજા મહાયાનીઓ એ નિષેધ ન માનતા. એવી વિવાદ-ભૂમિ વખતે શાંતિદેવે શિક્ષાસમુચ્ચય'માં એ પ્રશ્નને યોગ્ય ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. તેઓ કહે છે કે, કોઈ અસાધારણ સમાધિમાર્ગપ્રચારક ભિક્ષ માંસ-સેવન વડે બચી જતો હોય, તો અપવાદ તરીકે ઔષધની જેમ એનો ઉપયોગ કરી શકાય; પણ સામાન્ય નિયમ પ્રમાણે તો માંસ વર્ષ ગણાવું જોઈએ.’ - આ નિર્ણય આપતી વખતે શાંતિદેવે અનેક બૌદ્ધગ્રંથોનો આધાર લીધો છે. મેં શાંતિદેવના આ વિચારની તુલના જૈન-પરંપરામાં એવા જ વિષયને લગતા વિવાદના નિર્ણય વખતે મારા એક નિબંધમાં કરી છે; જે નિબંધ હિંદીમાં “શ્રી જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ’ કાશી તરફથી પ્રકાશિત થયેલી પત્રિકા નં. ૧૪-૧૫ રૂપે પ્રસિદ્ધ થયો છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ જ • અર્થ શાંતિદેવનો બીજો ગ્રંથ છે બોધિચયવતાર. તે છે પદ્યબંધ. એના ઉપરની અનેક ટીકાઓ પૈકી પ્રજ્ઞા કરમતિની પંજિકા મુદ્રિત છે તે જોઈ છે. બોધિચર્યાવતારના દશ પરિચ્છેદો છે, ને તે પ્રવાહબદ્ધ સંસ્કૃત પદ્યરચના છે. પ્રજ્ઞાકરમતિએ પંજિકામાં જે શાસ્ત્રદોહન અને સૂક્ષ્મ ચર્ચાઓ ગોઠવી છે, તે બોધિચર્યાવતારની મહત્તામાં ખરેખર વધારો કરે છે. બોધિચર્યાવતારનો પરિચ્છેદ તત્ત્વજ્ઞાનથી પરિપૂર્ણ છે. અને એ શૂન્યવાદીનું માયાવાદીને મળતું તત્ત્વજ્ઞાન તત્ત્વજ્ઞોને અનેક વિચારબિંદુઓ પૂરાં પાડે છે. પરંતુ શાંતિદેવની વેગભરી કવિતાશક્તિ તો પારમિતાઓના વર્ણનમાં મુક્ત વિચરે છે. તે ઉત્તમ કાવ્યનો આસ્વાદ પૂરો પાડવા ઉપરાંત ઉત્ક્રાંતિશીલ જીવન જીવવાની વ્યવહારુ પ્રેરણા આપે છે. આધ્યાત્મિક સાધકે કયા કયા ગુણોનો કઈ કઈ રીતે વિકાસ કરવો, એ બધું કાવ્યમાં તાદશ રજૂ થાય છે. જોકે, શાંતિદેવ બૌદ્ધ ભિક્ષુ હોઈ તેમની પ્રસ્તુત કવિતા બુદ્ધ અને બોધિસત્ત્વ જેવાં સાંપ્રદાયિક નામો સાથે સંકળાયેલી છે. પરંતુ એનો ભાવ તદ્દન અસાંપ્રદાયિક છે એટલે કોઈપણ સાધક પોતાને ઈષ્ટ એવા ઉપાસ્યને નજર સામે રાખી તે ક્રમનો જીવનમાં ઉપયોગ કરી શકે. આ રીતે જોતાં શાંતિદેવે વર્ણવેલી પારમિતાઓ એ માનવમાત્રે સાધવા જેવી સિદ્ધિઓ છે. શાંતિદેવે પોતાની કવિતામાં મહાયાન ભાવના રજૂ કરી છે. મહાયાન ભાવના એટલે માત્ર પોતાના મોક્ષમાં કે પોતાની દુઃખ-મુક્તિમાં સંતોષ ન માનતાં સમગ્ર જગતની મુક્તિ માટે ભાવના સેવવી અને પ્રયત્ન કરવો તે. એ કારણે જ શાંતિદેવ કહે છે કે, જો જગતમાં પ્રાણીઓ દુઃખમાં ગરક હોય અને નરકવાસીઓ વેદના અનુભવતા હોય, તો નીરસ મોક્ષની મારે કશી જરૂર નથી. તેથી જ શાંતિદેવ સમત્વની ભાવનાની ખિલવણી કરવા માટે કહે છે કે, પ્રારંભમાં બીજા અને પોતા વચ્ચે આદરપૂર્વક સમતાની ભાવના પોષવી; તે એવી રીતે કે, મારે પોતાને સુખદુઃખ બધાંનાં સરખાં છે એમ સમજી બધાંને પોતાની પેઠે જ ગણવાં. ખરી રીતે તથાગત બુદ્ધ બ્રહ્મવિહારરૂપે મૈત્રી આદિ ચાર ભાવનાઓનો ભારપૂર્વક વારંવાર ઉપદેશ કર્યો. ત્યારે તેમણે સમગ્ર વિશ્વમાં મૈત્રીયુક્ત ચિત્તને ભરી દેવાનું કહ્યું અને એવી મૈત્રીને પરિણામે ગતવ્યાપી કરુણા આચરવાનું પણ કહ્યું. શાંતિદેવ એ જ બ્રહ્મવિહારના તંતુને મહાયાન ભાવના રૂપે પોતાની કવિતામાં ગૂંથે છે. જેમ ગાંધીજીની દૈનિક પ્રાર્થનામાં न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम् । कामये दुखतप्तानां प्राणिनाम् आतिनाशनम् ॥ ૧. સરખાવો - બોધિચયવતાર' આઠમો પરિચ્છેદ, શ્લોક ૧૦-૧૦૮, ૨. બોધિચર્યાવતાર' આઠમો પરિચ્છેદ, શ્લોક ૯૦ અને ૯૪. Page #84 -------------------------------------------------------------------------- ________________ શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કૌશાંબીજી • ૭૫ એ મૈત્રી અને કરુણાપૂર્ણ ભાવના આવે છે, તેમજ શાંતિવેદે બોધિચર્યાવતારમાં એવી ભાવના કવી છે. “બોધિચર્યાવતાર' વાંચતાં એ છાપ નથી પડતી કે શાંતિદેવ શૂન્યવાદી છે; પણ છાપ એ ઊઠે છે કે, તેમની ધગશ આખા વિશ્વનું કલ્યાણ કરવાની છે અને તે માટે જોઈતા સદ્દગુણો કેળવવાની છે. - અધ્યાપક કૌશાંબીજી આમ તો સ્થવિરમાર્ગી બૌદ્ધ પરંપરાના અનન્ય અભ્યાસી અને પાલિ વામના પારદર્શી વિદ્વાન હતા. પણ તેમનામાં મેં જે મૈત્રી અને કરુણાવૃત્તિનો ઉઢેક જાતે અનુભવ્યો છે, તેની શાંતિદેવના તેવા ઉદ્રક સાથે તુલના કરું છું તો કહ્યા સિવાય રહી નથી શકાતું કે, કૌશાંબીજી ખરા અર્થમાં મહાયાની હતા અને જાણે કે શાંતિદેવનું નવું સ્વરૂપ ન હોય ! આવી કોઈ અકળ સમાનતાને લીધે જ કૌશાંબીજીનું ધ્યાન “બોધિચર્યાવતાર' તરફ ગયેલું. અને તેમણે તેનો મરાઠી ભાષામાં અનુવાદ ઈ. સ. ૧૯૦૯ના અરસામાં કરેલો. ત્યારબાદ ઈ. સ. ૧૯૨૪ના અરસામાં કૌશાંબીજીએ બોધિચર્યાવતાર'ના કેટલાક શ્લોકો ગુજરાતી અનુવાદ સાથે પુરાતત્ત્વમાં પ્રસિદ્ધ કર્યા હતા. તે શ્લોકો અનુવાદ સાથે આ પુસ્તિકામાં નવું સંસ્કરણ પામે છે. પુરાતત્ત્વ' એ સૈમાસિક હતું. વળી તે હાલ સૌને સુલભ પણ ન હોય. એટલે એ શ્લોક ગુજરાતી અનુવાદ સાથે લઘુ પુસ્તિકા રૂપે સૌને સુલભ થાય છે એ બહુ અગત્યનું છે. તે દૃષ્ટિએ ગૂજરાત વિદ્યાપીઠની સૂચનાથી શ્રી મુકુલભાઈએ આ સંસ્કરણ તૈયાર કર્યું છે. અને તે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાળાના બીજા મણકા રૂપે પ્રસિદ્ધ થાય છે તે પણ યોગ્ય છે. શ્રીમદ્ પોતે આધ્યાત્મિક સાધક હતા. તેમને મન સદ્દગુણોની જ કિંમત હતી, અને તેમનું મન સંપ્રદાયથી પર હતું. એટલે તેમના નામ સાથે આવું એક લઘુ પણ નિત્યપાઠ્ય પુસ્તક ગૂજરાત વિદ્યાપીઠ પ્રસિદ્ધ કરે તે આવકારદાયક છે. હું એમ માનું છું કે, ધર્મની ઉત્તરોત્તર વધતી જતી વ્યાપક ભાવના સાથે આ પારમિતાઓનો પૂરેપૂરો સુમેળ છે. પ્રો. વિન્ટરનિÖ શાંતિદેવ વિષે લખ્યું છે. તેમણે બોધિચર્યાવતાર'ને લક્ષીને જે વર્ણન કર્યું છે, તે તેમના મન ઉપર શાંતિદેવ વિષે કેવી અસર થયેલી એનો પુરાવો છે. આવા એક ગ્રંથનું સળંગ ભાષાંતર, ગુજરાતીમાં હોય તો તે ઇચ્છવા જેવું છે, પણ એવો સમય આવે તે પહેલાં પ્રસ્તુત લઘુ પુસ્તિકા ગુજરાતી વાચકોને શાંતિદેવ તરફ આકર્ષિત કરશે એ નિઃશંક છે. મહાયાની ભાવનાની આપણા દેશના અનેક સંપ્રદાયો ઉપર ભારે અસર થઈ છે. ભગવદ્દગીતા ખરી રીતે ભાગવત પરંપરાને આશરી અનાસક્ત કર્મયોગનો ઉપદેશ કરે છે, ત્યારે તે પોતાની રીતે આવી ભાવના જ ઉપસ્થિત કરે છે. ૧. જુઓ A History of Indian Literature, Vol. II Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ • અર્થ એ જ રીતે શાંતિદેવ પછી લગભગ સો વર્ષ બાદ થયેલ સુપ્રસિદ્ધ જૈન આચાર્ય હરિભદ્ર પણ મહાયાની ભાવનાથી રંગાયેલા છે. આમ તો જૈન પરંપરા વૈયક્તિક મોક્ષવાદી જ રહી છે. તેમ છતાં શાંતિદેવ જેવાના ગ્રંથોમાંથી મહાયાની ભાવનાએ હરિભદ્રનું મન જીત્યું લાગે છે, આનો પુરાવો એમના યોગબિંદુ' ગ્રંથમાં છે. હરિભદ્ર જૈન પરંપરાસંમત ભિન્નગ્રંથી અર્થાત્ જેણે મોહગ્રંથી તોડી હોય એવા સમ્યકુ-દૃષ્ટિ સાધકની બૌદ્ધસંમત બોધિસત્વ સાથે તુલના કરે છે, અને તે કહે છે કે, જો ભિન્નગ્રંથી સાધક જગદુદ્ધારનો સંલ્પ કરે, તો તે તીર્થકર – સર્વોદ્ધારક – થાય છે; અને જો સ્વરાજ આદિનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ કરે તો તે ગણધર – તીર્થકરનો અનુગામી થાય છે, અને જો પોતાના જ ઉદ્ધારનો સંલ્પ કરે તો તે મુડકેવલી – માત્ર આત્મકલ્યાણ કરનાર થાય છે. હરિભદ્રનું આ કથન સ્પષ્ટ સૂચવે છે કે, આત્મોદ્ધારની ભાવના કરતાં સર્વોદ્ધાર ભાવના એ જ ચડિયાતી અને સ્પૃહણીય છે. આ ભાવનાનું બીજું નામ એ જ મહાયાન ભાવના. એક રીતે હરિભદ્ર તુલના કરી, પણ બીજી રીતે મહાયાન ભાવનાનું પ્રાધાન્ય દર્શાવ્યું; જે જૈન પરંપરાએ પણ ધડો લેવા જેવું છે. હવે રાજકારણ, સમાજકારણ કે અર્થકારણ એકેએક ક્ષેત્રમાં સંકુચિત થયે પોસાય તેમ નથી. એવી સ્થિતિમાં જો ધર્મ પણ પંથ અને સંપ્રદાયની સંકુચિત સીમાઓમાં પુરાઈ તદનુસારી જ વિચાર-આચાર કરે તો તે પણ હવે ટકી ન શકે. ગાંધીજીએ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં મહાયાની માનસ જીવી બતાવ્યું છે; અને આજે આપણે જોઈએ છીએ કે આચાર્ય વિનોબા એ ભાવનાને કેવી રીતે વિકસાવી રહ્યા છે તેમજ કેવી રીતે જીવી બતાવે છે. આવી અનુકૂળ પરિસ્થિતિમાં પ્રસ્તુત લઘુ પુસ્તિકાનું મૂલ્ય વધારે અંકાશે એ નિઃશંક છે. અને તે રીતે ‘આત્મસિદ્ધિ પછી આ પુસ્તકની પસંદગી સવેળાની છે. એમ તો શ્રી. મુકુલભાઈએ કૌશાંબીજીનું જીવનચરિત્ર સંક્ષેપમાં જુદું આપ્યું છે. એમની “આપવીતી’ અને બીજી સામગ્રીને આધારે એ ચરિત ટૂંકમાં પણ કૌશાંબીજી વિષે બધી જરૂરી માહિતી પૂરી પાડે છે. કૌશાંબીજીનું જીવન જે વાંચે તેને નિરાશા તો સ્પર્શી જ ન શકે. નિરાશા અને અંધકારના ઊંડા ખાડામાંથી સતત સ્વપ્રયત્ન કૌશાંબીજી કેવી રીતે પ્રકાશના માર્ગ ઉપર આવ્યા અને અનેકોના ગુરુ બન્યા એનું ચિત્ર એમના સંક્ષિપ્ત જીવનચરિત્રમાંથી પણ અવગત થાય છે. એટલે તે વિષે અહીં મારે કાંઈ લંબાવવું નથી. તેમ છતાં, તેમની સાથે મારો જે અનેક વર્ષો લગી સતત પરિચય રહ્યો, તેમની પાસે મેં જે કાંઈ બૌદ્ધ શાસ્ત્રો વિષે મેળવ્યું. અને છેલ્લે ૧૯૪૬માં તેમના અનશનના સાક્ષી થવાનો પ્રસંગ આવ્યો, તે બાબત કાંઈક લખું તો તે વાચકોને ઉપયોગી પણ ૧. જુઓ યોગબિંદુ, શ્લોક ૨૮૩થી ૨૦. Page #86 -------------------------------------------------------------------------- ________________ શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કૌશાંબીજી • ૭૭ થશે; અને એમના જીવન અંગે કેટલીક હજી લગી કદાચ અજ્ઞાત રહેલી બાબતો પ્રકાશમાં આવશે. ઈ. સ. ૧૯૧૭માં એમને ઘેર જ હું પૂનામાં કૌશાંબીજીને પ્રથમ વાર મળ્યો, જ્યારે કૃપલાનીજી પણ હતા. ચર્ચા અહિંસાથી શરૂ થઈ; અને મારો ઘણા વખત પહેલાંથી બૌદ્ધ પિટકો ગુરુમુખથી શીખવાનો સંસ્કાર જાગ્યો. પણ એ વાત એ વખતે ત્યાં જ રહી. ૧૯૨૨માં કૌશાંબીજી ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વમંદિર ખાતે જોડાયા. મને આ તક મળી. મેં ગૂજરાત વિદ્યાપીઠમાં રીતસર જોડવાનું નક્કી કર્યું. હાથમાં લીધેલ કામ ઉપરાંત કૌશાંબીજી પાસે બૌદ્ધગ્રંથોનું અધ્યયન શરૂ કર્યું. સાથે રહેવાનું, જમવાનું અને ફરવાનું હોવાથી કૌશાંબીજીની અનેક વિષયસ્પર્શી વિનોદી પ્રતિભાનો પણ લાભ મળતો ગયો. કૌશાંબીજી તે વખતે વિદ્યાપીઠ માટે અમુક પુસ્તકો તૈયાર કરતા હતા. મરાઠીમાં લખે અને તેનો ગુજરાતી અનુવાદ પણ સાંભળે. હું તો લગભગ બધામાં સાક્ષી બનતો અને એમની પાસે શીખેલ “અભિધર્મ' જેવા ગ્રંથનો વર્ગ પણ લેતો. ૧૯૨૫ સુધી આમ ચાલ્યું. ફરી ૧૯૨૭થી ૨૯ સુધીમાં તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે પણ આવો જ ક્રમ ચાલ્યો. કૈશંબીજી શાસ્ત્રાભ્યાસી તો હતા જ, પણ તેમની ઇતિહાસ અને સંશોધનની દૃષ્ટિ બહુ સ્પષ્ટ હતી. વિશેષતા એમની એ હતી કે, તેઓ પોતાને સત્ય લાગે અને સમજાય એ વાત અપ્રિય હોય તોય મિત્રો કે બીજા મળનારને કહેતાં કદી ખમચાતા નહીં. તેથી કેટલીક વાર અનેકોનો વિરોધ પણ વહોરતા. પણ દરેક જણ સમજી જતો કે કૌશાંબીજી છે ચોખ્ખા દિલના; એટલે પાછું અનુસંધાન થતાં વાર ન લાગતી. કૌશંબીજને જે મળે તે તેમના પ્રત્યે આકર્ષાય. ગુજરાતમાં રહ્યા પછી કૌશંબીજીને મહારાષ્ટ્ર કરતાં જુદો જ અનુભવ થયો. તેઓ કહેતા કે, મહારાષ્ટ્ર હઠી અને દુરાગ્રહી છે, જ્યારે ગુજરાતમાં એવું તત્ત્વ ઘણું ઓછું છે તેથી તેમણે ગુજરાતમાં અનેક વર્ગના અનેક મિત્રો મેળવ્યા. ફરી કૌશાંબીજનો અને મારો મેળાપ કાશીમાં થયો. તેઓ છ માસ માટે હિંદુ યુનિવર્સિટીમાં આવી રહ્યા. પંડિત માલવિયાજી તેમને આગ્રહ કરી લાવેલ, પણ કૌશાંબીજીએ ત્યાં કોઈ વ્યવસ્થા ન જોઈ. તેમની પાસે કોઈ શીખનાર જ નહીં. એક વાર તેમણે માલવિયાજી અને ધ્રુવજી એ બંનેની ખબર પણ લીધી. છેવટે મેં તો નક્કી કર્યું કે, મારે એમનો ઉપયોગ કરવો. ત્યાંના પુસ્તકાલયના એક ખંડમાં સીલોની, બર્મી, સિયામી અને રોમન લિપિમાં મુદ્રિત બધા જ બૌદ્ધ પિટક-ગ્રંથો તેમની ટીકા સાથે સામે રાખ્યા. મેં એવો ક્રમ રાખ્યો કે કોઈ એક ગ્રંથ ન ભણતાં હું પૂછું તે ઉપર કૌશાંબીજી બૌદ્ધ મંતવ્ય કહે. મેં ઉમાસ્વાતિના તત્ત્વાર્થને આધારે નિત્ય નવા શાસ્ત્રીય પ્રશ્નો પૂછવા Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ • અર્ધ્ય માંડ્યા; અને કૌશાંબીજી તે પ્રશ્ન પરત્વે બૌદ્ધ પાલિ વાડ્મયમાં કાંઈ છે કે નહીં, તથા હોય તો તે શું છે એ શોધી ઉત્તર આપવા લાગ્યા. આ વખતે કૌશાંબીજીની અસાધારણ સ્મૃતિ અને પ્રજ્ઞાનો મને પરિચય થયો. હું પૂછું કે, જૈન નય અને નિક્ષેપના સ્થાનમાં બૌદ્ધગ્રંથોમાં શું છે ?” તો કૌશાંબીજી થોડી વારમાં જ પ્રથમ મોઢેથી કહી દે કે આનો ઉત્તર આવો છે અને અમુક ગ્રંથમાંથી મળશે. પછી તરત જ એ બૌદ્ધગ્રંથોના અંબારમાંથી કોઈ ને કોઈ ગ્રંથમાંથી મને પોતે કહેલ વાતનો પુરાવો કાઢી આપે. મારા સહચારી ભાઈ ખુશાલદાસ તે પુરાવાનું સ્થાન લખી લે. આમ રોજ સવારે બે કલાક વિદ્યાવ્યાસંગ ચાલે. મારી ધારણા એ હતી કે કૌશાંબીજીના બૌદ્ધ જ્ઞાન-ખજાનામાંથી મળે તેટલી વસ્તુ મેળવી, નોંધી લઈ, ક્યારેક જૈન અને બૌદ્ધ મંતવ્યોનો તુલનાત્મક અભ્યાસ ૨જૂ ક૨વો; અને સાથે સાથે વૈદિક દર્શનોની પણ યથાસંભવ તુલના કરવી. કૌશાંબીજીએ સામગ્રી એટલી બધી આપી હતી કે જો એ ગુમ થયેલ નોટ હજી પણ મળી આવે, તો તુલનાનો મનોરથ સિદ્ધ થાય. આમ છ માસના સહવાસ પછી કૌશાંબીજી જરાક દૂર ગયા, દૂર એટલે કાશી વિદ્યાપીઠ. ત્યાં તેમણે હિંદી સંસ્કૃતિ આણિ અહિંસા' એ પુસ્તક લખ્યું. જ્યારે તેઓ એ પુસ્તક લખતા હતા, ત્યારે પણ અમે બંને તો અવારનવાર મળતા જ. તેઓ પોતાનું લખવાનું અને લખેલું મને મોઢે કહી જાય અને સંમતિ માર્ગ. વળી કયારેક કહે કે, મારું આ પુસ્તક કોઈ પ્રગટ નહીં કરે, એટલું જ નહીં. પણ કોઈ કંપોઝ સુધ્ધાં નહીં કરે. કારણમાં તેઓ કહેતા કે, વૈદિક, બૌદ્ધ અને જૈન એ બધાની તીવ્ર સમાલોચના એમાં કરી છે. અને જે કંપોઝિટર કે પ્રકાશક હશે તે પણ કોઈ ને કોઈ ઉક્ત પરંપરામાંનો હોઈ મારી વિરુદ્ધ જ જશે પણ હું હંમેશાં કહેતો કે, એવું કાંઈ નથી. દરમ્યાન તેમના મિત્ર બાબુ શિવપ્રસાદ ગુપ્તા જેઓ પથારીવશ જ હતા, તેમણે કહેલું કે, એ પુસ્તક હું હિંદીમાં કરાવી પ્રસિદ્ધ કરીશ. તેમણે હિંદી અનુવાદનું કામ તેમના ઓળખીતાને આપ્યું પણ ખરું. પરંતુ મને લાગે છે કે આ બાબતમાં કૌશાંબીજી જ સાચા હતા. એ પુસ્તક એમ ને એમ પડી રહ્યું. અને છેવટે એનો ગુજરાતી અનુવાદ ગુજરાતમાં જ પ્રથમ પ્રસિદ્ધ થયો; અને હિંદી અનુવાદ તો કૌશાંબીજીના સ્વર્ગવાસ પછી જ. કાશી વિદ્યાપીઠ છોડી કૌશાંબીજી મુંબઈના એક વિભાગ પરેલમાં બહુજન વિહાર'માં પછાત જાતિને સંસ્કાર આપવા રહ્યા. જ્યારે તેમને એમ લાગ્યું કે, તેમની ગીતાની સમાલોચનાથી અમુક દાતાઓને માઠું લાગ્યું છે, ત્યારે તેમણે આપમેળે પરેલ છોડ્યું. પાછા અમદાવાદ અને સારનાથ આદિમાં રહી તેઓ મુંબઈ આવ્યા. પણ એમને એવો સંકલ્પ ઊઠ્યો કે, હવે મારું જીવનકાર્ય મેં પૂરું કર્યું છે, ઉંમર થઈ છે, વધારે કરવાનું રહ્યું નથી; તો પછી જીવન નકામું ગાળવું અને ઘડપણમાં બીજાઓની સેવા લેવી, એ આ મોંઘવારી અને ગરીબીના સમયમાં યોગ્ય નથી માટે આમરણાંત અનશન કરવું. Page #88 -------------------------------------------------------------------------- ________________ શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કૌશાંબીજી • ૭૯ અમે મિત્રો મુંબઈમાં એમને સમજાવવા મથતા કે, તમે હજી સશક્ત છો; તમારી પાસે હજી ઘણું દેવા જેવું છે, અને તમારો સમગ્ર જીવનભાર અમે સહર્ષ વહીશું. તેમને અમારા બધા ઉપર વિશ્વાસ તો હતો, પણ પોતાના સંલ્પથી શ્રુત થવા તેઓ તૈયાર ન હતા. તેઓ સંકલ્પના બચાવમાં જૈન પરંપરામાં જાણીતી મારણાંતિક સંખનાની વાત કરતા; અને તથાગત બુદ્ધનાં કથનમાંથી પણ ટેકો આપતા. પ્રથમ પ્રથમ કૌશાંબીજી જૈનોની ઉગ્ર તપસ્યાના સખત વિરોધી હતા. છતાં આ વખતે તેઓ એટલું કહેતા કે, એવી મારણાંતિક તપસ્યાનું પણ જીવનમાં કયારેક સ્થાન છે જ. એમણે આવા વિચારથી પોતાનો સંલ્પ અડગ બનાવ્યો. ૧૯૪૬માં તેઓ અને હું ફરી કાશીમાં મળ્યા. હવે એ સંકલ્પ પાર પાડવાની ઘડી તેમને મન આવી લાગી હતી. દેશમાં રમખાણો અને જ્યાં ત્યાં મારકાપ ચાલતાં હતાં. એમનાથી આ દુઃખ સાંભળ્યું પણ જતું નહીં. છેવટે અમે મિત્રો તેમના અડગ સંકલ્પને જોઈ મોળા પડ્યા અને અમે વિચાર્યું કે, હવે આમને રસ્તો કરી આપવો. અનશન ક્યાં રહી કરવું, પરિચર્યામાં કોણ રહે, તે વખતે લોકો ભીડ ન કરે અને કોઈપણ સ્થળે પ્રચાર ન થાય – આ બધા મુખ્ય પ્રશ્નો હતા. મને અને પં. શ્રી દલસુખ માલવણિયાને એનો ઉત્તર મળી ગયો અને અમે કૌશાંબીજીને કહ્યો. - સરયૂનદીને તટે દોહરીઘાટ પાસે સ્વામી સત્યાનંદનો આશ્રમ છે. એ સ્વામી પ્રથમથી દલિતોદ્ધારક અને અસ્પૃશ્યતાનિવારણના મક્કમ કાર્યકર્તા વિદ્વાન અને વિચારક; ત્યાગી અને તપસ્વી; ગાંધીજીને પણ એવા જ પ્રિય. એમની સાથેનો અમારો પરિચય અમને કહેતો કે, એમના આશ્રમમાં કૌશાંબીજી રહીને અનશન કરે, તો એમની બધી શરતો સચવાય. સ્વામીજી કબૂલ થયા. પણ પ્રશ્ન હતો શ્રદ્ધાળુ અને વિવેકી પરિચારકનો. એવા એક પરિચારક પણ મળી ગયા. પ્રથમ સ્થાનકવાસી જૈન સાધુ પણ હવે નિષ્ઠાવાન લોકસેવક તરીકે જાણીતા સ્વામી રૌતન્ય – અપરનામ ચુનીલાલજી – તેમણે પરિચર્યાનું બીડું ઝડપ્યું અને અમને બધાને નિરાંત વળી. દોહરીઘાટવાળા આશ્રમમાં ઉપવાસો શરૂ થયા. દિવસની નોંધ ચુનીલાલ અમને કાશીમાં મોકલે અને જરૂરી સાધન કાશીથી પૂરા પડાય. કૌશાંબીજીએ વચન લીધેલું કે, અનશનના સમાચાર તેમનાં પુત્ર-પુત્રીઓ વગેરેને ન આપવા અને અન્યત્ર પ્રચાર પણ ન કરવો. પરંતુ એ વાત થોડી જ છાની રહે ? છેવટે દિલ્હી સુધી વાત પહોંચી. શ્રી પુરુષોત્તમ ટંડનજી વગેરેની વિનવણીઓ વ્યર્થ ગઈ. ગાંધીજી તરફથી ઉપવાસ બંધ કરવા માટે આવતા તારો પણ વ્યર્થ ગયા. ગાંધીજીએ સૂચના આપી કે, કૌશાંબીજી તેમને દિલ્હીમાં મળે. જવાબમાં કૌશાંબીજીએ જણાવ્યું કે, જો તમે મને અહીં આવીને અનશનની અયોગ્યતા સમજાવશો, તો હું છોડી દઈશ. પણ તે વખતે એક ક્ષણ માટે પણ ગાંધીજી દિલ્હી છોડી શકે તેમ ન હતું. આ રીતે Page #89 -------------------------------------------------------------------------- ________________ • અર્થ ઉપવાસો લંબાતા ગયા. કૌશાંબીજીને કેટલાક દિવસો પછી વેદના પણ થવા લાગી. છેવટે ગાંધીજીની વિનંતીને માન આપી, ઘણું કરી ઓગણીસમા દિવસે તેમણે અનશનથી દેહત્યાગનો વિચાર પડતો મૂક્યો. તેમને પારણું કરાવ્યું અને મિત્રો તેમને કાશીમાં લઈ આવ્યા. કાશીમાં તેમની પરિચર્યા કરનાર અનેક હતા. અધ્યાપક પવારને ત્યાં તેઓ રહેતા. તેઓ કહેતા કે, જવા લાયક સ્વાથ્ય આવે તો મુંબઈ જઈશ અને ત્યાંથી વધ. એ પ્રમાણે તેમણે છેવટે વર્ધા પાસે સેવાગ્રામમાં જ જીવન પૂર્ણ કર્યું. છેવટેના દિવસોમાં કાકાસાહેબની યોજના પ્રમાણે આશ્રમવાસીઓએ તેમની સંપૂર્ણ પરિચર્યા કરી. તેમણે પાર્શ્વનાથાચા ચાતુર્યામ ધર્મ અને બૌદ્ધિસત્ત્વ' નાટક એ બે લખેલ પુસ્તકો સોંપી મને કહ્યું હતું કે, આ છપાય નહીં તોયે એની નકલો સુરક્ષિત રહે. છેવટે આ બંને મરાઠી પુસ્તકો કાકાસાહેબની પ્રસ્તાવના સાથે ધર્માનંદજીની સ્મારકમાળામાં પ્રસિદ્ધ થયાં છે અને તે હિંદી તેમજ ગુજરાતીમાં પ્રસિદ્ધ થવા યોગ્ય છે. - કૌશાંબીજીને એક પુત્ર અને ત્રણ પુત્રીઓ. તેમના પુત્ર કૌશાંબીજી જેવા જ પ્રતિભાશાળી છે અને પૂનાની ફર્ગ્યુસન કૉલેજના ગણિતના પ્રાધ્યાપક છે. તેમની પુત્રીઓ પણ વિદ્યામાં એક એકથી ચડિયાતી. એમની સંતતિ એમના માટે બધું કરી છૂટવા તૈયાર. તે ઉપરાંત બધી જ કોમના, બધા જ પંથના અને બધી જ કક્ષાના અનેક સામાન્ય જન, વિદ્વાન અને શ્રીમાન તેના ચાહક; અને તે પણ કાંઈક કરી છૂટવું એવી વૃત્તિવાળા ચાહક, છતાં કૌશાંબીજી પોતાના બુદ્ધિપૂર્વક સંકલ્પથી જરા પણ ચલિત ન થયા. તેમણે બ્રહ્મદેશ, સારનાથ અને કુશિનારા આદિમાં બૌદ્ધ પરંપરાને અનુસરી સમાધિ ભાવનાઓ પણ કરેલી. તેમણે ચિત્તનિરીક્ષણનો અભ્યાસ તો એટલો બધો વધારેલો કે હું જ્યારે જ્યારે યોગશાસ્ત્ર અને જૈન તથા બૌદ્ધ પરંપરાના ધ્યાનમાર્ગની શાસ્ત્રીય વાતો કાઠું ત્યારે તેઓ એ વિષેનું જાણે સ્વાનુભૂત ચિત્ર જ ન હોય તેમ નિરૂપણ કરે. આવા એક વિદ્યા, પ્રજ્ઞા અને સમાધિના આરાધકનું ટૂંકું પણ પ્રેરક એવું જે જીવનચરિત આ પુસ્તિકા સાથે સંકળાયેલું છે, તેનું મૂલ્ય બોધિચર્યાવતારમાં નિરૂપેલી પારમિતાઓ અંગેના શ્લોકોથી જરાય ઓછું નથી. વાચકો એને માણે.* » “બોધિચર્યાવતાર' (નવજીવન પ્રકાશન)નું પુરોવચન. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૨. આચાર્યશ્રી આત્મારામજી આજે જે હું કહેવા ઇચ્છું છું તેની જવાબદારી બીજા કોઈ ઉપર નથી. શ્રદ્ધેય આચાર્યશ્રી વિષે બોલવાનો મારો અધિકાર જો કાંઈ હોય તો તે ફક્ત એટલો જ છે કે લગભગ ૨૫૦ વર્ષથી બંધ પડ્યા જેવા શ્રુત અભ્યાસનો જે વિશાળ માર્ગ વાયાંભોનિધિ શ્રી આત્મારામજી મહારાજે શરૂ કર્યો અને જેમાં સમયને છાજે એવું તેજ મૂક્યું તે માર્ગનો હું સાધારણ પથિક છું. મહારાજશ્રીના જીવન વિષે ફક્ત બે બાબત ઉપર મુખ્ય દૃષ્ટિ અત્યારે મેં રાખી છે : ૧. જૈન ઇતિહાસમાં મહારાજજીનો દરજ્જો અને તેનાં કારણો ૨. તેમની જગ્યા કોણ લઈ શકે ? ૧. મહારાજજીનો દરજ્જો અને તેનાં કારણો ૨૫૦૦ વર્ષના જૈન ઇતિહાસમાં શ્વેતાબંર-દિગંબર બંને સંપ્રદાયે કેટલીક વિભૂતિઓ એવી જન્માવી છે કે ઈતિહાસના લેખક અને અભ્યાસીનું ધ્યાન તેની તરફ ગયા વિના રહે જ નહિ. એવી વિભૂતિઓમાં કેટલીક વિરલ વિભૂતિઓ છેલ્લાં હજાર વર્ષમાં શ્વેતાંબર સંપ્રદાયે અર્ધી છે તેમાં મહારાજશ્રીનું સ્થાન આવે છે. વાચક યશોવિજયજી પછી તો બસો વર્ષે બહુશ્રુતપણાનું સ્થાન મહારાજજીએ જ વાસ્તવિક રીતે સંભાળી લીધું છે. તેથી છેલ્લાં અઢીસો વર્ષના ઇતિહાસમાં તો શ્વેતાંબર કે દિગંબર બંને પંથમાં એક મહાન વિભૂતિ તરીકે મહારાજજી જ નજરે આવે છે. તેમને આ દરજ્જો પ્રાપ્ત થયાનાં ખાસ કારણો છે, તેની ટૂંકમાં નોંધ લઈએ. (૧) શ્રદ્ધા અને બુદ્ધિઃ મહારાજજીમાં ગમે તેટલી અડગ શ્રદ્ધા હોત અને ગમે તેટલો શાસન અનુરાગ હોત છતાં જો તેમણે બુદ્ધિદ્વાર ખુલ્લું ન મૂક્યું હોત અને મેળવી શકાય તેટલા સમગ્ર જ્ઞાનને મેળવવા અખંડ પુરુષાર્થ કર્યો ન હોત તો તેઓ આચાર્ય પરંપરામાં માત્ર નામના જ દાખલ થયા હોત. તેમણે પોતાની બુદ્ધિને શાસ્ત્રવ્યાયામની કસોટીએ જિંદગીભર કસી. અને જે વખતે છાપેલાં પુસ્તકો બહુ જ ઓછાં હતાં તે વખતે અત્યારના જમાનાનો માણસ ન કલ્પી શકે તેટલાં જૈન-જૈનેતર દર્શનોનાં અનેક વિષયોનાં સંખ્યાબંધ પુસ્તકો વાંચી કાઢ્યાં. જે વખતે જૈન પરંપરામાં ઐતિહાસિક દૃષ્ટિ આવી ન હતી અને જેને પુસ્તકો ઉપરાંત શિલાલેખો, તામ્રપત્રો, ભૂગોળ, ભૂસ્તર આદિ વિદ્યાઓને પણ બહુશ્રુતપણામાં સ્થાન છે એ કલ્પના જ જાગી ન હતી તે વખતે મળેલાં Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ૦ અર્ધ્ય બધાં સાધનો જાણી ઐતિહાસિક દૃષ્ટિએ જૈનદર્શનની પ્રાચીનતા અને મહત્તા સ્થાપિત કરવાનો પ્રયત્ન એમણે જ પહેલવહેલાં કર્યો હતો. એમનું આશ્ચર્ય પમાડે એવું વિશાળ વાચન, અદ્ભુત સ્મરણશક્તિ અને ઉત્તર આપવાની સચોટતા એમનાં સ્મરણીય પુસ્તકોમાં પદે પદે દેખાય છે. એ જ બુદ્ધિયોગે તેમને વિશિષ્ટ દરજજો આપ્યો છે. (૨) ક્રાંતિકારિતા : તેમનામાં બુદ્ધિયોગ ઉપરાંત એક બીજું તત્ત્વ હતું, કે જે તત્ત્વ એમને મહત્તા અર્પી છે. તે તત્ત્વપરીક્ષક શક્તિનું અગર તો ક્રાંતિકારિતાનું. ઘણાં વર્ષ અપાર પૂજાના ભાર નીચે એક સંપ્રદાયમાં બદ્ધ થયા પછી તેને કાંચળીની પેઠે ફેંકી દેવાનું સાહસ એ તેમની ક્રાંતિકારિણી શક્તિ સૂચવે છે. એમના આત્મામાં કોઈ એવી સત્યશોધક શક્તિ હોવી જોઈએ કે જેણે તેમને રૂઢિના ચીલા ઉપર સંતુષ્ટ રહેવા ન દીધા. એમનું જીવન બીજાં ત્રીસેક વર્ષ લંબાયું હોત તો તેમની ક્ષત્રિયોચિત ક્રાંતિકારિણી પ્રકૃતિએ તેમને કઈ ભૂમિકાએ પહોંચાડ્યા હોત એની કલ્પના કરવી એ કઠણ છે. પણ એટલું તો એમના તરવરતા જીવનમાંથી ચોખ્ખું દેખાય છે કે તેઓ એક વાર પોતાને જે સાચું લાગે તેને કહેવા અને આચરવામાં કોઈ મોટા ખાનખાનાની પરવા કરે કે પ્રતિષ્ઠાથી લલચાઈ જાય તેવા ન હતા. (૩) વારસામાં ઉમેરો : જૈનશ્રુતનો જે વારસો મળ્યો તે જ વારસો સંભાળી બેસી રહ્યા હોત અને બહુશ્રુત કહેવાયા હોત તોપણ તેમનું આ સ્થાન ન હોત. એમણે દેશકાળની વિદ્યાસમૃદ્ધિ જોઈ, નવાં સાધનો જોયાં અને ભાવિની જોખમદારી જોઈ, અને આત્મા તનમની ઊઠ્યો. તે સાથે જ તે માટે જેટલું પોતાથી થઈ શકે તે કરવા મંડ્યા. એમણે વેદો વાંચ્યા, ઉપનિષદો જોયાં, શ્રૌતસૂત્રો સ્મૃતિઓ અને પુરાણોનું પારાયણ કર્યું. નવું ઉદ્ભવતું સામયિક સાહિત્ય જોયું. મૃત અને જીવતી બધી જૈન શાખાઓનું સાહિત્ય, તેમનો તિહાસ અને તેમની પંરપરાઓ જાણી, અને ત્યારબાદ પોતાને જે કહેવું હતું તે કહ્યું. એમના કથનમાં શાસ્ત્રનો પ્રચંડ સંગ્રહ છે. વ્યવસ્થાની પ્રતિભા છે અને અભ્યાસની જાગૃતિ છે. એમણે મળેલ વારસામાં આટલો ઉમેરો કરી હવે પછી આચાર્યપદે આવનાર વ્યક્તિઓને સૂચવી આપ્યું કે જૈનશાસનની ખરી સેવા દત્તક લીધેલ ગ્રંથોથી અગર ખરીદેલ પદવીઓથી નહિ થાય. ૨. એમની જગ્યા કોણ લઈ શકે? એ પ્રશ્નોનો ઉત્તર એ જ આજની સમસ્યાનો ઉકેલ છે. જેનામાં સ્વતંત્ર બુદ્ધિ વિનાની શ્રદ્ધા એટલે આજકાલ ચાલતી વ્યાખ્યા પ્રમાણે આસ્તિકતા માત્ર હશે અને ચિકિત્સા કરવાની, દેશકાળ પ્રમાણે પુરવણી કરવાની, નવાં બળો પચાવવાની અને કીમતી જૂનાં બળો સાચવવાની, એક પણ બાધક બંધન સ્વીકાર્યા સિવાય – સંકુચિતતા રાખ્યા સિવાય બધી વિદ્યાઓને અપનાવવાની અને બદલતા સંયોગો પ્રમાણે નવા નવા યોગ્ય ઇલાજો લેવાની નાસ્તિકતા જેનામાં નહિ હોય તે જો આચાર્યપદે આવશે તોપણ - Page #92 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી આત્મારામજી • ૮૩ ભાવિ ધર્મસમાજ ઘટનામાં તેનું સ્થાન કશું જ નહિ હોય. મહારાજશ્રીને પદે આવનારમાં લોયમાન અને યાકોબી જેવી વિદ્યાનિષ્ઠા તથા ચિકિત્સાશક્તિ જોઈશે. આ આનંદશંકર ધ્રુવ કે ડૉ. શીલ જેવો તાત્ત્વિક અને તટસ્થ વિશાળ અભ્યાસ જોઈશે, કવિ ટાગોરની કલ્પનાશક્તિ જોઈશે અને ગાંધીજીની નિર્ભયતા તેમજ નિખાલસતા જોઈશે. આટલા ગુણો ઉપરાંત એનું સ્થાન લેવા ઇચ્છનાર અને જૈન સમાજને જીવિત રહેવામાં ફાળો આપવા ઇચ્છનાર વ્યક્તિમાં પંથનો નહિ પણ અંદરનો ત્યાગ જોઈશે. એનામાં ક્રાઈસ્ટની સેવાભાવનાની તપસ્યા અને એની બિમેંટનો “આગળ વધોનો ઉત્સાહ જોઈશે. પોતાની પરિસ્થિતિમાં રહી નવા નવા માર્ગો યોજવાની અને તે દ્વારા જ્ઞાન અને ત્યાગની સમૃદ્ધિ વધારવાની શક્તિ જોઈશે. જયંતીની પુષ્પાંજલિ માત્ર ગુણાનુવાદમાં પૂરી થાય છે પણ તેથી જે કૃત્રિમતા - અવાસ્તવિકતાનો કચરો એકઠો થવાનો સંભવ ઊભો થાય છે તે લાભના પ્રમાણમાં બહુ જ મોટો છે. તેથી કોઈપણ પૂજ્ય વ્યક્તિની જયંતી વખતે ગુણાનુવાદમાં ભાગ લેનાર ઉપર યથાર્થતા સામે દષ્ટિ રાખવાની ભારે જવાબદારી ઊભી થાય છે. એ વાત ધ્યાનમાં રાખી મારે કહેવું જોઈએ કે મહારાજશ્રીએ બહુશ્રુતપણાની ગંગા શરૂ કરી છે તે નવી પરિસ્થિતિ જોતાં માત્ર ગંગોત્રી છે અને સંપ્રદાયની ભૂમિકા ઉપર ઊભા રહી તેમણે જે સંશોધનવૃત્તિ તેમજ ઐતિહાસિકવૃત્તિ દાખવી છે તે ભાવિ સંશોધકો અને ઐતિહાસિકોને ઇતિહાસનો મહેલ બાંધવા માટે પાયામાં મુકાતા એક પથ્થરની ગરજ પૂરી પાડે છે. સંશોધનો, ઐતિહાસિક ગવેષણાઓ અને વિદ્યાઓ જ્યાં પૂરી થાય છે તે કોઈ ન જ કહી શકે, તેથી તે દિશામાં સમગ્ર પુરુષાર્થ દાખવી પગલું ભરનારનો નાનકડો શો ફાળો પણ બહુ જ કીમતી ગણાવો જોઈએ. આ દૃષ્ટિએ “અજ્ઞાન તિમિર ભાસ્કર' ઉપર વિશેષ કામ કરવા ઇચ્છનાર પ્રૌઢ સંશોધક અને ઐતિહાસિકને પુષ્કળ અવકાશ છે. - સિંવત ૧૯૮૫ના જ્યેષ્ઠ સુદ ૮ શુક્રવારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં શ્રી વિજયવલ્લભસૂરિના અધ્યક્ષપણા નીચે ઊજવાયેલી શ્રી આત્મારામજીની જયંતી પ્રસંગે આપેલ વ્યાખ્યાન.] . Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૩. આચાર્ય જિનવિજ્યજી ગુજરાત પુરાતત્ત્વ મંદિરના આચાર્ય શ્રીમાન જિનવિજયજી ગઈ તા. ૧૨મી મેએ જર્મની સિધાવ્યા. તેમના આચાર્ય તરીકેના જીવનમાં સીધી રીતે પરિચયમાં આવનાર કે એમની સાહિત્ય કૃતિઓ દ્વારા પરિચયમાં આવનાર બધા મોટે ભાગે તેમને ગુજરાતી તરીકે ઓળખે છે અને જાણે છે. અને તેથી દરેક એમ માનવા લલચાય કે ગુજરાતની વ્યાપારજન્ય સાહસ વૃત્તિએ જ એમને દરિયાપાર મોકલ્યા હશે, પણ ખરી બિના જુદી જ છે. તેવી જ રીતે, તેમની સાથે સીધા પરિચય વિનાના માણસો, માત્ર તેમના નામ ઉપરથી તેમને જૈન અને તેમાં પણ જૈન સાધુ માને અને તેથી જ કદાચ વૈશ્ય તરીકે ઓળખવા પણ પ્રેરાય, પરંતુ તે બાબતમાં પણ બિના જુદી છે. આચાર્ય જિનવિજયજીના જીવનમાં આ વિદેશયાત્રાના પ્રસંગથી તદ્દન નવું જ પ્રકરણ શરૂ થાય છે અને તેથી આ પ્રસંગે તેમના અત્યાર સુધીના જીવનનો અને તેનાં મુખ્ય પ્રેરક બળોનો પરિચય આપવો ઉચિત ગણાશે. તેમનું જન્મસ્થાન ગુજરાત નહિ પણ મેવાડ છે. તેઓ જન્મ વૈશ્ય નહિ પણ ક્ષત્રિય રજપૂત છે. પરદેશમાં જનારા ઘણાખરાઓ પાછા આવી અહીં ઇષ્ટ કારકિર્દી શરૂ કરવા જાય છે. આ જિનવિજયજીનું તેમ નથી. તેમણે ઇષ્ટ દિશાની એટલે પ્રાચીન સંશોધનની કારકિર્દી અહીં ક્યારની શરૂ કરી દીધી છે. પોતાની શોધો, લેખો, નિબંધો દ્વારા આ દેશમાં અને પરદેશમાં તેઓ મશહૂર થઈ ગયા છે અને હવે તેમને પોતાના અભ્યાસમાં જે કાંઈ વધારો કરવો આવશ્યક જણાયો તે કરવા તેઓ પરદેશ ગયા છે. તેમનો જન્મ અજમેરથી કેટલેક દૂર રૂપેલી નામના એક નાના ગામડામાં થયેલો. તે ગામમાં એકસો વરસથી વધારે ઉંમરના જૈન યતિ રહેતા. તેમના ઉપર તેમના પિતાની પ્રબળ ભક્તિ હતી, કારણ કે એ જૈન યતિશ્રી વૈદ્યક, જ્યોતિષ આદિના પરિપક્વ અનુભવનો ઉપયોગ માત્ર નિષ્કામ ભાવે જનસેવામાં કરતા. જિનવિજયજીનું મૂળ નામ કિસનસિંહ હતું. કિસનસિંહના પગની રેખા જોઈને એ વતિએ તેના પિતા પાસેથી તેમની માગણી કરી. ભક્ત પિતાએ વિદ્યાભ્યાસ માટે અને વૃદ્ધ ગુરુની સેવા માટે ૮-૧૦ વરસના કિસનને યતિની પરિચર્યામાં મૂક્યા. જીવનના છેલ્લા દિવસોમાં યતિશ્રીને કોઈ બીજા ગામમાં જઈ રહેવું પડ્યું. કિસન સાથે હતો. યતિજીના જીવન-અવસાન પછી કિસન Page #94 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય જિનવિજયજી • ૮૫ એક રીતે નિરાધાર સ્થિતિમાં આવી પડ્યો. માબાપ દૂર, અને પતિના શિષ્ય પરિવારમાં જે સંભાળનાર તે તદ્દન મૂર્ખ અને આચારભ્રષ્ટ કિસન રાતદિવસ ખેતરમાં રહે, કામ કરે અને છતાં તેને પેટપૂરું અને પ્રેમપૂર્વક ખાવાનું ન મળે. એ બાળક ઉપર આ આફતનું પહેલું વાદળું આવ્યું અને તેમાંથી જ વિકાસનું બીજ નંખાયું. કિસન બીજા એક મારવાડી જૈન સ્થાનકવાસી સાધુની સોબતમાં આવ્યો. એની વૃત્તિ પ્રથમથી જ જિજ્ઞાસાપ્રધાન હતી. નવું નવું જોવું, પૂછવું અને જાણવું એ તેનો સહજ સ્વભાવ હતો. એ જ સ્વભાવે તેને સ્થાનકવાસી સાધુ પાસે રહેવા પ્રેર્યો. જેમ દરેક સાધુ પાસેથી આશા રાખી શકાય તેમ તે જૈન સાધુએ પણ એ બાળક કિસનને સાધુ બનાવ્યો. એ સ્થાનકવાસી સાધુ તરીકેના જીવનમાં કિસનનો અભ્યાસ શરૂ થાય છે. એમણે કેટલાક ખાસ જૈન ધર્મ-પુસ્તકો થોડા સમયમાં કંઠસ્થ કરી લીધાં અને જાણી લીધાં, પરંતુ જિજ્ઞાસાના વેગના પ્રમાણમાં ત્યાં અભ્યાસની સગવડ ન મળી. અને પ્રકૃતિ સ્વાતંત્ર્ય ન સહન કરી શકે એવાં નિરર્થક રૂઢિબંધન ખટક્યાં. તેથી જ કેટલાંક વર્ષ બાદ ઘણા જ માનસિક મંથનને અંતે છેવટે એ સંપ્રદાય છોડી જ્યાં વધારે અભ્યાસની સગવડ હોય તેવા કોઈપણ સ્થાનમાં જવાનો બલવાન સંકલ્પ કર્યો. - ઉજ્જયિનીનાં ખંડેરોમાં ફરતાં ફરતાં સંધ્યાકાળે સિપ્રાને કિનારે તેણે સ્થાનકવાસી સાધુવેષ છોડ્યો અને અનેક આશંકાઓ તેમજ ભયના સખત દાબમાં રાતોરાત જ પગપાળા ચાલી નીકળ્યા. મોઢે સતત બાંધેલ મુમતીને લીધે પડેલ સફેદ ડાઘાને કોઈ ન ઓળખે માટે ભૂંસી નાખવા તેમણે અનેક પ્રયત્નો કર્યા. પાછળથી કોઈ ઓળખી પકડી ન પાડે માટે એક-બે દિવસમાં ઘણા ગાઉ કાપી નાખ્યા. એ દોડમાં રાતે એકવાર પાણી ભરેલ કૂવામાં તેઓ અચાનક પડી ગયેલા. રતલામ અને તેની આજુબાજુનાં પરિચિત ગામોમાંથી પોતાની જાતને બચાવી લઈ ક્યાંક અભ્યાસયોગ્ય સ્થાન અને સગવડ શોધી લેવાના ઉદ્ધગમાં તેમણે ખાવાપીવાની પણ પરવા ન રાખી. પણ પુરુષાર્થીને બધું અચાનક જ સાંપડે છે. કોઈ ગામડામાં શ્રાવકો પજુસણમાં કલ્પસૂત્ર વંચાવવા કોઈ યતિ કે સાધુની શોધમાં હતા. દરમિયાન કિસનજી પહોંચ્યા. કોઈમાં નહિ જોયેલું એવું ત્વરિત વાચન ગામડિયાઓએ એમનામાં જોયું અને ત્યાં જ તેમને રોકી લીધા. પજુસણ બાદ થોડી દક્ષિણા બહુ સત્કારપૂર્વક આપી. કપડાં અને પૈસા વિનાના કિસનજીને મુસાફરીનું ભાતું મળ્યું અને તેમણે અમદાવાદ જવાની ટિકિટ લીધી. એમણે સાંભળેલું કે ગુજરાતમાં અમદાવાદ મોટું શહેર છે અને ત્યાં મૂર્તિપૂજક સંપ્રદાય મોટો છે. એ સંપ્રદાયમાં વિદ્વાનો બહુ છે અને વિદ્યા મેળવવાની બધી સગવડ છે. આ લાલચે ભાઈ અમદાવાદ આવ્યા, પણ પુરુષાર્થની પરીક્ષા એક જ આક્ત પૂરી થતી નથી. અમદાવાદની પ્રસિદ્ધ વિદ્યાશાળા આદિમાં કયાંય ધડો થયો નહિ. પૈસા ખૂટ્યા. એક બાજુ વ્યવહારની માહિતી નહિ અને બીજી બાજુ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ • અર્થ જાતને જાહેર ન કરવાની વૃત્તિ અને ત્રીજી બાજુ ઉત્કટ જિજ્ઞાસા, એ બધી ખેંચતાણમાં એમને બહુ જ સહેવું પડ્યું. અંતે ભટકતાં ભટકતાં મારવાડમાં પાલી ગામમાં એક સુંદરવિજયજી નામના સંવેગી સાધુનો ભેટો થયો, જેઓ અત્યારે પણ વૃદ્ધાવસ્થામાં વિચરે છે, અને અત્યાર સુધીનાં બધાં પરિવર્તનોમાં સરળ ભાવે એમ કહેતા રહે છે કે તે જે કરશે તે ઠીક જ હશે. એમની પાસે તેમણે સંવેગી દીક્ષા લીધી અને જિનવિજયજી થયા. એમના ગુરુ તરીકેનો આશ્રય તેમણે વિદ્વાનની દષ્ટિએ નહિ પણ તેમના આશ્રયથી વિદ્યા મેળવવામાં વધારે સગવડ મળશે એ દૃષ્ટિએ લીધેલો. આ બીજું પરિવર્તન પણ અભ્યાસની ભૂમિકા ઉપર જ થયું. થોડા વખત બાદ માત્ર અભ્યાસની વિશેષ સગવડ મેળવવા માટે જિનવિજયજી એક બીજા જૈન સુપ્રસિદ્ધ સાધુના સહવાસમાં ગયા. પરંતુ વિદ્વત્તા અને ગુરુપદના મોટા પટ્ટ ઉપર બેઠેલ સાંપ્રદાયિક ગુરુઓમાંથી બહુ જ ઓછાને એ ખબર હોય છે કે કયું પાત્ર કેવું છે અને તેની જિજ્ઞાસા ન પોષવાથી કે પોષાવાથી શું શું પરિણામ આવે? જોકે એ સહવાસથી તેમને જોવા-જાણવાનું વિસ્તૃત ક્ષેત્ર તો મળ્યું પણ જિજ્ઞાસાની ખરી ભૂખ ભાંગી નહિ. વળી તે ઉગે તેમને બીજાના સહવાસ માટે લલચાવ્યા અને પ્રસિદ્ધ જૈન સાધુ પ્રવર્તક કાંતિવિજયજીના સહવાસમાં તેઓ રહ્યા. ત્યાં તેમને પ્રમાણમાં ઘણી જ સગવડ મળી અને તેમની સ્વતઃસિદ્ધિ ઐતિહાસિક દૃષ્ટિને પોષે અને તૃપ્ત કરે એવાં ઘણાં જ મહત્ત્વનાં સાધનો મળ્યાં. ગમે ત્યાં અને ગમે તેવા પ્રતિકૂળ કે અનુકૂળ સહવાસમાં તેઓ રહેતા છતાં પોતાની જન્મસિદ્ધ મિતભાષિત્વ અને એકાંતપ્રિયતાની પ્રકૃતિ પ્રમાણે, અભ્યાસ, વાચન અને લેખન ચાલુ જ રાખતા. એક બાજુ સાધુજીવનમાં રાત્રીએ દીવા સામે વંચાય નહિ અને બીજી બાજુ વાંચવાની પ્રબળ વૃત્તિ કે લખવાની તીવ્ર પ્રેરણા રોકી શકાય પણ નહિ. સમય નિરર્થક જવાનું દુઃખ એ વધારામાં. આ બધાં કારણોથી તેમને એકવાર વીજળીની બેટરી મેળવવાનું મન થયું. આજથી લગભગ ૧૩ વર્ષ પહેલાં જ્યારે હું તેઓના પરિચયમાં પહેલવહેલો આવ્યો ત્યારે તેમણે મને બેટરી લેતા આવવાનું કહ્યું. હું બૅટરી અમદાવાદથી પાટણ લઈ ગયો, અને એને પ્રકાશે તેમણે તદન ખાનગીમાં કોઈ સાધુ કે ગૃહસ્થ ન જાણે તેવી રીતે લખવા અને વાંચવા માંડ્યું. જો હું ન ભૂલતો હોઉં તો “તિલકમંજરી'ના કર્તા ધનપાળ વિશે એમણે જે લેખ લખેલો છે તે એ જ બૅટરીની મદદથી. તે સિવાય બીજું પણ તેમણે તેની મદદથી ઘણું વાંચ્યું અને લખ્યું, પરંતુ દુર્દેવે બૅટરી બગડી અને વિપ્ન આવ્યું. આખો દિવસ સતત વાંચ્યા-વિચાર્યા પછી પણ તેમને રાતે વાંચવાની ભૂખ રહેતી. તે ઉપરાંત અભ્યાસનાં આધુનિક ઘણાં સાધનો મેળવવાની વૃત્તિ પણ ઉત્કટ થતી હતી. છાપાં, માસિકો અને બીજું નવીન સાહિત્ય એ બધું તેમની નજર બહાર ભાગ્યે જ રહે. તેઓ અન્ય જૈન સાધુઓની પેઠે કોઈ પંડિત પાસે ભણતા. પણ ભણવાનો આરંભ અને અંત લગભગ સાથે જ થતો. સંસ્કૃત સાહિત્ય હોય કે પાકૃત એ બધું Page #96 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય જિનવિજયજી • ૮૭ એમણે મુખ્યપણે સ્વાશ્રિત વાચન અને સ્વાશ્રિત અભ્યાસથી જ જાણ્યું છે. જેની દૃષ્ટિ તીક્ષ્ણ હોય અને પ્રતિભા જાગરૂક હોય એ ગમે તેવાં પણ સાધનોનો સરસ ઉપયોગ કરી લે છે. એ ન્યાયે તેઓ ભાવનગર, લીમડી, પાટણ આદિ જે જે જૈન સ્થળોમાં ગયા અને રહ્યા ત્યાંથી તેમણે અભ્યાસનો ખોરાક ખૂબ મેળવી લીધો. પરંતુ જૂની શોધખોળોને અંગે જ્યારે તેઓ આધુનિક વિદ્વાનોનાં લખાણો વાંચતા ત્યારે વળી તેમની જિજ્ઞાસા ભભૂકી ઊઠતી અને જૈન સાધુજીવનનું રૂઢિબંધન ખટકતું. તેઓ ઘણીવાર મને પત્રમાં લખતા કે તમે ભાગ્યશાળી છો. તમારી પાસે રેલવેની લબ્ધિ છે, ગમે ત્યાં જઈ શકો છો અને ગમે તે રીતે અભ્યાસ કરી શકો છો. એ લખાણ શોખીન મનોવૃત્તિનું નહિ પણ અભ્યાસપરાયણ જીવનનું પ્રતિબિંબ છે, એમ મને તો તે વખતે જ લાગેલું, પણ આજે એ સૌને પ્રત્યક્ષ છે. પાટણના લગભગ બધા ભંડારો, જૂનાં કલામય મંદિરો, અને બીજી જૈન સંસ્કૃતિની અનેક પ્રાચીન વસ્તુઓના અવલોકને એમની જન્મસિદ્ધ ગવેષણાવૃત્તિને ઉત્તેજી અને ઊંડો અભ્યાસ કરવા તેમજ લખવા પ્રેર્યા. મહેસાણા અને પાટણ પછી ત્રીજું ચોમાસું મેં વડોદરામાં તેમની સાથે ગાળેલું. હું જોતો હતો કે સેન્ટ્રલ લાઇબ્રેરીનાં પુસ્તકોનાં પુસ્તકો અને જૈન ભંડારની પોથીઓની પોથીઓ ઉપાશ્રયમાં તેમની પાસે ખડકાયેલી રહેતી. અને જો કોઈ જાતે જઈને ન બોલાવે તો તેઓ મકાનમાં છે કે નહિ તેની ખબર માત્ર લેખણના અવાજથી પડતી. સદ્ગત ચિમનલાલ એ એમના જેવા જ વિદ્યાવ્યસની અને શોધક હતા. ચિમનલાલ અંગ્રેજીના વિદ્વાન એટલે તેમનો માર્ગ વધારે ખૂલ્યો. શ્રી જિનવિજયજી અંગ્રેજી ન જાણે એટલે તે એ બાબતમાં પરાધીન, છતાં જિજ્ઞાસા માણસને સૂવા દઈ શકતી નથી. તેથી ધીરે ધીરે તેઓ અંગ્રેજી તરફ ઢળ્યા. દરમ્યાન પોતાના વિષયનું અંગ્રેજી ભાષામાં કે જર્મન ભાષામાં પુસ્તક લખાયું હોય તો તેને મેળવી ગમે તે રીતે તેનો અનુવાદ કરાવી મતલબ સમજી તેનો ઉપયોગ કરતા; પણ આ રીતે એક અભ્યાસનિષ્ઠ માણસ લાંબા વખત સુધી સંતુષ્ટ રહી શકે નહિ. હું જાણું છું ત્યાં સુધીમાં કૃપારસકોશ, વિજ્ઞપ્તિત્રિવેણી, શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ, વગેરે પુસ્તકો લખવાનો પાયો વડોદરામાં જ નંખાયો. અને તેમની સાહિત્ય વિષયક આકર્ષક કારકિર્દી ત્યાંથી શરૂ થઈ. જેમ જેમ વાંચન વધ્યું અને લખવાની વૃત્તિ તીવ્ર બની તેમ તેમ વધારે ઊણપ ભાસતી ગઈ અને જૈન સાધુજીવનનાં બંધનો તેમને સાલવા લાગ્યાં. કાલક્રમે મુંબઈ પહોંચ્યા. અનેક જૈન સાધુ સાથે હતા. મુંબઈમાં સમશીલ વિવિધ વિદ્વાનોના પરિચય અને ત્યાંના સ્વતંત્ર વાતાવરણે તેમની અભ્યાસવૃત્તિને અનેક મુખે ઉદ્દીપ્ત કરી. એ એમનો મંથનકાળ હતો. હું વાલકેશ્વરમાં તેઓને એકવાર મળ્યો ત્યારે જોયું કે તે સતત વાંચવા-વિચારવામાં મગ્ન છતાં ઊંડા અસંતોષમાં ગરક હતા. થોડા માસ પછી તેમની વૃત્તિ પૂનાના વિદ્યામય વાતાવરણે આકર્ષી. તેઓ પૂજ્ય બુદ્ધસાધુઓનો સાથ છોડી દુઃખિત મને એકલા પડ્યા, અને પગે ચાલતા પૂના પહોચ્યા. અહીં ભંડાર Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ • અર્થ અને વિદ્વાનોના ઈષ્ટતમ પરિચયથી તેમને ખૂબ ગોઠી ગયું. ત્યાંની પ્રાકૃતિક રમણીયતા, સાદું જીવન અને વિદ્યાર્થી તથા વિદ્વાનોની બહુલતાએ તેમને પૂનાના સ્થાયી નિવાસ માટે લલચાવ્યા. ભારત જેન વિદ્યાલયની ચાલુ સંસ્થાને તેમણે સ્થાયી રૂપ આપવા પ્રયત્ન કર્યો, અને બીજી બાજુ ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટમાંનો લિખિત જૈન પુસ્તક સંગ્રહ જોઈ કાઢ્યો : આમાંથી તેમની શોધક બુદ્ધિને પુષ્કળ સામગ્રી મળી. અત્યાર સુધી તેઓ મને કે કમને દઢ જૈનત્વના આશ્રય તળે વિદ્યાવ્યાસંગ પોષી રહ્યા હતા, તે જૈનત્વ હવે પૂનાના રાષ્ટ્રીય વાતાવરણમાં, અને દેશવ્યાપી રાષ્ટ્રીય હિલચાલના વાવાઝોડામાં ઓસરવા માંડ્યું. અસહકારના મંડાણના દિવસો આવ્યા, અને તેમની વધુ વિશાળ કાર્યક્ષેત્ર શોધવાની વૃત્તિને જોઈતું નવું કાર્યક્ષેત્ર મળી આવ્યું. આ એમનો ત્રીજો મંથનકાળ. અને તે સૌથી વધારે મહત્ત્વનો. કારણ, આ વખતે કાંઈ નાની ઉંમરમાં જૈન સાધુવેષ ફેંકી દીધો તેવી સ્થિતિ ન હતી. અત્યારે તેઓ જૈન અને જૈનતર વિદ્વાનોમાં એક પ્રસિદ્ધ લેખક તરીકે જાણીતા થયા હતા. જેન સાધુ તરીકેનું જીવન સમાપ્ત કરવું અને નવું જીવન શરૂ કરવું, તે કેમ અને કેવી રીતે તથા શા માટે એ વિકટ પ્રશ્નોએ ઘણા દિવસ તેમને ઉજાગરો કરાવ્યો. - ઉજાગરાનાં આ કારણોમાં એક વિશેષ કારણ હતું કે જે નોંધવા યોગ્ય છે. પિતા તો પહેલાં ગુજરી ગયેલા તેની તેમને ખબર હતી. પણ માતા જીવિત તેથી તેમનું દર્શન કરવું એ ઈચ્છા પ્રબળ થઈ હતી. એકવાર તેઓએ મને કહેલું કે હું માને કદી જોઈ શકીશ નહિ! અને જાઉં તો માતાજી ઓળખશે કે નહિ? શું મારે માટે એ જન્મસ્થાન તદ્દન પુનર્જન્મ જેવું થઈ ગયું નથી ? સ્વપ્નની વસ્તુઓ જેવી પણ જન્મસ્થાનની વસ્તુઓ મને આજે સ્પષ્ટ નથી.' માતાને મળવા ટ્રેનમાં બેસવાનું જે પગલું ભરી શક્યા નહિ તે પગલું રાષ્ટ્રીયતાના મોજાના વેગમાં ભર્યું. જૈન સાધુજીવનનાં બંધનો છોડી દેવાનો પોતાનો નિશ્ચય તેમણે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કર્યો અને ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના સાથે પુરાતત્ત્વ મંદિરની યોજનાને અંગે તેમને અમદાવાદ બોલાવ્યા ત્યારે તેઓ રેલવે ટ્રેનથી ગયા અને ત્યારથી તેમણે રેલવેવિહાર શરૂ કર્યો છે. મહાત્માજી અને વિદ્યાપીઠના કાર્યકર્તાઓએ તેમની પુરાતત્ત્વ મંદિરમાં નિમણૂક કરી અને તેમના જીવનનો નવો યુગ શરૂ થયો. જૈન સાધુ મટી તેઓ પુરાતત્ત્વ મંદિરના આચાર્ય થયા. મંદિર શરૂ કરવાના કામમાં તેઓ માતાજીને મળવા તરત તો ન જઈ શકયા, પણ એકાદ વર્ષ પછી ગયા ત્યારે માતાજી વિદેહ થયેલાં. જિનવિજયજી આ આઘાતથી રડી પડ્યા. જિનવિજયજીએ સંસાર પરામુખ સંન્યાસનાં આટલાં વરસ ગાળ્યાં છે પણ તેમનામાં માનવતાના સર્વ કુમળા ભાવો છે. તેમને અનુયાયીઓ કરતાં સહૃદય મિત્રો વધારે છે તેનું આ કારણ છે. લગભગ આઠ વર્ષના પુરાતત્ત્વ મંદિરના કાર્યકાળ દરમિયાન તેઓની ભાવના અને વિચારણામાં તેમના ક્રાંતિકારી સ્વભાવ પ્રમાણે મોટું પરિવર્તન થયું. Page #98 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય જિનવિજયજી ૦ ૮૯ પુરાતત્ત્વ મંદિરનો મહત્ત્વનો પુસ્તકસંગ્રહ મુખ્યપણે તેમની પસંદગીનું પરિણામ છે. અહીં આવ્યા પછી પણ તેમનું વાચન અને અવલોકન સતત ચાલુ જ રહ્યું. અનેક દિશાઓમાં તેમની કાર્ય કરવાની વૃત્તિ તેમના પરિચતો જ જાણે છે. તેમનો પ્રિય વિષય પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ અને ભાષા એ છે. તેને અંગે તેમણે જે જે ગ્રંથો છપાવવા શરૂ કર્યા તેમાં તેમને જર્મન ભાષાના જ્ઞાનની ઊણપ બહુ જ સાલવા લાગી અને સંયોગ મળતાં એ જ વૃત્તિએ તેમને જર્મની જવા પ્રોત્સાહિત કર્યા. તેમના ઉત્સાહને તેમના આત્મજ્ઞ વિદ્યાપ્રિય મિત્રોએ વધાવી લીધો. એક બાજુ મિત્રો તરફથી પ્રોત્સાહન મળ્યું અને બીજી બાજુ ખુદ મહાત્માજીએ એમની વિદેશગમનની વૃત્તિને સપ્રેમ સીંચી. દરમિયાન જર્મન વિદ્વાનો અહીં આવી ગયા. તેમની સાથે નિકટ પરિચય થઈ ગયો. બીજી બાજુ તેમની ઐતિહાસિક ગવેષણાથી સંતુષ્ટ થયેલ પ્રો. યાકોબીએ તેમને પત્ર દ્વારા જર્મની આવવા આકર્ષા અને લખ્યું કે તમે જલદી આવો. તમારી સાથે મળી હું અપભ્રંશ ભાષામાં અમુક કામ કરવા ઈચ્છું છું. આ રીતે આંતરીક જિજ્ઞાસા અને સાહસની ભૂમિકા ઉપર બહારનું અનુકૂળ વાતાવરણ રચાયું અને પરિણામે જૈન સાધુવેષનાં રહ્યાંસહ્યાં ચિહ્નોનું વિસર્જન કરી તેમણે અભ્યાસ માટે યુરોપયોગ્ય નવીન દીક્ષા લીધી. વાચક જોઈ શકશે કે આ બધાં પરિવર્તનોની પાછળ તેમનો ધ્રુવ સિદ્ધાંત વિદ્યાભ્યાસ એ જ રહ્યો છે. જેને તત્ત્વજ્ઞાનમાં કહ્યું છે, કે પ્રત્યેક વસ્તુમાં ધૃવત્વ સાથે ઉત્પાદ અને નાશ સંકળાયેલ છે. આપણે આ સિદ્ધાંત આચાર્ય જિનવિજયજીના જીવનને અંગે બરોબર લાગુ પડેલો જોઈ શકીએ છીએ. છેક નાની ઉંમરથી અત્યાર સુધીમાં તેમનાં ક્રાંતિકારી અનેક પરિવર્તનોમાં તેમનો મુખ્ય પ્રવર્તક હેતુ એક જ રહ્યો છે, અને તે પોતાના પ્રિય વિષયના અભ્યાસનો. એ તો કોઈપણ સમજી શકે તેમ છે કે જો તેઓ એક ને એક સ્થિતિમાં રહ્યા હોત તો જે રીતે તેમનું માનસ વ્યાપકપણે ઘડાયેલું છે તે કદી ન ઘડાત અને અભ્યાસની ઘણી બારીઓ બંધ રહી જાત, અથવા સહજ વિકાસગામી સંસ્કારો ગૂંગળાઈ જાત. આજકાલની સામાન્ય માન્યતા છે કે ઉચ્ચ અભ્યાસ તો યુનિવર્સિટીની કોલેજોમાં અને તે પણ અંગ્રેજી પ્રોફેસરોનાં ભાષણો સાંભળીને જ થઈ શકે, અને ઐતિહાસિક ગવેષણા તો આપણે પશ્ચિમ પાસેથી શીખીએ તો જ શિખાય. આચાર્ય જિનવિજયજી કોઈપણ નિશાળે પાટી પર ધૂળ નાખ્યા વગર હિંદી, મારવાડી, ગુજરાતી, દક્ષિણી ભાષાઓમાં લખી-વાંચી-બોલી શકે છે. અને બંગાળી પણ તેમને પરિચિત છે. આટલી નાની વયમાં તેમણે વીસેક ગ્રંથો સંપાદિત કર્યા છે. પ્રાચ્યવિદ્યાપરિષદમાં હરિભદ્રસૂરિનો સમયનિર્ણય ઉપર એમણે એક લેખ વાંચ્યો જેથી પ્રખર વિદ્વાન યાકોબીને પણ પોતાનો અભિપ્રાય આયુષ્યમાં પહેલી જ વાર બદલાવવો પડ્યો છે. જૂના દસ્તાવેજો, શિલાલેખો, WWW.jainelibrary.org Page #99 -------------------------------------------------------------------------- ________________ © • અર્થ સંસ્કૃત, પ્રાકૃત કે જૂની ગુજરાતીના ગમે તે ભાષાના લેખો તેઓ ઉકેલી શકે છે અને વિવિધ લિપિઓનો તેમને બોધ છે. ખારવેલનો શિલાલેખ બેસાડવામાં પ્રો. જયસ્વાલે પણ તેમની સલાહ અનેકવાર લીધી છે. તેમને શિલ્પ અને સ્થાપત્યની ઘણી માહિતી છે. પર્યટન કરીને પશ્ચિમ હિંદની ભૂગોળનું તેમણે એવું સારું નિરીક્ષણ કર્યું છે કે જાણે જમીન તેમને જવાબ દેતી હોય તેમ તેઓ ઇતિહાસના બનાવો તેમાંથી ઉકેલી શકે છે. પુરાતત્ત્વમાં પણ તેમણે એક પ્રાચીન ગુજરાતી ભાષાનો “ગદ્યસંદર્ભ સંપાદિત કર્યો છે. કોઈપણ ચાલુ ભાષાના એના જેટલા જૂના ગ્રંથો હિંદના વિરલ જ છે. ઉપરાંત ગુજરાતના ઇતિહાસનાં સાધનોના ગ્રંથો બહાર પાડવા માંડ્યા છે, જે કામ તેઓ જર્મની જઈ આવ્યા પછી વધારે વેગથી આગળ ચલાવશે. તેમણે ચલાવેલ જૈન સાહિત્ય સંશોધક નામના સૈમાસિક પત્રનું બીજું વર્ષ પૂરું થવા આવે છે. જૈન સમાજના કોઈપણ ફિરકામાં એ કોટિનું પત્ર અદ્યાપિ નીકળ્યું નથી. એ પત્ર જૈન સાહિત્યપ્રધાન હોવા છતાં તેની પ્રતિષ્ઠા જૈનેતર વિદ્વાનોમાં પણ ઘણી છે. તેનું કારણ તેમની તટસ્થતા અને ઐતિહાસિક નિષ્ણાતતા છે. જૈન સમાજના લોકો તેમને જાણે છે તે કરતાં જૈનેતર વિદ્વાનો તેમને વધારે પ્રમાણમાં અને માર્મિક રીતે પિછાને છે. જોકે જૈન સમાજ તદન રૂઢ જેવો હોવાથી બીજા બધા લોકો જાગ્યા પછી જ પાછળથી જાગે છે, છતાં સંતોષની વાત છે એ કે મોડાં મોડાં પણ તેનામાં વિદ્યાવૃત્તિનાં સુચિલો નજરે પડવા લાગ્યાં છે. એક તરફથી, અંગ્રેજી ભાષા અને પાશ્ચાત્ય વસ્તુમાત્રનો બહિષ્કાર કરવા તત્પર એવો સંકીર્ણ વર્ગ, જે મુંબઈમાં રહે છે તે જ મુંબઈમાં, બીજો વિદ્યારુચિ અને સમયસૂચક જૈન વિદ્વાન વર્ગ પણ વસે છે. વિદાયગીરીના મિત્રોએ કરેલા છેલ્લા નાનકડા મેળાવડા પ્રસંગે મેં જે દય અનુભવ્યું તે જૈન સમાજની ક્રાન્તિનું સૂચક હતું. જે લોકો આચાર્ય જિનવિજયજીને આજ સુધી બળવાખોર માની તેમનાથી દૂર ભાગતા અગર તો પાસે જવામાં પાપનો ભય રાખતા તેવા લોકો પણ તેમની વિદાયગીરીના મેળાવડા પ્રસંગે ઉપસ્થિત થઈ સાક્ષી પૂરતા હતા કે હવે જૂનું કાશમીરા અને જૂની કાશી એ વિદેશમાં વસે છે. આચાર્ય હરિભદ્ર બૌદ્ધ મઠમાં શિષ્યોને ભણવા મોકલેલા. આચાર્ય હેમચન્દ્ર કાશ્મીરની શારદાની ઉપાસના કરેલી. ઉપાધ્યાય યશોવિજયજીએ કાશીમાં ગંગાતટને સેવેલું. હવે પરિસ્થિતિ પ્રમાણે જો જૈન સાહિત્ય અને જૈન સંસ્કૃતિએ માનપૂર્વક સ્થાન મેળવવું હોય તો દેશનાં પ્રસિદ્ધ સ્થળો ઉપરાંત વિદેશમાં પણ જ્યાંથી મળે ત્યાંથી દરેક ઉપાયે વિદ્યા મેળવવી અને હરિભદ્ર, હેમચન્દ્ર કે યશોવિજયજીની પેઠે નવીન પરિસ્થિતિ પ્રમાણે નવી વિદ્યાઓ દેશમાં આણવી. આ વસ્તુ તદ્દન રૂઢ ગણાતા જૈન સાધુ વર્ગમાં પણ કેટલાકને સમજાઈ ગઈ હોય એમ લાગે Page #100 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય જિનવિજયજી ૦ ૯૧ છે. તેથી જ અભ્યાસને અંગે થતા આ વિદેશ- ગમનને કેટલાક પ્રતિષ્ઠિત જૈન સાધુઓએ પત્રથી અને તારથી અભિનંદન મોકલ્યાં હતાં. અત્યાર સુધી આત્માના કોઈ અદમ્ય સાહસથી જ તેમણે અભ્યાસ આગળ ચલાવ્યો છે અને અત્યારે પણ અંગ્રેજીના અધૂરા અભ્યાસે અને ફ્રેંચ કે જર્મનના અભ્યાસ વિના યુરોપની મુસાફરી સ્વીકારી છે. એમનું આ સાહસ પણ અત્યાર સુધીનાં તેમનાં બધાં સાહસની પેઠે સફ્ળ નીવડશે. પ્રસ્થાન, જ્યેષ્ઠ, ૧૯૮૪ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૪. સ્મૃતિશેષ દાદા આજે દેશનું એવું કોઈપણ પ્રસિદ્ધ છાપું નથી જેમાં દાદાસાહેબ વિશે કાંઈ ને કાંઈ લખાયું ન હોય. હિંદુસ્તાન ટાઇમ્સના તા. ૨૮-૨-૧૬ના અંકમાં પં. શ્રી નહેરુએ લોકસભામાં આપેલી ભવ્ય શ્રદ્ધાંજલિ છપાયેલી છે. એથી વધારે સારો ખ્યાલ દાદાસાહેબ વિશે બીજો ભાગ્યે જ આપી શકે. . હું તો અત્રે તેમના વિશે જે કાંઈ લખવા ધારું છું તે મારા ઉપર તેમની સીધા પરિચયથી ઊપજેલી અસર જ છે. તે પ્રમાણમાં મર્યાદિત અને લગભગ અંગત જેવી છતાં અનેક રીતે સૌને બોધપ્રદ થઈ પડે તેવી મને લાગી છે. ગાંધીજીએ સ્વરાજનો શંખ ફૂંક્યો અને દેશના ખૂણે ખૂણે સૈનિકો ઊભરાવા લાગ્યા. અમદાવાદ એ તો મુખ્ય છાવણી હતી. ૧૯૨૧-૨૨માં હું અમદાવાદ આવી રહ્યો, અને જી. વી. માવળંકરનું નામ પ્રથમવાર જ સાંભળ્યું. ભણકારા સંભળાતા કે જી. વી. માવળંકર એક ઓજસ્વી તરુણ છે, વકીલ છે અને ગાંધીજીના ચુસ્ત અનુયાયી છે. એ સાથે એમ પણ સાંભળ્યાનું કાંઈક યાદ છે કે બીજા એક માવળંકર છે, તે કટ્ટર સનાતની છે અને ગાંધીજીની હિલચાલના વિરોધી પણ છે. આ બધું સાંભળવા પૂરતું હતું, પણ આગળ જતાં એક સમય એવો આવ્યો જ્યારે જી. વી. માવળંકરને સાંભળવાની તક મળી. ઘણું કરી ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓએ હડતાળ પાડેલી એ દિવસો હતા. સાબરમતીના ખુલ્લા આકાશમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોનો મોટો સમુદાય મળેલો. સૌ રાહ જોતા હતા કે માવળંકર ક્યારે ઊભા થાય. તેઓ ઊભા થયા અને અંગ્રેજીમાં ભાષણ ચાલ્યું. હું અંગ્રેજી તે વખતે ન જાણતો, એટલે તેમના સ્વર અને આરોહ-અવરોહથી જ કાંઈક કલ્પના કરતો. એ સ્વરમાં જેટલી મધુરતા હતી તેટલો જ અસ્મલિત વેગ હતો. આથી વધારે પરિચય ત્યારે તો ન સધાયો, પણ ઘણે લાંબે ગાળે એવો અવસર અણધારી રીતે લાધ્યો. ઘણું કરી ૧૯૪પની વાત છે. શેઠ શ્રી ભોળાભાઈ જેશિંગભાઈ દલાલને ત્યાં ગિરિકંજમુંબઈમાં મળવાનું બન્યું. ચર્ચાનો વિષય હતો શ્રી ભોળાભાઈએ ગુજરાત વિદ્યાસભામાં આપવા ધારેલ રકમનો કેવી રીતે ઉપયોગ કરવો તે. જે પાંચ-સાત જણ મળેલ તેમાં દાદા ઉપરાંત સદ્ગત રામનારાયણ પાઠક તથા ભાઈશ્રી રસિકલાલ માણેકલાલ દલાલ અને શ્રી રસિકલાલ છો. પરીખ પણ હતા. ચર્ચામાં દાદાસાહેબે એક Page #102 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિશેષ દાદા • ૯૩ અગત્યની વાત કહી જે આગળ જતાં તેમની સાથે લંબાયેલ પરિચયને આધારે કહું તો એમનાં અનેક જીવનસૂત્રો પૈકી એક અફર જીવનસૂત્ર જેવી હતી. તે એ કે માત્ર વ્યાજ ઉપર જ સંસ્થાએ કામ કદી ન કરવું. જરૂર જણાતાં સંસ્થાની દઢતા અને વિકાસ માટે મૂળ બધી રકમ ખરચી નાખતાં કદી ખચકાવું જોઈએ નહિ. આ સૂત્ર પાછળ એમની દષ્ટિ મુખ્યત્વે એ હતી કે પ્રાપ્ત થયેલી રકમો સંસ્થા સંભાળ્યા કરે અને માત્ર એના વ્યાજને જ કામમાં લે તો ઘણીવાર એ સંસ્થાનો વિકાસ જ રૂંધાઈ જાય, એવો પણ સમય આવે. દાદાની દષ્ટિ મુખ્યપણે કામના પાયા પાકા કરવાની, તેનો વિકાસ અને વિસ્તાર કરવાની હોઈ તે ફંડની રકમને માત્ર સાચવવાની તરફેણ કરતી ન હતી. હું અત્યાર લગી લગભગ મૌન હતો. પણ એમની એ દષ્ટિ મને તરત જ ગળે ઊતરી; કારણ કે, અતિ નાના ક્ષેત્રમાં પણ મારો અનુભવ એવો જ હતો કે જો ખરેખર કામ જમાવવું અને વિકસાવવું હોય, કામ કરનાર પણ સાચા અને જાગતા હોય તો જમા ફંડને જેમનું તેમ સાચવી માત્ર વ્યાજનો જ ઉપયોગ કરવાથી ધારેલી નેમ બર નથી જ આવતી. તેથી મેં એમની દૃષ્ટિનું સમર્થન કર્યું કે છોડ ઉપર ફળ આવે ત્યારે જ વાવેતર સફળ છે એમ માનવું એ સ્થૂળ દૃષ્ટિ છે, ખરી રીતે જમીન-ખેડાણ, ખાતર આદિ પ્રાથમિક ક્રિયાઓ સુયોગ્ય રીતે થાય તો એમાં પણ એ ભાવિ દય-ફળ સમાયેલું જ છે; કેમકે, એવા ફળનો આધાર મુખ્યપણે પાકી પ્રાથમિક તૈયારીમાં છે. આમ સીધી રીતે પરસ્પરની વાતચીત વિના પણ અમે બંને અંદરથી એક જ દિશામાં છીએ એવું મને ભાન થયું છે. વચલા દિવસો બનારસમાં વીત્યા, પણ વળી અણધારી રીતે ૧૯૪૭ના જૂન માસમાં અમદાવાદ આવી રહેવાનું બન્યું. હવે દાદાસાહેબને મળવાના સીધા પ્રસંગો આવતા ગયા. તેઓ ગુજરાત વિધાસભાના પ્રમુખ. એ સભાને આશ્રયે ચાલતા ભો. જે. વિદ્યાભવનના પણ પ્રમુખ. એટલે વિદ્યાસભાની કોઈ સભા હોય તોય મળવાનું બને. અને ભો.જે. વિદ્યાભવનની કાર્યવાહક સમિતિની બેઠક હોય તોય મળવાનું બને. ગુજરાત વિદ્યાસભાની સભા તો એ સભાના મકાનમાં મળે; પણ ભો. જે. વિદ્યાભવનની કાર્યવાહક સમિતિ દાદાના પોતાના મહારાષ્ટ્ર સોસાયટીમાંના મકાનમાં મળે. એમને મકાને સમિતિ મળે ત્યારે જ એમનો પરિચય સાધવાની તક સાંપડે. વર્ષમાં અનેક વાર એ સમિતિ મળે. છેલ્લે છેલ્લે ૯-૨-૧૬ના રોજ પણ એમને ત્યાં જ સમિતિ મળેલી. એક સભ્યના નાતે હું અમદાવાદ હોઉં ત્યારે તબિયત ગમે તેવી હોય, છતાં એ બેઠકમાં હાજર રહેવાનો લોભ ખાળી ન શકું એવું આકર્ષણ દાદાસાહેબની કાર્યપદ્ધતિ, વિચારસરણી અને ખુલ્લા દિલથી સૌ સાથે વાત કરવાની ટેવ જન્માવ્યું હતું. કાર્યસૂચિમાં લખાયેલ કામકાજને લગતી વિગતો એમણે પ્રથમથી જ સમજી લીધી હોય, એટલે ગમે તેટલાં કામો પણ ત્વરાથી પતાવે. એ કામકાજ થયા પછી આપી શકાય Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ૦ અર્થ તેટલો વધારે વખત આપીને પણ અનેક વાતો ઉપસ્થિત સભ્યો સમક્ષ એવી ખૂબીથી કરે કે સહેજે ઊઠવાનું મન જ ન થાય. એમની બધી વાતોનો સામાન્ય સૂર એક જ અને તે એ કે જે કામ અનેક જણે સાથે મળી કરવાનાં હોય તેમાં અરસપરસ પૂરો વિશ્વાસ કેળવવો જોઈએ. કાંઈ ગૂઢ નહિ અને કાંઈ અન્યથા નહિ મને તેમના આ સૂરમાં ગાંધીજીનો જ સૂર સંભળાતો. સભાનું કામ પતે ત્યારે દાદા કાર્યકર્તાઓને અને સભ્યોને એક વાત અકૃત્રિમ રીતે નમ્રપણે કહેતા, કે વિદ્યાના ક્ષેત્રમાં તમે જે જે કામ કરો છો તે બધા તે તે ક્ષેત્રમાં નિષ્ણાત છો. હું એ ક્ષેત્રનો માનવી નથી. એટલે તમારા ક્ષેત્ર પરત્વે ઊંડાણમાં ઊતરી વિશેષ સૂચના ન કરી શકું, પણ બીજા ક્ષેત્રમાં પડ્યો છું છતાં વિદ્યા વિશેનો મારો રસ જરાય ઓછો નથી. તેથી હું મારી ફરજ એટલી જ સમજું છું કે વિદ્યાના ક્ષેત્રમાં કામ કરનારાઓને બને તેટલી વધારેમાં વધારે અનુકૂળતા કરી આપવી અને તેમને સાધન પૂરાં પાડવાં. મેં તેમના આ વિચારને જીવનમાં સાકાર થતો સદા અનુભવ્યો છે. દાદાની એક વિશેષતા તેમની સ્પષ્ટ દૃષ્ટિ ઉપરાંત તેમની ઉદારતામાં પણ જોયેલી. ઉદારતા પણ અનેકમુખી. સંપ્રદાય કે પંથનો સંકુચિત ચેપ તો હોય જ શાનો? પણ સામાન્ય રીતે ઘણી મોટી વ્યક્તિઓમાં અનુભવાય છે તેવો સંસ્થા પ્રત્યેનો સંકુચિત દષ્ટિકોણ પણ કદી મેં ન જોયો. આમ તેઓ સીધી રીતે ગુજરાત વિદ્યાસભા ને તેને આશ્રયે ચાલતી બીજી સંસ્થાઓના મુખિયા હતા, પણ તેઓ અવારનવાર સાચી રીતે કહેતા કે ગુજરાત વિદ્યાસભા હોય કે ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત વિશ્વવિદ્યાલય હોય કે વલ્લભવિદ્યાનગર, વડોદરા યુનિવર્સિટી હોય કે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ (સણોસરા, સૌરાષ્ટ્ર) – એ બધી સંસ્થાઓ મારે મન એક જ કામને પોતપોતાની રીતે આગળ વધારનારી હોઈ તેમાં હું મૂળગત એકતા જોઉં છું. અને તેથી સીધી રીતે જ્યાં જોડાયો ન હોઉં ત્યાંનું હિત પણ મારા મનમાં વસે છે. પટાવાળાથી માંડી શિક્ષક, અધ્યાપક અને અધ્યક્ષ સુધીના બધા જ કાર્યકર્તાઓ પરસ્પર સદ્દભાવથી કેવી રીતે સંકળાઈ રહે અને સંસ્થા પ્રત્યે સૌ કેવી રીતે વધારે નિષ્ઠાવાન રહે એ ધ્યેય મનમાં રાખી અનેક નિર્ણયો એઓ કરતા. એવા નિર્ણયો કરતી વખતે પાઈપાઈનો હિસાબ ચોકસાઈથી તપાસનાર દાદા બહુ જ મોટું મન રાખી કામ કરતા. આને પરિણામે ભો. જે. વિદ્યાભવન અને બ્રહ્મચારીવાડીમાં કામ કરનાર શિક્ષકઅધ્યાપકનો મોટો વર્ગ નિષ્ઠાના અને સદ્ભાવના સળંગસૂત્રમાં સંકળાઈ આજ લગી કામ કરતો રહ્યો છે. ગાંધીજીની હયાતી વખતે તેમની દોરવણી પ્રમાણે કામ કરનારને જેમ ગાંધીજીમાં છેલ્લી હૂંફ અનુભવાતી તેમ ગુજરાત વિદ્યાસભાના આ વર્તુળના કામ કરનાર વિશે પણ મેં જોયું કે સૌના દિલમાં દાદાનું શું સ્થાન છે. આર્થિક અને બીજે Page #104 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિશેષ દાદા ૦૯૫ કા૨ણે જ્યારે ભો. જે. વિદ્યાભવનમાં કામ કરનાર મોટા અધ્યાપકવર્ગને સાથે રહી કામ કરવાનું મુશ્કેલ બન્યું ત્યારે જે કાર્યકર્તાવર્ગ એકત્ર થયો છે તે છૂટો પડી જ્યાં ત્યાં વીખરાઈ ન જાય, એવી દીર્ઘદૃષ્ટિથી દાદાએ રામાનંદ કૉલેજ શરૂ કરવાની સંપતિ આપી અને એમાં પોતે સક્રિય ભાગ લીધો. એમની વિદ્યાકાર્યની મુલવણી પણ અનોખી જોઈ છે. કોઈએ ઉત્તમ સંપાદન, સંશોધન કે ભાષાન્તર આદિનું કાર્ય કર્યું હોય અને પુરસ્કાર આપવાની વાત નીકળે તો તેમણે કદી વૈશ્યવૃત્તિથી નિર્ણય કર્યો હોય એમ મેં નથી જોયું. એ તો કહે છે જો કામ ઉત્તમ હોય તો બદલો પૂરતો આપવો જ જોઈએ. સારું કામ સમજનાર મળી રહેશે અને એ દ્વારા પૈસા આપનાર પણ મળી રહેશે, ઇત્યાદિ. દાદા અમદાવાદ આવે ત્યારે હરિજન આશ્રમમાં જવાનું ન ચૂકે. એમનાં વૃદ્ધ માતુશ્રી હતાં ત્યારે તેમને પણ ક્યારેક આશ્રમમાં લઈ જાય. ત્યાં પ્રાર્થના થાય અને આશ્રમવાસી બધાંને હૂંફ મળે, જાણે કે ગાંધીજીની સજીવ છાયા જ આવી ન હોય ! જેમ ગાંધીજી પાસે અનેક કામોનો ઢગલો અને કામ કરનારાઓનો સંઘ સદા જોવા મળતો, તેમજ એક પછી એમ કામ ઉકેલાતું પણ જોવા મળતું; એ જ રીતે દાદા પાસે પણ જોવા મળતું. ગાંધીસ્મારકને લગતાં કામો હોય, કસ્તૂરબા ટ્રસ્ટમાંથી ચાલતી અનેક સંસ્થાઓના કાર્યકર્તાઓ આવેલા હોય, શહેરના અને બીજા પ્રશ્નો હોય, કેટલાક જણ એમ ને એમ સલાહ લેવા આવ્યા હોય, પણ એ બધાનો ઉકેલ ધીરજ અને સમજણપૂર્વક કરે અને કોઈને અણગમતો નિર્ણય સંભળાવ્યો હોય તોય તેને હસતો કરી વિદાય કરે. આ તેમની સિદ્ધિ, એ ગાંધીજીની સિદ્ધિની જ યાદ આપતી. – બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૫૬ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૫. પરિચય થોડો પણ છાપ ઘણી ઊંડી ૧૯૨૨ની વર્ષાઋતુમાં હું ભાવનગર પાસેના વાળુકડ ગામમાં હતો. જ્યાં કયારેક કલાપીએ વાસ કરેલો એ ઐતિહાસિક મકાનમાં હું શેઠ પ્રેમચંદભાઈના મિત્ર તરીકે રહેલો. મારું મુખ્ય કામ તો તત્ત્વાર્થના લેખન અને તે અંગેના ચિંતન-મનનનું જ હતું. તે વખતે એ મકાનમાં કાંઈક સમારકામ પણ ચાલતું હતું. ઘણી મજૂરણો કામે આવતી, એ બધી વચ્ચે વચ્ચે સાથે મળી લોકગીતો લલકારતી જતી. એમાં એક મુખ્ય બાઈ હતી નામે મોંઘી. એને એટલાં બધાં લોકગીતો યાદ કે ખૂટ્યાં ખૂટે નહિ. નવું નવું ગાતી જાય ને બીજી બેહેનોને ગવડાવતી જાય. એ પોતે પણ સુકંઠી. એનાં લોકગીતો હું તો જ્યારે સાવ નવો ૫ડું ત્યારે જ ઇચ્છાપૂર્વક સાંભળું, પણ મારી સાથે હતા ભાઈ છોટાલાલ મગનલાલ (ગુજરાતી સાહિત્ય મંદિરના માલિક) તેઓ નવરા પડે કે એ લોકગીતો ઉતારી લે. કયારેક કયારેક પ્રેમચંદભાઈ એ શ્રાવણની રાતોમાં બહેનોને ગરબા લેવા બોલાવે. મોંઘી સૌમાં મોવડી. રાત ખૂટતી જાય પણ એનાં ગીતો ન ખૂટે. જેમ જેમ રાત ઠરે તેમ તેમ એનો કંઠ રાતરાણીના ફૂલની પેઠે ખીલતો અને ઊઘડતો જાય. છોટાલાલે કેટલાય દિવસોમાં કેટલીય નોટો ભરી. એક દિવસ મેં કહ્યું : ‘આટલી બધી નોટોનું શું કરશો ? કોણ વાંચશે ? અને આ તો બધાં ગીતો ગામડિયમાં છે.’ તે વખતે ભાઈ છોટાલાલે કહ્યું કે ‘ઝવેરચંદ મેઘાણી પાસે લોકગીતોનો ભારે સંગ્રહ છે ને એ એના ગવૈયા . પણ છે. એમની કદર પૂરેપૂરી નથી થતી તો મારી નોટોની કદર શી થવાની છે ? છતાં હશે તો કામ આવશે.’ ઝવેરચંદ મેઘાણીનું નામ આ વખતે પહેલવહેલું જ મારે કાને પડ્યું. તે વખતે એમને વિષે વિશેષ જિજ્ઞાસા ન થઈ પણ એવી જિજ્ઞાસાનું બીજ તો વવાયું જ. સાલ યાદ નથી, ને પ્રસંગ પણ પૂરેપૂરો યાદ નથી આવતો, પરંતુ અમદાવાદમાં એક મેળાવડા પ્રસંગે એ જ મેઘાણીનાં ગીતો પહેલવહેલાં સાંભળ્યાં. તે વખતે મન ઉપર પહેલી છાપ એ પડી કે મેઘાણી નામ સાર્થક છે. એમનો કંઠ મેઘ જેવો ગંભીર અને આહ્લાદક છે. શ્રોતાઓને પોતાની ગંભી૨ ગર્જનિંગરાથી મોરોની પેઠે તેઓ નચાવતા અને રસોારથી ટહુકારાવતા. Page #106 -------------------------------------------------------------------------- ________________ પરિચય થોડો પણ છાપ ઘણી ઊંડી • ૯૭ આ વખતે હું તેમને પ્રત્યક્ષ મળી શક્યો નહિ પણ મળવાની વૃત્તિ અંતરમાં જ જન્મી. મેં અત્યાર લગી તેમનું કોઈ લખાણ વાંચ્યું ન હતું. એમની “રસધારની ચોપડીઓ ઘરમાં હતી છતાં સાંભળેલી નહિ. ક્યારેક મનમાં આવ્યું કે નિરાંત મળે તો એ જોવી જરૂર. અનુકૂળતાએ બધી નહિ તો એમાંથી કેટલીકનો કેટલોક ભાગ સાંભળી ગયો અને બાલ્યાવસ્થામાં જ ગ્રામજીવન તેમજ લોકગીતોના સંસ્કાર ઝીલ્યા હતા અને જે સંસ્કાર હવે ગત જન્મના સંસ્કાર જેવા થઈ ગયા હતા તે બધા એકેએક મનમાં ઊભરાવા લાગ્યા. શ્રીમતી દમયંતીબેનના અવસાન પછી કયારેક મુંબઈમાં અમે બંને મળ્યા. જમવાનું સાથે હતું એટલે ખુલ્લે દિલે વાતચીતની તક મળી. મેં આ પ્રથમ મુલાકાતે જ એમ અનુભવ્યું કે આ માણસ માત્ર કંઠની બક્ષિસવાળો સુગાયક જ નથી પણ એ તો ચિંતન અને સંવેદનથી પણ સ્વચ્છ હૃદયનો પુરુષ છે. અમે પ્રથમ મળીએ છીએ ને કાંઈક વચ્ચે સંકોચનો પડદો છે એ ભાવ જ મારા મન ઉપર ન રહ્યો. ને ફરી તેમની સાથે વધારે પરિચય કરવાની વૃત્તિ પ્રબળ થઈ. અત્યાર લગીમાં એમનું સાહિત્ય અને એમનાં લખાણો ઘણાં પ્રસિદ્ધ થયેલાં, મારે ત્યાં પણ એમની કેટલીક ચોપડીઓ હતી છતાં એક અથવા બીજે કારણે મેં એમાંનું ભાગ્યે જ કાંઈ વાંચ્યું કે સાંભળ્યું હશે. કયારેક ક્યારેક “ફૂલછાબ'ના અંકો બહુ જ જૂજ પ્રમાણમાં સાંભળવા પામતો. એમાં સાંબેલાના સૂર વાંચવા હું બહુ લલચાતો. જન્મભૂમિ'માં “કલમ અને કિતાબ'નું પાનું રહેતું, તે પણ જ્યારે મળે ત્યારે સાંભળી જવા બહુ લલચાતો. ‘સાંબેલાના સૂર' અને “કલમ કિતાબનાં પાનાં જે કાંઈ બહુ થોડાં સાંભળ્યાં છે તે ઉપરથી તે જ વખતે મારું અનુમાન થયેલું કે હો ન હો પણ આનો લેખક મેઘાણી જ હોવો જોઈએ. એમાં કાઠિયાવાડી ભાષાનો સૌમ્ય પણ ધોધમાર પ્રવાહ અને માહિતીપૂર્ણ, કલ્પનાપ્રધાન તેમજ બહુશ્રુત વિચાર જોઈ એમ થયું કે ખરેખર મેઘાણી પારદર્શી અને તટસ્થ વૃત્તિના છે. પ્રજાબંધુનાં “મંથન” અને “ચક્રવાક વાંચનાર એને કદી છોડી ન શકે તો “સાંબેલાના સૂર’ અને ‘કલમ કિતાબ' તો તેથીયે કદાચ આગળ વધે એવી મારા મન ઉપર છાપ પડતી. મેઘાણીનાં પુસ્તકો સાંભળવાની તૃષા તે વખતથી આજ લગી હજી નથી સંતોષાઈ, પણ મેઘાણીનો પરિચય થવાના પ્રસંગો મુંબઈમાં જ આપતા ગયા. ૧૯૪૧ના ઉનાળામાં મેઘાણી મુંબઈમાં એક મિત્રને ત્યાં રાતે આવ્યા. હું પણ હતો. બધાએ એમને કાંઈક સંભળાવવા કહ્યું. મેં એમની લથડેલી તબિયત જાણી એટલે એમને પોતાને ગાવા ના પાડી અને શ્રોતાઓને પણ આગ્રહ કરવા ના પાડી. દરમ્યાન મારી સાથે એક બિહારના વનસ્પતિ શાસ્ત્રવિશારદ ડૉક્ટર હતા. તેમણે એક હિન્દી ગીત લલકાર્યું. એ તો સામાન્ય હતું. આ ગીત પૂરું થતાં જ મેઘાણી આપમેળે ગાવા મંડી ગયા. મેં રોક્યા પણ આ એક તો પૂરું કરી લઉં એમ કહી તે આગળ ચાલ્યા. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ૭ અધ્ય એક એટલે કયું એક એની પછી સીમા બાંધવી અઘરી હતી. આ ખાનગી મિજલસ પછી તેમનાં મુંબઈ યુનિવર્સિટીનાં ભાષણો સાંભળવાની તક મળી. કલાકના કલાકો લગી અખંડપણે એટલા ઊંચા સ્તરથી એટલી મોટી મેદની વચ્ચે ગાવું અને અસાધારણ જણાતા અને વિદ્વાનો સમક્ષ વિવેચન પણ કરતા જવું એ સિદ્ધિ તે જ વખતે જોઈ. મને મનમાં થયું કે પ્રસંગ મળે તો મેઘાણીને કહી દઉં કે ‘આટલું બધું ન લંબાવો અને લંબાવવું હોય તોપણ રાતે અને આખો દિવસ પૂરતો આરામ કરી લો.’ મેં તેમને એ વાત કહી પણ ખરી. પરંતુ તેમણે તો મને એવો ઉત્તર આપ્યો કે જેથી હું અતિ વિસ્મયમાં પડી ગયો. તેમણે કહ્યું, ‘આરામની વાત કયાં છે ? સવારથી ઊઠી ભાષણ માટે આવું છું ત્યાં લગી ભાષણની બધી સંકલના કરું છું, નોટ કે નોંધો એ મારી સ્મૃતિ જ છે. રાતે પણ વખત મળે ત્યારે એ જ ગડભાંજમાં રહું છું.’ હું કાંઈ વિશેષ ન બોલ્યો પણ એટલું કહ્યું કે આ રીત સારી નથી, જીવલેણ છે.’ યુનિવર્સિટીનાં પાંચ ભાષણો પૂરાં થયાં ત્યારબાદ ભારતીય વિદ્યાભવનમાં એક મેળાવડો યોજાયો. શ્રીયુત મુનશીજી પ્રમુખ અને મેઘાણી લોકગીત લલકારના૨. પોણા ત્રણ કલાક એ મેઘગંભી૨ ગિરા ગાજતી ચાલી. ઉપસંહારમાં શ્રીયુત મુનશીએ ઠીક કહ્યું હતું કે આ તો વ્યાસ છે.’ મને એમ લાગ્યું કે વ્યાસે મહાભારતમાં જે વિસ્તાર કર્યો છે અને જે વિવિધતા આણી છે તે જ તત્ત્વ મેઘાણીના ગાન અને ભાષણમાં છે. આ બધું છતાં મને એક ત્રુટિ ઉભય પક્ષે લાગતી જ હતી અને તે એકતા કે વક્તા શક્તિ અને સમયનું પ્રમાણ નથી સાચવતા, રસમાં તણાઈ જાય છે અને શ્રોતાઓ માત્ર પોતાની શ્રવણેન્દ્રિયની તૃપ્તિનો જ વિચાર કરે છે, વક્તાની શક્તિ અને સ્થિતિનો નહિ. ૧૯૪૪ના ડિસેમ્બરમાં અમદાવાદ મુકામે એક ઇતિહાસ પરિષદ ભરાયેલી. તેમાં અમુક વિષયને લક્ષી વિદ્વાનોની ચર્ચા ગોઠવેલી. શ્રીયુત મુનશીનું ભાષણ વકીલાતથી ભરેલું હતું. એમાં બીજા પક્ષો પ્રત્યે જાગતી દૃષ્ટિ નહિ પણ સ્વપક્ષ પરત્વે સમર્થક જાગરિત દૃષ્ટિ હતી. અધ્યાપક રામનારાયણનું ભાષણ એક અધ્યાપકને શોભે તેવું ટૂંકું અને સ્પષ્ટ હતું. ધૂમકેતુનું પ્રવચન તત્ત્વસ્પર્શી હોય તે કરતાં વધારે વિનોદી હતું પણ મેઘાણીનું પ્રવચન તદ્દન જુદી ભાત પાડતું મને લાગેલું. એમના પ્રવચને પણ મારા મન ઉપર પડેલી તેમની સમભાવ વિષેની છાપને વધારે પુષ્ટ કરી હતી એવું મારું સ્મરણ છે. છેલ્લે ૧૯૪૬ના એપ્રિલની ઘણું કરી ૪થી તારીખે બ્લેવેવ્સ્કી હૉલ'માં એક મેળાવડો યોજાયેલો. મેઘાણી ગાનાર. ઠઠ ખૂબ જામી હતી. બીજે દિવસે હું કલકત્તા જવા માટેની તૈયારી કરતો હતો છતાં મેઘાણીને સાંભળાવાનો લોભ દાબી ન શકયો. મને બેઠેલો જોઈ મેઘાણી આપમેળે પાસે આવ્યા, ને જાણે તદ્દન અંગત હોઈએ એ Page #108 -------------------------------------------------------------------------- ________________ પરિચય થોડો પણ છાપ ઘણી ઊંડી • ૯૯ રીતે વાતો ચાલી. મારા પ્રશ્નના ઉત્તરમાં કહે કે “મહેન્દ્રને હમણાં અમેરિકા જતો રોક્યો છે, કામ સારું કરે છે. તૈયારી કરશે ને પછી અમેરિકા જશે તો વધારે ફાયદો થશે.” મેઘાણીએ પોતાનું કામ શરૂ કર્યું. મેં ધારેલું કે કલાક દોઢ કલાકમાં પૂરું થશે પણ લગભગ ત્રણ કલાક થવા આવ્યા ને પૂરું ન થયું એટલે હું તો અતિ લંબાણની સમાલોચના ને ચિંતા કરતો ઘેર પાછો ફર્યો. મારી સાથે એક મારાં બેન પણ સાંભળવા આવેલાં. અમે ઘેર પાછાં ફરી થોડીક સમાલોચના કરી. મેં એ બેનને કહ્યું કે જો મેઘાણી આ રીતે ગાતા રહેશે, લોકોને ટાળે વાળશે ને સમય-મર્યાદા નહીં બાંધે તો તે લાંબું જીવન કદી માણી શકશે નહિ. શ્રોતાઓ “આગળ ચલાવો – આગળ ચલાવો” એમ કહે જાય છે, સારા સારા લેખકો ને વિચારકો પણ એમને રોકવાને બદલે ગાણાં સંભળાવવાની પ્રેરણા કર્યે જાય છે. એ ભારેમાં ભારે અજ્ઞાન છે.' વીર્યપાતાદ્ વાક્ષાતો ગંભીયાનું આ સૂત્રોનું મર્મ કેળવાયેલા પણ ન જાણે તો સાધારણ શ્રોતાઓને ઠપકો કેમ આપી શકાય? લગભગ ૧૧ મહિના પછી જ્યારે કાશીમાં મેઘાણીના દુઃખદ અવસાનની વાત જાણી ત્યારે મને મારા દોરેલ પૂર્વ અનુમાનના કાર્યકારણભાવ વિષેની ખાતરી થઈ. માણસ ગમે તેવો શક્તિશાળી ને કાર્યકર હોય છતાં શક્તિ અને કાર્યની સમતુલા જો રાખી ન શકાય તો એકંદરે તે પોતે અને પાછળની પ્રજા નુકસાનીમાં જ રહે છે. લોકસેવક ગોખલેના અવસાન પછી અમદાવાદમાં દિલગીરી દર્શાવવા માટે એક સભા મળેલી. પૂ. ગાંધીજીએ એક વાત કહેલી તે આજે પણ મારા મન ઉપર તેવી જ તાજી છે. તેમણે કહેલું કે, ગોખલેએ કામ બહુ ખેંચ્યું, જીવનકાળના નિયમોને પૂરી રીતે તેઓ ન અનુસર્યા, તેમણે કામ બહુ કીમતી કર્યું છે, પણ વધારે પડતું કામ ખેંચવાથી એકંદરે તેઓ પોતાની સેવાવૃત્તિમાં નુકસાનમાં જ રહ્યા છે. અને આપણે પણ તેમની પાસેથી લાંબા વખત લગી જે સેવા મેળવી શકતા તેથી વંચિત જ રહ્યા છીએ.” મને લાગે છે કે મેઘાણી વિષે પણ આમ જ બન્યું છે. બીજા કોઈ સાધારણ માણસ કરતાં અસાધારણ વ્યક્તિનું જ જીવન લાંબુ હોવું જોઈએ. તેથી એકદંરે તે પોતાના ક્ષેત્રમાં વધારે સેવા અર્પી શકે છે. અને પ્રજાને પણ એની કીમતી સેવાનો લાભ મળે છે. સેવા લેનાર અને દેનાર જો પ્રમાણમર્યાદા ન સાચવે તો સરવાળે બંનેને નુકસાન જ થાય છે. યુરોપના આધુનિક લેખકોમાં એચ. જી. વેલ્સ કે બર્નાર્ડ શો જેવા ઘણાય છે, જેઓએ આખી જિંદગી પોતપોતાની ઢબે સાહિત્ય સર્જનમાં જ આપી છે. તેમનું દીર્ઘ જીવન જોતાં જ એમ લાગે છે કે તેઓ શક્તિ અને કામની મર્યાદા આંકી સમતુલા સાચવતા હોવા જોઈએ અને જીવવાની કળા વધારે સારી રીતે જાણતા હોવા જોઈએ. આપણા દેશમાં ઠક્કરબાપા કે ગાંધીજી જેવા જે દીર્ઘ જીવન દ્વારા લોકસેવા કરી રહ્યા છે તેનો આધાર આ સમતુલા જ છે એમ હું માનું છું. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ . અર્ધ્ય મેઘાણીનાં પુસ્તકોમાંથી આખેઆખાં મેં ત્રણ જ સાંભળ્યાં છે. વેવિશાળ,’ પ્રભુપધાર્યા’ અને માણસાઈના દીવા', છેલ્લે મહીડા ચંદ્રક વખતનું પ્રવચન, રાજકોટની સાહિત્ય સભામાં પ્રમુખ તરીકેનું ભાષણ અને ‘સંસ્કૃતિ'માં નો ‘લોકકવિતાનો પારસમણિ' લેખ : આટલા અતિ અલ્પ વાચન અને અતિ અલ્પ પરિચયે મારા મન ઉપર ઊંડામાં ઊંડી છાપ એક જ પાડી છે અને તે એ કે મેઘાણી બીજું બધું ગમે તે હોય કે નહિ પણ એમનામાં જે સમભાવી તત્ત્વ છે, નિર્ભય નિરૂપણશક્તિ છતાં નિષ્પક્ષતા સાચવવાની શક્તિ છે તે ભાગ્યે જ બીજા કોઈ એવા સમર્થ કવિ, ગાયક કે લેખકમાં હશે. તેઓ બીજા કેટલાક મહાન લેખકોને સાહિત્ય સ્રષ્ટાઓની પેઠે વાડાબંધીમાં નહિ ફસાતાં તેથી પર હતા. પ્રમાણમાં તેઓ દોષ પકડી કાઢતા તેટલા જ પ્રમાણમાં તેઓ ગુણને પણ પકડી કાઢી તેનું નિરૂપણ કરતા. કવિ કે લેખક જ્યારે આવેશ કે ‘અમેવ”િમાં તણાઈ જાય છે ત્યારે સરવાળે પોતાને અને પોતાની પાછળની પેઢીને એક ચેપી રોગમાં જ સપડાવે છે. મેઘાણી બિલકુલ એવા રોગથી ૫૨ હતા એવી મારા મન ઉપર અમીટ છાપ પડી છે.* * શ્રી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિગ્રંથ સૌનો લાડકવાયો'માંથી ઉદ્ભુત. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૬. આવો ને આટલો આઘાત કેમ ? શ્રીયુત પરમાનંદભાઈના પત્રથી ડૉ. મેઘાણીના દુઃખદ અવસાનની જાણ થતાં જ મન ઉપર આઘાત થયો. ઠીક ઠીક વખત પસાર થયા છતાંય એ આઘાત મોળો ન પડ્યો. મન બીજા કામમાં પરોવ્યું તોય એની પાછળ વિષાદની ઊંડી રેખા એવી અંકિત થયેલી લાગી કે તે કેમેય કરી મોળી પડતી ન દેખાઈ. હું વિચારમાં પડ્યો કે ડૉ. મેઘાણી નથી અંગત સંબંધી કે નથી તેમની સાથે કોઈ નિકટનો સ્વાર્થ-સંબંધ અને છતાં આટલો વિષાદ અને આઘાત કેમ થાય છે ? સ્વાભાવિક રીતે જ ચિંતનશીલ મન કારણની શોધ તરફ વળ્યું. પહેલાં તો એમ થયું કે આવા આઘાતનું કારણ જે રીતે ડોક્ટરનું મૃત્યુ થયું છે તે રીત છે. ગુંડાગીરીના કૃત્ય સિવાય માંદગી કે તેના બીજા સહજ કારણથી મૃત્યુ જેમ સહુનું આવે છે તેમ આ મૃત્યુ પણ થયું હોત તો આવો આઘાત ન થાત. લોહીની નદીઓ વહેવા છતાં બીજા કેટલાક દેશો જ્યારે હજી સ્વતંત્રતાની પ્રાપ્તિથી ઘણે દૂર છે ત્યારે ગાંધીજીના અહિંસક પુરુષાર્થને પરિણામે આ દેશમાં ઊગી રહેલ સ્વાતંત્રના પ્રભાતને ગુંડાગીરી અંધકારમાં ફેરવવા મથી રહી છે – એ જ ભાવના ગુંડાગીરી પ્રત્યેના અણગમામાં સમાયેલી હતી – એમ મેં જોયું; પણ તરત જ એ વિચાર આવ્યો કે, જો ગુંડાગીરી જ પ્રબળ વિષાદનું કારણ હોય તો અત્યાર લગીમાં મેઘાણીની જેમ કેટલાંય સ્ત્રીપુરુષો ગુંડાગીરીનાં ભોગ બનેલાં છે અને બનતાં જાય છે. તેના રોજ-બ-રોજના સામાન્ય સમાચારથી મન આજની પેઠે ઊંડો આઘાત કેમ નથી અનુભવતું? મનમાં એ પત્ર થયો કે, કલકત્તા, નોઆખલી, બિહાર અને ગઢમુક્તશ્વરની ગુંડાગીરીનાં નગ્ન નૃત્યો નજરે જોઈ આવનાર વિશ્વાસી સ્નેહીઓએ કરેલું વર્ણન જ્યારે સાંભળ્યું ત્યારે પણ અહિંસક પુરુષાર્થના પરિણામના વિઘાતક લેખે એ ગુડાંગીરી પ્રત્યે અણગમો તો આવેલો અને છતાં આજનો અણગમો, તે અણગમા કરતાં વધારે તીવ્ર કેમ છે ? મન આ પ્રશ્રનો ઉત્તર સાધવા મથતું હતું તેમાંથી એને જે ઉત્તર મળી રહ્યો તે જ આ સ્થળે ડૉ. મેઘાણી પ્રત્યેની શ્રદ્ધાંજલિ રૂપે લખી નાખું છું. છેવટનો ઉત્તર મનમાંથી એ મળ્યો કે ડૉ. મેઘાણીના સદ્ગણોનો જે થોડોઘણો પરિચય થયેલો તેનું તાજું થયેલું સ્મરણ આ વિષાદને તીવ્ર બનાવી રહ્યું છે. તેથી તેમની સાથેની મારી પરિચયકથા જ ટૂંકમાં અત્રે આપવી યોગ્ય ધારું છું. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ - અર્થ ૧૯૩૧ની કરાંચીની કોંગ્રેસથી પાછો ફરી મુંબઈ આવ્યો ને અણધારી રીતે ડૉ. મેઘાણીને ત્યાં રહેવાનું બન્યું. તે વખતે તેઓ જકરિયા મસ્જિદની આસપાસ રહેતા. ઘેર તે પોતે ને તેમના નાનાભાઈ પ્રભુદાસ એ બે હતા. તેમના ઘરનો એકાંતવાસ મને વાચન-ચિંતનમાં અનુકૂળ હતો તેથી જ હું ત્યાં રહેલો. મેં ત્યાં સૂવા-બેસવા ને ચાપાણી પૂરતો જ વ્યવહાર રાખેલો. ડૉક્ટર મેઘાણીએ મને પ્રથમ પરિચયે જ કહ્યું હતું કે જોકે અત્યારે ઘરવાળા કોઈ નથી, છતાં જે અમારા માટે ખાવાનું બને છે તેમાં તમે ખુશીથી ભાગીદાર બની શકો છો. ડોક્ટરના દિવસોનો મોટો ભાગ તેમની ફરજ તેમજ તેમને ચાહનાર પરિચિત દર્દીઓનો ઇલાજ કરવા વગેરેમાં પસાર થતો. દિવસમાં બહુ થોડો વખત અમે બંને ક્યારેક સાથે બેસવા પામતા; પણ રાતના જરૂર બેસતા. હું તેમને તેમના અનુભવોની વાત પૂછતો ને કદી નહિ સાંભળેલ કે નહિ અનુભવેલ એવી દુઃખી દુનિયાની વાતો તેમને મોઢેથી સાંભળતો. આમ તો ડોક્ટર સાવ ઓછાબોલા પણ હું તેમને ચૂપ રહેવા દેતો નહિ. શરૂઆતમાં મેં એટલું જ જાણ્યું કે ડોક્ટર મેઘાણીનો ગરીબ, દલિત અને દુઃખી માનવતાનો અનુભવ જેટલો સાચો છે તેટલો જ તે ઊંડો પણ છે. ધીરે ધીરે મને માલુમ પડેલું કે તેમણે તો જાગૃતિ પત્ર દ્વારા આ વિષે ખૂબ લેખલું પણ છે. થોડા જ વખતમાં હું એ પણ જાણવા પામ્યો કે, ડૉક્ટરનો મનોવ્યાપાર માત્ર કચડાયેલ માનવતાના થરોનો અનુભવ કરવામાં કે તેને માત્ર લખી કાઢવામાં વિરામ નથી પામતો; પણ તેઓ એ દુઃખ પ્રત્યે એટલી બધી સહાનુભૂતિ ધરાવે છે કે તેને ઓછું કરવામાં પોતાથી બનતું બધું કરી છૂટવા તેઓ મથે છે. વેશ્યાના લત્તાઓમાં કે અતિ ગરીબ મજૂરોની ઝૂંપડીઓમાં તેઓ પોતાની ફરજને અંગે જતા, પણ તે માત્ર નોકરી બજાવવાના દેખાવ પૂરતો જ ઉપરઉપરનો રસ ન લેતાં તેની સ્થિતિનાં ઊંડાં કારણો તપાસતા. તેમણે મને વેશ્યાજીવનની આસપાસ વીંટળાયેલ અનેકવિધ ગૂંગળામણો વિષે એવા અનુભવો સંભળાવેલા કે હું સાંભળીને ઠરી જતો. કેટકેટલી નાની ઉંમરની છોકરીઓ એ જાળમાં ફસાય છે, કેવડા નાના અને ગંદા મકાનમાં તે જીવન ગાળે છે, પાઉંરોટી, બેડ ને ચા ઉપર મોટેભાગે તે કેવી રીતે નભે છે, કેટલી નિર્લજ્જતાથી અનિચ્છાએ પણ તેમને રહેવું પડે છે અને ત્યારપછી આ ગંદકીમાંથી નીકળવા ઘણીખરી બહેનો કેટલી ઝંખના કરે છે અને છતાંય કોઈ રસ્તો મેળવી શકતી નથી અને તેમનો હાથ પકડનાર કોઈ વિશ્વાસી મળતું નથી – એ બધું જ્યારે ડૉક્ટર કહેતા ત્યારે એમની કરુણા આંસુ રૂપે ઊભરાતી. ડૉક્ટરને પોતાની ફરજને અંગે વ્યાપારીઓની દુકાને સીધા-સામાનમાં કાંઈ સેળભેળ છે કે નહિ તેની પરીક્ષા પણ કરવી પડતી. તેમણે એકવાર એવી પરીક્ષાને પરિણામે જે સેળભેળનાં અનિષ્ટ તત્ત્વો જોયેલાં તે મને કહ્યાં ત્યારે હું નવાઈ પામ્યો કે આવી જીવલેણ સેળભેળ ચાલવા છતાં પ્રજા જીવે છે કેવી રીતે ? વ્યાપારીઓ સજાને Page #112 -------------------------------------------------------------------------- ________________ આવો ને આટલો આઘાત કેમ ? • ૧૦૩ દંડના ભયથી લાંચ આપી છટકી જવા ઇચ્છે એ સમજી શકાય તેવું છે, પણ મેઘાણીને લાંચ કે બીજું કોઈ પ્રલોભન લલચાવી શકે તેમ ન હતું. એ તો છેવટે પોતાના અધિકારનો ઉપયોગ વ્યાપારીની વૃત્તિને સુધારવામાં જ કરતા. સ્ત્રીઓનાં દુઃખ પ્રત્યેની ઊંડી સંવેદનાએ તેમને વિધવાઓના ઉદ્ધારની દિશામાં પ્રેર્યા હતા. હું એમને ત્યાં હતો તે દરમ્યાન જ તેમણે બેત્રણ અતિ સંકડામણમાં આવેલ બાળવિધવાઓને ઠેકાણે પાડી સંમાનભેર જીવન ગાળતી કરી હતી. એ બાળવિધવાઓ જેન હતી ને તેમની ધન તેમજ શીલ-સંપત્તિ તેમનાં નિકટનાં સગાઓએ જોખમમાં મૂકી તેમને રખડતી કરી હતી. એ બાળવિધવાઓને માટે મરણ સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો હોય તેમ લાગતું નહિ. તે વખતે ડો. મેઘાણીએ તેમને ઠેકાણે પાડી. આ વસ્તુ જાણી ત્યારે ડો. મેઘાણી પ્રત્યે હું વધારે આકર્ષાયો; ને તેમના કહેવાથી તે વખતે હીરાબાગમાં થયેલ એક પુનર્લગ્નમાં હું હાજર પણ રહેલો. સુધારણા અંગેની બધી પ્રવૃતિઓમાં ડૉક્ટરની મનોવૃત્તિ ક્રાન્તિકારિણી હતી ને તે દયામૂલક હતી. ડૉ. મેઘાણી સ્થાનકવાસી જૈન પરંપરાના હતા, તેથી સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સમાં પણ કાંઈક રસ લેતા. તેમણે એકવાર કહ્યું કે, “ઑફિસનો ખર્ચ આટલો થાય છે ત્યારે કામ તો માત્ર સામયિક પત્ર પ્રકાશન પૂરતું જ છે અને તેમાં પણ મુખ્યપણે પંડિત દરબારીલાલજી લખે છે.” મેં તેમને કહ્યું કે, આટલો બધો માસિક ખર્ચ રાખવા છતાં કાંઈ કામ થતું ન હોય ને માત્ર સામયિક પત્ર જ અને તે પણ સામાન્ય કોટિનું ચાલુ રાખવું હોય તો બહેતર છે કે ઑફિસનો ખર્ચ બંધ કરવો ને જ્યાં ત્યાં કૉન્ફરન્સની સ્કોલરશિપથી ભણી રહેલ યોગ્ય વિદ્યાર્થીઓ દ્વારા જ પત્ર પ્રકાશન ચાલુ રાખવું. તેમને એ વાત ગમી. એટલે મને કહે કે “ચાલો, તમે અમારા કાર્યકર્તાઓને સમજાવો. આ વખતે મેં જોયું કે ડૉક્ટર સામાજિક ધનનો ઉપયોગ જરા પણ નિરર્થક થાય અને સાંખી શકતા નહિ. આ પછી મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાનો યુગ આવ્યો. હું એ પ્રસંગે આવતો. ડોક્ટર મેઘાણી વ્યાખ્યાનમાળા પ્રસંગે પોતાની અનુભવકથા કહે એવી માંગણી કરતો, પણ તેઓ મને કહેતા કે, મારાથી એ વિષે બોલી શકાશે નહિ. હું મારું કામ લખીને તેમજ પ્રત્યક્ષ બનતું કરીને પતાવીશ. ડોક્ટરની નિર્ભયતા અને ક્રાન્તિકારી મનોવૃતિનો પરચો મને આગળ મળ્યો, ત્યારે હું તેમના પ્રત્યે પ્રથમથી વધારે આકર્ષાયો.” ૧૯૩૩ના ઉનાળામાં અજમેર મુકામે સ્થાનકવાસી સાધુ સંમેલન હતું. તે વખતે તેમણે ત્યાં શિક્ષણસંમેલન પણ યોજેલું. હું પણ શિક્ષણસંમેલન નિમિત્તે ગયેલો. અજમેરમાં સ્થાનકવાસી સાધુ-સાધ્વીઓ બસો ઉપરાંત મળ્યાં હશે. લાખ ઉપરાંત સ્થાનકવાસીઓની ઠઠ ત્યાં જામેલી. સ્થાનકવાસી પરંપરાના પ્રતિષ્ઠિત વયોવૃદ્ધ ને વિદ્વાન કેટલાંક પૂજ્યો ને મુનિઓ હતા. સૌમાં પૂજ્ય જવાહરલાલજીનું સ્થાન ઊંચું ગણાતું. તેમના અનુયાયીઓ ઘણા અને સમૃદ્ધ, છતાં એ પૂજ્ય જવાહરલાલજી સામે ડૉ. મેઘાણીને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૪ • અર્થ બળવો કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. પૂજ્ય જવાહરલાલજી ને મુનિ ચૌથમલજી બંને એક જ પરંપરાના ને એમ છતાં બંને વચ્ચે હિંદુ-મુસલમાન જેટલું અંતર ને કડવાશ. આ અંતર ન સંધાય તો અન્નપાણી ન લેવાં એવા સંકલ્પથી મુનિ મિશ્રીલાલજીએ ઉપવાસ આદરેલા. લોકોમાં ક્ષોભ જાગેલો. પૂજ્ય જવાહરલાલજી કેમે કરી નમતું આપે નહિ. ઉપવાસ કરનાર મરે તો તે જાણે પણ તેઓ તો કોઈપણ રીતે ચૌથમલજી સાથે માંડવાળ કરવા તૈયાર ન હતા. તેમના અનેક અનુયાયીઓએ તેમને સમજાવ્યા પણ બધું હવામાં. આવા કોઈ આઘાતથી સ્વ. દુર્લભજી ઝવેરી જવાહરલાલજીના ભક્ત છતાં તેમની સન્મુખ મૂછિત થઈ ગયેલા. ડૉ. મેઘાણીનો મિજાજ કાબૂમાં ન રહ્યો. આખા સ્થાનકવાસી સમાજમાં આગેવાન ને મોભાદાર ગણાતા એ પૂજ્યજી સામે ડોક્ટર મેઘાણીએ ઉગ્ર વલણ લીધું તે જોઈ ત્યાં હાજર રહેનાર કોઈને પણ તેમના પ્રત્યે સન્માન થયા વગર રહે તેમ ન હતું. સાધુ કે પૂજ્યપણાનો કોઈપણ ભય મનમાં સેવ્યા સિવાય તેમણે પૂજ્ય જવાહરલાલજીને ચોખે ચોખ્ખું સંભળાવી દીધું કે “તમે પોતાના તરફથી માંડવાળ કરવા માટે નમતું આપવા તૈયાર ન હો તો અમે શ્રાવકો તમને બધા સાધુઓને આ જ મકાનમાં પૂરીશું ને બારણાં બંધ કરીશું. જ્યાં લગી તમે અંદરોઅંદર ફેંસલો નહિ કરો ત્યાં લગી અમે તમને બહાર આવવા દેવાના નથી.” ડો. મેઘાણી અને તેમના જેવા બીજાની આ ધમકીએ તત્કાળ પૂરતું કાંઈક કામ કર્યું પણ હું તો મેઘાણીની નિર્ભયતાની વાત કરું છું. બહુ વિરલ ગૃહસ્થો કે શ્રાવકો એવા હોય છે કે, જેઓ અણીને પ્રસંગે કોઈ સાધુ કે પૂજ્યજીને સામોસામ આટલી નિર્ભયતાથી સંભળાવી શકે. ડો. મેઘાણીનાં લખાણો ખાસ કરીને વાર્તાઓ પ્રબુદ્ધ જૈનમાં પ્રસિદ્ધ થતી. તેમની વાર્તાલેખનની કળા કેટલી સિદ્ધહસ્ત હતી એ તો એના વાંચનાર જાણે જ છે. છેલ્લે ૧૯૪૬ના માર્ચના અંત સુધી અમે મુંબઈમાં મળ્યા અને જ્યારે મળીએ ત્યારે સામાજિક અનુભવો ને તેમનાં લખાણો વિષે જ ચર્ચા કરીએ. છેલ્લે તેમની એક અસાધારણ ઉદારતા અને નિખાલસતાની નોંધ લેવી યોગ્ય ધારું છું. એમણે પ્રબુદ્ધ જૈન' માટે એક લેખ લખેલો. પરમાનંદભાઈ તો રહ્યા કઠણ પરીક્ષક; એમણે એ લેખ પંસદ તો કર્યો, પણ એના પૂર્વભાગ વિષે કહ્યું કે, આ લખાણ સાચું હોય તોય એની પાછળ ઐતિહાસિક ભૂમિકા ન હોય તો એ ભાગ કાઢી નાખવો જોઈએ. ડૉક્ટરે મહેનતપૂર્વક લખેલું એટલે સ્વાભાવિક રીતે જ એ ભાગ લેખમાં રહે તે તેમને પસંદ પડે છેવટે એમ ઠર્યું કે મારી સમ્મતિ લેવી. ડૉકટર પોતાના એક મિત્ર સાથે આવ્યા અને લેખ સંભળાવ્યો. મેં કહ્યું કે “એકંદરે આખો લેખ સારો છે ને તેમાં વર્તમાનકાળ અને ભવિષ્યતુ વિષેના વિચારો ને વિધાનો સાચાં હોવા ઉપરાંત ચોટદાર પણ છે. પણ ભૂતકાળને લગતો પૂર્વભાગ એવો સચોટ નથી.” પણ ડૉક્ટરે મારી પાસેથી જાયું કે એ ભાગ પણ વસ્તુદૃષ્ટિએ તો સાચો જ છે એટલે તેમને મારું સમર્થન પ્રાપ્ત Page #114 -------------------------------------------------------------------------- ________________ આવો ને આટલો આઘાત કેમ? • ૧૦૫ થયું, પણ પરમાનંદભાઈ એમ ડૉક્ટરને કે મને છોડે તેમ ન હતું. છેવટે અમે બધા ફરી મળ્યાઃ આ વખતે એ પૂર્વભાગ રાખવો કે કાઢવો – એની જે મધુર પણ ઉગ્ર ચર્ચા ચાલી તે આજે પણ મારા કાનમાં ગુંજે છે. ડૉક્ટરનું કથન એટલું જ હતું કે જો વસ્તુ સાચી હોય તો ઐતિહાસિક ભૂમિકા ન હોવા છતાં રાખવામાં શી અડચણ? પરમાનંદભાઈની દલીલ એ હતી કે, જે કાળ વિષે આપણે લખતા હોઈએ તેના પૂરતા પુરાવાઓનું અધ્યયન કર્યા સિવાય લખીએ તો એ પ્રામાણિક ન ગણાય. પણ એમની વધારે સચોટ દલીલ તો એ હતી કે કોઈ પણ લખનારે લખ્યું હોય તેટલું છપાવી કાઢવાનો ને લોકોને પીરસવાનો મોહ શા માટે જોઈએ ? આ દલીલ સાંભળતાં જ ડૉક્ટરે તરત અતિ નમ્રપણે કહ્યું કે ખુશીથી એ ભાગ કાઢી નાખો. અલબત્ત, મેં ઐતિહાસિક પુરાવાઓનું અધ્યયન નથી જ કર્યું. સામાન્ય વાચન ને કલ્પનાના બળે લખ્યું છે.” ડૉક્ટરની આ નિખાલસતાની મારા મન ઉપર બહુ ઊંડી છાપ પડી. તેઓ મને જ્યારે મળે ત્યારે કહેતા કે હું લખું છું પણ શીખાઉ છું. પરમાનંદભાઈ જેવા મારા લેખના કઠણ પરીક્ષક ન હોય તો ક્યારેક કાચું પણ કપાય. આ છેલ્લા પ્રસંગે મેં મારી જાતને તપાસી તો મને પણ લાગ્યું કે હું લેખના પ્રથમ વાચને તે વિષે ચોક્કસ ને કડક અભિપ્રાય ન આપી શક્યો એ મારી પણ નબળાઈ ખરી. - પ્રબુદ્ધ જૈન, ૧૫ ફ્રેબુઆરી ૧૯૪૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૭. સ્મૃતિપટ આદરણીય શ્રી મોતીચંદભાઈ વિષેનાં મારાં સ્મરણો એવાં નથી કે જે વાચકને તેમના જીવન વિષેનું મારું કોઈ વિશિષ્ટ દૃષ્ટિબિંદુ જણાવી શકે, તેમ છતાં શ્રી જીવરાજભાઈ આદેશને અનુસરી મારાં જે આછાં કે પાંખાં સ્મરણો છે તે સંક્ષેપમાં રજૂ કરવા યોગ્ય ધારું છું. ઈસ્વીસન ૧૯૦૪માં કાશી જૈન પાઠશાળા માટે અંગ્રેજી કોઠીનું મકાન ખરીદવાનું હતું, તે અંગે કાંઈક દસ્તાવેજ કામ માટે શેઠ શ્રી વીરચંદ દીપચંદ મોતીભાઈને બનારસ મોકલ્યા; આ વખતે જ સર્વપ્રથમ તેમનું નામ મારી જાણમાં આવ્યું. શ્રીયુત્ કુંવરજીભાઈનું નામ તો જાણતો જ; તેમના આ ભત્રીજા છે ને વકીલાતનો અભ્યાસ કરે છે. એટલી જાણથી તેમના પ્રત્યે મન કાંઈક ઢળ્યું, પણ અમે મળ્યા ન હતા. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયાં પહેલાં જ પ્રો. યાકોબી ભારતની સાહિત્યયાત્રા સમાપ્ત કરી મુંબઈનો કિનારો છોડવાના હતા. તેમના વિદાયમાન વખતે શ્રી મોતીચંદભાઈનું અંગ્રેજીમાં ભાષણ સાંભળ્યું – જોકે હું તે વખતે અંગ્રેજી સમજતો નહીં. આ તેમનો પ્રથમ સ્વર-પરિચય. ડૉ. બાલાભાઈ નાણાવટીના પ્રમુખપદે મળેલ મુંબઈ કૉન્ફરન્સ પછી તરત જ હું ભાવનગર ગયો હતો. શ્રીયુત્ કુંવરજીભાઈ સાથે કર્મશાસ્ત્રીય તત્ત્વોની ચર્ચા-વાર્તા કરવાનો ઉદ્દેશ હતો. દાદાસાહેબની બૉર્ડિંગમાં કેટલાંક મિત્રોએ શ્રી મોતીભાઈને ચાપાણી માટે આમંત્રેલા. તે વખતે તેમનું ગુજરાતી ભાષણ પ્રથમ જ સાંભળ્યું. રાત્રે શ્રી જૈનધર્મ પ્રસારક સભામાં નિયમિત રીતે હું શ્રી કુંવરજીભાઈ સાથે બેસતો ને મોડે સુધી જુદી જુદી શાસ્ત્રીય ચર્ચાઓ ચાલતી. એક દિવસે વિશેષાવશ્યકભાષ્ય'ની અમુક ચર્ચા પ્રસંગે શ્રી મોતીભાઈને ઉદ્દેશી શ્રી કુંવરભાઈએ કહ્યું કે – સાંભળો, આ દાર્શનિક ચર્ચા. તેઓ જોકે બીજા વાચનમાં મગ્ન હતા. એમ મને લાગ્યું. છતાં પોતાના કાકા પ્રત્યેના બહુમાનથી કે તત્ત્વચર્ચાના રસથી તેઓ સીધી રીતે મારી સાથે થોડીક વાતચીતમાં ઊતર્યાં, પણ મને હજી એમ જ લાગતું કે “ અમે બંને એક બીજાથી બહુ દૂર છીએ. લાલબાગમાં ઉપાશ્રયમાં શ્રી વિજયવલ્લભસૂરિની સમક્ષ શ્રી મોતીભાઈ એક સુપ્રસિદ્ધ આચાર્યને ઉદ્દેશી કાંઈક કહેતા કે હતા, તેમાં મેં એક વાક્ય એ સાંભળ્યું કે તેઓ શૈલી ઉચ્છેદક છે.' જોકે તે આચાર્યશ્રી તેમના માનીતા હતા, કદાચ કુલગુરુ Page #116 -------------------------------------------------------------------------- ________________ મૃતિપટ - ૧૦૭ પણ કહેવાય; છતાં ઉપરના તોળેલ શબ્દ ઉપરથી મને એટલો વિચાર થયો કે, મોતીભાઈનું વલણ વિધાયક લાગે છે. મારા ઉપર પડેલી આ પ્રાથમિક છાપ ત્યારબાદનાં પાંત્રીસ વર્ષ જેટલા ગાળાના ઉત્તરોતર વધતા જતા પરિચયથી મને સાચી લાગી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થયા પછી તેમની સાથેનો સીધો નહીં તો પારસ્પરિક પરિચય પણ વધતો ચાલ્યો. અલબત્ત, તે પહેલાં તેમનાં કેટલાંક લખાણો મેં સાંભળેલાં, જેમાં શ્રી આનન્દઘનનાં પદોના વિવેચનનું પ્રાસ્તાવિક, જૈન દૃષ્ટિએ યોગ, સિદ્ધર્ષિની પ્રસ્તાવના એ મુખ્ય ગણાય. વિદ્યાલયમાં તત્ત્વજ્ઞાન અને ધર્મના અધ્યાપક તરીકે પં. વ્રજલાલજી નિયુક્ત થયા હતા, જે મારા ચિરસાથી અને અંગત મિત્ર પણ હતા. વિદ્યાલયના કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ અને બીજા કેટલાક ઉપર પણ વ્રજલાલજીના અધ્યાપનનો બહુ જ સારો પ્રભાવ પડેલો ને વિદ્યાલયનું તત્ત્વજ્ઞાન – ધર્મનું શિક્ષણ રસપ્રદ પણ બનેલું. વખત જતાં એ રસ અને શ્રદ્ધામાં ઓટ આવી. શ્રી મોહનલાલ દેસાઈ જ નહીં પણ મોતીભાઈ સુધ્ધાં મને મળે ત્યારે એક જ વાત કહે કે – હવે વ્રજલાલજી ઠીક કામ કરતા નથી; તમે બીજો કોઈ અધ્યાપક બતાવો. મારે માટે આ સ્થિતિ ધર્મસંકટ જેવી હતી. એક બાજુ ચિરકાલીન અંગત મિત્રની પ્રતિષ્ઠા અને સ્થિતિનો પ્રશ્ન, મારી મૂંઝવણ દૂર થઈ નહિ, અને અવારનવાર મોતીભાઈ આદિની માંગણી પણ મટી નહીં. આમ લગભગ ૬-૭ વર્ષ વીત્યાં હશે. દરમ્યાન કેટલાંક પ્રબળ કારણસર મેં મારું વલણ વિદ્યાલયને પક્ષે જ વાળ્યું, અને સ્પષ્ટ નિર્ણય કરી મિત્ર વ્રજલાલજીને કહી દીધું કે – હવે આ ગાડું આ રીતે લાંબો વખત નહીં ચાલે. તમે કાં તો સૌને પ્રથમની જેમ સંતોષ આપો, નહીં તો છૂટા થાઓ. અન્યથા હું બીજો અધ્યાપક સૂચવીશ. ઘણું કરીને ૧૯૩૧ કે ત્યારબાદ થોડા સમયમાં જ પં. દરબારીલાલને લઈ હું મોતીભાઈની ઑફિસમાં ગયો. જાપણ નનનચ કર્યા સિવાય મોતીભાઈએ દરબારીલાલજી માટેની મારી માંગણી કે શરતો મંજૂર કરીને કહ્યું કે – તમે પગાર છૂટથી માંગી શકો. આ સાંભળી મારું મન વિશેષ આકર્ષાયું. અમે તો કહી દીધું કે, આથી વધારે પૈસાની અત્યારે જરૂર નથી. ખરી રીતે મોતીભાઈ પ્રત્યેના ઊંડા આદરનું આ પ્રથમ પગથિયું કહેવાય. પછી તો પં. દરબારીલાલજીના કામથી વિદ્યાલય, વિદ્યાર્થીગણ અને કાર્યકર્તાઓ એ બધા એટલા બધા પ્રસન્ન થયા કે તેથી મારો વિદ્યાલય સાથેનો સંબંધ અજ્ઞાત રીતે જ ગાઢ બની ગયો – ખાસ કરીને ધાર્મિક શિક્ષણના પ્રશ્ન પરત્વે. મને યાદ છે કે, શ્રી મોતીભાઈ, શ્રી મોહનલાલ દેસાઈ અને શ્રી મોહનલાલ બી. ઝવેરી – એ બધા વિદ્યાલયમાં ચાલતા ધર્મવર્ગ પરત્વે જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે મારી સાથે છૂટથી ચર્ચા કરતા અને મારી વાતો ધ્યાનથી સાંભળતા. એક અથવા બીજા કારણે ધાર્મિક અધ્યાપકને બદલવાનો કે રાખવાનો પ્રશ્ન આવે ત્યારે હું જ્યાં Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ • અર્થ હોઉં ત્યાં તેઓ છેવટે પત્ર લખીને પણ પૂછે અને મારા વિચાર જાણવા માગે. મારી દૃષ્ટિ પણ વિદ્યાલયના આ અંગને વધારે પુષ્ટ કરવાની પ્રથમથી જ હતી. એટલે હું પણ એમાં રસ લેતો. દરબારીલાલજી પછી લગભગ એક પછી એક છ-સાત ધાર્મિક અધ્યાપકો બદલાયા અને નિમાયા. લગભગ એ બધાની નિમણૂક વખતે મારા અભિપ્રાયોનું મૂલ્ય તેઓ વિશેષ આંકતા એવી છાપ મારા ઉપર હજી પણ છે, તેથી કરીને હું પણ એ વિષેની મારી જવાબદારી અંગે કદી બેપરવા રહ્યો નથી. એમ મારો અંતરાત્મા કહે છે. આ મિલનતંતુ દ્વારા ધીરે ધીરે મોતીભાઈ સાથે હું વિશેષ પરિચયમાં આવતો ગયો – જોકે વધારે વખત સાથે બેસવાનો કે એવો બીજો કોઈ પ્રસંગ આવ્યો જ ન હતો. મારી પ્રથમથી જ માન્યતા હતી, અને આજે પણ છે કે, મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાએ માત્ર ધર્મતત્ત્વજ્ઞાનના શિક્ષણથી પોતાની ઇતિકર્તવ્યતા પૂરી થયેલી માનવી ન જોઈએ. હું એ બધા મિત્રોને ભારપૂર્વક કહેતો જ આવતો રહ્યો છું કે, વિદ્યાલયનું કાર્ય ત્રિવિધ હોય, કૉલેજના વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ આપવાનું વાતાવરણ ઊભું કરવું અને તેને રસપ્રદ બનાવવું એ માટે તે ત્રિવિધ કાર્યક્રમ આવશ્યક છે. પહેલું તો એ કે ઓછામાં ઓછું એક સમર્થ પ્રોફેસર અને એક સમર્થ પંડિત એ બેને વિદ્યાલય પૈસાની ખાસ ગણતરી કર્યા વિના રોકે, જેથી મુંબઈ શહેરની કોઈપણ કોલેજના વિદ્યાર્થીને અગર ત્યાંના નિવાસી કોઈપણ પ્રોફેસરને જૈન પરંપરા વિષે કાંઈ પણ જાણવું હોય તો વિદ્યાલય એક જ્ઞાનપ્રજ્ઞારૂપ બને અને વિદ્યાજગતમાં એવી માન્યતા બંધાય કે જૈન પરંપરાને લગતા પ્રામાણિક અને વ્યાપક અભ્યાસ માટે મહાવીર જૈન વિદ્યાલય એ મુખ્ય ધામ છે. બીજું કામ સાહિત્ય-સંપાદનનું. જે પ્રોફેસર અને પંડિત નિયુક્ત થાય તે અનુકૂળતા પ્રમાણે જૈન સાહિત્યનું આધુનિક દૃષ્ટિએ સંપાદન કરે અને તે તે વિષય પરત્વે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં યથાસંભવ પ્રસ્તાવના આદિ પણ લખે. એ દૃષ્ટિએ કે કોઈપણ યુનિવર્સિટી કે કોઈપણ કોલેજના પાઠ્યક્રમમાં તે સંપાદનો ઉપયોગી થઈ શકે. જેવી રીતે જર્મન અને અન્ય પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલા ભારતીય સંપાદનો પ્રતિષ્ઠા પામ્યાં છે તેથી પણ વધારે સારી રીતે આ દિશામાં વિદ્યાલય કામ કરવાની ગોઠવણ કરે. ત્રીજું કામ મારી દૃષ્ટિએ એ છે કે, વિશિષ્ટ વિશિષ્ટ ગ્રંથોના પ્રમાણભૂત અને સંશોધનાત્મક ભાષાંતરો કરાવી વિદ્યાલય પ્રસિદ્ધ કરે. હું શ્રી મોતીભાઈને ઘણીવાર આવેશમાં એમ પણ કહેતો કે, તમે તો કાંઈ કરતા નથી; માત્ર ધાર્મિક લોકોનાં મન રીઝવવા ને પૈસા મેળવવા ધર્મવર્ગ ચલાવો છો એટલું જ. છતાં તેઓ કદી મારા પ્રત્યે તપ્યા નહિ; મીઠાશથી ઘટતો જવાબ વાળતા, અને હસતાં હસતાં ક્યારેક એમ કહેતા કે તમે વિદ્યાલયમાં આવો તો બધું અમે કરીશું, ઈત્યાદિ. Page #118 -------------------------------------------------------------------------- ________________ મૃતિપટ - ૧૦૯ ૧૯૪૩ના અંતમાં મેં તેમને લખેલું યાદ છે કે હવે હું કાશી છોડવાનો છું; મુંબઈ તો આવવાનો છું જ. કોન્ફરન્સ કે વિદ્યાલય જેવી સંસ્થાઓ મારા વિષય પરત્વે મારો ઉપયોગ કરી શકે, ઈત્યાદિ. પણ આવી મતલબનું લખ્યું તે પહેલાં એક પ્રસંગ અતિ મધુર બની ગયો ને આજે પણ તેની ખુમારી તાજી છે. હું કાશી થી મુંબઈ આવેલો. મારી સાથે શ્રી નથમલજી વંટિયા એમ. એ. – કે જે હમણાં જૈન તત્ત્વજ્ઞાન લઈ ડી. લિ થયા છે – તે હતા. અમે બંને વર્લી ઉપર આવેલા ભારતીય વિદ્યાભવનના મકાનમાં ઊતરવાના હતા. મેં પ્રથમથી આની સૂચના શ્રી મોતીભાઈને આપેલી. અમે વર્લીમાં રાત્રે લગભગ દસેક વાગે સૂવાની તૈયારીમાં હતા ત્યાં તો શ્રી મોતીભાઈ આવી ચડ્યા. આટલે બધે દૂર, આટલું મોડે, અત્યારે કેમ ? સવારે મળત, – એમ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે – હું અત્યારે જ તમને લેવા આવ્યો છું. નીકળેલો તો બે કલાક પહેલાં, પણ વચ્ચે ક્યાંય ગાડી કે વાહનનો યોગ મળ્યો નહીં. એટલે રખડપટ્ટીમાં મોડું થયું. અમે ઘણું કરી સવારે જવાની વાત કહીને તેમને વિદાય તો કર્યા પણ મારા મન ઉપર ચિરસ્મણીય છાપ એ રહી ગઈ કે શ્રી મોતીભાઈને જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને ધર્મ વિષેની જે લગની છે તે ઉપર ઉપરની નથી. તેમના પ્રત્યે મારું વલણ વધારે આદરશીલ બન્યું. અને જ્યારે તેમને ઘેર ગયા ત્યારે તેમણે જે સત્કાર કર્યો એ પણ સૌરાષ્ટ્ર અનુરૂપ જ હતો. તેમના ઘેર અને તેમની સાથે રહેવાનો મારે માટે એ પહેલો જ પ્રસંગ. શ્રી નથમલજીના વાચન અને દૃષ્ટિકોણથી તો તેઓ એટલા બધા મુગ્ધ થયા કે તેમને ગમે તે રીતે વિદ્યાલયમાં લાવવા તેઓ અભિમુખ બન્યા. જ્યારે નથમલજીએ આવવાની અશક્તિ દર્શાવી ત્યારે ન્યાયાચાર્ય ૫. મહેન્દ્રકુમારને તેમણે નીમ્યા. પણ નિવૃત્ત થઈ પ્રથમ મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં આચાર્યશ્રી જિનવિજયજી સાથે રહેતો હતો. શ્રી મોતીભાઈ એ ભારપૂર્વક મને કહ્યું કે વિદ્યાલયમાં પ્રતિમાસ બારસો જેટલા રૂપિયા ખર્ચી શકાશે. એટલે તમે તમારી ધારણા મુજબની એક યોજના તૈયાર કરો, જેને હું કમિટી સમક્ષ મૂકું. મેં એવી યોજના તૈયાર કરી ને તેમણે મારી હાજરીમાં જ કમિટી સમક્ષ મંજૂર કરાવી. ઘણું ખરું આ બધા પ્રસંગોએ હું શ્રીયુત પરમાનંદભાઈને મળતો, તેમની સલાહ લેતો. મારી પહેલેથી જ એ દઢ પ્રતીતિ ચાલી આવે છે કે – શ્રી પરમાનંદભાઈનું દૃષ્ટિબિંદુ જેટલું ચોખ્ખું અને વિશાળ છે તેટલું મુંબઈમાંના બીજા જૈનોનું ભાગ્યે જ હશે. એ યોજના મંજૂર થઈ ત્યારે પણ શ્રી મોતીભાઈએ તો મને એ જ કહ્યું કે, હવે તમે વિદ્યાભવનમાં નહીં પણ વિદ્યાલયમાં રહો. મારો જવાબ હંમેશનો એ જ રહ્યો. છે કે – હું દૂર રહ્યાં જે કરીશ તે ઠીક હશે. મને આવવા જેવું લાગશે ત્યારે વગરકહ્યું પણ હું વિદ્યાલયમાં બેસીશ. અસ્તુ. એ યોજના મંજૂર તો થઈ, પણ એક અથવા બીજે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ - અર્ધ્ય કા૨ણે એને અમલમાં લાવવાનું કામ રહી જ ગયું છે. હું નથી જાણતો કે અત્યારે વિદ્યાલયમાં રસ ધરાવનાર અને શ્રી મોતીભાઈના દૃષ્ટિબિંદુને બરાબર સમજનાર તેમજ તેને સ્થિર કરવા ઇચ્છનાર કોઈ હવે એ યોજના અથવા એવી બીજી કોઈ યોજનાને સક્રિય કરવા વિચારતો હશે કે નહીં. પણ એટલું તો ઇચ્છું અને કહી શકું છું કે, શ્રી મોતીભાઈની વિદ્યાલય પ્રત્યેની નિષ્ઠા, અને ધર્મ-સાહિત્યની પ્રીતિને કાયમ કરવા તેમજ જૈન સમાજનું ધાર્મિક દૃષ્ટિબિંદુ ઉન્નત કરવા માટે આવી સંસ્થા દ્વારા એવું કામ જરૂરી છે. શ્રી મોતીભાઈનાં વ્યાખ્યાનો જુદે જુદે પ્રસંગે સાંભળેલાં ખાસ કરી પર્યુષણ વ્યાખ્યાનમાળા વખતે તો તેમનું નિયત વ્યાખ્યાન સાંભળવા મળતું. તેઓનું વ્યાખ્યાન સાવ સાદું રહેતું; એમાં વાગ્મિત્વની છાપ ન રહેતી. પણ એમનાં માહિતીપૂર્ણ કેટલાંક લખાણોને લીધે મારા મન ઉપર તેમના પ્રત્યેના વિશિષ્ટ આદરની છાપ પડી છે. આટલા બધા વ્યવસાયો અને વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે તેઓ કેટકેટલું વાંચે અને લખે છે તે મને હંમેશાં હેરત પમાડતું. એમના મકાને ક્યારેક તો તો જાણ થતી કે તેઓ કેટકેટલાં પુસ્તકો સંઘરે અને વાંચે છે. સાંજે મરીનડ્રાઇવ ઉપર ફરવા જતો હોઉં ને કોટમાંથી પાછા ફરતાં મળે તો હસીને કાંઈ ને કાંઈ વાત કરે, અને કહે કે આટલું ચાલીને આવું છું તેથી વ્યાયામ પણ મળી રહે છે ને વિચારો કરવાની તક પણ મળે છે. તેમની ટીકા પણ મેં તેમની સામે કેટલીક વાર કરી હશે. પણ મને યાદ છે કે મેં તેમનો રોષ જોયો નથી. એક વા૨ હું હૉસ્પિટલમાં હતો. ઑપરેશન થયેલું. મને વ્યથામાં જોઈ એક દિવસે તેમણે કહ્યું કે અત્યારે જ સમાધિનો સમય છે. જ્યારે તેઓ પક્ષાઘાતથી પીડાયેલા ને કાંઈક સ્વસ્થ થયા ત્યારે હું તેમને મળવા ગયો. મેં વળી મારી ઢબે એ જ સમાધિની અને સમાધિમરણની વાત કાઢી કે હવે તમારો પરીક્ષાસમય છે. આજે જ્યારે તેમના વિષેનાં મારાં આછાં અને પાખાં સ્મરણો આલેખું છું ત્યારે તેમની મધુર હાસ્યમૂર્તિ અને મારા પ્રત્યેનો નિખાલસ વ્યવહાર તેમજ તેમની અનેક ક્ષેત્રોમાં કામ કરવાની હોંશ અને તાલાવેલી એ બધું માનસપટ ઉપર અંકિત થાય છે. કૉન્ફરન્સની ઑફિસમાં કેટલાક કામસર જવુ પડતું અને ત્યાં મિટિંગ હોય તો હાજર પણ રહેતો. એમાં જે કામનો સંબંધ શ્રી મોતીચંદભાઈ સાથે આવતો તેમાંથી એક્કે કામને તેમણે ટાળ્યું હોય કે બેદરકારી બતાવી હોય એમ મને યાદ નથી. ઘણાં વર્ષ અગાઉ તેમના વિષે જે મારો અભિપ્રાય બંધાયેલો કે તેઓ વિધાયક પ્રકૃતિના છે તે જ તેમના જીવનમાંથી જોવા પામ્યો છું. · શ્રી જૈન ધર્મપ્રકાશ, વૈશાખ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૮. સૌમાં વૃદ્ધ પણ સૌથી જુવાન શરીર ઘરડું થવા લાગે ત્યારે પણ મન નબળું ન પડે, વિચારો, નિર્ણયો અને આદર્શમાં જરાય મોળાશ ન આવે એવા વૃદ્ધ યુવકો વિરલ હોય છે. શ્રી મણિભાઈ એવા એક વિરલ વૃદ્ધયુવક હતા એની પ્રતીતિ તેમના દરેક પરિચિતને હશે એમ હું સમજું છું. જુદાં જુદાં સ્થાનોના જૈન યુવકસંઘના સભ્યોને હું જાણું છું ત્યાં લગી એમ નિઃશંક કહી શકું છું કે એ સભ્યોમાં શ્રી મણિભાઈ જેટલો વૃદ્ધ અને તેમના જેવો યુવક મેં નથી જોયો. યુવકસંઘના તરુણ સભ્યોમાં પણ કટોકટીને પ્રસંગે માનસિક ઘડપણ જોયું છે, જ્યારે મણિભાઈમાં તેથી ઊલટું અનુભવ્યું છે. જેમ મુશ્કેલી વધારે તેમ તેમની જુવાની વધારે દીપી નીકળે. અમદાવાદ અને બીજા સ્થાનોના જૈન યુવકસંઘો નામશેષ થયા અગર ઘરડા થયા ત્યારે પણ મુંબઈનો એ સંઘ જુવાની સેવે છે. એમાં શ્રી મણિભાઈનો હાથ મુખ્ય છે એમ હું સમજું છું. એમણે પોતાની કુનેહ, આદર્શની ઉચ્ચતા અને સહજ માયાળુતા વગેરે ગુણોથી અનેક તરુણોને યુવકસંઘ પ્રત્યે આકર્ષા, કેટલાકને હંમેશ માટે તેની સાથે સંકળાવા લલચાવ્યા એથી જ આપણે મુંબઈ જૈન યુવકસંઘને અને તેની વિવિધ પ્રવૃત્તિઓને નિત્યનૂતન રૂપમાં જોઈએ છીએ. કાશી કે આગ્રાથી (બરાબર યાદ નથી) હું વઢવાણ કેમ્પ ગયેલો. કેટલાક મિત્રો મણિભાઈને ત્યાં જમનાર હતા. મને પણ લઈ ગયા. હું મણિભાઈને જાણતો જ નહિ. પ્રથમ પરિચયે એટલી છાપ પડી કે આ મળવા જેવા છે. ત્યારબાદ તો દસ – પંદર વર્ષ ગયાં હશે. જ્યારે ૧૯૩૦ની હિલચાલ વખતે પજુસણ વ્યાખ્યાનમાળાએ અમદાવાદમાં જાહેર રૂપ લીધું ત્યારે તેના કાંઈક પડઘા મુંબઈમાં પડ્યા. એને ઝીલનાર જે બે વ્યક્તિઓ મુખ્ય હતી, તેમાં શ્રી મણિભાઈ પ્રધાન અને બીજા અમીચંદ ખીમચંદ. મુંબઈમાં વ્યાખ્યાનમાળાની શરૂઆત થઈ અને મારો પરિચય શ્રી મણિભાઈ સાથે વધતો ચાલ્યો. એમ તો કદાચ તેઓ મહાવીર વિદ્યાલય આદિ સ્થળે મળ્યા હશે પણ મારું સ્પષ્ટ સ્મરણ વ્યાખ્યાનમાળાથી શરૂ થાય છે. મેં જોયું કે શ્રી મણિભાઈની ધગશ જૈન સમાજના સંકુચિત વાડાઓને ભેદી સંવાદી એકતા સ્થાપવાની છે. એ પણ જોયું કે તેમને અયોગ્ય તેમજ બાળદીક્ષા બહુ ખટકે છે. ઊગતી પેઢીને સંસ્કારી, શિક્ષિત અને ઉદ્યોગી બનાવવાની પણ તેમની ધગશ જોઈ. સ્ત્રીવર્ગ, Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ - અર્ધ્ય ખાસ કરી વિધવા અને ઇતર પરાશ્રિત વર્ગ પ્રત્યે એમની મમતા જોઈ, ચાલુ ફિકાવાર જૈન સંસ્થાઓમાં ઉદાર તત્ત્વ દાખલ કરવાની ભાવના જોઈ, વગેરે વગેરે કેટલાંય ઉદાત્ત તત્ત્વોનો મને સાક્ષાત્કાર થયો, અને સાથે એ પણ જોયું કે તેઓ જે વિચાર બાંધે છે તેને અમલમાં મૂકવા માટે પણ તેઓ બધું જ કરી છૂટે છે ત્યારે તેમના પ્રત્યે અનન્ય આદર બંધાયો. અને મનમાં થયું કે સયુંક્ત જૈન વિદ્યાર્થીગૃહ'ની કલ્પના જેને કેટલાંય વર્ષો અગાઉ આવેલી, એને જેણે મૂર્ત પણ કરેલી તે શ્રી મણિભાઈ ખરેખર પહેલેથી જ ક્રાંતિકારી તત્ત્વ ધરાવનાર છે. શ્રી મણિભાઈ દેખીતી રીતે કામ જૈન સમાજને લક્ષી કરતા, પણ રાષ્ટ્રીયતા અને માનવતા તેમના હાડમાં હતી તેથી કોઈપણ શુભ પ્રવૃત્તિને બનતો ટેકો આપવો અને પોતાની જાતના શ્રી ગણેશ કરવા એ તેમનો મૂળ મંત્ર. પ્રબુદ્ધ જૈન’ ચલાવવું હોય, વ્યાખ્યામાળા વિકસાવવી હોય, અયોગ્ય દીક્ષાવિરોધી હિલચાલ શરૂ કરવી હોય, વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થિનીઓને ભણવામાં મદદ કરવી હોય, સંસ્થામાં તેમને ગોઠવવાં હોય, નવાસવા આવેલ ધંધાર્થીને ધંધે ચડાવવો હોય કે કોઈને ચાલતા ધંધામાં ટેકો આપવો હોય, એમ અનેક ક્ષેત્રે શ્રી મણિભાઈને પહેલ કરતાં જોયા છે તેથી જ તેમના પ્રત્યે સુધારક કે રૂઢિચુસ્ત સહુનો એકસરખો આદર જોવામાં આવે છે. ‘સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ'નો તેમનો છેલ્લો મનોરથ આટલી હદે સફ્ળ થયો તેની પાછળ આ જ ભૂમિકા રહી છે. શ્રી મણિભાઈ રૂઢિ અને સંકુચિતતા સામે ઊકળી ઊઠતા. બોલે ત્યારે એમ લાગે કે રોષે ભરાયા છે પણ દિલમાં ડંખ મેં નથી જોયો. એક રીતે તેમનામાં ગુણદર્શન મુખ્ય હતું. ખાસ દોષ દેખાય તો ત્યાં તટસ્થ, પણ મનમાં ડંખવૃત્તિ ન પોષે, જેઓ તેમને જાણે છે તેમને તે કહેવાની જરૂ૨ નથી કે તેઓ કેટલા નમ્ર હતા. વચગાળામાં તેમની આર્થિક સ્થિતિ નબળી પડેલી પણ વળી ઊજળા દિવસ આવ્યા અને તેઓએ જાતે જઈ પોતાના લેણદારોને જગાડી ચૂકતે લેણું આપી દીધું. ઘણાં લેણદારના વારસો એવા હતા કે જેઓ આ લહેણા વિષે કાંઈ જાણતા જ નહીં. પણ મણિભાઈએ જૂના ચોપડા કઢાવી પાઈએ પાઈ ચૂકવી. હું સમજું છું કે આ પૈસાની ઉચાપતના તેમજ થાપણ ઓળવવાના જમાનામાં શ્રી મણિભાઈનું વર્તન શાસ્ત્રમાં વર્ણિત સાચા જૈનને શાભે તેવું જ છે. મણિભાઈ ભણેલ બહુ નહિ. ગુજરાતી અને હિંદી સારાં લખાણો ખૂબ વાંચે પણ તેમાંથી સારભાગ એવો પકડે કે જે તેમનાં કામમાં પ્રગટ થાય. પોતે પાછળ રહી બીજા સુયોગ્ય કાર્યકર્તાને આગળ આણવો અને તેના ઉપર એવો વિશ્વાસ મૂકવો કે જેથી તેને કામ કરવામાં કદી નિરાશા ન વ્યાપે એને કામમાં આવી પડતી આર્થિક કે બીજી મુશ્કેલીઓનો ભાર પોતાને માથે વહો૨વો એ મણિભાઈના ખાસ વિશેષતા. તેથી જ Page #122 -------------------------------------------------------------------------- ________________ સૌમાં વૃદ્ધ પણ સૌથી જુવાન • ૧૧૩ આપણે જોઈએ છીએ કે મુંબઈ જેન યુવક સંઘને શ્રી ચિમનલાલ ચકુભાઈ, શ્રી પરમાનંદ કાપડિયા, શ્રી દીપચંદભાઈ, શ્રી તારાચંદ કોઠારી આદિ કાર્યકર્તાઓ મળ્યા છે અને અત્યારે સૌનું ધ્યાન ખેંચે એવી વિવિધ પ્રવૃત્તિઓ સંઘ ચલાવે છે. મને તો જ્યારે મળે ત્યારે મણિભાઈ એક જ વાત કહે કે મારે લાયક કામ બતાવજો. અને મેં જોયું છે કે તેમના એ ઉદ્દગારો કદી ઔપચારિક ન હતા. શરીર ખૂબ લથડ્યું ત્યારે પણ કરેલ સંકલ્પને સિદ્ધ કરવા “સંયુક્ત જેન વિદ્યાર્થીગૃહ' માટે તેમણે અકથ્ય જહેમત ઉઠાવી છે. મેં એ પણ જોયું છે કે તેમના ચિ. રમણલાલ પિતા પ્રત્યે કેવા વફાદાર અને કેવા કહ્યાગરા. આ એક વારસાગત ગુણ છે કે જે બહુ ઓછા કુટુંબોમાં આજે દેખાય છે. શ્રી મણિભાઈને પોતાના જીવનમાં આ એક પરમ સંતોષ હશે એમ હું સમજું છું. ગયા જૂનની ૧૦મી તારીખ આસપાસ મુંબઈમાં તેઓ સાવ લથડેલી તબિયત મોટરમાં આવી મળી ગયા. અને હું શરમાઈ ગયો કે આજ જાઉં કાલ જાઉં એમ કરતાં મોડું થયું ને મણિભાઈ છેવટે આવ્યા વિના ન રહ્યા. એક રીતે તેમણે સાચેસાચું જીવી જાણ્યું છે. સમજદાર સમક્ષ જીવનનો નમૂનો રજૂ કર્યો છે. કાર્યકર્તાઓ સમક્ષ પ્રવૃત્તિઓ પાથરી છે. વિદ્યાર્થીગૃહના ભાવિ વિશાળ કાર્ય અને પ્રબુદ્ધ જૈન”ના ભાવિ ઉત્કર્ષ માટે માર્ગ મોકળો છે. આપણે સહુ પાછળના તેમના પ્રત્યે માન ધરાવનાર તે બધી પ્રવૃત્તિઓને પૂરો વેગ આપીએ અને યુવકસંઘને એવો વિકસાવીએ કે બીજા નામશેષ થયેલા યુવકસંઘો ફરી બળ પામે તેમજ કાર્ય કરતા થાય તો શ્રી મણિભાઈનું સ્મરણ વધારે લેખે લાગ્યું ગણાશે. – પ્રબુદ્ધ જૈન, ૧ ઓગસ્ટ ૧૯પર Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૯. ત્રણ સ્મરણો કાન્તની કૃતિઓ ઉપરથી અને બીજા મિત્રોએ તેઓશ્રીના કરાવેલ પરિચય ઉપરથી મારા ઉપર જે છાપ પડી છે તે આ સ્થળે હું નથી જણાવતો. અહીં તો તેઓ સાથે થયેલ સાક્ષાત્ સમાગમો અને તેના પરિણામે તે વખતે તથા પાછળથી થયેલ મારા ઉપરની અસરો બહુ જ ટૂંકમાં જણાવવા ઇચ્છું છું. હું કાન્તના સમાગમમાં ત્રણવાર આવ્યો છું અને ત્રણ વાર ભાવનગરમાં. એમાંના એક પણ સમાગમ માટે મેં કે કાન્તશ્રીએ પ્રયત્ન નહિ કરેલો. એ સમાગમો માત્ર કેટલાક મધ્યવર્તી સહૃદય વિદ્યાવિલાસીઓના પરિણામે જ ગણાય. લગભગ તેર વર્ષ પહેલાં ગ્રીષ્મ ઋતુમાં હું પહેલવહેલો ભાવનગર ગયો ત્યારે આત્માનંદ જૈન સભામાં “કાન્તની મુલાકાત માટે એક નાનકડું મિત્રમંડળ એકઠું થયેલું. બીજીવાર અસહયોગના જમાના ઈ. સ. ૧૯૨૧-૨૨માં સાંજે ફરવા જતાં રસ્તામાં મળવું થયું. ત્રીજીવાર ઈ. સ. ૧૯૨૨૨૩માં ગાંધીજીના ૧૮મી તારીખના જેલદિવસ નિમિત્તે ભરાયેલી સાર્વજનિક સભામાં અમે બંને મળ્યા. પહેલીવાર મળ્યા ત્યારે કાન્ત પરીક્ષક અથવા પ્રશ્નકર્તા તરીકે મારી સામે હતા. કદાચ તે વખતે મિત્રોએ ઉપસ્થિત કરેલા સમાગમનો હેતુ જ હું ન જાણું તેવી રીતે કાન્ત મારફત મારી પરીક્ષા કરવાનો હોય એવી સાચી કે ખોટી છાપ મારા મન ઉપર પાછળથી પડેલી. ગમે તેમ હો, પણ તે વખતના પરીક્ષક કાન્ત સામે હું કાશીવાસી પંડિતની જેમ પરીક્ષ્ય સ્થાન લઈ આદરપૂર્વક બેઠેલો હતો. કાન્ત મળતાંવેંત જ મેં પ્રામાણ્ય' વિષે શાસ્ત્રીય પ્રશ્નો કર્યા, જેનું કાંઈક વિસ્તૃત વર્ણન કાન્તમાળા નામના પુસ્તકમાં આપ્યું છે. બીજીવાર અજાણપણે રસ્તે ચાલ્યા જતા કોઈ મિત્રે ધ્યાન ખેંચવાથી કાને મને ઊભો રાખ્યો અને કુશલપ્રશ્ન બાદ થોડાં વાક્યોમાં ફરી મળવાની ઇચ્છા જણાવી જુદા પડ્યા. ત્રીજીવાર એક સાર્વજનિક સભામાં મને વ્યાખ્યાન આપવા બોલાવ્યો. બોલાવવામાં કાન્તનો જ હાથ હતો, કારણ તેઓ તે પ્રવૃત્તિના મંત્રી હતા એમ મને પાછળથી માલૂમ પડ્યું. Page #124 -------------------------------------------------------------------------- ________________ ત્રણ સ્મરણો • ૧૧૫ પ્રથમ સમાગમ વખતે કાન્ત પરીક્ષક રૂપે કડક છતાં સ્નેહકાળ સ્વભાવના હોય એવું મને ભાન થયું. પણ કદી નહિ સાંભળેલા અને નહિ વાંચેલા એ કાન્તના બહુશ્રુતપણા વિષે અને ઊંડા મનન વિષે મારા મનમાં આદર ઊભરાયો. મને થયું કે વ્યાપાપ્રધાન અને અંગ્રેજીપ્રધાન ગુજરાતમાં પણ શાસ્ત્રની વિવિધ શાખાઓનું ઊંડું પરિશીલન કરનાર કોઈ કોઈ મસ્ત ક્યાંક ક્યાંક ખૂણેખાંચરે પડ્યા છે ખરા. કાન્તમાં બહુશ્રુતપણું અને ગંભીર મનન ઉપરાંત જિજ્ઞાસા તેમજ પરીક્ષક દૃષ્ટિ હતાં એ મને પ્રથમ સમાગમને પરિણામે ક્રમે ક્રમે વધારે સ્પષ્ટ થયું. બીજા સમાગમને પરિણામે મને એમ ભાન થયું કે આ કોઈ મનનશીલા અલખબારો છે. વાત કરતાં અને બોલતાં પણ તેમનું ચિંતનશીલત્વ સામા ઉપર અસર પાડે છે એ મને વધારે સ્પષ્ટ થયું. ત્રીજીવાર માટે મુખ્ય વક્તારૂપે ધર્મ અને વ્યવહારના સંબંધ વિષે બોલવાનું હતું. સભાપતિ એક સુંદર સ્વભાવી વિદ્વાન મૌલવી હતા. સભાના ઉપસંહારમાં મંત્રી તરીકે કાન્ત જ્યારે બોલવા ઊભા થયા ત્યારે તેઓના પૂરી પાંચ મિનિટ પણ નહિ એવા ટૂંકામાં ટૂંકા ભાષણ વખતે હું ખરેખર સમાધિનિમગ્ન થઈ ગયો. એક પણ વાકય વધારે કે ઓછું નહિ. ભાષામાં વિચારમાં જરાયે અસંબદ્ધતા નહિ. કથનનો એક પણ અંશ અપ્રસ્તુત કે અરુચિકર નહિ. ઉચ્ચાર કે ધ્વનિમાં કૃત્રિમતા નહિ, જાતિ કે સંપ્રદાયનો મિથ્યા મોહ નહિ. સત્ય કથનમાં સંકોચ કે ભય નહિ. આ તેઓની વિશેષતા મને તે વખતે અને પાછળનાં સ્મરણોથી ક્રમે ક્રમે વધારે સ્પષ્ટ થઈ. મને એમ પણ લાગે છે કે મેં જેટલા ગુજરાતી વક્તાઓને સાંભળ્યા છે તેમાં કાન્તનું સ્થાન કાંઈક નિરાળું જ છે. આ બધા ઉપરાંત છેલ્લા બે સમાગમોએ મારા ઉપર જે વધારે ઊંડી છાપ પાડી તે તેઓની રાષ્ટ્રીયતા વિષેની. જોકે તેઓ હતા કવિ, લેખક, મનનશીલ સાહિત્યસેવી અને પ્રકૃતિ તથા પ્રકૃતિ પરના તત્ત્વના ગવેષક, છતાં તેઓમાં ગુણજ્ઞતા, સમયજ્ઞતા અને નમ્રતા વિલક્ષણ રીતે એકત્ર મળેલાં હતાં. તેઓ ગાંધીજીની અહિંસાઘોષણા અને રાષ્ટ્રસંદેશમાં વિચારપૂર્વક મુગ્ધ થયેલા એમ મને સ્પષ્ટ જણાયું. ખાદી તેઓને મન કિનખાબ, અતલસ, કે ઝીંકથી પણ વધારે પ્રાણપ્રદ તેમજ મહત્ત્વની વસ્તુ હતી એ એક જ વાત તેઓની સમયજ્ઞતા સમજવા માટે બસ છે. – પ્રસ્થાન, જ્યેષ્ઠ ૧૯૮૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કેટલાંક સંસ્મરણો [ સદ્ગત સાહિત્યોપાસક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ ] પ્રબુદ્ધ જૈનના ૧૫-૧૨-૪૫ના અંકમાં શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈના દુઃખદ અવસાનની નોંધ લેતો અને હાર્દિક સામવેદના દર્શાવતો એક લેખ પ્રસિદ્ધ થયો છે. હું તો માત્ર મોહનભાઈ વિષેનાં મારાં કેટલાંક સ્મરણો જે તેમના સ્વભાવની વિવિધ બાજુઓનાં અને તેમની કર્મઠતાનાં નિર્દેશક છે તેને ગ્રથિત કરી તેમના પરલોકગત આત્માને શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત કરું છું. પ્રથમ પરિચય સને ૧૯૧૭ના ચોમાસામાં મુંબઈના વાલકેશ્વરના ઉપાશ્રયમાં હું તેમને પહેલવહેલો મળ્યો. મોહનભાઈ પોતાના શ્રદ્ધેય મિત્ર વાડીલાલ મોતીલાલ શાહ અને શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથે ત્યાં મુનિશ્રી જિનવિજયજી પાસે આવેલા. આ પ્રાથમિક સ્વલ્પ પરિચયથી હું તેમના પ્રત્યે આકર્ષાયો અને એ આકર્ષણ ઉત્તરોત્તર વધારે પરિચયથી અને તેમના કાર્યનિરીક્ષણથી વધતું જ ગયું. વિવેકયુક્ત ગુણપક્ષપાત તેમનો સૌથી મોટો ગુણ ગુણપક્ષપાતનો હતો. જ્યાં જ્યાં ગુણ નજરે પડે ત્યાં ત્યાં આકર્ષાવું એ એમનો સહજ સ્વભાવ હતો. આમ છતાં પણ આ ગુણપક્ષપાત વિવેકયુક્ત રહેતો. પોતાના વિશિષ્ટ પક્ષપાતના પાત્રમાં સમયાન્તરે અસાધારણ ત્રુટિઓ માલુમ પડે તો પણ તેની ભક્તિઉપાસના ચાલુ રાખવી એ તેમના માટે કદી શક્ય નહોતું. તેમનામાં કોઈ વિષે કદી આંધળી ભક્તિ નહોતી. દાખલા તરીકેઃ મોહનભાઈ સદ્ગત વા. મો. શાહનાં આકર્ષક લખાણો અને ઉત્તેજક વિચારોથી, તેમની પોતાની ભાષા વાપરીને કહું તો શાહના અનન્ય ભક્ત થયેલા; પણ વખત જતાં તેઓ તેમના પ્રત્યે તટસ્થ થઈ ગયા. તેથી ઊલટું શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથેની તેમની મૈત્રી છેવટની ઘડી લગી કાયમ રહી હતી, એટલું જ નહિ પણ ઉત્તરોત્તર વધતી ગઈ હતી. મોહનભાઈ હંમેશાં કહેતા કે પ્રેમીજી જેટલા સરળ છે તેટલા જ અસાંપ્રદાયિક ઐતિહાસિક દૃષ્ટિવાળા પણ છે. પ્રેમીજીની નિખાલસવૃત્તિ અને સાહિત્યિક તેમજ ઐતિહાસિક ઉપાસનાએ જ Page #126 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક સંસ્મરણો • ૧૧૭ મોહનભાઈને આકર્ષેલા. મુનિશ્રી જિનવિજયજી પૂનામાં જ્યારે સાહિત્યનું અને ઐતિહાસિક સંશોધનનું કામ કરતા ને સાધુવેષમાં હતા ત્યારે મોહનભાઈ તેમના કામથી આકર્ષાઈ ત્યાં જતા અને તેમની પાસેથી ઘણું નવું જાણી પ્રેરણા મેળવતા. સ. ૧૯૨૦માં મુનિશ્રીએ સાધુવેષનો પરિત્યાગ કર્યો ત્યારે કેટલાયે તેમના પ્રથમ પરિચિત મિત્રો ચમક્યા અને કાંઈક ઉદાસીન જેવા પણ થઈ ગયા. છતાં મોહનભાઈનો મુનિજી પ્રત્યેનો સદ્દભાવ અને સ્નેહ ઘટવાને બદલે ઉત્તરોત્તર વધતો જ ગયો. જેમ જેમ તેઓ મુનિજીના સ્વભાવ અને સાહિત્યિક, ઐતિહાસિક કાર્યોથી વધારે ને વધારે પરિચિત થતા ગયા તેમ તેમ તેનું મુનિજી પ્રત્યેનું આકર્ષણ વધતું જ ગયું. તે એટલે સુધી કે તેઓ અમદાવાદ આવે તો મુનિજીના જ અતિથિ બને, અને મુંબઈમાં મુનિજી આવી ચડે કે ગમે ત્યાંથી મોહનભાઈ તેમને મળવા પહોંચી જ જાય. મોહનભાઈએ અનેક વાર કહેલું કે મુનિજી ! તમે જ્યારે કયાંય પ્રવાસ કરો ત્યારે મને જરૂર સૂચવશો. કોર્ટની રજા હશે તો હું તેનો ઉપયોગ તમારી સાથે દિવસો ગાળવામાં જ કરીશ. એથી મને મારાં પ્રિય કાર્યોમાં ઉપયોગી થાય એવી ઘણી વસ્તુઓ જાણવા મળશે. અને હું એકલો તો પ્રવાસ કરી પણ ન શકું' એ જ વૃત્તિથી પ્રેરાઈ સને ૧૯૨૪માં બેલગામ કોંગ્રેસ વખતે મોહનભાઈ પ્રવાસમાં સાથે જોડાયા અને વચ્ચે જ્યાં જ્યાં ઐતિહાસિક સ્થળો જોવા ઊતરવાનું બનતું ત્યાં સાથે જ રહેતા. ગુજરાત પુરાતત્ત્વ મંદિરની સાહસિક પ્રવૃત્તિ, સિંઘી સિરીઝની પ્રવૃત્તિ અને છેલ્લે છેલ્લે ભારતીય વિદ્યાભવનની વિવિધ વિદ્યાપ્રવૃત્તિથી મોહનભાઈ કેટલો ઉલ્લાસ અનુભવતા અને કેટલો રસ લેતા તેનો હું સાક્ષી છું. મોહનભાઈ ઉલ્લાસ અને રસના પ્રતીકરૂપે ભારતીય વિદ્યાભવન સિંઘી સિરીઝમાં એક ઐતિહાસિક મહત્ત્વનો ગ્રંથ ભાનુર્વિતિ’ સંપાદિત કરી આપ્યો છે, અને તેની વિસ્તૃત માહિતીપૂર્ણ અંગ્રેજી પ્રસ્તાવના લખી તેમણે પોતાનું કાયમી સ્મરણ રાખ્યું છે. મોહનભાઈ સામાજિક લોકો સાથે રહી સમાજનાં કામો કરતા, કેટલીક રૂઢિઓને અનુસરતા, પણ તેમને તેનું બંધન નહોતું. એમને બંધન હોય તો તે હતું એક માત્ર સદ્ગુણ ઉપાસનાનું. તેથી જ તેઓ ગાંધીજીને એક મહાન પેગંબર તરીકે લેખતા અને તેમનાં સત્ય-અહિંસામૂલક લખાણો વાંચ્યા વિના કદી જંપતા નહિ. વિનમ્ર કર્મઠતા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજતોત્સવ પ્રસંગે એક સભામાં વિદ્યાર્થીઓને સંબોધી મોહનભાઈએ કહેલું કે હું તદ્દન ગરીબાઈમાં મામાની મદદથી અભ્યાસ કરી આગળ વધ્યો છું. મને ગરીબાઈ તથા સાધારણ સ્થિતિનું ભાન છે. એ ભાન જ મને નમ્ર બનાવે છે. મારી સતત કામ કરવાની વૃત્તિ પણ એ સ્થિતિને આભારી છે. એ સભામાં તેમના મોઢેથી ઉપરની મતલબના ઉદ્ગારો મેં સાંભળ્યા અને પરિચય દરમ્યાન જાણેલ તેમના સ્વભાવ અને કાર્યપ્રવીણતા સાથે તુલના કરી તો મને તે વખતે જે તેમનું Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ • અર્થ કથન તદ્દન સાચું લાગેલું. મુંબઈ, અમદાવાદ અને તેમજ પ્રવાસ વખતે, બીજે ઘણે સ્થળે અમે સાથે રહ્યા છીએ. તે વખતે મેં જોયું કે નાના-મોટાનું કશું જ અંતર રાખ્યા વિના પ્રસંગ આવતાં સાધારણમાં સાધારણ ગણાય એવાં કામો પણ જાતે કરવામાં તેમને વકીલની પ્રતિષ્ઠા એ આધુનિક સભ્યતા આડે ન આવતી. સને ૧૯૨૭માં અમે અંબાજી અને કુંભારિયાજી તરફ ગયેલા. કુંભારિયાજીના સુપ્રસિદ્ધ વિમલમંત્રીનાં મંદિરોની કારીગરી જોવાનો અને ઐતિહાસિક માહિતી મેળવવાનો ઉદ્દેશ હતો. મુનિશ્રી જિનવિજયજી ત્યાંના અસ્ત-વ્યસ્ત તેમજ ધૂળકીચડથી દબાયેલા અને ઘવાયેલા શિલાલેખોની કૉપી કરવા લાગ્યા કે તે જ વખતે મોહનભાઈએ શિલાલેખોને સાફ કરવાનું કામ એક મજૂરની અદાથી હાથમાં લીધું ને હસતાં હસતાં અમને કહે કે – “તમે બાકીનાઓ ખાવાનું તૈયાર રાખજો. હું અને મુનિજી તૈયાર થાળી ઉપર બેસીશું.” એમ કહી તેઓ દટાયેલા પથ્થરોને ખુલ્લા કરતા, ધૂળ-કચરો સાફ કરતાં અને નવાં નવાં લખાણો શોધી કાઢી મુનિજીને કૉપી કરવામાં જેમ સાથે આપતા તેમ તેમની પાસેથી એ લખાણો ત્વરિત વાંચી સમજી લેવાની તાલીમ પણ લેતા. આ વખતે મેં જોયું કે મેં કલ્પેલું તે કરતાં પણ મોહનભાઈ વધારે મહેનતુ અને કર્મરસિક છે. ચાલવું હોય ત્યારે માઈલોના માઈલ ચાલે અને સાથીઓથી પાછા ન રહેવામાં ગૌરવ માને. પ્રવાસમાં જાતે કરવામાં કામ આવી પડે ત્યારે તે ઉલ્લાસપૂર્વક કરે અને કોઈને એવું ભાન થવા ન દે કે તેમનો સાથ બોજારૂપ છે. વિદ્યાવૃત્તિ મોહનભાઈનો વકીલાતનો રસ, માત્ર સ્વાધીન નિર્વાહ પૂરતો હતો. તેમની મુખ્ય રસવૃત્તિ તો કાયદાના ક્ષેત્રની બહાર બીજા વિષયોમાં જ રમમાણ રહેતી અને તૃપ્તિ અનુભવતી. સાહિત્ય, ઇતિહાસ, પુરાતત્ત્વ આદિ અનેક વિષયોમાં તેમને રસ હતો અને એ જ એનું કાર્યક્ષેત્ર હતું. ન છૂટકે સ્વતંત્ર જીવનવ્યવહાર માટે કરવી પડતી વકીલાત કરતા, પણ તેમનો બાકીનો બધો સમય એ બધી શક્તિ તો પોતાના પ્રિય વિષયોમાં જ તેઓ ખરચતા. મુંબઈ ઉપરાંત અમદ્યવાદ, પાટણ, ભાવનગર, પાલણપુર, બીકાનેર આદિ અનેક સ્થળના ભંડારો તેમણે જાતે જોયેલા. અનેક ભંડારોનાં લિસ્ટો મંગાવે, અનેક સ્થળેથી – દૂરથી દૂરથી લિખિત પોથીઓ મંગાવે અને જે જે પોતાને ઉપયોગી દેખાય તેની અને પોતાને ઉપયોગી ન હોય છતાંય અપૂર્વ કોઈ વસ્તુ મળી આવે તો તેની પણ તેઓ જાતે નકલો કર્યા જ કરે. મિત્રો કે પરિચિતો આવે ત્યારે વચ્ચે વાતો પણ કરે, ગમાં પણ મારે, છતાં તેમનું મુખ્ય લક્ષ્ય કોપી કરવામાં, કાંઈક લખવામાં કે પૂરું જોવામાં જ હોય. દિવસે પ્રવૃત્તિને લીધે અગર બીજાઓની અવરજવરને લીધે જે વિક્ષેપ પડતો તેની પુરવણી તેઓ રાતે જાગીને જ કરતા અને “વા નિશા સર્વ ભૂતાનાં તાં ગાર્તિ સંયમી ' એ ગીતાવાક્યને સાહિત્યસેવાની દૃષ્ટિએ સાચું સાબિત કરતા. એક Page #128 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક સંસ્મરણો • ૧૧૯ વાર તેઓ અમદાવાદ આવ્યા અને શહેરમાં ભંડારો જોવા ગયા. ત્યાં જોતાં જોતાં તેમને એક અપૂર્વ વસ્તુ મળી. તેઓ એના આનંદમાં અને ભંડારો જોવાની મળેલી તકનો ઉપયોગ કરવામાં એટલા બધા નિમગ્ન થયા કે સાંજે જમવા પાછા ન ફર્યા. મોડે સુધી રાતે ઉતારા કરી ઘેર પાછા આવ્યા ત્યારે અમે તો બધા રાહ જોઈ સૂઈ ગયેલા. તેમણે બારણું ખખડાવ્યું. “આટલું બધું મોડું કેમ થયું ?” એમ જ્યારે અમારામાંનાં શ્રી મોતીબહેને પુછ્યું ત્યારે તેમણે કહ્યું કે હું જમીને જ આવ્યો છું. પણ કાંઈક એવી વસ્તુ લાવ્યો છું કે સુખલાલજી જાગે અને જાણે તો મને કદાચ ઈનામ આપે.” મને જગાડવામાં આવ્યો. મોહનભાઈ હસીને કહે – “મોડું થયું છે, પણ કાંઈક તમે શોધતા હતા એવી અલભ્ય વસ્તુ લઈ આવ્યો છું.” મેં કહ્યું કે “એવું તે શું લઈ આવ્યા છો ?” “સાંભળો ત્યારે” એમ કહી તેમણે સુગમતી સંભળાવી. “સુજસવેલીમાં ઉપાધ્યાય યશોવિજયજીનું જીવનવૃત્ત તેમના જ શિષ્ય આલેખેલું હોઈ તે ઐતિહાસિક દષ્ટિએ બહુ મહત્ત્વની વસ્તુ હતી. એનો એક ખંડિત ભાગ કેટલાંક વર્ષો અગાઉ મુનિશ્રી જિનવિજયજીને મળેલો. ત્યારથી બાકીના ભાગ માટે ભારે ઉત્કંઠા જાગી હતી. મોહનભાઈએ પૂર્ણ “સુજસવેલી” સંભળાવેલી અને અમે બધા કોઈ એક કીમતી રત્ન લાધ્યું હોય તેટલી ખુશીથી તેમને અભિનંદન આપવા લાગ્યા. અને છેવટે ઇનામમાં મોહનથાળ ખવડાવી મોહનભાઈને સત્કાર્યા. મુંબઈમાં તેઓ તવાવાળા બિલ્ડિંગમાં રહેતા. એકવાર તેમને ત્યાં જ સૂવાનો પ્રસંગ આવતાં મેં તેમને કહ્યું – “તમારે ત્યાં ક્યાં જગા છે? વળી તમે તો મોડે સુધી જાગવાના, ધુમાડા કાઢવાના અને કાગળ કે ચોપડીઓનો ખખડાટ કરવાના એટલે મારે પણ ઉજાગરો કરવો રહ્યો. તેમણે તરત જ નિખાલસ ભાવે કહ્યું – “અલબત્ત, મારી સાંકડી રૂમને પણ ચોપડીઓએ વધારે સાંકડી કરી છે; છતાં સૂવા જેટલી જગા તો કરીશ જ. મને મોડે સુધી જાગી કામ કર્યા વિના ઊંઘ આવવાની નથી અને બીડીની ગરમી વિના મારું એંજિન ચાલે પણ નહીં છતાં તમને વિમ્બ ન નડે એ રીતે હું રૂમ બહાર બેસીને કામ કરીશ.” હું અમદાવાદ કે કાશીથી જ્યારે જ્યારે મુંબઈ આવું ત્યારે તેઓ મને મળે જ, અને સાહિત્ય, ઇતિહાસ, તેમજ તત્ત્વજ્ઞાનના અનેક વિષયોની ચર્ચા કરે. એમની જિજ્ઞાસા અને ચર્ચાવૃત્તિ એટલી પ્રબળ હતી કે તે મને કહેતા કે “તમે દાદર, ઘાટકોપર, મુલુંદ કે શાંતાક્રુઝ જ્યાં ઊતરો ત્યાં તમને અડચણ ન હોય તો અમે રોજ આવવા તૈયાર છીએ. કોર્ટ હશે ત્યારે પણ હું અને મારા મિત્રો સાંજે તો આવી જ શકીએ છીએ. મેં જ્યારે જ્યારે હા પાડેલી ત્યારે કદી મોહનભાઈ ગમે તેટલે દૂર અને સાંજે ગમે તેટલું મોડું થાય છતાંય આવ્યા વિના ભાગ્યે જ રહે. કોર્ટ બંધ હોય તો ઘણીવાર બબ્બે ત્રણ ત્રણ દિવસ શેઠ હરગોવિંદદાસ રામજીને ત્યાં સાથે જ રહે. મોહનભાઈ પોતાનું કામ સાથે જ લઈને આવતા. એટલે જ્યારે એકલા પડે ત્યારે પોતાનું કામ કર્યા જ કરે. તેમને જે જે વસ્તુ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ • અર્થ નવી મળી હોય તેનું વર્ણન કરે, થયેલ અને થતાં કામનો ખ્યાલ આપે અને અમે કાંઈ ટીકા કરીએ તો મૃદુ જવાબ આપીને અગર ખડખડ હસીને તેની અસર ભૂંસી નાખે. એ પ્રકારની વિદ્યાવૃત્તિ અને સાહિત્યનિષ્ઠાએ જ તેમની પાસે અનેક પ્રકારનું સાહિત્ય તેમજ ઇતિહાસને લગતું કાર્ય સર્જાવ્યું. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના કાર્યને સ્થાયી કીર્તિકળશ ચડાવનાર કાંઈ હોય તો તે મોહનભાઈની અનેક કૃતિઓ જ છે. એમની બધી કૃતિઓ એવી છે કે ભાષા, છંદ, સાહિત્ય, ભંડાર, રાજવંશ, જ્ઞાતિઓ, ગચ્છો અને પ્રાચીન નગર-નિગમો આદિ અનેક વિષયો ઉપર ઇતિહાસ લખનાર તે કૃતિઓ જોયા વિના કદી પોતાનું કામ પૂરું કરી શકશે નહીં. એ કૃતિઓમાં કૉન્ફરન્સના પાક્ષિક અને માસિકમાંના તેમના લેખો, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, જૈન ગુર્જર કવિઓના ત્રણ ભાગોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત બીજા ઘણા પ્રકાશકો અને સંપાદકોને મોહનભાઈએ વિવિધ પ્રકારનું સાહિત્ય, પોતાનાં લખાણો, નોટો, ટિપ્પણીઓ આદિ પૂરાં પાડ્યાં છે. તેમની સંશોધન અને સંપાદનની ધગશ એટલી બધી ઉત્કટ હતી કે કોઈ એ વિષે એમની પાસેથી મદદ માંગે તો બીજો ગમે તેટલો બોજો હોવા છતાં આ વધારાનો બોજો લેવાનું તેઓ સ્વીકારે અને તેમને નિભાવે પણ. એ જ વૃત્તિને લીધે તેમણે આત્માનંદ જૈન શતાબ્દી સ્મારક ગ્રંથનું દળદાળ પુસ્તક સંપાદિત કરી આપ્યું. મોહનભાઈ પાસેથી મદદ લેનાર એવા બહુ જ ઓછા છે કે જેમણે તેમની મદદની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લીધી હોય. તેથી ઊલટું મોહનભાઈનો સ્વભાવ એવો હતો કે કોઈની પાસેથી તેમને કાંઈ પણ મદદ મળી હોય તો તેનો ઉલ્લેખ કર્યા વિના તેઓ ન રહે. કોઈ વિદ્વાન કે સદ્ગુણી વ્યક્તિને મળવાની અને તેમની પાસેથી કાંઈ ને કાંઈ જાણવાની તક મળતી હોય તો મોહનભાઈ ચૂકે નહીં. એવી વ્યક્તિ પાસે જતા એમને ઉમર, જાતિ કે પંથનું અંતર નડતું નહિ. વિદ્વાનોનો સત્કાર કરવામાં ગૌરવ લેતા મેં તેમને જોયા છે. એમનો વિદ્યાયોગ અર્થાપેક્ષી નહોતો. તેમણે પોતાની સાધારણ કમાણીનો પણ ઠીક ઠીક ભાગ સાહિત્યકૃતિઓ સરજવામાં અને સાહિત્યવૃત્તિ સંતોષવામાં ખચ્ય છે અને જ્યાં બદલો મળે તેમ હતું ત્યાં પણ તેમણે બદલો લીધા વિના કેવળ સાહિત્યસેવાની દૃષ્ટિએ જ કામ કર્યું છે. એટલું જ નહીં પણ હું એવા પ્રસંગો જાણું છું કે જેમાં તેમણે વિદ્યા અને સાહિત્યને ઉત્તેજન આપવા આર્થિક મદદ પણ કરેલી. એકવાર પરદેશ અભ્યાસ અર્થે જતા એક મિત્રને તેમણે સંગીન મદદ આપેલી. બીજો પ્રસંગ પં. દરબારીલાલ સત્યભક્તનો છે. મોહનભાઈ દરબારીલાલનાં લખાણો અને વિચારો પ્રત્યે બહુ આદર ધરાવતા. એકવાર તેમને માલુમ પડ્યું કે દરબારીલાલને સાહિત્ય પ્રગટ કરવામાં આર્થિક મુશ્કેલી નડે છે ત્યારે તેમણે વગર માગ્યે જ મદદ મોકલાવી દીધી. અત્રે એ ધ્યાનમાં રાખવા જેવું છે કે મોહનભાઈના શ્રદ્ધાપાત્ર વિદ્વાનો અને લેખકો તદન સુધારક અને ક્રાંતિકારી વિચાર ધરાવનાર હતા, તેથી એ નિઃશંક છે કે મોહનભાઈનો વિદ્યાયોગ સમજપૂર્વક અને નિષ્કામ હતો. Page #130 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક સંસ્મરણો • ૧૨૧ સામાજિકતા અને રાષ્ટ્રીયતા મોહનભાઈ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના મુખપત્ર જેને હેરલ્ડના લાંબા વખત લગી તંત્રી રહેલા. કોન્ફરન્સની એવી કોઈ પ્રવૃત્તિ નથી કે જેમાં તેમણે છેવટ લગી સાથ આપ્યો ન હોય કૉન્ફરન્સનું વાર્ષિક અધિવેશન જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સર્વત્ર તેમની હાજરી હોય જ. આ ઉપરાંત શ્વેતાંબર સમાજને લગતી કે સમગ્ર જૈન સમાજને લગતી કોઈપણ બાબત હોય તો તેમાં મોહનભાઈ ભાગ લીધા વિના ન રહે. દેખીતી રીતે તેઓ સામાજિક વ્યક્તિ દેખાય, છતાં તેમના મન ઉપર રાષ્ટ્રીયતાની ઊંડી છાપ હતી. મેં સને ૧૯૧૯ની કડકડતી ટાઢમાં મારવાડના એક સ્ટેશનથી પંજાબ-અમૃતસર જતાં તેમને પૂછ્યું કે કોંગ્રેસમાં તમને રસ પડે છે ?” તેમણે કહ્યું, “અવશ્ય. જો કોંગ્રેસના ધ્યેયમાં રસ ન હોત તો આ ! . ઢમાં પંજાબ ન જાત.” તેમણે ઉમેર્યું કે, જ્યારથી ગાંધીજીએ કોંગ્રેસનાં સૂત્રો હાથમાં લીધાં છે ત્યારથી તો કોંગ્રેસ જ તીર્થધામ બની છે. સીધી રીતે કોંગ્રેસનું કામ કરવાની મારી પરિસ્થિતિ નથી તો શું થયું ?” પણ એના અધિવેશનમાં જવાથી મને ઘણું બળ મળે છે ! સને ૧૯૩૧ની કરાંચી કોંગ્રેસ ઉપર જતી વખતે હું તેમની સાથે સ્ટીમરમાં હતો. તે વખતે જોઈ શકેલો કે મોહનભાઈને રાષ્ટ્રીયતાનો કેટલો રંગ છે. સુધારક વૃત્તિ સમાજની ઘણી પ્રવૃત્તિઓમાં તેઓ રૂઢિચુસ્ત અને મધ્યમસરના વિચાર ધરાવનાર સાથે બેસતા અને કામ કરતા. તેથી એવો ભાસ થાય એ સ્વાભાવિક છે કે તેઓ રૂઢ પ્રથાના અનુગામી છે. પરંતુ જેઓ તેમને નજીકથી જાણતા હશે તેઓ કહી શકશે કે સામાજિક પ્રવૃત્તિને આગળ ધપાવવા જોકે તેઓ રૂઢિગામી મિત્રો સાથે કામ કરતા, પણ તેમનામાં તેમના બીજા મિત્રો સુધારકપણાની વૃત્તિ પ્રબળ હતી. સને ૧૯૨૯ના પજુસણમાં પજુસણ વ્યાખ્યાનમાળા પ્રસંગે અચાનક તેમનું આગમન અમદાવાદ થયેલું એકાદ દિવસ એ વ્યાખ્યાનમાળામાં રજૂ કરવામાં આવતા વિચારો સાંભળવાની એમને તક મળી ત્યારે એમણે મને કહ્યું કે, “આવી વ્યાખ્યાનમાળા મુંબઈમાં પણ ચાલે એ જરૂરી છે. તે ઉપરથી સને ૧૯૩૨માં મુંબઈમાં પણ વ્યાખ્યાનમાળા ચલાવવાનો વિચાર પોષાયો. અને ત્યારથી આજસુધી મુંબઈમાં વ્યાખ્યાનમાળા ચાલુ છે. સને ૧૯૪૪ના પજુસણમાં જ્યારે મોહનભાઈ છેક નંખાઈ ગયેલા ત્યારે પણ તેઓ વ્યાખ્યાનમાળામાં આવેલા. મુંબઈની વ્યાખ્યાનમાળામાં દર વર્ષે તેમનું એકાદ પ્રવચન તો હોય જ, અને બધાં જ વ્યાખ્યાનોમાં તેમની હાજરી પણ હોય. ઉત્કટ સુધારકની પેઠે તેઓ દરેક નિરર્થક રૂઢિનો ખુલ્લંખુલ્લો વિરોધ ન કરતા, પણ તેમનું વલણ સુધારક વૃત્તિનું જ હતું. તેઓ ઘણીવાર કહેતા કે માત્ર વૈષધારીને સાધુ માની પૂજવા અને નભાવ્યે જવા એ વિચારનું અપમાન છે. ક્રાંતિકારી વિચારને કારણે પં. દરબારીલાલજીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ - અર્થ મુક્ત કર્યા તોપણ મોહનભાઈ ઠેઠ સુધી દરબારીલાલજીને ખૂબ સત્કારતા અને તેમના કાર્યમાં યથાશક્તિ મદદ પણ આપતા. વિનોદપ્રિયતા અને મિલનસારપણું મોહનભાઈને જેમ મિત્રો અને પરિચિતોનો વિનોદ કરવો ગમતો તેમ તેમનો બીજો કોઈ ગમે તે રીતે વિનોદ કરે તે પણ એમને ગમતું. વિનોદ કરવા કે સાંભળવામાં તેમની પ્રકૃતિનું મુખ્ય તત્ત્વ ખડખડ હાસ્ય હતું. એમનો સ્વર જેટલો ઊંચો તેટલું જ તેમનું હાસ્ય મુક્ત વિનોદી અને આનંદી સ્વભાવનો એક દાખલો અત્રે બસ થશે. બેલગામના પ્રવાસ વખતે મોહનભાઈએ એક સ્થળે પોતાના પ્રિય મિત્ર શેઠ હરગોવિંદદાસ સાથે દોડવાની શરત મારી કે કોણ આગળ જાય છે. એ કાઠિયાવાડી ફેંટો, પ્રૌઢ ઉંમર અને સભળભભળ ધોતિયું છતાં હિંમતથી તેઓ દોડ્યા અને આગળ જવાના ઉત્સાહમાં ખ્યાલ ન રહેવાથી પડી પણ ગયા. કાંઈક વાગ્યું છતાં એટલી જ તાજગીથી પાછા પોતાના પક્ષનો બચાવ કરવા લાગ્યા. એમના સ્વભાવનો એક ખાસ ગુણ મિલનસારપણું હતો. ગમે તેની સાથે એકરસ થઈ જતાં તેમને વાર ન લાગે. વિચારો કે ચર્ચામાં ઘણે પ્રસંગે બીજાથી જુદા પડે ત્યારે ઊંચે અવાજે પોતાનો વિરોધ પ્રગટ કરે. પણ પાછા વિરોધી સાથે મળી જવામાં તેમને કોઈ તત્ત્વ રોકે નહિ. એટલી નિખાલસતા તેમનામાં જોવામાં આવતી. અમે ઘણીવાર કહીએ કે, “મોહનભાઈ! તમે બહુ મોટાં પોથાં પ્રગટ કરો છો અને ખૂબ લાંબું લખો છો.” ત્યારે તદ્દન નિખાલસ ભાવે પણ ખડખડાટ હસીને નિશાળના માસ્તરોની પેઠે ચાવીને બોલતા હોય એમ સામાને ઉડાવતાં તેઓ કહે કે “તમારા જેવા કાંઈ અમે મૌલિક લેખક નથી.' ઇત્યાદિ. મોહનભાઈને જમવું-જમાડવું ખૂબ ગમતું. તેઓ કહે કે “હું મિત્રો જેટલો સફળ સમારંભ કરી શકતો નથી, પણ મને લોભ નથી, એ વાત સાચી હતી. તેમની પાચનક્રિયા એટલી બધી સારી હતી કે ગમે તેવું ગરિષ્ટ ભોજન તેમને પચી જતું. જમ્યા પછી પણ કાંઈક સારું આવે તો ના ન પાડે. અને જુદે જુદે ખાસ નિમિત્તે ગમે તેટલી વાર પ્રસાદ લેવાનો પ્રસંગ આવે તો તેનો ઇન્કાર ન કરે. હું ઘણીવાર પરિહાસમાં કહેતો કે, - “મોહનભાઈ! તમે પાચનાત્તરાય કર્મનો ક્ષયોપશમ ઉપાર્જિત કર્યો છે, ત્યારે તેઓ કહેતા કે, “તમારે એવો ક્ષયોપશમ નથી એ દુઃખની વાત છે.' છેલ્લો પ્રસંગ સન ૧૯૪૪ના જાન્યુઆરીમાં હું કાશીથી મુંબઈ આવ્યો ત્યારબાદ એકવાર મોહનભાઈ મળવા આવ્યા. તેમણે વાતચીતમાં કહ્યું કે, જૈન ગુર્જર વિમો-ત્રીનો ભા' તદ્દન તૈયાર છે. મારે એની અતિવિસ્તૃત પ્રસ્તાવના લખવી છે. ઇત્યાદિ. મેં કહ્યું, “તમારી રુચિ, શક્તિ, અને પ્રવૃત્તિ જોતાં મને લાગે છે કે હવે તો તમારે નિવૃત્ત થઈ તમારા Page #132 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક સંસ્મરણો • ૧૨૩ પ્રિય કામ પાછળ જ જીવન વ્યતીત કરવું ઘટે.’ તેમણે જવાબમાં કહ્યું કે, “મારી ઈચ્છા પણ એવી જ છે. હું એ જ દૃષ્ટિથી કેટલીક કૌટુંબિક ગોઠવણ એવી કરવા વિચારું છું કે મુંબઈનું ખર્ચાળપણું ઓછું થાય. કોઈ સંસ્થા પાસેથી કાંઈ લીધા સિવાય આજ લગી કર્યું છે તેમ કામ કરે અને છેલ્લા જીવનનો શાન્ત ઉપયોગ કરી લઉં.” આવી ભાવના સેવનાર એ કર્મયોગીની સ્થિતિ જ્યારે સને ૧૯૪૪ના પજુસણ પ્રસંગે અમે જોઈ ત્યારે અમને બધાને એમના જીવનવિષે ઊંડી ચિંતા વ્યાપી. ઉપસંહાર શ્રીયુત મોહનભાઈની પ્રવૃત્તિ વિવિધ હતી. છતાં જૈન શ્વેતાંબર કોન્ફરન્સના અને મહાવીર જૈન વિદ્યાલય – એ બે સંસ્થાઓ સાથે એમનું તાદામ્ય સૌથી વધારે હતું. એના વિકાસમાં તે વધારે ને વધારે રસ લેતા. કૉન્ફરન્સના સંચાલકોએ મોહનભાઈની સેવાનું ઘટતું સન્માન કરવા તેમની યાદગાર કરવા માટે એક ફંડ ઊભું કર્યું છે. જેમાં તત્કાલ જ કેટલીક રકમ એકઠી થઈ ગઈ છે. પણ એ સંચાલકોએ અને મોહનભાઈના બીજા મિત્રોએ તેમજ પરિચિતોએ એ ફંડ વધારવા વિશેષ વ્યવસ્થિતપણે ત્વરિત પ્રયત્ન કરવો ઘટે છે. સારું સરખું ફંડ મેળવી મોહનભાઈના સ્મારક તરીકે કોન્ફરન્સ કાંઈપણ એક આવશ્યક અને ઉપયોગી એવી સાહિત્ય પ્રકાશન-સંપાદનની પ્રવૃત્તિ શરૂ કરે તો તે બધી રીતે વ્યાજબી ગણાય. આપણે ઇચ્છીએ કે કૉન્ફરન્સના મંત્રીઓ અને બીજા સદ્ભાવશીલ ગૃહસ્થો આ વસ્તુ તરત ધ્યાનમાં લે. - પ્રબુદ્ધ જૈન, ૧૫, ફેબ્રુઆરી ૧૯૪૬ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૨૧. અંજલિ [ સદ્ગત શ્રી મોહનલાલ દ. દેશાઈની સાહિત્યસેવા અને નિષ્ઠાને ] સહૃદય મિત્રો, આભારવિધિના ઔપચારિક ભારમાં દબાયા વિના જ આપણે મુખ્ય પ્રસંગ ઉપર આવીએ. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક કૉન્ફરન્સે મને પોતાનો સમજીને જ બોલાવ્યો છે. હું પણ એ ભાવથી જ આવ્યો છું. સદ્ગત શ્રી મોહનલાલભાઈ દેસાઈનું તૈલચિત્ર કૉન્ફરન્સ તૈયાર કરાવે અને તેના અનાવરણવિધિ માટે મને બોલાવે ત્યારે સહેજે વિચાર આવે છે કે કૉન્ફરન્સ, મોહનભાઈ અને હું એમ ત્રણેનો પરસ્પર શો સંબંધ હતો અને હજીયે છે. વળી, એ પણ જિજ્ઞાસા થયા વિના ન રહે કે હું કૉન્ફરન્સને કઈ દૃષ્ટિએ જોતો અને સમજતો રહ્યો છું. તેમજ મોહનભાઈનું મારી દૃષ્ટિએ શું સ્થાન હતું? હું કૉન્ફરન્સનો નખશિખ ઇતિહાસ નથી જાણતો એ ખરું, પણ એના મુખ્ય સ્વરૂપ અને મુખ્ય પ્રવૃત્તિ વિશે થોડીઘણી માહિતી તો છે જ. હું જાણું છું ત્યાં લગી શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરાની બીજી કોઈપણ સંસ્થા કરતાં કૉન્ફરન્સનું દૃષ્ટિબિંદુ અને બંધારણ ઉદાર તેમજ વિશાળ રહ્યાં છે. પરિસ્થિતિવશ તેનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં હોવા છતાં તેની બેઠકો અને વાર્ષિક અધિવેશનો માત્ર મુંબઈમાં પુરાઈ રહ્યાં નથી. પૂર્વમાં કલકત્તા, ઉત્તરમાં પંજાબ, પશ્ચિમમાં કાઠિયાવાડ, રાજસ્થાન અને ગુજરાત તેમજ દક્ષિણમાં પૂના લગી સમયે સમયે એનાં અધિવેશનો થતાં રહ્યાં છે અને તે તે પ્રાંત કે પ્રદેશના સગૃહસ્થો પ્રમુખપદ પણ શોભાવતા રહ્યા છે. આ સૂચવે છે કે પ્રથમથી જ કોન્ફરન્સનું દૃષ્ટિબિંદુ સમગ્ર મૂર્તિપૂજક સંઘને પોતાની સાથે લેવાનું રહ્યું છે, અને એ પણ કબૂલ કરવું જોઈએ કે આ દૃષ્ટિબિંદુને સંઘે હૃદયથી આવકાર્યું પણ છે. તેથી જ તેને દરેક પ્રાંત અને પ્રદેશમાંથી હાર્દિક આવકાર મળેલો અને ઉદ્દામ, મધ્યમ તેમજ જુનવાણી વિચારસરણી ધરાવનાર ભાઈ-બહેનો પણ કોન્ફરન્સને અપનાવતાં રહ્યાં છે. જૈન સંઘના બંધારણમાં ચતુર્વિધ સંઘનું સ્થાન એકસરખું છે. ક્યારેક કોઈ વ્યક્તિ મુખ્ય ભાગ ભજવતી દેખાય યા સર્વોપરી મોવડી જેવી લાગે તોય તેના મૂળમાં ગુણ અને કાર્યશક્તિ રહેલાં હોય છે, નહિ કે પેઢીઉતાર સત્તાનો વારસો. આ જૈન સંઘનું Page #134 -------------------------------------------------------------------------- ________________ અંજલિ • ૧૨૫ સ્વરૂપ આજકાલની ભાષામાં કહીએ તો લોકશાહી છે; અલબત્ત, તે એક ધર્મપરંપરા પૂરતી. કૉન્ફરન્સ પોતનો કાર્યપ્રદેશ મુખ્યપણે ત્રણ બાબતોમાં મર્યાદિત કરેલો એમ હું સમજું છું : (૧) ધાર્મિક, (૨) સાહિત્યિક, અને (૩) સામાજિક, ધાર્મિક બાબતમાં તીર્થના પ્રશ્ન ઉપરાંત ધર્માચાર અને તાત્ત્વિક શિક્ષણ વગેરેનો સમાસ થાય છે. બને ત્યાં લગી નવા જમાનાની માગણીને અનુકૂળ થાય એ રીતે કોન્ફરન્સ સાધન ને શક્તિના પ્રમાણમાં એ બાબત કાંઈક ને કાંઈક કર્યું છે, અને હજીયે એ કાંઈક ને કાંઈક કરે છે. સાહિત્યની બાબતમાં એનું કામ વિશેષ ધ્યાન ખેંચે એવું છે. પ્રથમથી જ એણે પ્રાચીન સાહિત્યવારસાને પ્રકાશમાં લાવવાની નેમ રાખી છે અને એ દિશામાં યથાશક્તિ પણ નક્કર કામ કર્યું છે. સામાજિક બાબતમાં કૉન્ફરન્સે દેશમાં વિકસતા જતા ઉદાર વિચારોને ઝીલ્યા અને યથાશક્તિ પ્રચાય પણ છે. કૉન્ફરન્સની ઉપર સૂચવેલી ભૂમિકામાં સદ્દગત મોહનભાઈનો શો સંબંધ હતો અને તેમણે શો શો ફાળો આપ્યો, મુખ્યપણે એ જાણવું તે જ આજના પ્રસંગ સાથે વિશેષ સંગત છે. મુંબઈમાં સદ્ગત ડૉ. બાલાભાઈ નાણાવટીના પ્રમુખપણા નીચે અધિવેશન થયું ત્યારે હું પહેલવહેલો કોન્ફરન્સમાં આવેલો, એમ યાદ છે. ઘણું કરી તે જ વખતે મોહનભાઈનો પ્રથમ પરિચય થયો અને તેમની રુચિ, પ્રવૃતિ તથા પ્રકૃત્તિ વિશે કાંઈક જાણવા પામ્યો. તે જ વખતે મારા મન ઉપર એમને વિશે જે સામાન્ય છાપ પડેલી તે જ છેવટ સુધી વધારે ને વધારે પ્રત્યક્ષ પરિચયથી સ્પષ્ટ થતી ગઈ. મેં જોયેલું કે તેમની પ્રકૃતિ જેમ હસમુખી તેમ આશાવાદી હતી. મેં એ પણ જોયું કે તે કાંઈક ને કાંઈક સારું કામ કરવાની ધગશવાળા અને જાતે જ કાંઈક કરી છૂટવાની વૃત્તિવાળા હતા અને એ પણ જોયેલું કે જ્યાંથી જે પ્રાપ્ત થાય અને શીખવાનું મળે ત્યાંથી મુક્તમને તે મેળવવું અને તેનો યોગ્ય વિનિમય કરવો. મુંબઈના પ્રથમ મિલન પછી તો તેમના છેલ્લા દિવસો સુધીમાં હું અને તેઓ એટલી બધી વાર મળ્યા છીએ કે તેનો આંક સ્મૃતિમાં પણ નથી. માત્ર મળ્યા જ છીએ એટલું જ નહિ, પણ સાથે કલાકો લગી અને કેટલીક વાર તો દિવસો લગી રહ્યા છીએ. સાથે પ્રવાસ પણ કર્યો છે. આ બધા પ્રસંગે મેં એ જોયું કે તેઓ રાજકારણ, કોંગ્રેસ કે ગાંધીજી વગેરેની કોઈપણ ચર્ચા ઉપરથી છેવટે કૉન્ફરન્સની પ્રવૃત્તિને લગતી કોઈ ને કોઈ બાબત ઉપર આવે, જાણે કે એમના મનમાં એક પ્રશ્ન ઘોળાતો ન હોય તે રીતે વાત કરે. મને લાગેલું કે એમનો પ્રશ્ન એ છે કે કૉન્ફરન્સ શિક્ષણ, સાહિત્ય અને સામાજિક સુધારાની બાબતમાં શું શું કરી શકે અને તે કામ કેવી રીતે પાર પાડવું ? Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ૯ અર્થ એક તો જૈનસમાજ વ્યાપાપ્રધાન, આર્થિક દૃષ્ટિએ તદ્દન સ્વાધીન હોય એવા લોકો ગણ્યાગાંઠ્યા, મધ્યમવર્ગીય બધા જૈનોને કૉન્ફરન્સમાં સમ્મિલિત કરવાની દૃષ્ટિ, સાધુઓના અંદરોઅંદરના પક્ષભેદ અને તેને લીધે શ્રાવકવર્ગમાં પડતી ફૂટના કૉન્ફરન્સ ઉપર પડતા પ્રત્યાઘાતો; આ બધું કૉન્ફરન્સની દૃષ્ટિ, શક્તિ અને પ્રવૃત્તિને મર્યાદિત કરનારું પહેલેથી જ હતું અને હજીયે છે. એક બાજુથી બધી દિશામાં વિચારસ્વાતંત્ર્યનો પવન ફૂંકાતો હોય, અનેક પ્રવૃત્તિઓ દેશમાં વિકસતી જતી હોય અને બીજી બાજુથી કૉન્ફરન્સન એ સાથે તાલ મેળવી ન શકતી હોય તો સાચા ધગશવાળા કાર્યકર્તાને મૂંઝવણ થાય. એવી મૂંઝવણ મેં શ્રી મોહનભાઈમાં અનેકવાર નિખાલસપણે પ્રગટ થતી જોઈ છે. અત્રે એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે કે મોહનભાઈ વકીલ હતા, પણ તેમની વકીલાત એવી ન હતી કે તેમને તેમની ઈચ્છા પ્રમાણે કામ કરવાનો આવકાશ આપે. આવક બહુ મર્યાદિત, કૌટુંબિક આદિ પ્રશ્નો ઘણા, છતાં એમનું ખમીર આશાવાદી, પ્રવૃત્તિશીલ અને કર્મઠ હતું. વળી એમની તબિયત પણ એટલી જ સારી. થાક તો જાણે લાગે જ નહીં. કોઈકવાર જમ્યા પછી પણ જમવાનો પ્રસંગ આવે તો તેઓ પાછા ન પડે. એને એમની નિષ્ઠા પણ એટલી પાકી. કોઈ કામ લીધું એટલે એ પૂરું કર્યું જ છૂટકો. એમાં પછી ઊંઘ કે આરામ જોવાનો જ નહીં. તેથી જ તેઓ કૉન્ફરન્સની બધી પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ ભાગ લેતા અને પોતે રૂચિ તેમજ શક્તિ પ્રમાણે અમુક કામ હાથમાં લઈ તેને પૂરા ખંતથી અને મહેનતથી પાર પાડતા. જો કોઈ બીજા કાર્યકર્તા તેમને ભેટી જાય અને તેની પાસેથી કામ લેવાનું શક્ય હોય તો તેઓ તેને કોન્ફરન્સ સાથે સાંકળી એક યા બીજી રીતે તેની પાસેથી પણ કામ લેવાનો માર્ગ મોકળો કરે. સદ્દભાગ્યે એમને સાથીઓ અને મિત્રો પણ સારા મળેલા. સદ્દગત મોતીચંદભાઈ, મકનજીભાઈ અને મોહનલાલ ઝવેરી વગેરે એમના સાથીઓ. જ્યાં એમની મંડળી મળી કે ત્યાં કાંઈક સર્જક વિચાર થાય જ અને કોઈ એક બીજાને પાછો ન પાડતાં ઉત્સાહિત જ કરે. આ વસ્તુ મેં મહાવીર જૈન વિદ્યાલયની મિટિંગોમાં તથા કૉન્ફરન્સ ઑફિસમાંના મિલન પ્રસંગે અનેકવાર જોઈ છે. મોહનભાઈની અંગત પ્રવૃત્તિ મુખ્યપણે સાહિત્યિક હતી. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃત આદિ ભાષાઓમાં જ્યાં જ્યાં તેમને જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન કે આચાર વિશે જાણવાનું મળે તે બધાંમાંથી તેઓ એકલે હાથે સંગ્રહ કરે. વાંચનાર પોતે, ભાષાંતર કરનાર પોતે, પ્રફ જોનાર પોતે. એમ પોતાની બધી કૃતિઓમાં એ બધાં લખાણોમાં જે કાંઈ કરવું પડ્યું છે તે બધું લગભગ તેમણે પોતને હાથે જ કર્યું છે. કૉન્ફરન્સ હેરલ્ડ અને જૈનયુગ, જે તે વખતે કૉન્ફરન્સનાં મુખપત્રો Page #136 -------------------------------------------------------------------------- ________________ અંજલિ • ૧૨૭ હતાં, તેની ફાઇલો જોશો તો જણાશે કે એમાં મુખ્ય આત્મા એમનો જ રમે છે. તેઓ મને ઘણીવાર વાતવાતમાં કહેતા લોકો લખાણોને જૂના ચોપડા ઉખેળનાર અને ઉકેલનાર તરીકે ગણી ટીકા કરે છે કે તમે હેરલ્ડ અને જેનયુગમાં આ બધું નકામું શું ભરી રહ્યા છો ?” પણ હવે અત્યારે તો સૌને સમજાય તેવું છે કે મોહનભાઈનું પ્રવૃત્તિક્ષેત્ર અને કામ વિદ્વાનોને કેટલું ઉપયોગી છે અને તેનું મૂલ્ય કેટલું સ્થાયી છે ! પોતાના સાહિત્યિક કામને માટે શ્રી મોહનભાઈને અનેક પ્રાચીન હસ્તલિખિત પ્રતો મેળવવી અને તપાસવી પડતી અને એ માટે કોર્ટમાં રજાઓ પડે કે તરત જ તેઓ એ કામમાં લાગી જતા; અને જરૂર લાગતાં અમદાવાદ કે પાટણના જ્ઞાનભંડારો જોવા માટે પ્રવાસ પણ ખેડતા. રજાઓનો ઉપયોગ આરામ માટે કરવાનો તો વિચાર જ શાનો આવે ? ત્યારે તો ઊલટું બમણા ઉત્સાહથી બમણું કામ કરે અને એ કામમાં કિંઈક પણ ઉત્તમ કૃતિ મળી આવે તો જોઈલો આનંદ. અહીં આવો એક પ્રસંગ મને યાદ આવે છે. હું અને આચાર્ય જિનવિજયજી અમદાવાદમાં રહેતા હતા ત્યારે એકવાર શ્રી મોહનભાઈ જ્ઞાનભંડારો શોધવા માટે અમદાવાદ આવેલા. એક દિવસ તેઓ ડેલાના ઉપાશ્રયનો ભંડાર જોવા ગયા. બપોરના ગયેલા તે રાત્રે અગિયાર સુધી પાછા ન આવ્યા. અમે માન્યું કે હવે તેઓ નહીં આવે અને શહેરમાં જ ક્યાંક સૂઈ રહેશે. અમે તો બધા સૂઈ ગયા. ત્યાં તો લગભગ અડધી રાતે શ્રી મોહનભાઈએ બારણાં ખખડાવ્યાં અને અમને જગાડ્યા. અમે જોયું કે આટલા પરિશ્રમ પછી પણ એમનામાં થાક કે કંટાળાનું નામ નહોતું. ઊલટું આજે તો એ એવા ખુશ હતા કે ન પૂછો વાત ! ખિલખિલાટ હસીને એ કહે: “પંડિતજી ! આજે તો તમને પ્રિયમાં પ્રિય એક કૃતિ મળ્યાના સમાચાર આપું તો મને શું જમાડશો? શું ઇનામ આપશો ? કહો તો ખરા કે આપને અતિપ્રિય એવી કઈ કૃતિ મળી હશે ?” કહ્યું : “મોહનભાઈ! એના ઇનામમાં તમને તમારા જ નામનું મિષ્ટાન જમાડીશું !' તે દિવસે મોહનથાળ બનાવ્યો હતો. પછી હું આ કૃતિ શું હોઈ શકે એના વિચારમાં પડ્યો. ચાર-પાંચ મિનિટ વિચાર કરીને પછી મેં પણ સટોડિયાની જેમ તુક્કો લગાવ્યો, અને કહ્યું કે એ કૃતિ તે મહોપાધ્યાય શ્રી યશોવિજયજીનું જીવન જેમાં થોડુઘણું પણ સંગ્રહાયેલું છે તે “સુજસવેલી ભાસ” હોવી જોઈએ.’ આ કૃતિનો ભાગ પાટણમાંથી મળેલો; બાકીનો ભાગ મેળવવા અમે ખૂબ ઉત્સુક હતા અને મોહનભાઈએ એ જ કૃતિ શોધી કાઢી હતી. અમારા આનંદનો પાર ન રહ્યો. આવા તો બીજા પ્રસંગો પણ આપી શકાય, પણ અહીં એને માટે એટલો વખત નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ • અર્થ લોયમેન, વેબર, યાકોબી આદિ જર્મન વિદ્વાનોએ જૈન પરંપરા ને તેના સાહિત્યને લગતો ઇતિહાસ લખવાની પહેલ કરી. ફ્રેંચ અને અંગ્રેજી ભાષામાં પણ જૈન પરંપરાને લગતા અધ્યયનનો પ્રારંભ થયો, પણ ભારતીય ભાષાઓમાં આધુનિક દષ્ટિએ અને સંશોધક વિદ્વાનોને ઉપયોગી થાય એ પ્રકારના સાહિત્યિક ઇતિહાસનો અતિ અલ્પ પણ મહત્ત્વનો પાયો શ્રી મોહનભાઈએ નાખ્યો. હવે તો એ દિશામાં માગણી અને જિજ્ઞાસાને અનુરૂપ એવા નવીન પ્રયત્નો શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરામાં થઈ રહ્યા છે, પણ તેમાંય મોહનભાઈના જૈન સાહિત્યના ઇતિહાસનું સ્થાન છે જ. એમની મહતી કૃતિ, અને મારી ધારણા સાચી હોય તો, તેમની તબિયત ઉપર જીવલેણ ફટકો મારનાર કૃતિ એ તો જૈન ગુર્જર કવિઓ' છે. એમણે ભારત જેવું કામ એકલે હાથે કેવી રીતે સંપન્ન કર્યું એ નવાઈ જેવું લાગે છે, પણ જેણે જેણે તેમને એ કામ કરતા જોયા છે તેઓ જાણે છે કે એ કામમાં તેમણે કેટલી શક્તિ, કેટલો સમય અને કેટલો અંગત ખર્ચ અર્પિત કર્યો છે. એક રાતે મેં જોયું કે હું તો સૂઈ ગયો છું અને તેઓ બાર વાગ્યા પછી મારી સાથેની ચર્ચા પૂરી કર્યા બાદ જાગતા બેઠા છે. તેમની બીડી અને કલમ બંને સમાન ગતિએ કામ કરતાં હતાં. બે વાગે તેઓ સૂતા. સવારે મને કહ્યું: “મારો રોજિદો કાર્યક્રમ આ જ છે. દિવસે વચ્ચે વિક્ષેપ આવે, પણ રાતે નિરાકુળતા. એકવાર તેમની સાથે કૉર્ટમાં ગયો, ત્યાંય જોયું કે પૂરો સાથે હતાં, અને વખત મળે કે જતા. મેં દાદર, ઘાટકોપર અને મુલુંદ એ સ્થળોમાં તેમને અનેકવાર કામ કરતા જોયા છે. રાત રહે તો કામ લેતા આવે. મેં પૂછ્યું : “આ ભાર શો ?” તો કહે “પરિશિષ્ટોનું કામ ચાલે છે. ન કરું તો કરે કોણ ? અને રહી જાય.’ અહીં સિંઘી જૈન સિરીઝમાં પ્રસિદ્ધ થયેલ એમનું અંગ્રેજી પ્રસ્તાવાનાવાળું વિશિષ્ટ સંપાદન “ભાનુચંદ્ર – સિદ્ધચંદ્ર કોઈ પણ સ્કોલરનું ધ્યાન ખેંચ્યા વિના રહે તેમ નથી એ યાદ રાખવું ઘટે. શ્રી મોહનભાઈની પ્રકૃતિ સારા કામમાં કંઈક ને કંઈક ભાગ લેવો જ એવી હતી. એમ કરવામાં તેઓ પોતાની મુશ્કેલીનો વિચાર ભાગ્યે જ કરે. તેઓની આવક મર્યાદિત અને કૌટુંબિક જવાબદારીઓ વધારે હતી. એનો નિર્દેશ મેં પહેલાં કર્યો જ છે. એકવાર એક કામનો વિચાર ચાલતો હતો ત્યારે તેઓ આવીને મને કહે, “પંડિતજી, આમાં હું પાંચસો રૂપિયા આપીશ.’ હું તો સાંભળી જ રહ્યો. મેં કહ્યું: “મોહનભાઈ, તમારા માટે તો આ બહુ કહેવાય.' તો કહે કે “મને આ કામ પસંદ છે, એટલે મારે એમાં ભાગ લેવો જોઈએ. આમ શ્રી મોહનભાઈનું જીવન અર્પણનું જીવન હતું એ જોઈ શકાશે. Page #138 -------------------------------------------------------------------------- ________________ અંજલિ • ૧૨૯ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે તેઓ કાંઈ ને કાંઈ જરૂર લખી મોકલાવે. આચાર્યશ્રી જિનવિજયજીએ જૈન સાહિત્ય સંશોધક શરૂ કર્યું તો મોહનભાઈનો એમાં સક્રિય સાથ. શ્રી વાડીલાલ મોતીલાલ તેમના પ્રાથમિક મિત્ર, પણ તેમનો વિશેષ અને સ્થાયી પરિચય તો ઐતિહાસિક અને તટસ્થ દૃષ્ટિવાળા શ્રી નાથુરામ પ્રેમીજી તથા આચાર્યશ્રી જિનવિજયજી સાથે. મહાવીર જૈન વિદ્યાલયના તેઓ પ્રથમથી જ એક કાર્યકર્તા, પણ તેમનું મુખ્ય પ્રવૃત્તિક્ષેત્ર પ્રાચીન સાહિત્યનો વર્તમાન યુગની દૃષ્ટિએ ઉદ્ધાર અને પરિચય કરાવવી તે. કૉન્ફરન્સના એક જાગરૂક કાર્યકર્તા તરીકેનું તેમની સાથે સંકળાયેલું મારું સ્મરણ એ જેમ મારા માટે મધુર છે તેમ એ વિશે બીજાઓએ જાણવું એ તેથીય વધારે રોચક અને ઉપયોગી પણ છે. તેથી એનો ઉલ્લેખ જરા વિગતે કરું છું. આની પાછળ દષ્ટિ એ છે કે કૉન્ફરન્સના અત્યારના નવીન કાર્યકર્તાઓ અને હવે પછી આવનાર પેઢીના કાર્યકર્તાઓ કૉન્ફરન્સના પ્રવૃત્તિના એક અને મારી દૃષ્ટિએ મહત્ત્વના અંગથી પરિચિત રહે અને તે દિશામાં પ્રાપ્ત થતાં કર્તવ્યોને બરાબર સમજે. વળી કૉન્ફરન્સની એ પ્રવૃત્તિનું બીજ ગમે ત્યારે વવાયું પણ અત્યારે એનાં જે પરિણામો આવ્યાં છે અને ઉત્તરોત્તર વિકસતાં દેખાય છે તેને બધા સમજદાર સમજી લે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈનચેર સ્થાપવાના વિચારનું બીજ તો ૧૯૧૯ની કલકત્તા કોંગ્રેસની બેઠક વખતે રોપાયેલું પણ ફણગો ફૂટવાનો સમય ૧૯૩૦ પછી આવ્યો. શ્રી મોહનભાઈએ અમદાવાદમાં એકવાર મને પૂછ્યું, કે “તમે આ બાબત તટસ્થ કેમ છો ?' કહ્યું: ‘કૉન્ફરન્સના મંત્રીઓ અને કાર્યકર્તાઓ બહુ ભલા છે. પં. માલવીયજી જેવાના પ્રભાવમાં તણાઈ અમુક વચન આપી દે છે, પણ કાશીની સ્થિતિ તેઓ નથી જાણતા.” મોહનભાઈના આગ્રહથી મેં કહ્યું કે ભલે પૈસા મોકલાવી દો, પણ આ શરતો સાથે સૂચવો. એમણે એ શરતો નોંધી અને મુંબઈ જઈ બનારસ સાથે પત્રવ્યવહાર કર્યો. શરતો લગભગ સ્વીકારાઈ. હવે જૈન અધ્યાપક નિયત કરવાનો પ્રશ્ન હતો. એક ભાઈને ત્યાં મોકલ્યા, પણ ચેરનું તંત્ર ડામાડોળ થઈ ગયું. હું પોતે ગૂજરાત વિદ્યાપીઠ છોડી અથવા કહો કે ગુજરાત છોડી બહાર જવા પ્રથમથી જ તૈયાર ન હતો, કટોકટી આવતાં ૧૯૩૩ના જુલાઈમાં હું કાશી ગયો. કાશી જવા માટે હું તૈયાર થયો તેની પાછળ બળ હતું કૉન્ફરન્સનું અને કૉન્ફરન્સ એટલે મારી દૃષ્ટિએ તે વખતે સજીવ કાર્યકર્તા બે મોહનભાઈ : એક દેસાઈ બીજા ઝવેરી. એમણે મારા માટે બધી વધારાની સગવડ આપવાનું આપમેળે બીડું ઝડપ્યું. કાશીનું તંત્ર તો તરત ગોઠવાયું, પણ તેનાં દૂરગામી પરિણામો જે આવ્યાં છે તેનું યથાવતું મૂલ્યાંકન કરનાર અહીં કોણ છે તે હું નથી જ શતો. આની લાંબી કથાનો અત્યારે સમય નથી, પણ સંક્ષેપમાં નોંધ લેવી અસ્થાને નથી. છેલ્લાં ૨૩ વર્ષમાં કાશીમાં જે અધ્યયન-અધ્યાપન, લેખન, સંશોધન અને Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ • અર્થ પ્રકાશનની પ્રવૃત્તિ થઈ છે તે જૈનચેરને આભારી છે. એને લીધે ભણનાર તો કેટલાક આવ્યા અને ગયા પણ તેમાંથી કેટલાકની યોગ્યતા અને પદવી ગણનાપાત્ર છે. કેટલાક જૈનદર્શનના આચાર્ય થયા તો કેટલાક સાથે સાથે એમ.એ. અને પીએચ.ડી. પણ. એમાંથી પાંચેક તો પ્રોફેસરના ઉચ્ચપદ ઉપર પ્રતિષ્ઠિત છે. કાશી જૈનચેરની ભાવનાએ કેટલાક અસાંપ્રદાયિક માનસ ધરાવનાર પણ જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનો ઉત્કર્ષ ઇચ્છનાર પંજાબી ભાઈઓને પ્રેર્યા અને ૧૯૩૭થી શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમની સ્થાપના થઈ. આગળ જતાં જૈન કલ્ચરલ રિચર્સ સોસાયટી સ્થપાઈ. આમ જેલચેર અધ્યાપનનું કામ પૂરું પાડે. પાર્શ્વનાથ વિદ્યાશ્રમ વિદ્યાર્થીઓને રહેવા-ખાવા-પીવા આદિની સગવડ પૂરી પાડે, વિશિષ્ટ પુસ્તકાલયની સગવડ આપે અને કલ્ચરલ રિસર્ચ સોસાયટી સુનિષ્ણાત વિદ્વાનોના ચિંતન-લેખનને મૂર્ત રૂપ આપે. આ રીતે આ ત્રણેય અંગો એવી રીતે સંકલિત થયાં છે કે તે એકબીજાના પૂરક અને પોષક બની માત્ર જૈન પરંપરાની જ નહિ, પણ ભારતીય-અભારતીય વિદ્વાનોની નવયુગીન અપેક્ષાને અમુક અંશે સંતોષી રહ્યાં છે. હું અત્યારે ત્યાંની જે સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં પુસ્તકો અને પત્રિકાઓ પ્રસિદ્ધ થયાં છે અને જે ઉચ્ચ કક્ષાના વિદ્યાવર્તુળમાં આદરપૂર્વક વંચાઈ રહ્યાં છે તેની વાદી આપવા નથી બેઠો. આટલુંય સ્મરણ આપવાનો મારો ઉદ્દેશ એટલો જ છે કે શ્રી મોહનલાલ દેસાઈની અને ઝવેરીની અનિવાર્ય પ્રેરણા ન હોત અને કોન્ફરન્સે મારી અસાંપ્રદાયિક વિદ્યાવૃત્તિનો ઉપયોગ કરવાની ઉદારતા પૂરી રીતે દાખવી ન હોત તેમજ ચેરને અંગેની જરૂરિયાતોની માગણીને સર્વાનુમતિએ વધાવી લીધી ન હોત તો હું કાશીમાં ગયો જ ન હોત, ગયો હોત તો સ્થિર થયો ન હોત અને ક્રમે ક્રમે ત્યાં જે વિકાસ થયો છે તેની શકયતા પણ ભાગ્યે જ આવી હોત. આ ટૂંકું પણ આવશ્વક સ્મરણ એ સૂચવે છે કે કોન્ફરન્સ સાથે અને તે દ્વારા શ્રી મોહનભાઈ સાથે મારો શો અને કેવો સંબંધ રહ્યો છે. જો આટલું પણ સ્પષ્ટ થયું હોત તો હવે એ કહેવાની જરૂર નથી રહેતી કે કૉન્ફરન્સ દ્વારા તૈયાર કરાવેલ સદ્ગત મોહનભાઈના તૈલચિત્રને ખુલ્લું મૂકવાના ઔપચારિક વિધિમાં મારું શું સ્થાન છે. તૈલચિત્રના અનાવરણ પ્રસંગે તૈલચિત્રમાં સમાયેલ ગર્ભિત અર્થ જણાવવો અને તે દ્વારા કૉન્ફરન્સની પ્રવૃત્તિનું દિશાસૂચન કરવું અને મારી આવશ્યક ફરજ સમજું છું. એ ફરજમાંથી ચૂકું તો મારો અહીં આવવાનો ખાસ અર્થ મારી દૃષ્ટિએ રહે જ નહિ. તૈલચિત્ર એ તો પ્રતીક છે. એ પ્રતીક વિદ્યોપાસના, સાહિત્યસેવા અને નિષ્ઠાનું છે. પ્રતીકની કોઈ સ્વતંત્ર અને નિરપેક્ષ પ્રતિષ્ઠા હોતી જ નથી. Page #140 -------------------------------------------------------------------------- ________________ અંજલિ - ૧૩૧ તેથી પ્રતીક દ્વારા આપણે મૂળ વસ્તુને સમજવા અને તે દિશામાં ઘટતું કરવા પ્રવૃત્ત થઈએ તો જ સમારંભ એ માત્ર સમારંભ ન રહેતાં એ કાર્યસાધક પગલું બની રહે. સામાજિક સુધારણા અને બીજા ફેરફારો કરાવવાની બાબતમાં કોન્ફરન્સ કરવા જેવું હોય તો મુખ્યપણે અત્યારે એ છે વહેમી અને ખર્ચાળ પ્રથાઓના ભારથી કચડાતા મધ્યમ વર્ગને એ જાળમાંથી મુક્તિ અપાવે એવું વાતાવરણ તૈયાર કરવું. એ સિવાયના બીજા સુધારા ને ફેરફારની બાબતમાં આજની સામાજિકતા જે રીતે ઘડાઈ રહી છે અને દેશ-વિદેશનાં બળો એને ઘડવામાં જે રીતે કામ કરી રહ્યાં છે તે જોતાં એ નિશ્ચિત છે કે જેનસમાજ પોતાનું સામાજિક જીવન આપમેળે જ એ પરિવર્તન અને સુધારણાને અનુકૂળ કરી લેવાનો. એમ કર્યા વિના એની બીજી કોઈ ગતિ જ નથી. પરંતુ શિક્ષણ અને સાહિત્યનો એક એવો આગવો પ્રદેશ છે કે જે બાબતમાં કૉન્ફરન્સે ઘણું કરવા જેવું છે. હું ધાર્મિક અને તત્ત્વજ્ઞાનના ચાલુ શિક્ષણની કે તેનું શિક્ષણ આપે તેવા શિક્ષકો તૈયાર કરવાની વાત નથી કહેતો. એ કામ ઉપાશ્રયો અને મહેસાણા જેવી પાઠશાળાઓ મારફત ચાલી રહ્યું છે અને એમાં અનેક મુનિઓ તેમજ ગૃહસ્થોનો સહયોગ પણ છે. હું જે શિક્ષણની વાત કહેવા ઈચ્છું છું તે ઉચ્ચ ભૂમિકાના સર્વગ્રાહી શિક્ષણની વાત છે. આજે શિક્ષણ વ્યાપક બનતું જાય છે. એનું ઊંડાણ પણ ઉચ્ચ ભૂમિકાએ વધતું જાય છે. મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોની સંખ્યા વધતી જાય છે. ઉચ્ચ અને ઉચ્ચતર અધ્યયનની માગણી વધતી જાય છે, અને એ માગણીને સંતોષે એવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઠીક ઠીક વધતી જાય છે. તેથી આ સમય આપણા માટે બહુ અનુકૂળ છે. જો કૉન્ફરન્સ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઉચ્ચ ભૂમિકાસ્પર્શી શિક્ષણની દષ્ટિએ કાંઈક કરે તો એમાં એને જશ મળે તેમ છે. આ કામના મુખ્ય બે ભાગ છે : (૧) તૈયાર મળે એવા સુનિષ્ણાત કે નિષ્ણાત વિદ્વાનો દ્વારા વિષયવાર સાહિત્ય તૈયાર કરાવવું અને સાથે સાથે મહાવિદ્યાલયો કે વિશ્વવિદ્યાલયોમાં પૂરી યોગ્યતાથી કામ કરી શકે એવા થોડા પણ નિષ્ણાતો તૈયાર કરવા-કરાવવામાં શક્તિ ખરચવી. (૨) અને વિષયનું પ્રાચીન સાહિત્ય આપણે ત્યાં છે. તેમાંથી પસંદગી કરી વિશિષ્ટ વિદ્વાનો મારફત તેનું આધુનિક દૃષ્ટિએ સંપાદન-પ્રકાશન કરવું એ કૉન્ફરન્સની પ્રવૃત્તિનું એક અંગ હોવું જોઈએ. પુસ્તકો અનેક પ્રસિદ્ધ થાય છે, પણ જ્ઞાનની નવી પેઢીને સંતોષે એવાં બહુ વિરલ પ્રસિદ્ધ થાય છે. પ્રાચીન જૈન સાહિત્યનું વિશ્વસાહિત્યમાં યોગ્ય મૂલ્યાંકન થાય તે માટે નવી દષ્ટિએ યોગ્ય હાથે તેના સંપાદનને બહુ અવકાશ છે, અને કૉન્ફરન્સને એમાં જશ મળે તેમ પણ છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર • અર્થ એક બાબત ધ્યાનમાં રહે કે દેશ-વિદેશના કોઈપણ ઉચ્ચ કે ઉચ્ચતર વિદ્વાનોનો, ધર્મ અને નાત-જાતના ભેદભાવ વિના આપણે ભલે ઉપયોગ કરીએ પણ એ પાછળ દૃષ્ટિ એ રહેવી જોઈએ કે જૈન સમાજ પોતામાંથી જ એવા સુનિષ્ણાતોને તૈયાર કરે અને તૈયાર હોય તેને યથાસ્થાન ગોઠવી પૂરતું કામ આપે, જેથી શિક્ષણ અને સાહિત્યની બાબતમાં બધાં જ સાર્વજનિક ક્ષેત્રે સમાજ પરાવલંબી યા શરણાગત જેવો ન રહે. અત્યારે તો આવું કામ કરવા માટે પુષ્કળ સામગ્રી ઉપલબ્ધ છે. જૂની વસ્તુઓનાં સર્વત્ર નવેસરથી મૂલ્યાંકનો થવા લાગ્યાં છે. એક અમેરિકન પ્રોફેસર પ્રાચીન ગુજરાતી ભાષાના શાલિભદ્રરાસનું સંપાદન કરવા પ્રેરાય તે શું સૂચવે છે ? હું તો જોઉં છું કે આજે હેમચંદ્ર ફરી જીવતા થાય છે. આજે સારા સાહિત્યની અને સારા વિદ્વાનોની ખોટની ઘણી વાતો થાય છે, પણ આજે હવે આ ખોટ એટલી મોટી નથી. જો જોવા ઇચ્છો તો સારું જૈન સાહિત્ય અને જૈન સાહિત્યના ઉચ્ચ કોટિના વિદ્વાનો પણ આપણે ત્યાં છે જ – પછી ભલે પ્રમાણમાં કદાચ ઓછા હોય, પણ આ રીતે જોવા જાણવાની કોને પડી છે ? સદ્દગત શ્રી મોતીચંદભાઈના સ્મારકનું ફંડ થયેલું છે, એનો ઉપયોગ પ્રાચીન સાહિત્યના નવા ગ્રંથોના સંશોધન – સંપાદન પાછળ થવો હજુ બાકી છે. ફંડ એકઠું કરવું એક વાત છે. એનો ઉપયોગ કરવો એ બીજી વાત છે. એ માટે તો દષ્ટિ અને ઉદારતા બંને જોઈએ. ભારતના નાક સમા મુંબઈનો જ વિચાર કરો, કે અહીં જૈન સાહિત્યના કેન્દ્ર જેવું કંઈ આપણે ઊભું કર્યું છે? કોઈને જૈન તત્ત્વજ્ઞાન, સાહિત્ય કે કલાના વિષયમાં મુંબઈમાં જાણવું હોય તો એ વિષયનો નિષ્ણાત – એકસ્પર્ટ કહી શકાય એવો એક પણ વિદ્વાન અહીં છે ખરો ? વળી આજે માનવતા, રાષ્ટ્રીયતા અને કેળવણીનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે તેનો આપણે વિચાર કરવો જોઈએ. આમાં વિકાસ બે માર્ગે થઈ શકે: એક તો સમાજને ઉચ્ચ સંસ્કારો આપવા; અને બીજો અનૈતિકતાનો ત્યાગ કરવો. અનૈતિક ધન લઈને પુસ્તક, મંદિર કે મૂર્તિ કરવાં એ ભારતીય સંસ્કૃતિને શોભે નહીં, જેનોને તો એ મુદ્દલ શોભે નહીં. અનેકાંતનો વિકાસ કરવાની અને એના મર્મને જીવનમાં ઉતારીને સમભાવ, સહિષ્ણુતા અને ઉદારતા કેળવવાની જરૂર છે. સમાજમાં આવા સંસ્કારોનું સિંચન કરવામાં, ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઉચ્ચ શિક્ષણનો પ્રચાર કરવામાં અને ઉચ્ચ કોટિનું સાહિત્ય પ્રગટ કરવામાં કૉન્ફરન્સ ઘણું Page #142 -------------------------------------------------------------------------- ________________ અંજલિ - ૧૩૩ ઘણું કરી શકે એમ છે. સદ્ગત શ્રી મોહનલાલ દેશાઈએ આ બાબતમાં કૉન્ફરન્સ દ્વારા પહેલ કરી છે, અને આપણે માટે કર્તવ્યની દિશા સૂચવી છે. હવે એ દિશાને વિકસાવવા અને સમૃદ્ધ ક૨વામાં જ એમનું ખરું સ્મરણ રહેલું છે એમ સૌ કોઈ સ્વીકારશે. આટલા પ્રાસંગિક નિવેદનને અંતે સદ્દગત શ્રી મોહનભાઈની નિષ્ઠા અને સાહિત્યસેવાને અંજલિ આપી, મને શાંતિપૂર્વક સાંભળવા બદલ આપ સૌને આભાર માની હું મારું વક્તવ્ય પૂરું કરું છું.” - જૈન, ૨૧ જુલાઈ ૧૯૫૬ * તા. ૧૫-૭-૧૯૫૬ ને રવિવારના રોજ સદ્દગત શ્રી મોહનલાલ દ. દેશાઈના તૈલચિત્રની અનાવરણવિધિ પ્રસંગે આપેલું વક્તવ્ય. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૨૨. એક બીજા મિસ્ત્રી ત્રીજા અંકમાં ડૉ. હરિપ્રસાદે મિસ્ત્રી સોમનાથ ભૂધર વિષે માહિતી આપી છે. આજે તેવા જ એક બીજા મિસ્ત્રીની માહિતી પ્રસ્થાનના વાચકોને ભેટ કરવામાં આવે છે. આ ઉપરથી આપણા દેશ અને જાતિનો પ્રાચીન વારસો તેમજ એક વિષયની સતત લગની અને ઊંડાણ જે દરેકના જીવનમાં આવશ્યક છે, તે જોવામાં આવશે. છેલ્લાં બે વર્ષ થયાં આ મિસ્ત્રીનો પરિચય મને થયો અને તે અનેકવાર. વિશેષતા એ હતી કે મિસ્ત્રી જ્યાં રહે છે, અને કામ કરે છે ત્યાં જ હું રહેતો હતો. આખા દિવસમાં ઘણીયે વાર સાથે બેસું અને તેઓની કારીગરી તથા પ્રાચીન અનુભવો વિષે પૂછું, પણ તે વખતે આ પરિચય લખવાની કલ્પના ન હતી તેથી કેટલીક બાબત રહી ગયેલી છે. હમણાં એક મિત્ર મારફત પુછાવી જાણી લીધી. તે ઉપરથી આ ટૂંક પરિચય લખું છું. મિસ્ત્રીનું નામ નારાયણદાસ. તેમના બાપનું નામ ઘેલાભાઈ. તે જાતે વાંઝા સુતાર અને અસલથી જામનગરના રહેવાસી છે. નારાયણદાસની ઉંમર હમણાં ૭૦ વર્ષની છે. પરિવારમાં તેઓને ફક્ત એક પુત્રી છે. જે જૂનાગઢ તરફ રહે છે. એટલે અત્યારે તો વૃદ્ધ મિસ્ત્રી એકલા જ છે. તેઓને હૂંફ હોય તો ફક્ત પોતાની કારીગરીની જ. મેં વાતચીતમાં ક્યારેય તેઓની બીજા પુત્રઘેલા લોકોની પેઠે છોકરો ન હોવાની ફરિયાદ સાંભળી નથી. જ્યારે બેસો ત્યારે તેઓ પાસેથી કારીગરીની પ્રસન્ન વાતો સાંભળો. આઠ વર્ષની ઉંમરે નારાયણદાસે પોતાના બાપ પાસે વાંસલો, કરવત અને સારડીનો પાઠ શરૂ કરેલો. ૧૩ વર્ષની ઉંમર થતાં તેઓએ એક બીજા મિસ્ત્રીને ગુરુ બનાવ્યા. એ મિસ્ત્રી જાતે ગુજર સુતાર – અને નામે કેશવજી કાનજી, જામનગરના જ રહેવાસી. આ મિસ્ત્રી પાસે નારાયણદાસે નકશીનું કામ શીખવા માંડયું. આ કામ તેઓ ર૩ વર્ષની ઉંમર સુધી શીખતા રહ્યા. અને પાંચ વર્ષની પૂર્વ તૈયારી તેમજ દશ વર્ષનો સતત યોગ, કુલ પંદર વર્ષના અભ્યાસને અંતે તેઓ નકશામાં નિષ્ણાત થયા; અને જીવનક્ષેત્રમાં પગ મૂક્યો. તેઓએ પોતાની પ્રથમ કૃતિ જામનગરમાં વ્રજનાથ મહારાજની હવેલીમાં બનાવી. એ કૃતિ તે રૂપાનો હિંડોળો, અને સોનાનું પારણું. આ કામ કરવામાં તેઓને માસિક ૧૫ રૂપિયા પગાર મળતો. ત્યારબાદ રાજકોટ દરબાર Page #144 -------------------------------------------------------------------------- ________________ એક બીજા મિસ્ત્રી - ૧૩૫ માટે ૬ રૂપાની ખુરશીઓ, ૧ રૂપાનો કોચ અને એક રૂપનો છત્ર-પલંગ માસિક રૂા. ૩રના પગારે બનાવ્યાં. ત્યારબાદ જામનગરમાં જ પુરુષોત્તમ જસરાજ લઠેટવાળા મંદિરનાં રૂપાના કમાડો, રૂપાનાં સિંહાસન અને ઠાકુરજીના બે લાકડાના ઘોડા અને બે હાથી બનાવ્યા. ત્યાર પછી જૂનાગઢ દરબારમાં, જસા જામના દરબારમાં, કિસનગઢ દરબારમાં, સોના, રૂપા અને લાકડાના નકશીવાળા અનેક નમૂના તેઓએ બનાવ્યા. હાથીદાંત ઉપર પણ તેઓએ ઘણું કામ કર્યું છે. કદાચ આજે આમાંના ઘણા નમૂનાઓ વિલાયતમાં અમીરોના મહેલો શોભાવતા હશે. મિસ્ત્રીના લાકડા ઉપરના નકશીકામના નમૂના તરીકે અમદાવાદ સ્વામીનારાયણના મંદિરમાં ગણપતિની મૂર્તિ છે. જૈનમંદિરો પણ તેઓની કૃતિથી ભૂષિત છે. આજે જિંદગીના છેવટના ભાગમાં સમગ્ર અનુભવના પારિપાકરૂપે પોતાની કારીગરી એ મિસ્ત્રી એક જૈન મંદિરમાં દાખલ કરે છે. આ મંદિર લાકડાનું અને તેનું ખોખું રૂપાનું છે. મંદિર કરાવનાર જામનગરના જાણીતા ગૃહસ્થ શેઠ કેશવજી માણેક છે. એ શેઠ જેવા અર્થરક્ષક મેં બહુ ઓછા જોયા છે, છતાં તેઓ મને વારંવાર કહેતા કે આવા વૃદ્ધ અનુભવી મિસ્ત્રીની કારીગરી ગમે તેમ કરીને પણ સાચવી જ લેવી, એને જ દૃષ્ટિથી મારા સ્નેહી શેઠે આ મંદિરનું કામ કરાવવા માંડ્યું છે. શેઠ પોતે જ એકલા ખંતીલા નથી પણ તેઓનું આખું કુટુંબ આ મંદિરની રચના માટે મમત્વ ધરાવે છે. તે એટલે સુધી કે આખું કુટુંબ આ મિસ્ત્રીને વૃદ્ધ પિતારૂપે અગર વૃદ્ધ ગુરુરૂપે માની તેઓની બધી પરિચય ઉઠાવે છે. મિસ્ત્રીને માસિક રૂ. ૧૨૫ મળે છે અને ખાનપાન વગેરેની બધી પૂરી સગવડ. પણ શેઠ જેવા કુશળ તેવા મિસ્ત્રી કૃતજ્ઞ. ગયા વર્ષમાં મિસ્ત્રીને ન્યૂમોનિયા થયો, શેઠે પોતાના પિતા જેટલી જ સેવા કરી; સ્વઉપકાર અને પરોપકાર બંને હતાં. મંદિરનું કામ હજી ચાલે જ છે. શેઠના સમગ્ર કુટુંબની સેવાથી મિસ્ત્રી બચી ગયા. એકવાર મેં પૂછ્યું, દાદા? પગાર શ્યો લો છો ? તેઓનો ઉત્તર એક ગંભીર તપસ્વી જેવો હતો. માસિક રૂા. ૧૨૫ છે, પણ આ કુટુંબે હંમેશાં, અને મારી જીવલેણ બીમારીમાં જે સેવા કરી છે તે જોતાં હું કશું જ કહી શકતો નથી, દેલવાડાનાં પ્રસિદ્ધ મંદિરો બનાવનાર કારીગરોની અનુપમાદેવી'એ સવારે શીરો ખવડાવવાની અને તાપણી તપાસવાની સેવા ઇતિહાસમાં વાંચેલી. ઉક્ત શેઠને ત્યાં આ મિસ્ત્રીની એવી જ સેવા નજરે જોઈ છે. મિસ્ત્રીની આટલી વૃદ્ધ ઉંમરે જે કાર્યતત્પરતા છે તે અચંબો પમાડે તેવી છે. રાતના બાર બાર વાગ્યા સુધી અને ઘણીવાર તો જ્યારે ઊંઘ ઊડે ત્યારે નકશા જ ચીતરતા હોય. આગળ કરવાના નમૂનાઓ વિચારી કાગળ ઉપર ગોઠવતા હોય. સવારે શેઠને બતાવે અને મન મળ્યું કે વળી આખો દિવસે એ ભોંયરામાં પોતાનાં જીવનસાથી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ • અર્થ કીમતી ઓજારો સાથે કારીગરીનો યોગ સાધવા મંડી જાય. મેં ઘણીવાર જોયું કે એ કામની ઝંખનામાં મિસ્ત્રી દૂધ અને ભોજન સુધ્ધાંનો વખત ભૂલી જાય. તેઓનું મંદિર લગભગ પૂરું થવા આવ્યું છે. બધી કુશળતા એમાં જ રેડવાનો મિસ્ત્રીનો ઇરાદો મેં ઘણીવાર તેઓને મોઢેથી સાંભળ્યો છે; પણ એ વ્યવહારકુશળ શેઠ ઘણીવાર કહે છે કે બહુ જ ઊંડાણમાં ઊતરવા જતાં રખે આ છેલ્લી કૃતિ જેવું મંદિર મિસ્ત્રીના વૃદ્ધત્વને લીધે અધૂરું રહી જાય. મિસ્ત્રી મને કહેતા કે કોઈ શીખતું જ નથી, નહીં તો જે ઇચ્છે તેને શિખવાડું છું. જે આવે છે તે થોડા દિવસમાં જ ધીરજ છોડી ચાલતો થાય છે. ખરેખર આવી કારીગરી શીખવા ઇચ્છનારમાં સ્થિરતા અને સેવાપરાયણતા હોવા જોઈએ, નહિ તો આ યોગ સાધી શકાય નહિ. મિસ્ત્રીની કારીગરીના ફોટાઓ લેવા જોઈએ અને પ્રસ્થાનના પાઠકોને ભેટ ધરવા જોઈએ. એ કામ હજી બાકી જ છે. મિસ્ત્રીની અનેક નાની-મોટી કૃતિઓ જે જે મંદિરોમાં, રાજમહેલોમાં અને ગૃહસ્થોને ત્યાં રહી હશે તે જોવાલાયક છે. જે માણસ આ કલાનો ખરો શોખી હોય તે એકતરફી પોથાંની માથાફોડમાંથી મુક્તિ મેળવી આવા મિસ્ત્રીની ઉપાસના કરે તો હજીયે ખરી પ્રાચીન વસ્તુ સાચવી શકાય તેમ છે. અત્યારે જામસાહેબ અને અન્ય રાજાઓ બહુમૂલ્ય નમૂનાઓથી જ પોતાનાં ભવનો શણગારે છે. પોતાના દેશનો જૂનો, કીમતી અને સસ્તો વારસો આમ નષ્ટ થાય છે. એ જાગૃત કલા-ભક્તોને માટે દુઃખદ બીના છે. - પ્રસ્થાન, ફાગણ ૧૯૮૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૨૩. સ્વ. લાડુબહેનની જીવનરેખા પાલણપુરવાસી જૈન તો એવો ભાગ્યે જ હશે કે જે લાડુબહેનને ન જાણતો હોય. બીજા પણ ઘણાં શહેરના અનેક જૈનો અને ખાસ કરીને વિદ્યાપ્રેમી જૈનો લાડુબહેનને જાણે છે, એવો મારો અનુભવ છે. થોડા દિવસ પહેલાં એ સુશીલાબહેનનું અવસાન અણધારી અને અનિષ્ટ રીતે થયું એ બીના જેઓ તેમના પરિચયમાં આવ્યા હોય તેઓને દુઃખ આપે તેવી છે. એ બહેન વિદ્યાપ્રિય, ચારિત્રશીલ અને સેવાપરાયણ હોવા છતાં તેઓએ નદીમાં ડૂબી આત્મઘાત કરવાનો વિચાર કેમ કર્યો હશે એ પ્રશ્ન એક કોયડા જેવો લાગે છે, પણ છેલ્લા સવા વર્ષ થયાં જેઓ તેમના સહજ પણ પરિચયમાં આવ્યા હતા તેઓને એ પ્રશ્નનો ઉકેલ તેટલો જ સહેલો છે. સવાવર્ષ થયાં તેઓને ચિત્તભ્રમ જેવું થયેલું. શરીર અને મન દિવસે દિવસે ખૂબ જ નબળાં પડતાં ગયાં. અને ખાસ કરીને માનસિક સ્થિતિ ઉપર તેમનો કાબૂ બહુ જ ઓછો થઈ ગયો. સંકલ્પબળ, નિશ્ચયશક્તિ, અને દઢતા જે એમનાં જીવનમાં ખાસ તત્ત્વો હતાં તે બહુ જ ઘટી ગયાં. તેની અસર શરીર ઉપર ખૂબ થઈ. તેમને ક્ષણે ક્ષણે એમ જ લાગતું કે હું હવે જગત માટે ઉપયોગી નથી, બલ્ક બોજારૂપ છું. આ આત્મગ્લાની દૂર કરવાના અનેક પ્રયત્નો તેમના પરિચિત ગુણાનુરાગીઓએ અને તેમનાં કુટુંબીઓએ કર્યા, પણ નિષ્ફળ. લગભગ છેલ્લા બે માસ થયા તેમની માનસિક સ્થિતિ સુધરે એવા હેતુથી શેઠ અમરચંદ તલકચંદનાં પુત્રવધુ ગંગાસ્વ. મણિબહેન મુંબઈથી અમદાવાદ આવેલાં. એક માસ થયા તો તેઓ સત્યાગ્રહ આશ્રમની નજીક, જ્યાં શ્રી ગંગાબહેન બાલાભાઈ મંછાચંદ રહેતાં હતાં ત્યાં જઈ રહેલાં. મણિબહેનની માફક ગંગાબહેન પણ લાડુબહેનનાં સહૃદય ધર્મબહેન. અને વળી ત્યાં જઈ રહેવામાં આશ્રમનું પ્રસન્ન વાતાવરણ, મહાત્માજીનું પ્રસન્ન વાતાવરણ, મહાત્માજીનું પ્રવચન અને સેવાકાર્ય એ બધાંનો લાભ મળે અને કદાચ લાડુબહેનની માનસિક સ્થિતિ સુધરે તેવો ઉદાત્ત હેતુ હતો. પણ ધાર્યું કોનું થાય છે? બીજી બધી બાબતમાં સાવધાન અને શાણપણ ધરાવનાર એ બહેનને પોતાના જીવન વિષે નિરાશાનો ઊંડામાં ઊંડો ભ્રમ હતો તે છેવટે જીવ લઈને જ ગયો. એ ભ્રમે પહેલા પણ અનેકવાર તેમને આત્મઘાત કરવા પ્રેરેલાં, પણ ભેદ ખુલ્લો પડી જવાથી તે બધા પ્રયત્નો નિષ્ફળ ગયેલા. જ્યારે કાળ આવે છે અને અવશ્ય ભાવિ હોય છે, ત્યારે સાવધાન Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ - અર્ધ્ય પણ ભૂલી જાય છે. તેઓના જીવનની છેલ્લી રાતે પાસે રહેનાર અને સાવધાન થઈ સંભાળ રાખનાર દરેકને ભૂલવ્યાં. બીજાંઓ ઊંઘતાં હતાં ત્યારે એ બહેને નદીનું છેવટનું શરણ લીધું. નિરાશાના ભ્રમ સિવાયની એ બહેનની બધી મનોવૃત્તિઓ કેટલી શુદ્ધ અને સમભાવશીલ હતી તેની સાક્ષી તે બહેનનો મળી આવેલો છેલ્લો પત્ર જ છે. આ પત્ર જ્યારે બીજે દિવસે મહાત્માજીને આપ્યો ત્યારે તેઓએ વાંચીને કહ્યું કે “પત્ર પૂરો સમભાવ અને ડહાપણથી ભરેલો છે. આટલી જાગૃતિથી પત્ર લખનાર એ બાઈ કદાચ જીવતી પણ મળી આવે.’ પણ એ આશા વ્યર્થ હતી. છેવટ તેઓનું મૃત શરીર નદીમાંથી મળી આવ્યું* અને તેને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. અવસાનને લગતી આટલી ટૂંક હકીકત આપ્યા પછી તેઓના જીવનનો થોડો પરિચય અસ્થાને નહિ ગણાય. લાડુબહેનને બાલ્યાવસ્થામાં જ વૈધવ્ય પ્રાપ્ત થયેલું. આજે તેઓની ઉંમર ચાળીસ વર્ષથી ઓછી ન હતી. તેઓના શ્વસુરપક્ષનું પારેખ કુટુંબ જાણીતું છે. તેઓનો પિતૃપક્ષ પણ તેટલો જ ખાનદાન છે. શ્વસુર અને પિતૃ એ બંને પક્ષની લાડુબહેન પ્રત્યે ખૂબ મમતા હતી. એટલું જ નહિ, પણ એ બહેનમાં કેટલીક એવી અસાધા૨ણ વિશેષતાઓ હતી કે જેને લીધે એકવાર તેણીના પરિચયમાં આવનાર તેણીના ગુણથી મુગ્ધ જ બની જાય. એ વિશેષતાઓમાં વિનય અને સ્વાર્પણવૃત્તિ મુખ્ય હતાં. લાડુબહેનના વિચારમાં, વ્યવહારમાં અને ભાષણમાં, ઉદ્ધતપણું કદી પણ જોયું હોય એવી એક પણ વ્યક્તિ મળવી દુર્લભ છે. પોતાની નાના હોય કે મોટા હોય, નોકર હોય કે મજૂર હોય, દરેક સાથે મૃદુતાથી અને હસતે ચહેરે જ હંમેશાં બોલવાનું. તેઓની સ્વાર્પણવૃત્તિ તો મેં મારી જિંદગીમાં અન્યત્ર ભાગ્યે જ જોઈ હશે. તેઓની ગમે તેવવી કીમતી વસ્તુ પણ લેવા આવના૨ માટે માત્ર વસ્તુ જ નહિ પણ કોઈ બીમાર કે બીજી રીતે દુઃખી હોય તો તેની તન-મન-ધનથી સેવા કરી છૂટવું એ જ એ બાઈનો જીવનમંત્ર. ચાલુ વર્ષના મે માસમાં ખરે બપોરે એક નાનુ ગધેડું તદ્દન અશક્ત સ્થિતિમાં ખેતરમાં પડેલું. ત્યાર એ બહેને એક વિદ્યાર્થીને સાથે લઈ તેને ઉઠાવી છાંયડામાં મૂકી તેને ખોરાક-પાણીથી ખૂબ જ સંતોષવા પ્રયત્ન કરેલો. એ આ લેખકની જાણમાં છે. એકવાર પાસેના ગામ માદલપુરમાં એક બાઈ બીમાર હોવાથી અને ન ઊઠી શકવાની વાત સાંભળતાં જ રાત્રિએ ત્યાં દવા લઈ જવા અને આખી રાત તેની સેવામાં રહેવા તત્પર થયેલાં. કોઈ વિદ્યાર્થી કે અન્ય બીમાર પડે ત્યારે લાડુબહેને ઊંઘ હોય જ નહિ. કાં તો એ બીમારનું * લાડુબહેનનું આ મૃત શરીર, તેમના મૃત્યુના બીજા દિવસે બપોરના વખતે ઉસમાનપુરાની નીચે નદીમાં વહેતું દૃષ્ટિગોચર થયું હતું અને તેને નદીના ભરપૂર પ્રવાહમાંથી કાંઠે આણવાનું વીરતા અને સાહસભરેલું ભારે કામ, પુરાતત્ત્વમંદિરના મંત્રી ભાઈશ્રી રસિકલાલ પરીખના લઘુબંધુ ભાઈશ્રી સવાઈલાલે બજાવ્યું હતું. એ ૧૭ વર્ષના શૂર બાળકે એ કાર્ય માટે જે પરાક્રમ બતાવ્યું હતું તે ખરેખર આશ્ચર્ય અને અભિમાન ઉપજાવે તેવું હતું. – જિનવિજ્ય. Page #148 -------------------------------------------------------------------------- ________________ સ્વ. લાડુબહેનની જીવનરેખા ૦ ૧૩૯ માથું દબાવતાં હોય કે પગ. આ સેવાવૃત્તિ પણ તેઓની કાંઈ કળિયુગી નહોતી. કળિયુગમાં સ્વજનો સાથે અણબનાવ અને પરજનો સાથે સ્નેહ હોવાનો જે નિયમ કહેવાય છે તે આ બાઈમાં કદીયે કોઈએ અનુભવ્યો હશે એમ હું નથી માનતો. એ બાઈ તો સસરાનું કામ હોય કે સાસુનું જેઠાણીનું હોય કે જેઠનું, ભાઈઓ, ભોજાઈઓ કે બીજાં ગમે તેનું કામ હોય, માત્ર કર્તવ્યબુદ્ધિથી તેને કરી જ છૂટે. ખરેખર એ બાઈએ વિનય, મૈત્રી અને અર્પણવૃત્તિની પારમિતા સાધેલી. પણ એ બાઈના જીવનમાં બીજો એક અસાધારણ ગુણ એવો હતો જે બહુ જ ઓછાં સ્ત્રી – પુરુષોમાં હોય છે. તે ગુણ જિજ્ઞાસાનો-વિદ્યા મેળવવાનો અઢારવર્ષ પહેલાંના મારા પ્રથમ પરિચય વખતે મેં એ બહેનને સંસ્કૃતનો અભ્યાસ કરતા પાલણપુરમાં જોયેલાં. આજકાલના અભ્યાસનો, શારીરિક કામકાજ છોડી આરામવૃતિ શોધવાનો દોષ એ બાઈમાં અંશ પણ નહોતો. ઘેરે ઘરના કામમાં અને બીજા વખતે સતત અભ્યાસ કરતાં મેં જોયેલાં તેઓની આ જિજ્ઞાસાવૃત્તિ પાલણપુરની કોડીબંધ બહેનોમાં અને લઘુ કન્યાઓમાં દાખલ થયેલી. બધી બહેનોને એ બહેન ભણાવે. ભણવા પ્રેરે અને દુઃખી વિધવાઓને સાચો દિલાસો પણ આપે. પાલણપુરની કન્યાશાળા એ તે વખતેની બધી જૈન કન્યાશાળાઓમાંની આકર્ષક અને આદર્શ શાળા. અનેક કન્યાઓ સંસ્કૃત ભણે, શુદ્ધ બોલે, અન લખે. આ બધું વાતાવરણ એ લાડુબહેનના અનુકરણનું પરિણામ હતું. લાડુબહેન તો કાવ્ય, ન્યાય, કર્મગ્રંથાદિ પ્રકરણો, હિંદી અને છેવટે થોડું અંગ્રેજી સુધ્ધાં શીખેલાં. તેઓ મુંબઈમાં જાય કે કલકત્તા, પૂના હોય કે અમદાવાદ, કોઈ સંસ્થામાં ગયા હોય કે કુટુંબને ત્યાં તેઓનો સ્વાધ્યાય છૂટે જ નહિ. કામ કરવું અને અભ્યાસ કરવો એ બે તેઓની ડાબી-જમણી આંખ હતી. છેલ્લા વર્ષની ચિત્તભ્રમની સ્થિતિમાં પણ એ બે ગુણો સતત જાગતા આ લેખકે અનુભવ્યા છે. અનેકવાર મનાઈ કર્યા છતાં ઊંઘ ન આવે ત્યારે લગભગ આખી રાત બેસી કાંઈ ને કાંઈ વાંચતાં તેઓને જોયાં છે. ચિત્તભ્રમ વખતે પણ સ્મૃતિ તો અદ્દભુત હતી. ઇંગ્લિશ અને સંસ્કૃત વાચન મારા માટે કરતાં હોય ત્યારે ઘણીવાર અર્થકલ્પના તેઓની જ કામ આપે. પણ આ ઉપરાંત તેઓએ ઉપરનું સાહિત્ય વાંચવાની તકપણ જતી કરી ન હતી. છેલ્લા માસમાં, આશ્રમમાં ચાલતા હિંદી કલાસમાં તે જતાં. હિંદી લેખન, વાચન અને અર્થજ્ઞાન જોઈ શિક્ષક સુરેન્દ્રજીને કહેવું પડેલું કે લાડુબહેન તો સ્વયં શિક્ષિકાપદને યોગ્ય છે. સત્યાગ્રહ આશ્રમનું એક પણ સ્ત્રી, પુરુષ કે બાળક એવો ભાગ્યે જ હશે. કે જે લાડુબહેનને ન જાણતું હોય. આટલી બધી શક્તિઓની જાગૃતિ છતાં દુર્દેવે તેઓના મનમાં એક જ ભ્રમ થઈ આવ્યો અને તે એક મારું જીવન નિરર્થક છે. આ ભ્રમ એ તેઓનો કાળ હતો એમ કહેવું જોઈએ. તેઓના ગુણથી મુગ્ધ થયેલાં તેઓનાં માત્ર કુટુંબીઓ જ નહિ પણ તેઓના Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ૦ અર્ધ્ય ગુણાનુરાગી તટસ્થ સ્નેહીઓએ પણ તેઓની સ્મૃતિ કાયમ રાખવા કાંઈક વિચાર કર્યો છે એ ખુશીની વાત છે, સ્ત્રીજાતિનું સ્થાન અને તેને લીધે સામાજિક ગૌરવ નહિ સમજનાર કેટલાક પુરુષો અને કેટલીક સ્ત્રીઓના ભણવાથી શું? ભણીને શું ઉકાળ્યું ? જુઓને ભણ્યા પછી પણ આત્મઘાતનો પ્રસંગ ! તો પછી ન ભણવું એ શું ખોટું છે ? આ કથન અજ્ઞાન અને અધીરજમાંથી ઉદ્ભવે છે. તેથી શું પુરુષજાતિમાં કાંઈ ત્રુટિ કે દોષ દેખાતા જ નથી ? જો ખૂબ ભણતર છતાં પુરુષોમાં કલેહ, કંકાસ, મારામારી, લોભ, લાલચ અને અવિચારિતા દેખાય છે તો એ દોષથી સ્ત્રીજાતિ બચી જ જવી જોઈએ એવી આશા રાખવી તે શું વધારે પડતું નથી ? વળી એકદા કોઈ કિસ્સામાં સહેજ અનિષ્ટ અંશ આવે તો તેને આગળ કરી કે મોટું રૂપ આથી બીજા ઇષ્ટ અંશોની કિંમત ન આંકવી એ શું ન્યાયબુદ્ધિ કહેવાય ? એક ઝવેરીની દુકાનમાં કોઈ કારણસર ખાધ આવી એટલે ઝવેરાતના ધંધાનો દોષ ? દાક્તરી કે દેશી ઇલાજ કરવા છતાં કોઈ એક જીવી ન શકે તેથી શું એ ઇલાજો પૃથ્વી ઉપરથી નિર્મૂળ કરી નાખવા ? આ ઉપરથી આપણે એટલું જ કહી શકીએ કે જ્ઞાનનું ફળ મળે જ છે. પણ સાથે પૂર્વાર્જિત કર્મ જો બળવાન હોય તો તે કર્મ પણ ભોગવ્યા વિના છૂટતાં નથી. અસ્તુ. આ તો એક પ્રાસંગિક વાત થઈ. લાડુબહેનના જીવનના પરિણામે પાલણપુરના સ્ત્રી અને કન્યાવર્ગમાં કાંઈક જિજ્ઞાસા ઉદ્ભવી છે. નિરાલંબન વિધવા બહેનોમાં જ્ઞાનાલંબન લઈ તે માર્ગે જીવન પ્રશસ્ત બનાવવાની વૃત્તિ પેદા થઈ છે. પોતાની તદ્દન દીન અવસ્થાનું ભાન પ્રકટ્યું છે, અને અલ્પાંશે પણ સ્વાશ્રયી વૃત્તિ જાગી છે. સૈકાઓ થયાં અટકી ગયેલું બુદ્ધિનું વહેણ ચાલુ થયેલું છે. જો એટલા અંશો એ બાઈના જીવનને પરિણામે થોડા થોડા પ્રમાણમાં પણ પ્રગટ્યા હોય તો એમ કોણ કહી શકે કે સ્ત્રીની કેળવણી નિષ્ફળ છે ? લાડુબહેનના સંબંધમાં ઘણું જ લખવા જેવું છે પણ આ સ્થળે આટલું લખવું પણ વધારે જ કહેવાય. આશા છે, કે આ સંક્ષિપ્ત પરિચય વાંચનાર પણ એ બાઈના પરલોકગત આત્માની શાન્તિપ્રાર્થનામાં પોતાનો માનસિક ફાળો આપશે. [ પાલણપુર’ પત્રિકાના શ્રાવણ માસના અંકમાં પં. શ્રી સુખલાલજીએ આલેખેલ. ] Page #150 -------------------------------------------------------------------------- ________________ ૨૪. તેજોમૂર્તિ ભગિની पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः (श्वेता.) વાપિ ના વI વીસથી વધારે વર્ષ થયાં હશે, મેં પ્રસિદ્ધ હિંદી પત્રિકા “સરસ્વતી'માં શ્રીમતી હેલનનું સંક્ષિપ્ત પણ અદ્ભુત પુરુષાર્થ અને પ્રતિભાનું સૂચક જીવનચિત્ર વાંચેલું. ત્યારે જ એ બહેન તરફ મારું આકર્ષણ સહજભાવે થયું. એને વિષે વધારે વિગતવાળી સ્પષ્ટ માહિતીની મારી જિજ્ઞાસા અદ્યપિ જાગરિત જ હતી. પણ મારા મર્યાદિત જીવન અને કાર્યક્ષેત્રમાં એને સંતોષવાની તક મને મળી ન હતી. તેટલામાં ગત મે માસમાં શ્રીયુત ગોપાલદાસભાઈએ મને એક દિવસ કહ્યું કે, વર્ધાથી મગનભાઈ પુછાવે છે કે તેમણે શ્રીમતી હેલનની જીવનકથાનો ગુજરાતી અનુવાદ કર્યો છે તે તમને અર્પણ કરવા ઇચ્છે છે, ને જો તે સ્વીકારો તો તેના પ્રારંભમાં તમે સ્વીકારરૂપે કાંઈક લખી આપો એમ પણ ઇચ્છે છે. મેં તરત જ કહ્યું, “હું એ વાંચી પછી હા ના કહું. જો એના વાચન પછી જરા પણ મને લખવાનો મારો અધિકાર જણાશે તો અવશ્ય કાંઈક લખીશ.” મને તરત જ અનુવાદના ફરમા મળ્યા. મારું ઘણાં વર્ષ પહેલાંનું શ્રીમતી હેલન પ્રત્યેનું આકર્ષણ અને તેના જીવન વિષેની જિજ્ઞાસા એ બંને એટલાં બધાં તીવ્રપણે સજીવ થઈ ગયાં કે, તે વખતના ચાલુ લેખન અને સતત મનનકાર્યના પ્રવાહો મારા મનને બીજી દિશામાં જતાં રોકી શક્યા નહીં. કાંઈક અંશે સમશીલ જીવનકથા સાંભળતાં જ અનેક વિચારો ઊભરાયા. પણ અહીં તો મર્યાદાનુસાર ટૂંકમાં જ પતાવવું યોગ્ય છે. અનુકૂળતા રહી તો કયારેક મારા પોતાના વિદ્યાવ્યવસાય વિષેની જીવનસ્મૃતિ લખવાની ઇચ્છા મૂર્ત થશે. શ્રીમતી હેલનને તેજોમૂર્તિ અને ભગિની’ એવાં બે વિશેષણો આપ્યાં છે, તે સાભિપ્રાય છે. એની જીવનકથામાં પદે પદે પુરુષાર્થ અને પ્રતિભાના તેજ સિવાય બીજું કાંઈ જ દૃષ્ટિગોચર નથી થતું. એના પુરુષાર્થ અને પ્રતિભારૂપ તેજના અંબારમાં એની શરીરમૂર્તિ અભુત થઈ જાય છે. અનેક રીતે જુદાઈ હોવા છતાં ઉંમર અને સમાનશીલતાની દૃષ્ટિએ મેં એને આપેલું “ભગિની’ એ વિશેષણ એની સાથેનો મારો સાદય-સંબંધ ઠીક ઠીક વ્યક્ત કરી શકે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨૦ અર્ધ્ય હેલનને દર્શન, શ્રવણ અને વાચનની ત્રણે શક્તિઓ એક જ સાથે અને તે પણ છેક શૈશવકાળથી ગઈ, જ્યારે મારી તો માત્ર દર્શનશક્તિ ગયેલી અને તે પણ ગ્રામ્યશાળાસુલભ માતૃભાષાના પૂરા અભ્યાસ તેમજ આજુબાજુનાં બધા દૃશ્ય પદાર્થોના પત્યક્ષ, અવલોકન તેમજ તત્સંબંધી ભાષા અને લેખનવ્યવહાર સિદ્ધ થયા પછી લગભગ પંદરેક વર્ષની ઉંમરે. ઇન્દ્રિયવૈકલ્ય અને તે પ્રાપ્ત થવાની ઉંમરની દૃષ્ટિએ હેલન મારા કરતાં અનેક ગણી વધારે લાચાર, વધારે બંધનવાળી ખરી. પણ દેશ, કુટુંબ અને બીજા સંયોગોની દૃષ્ટિએ તેનું સ્થાન મારા કરતાં અનેક ગણું વધારે સાધનસંપન્ન અને વધારે સ્વતંત્ર. કયાં અમેરિકા કે જ્યાં જન્મથી રાષ્ટ્ર, સમાજ, અર્થ અને બંધનોને સ્પર્શ જ નહીં, અને કયાં હિંદુસ્તાન કે જ્યાં તેવાં બંધનો વિના બીજો સહજ અનુભવ જ નહીં ? ક્યાં હેલનના કૌટુંબિક સંયોગો અને કયાં મારા ? એનાં માતાપિતા એને વાસ્તે દરેક જાતનો માર્ગ તૈયાર કરવા બુદ્ધિપૂર્વક બધું સર્વસ્વ હોમે છે, જ્યારે મારા પ્રત્યે પૂર્ણ સદિચ્છાવાળા પણ મારા વડીલો સ્વયં વિદ્યાહીન હોઈ મારા વિકાસમાર્ગની કોઈપણ દિશા સ્વયં જાણવા તેમજ કોઈ જણાવે તો તે સમજવા છે કે જે અસમર્થ. કયાં ઇંદ્રિયવિકલ માનવબંધુઓને વિવિધ રીતે શિક્ષિત અને સંસ્કારી બનાવવા કામ કરતા અખૂટ ધીરજવાળા તપસ્વી શિક્ષકોથી શોભતી તપોભૂમિ જેવી અમેરિકાની અપંગ શિક્ષણસંસ્થાઓ; અને ક્યાં અપંગને અનુપયોગી સમજી તેના દુઃખ પ્રત્યેની સાચી સહાનુભૂતિથી બે નિસાસા નાખી, બહુ તો તેને કાંઈક દાન આપી સંતોષ માનનાર, પણ એ અપંગની ઉપયોગિતા અને તેના વિકાસમાર્ગની શકયતાના વિચારથી છેક જ અજાણ અને અશ્રદ્ધાળુ, એવા પૌરુષહીન પુરુષોની જનની કહેવાતી કર્મભૂમિ આર્યાવર્ત ? એક દેશમાં જાતિથી અબળા ગણાતી અને ત્રણ ત્રણ ઇંદ્રિયોથી વિકલ એવી અપંગ વ્યક્તિને પોતાનું સુષુપ્ત બધું બળ પ્રગટાવવાની પૂરી તક મળે છે. ને તે એ દ્વારા પોતાની જાતને આખા વિશ્વમાં માન્ય બનાવે છે; ત્યારે બીજા દેશમાં અપંગની તેમજ અબળાઓની વાત જ શું, પૌરુષવાન ગણાતા પૂર્વાંગ પુરુષો સુધ્ધાંને, પશુતામાંથી મુક્ત થવાની અને માનવતા પ્રગટવવાની ઓછી અને નજીવી તક છે. આત્મિક દૃષ્ટિએ નહીં પણ દેશ અને સંયોગોની દૃષ્ટિએ અમેરિકા અને હિન્દુસ્તાન વચ્ચે જે અંતર છે, તે હેલન અને મારા જીવનની અનેક શક્તિઓના આવિર્ભાવમાં વ્યકત થાય છે. એટલી નાની ઉંમરે ત્રણ ત્રણ ઇંદ્રિયોથી વિકલ એ બાલિકા ૨૧ વર્ષની ઉંમરે પોતાનું અભ્યાસવિષયક જે જીવનચિત્ર ખેંચે છે તેની તો મને તેથી બમણાં વર્ષે પણ બહુ ઓછી કલ્પના આવી છે. વિશ્વના અને તેને ગ્રહના૨ ઇંદ્રિયના પણ ત્રણ વિભાગ કલ્પી શકાય. દશ્ય સ્થૂળ વિશ્વ, કે જેને ભૌતિક યા વ્યક્ત વિશ્વ કહી શકાય, તેને નેત્ર આદિ પાંચ બહિરિંદ્રિય જાણી શકે છે; દૃશ્ય સૂક્ષ્મ વિશ્વ, કે જેને અવ્યક્ત ભૌતિક વિશ્વ કહી શકાય, તેને - Page #152 -------------------------------------------------------------------------- ________________ તેજોમૂર્તિ ભગિની • ૧૪૩ અંતરિંદ્રિય વા મન કલ્પી જાણી શકે છે; બધાથી પર એવા અદશ્ય ચૈતન્ય વિશ્વને તો માત્ર પ્રજ્ઞા-ઇંદ્રિય અધ્યાત્મન્દ્રિય જ સ્પર્શી શકે. પ્રત્યેક મનુષ્યમાં તરતમભાવે પણ ત્રિવિધ ઇંદ્રિયસામર્થ્ય હોય છે. પૂર્ણપણે બહિરિંદ્રિય સંપન્ન હોય તે બહિરિદ્રિયો દ્વારા ખોરાક મેળવી, પછી તેમાં અંતરિદ્રિય દ્વારા પ્રવેશ કરી, વિવિધ ભાવોનું અનુસંધાન અને આકલન કરે છે. મોટેભાગે બહિરિંદ્રિયો સ્થૂળ વિષયોમાં જ માણસને બાંધી રાખતી હોઈ, તેની અંતરિંદ્રિયશક્તિ પ્રમાણમાં ઓછી ખીલે છે. અલબત્ત, એમાં સાધક અને વિશેષ સાધકના અપવાદો તો છે જ. આથી બહિરિદ્રિયોની પૂરી સંપત્તિ ધરાવનાર મોટાભાગને બાહ્ય વિશ્વના બધા વ્યવહાર પૂરતી યથેષ્ટ સગવડ પ્રાપ્ત હોવા છતાં, તેની અંતરિંદ્રિયશક્તિનું જાગરણ પ્રમાણમાં ઓછું રહે છે. તેથી ઊલટું, એક કે તેથી વધારે બહિરિદ્રિયોની વિકલતાવાળા માનવને, બાહ્ય વિશ્વગ્રહણ અને તેના આવશ્યક વ્યવહાર પૂરતી પૂરેપૂરી અગવડ હોવા છતા, જે તે તીવ્ર પ્રયત્ન સેવે તો તેની અંતરિંદ્રિયશક્તિનું જાગરણ પ્રમાણમાં વધારે થાય છે. કારણ, આવી વ્યક્તિને બાહ્ય વિશ્વ સાથેનો બધો જ વ્યવહાર સાધવાની બહિરિદ્રિયસંપત્તિ અધૂરી હોવાથી તેને તેની ખોટ, અંતરિદ્રિયનો વધારે ઉપયોગ કરી પ્રાપ્ત બહિરિદ્રિયનો વિશેષ વિકાસ સાધવા દ્વારા, પૂરવી પડે છે. આ પ્રયત્નનાં બે પરિણામ આવે છે. એક તો, ખૂટતી ઇંદ્રિયનું બધું કાર્ય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત ઇંદ્રિય કે ઇંદ્રિયોમાં પ્રક્ટ છે; અને બીજું, અંતરિદ્રિયનું સામર્થ્ય પણ કાંઈક જુદી જ પણ વધારે આકર્ષક રીતે આવિર્ભાવ પામે છે. શ્રીમતી હેલનની વિકાસકથા ઉક્ત સિદ્ધાંતનો પુરાવો છે. બાહ્ય વિશ્વમાં પ્રવેશવાનાં એનાં અગત્યનાં ત્રણ ઇંદ્રિયદ્વારો બંધ, અને છતાંય એમાં એને પ્રવેશવાનો પ્રબળ ઉત્સાહ તેમજ પુરુષાર્થ, તેથી એણે એ બધું કામ અંતરિંદ્રિય ઉપર ભાર મૂકી સાધ્યું. પરિણામે, પ્રાપ્ત ઘાણ અને સ્પર્શન ઇંદ્રિય દ્વારા જ એણે ભૌતિક વિશ્વમાં પ્રવેશવાનાં એનાં ત્રણે બંધનોને વટાવી માર્ગ કર્યો. એની ઘાણ અને સ્પર્શને શક્તિમાં એવું જાદુઈ બળ પ્રગટ્યું કે, તે એ બે ઇંદ્રિયો દ્વારા જ પાંચે ઇંદ્રિયોનું કામ લેવા લાગી. બીજી બાજુ, તેને આ બધું કાર્ય અંતરિંદ્રિય ઉપર ભાર આપીને જ કરવાનું હોવાથી, તેની એ શક્તિ એટલી બધી તીવ્ર ખીલેલી દેખાય છે કે, જ્યારે તે કોઈ દશ્ય, શ્રવ્ય કે સ્પૃશ્ય પદાર્થનું વર્ણન કરે છે. અગર તેના ભાવોનું વર્ણન કરે છે, ત્યારે તે વાંચતા તે ઇંદ્રિયવિકલ છે એ ભાન ભૂલી જવાય છે. આ ઉપરાંત તેની પ્રજ્ઞા ઇન્દ્રિયનો એટલો બધો વિકાસ થયો છે કે, તે દિશકાલાતીત સદાસ્થાયી ભાવોનું જ્યારે ચિત્રણ કરે છે ત્યારે તે જાણે તેનાં ઉપમા અને રૂપક આદિ અલંકારો દ્વારા કવિવર ટાગોરનું અનુગમન કરતી હોય એમ લાગે છે. પુરુષાર્થની મૂર્તિ હેલને છેવટે એ વિકાસ દ્વારા પાણીનું બંધન તો તોડ્યું જ. ઇંદ્રિયો પરસ્પર એકબીજાની શોક જેવી છે. જે જાગતી અને બળવતી તે બાકીની ઇંદ્રિયોનું સામર્થ્ય પૂર્ણપણે ખીલવામાં આડી આવે. નેત્ર સૌમાં બળવાન. એનો સંચરણ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪ • અર્થ અને કાર્ય-પ્રદેશ અતિ વિશાળ, તેથી માણસ નેત્ર હોય તો તેનાથી જ કામ લે. અને સંભવ હોય ત્યાં પણ સ્પર્શન અને ઘાણથી કામ લેવાની માથાફોડમાં ન પડે. પણ દૈવયોગે નેત્રનું સામર્થ્ય જાય ત્યારે બધો બોજો સ્પર્શન થ્રાણ ઉપર પડતાં જ તેની ગુપ્ત શક્તિઓ બહાર આવી તે ઇંદ્રિયો જ નેત્રનું પ્રધાનત્વ મેળવી લે છે, અને નેત્રવાનની કલ્પનામાં પણ આવી ન શકે એવાં ચમત્કારી કાર્યો સ્પર્શન ઇંદ્રિય પણ બતાવી દે છે. હેલનની સ્પર્શન ઇંદ્રિય આ વાતનો પુરાવો છે. એ રૂના દલાલો હાથમાંના ગણ્યાગાંઠ્યા સંકેતો ઓળખે એટલું જ હસ્તલેખનથી નથી જાણતી, પણ હસ્તલેખન દ્વારા એ બધું શ્રવણ કાર્ય સાધે છે. અને એની ત્વચા બીજા કોઈના હાથની કે મોઢાની રેખાઓ પારખી શકે છે એ સાંભળતાં તો ભારેમાં ભારે વિચારક પણ થોડી વાર મૂંઝાય ખરો; બોલતા બીજા . માણસોના હોઠો ઉપર આંગણી રાખી તેના શબ્દો ઉકેલવાના તેના ત્વચા સામર્થ્યનો વિચાર કરતાં તો હું આશ્ચર્યમુગ્ધ બની જાઉં છું. માત્ર સ્વરના ભેદવાળા પણ ક્રમિક વ્યંજનની સમાનતાવાળા પણ, પાણી, થાળ, થાળી, હાથી, હાથ” જેવા શબ્દો ઉચ્ચારતા મારા પોતાના જ હોઠો ઉપર ભેદ પારખવા આંગળી મૂકી પ્રયત્નો કર્યા અને એ દિશામાં શૂન્યતા જ અનુભવી, ત્યારે તો હેલન એક દિવ્ય તેજરૂપે જ સામે આવી. અલબત્ત, તેજની આ મૂર્તિના સમગ્ર આશ્ચર્યકારી વિકાસનો મૂળ આધાર-ઉપાદાન માત્ર તેનો આત્મા જ નથી. તેનો આત્મા જ નથી. તેનો આત્મા ગમે તેવો સામર્થ્યશાળી હોત અને છતાં તેને અમેરિકાસુલભ જડચેતન સગવડ મળી ન હોત, તો એ તારો ઊગતાં જ આથમી જાત. ઇંદ્રિયખોડની નિબિડતર અને નિબિડતમ બેડી છતાં ત્યારે અભ્યાસમાર્ગમાં આગળ ધપવાની હેનને તાલાવેલી લાગે છે, તેમજ ખોડ વિનાના સહચારીઓ સાથે રહેવાની અને તેમનાથી પણ આગળ વધવાની ધૂન લાગે છે, ત્યારે જે મુશ્કેલીઓ અને જે નિરાશા અનુભવાય છે, તે ઘણે સ્થળે મારી અને હેલનની એક જેવી છે. એ બધાની સરખામણીને તો આ સ્થળે અવકાશ નથી. છતાં થોડીક સરખામણીઓ આપવી યોગ્ય થશે. હેલને કૉલેજ વાસ્તેની તૈયારી કરવાનો વિચાર કર્યો. તેની લાચાર સ્થિતિમાં જે મુશ્કેલીઓ સંભવે તેનો વિચારથી હેલનના હિતૈષીઓએ એ બાબત ભારે વિરોધ કર્યો. પણ ક્યાં એ હિતૈષીનો તીવ્ર વિરોધ અને કયાં એનો દુર્દમ તીવ્રતર કાર્યોત્સાહ ? અંતે હેલન જીતી. મારામાં અણધારી ક્યારેક કાશી જવાની ભાવના પ્રગટી. બધાજ હિતૈષીઓનો પ્રબળતર વિરોધ; પણ અંતે એ ભાવનાના તીવ્રતમ વેગે મને કાશીમાં જ જઈ પટક્યો. પરીક્ષાનો પ્રસંગ તો અમારા બંનેનો લગભગ એક જેવો છે. હેલન પરીક્ષામાં પ્રથમ બેઠી ત્યારે એને પ્રશ્નપત્ર સમજાવનાર કુશળ, ઉત્તર લખવાનો સમય પૂરતો, અને લખ્યા પછી બચત સમયમાં ભૂલ સુધારવાની નિરીક્ષકે કરી આપેલી તક; આ બધી પૂરી સગવડ. પણ પછી જ્યારે તે આગલી પરીક્ષામાં બેઠી ત્યારે સગવડનું Page #154 -------------------------------------------------------------------------- ________________ તેજોમૂર્તિ ભગિની - ૧૪૫ તંત્ર અગવડમાં પરિણમ્યું અને હેલનને પરીક્ષાની ભયંકરતાનો સાક્ષાત્કાર થયો. મારી પણ એ જ દશા. કાશી ક્વીન્સ કોલેજમાં પહેલી વાર પરીક્ષા આપવા બેઠો ત્યારે લેખકની ખામીનું ફળ ભોગવવાનો પ્રસંગ આવતાં જ એક ભલા નિરીક્ષક બંગાળી ભટ્ટાચાર્ય એ પામી ગયા. અને નવેસર સગવડ થતાં હું ઉચ્ચ ધોરણે જ પસાર થયો. પણ આગલાં વર્ષોમાં વ્યવસ્થાપક અને પરીક્ષકોની બેપરવાઈ તથા અનાવડત જોઈ મને પણ પરીક્ષાનું મૂલ્ય સમજાયું અને પરીક્ષાનો અર્થો રસ્તો કાપ્યા પછી પરીક્ષકના એ જ કમરામાં સંલ્પ કર્યો કે આજ પછી પરીક્ષા નિમિત્તે આ અવિચારી ખાનામાં કે કતલખાનામાં દાસ કે પશુ બની દાખલ ન થવું. મને યાદ છે કે એ નિશ્ચય પછી લગભગ ચોવીસ વર્ષે હું ફરી એ ક્વીન્સ કોલેજમાં અભ્યાસક્રમ ઉપર વિચાર કરવાના ત્યાંના રજિસ્ટ્રારના આમંત્રણને સ્વીકારી હિંદુ યુનિવર્સિટીના એક અધ્યાપક તરીકે જ ગયો, પણ પરીક્ષ્ય વિદ્યાર્થી તરીકે નહીં. હેલને સ્કૂલ અને કૉલેજના વિદ્યામય વાતાવરણમાંથી જ્યારે જ્ઞાનતૃષા શમાવે છે, ત્યારે એ પોતાની અપંગતાનું ભાન ભૂલી ચિત્ત-શક્તિના એલૌકિક આનંદનો અનુભવ કરે છે ને એમાંથી જીવનકથા જેવાં મધુર ફળો પીરસે છે. મારી પણ લગભગ એ જ દશા રહી છે. બાહ્ય અને આંતરિક વિક્ષેપોના મૃત્યુને તટે લાવી મૂકે એવા સંભાર વચ્ચે મને વિવિધ શાસ્ત્રોના અભ્યાસે, ચિંતન અને લેખને જ બચાવી સ્વસંવેદ્ય એલૌકિક આનંદભૂમિકા ઉપર મૂક્યો છે. હેલન કૉલેજમાં યાંત્રિક રીતે શીખવતા અધ્યાપકોની શુષ્ક દોડની પોતાની પરિસ્થિતિ કારણે ટીકા કરે છે ત્યારે પણ તેને સમુદ્રમાં મીઠી વિરડી જેવા વિરલ અધ્યાપકો મળે છે, જેઓ હેલનને રસમય શિક્ષણથી તરબોળ કરી દે છે. સાંકડી અભ્યાસ - કોડમાં સતત પુરાયેલ શાસ્ત્રગાયોના અર્થહીન શબ્દસ્તનોમાંથી દૂધને બદલે રક્ત ખેંચી તેને દૂધ માની-મનાવી પિવરાવનાર પંડિતગોપો વચ્ચે મને પણ સતત શુદ્ધ દુષ્પવર્ષા કામદુઘા જેવા વિરલ અધ્યાપક બહુ મોડે મોડે પણ મળેલા અને હજીયે છે જેમ હેલનનું માનસ વિવિધ વિષયસંચારી શિક્ષણમાં રસ લે છે. તેમ મારું માનસ પણ. અભ્યાસ્ય ભાષાઓ જુદી છતાં અનેક એ તત્ત્વ પણ અમારા બંનેનું સમાન પ્રમાણ અને સાધનનો ભેદ બાદ કરતાં વનવિહાર, જલવિહાર, પર્વતપર્યટન, સમુદ્રયાત્રા, પશુપક્ષીપરિચય આદિનો રસ બંનેનો સમાન જ. અલબત્ત, એનો સાઈકલ-સવારીનો તંરગ મને કદી જ આવ્યો નથી. પણ હું ધારું છું. મારો અશ્વારોહી તરંગ એને ભાગ્યે જ થયો હશે. સમૂહમાં અને એકલાં શેતરંજ રમવાની શોધેલી એની નવી રીતે આજે પણ મારું મન લોભાયું. પુસ્તકો અને શિક્ષકો એનાં અને મારાં સમાન મિત્રો. હેલન અંતમાં લખે છે એમ, “મારી જીવનકથા મારા મિત્રોએ ઘડી છે' એ સૂત્ર મારા જીવન વિષે પણ પૂર્ણપણે સત્ય છે. મારા પણ મિત્રોની યાદી ભારે વિશાળ અને તે પણ અનેક આકર્ષક તેજસ્વી નામ અને ગુણના રંગોથી ભૂષિત છે. શ્રત, પરિશીલિત Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ • અર્થ અને અભ્યસ્ત વિવિધ વિષયોનાં પુસ્તકોની યાદી મારી ખંત પણ બતાવે અને કાંઈક એકાંગી જડતા પણ. હેલનને પરિચિત ધર્મગુરુઓમાં કોઈ સંકીર્ણ મનનો દેખાતો નથી. તેને જે જે બિશપ વગેરે મળ્યા છે તે બધાએ તેને અસાંપ્રદાયિક સત્યને જ માર્ગે દોરવા યત્ન કર્યો છે. સદ્દભાગ્ય કે દુર્ભાગ્યે મારી બાબતમાં તેમ નથી બન્યું. છેક લઘુવયથી તે બહુ મોડે મોડે સુધી આપણા દેશમાં જડ જનતાને સુલભ એવા જ અતિ સાંકડા મનના અને અંધારામાં પ્રકાશ તેમજ કૂવામાં સમુદ્ર માની બેઠેલા અનેક ધર્મગુરુઓ એક પછી એક મને મળતા જ રહેલા. છતાં તેમનાં ચરણોમાં બેસી ઝીલેલ ધર્મબોધ ઉપર ફરી વિચાર કરવાની ફરજ પડે અને આખું માનસ બદલી નાખે એવું વ્યાપક ધર્મભાન કરાવનાર ધર્મપ્રાણ પુરુષોનું પણ મારા જીવનમાં સ્થાન છે. અને તેમાંના ઘણા તો અત્યારે મોજૂદ છે.’ આમ અમારા બંનેનું ક્ટલુંક સામ્ય છતાં એકવીસ વર્ષ જેટલી નાની ઉમર હેલનના – “એવી ક્ષણ હોય છે જ્યારે મને એમ લાગે છે કે શાયલૉક તથા યૂડા જેવા લોક અને સંતાન પણ વિશ્વમાં પ્રવર્તમાન સાધુતાના મહાચકના ભાંગી ગયેલા આરા છે અને તેઓ યોગ્ય સમયે પાછા સમારી લેવાશે' – આ વાકયમાં જે મહાવીર, બુદ્ધ, ક્રાઇસ્ટ અને ગાંધીજીની સહજ શ્રદ્ધા અને પ્રજ્ઞાઈદ્રિયના ફુરણનું ભાન થાય છે, તે આટલી પ્રૌઢ ઉંમરે પણ સ્વાભાવિક રીતે મારા જીવનક્રમમાં મને દેખાતું નથી. અલબત્ત, આર્યાવર્તના વિવિધ દર્શનોના અનેક વિષયસ્પર્શી, કામના અને નકામા, જટિલ, કંટકિલ અને ગ્રંથિલ વાદવિવાદ વચ્ચે પણ મેં તેની પારના પ્રજ્ઞામય, શાંત અને સર્વવ્યાપક ભાવનું વિસ્મરણ કદી કર્યું નથી. પણ એ દિશામાં પ્રજ્ઞા ઇંદ્રિયનું જાગરણ કરવાનું તો હજી મનોગત જ છે. પ્રસ્તુત પુસ્તક વિષે શ્રીમાન કાકાસાહેબ કાંઈક લખવાના છે એ જો મેં સાંભળ્યું ન હોત તો હું આટલાં ટૂંકામાં કદાચ ન પણ પતાવત. છતાં શ્રીયુત મગનભાઈના અનુવાદવાચનથી મારા મન ઉપર પડેલ અનેક છાપોમાંની અગત્યની બેએક લખી દેવી યોગ્ય છે. અનુવાદ સ્વતંત્ર લખાણ જેવો સીધો છે. અર્થ સમજવામાં શબ્દની, વાક્યની કે તેવી જ આંટીઘૂંટી આડે આવતી નથી. અનુવાદકે મૂળગત ભાવો સ્પષ્ટ કરવા અને પોતાની નવશબ્દરચના સમજાવવા જે ટૂંકાં પણ મહત્ત્વનાં ટિપ્પણો કર્યા છે તે ન હોત તો અનુવાદનો આત્મા આટલો અર્થપૂર્ણ ન બનત. અનુવાદકમાં જે ભાવપૂર્ણ નવશબ્દસર્જનનું અનુકરણીય સામર્થ્ય દેખાય છે તે ગુજરાતી ભાષાના સમૃદ્ધ અભ્યદયનાં અનેક લક્ષણોમાંનું એક મહત્ત્વનું લક્ષણ છે. એકંદર આખો અનુવાદ અંગ્રેજીને ઉચ્ચ શિક્ષણમાં માધ્યમ રાખવાની બળવત્ તરફદારી કરનારને માતૃભાષાના માધ્યમનું સામર્થ્ય સમજાવનાર અજિલ્લ જવાબ જેવો છે. હું શ્રીયુત મગનભાઈ પાસે એટલી માગણી અવશ્ય કરું છું કે, તેઓ શ્રીમતી હેલનના પછીની વયના ઉત્તરોત્તર Page #156 -------------------------------------------------------------------------- ________________ તેજોમૂર્તિ ભગિની • ૧૪૭ પક્વ અને પક્વતર વિચાર તેમજ અનુભવવાળાં બાકીનાં પુસ્તકો અનુવાદિત કરે. વાચકો આ અનુવાદમાંથી જીવનરસદાયી ઘણું મેળવી શકશે. તેમ છતાં બહેનોને તો આમાંથી ઘણું શીખવાનું મળશે. તેઓ આ અનુવાદ વાંચી એટલું તો વિચારતાં થશે જ કે, જ્યારે ત્રણ ત્રણ બંધનોના કિલ્લા પાછળ પુરાયેલ એક લઘુ બાળા એ બંધનો તોડી બહાર આવવા દઢ નિશ્ચય કરે છે અને તેના જ “મારી એક ક્ષણ પણ જડ સ્થિરતામાં ન ગઈ શબ્દોમાં કહું તો, તે અનવરત પુરુષાર્થમાં ભાન ભૂલી છેવટે અપંગપણાના સહજ બંધનની પેલી પાર રહેલા પોતાના આત્માને પ્રગટાવે છે, ત્યારે એવા એકે બંધન વિનાની તે બહેનો નિશ્ચય અને પુરુષાર્થ દ્વારા શું શું સાધી ન શકે ? શિક્ષણની ઘણી માધ્યમિક સંસ્થાઓમાં પાઠ્ય તરીકે નહીં તો છેવટે આ પુસ્તક વાંચવાની ખાસ ભલામણ કરવા જેવું છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૨૫. બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો તા. ૨૪-૧-૫૬ને રોજ થયેલ આગરાનિવાસી બાબુ દયાલચંદજી જોહરીના સ્વર્ગવાસની નોંધ સહૃદય શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ જૈનના ગયા અંકમાં લીધી છે. તેમણે બહુ જ ટૂંકમાં બાબુજીની વિશિષ્ટતાનો સંકેત કર્યો છે. શ્રી રતિભાઈ આગરામાં રહેલા તે દરમિયાન બાબુજી સાથે તેમનો પરિચય સધાયેલો એટલે તેમનું કથન ટૂંકું છતાં અનુભવમૂલક છે. હું મારા તેમની સાથેના લાંબા પરિચયની પણ એક વાત કહી શકું, પણ અત્રે બાબુજીનાં કેટલાંક સંસ્મરણો જરા વિગતથી નોંધું છું. તે બે દૃષ્ટિએ ઃ એક તો તે સંસ્મરણો મધુર અને બોધક છે અને બીજું ચડતી-ઊતરતી જીવનકળામાં પુરુષાર્થી વ્યક્તિ પોતાનું કાર્યસાતત્ય કેવી રીતે જાળવી રાખે છે તે. બાબુજીનો પરિચય લગભગ પચાસ વર્ષ ચાલ્યો. એની શરૂઆત અણધારી રીતે થઈ. સ. ૧૯૬૪ના બળબળતા ઉનાળામાં હું અને મારા મિત્ર વ્રજલાલજી કાશીથી આગરા આવી ચડ્યા. ફતેપુરસીકીને રસ્તે આગરા શહેરથી બે-એક માઈલ દૂર ઓસવાલોનો બગીચો છે. કહેવાય છે કે શ્રી હીરવિજયસૂરિ અકબરને મળવા ગયા ત્યારે એ જગ્યા ભેટમાં અપાયેલી. એ બગીચામાં મંદિર છે અને બીજાં મકાનો છે. સ્વર્ગવાસી સન્મિત્ર કપૂરવિજયજી મહારાજ ત્યાં બિરાજતા. અમે બંને મિત્રો મહારાજજીને મળવા ગયા અને ત્યાં જ બાબુજીનો ભેટો થયો. તેમણે પોતે હાથે રાંધેલ ખીચડીથી અમારું આતિથ્ય કર્યું અને અમારા વગર કહ્યું પણ કાંઈક અમારી મૂંઝવણ સમજી લઈ આપમેળે અમને પૂછ્યું કે તમે શું ઇચ્છો છો અને ક્યાં જવા ધારો છો ઈત્યાદિ. આ પ્રશ્નમાંથી અમારો તેમની સાથે સંબંધ બંધાયો અને અમે ચિરમિત્ર તથા ચિરસાથી બની ગયા. એ મિત્રતા કયા પાયા ઉપર બંધાઈ અને કયા કામમાં કે ઉદ્દેશમાં અમે સાથી બન્યા એ બહુ ટૂંકમાં જણાવું તેમાં જ બાબુજીના સંસ્મરણો આવી જાય છે, અને તે તેમના વ્યક્તિત્વને ઓળખાવવા પૂરતાં થઈ પડશે. મિત્રતાનો પાયો હતો વિદ્યાધ્યયન અમારે આગળ વધારવું અને તેમણે પોતાના મિત્રો સાથે મળી આર્થિક અને બીજી જવાબદારી લેવી તે. આ પાયા ઉપર અમે બે મિત્રો અને ચારેક બીજા વિદ્યાર્થીઓ એમ છ જણે કાશી ગંગાકિનારે અસ્સી – ભદૈની Page #158 -------------------------------------------------------------------------- ________________ બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો : ૧૪૯ ઘાટ ઉપર અધ્યયન સત્ર શરૂ કર્યું. બાબુજી ઝવેરાત ઉપરાંત બીજા અનેક વ્યવસાયો કરતા. તેમની મુખ્ય પેઢી તો આગરામાં, પણ તેઓ અવારનવાર કાશી આવે. આમ છએક વર્ષ ચાલ્યું. દરમિયાન બાબુજી સાથે અમારો પરિચય ગાઢ બનતો ગયો. પરસ્પર વિશ્વાસ બંધાયો અને સાથે મળી વિચારો અને યોજનાઓ પણ કરતા રહ્યા કે અધ્યયન સમાપ્ત કરી શું શું કામ કરવાં? કયાં કરવાં? અને કેવી રીતે કરવાં? ઇત્યાદિ. એ જમાનો બંગભંગની ચળવળમાંથી જન્મેલ રાષ્ટ્રીય સ્વાતંત્ર્યન હતો. અને સાથ જ મદનમોહન માલવિયાજીના હિંદુ વિશ્વવિદ્યાલયની સ્થાપનાના પ્રચંડ આંદોલનનો હતો અમે વિચાર્યું કે વિદ્યા વિષયક જે જે કામ કરવાં તેનું કેન્દ્ર કાશી રાખવું અને જૈન સમાજને મધ્યવર્તી રાખી વિદ્યાને લગતાં બધા કામો ગોઠવવાં. આર્થિક પ્રશ્ન અને બીજા વહીવટી પ્રશ્નો એ બાબુજી પોતે પોતાના મિત્રો સાથે મળીને ઉકેલે. આ વિચાર પ્રમાણે ઈ. સ. ૧૯૧૩-'૧૪માં કામ કરવાનો સમય પાક્યો. અમે વિચાર્યું કે શરૂઆત આગરામાં કરો. પછી યોગ્ય કાર્યકતાઓ મળે અને કામની દિશા તેમજ પદ્ધતિ નક્કી થાય ત્યારે કાશીમાં બધું તંત્ર લઈ જવું. આ રીતે ૧૯૧૪માં હું સર્વપ્રથમ આગરા જઈ વસ્યો અને ત્યાં બેસી શું શું કરવું, કોના સહચારથી કરવું, કેવી રીતે કરવું વગેરે વિચારી લીધું. પણ આ આ બધા વિચારમાં બાબુજી સાથે જ હોય અને આર્થિક પ્રશ્ન પરત્વે કે બીજા વ્યવહારું પ્રશ્ન પરત્વે અમે બધું તેમના ઉપર જ છોડી દઈએ. તેઓ દૃઢ સંકલ્પ અને જુસ્સાથી હંમેશાં મને એક જ આ વાત કહે કે ‘તમે વે તે યોજના કરો, કામ કરો પણ કદી મૂંઝાશો નહિ.” તેના આવા ઉત્સાહથી હું પણ તે વખતની સમજણ અને પરિસ્થિતિ પ્રમાણે કામ વિચારતો, માણસો મેળવતો. અને વિદ્યાર્થીઓને રાખતો. બાબુજી તદ્દન તરુણ હતા ને પત્ની ગુજરી ગઈ, સંતતિ ન હતી. પિતા, માતા અને ભાઈઓએ બીજું સગપણ વિચાર્યું. પણ બાબુજી મરણપથારી પડેલ પત્નીને આપેલ છેલ્લા વચનને અનુસરી ફરી લગ્નમાં પડ્યાં જ નહિ. આ કાળે એમનો ધંધો એટલો બધો ધીખતો ચાલતો કે... તો એની કલ્પના પણ ભાગ્યે જ થઈ શકે. યુરોપ, અમેરિકાના પ્રવાસીઓ, અનેક રાજાઓ અને અમલદારો એમની સુપ્રસિદ્ધ દુકાને જ્યારે દેખો ત્યારે હોય જ. બાબુજી મને કહેતા કે આપણે આગરાથી કાશી જઈએ, ત્યાં કામ શરૂ કરીએ, સંસ્થા ઊભી કરીએ ત્યારે હું પણ ધંધો છોડી ત્યાં જ આવી બેસવાનો. તેઓ હું રહેતો ત્યાં જ સાથે રહે સવારે વહેલાં ઊઠી મારી પાસે કંઈક વાંચે અને ઘડિયાળના કંટાની પેઠે નિયમિત રીતે પાછા પોતાને કામે ચાલ્યા જાય. તેમણે ધર્મશાળાની યોજના કરી, સંઘ દ્વારા તે બંધાવી, મંદિર, ઉપાશ્રય આદિનો વહીવટ તપાસે. એક હિંદી પાઠશાળા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ • અર્થ અને ધાર્મિક શિક્ષણ આપતી પ્રવૃત્તિ પણ શરૂ થઈ ગઈ. આ બધાં કામો તેઓ આગરા સંઘને આગળ કરીને જ શરૂ કરે અને સૌને સાથે લેવાનો પ્રયત્ન કરે. ત્યાંના અનેક યુવકો અને આધેડોની સાથે અખાડો ચાલે તેમાં તેઓ પોતે પણ કુસ્તી કરે. શરીર સાચવવા અને સબળ રહેવાનો જુસ્સો એ ત્યાંના અખાડાનું મુખ્ય લક્ષણ હતું. બાંધાની મજબૂતી અને કુસ્તી-કસરતની ટેવે તેમનામાં એક અનેરો જુસ્સો પેદા કરેલો. એની પ્રતીતિ માટે અહીં એક દાખલો ટાંકું તો તે પૂરતો થઈ પડશે. પહેલી લડાઈના દિવસો હતા. બ્રિટિશ અમલદારો પૈસાદાર વ્યક્તિ કે કોમો પાસેથી પૈસા ઓકાવવાની અનેક રીતો અજમાવતા. એક રીત એ હતી કે જે પૈસાદારો ફાળો ન આપે તેના રક્ષણ પ્રત્યે અમલદારો બેપરવા રહે. ઓસવાલ જૈનોએ ખાસ ફાળો નહિ આપેલ, એટલે તેઓ હેરાન થાય તો સરકાર સાંભળે નહિ પ્લેગના દિવસોમાં ઓસવાલ કુટુંબો ઉનાળામાં પેલા હીરવિજયસુરિવાળા બાગમાં રહેવા ગયેલા. એ રાતે લગભગ વીસેક ધાડપાડુઓ આવ્યા અને કમાડો તોડી સ્ત્રીઓ પાસેથી દાગીના આદિ લેવા મધ્યા. બાબુજી એક દૂર જગ્યાએ સૂતેલા ઘોંઘાટ સાંભળી ઊઠ્યા. હાથમાં કાંઈ હતું નહિ. રસ્તામાં એક-બે-ધાડપાડુઓએ તેમને રોક્યા. લાકડીઓ મારી. બાબુજીએ એક લાકડી એવી રીતે પકડી કે પેલો મારનાર કેમે કરી છોડવી ન શકે. આ રસાકસીમાં પાછળથી બીજા ચોરે આવી બાબુજીને એટલા બધા ઘાયલ કર્યા કે છેવટે બેભાન થઈ પડ્યાં. ઘણે સ્થળે હાડકાં તૂટી ગયાં. અનેક મહિનાઓ પછી સાજા થયા. પણ મેં એમનો જુસ્સો કદીયે નરમ પડતો ન જોયો. ખાટલે હતા ત્યારે પણ બધા તરુણો અને આગેવાનોને સંગઠનપૂર્વક બગીચામાં જ રહી ચોરો કે ધાડપાડુઓ સામે ટક્કર લેવાની યોજના ઘડી અને તે પ્રમાણે ભાઈઓએ સંયુક્તપણે આત્મરક્ષણ સાધ્યું. ફરીથી ચોરો આવતા, પણ વ્યવસ્થિત ચોકી-પહેરો અને બહાદુરી જોઈ છેવટે ભાગી જતા. આગરામાં રહ્યાં રહ્યાં કરવાનાં પ્રાથમિક કામો નીચે પ્રમાણે હતાં : (૧) હિંદીમાં જૈન ગ્રંથોના રૂપાંતર કરવાં, સ્વતંત્ર પુસ્તકો પણ લખવાં અને મહત્ત્વના પુસ્તકોનું સંપાદન પણ કરવું. (૨) યોગ્ય વિદ્યાર્થીઓને રાખી તેમને ધર્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃત – પ્રાકૃત આદિનું શિક્ષણ આપવું અને સાથે જ યોગ્ય હોય તેને સ્કૂલ કે કૉલેજમાં મોકલવા. (૩) એક સમૃદ્ધ પુસ્તકાલય એવું ઊભું કરવું કે અધ્યયન, સંપાદન અને સંશોધન આદિ કાર્યોમાં અમને સ્વતંત્રતા રહે. (જી શહેરનાં છોકરા કે છોકરીઓ જિજ્ઞાસાથી આવે તો એમને ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઉદાર તેમજ અસાંપ્રદાયિક સંસ્કારો આપવા. (૫) સમાજમાં જે જે કુપ્રથાઓ અને ખોટા ખર્ચાઓ હોય તેને નિવારવા પ્રયત્નો કરવા. Page #160 -------------------------------------------------------------------------- ________________ બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો • ૧૫૧ (૬) આ બધાં કામોને પહોંચી વળવા યોગ્ય સાથીઓને મેળવવા અને તેમને અનુકૂળ કરી સ્થિર કરવા. (૭) ગચ્છ કે પંથનો ભેદ રાખ્યા વિના જે સાધુ કે સાધ્વી આગરા આવી અધ્યયન કરવા ઇચ્છે તેમને શીખવવું, વગેરે વગેરે. આ કામોને હું એકલો પહોંચી શકે તેમ હતું જ નહીં. કાશીવાળા મારા સહચારી મિત્રો જુદા પડી ગયા હતા. બાબુજીના અદમ્ય ઉત્સાહ ને વ્યવહારુ ડહાપણને લીધે હું પણ કદી નિરાશ ન થતો. આ જ અરસામાં મેં આગરામાં રોશન મહોલ્લામાં એક નાનકડું મંડળ ઊભું કર્યું એમાં દશેક વિદ્યાર્થીઓ અને બે-ત્રણ કન્યાઓ ઉપરાંત એક પ્રૌઢ બહેન પણ હતાં. સેવાગ્રામમાં રહેતા શ્રી ચિમનભાઈ, જે ગાંધીજીના પૂરા વિશ્વાસપાત્ર છે તે, આ જ અરસામાં અમારી સાથે મંડળમાં આવી જોડાયા. આ જ અરસામાં અમદાવાદ સત્યાગ્રહ આશ્રમમાં રહેલા શ્રી. રમણિકલાલ મોદી એમનાં પત્ની સાથે આવી મંડળમાં જોડાયા. સદ્ગત પં. ભગવાનદાસ અને પં. બેચરદાસ પણ આવી ગયેલા. એક ઉત્સાહી ક્ષમામુનિ નામના સાધુ પણ કે. જે. પાછળથી સ્વર્ગવાસી થયા) મંડળમાં જોડાયા. એમ અનેક રીતે મંડળ વિકસ્યું. અમે ભાષાંતર અને સ્વતંત્ર લખાણોનું કામ કરતાં અને ઉપર સૂચનાથી બધી પ્રવૃત્તિઓ ચલાવ્યે જતા. પણ આ બધાં જવાબદારીવાળાં બુદ્ધિની ઠીક ઠીક કસોટી કરે એવાં કામોની પાછળ રોશન મહોલ્લા જેવા ગંદા મહોલ્લામાં કોઈ ઉત્સાહપ્રેરક અને તાજગી બક્ષનાર બળ હોય તો તે દયાળચંદજીનું અડીખમ વ્યક્તિત્વ હતું. એ જ વ્યક્તિત્વને લીધે ૧૯૨૧ સુધીમાં અમારા મંડળની અનેક પ્રવૃત્તિઓ વિકસી અને મૂર્ત પણ બની. ૧૯૨૧માં ગાંધીજીની હાકલ પડી. સ્વરાજ્ય મેળવવાનો જુસ્સો દેશમાં એટલે સુધી વધેલો કે હવે માત્ર શાસ્ત્રીય પ્રવૃત્તિમાં મન ચોંટતું નહિ, પણ જે કામો પ્રારંભ્યાં તેનું શું? આ નૈતિક પ્રશ્ન હતો. બાબુજી સાથે મેં વિચાર કર્યો. તેમના મનમાં પણ સ્વરાજ્યની ઝંખના ઓછી ન હતી. છેવટે અમે બંનેએ નક્કી કર્યું કે જે જે લખાણો તૈયાર છે તે બધાં જ છપાવી દેવાં અને મારે આગરા તેમજ કાશીનો મોહ છોડી અમદાવાદ આવી રહેવું અને આગરામાં શરૂ કરેલ સાહિત્યિક પ્રવૃત્તિઓ અમદાવાદમાં બેસીને જ ચલાવવી. જરૂર હોય એવા સાથીઓ રાખવા, ખર્ચની ચિંતા બાબુજી સેવે અને કામની ચિંતા હું એવું. બાબુજીના આવા વલણથી હું તેમની સાથે અંતરથી હંમેશાં જોડાઈ રહ્યો, અને અમદાવાદ રહેવા છતાં તેમનો સંબંધ વધારે ને વધારે ગાઢ થતો ગયો. એટલે સુધી કે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈ હું કામ કરતો ત્યારે પણ તેઓ અવારનવાર અમદાવાદ આવી જાય અને બનતું કરવા ન ચૂકે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર • અર્થ બાબુજી ૧૯૧૯ આસપાસથી કલકત્તામાં ધંધો કરવા ગયેલા, ત્યાં રાષ્ટ્રીય કોંગ્રેસની બેઠક થઈ ત્યારે તેમણે શ્વેતાંબર જૈન કૉન્ફરન્સની બેઠકનું પણ વિચાર્યું. કલકત્તાવાસી અને મુર્શિદાબાદ – અજીમગંજવાસી અનેક શ્રીમાનો અને શિક્ષિતો બાબુજી પ્રત્યે શ્રદ્ધા સેવતા, અને બાબુજીની માગણીને સંતોષવામાં ધન્યતા પણ અનુભવતા. ઘણા પૈસાદારો એમ કહેતા કે “દયાળચંદ, તમે કામ કરાવ્યે જાવ, પૈસાની ચિંતા ન રાખશો.’ કલકત્તા તો જાઉં અને જોઉં તો જણાય કે અહીં દયાળચંદજી પ્રત્યે ઘણો સદ્દભાવ છે. કલકત્તાના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કૉન્ફરન્સના અધિવેશન પ્રસંગે જ બાબુ દયાળચંદજીની હિલચાલને લીધે હિંદુ વિશ્વવિદ્યાલયમાં જૈન ચેરઅર્થે એક સારુંસરખું ફંડ થયું અને એ જ ફેડને આધારે આગળ જતાં કાશીમાં જૈન ચેર સ્થાપાઈ અને ઉત્તરોત્તર એનું કામ વિકસતું ગયું. બાબુ દયાળચંદજીએ મથુરા, શૌરીપુર આદિ તીર્થોના વહીવટમાં અને પુનરુદ્ધારમાં કાંઈ ને કાંઈ ભાગ લીધો છે. એમણે લગ્ન અને બીજા પ્રસંગે થતા અપવ્યયને બંધ કરવામાં ઘરથી જ શરૂઆત કરેલી. સામાજિક સુધારાનું કામ હોય, રાષ્ટ્રીયતાનું કામ હોય કે ધાર્મિક કામ હોય; જ્યારે જરૂર હોય ત્યાં તેઓ આવીને ઊભા જ રહે. પોતાની પાસેથી નાણાં ખર્ચવાની સ્થિતિ બદલાઈ ગઈ હતી ત્યારે પણ તેમણે પોતાના મિત્રો કે ઓળખીતાઓની મદદથી સારાં કામો ઠેઠ સુધી ચલાવ્યે રાખ્યાં હતાં. રોશન મહોલ્લામાં જૈન ધર્મશાળા છે ત્યાં યાત્રીઓ માટે એટલી સારી સગવડ છે કે ઊતરવા મન લલચાઈ જાય. બાબુજી ઠેઠ સુધી ત્યાં રહેતા અને જે જૈન કે જેનતર યાત્રી આવે તેને જોઈતી સગવડ મળી જતી. છેલ્લા દિવસોમાં અનેક દૃષ્ટિએ તેઓ એકલવાયા જેવા થઈ ગયેલાં, પણ મેં કદી એમનામાં નિરાશા ન જોઈ અને તેમને મળનાર કોઈએ તેમનામાં કૃપણતા નથી અનુભવી. આતિથ્ય માટે તૈયાર અને ભીડ છતાં મન મોટું. તેઓ અવારનવાર કાશી આવે, યુનિવર્સિટીમાં સાથે રહે. બધી પ્રવૃત્તિઓમાં રસ લે. બધાં જ કામ હાથે કરવાનો શોખ રસોઈ સરસ કરી જાણે એ તો ઠીક, પણ મકાન કે પાયખાનું સુદ્ધાં ચોખ્ખું રાખવાની એટલી બધી કાળજી કે જો કોઈ બીજો માણસ ન હોય તો તે જાતે કરે, અને સૌની સાથે ભળી જાય. તેઓ ભણેલ તો હતા જ કૉલેજના પહેલા વર્ષ લગી, પણ રોજિંદા યુરોપિયન સાથેના વ્યાપારી વ્યવહારથી અંગ્રેજી ઠીક ઠીક જાણતા. વાંચવાનો બહુ શોખ. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, યુપી, બિહાર, બંગાળ આદિ દરેક પ્રાંતોના મોટાં શહેરમાં વસતા પ્રસિદ્ધ પ્રસિદ્ધ જેનો સાથેનો તેમનો બહુ પરિચય અને આગરામાં તો અનેક પ્રવાસીઓ તેમજ યાત્રીઓ આવે. એટલે એમનું પરિચયવર્તુળ બહુ જ મોટું હતું. આ રીતે તેમણે સમાજ, રાષ્ટ્ર, ધર્મ, સાહિત્ય આદિ અનેક ક્ષેત્રે પોતાથી બનતું બધું જ કર્યું છે. હું અનેક વર્ષો લગી એમની સાથે એક Page #162 -------------------------------------------------------------------------- ________________ બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો – ૧૫૩ મિત્ર અને સાથી તરીકે રહ્યો પણ છું. અને જ્યારે દૂર રહ્યો ત્યારે પણ તેમની પ્રવૃત્તિ અને વિચારોનો સાક્ષી રહ્યો છું. બાબુ દયાળચંદજી એક જીવતી જાગતી ઉત્સાહમૂર્તિ હતા. ઊગતી પેઢીના ઉદાર અને શક્તિસંપન્ન બનાવવા માટે તેઓ પ્રયત્નશીલ હતા, પંથો અને ગચ્છોના ઝઘડા મિટાવવાના પક્ષપાતી તેમજ દરેક રાષ્ટ્રીય કાર્યને વેગ આપવાના વલણવાળા હતા. આવી વિરલ વ્યક્તિ ૭૫ વર્ષ જેટલી પાકટ ઉંમરે વિદાય લે ત્યારે પણ તેનો વિયોગ સાલ્યા વિના રહી ન શકે. આગરા આવી વ્યક્તિની ખોટ ક્યારે પૂરશે એ અત્યારે કહેવું કઠણ છે, પણ આશા છે કે બાબુજીએ વાવેલ બીજ ક્યારેક તો ઊગી નીકળશે. - જૈન', તા. ૧૧-૨-૧૯૫૬ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૨૬. તેજસ્વી તારક આચાર્યશ્રી નરેન્દ્રદેવજી જૈન” પત્રના જે વાચક કેળવણી, રાષ્ટ્રીયતા અને વિદ્યોપાસનાના વિશાળ ક્ષેત્રથી સાવ દૂર હશે તેઓ જ આચાર્યશ્રી નરેન્દ્રદેવજીનું નામ અને કામ જાણતા ન હોય એમ કહીએ તો તે યોગ્ય જ ગણાશે. આચાર્યશ્રીનો સ્વર્ગવાસ તેમના વતનથી બહુ દૂર દક્ષિણ ભારતમાં થયો. એના સમાચાર વીજળીવેગે ક્ષણમાત્રમાં સર્વત્ર પહોંચી ગયા. જેણે જેણે એ સમાચાર સાંભળ્યા અને જે તેમને થોડે ઘણે અંશે જાણતા અને ખાસ કરીને જે તેમના કાર્ય અને વ્યક્તિત્ત્વથી પ્રત્યક્ષ પરિચિત હતા તે બધાએ એ સમાચારથી એવો ઊંડો આંચકો અનુભવ્યો છે કે જે નિકટના સ્વજનના વિયોગથી પણ ભાગ્યે જ અનુભવાય. હું મારી વાત કહું તો કહી શકું કે એમના મૃત્યુસમાચારથી હું પણ ક્ષણભર અવાફ અને આભો બની ગયો. આજે દેશભરનાં તમામ છાપાઓમાં અને સાર્વજનિક સ્થળોમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પાઈ રહી છે. રાસ્પતિ, શ્રી નહેરુ વગેરે તમામ રાષ્ટ્રપુરુષો અને વિદ્વાનો પણ આઘાત અનુભવી રહ્યા છે. જે જન્મે છે તે મરે છે. આચાર્યશ્રીનું મૃત્યુ એ જ નિયમને આધીન છે, તો એ સૌમાં આવો આઘાત પેદા કેમ કરે છે? – એ સવાલ છે. એનો ઉત્તર તેમની વિશાળ માનવતા અને કારકિર્દીમાંથી મળી રહે છે. આ સ્થળે એમના સીધા પરિચયમાંથી કેટલાંક સ્મરણો નોંધું તો એમના વ્યક્તિત્વનો કાંઈક ખ્યાલ વાચકોને આવી શકશે. આચાર્યશ્રી વકીલાત કરતા. શ્રી ગાંધીજીની હાકલે જેમ બીજા અનેક વિશિષ્ટ પુરુષોને સ્વાતંત્ર્યના જંગમાં આકર્ષ્યા તેમ આચાર્યશ્રીને પણ ખેંચ્યા. એમણે બધો જ ખાનગી વ્યવસાય તજી દેશ અને કેળવણી માટે ભેખ લીધો. કાશી વિદ્યાપીઠ, જે રાષ્ટ્રીય સ્વાતંત્ર્યયુદ્ધનું એક ફળ છે તેમાં એ જોડાયા. તેઓ જેમ અધ્યાપક હતા તેમ વક્તા અને લેખક પણ. હું પહેલવહેલાં એમના હિંદી “સ્વાર્થ માસિકમાં અને બીજાં પત્રોમાં પ્રસિદ્ધ થતાં લખાણોથી પરિચિત થયો. તેઓ તત્ત્વજ્ઞાન વિશે, ખાસ કરીને બૌદ્ધ પરંપરાને આશ્રયી લખતા. શ્રી રાહુલ સાંકૃત્યાયનને દેશવિદેશની વિદ્યાયાત્રામાં બધી રીતે પ્રોત્સાહન આપતા, પણ તેઓ શુષ્ક તત્ત્વજ્ઞ ન હતા. તેઓ અર્થશાસ્ત્રના અભ્યાસી હતા. એમ યાદ આવે છે કે આર્થિક કોઈ સમસ્યા પરત્વે એમનો હિંદી લેખ મેં સાંભળેલો Page #164 -------------------------------------------------------------------------- ________________ તેજસ્વી તારક આચાર્યશ્રી નરેન્દ્રદેવજી • ૧૫૫ ને હું વિશેષ મુગ્ધ બની ગયેલો. દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠમાં એક સંમેલનમાં તેઓ પધાર્યા હતા. કાકાસાહેબે તેમની ઓળખાણ આપતાં એ કહ્યાનું યાદ છે કે આચાર્યજીની ઓળખાણ માટે એમની સ્વાર્થ' માસિકમાં લખેલી આર્થિક સમસ્યા ઉપરની નોંધ જ પૂરતી છે. આ વખતે હું ગુજરાત પુરાતત્વ મંદિરમાં અને વિદ્યાપીઠમાં જ હતો. એમની સાથે પ્રત્યક્ષ સંપર્ક સધાયો. તેઓ ગુજરાતી સૈમાસિક પુરાતત્ત્વ'માં છપાતા મારા લેખો વાંચતા હશે એ તો મારી કલ્પનામાંય ન હતું, પણ જ્યારે એ જાણ્યું કે તેમની સંશોધક બુદ્ધિ પ્રત્યે વિશે, આદર ઉપજો. આ આદરને લીધે વધારે પ્રત્યક્ષ સંસર્ગમાં આવવાની દૃષ્ટિએ હું કલકત્તાથી પાછાં ફરતાં પહેલી જ વાર કાશી વિદ્યાપીઠમાં તેમનો મહેમાન થયો, જ્યારે સાથે જમવા બેઠા ત્યારે ત્યાંનું અધ્યાપકમંડળ, વિદ્યાર્થી મંડળ, અને ભોજનની સાદગી ઈત્યાદિ વાતાવરણ જોઈ મને એક ઋષિ-આશ્રમનો અનુભવ થયો. રહ્યો ત્યાં લગી માત્ર વિદ્યાર્થી અને સંશોધનની જ ચર્ચા. એમણે એ પણ કહ્યું કે અમે ત્રમાસિક ગુજરાતી પુરાતત્ત્વની જેમ એક સંશોધનપત્ર પણ કાઢવા વિચારીએ છીએ. ઇત્યાદિ અધ્યાપક ધર્માનંદ કૌશાંબીજી આચાર્યજીની ઉદારતા અને નિખાલસતાને લીધે એટલા બધા આકર્ષાયેલા કે જ્યારે અમદાવાદ અને મુંબઈ છોડ્યું ત્યારે એમણે કાશી વિદ્યાપીઠમાં રહેવાનું પસંદ કર્યું. ૧૯૩૪ના લગભગ સપ્ટેમ્બર માસમાં એક પ્રસંગ આવતાં મેં કાશી વિદ્યાપીઠમાં આચાર્યને ત્યાં રાતવાસો રહેવાનું નક્કી કર્યું. તેમને જાણ કરી જ્યારે તેમના મકાને હું ગયો ત્યારે સાંજ હતી. એમણે જમવા, સૂવા આદિની વ્યવસ્થા તો કરી જ, પણ ચર્ચા-વિચારણામાં એટલો બધો સમય આપ્યો કે હું તેમના સહજ વિદ્યાપ્રેમ અને સૌજન્યથી જિતાઈ ગયો. એકવાર પજુસણનો પ્રસંગ આવ્યો. હિંદુ યુનિવર્સિટીના જૈન વિદ્યાર્થીઓએ આપમેળે અમદાવાદ-મુંબઈની પેઠે વ્યાખ્યાનમાળા ચલાવવા ઠરાવ્યું. કોને કોને આમંત્રવા એ પ્રશ્ન મારી સામે હતો. જેમ બાબુ શ્રીપ્રકાશજી(મદ્રાસના અત્યારના ગવર્નર)ને આમંત્ર્યા તેમ આચાર્યજીને પણ. આચાર્યજીએ નાદુરસ્ત તબિયતે પણ આવીને હિંદીમાં એક ભાષણ આપ્યું. ઘણું કરી એ વિષય હતો. સમાજવાદ યા સામ્યવાદ. એમણે ઐતિહાસિક દૃષ્ટિએ વિષયની એટલી બધી છણાવટપૂર્વક સ્પષ્ટ ચર્ચા કરી કે શ્રોતાઓ ધન્યતા અનુભવવા લાગ્યા. એ વખતે ડો. આનંદશંકર ધ્રુવજી પણ કાશીમાં જ હતા. આમ એમનો પરિચય વધારે ઊંડો થતો ચાલ્યો. આચાર્યજી જ્યારે પ્રસંગ આવતો ત્યારે જેલના મહેમાન થતા. ભારત છોડો'ની ગર્જના થઈ અને જેલો ભરાવા લાગી. આચાર્યજી કંઈ પાછા થોડા જ રહે? પણ જેલમાં તેઓ જતા ત્યારે એક ઉગ્ર તપ કરતાં. એમનું તપ એટલે નવું નવું અધ્યયન અને લેખન. એકવાર મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં હું બેઠેલ. શ્રી એન. સી. મહેતા હતા; તેમાં આર્ચાયજી અચાનક આવી પહોંચ્યા. હું એમના દમના વ્યાધિ વિશે અને જેલમાં Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ • અર્થ કેમ રહ્યું એ વિશે પૂછું તે પહેલાં તો એમણે જેલમાં પોતે કરેલ સાધનાની વાત કાઢી. મને કહે કે વસુબધુના “અભિધર્મકોશનું મારે ભાષાન્તર કરવું હતું. પહેલાં તો હું જેલમાં ફ્રેન્ચ શીખ્યો. ફ્રેન્ચ ઉપરથી અંગ્રેજી અને હિંદી તરજૂમો કર્યો. ઘણું કરી સાથે લાવેલ એ હિંદી તરજૂમાની મોટી મોટી દળદાર કોપીઓ મને બતાવી. એમની આ સાધના સાંભળી હું છક થઈ ગયો. જ્યારે આચાર્યજી આવી દાર્શનિક અને બીજી વિદ્યાઓની ઉપાસના કરતા ત્યારે પણ એમનું વ્યવહારુ રાજકારણ ચાલતું જ હોય. પણ એમની વિશેષતા એ હતી કે તેઓ રાજકારણી જૂઠાણાથી અલિપ્ત હતા. આચાર્યજી લખનૌ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ હતા. ત્યાં ઓરિએન્ટલ કૉન્ફરન્સ ભરાઈ. લખનૌ વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં જ અમારો ઉતારો. અનેક જવાબદારીઓ અને નાદુરસ્ત તબિયત, છતાં મારા જેવા સાધારણ માણસને આમ કાંઈક જતાં-આવતાં જોઈ લે તો પકડી પાડે. એકવાર તેઓ પોતાના મકાને લઈ ગયા અને અનેક હિંદુમુસલમાન સાક્ષર-ગૃહસ્થો સાથે પરિચય પણ કરાવ્યો. વિદાય થતી વખતે અમને કહે કે હું તમારી બધાની ખબર લઈ શકયો નથી. ત્યાં મહેમાનો માટે વ્યવસ્થા તો એટલી બધી સારી હતી કે અમે એવી ધારણા પણ નહિ રાખેલી. પણ હવે પરિચયનો છેલ્લો અધ્યાય આવે છે. હું વૈશાલીથી પાછો ફરી કાશીમાં આવી રહ્યો. સખત ઉનાળો હતો. આચાર્યજી તે વખતે હિંદુ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ. આમ તો બધા જ ઉપકુલપતિઓ દુર્દર્શન અને દુઃસમાગમ હોય છે, પણ આચાર્યજી વિશે દરેક એમ જ મનાતું કે એમને મળવું એ તો ઘરની વાત છે. એ હતા અજાતશત્રુ અને ફકીરી વૃત્તિના વિદ્યા-તપસ્વી. એમને જાણ થઈ કે હું અમુક જગ્યાએ છું. હજી તો હું એમને ત્યાં જવાનો, ખાસ કરીને પ્રથમથી સૂચના આપી જવાનો, વિચાર જ કરતો હતો ત્યાં તો તેઓશ્રી પં. શ્રી દલસુખ માલવણિયાના મકાને આવી પહોંચ્યા. મેં ખરા હૃદયથી કહ્યું કે હું આવવાનો હતો, પણ એ તો વિનય અને વિદ્યામૂર્તિ. હું રહ્યો એટલા દિવસમાં કેટલીય વાર આવી ગયા. તેમની સાથે બીજા પંડિતો અને પ્રોફેસરો હોય જ. આ બધી વખતે ચર્ચા શાસ્ત્ર અને વિદ્યાની જ થાય. એમણે શું શું લખ્યું છે, શું લખવા અને છપાવવા ધારે છે ઈત્યાદિ તો કહે જ, પણ આપણે કાંઈ નવી અને જ્ઞાત વાત કહીએ તો ધ્યાન દઈ સાંભળે. એમને બૌદ્ધ વિષય ઉપર કાંઈક છપાવવાનું હતું. પોથી જૂની અને લિપિ દુષ્મઠ. જ્યારે મેં કહ્યું કે આ બધી બાબતમાં તમારી પાસે જ રત્ન પડ્યું છે, ત્યારે આચાર્યજીએ જાણ્યું કે હું શ્રી માલવણિયાજી વિશે સંકેત કરી રહ્યો હતો. ત્યારબાદ એમણે પં. શ્રી દલસુખભાઈ માલવણિયાજી ઉપર અન્યત્વે વિશ્વાસ મૂક્યો અને તેમને અનુભવ થયો કે તેમનો વિશ્વાસ કેટલો સાચો ઠર્યો છે. આચાર્યજીએ જ અધ્યાપક પાનાભ જૈનને Page #166 -------------------------------------------------------------------------- ________________ તેજસ્વી તારક આચાર્યશ્રી નરેન્દ્રદેવજી - ૧૫૭ અમદાવાદથી કાશીમાં આકર્ષ્યા હતા અને પોતાનાં છપાતાં બૌદ્ધ લખાણોની પૂર્તિ અને શુદ્ધિ કરવાનું કામ તેમને જ ભળાવ્યું હતું, એમ મારું સ્મરણ છે. આચાર્યજીએ ત્યાગનું જે ઉદાહરણ બતાવ્યું છે તે તો ઓર રોમાંચક છે. એમને મળતા માસિક વેતનમાંથી કુટુંબ માટે બહુ થોડો ભાગ બચતો. એમ તેમના સમીપ રહેતા એક વિશ્વાસી મિત્રે મને તે વખતે જ કહેલું. આવો એક મહામના વિદ્યાવૃદ્ધ અજાતશત્રુ પુરુષ સ્થૂળ જીવનને સંકેલી લે ત્યારે એની ખોટ એ રાષ્ટ્રીય ખોટ છે. ગાંધીજીએ પોતાના આધ્યાત્મિક તેજથી જે ગ્રહો અને ઉપગ્રહોમાં તેજ પાથર્યું હતું એવા એક વિશિષ્ટ તેજસ્વી તારકનો અસ્ત થાય ત્યારે દેશ આઘાત અનુભવે એ સહજ છે. આપણે આચાર્યજીના ગુણોનું અને એમની નિઃસ્વાર્થ પ્રવૃત્તિનું અનુસરણ કરીને જ તેમનું ખરું સ્મરણ કરી શકીએ. જૈન’, તા. ૨૫-૨-૧૯૫૬ - Page #167 -------------------------------------------------------------------------- ________________ ૨૭. શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરતિયજી ડિસેમ્બરની ચોથી તારીખે અણધાર્યા જ ૫૨માનંદભાઈ મારી કોટડીમાં આવી ઊભા રહ્યા. હું મિત્રો સાથે કાંઈક વિદ્યાગોષ્ઠિમાં જ પડેલો હતો. પ્રસંગની વાત નીકળતાં મેં મુનિશ્રી ચતુરતિયના સ્વર્ગવાસ વિષે આવેલા તારની તેમને વાત કહી, અને તેમણે તુરત માગણી કરી કે તમે ‘પ્રબુદ્ધ જૈન’ વાસ્તે તેમને વિષે કંઈક લખી આપો ! હું ઉક્ત મુનિશ્રીના સ્થૂળ અને સૂક્ષ્મ જીવનથી પૂર્ણ તો પરિચિત નથી જ. પણ હું અમુક લાંબા વખત લગી તેમના થોડા પરિચયમાં આવ્યો છું. ખાસ કરીને મારી અને તેમની વચ્ચે સાહિત્યિક અને શાસ્ત્રીય સંબંધ વધારે હતો તેથી મારા ઉપર તેમના જીવનના જે સંસ્કારો પડેલા મને યાદ છે તેનું ટૂંકમાં પ્રદર્શન કરાવીને જ ભાઈ ૫૨માનંદભાઈની ઇચ્છાને મૂર્તરૂપ આપી શકું. પ્રવર્તક અને સર્વાધિક વયોવૃદ્ધ તરીકે પ્રસિદ્ધ પૂજ્ય મ. શ્રી કાન્તિવિજ્યના એ શિષ્ય હતા. સમભાવમાં અને જૈન સાહિત્યના ઉદ્ધારમાં પ્રસિદ્ધ મુનિ શ્રી પુણ્યવિજયજીના એ ગુરુ થાય. કાળધર્મ સમયે એમની ઉંમર કેટલી હતી તે ચોક્કસ નથી જાણતો. પણ આશરે સિત્તેરેક વર્ષની તો હશે. તેમની કૌટુંબિક તેમજ શિષ્યપરિવારને લગતી હકીકત તો કોઈક તજ્જ જ લખશે. હું કાશીમાંથી વિદ્યાભ્યાસ કર્યા બાદ જ્યારે ગુજરાતમાં સર્વપ્રથમ કામની દૃષ્ટિએ ગયો ત્યારે મને થયેલ અનુભવ ઉપરથી મેં નક્કી કર્યું છે કે મારે સાધુ વર્ગને ભણાવવા ક્યાંય તેમની પાસે ન જવું અને ન રહેવું. ખાસ કરી અમુક બંધન સ્વીકારીને તો કોઈ સાધુઓને ન જ ભણાવવા. જો તેઓ જિજ્ઞાસા દૃષ્ટિથી મારી પાસે આવે તો તેમને પૂર્ણ કાળજી અને આદરથી શીખવવું. આ વિચારને પરિણામે મેં મારું કાર્યક્ષેત્ર બદલવાનો જ નિર્ણય કર્યો. દરમિયાન અમુક પ્રામાણિક વ્યક્તિઓ તરફથી મને કહેવામાં આવ્યું કે મારા એ નિર્ણયને અમલમાં મૂકતા પહેલાં મારે એક વા૨ પ્રવર્તકજીનો પરિચય કરવો. મેં એ સલાહ સ્વીકારી અને પ્રવર્તકજીના પત્રને લીધે હું પાટણ ગયો. ત્યાં જ તેમના શિષ્ય સ્વર્ગવાસી મુનિ ચતુવિજ્યજીનો પ્રથમ પરિચય થયો. તેમની નમ્રતા, જિજ્ઞાસા અને નિખાલસતાએ મને બાંધી લીધો. ત્યાં તે વખતે મારું કામ તેમના લઘુતમ શિષ્ય મુનિશ્રી પુણ્યવિજ્યજીને શીખવવાનું હતું. પણ મેં જોયું Page #168 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી • ૧૫૯ કે અહીં તો જિજ્ઞાસા અને કાર્યપદ્ધતિની વિશેષતાનું રાજ્ય છે. તિલકમંજરી શીખવતો હોઉં કે કાવ્યાનુાસન, પણ તે વખતે શીખનારાઓનું એક મંડળ જામે, તેમાં સાધુઓ સાથે અધિકારી શ્રાવકો પણ રહેતા. એટલું જ નહિ પણ સાથે સાથે શીખવાતા ગ્રંથનું સંશોધન પણ થતું. તાડપત્ર અને કાગળની જૂની તેમજ સારી સારી પ્રતિઓ જુદા જુદા મુનિઓ સામે રાખે અને સંશોધન સાથે પાઠ ચાલે. મારે વાસ્તે આ રીતે પુસ્તક સંશોધનનો માર્ગ પ્રથમ જ હતો, પણ મને એમાં વધારે રસ પડ્યો અને ભણવાભણાવવાનું સ્થિર ફળ વધારે જણાવા લાગ્યું. તે વખતે પણ મુનિશ્રી પુણ્યવિજયજી છેક નાના. જોકે પાઠમાં કેન્દ્રસ્થાને એ જ હતા, છતાં સંશોધન – કાર્યમાં કેન્દ્રસ્થાન ઉક્ત સ્વર્ગવાસી મુનિનું હતું. તેમના સહવાસમાં હું આવ્યો તે અગાઉ તો તેમણે કેટલાય સંસ્કૃત – પ્રાકૃત પુસ્તકો પ્રસિદ્ધ કર્યા હતાં, અને અનેક ભંડારોની ધરમૂળથી સુધારણા અને વ્યવસ્થા કરી હતી. હું જોતો કે તેઓ જેમ એક બાજુ એકસાથે અનેક પુસ્તકો શોધતા અને છપાવતા જાય છે તેમ બીજી બાજુ સૈકાઓ થયાં સડતા અને અવ્યવસ્થાથી નાશ પામતાં કીમતી લિખિત પુસ્તકોનું નવું લેખનકાર્ય પણ સતત કર્યું જાય છે. તે જમાનામાં એટલે ઈ. સ. ૧૯૧૪-૧૫ની આસપાસ સુધીમાં પુસ્તક-પ્રકાશનમાં બે પ્રથાઓ ખાસ રૂઢ હતી. એક તો પુસ્તક ગમે તે વિષયનું હોય છતાં જૈન પરંપરા એને પત્રકારે જ પ્રસિદ્ધ કરતી. અને બીજી પ્રથા એ હતી કે જો પ્રસ્તાવના જેવું કાંઈ લખવું હોય, તો તે સંસ્કૃતમાં જ લખવામાં મહત્તા મનાતી. એકવાર સ્વ. મુનિશ્રીએ પોતાની લખેલ સંસ્કૃત પ્રસ્તાવના મને જોઈ જવા કહ્યું. મેં તે જોઈ તો લીધી; પણ સાથે જ તેમને કહ્યું કે પ્રસ્તાવના આદિ સંસ્કૃતમાં લખો છો, તેનો શો હેતુ? તેમણે જવાબમાં બીજા અનેક પ્રસિદ્ધ મુનિઓનાં ઉદાહરણ આપી એ પ્રથાની પુષ્ટિ કરી. મેં કહ્યું : જુઓને અમુક પ્રસિદ્ધ વિદ્વાનોની સંસ્કૃત પ્રસ્તાવના: એમાં શબ્દાડંબર સિવાય શું હોય છે ? વળી અમુક પ્રસ્તાવનાઓ જુઓ ! એમાં કોઈ શિષ્ય કે આશ્રિત પંડિત અમુક સાધુની ભારોભાર પ્રશંસા કરતો દેખાય છે. પછી ભલે તે છેક જ જૂઠાણાથી ભરેલી હોય ! લશ્કેદાર વિશેષણ સિવાય તેમાં બીજું શું હોય છે? જો એ જ સંસ્કૃતના લેખકોને એમ કહેવામાં આવે છે કે મહેરબાની કરી તમે એનો અનુભવ સંભળાવો તો કાં તો એમાંથી સાંભળનાર શૂન્ય જ મેળવવાનો અને સંભળાવનાર પોતે શરમાવાનો. વળી મેં વધારે સખત ટીકા કરતા એ પણ કહ્યું કે સંસ્કૃતમાં લખવું એનો અર્થ આશ્રયદાતાઓ અને અભણ દુનિયાની દૃષ્ટિમાં મહત્ત્વ સાચવવું અને સાથે સાથે પોતાનું અજ્ઞાન પોષે જવું, એ જ છે. જો લેખકને કાંઈ સાચું નક્કર કહેવાનું જ હોય તેમજ અનેક વાંચનાર સમક્ષ કાંઈ મૂકવા જેવું સાચે જ હોય તો તેઓ ચાલુ લોકભાષામાં લખતાં શાને સંકોચાય છે? અલબત્ત, પાંડિત્ય પ્રકટ કરવું જ હોય તો તેઓ સાથે સાથે ભલે સંસ્કૃતમાં પણ લખે. પરંતુ જેઓ માત્ર સંસ્કૃતમાં પ્રસ્તાવના વગેરે લખે છે, તેઓ મોટેભાગે વાચકોને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦૦ અર્થ અંધારામાં રાખવા સાથે પોતાના અજ્ઞાનને છુપાવે છે. મારી આ ટીકા સાચી હતી કે નહિ તે કહેવાનું આ સ્થાન નથી. પણ અહીં તો એટલું જ કહેવાનું છે કે મારા કથનનો જરા પણ અવિચારી સામનો કર્યા સિવાય સ્વ. મુનિશ્રીએ ત્યારબાદ મોટેભાગે પ્રસ્તાવના સંસ્કૃતમાં લખવાનો શિરસ્તો બદલી નાખ્યો અને પરિણામે તેમના પ્રકાશનોમાં તથા તેમના શિષ્યનાં પ્રકાશનોમાં આજે અનેક મહત્ત્વની ઐતિહાસિક વસ્તુઓ ગુજરાતી ભાષા દ્વારા જાણવી સુગમ બની છે. આ એમની સત્યાગ્રહી પ્રકૃતિએ મને વિશેષ વશ કર્યો. ( પત્રાકારે પુસ્તક છપાવવું એમાં જેટલી સગવડ સાધુઓની હતી તેટલી જ અગવડ વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને લાયબ્રેરીના સંચાલકોની હતી. પણ પત્રાકારે છપાવવું એ જાણે ધર્મનું વાસ્તવિક અંગ જ હોય તેમ ત્યારે કડક રીતે મનાતું. જ્યારે મેં અને બીજા સમયજ્ઞ મિત્રોએ સ્વ. મુનિનું ધ્યાન આ બાબત તરફ ખેંચ્યું ત્યારે તેઓ તરત સમજી ગયા. અને પછી એમણે એવો માર્ગ સ્વીકાર્યો કે સાધુઓની પત્રાકારની રુચિ પણ સચવાય અને દેશ-વિદેશના વિદ્વાનોની પુસ્તકાકાર પુસ્તકની માગણી પણ સંતોષાય. એક રીતે જોતાં તો આ બાબત નજીવી લાગે છે. પણ વિદ્વાનો અને પુસ્તકાલયસંચાલકોની દૃષ્ટિએ આ બાબત કેટલી ઉપયોગી છે, તે સહેજે સમજાશે. આજે પણ સનાતન પ્રકૃતિના સંખ્યાબંધ સાધુઓ અને આચાર્યો છે, જેઓ ગમે તેવી ઉપયોગિતા છતાં પુસ્તકાકાર પ્રકાશનને ધૃણા નહિ તો ઉપેક્ષાની દૃષ્ટિથી અવશ્ય જુએ છે. પરિણામ એ આવ્યું છે કે પત્રકાર ગ્રંથ મોજૂદ છતાં એની પુસ્તકાકાર આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં કેટલી સંસ્થાઓ અને વિદ્વાનોને શ્રમ અને ખર્ચ બંને કરવો પડે છે. સ્વ. મુનિશ્રીની ખાસ ધ્યાન ખેંચે એવી એક વિશેષતા એ હતી કે તેઓ જ્યાં જતા ત્યાં પ્રથમ ત્યાંના ભંડારનું કામ હાથમાં લેતા. જો સૂચિ ઠીક ન હોય તો તે બનાવતા, પોથીઓને નવાં મજબૂત બંધનોથી બાંધતા, ક્રમવાર ડાબડામાં ગોઠવતા; એટલું જ નહિ પણ જ્યાં ગ્રંથો રાખવા માટે કબાટ કે એવી બીજી સારી સગવડ ન હોય ત્યાં તે તૈયાર કરાવતા. એ રીતે ત્યાંના ભંડારને વ્યવસ્થિત અને ટકાઉ બનાવતા. પુસ્તકસૂચિ પ્રસિદ્ધ કરતા. આની સાથે તેઓશ્રીએ નવા કે જૂના ભંડારમાંથી મળી આવતા નાનામોટ બધા જ ગ્રંથોની નવી લિખિત નકલો કરાવી તેનો એક પૂર્ણ અને ઉપયોગી સંગ્રહ કર્યો છે. જે આજે વડોદરામાં વિદ્યમાન છે. અને ગમે તે વિદ્વાનનું મસ્તક નમાવવા માટે બસ છે. પુસ્તકો છપાવવાં અને જૂના ઉપરથી નવાં લખાવવાં તેમજ પોતે હોય ત્યાંના ભંડારોને સુસંસ્કૃત કરવા એ કામ જેવું તેવું અગર ગમે તે કરી શકે તેવું સરળ નથી. વળી આ જ કામના અંગ તરીકે જે બીજા કેટલાંક કામ છે, તેમાં પણ સ્વ. મુનિશ્રી સતત રોકાયેલા રહેતા, કાગળ અને તાડપત્રની જૂનામાં જૂની લિપિઓ અને ગમે તેવી જટિલ, ઘસાયેલી કે છેક જ ભૂંસાયેલી હોય તેને વાંચવી એ ક્રમ સાહિત્યોતરનું પ્રથમ Page #170 -------------------------------------------------------------------------- ________________ ? શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી • ૧૬૧ અંગ છે. અને કોઈપણ ખરો ઐતિહાસિક એ ન જાણે તો એનું કામ લંગડું જ રહે. એ જ રીતે નકલો કરવાનું અને સુંદરતમ અક્ષરોમાં યોગ્ય રીતે પ્રેસકોપી કરવાનું કામ પણ વિદ્વાન માટે એટલું જ આવશ્યક છે. સ્વ. મુનિશ્રીએ એ બંને કળાઓ અસાધારણ રીતે સાધેલી. ઈ.સ. ૧૯૨૧થી ૧૯૩૫ સુધીમાં મને અનેક ગ્રંથોના સંશોધન પ્રસંગે, તેમની આ બંને કળાઓની કિંમત આંકવાની તક મળી. તેઓ જિજ્ઞાસુ અને ધંધાર્થી શિખાઉને પણ આ વસ્તુ શીખવતા. તેમના હાથે પ્રતિવાચન અને સુંદર લેખનનું કામ શીખેલ કેટલાયે સાધુ અને ગૃહસ્થોને હું જાણું છું કે જેઓ આજે કાં તો ઐતિહાસિક સેવાના ક્ષેત્રમાં રોકાયેલા છે અથવા તો નિર્વાહ અર્થે એ કળાનો ઘેર બેઠે સરસ ઉપયોગ કરી રહ્યા છે. મેં બે-ચાર યોગ્ય વિદ્યાર્થીઓને એમની પાસે પ્રતિવાચન અને પ્રતિલેખનની કળા શીખવા મોકલેલ અને તેમણે ખૂબ પૈર્યપૂર્વક એ આગંતુકોને એ વસ્તુ શિખવાડેલી. સ્વ. મુનિશ્રી, પ્રવર્તક ક્રાંતિવિજયજીની ભંડારસુધાર અને ભંડારસુધારણાની ભાવનાને મૂર્ત રૂપ આપનાર મૂંગા સેવક હતા. વિશેષમાં પોતાની બધી આવડતનો યોગ્ય પાત્રમાં તેઓ અમર કરી ગયા છે. એ વાત જેઓ મુનિશ્રી પુણ્યવિજયજીને જાણે છે અને જેઓને તેમનાં જીવિત કાર્યોનો પરિચય છે તેમને કહેવાની ભાગ્યે જ જરૂર જણાય. સ્વ. મુનિશ્રીમાં એક વિદ્વાનને છાજે અને ઐતિહાસિકને શોભે એવી અનેક બાબતો પરત્વે જીવતી જાગતી માહિતી તેમજ ચોકસાઈ હતી. અમુક ગ્રંથકારની કૃતિઓ આજે કેટલી અને કઈ કઈ ઉપલબ્ધ છે અને તે ક્યાં ક્યાં છે, અમુક ગ્રંથકારનો સમય શો અને એક જ નામના અનેક ગ્રંથકારો હોય ત્યાં તેમની વિશેષતા શી, અગર ઓળખ શી, કોઈ સ્ત્રી અગર સાધ્વી જૈન પરંપરામાં ગ્રંથકાર કે ગ્રંથ-લેખિકા થઈ છે કે નહિ, અમુક રાજ્યકર્તાના સમયમાં જૈન સાધુ કે શ્રાવકની સ્થિતિ શી હતી, જૂના વખતમાં તાડપત્રો કયાંથી આવતાં, કેમ સુધરતાં, કેમ લખાનાં, લખનારાઓની સ્થિતિ શી હતી વગેરે અનેક પ્રશ્નો વિષે ઉક્ત સ્વ. મુનિશ્રી એક પ્રમાણભૂત ગ્રંથ જેવા હતા. એમનો સ્વર્ગવાસ ગુજરાતની અને જૈન સાહિત્યની રાજધાની પાટણ કે જ્યાં એમનું દીર્ઘકાળ જીવનકાર્ય ચાલી રહ્યું હતું ત્યાં ડિસેમ્બરની પહેલી તારીખે રાત્રિના થયો. પાટણના સંખ્યાબંધ ભંડારો, પ્રાચીન મંદિરો ત્યાંનું વિવિધ શિલ્પ, પાટણની ચડતીપડતીના પ્રસંગો, એ બધા વિષે એમનું વિપુલ જ્ઞાન હતું તે તેમનાથી પરિચિત એવા કોઈથી ભાગ્યે જ અજાણ્યું છે. તેઓશ્રી એ રીતે પોતાનું જીવનકાર્ય ઠેઠ પાકી ઉંમર સુધી કરી ગયા છે. અને બીજી રીતે તે પોતાની આવડતને વ્યાજ સાથે યોગ્ય પાત્રમાં મૂકી પણ ગયા છે. ઉંમરની દૃષ્ટિએ તેમનો સ્વર્ગવાસ એટલો અકાળ ન ગણાય, પરંતુ તેમના અતિવયોવૃદ્ધ ગુરુશ્રી પ્રવર્તકજીના વૃદ્ધતમ જીવનની દૃષ્ટિએ જોતાં એમ જરૂર મનમાં થઈ આવે કે સ્વર્ગવાસી મુનિનું સ્થળ જીવન થોડુંક વધારે ચાલ્યું હોત તો સારું. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ - અર્ધ્ય તેઓશ્રીના શિષ્યો સંખ્યામાં બહુ નથી, પણ જે છે તે ગુણદૃષ્ટિએ ખૂબ ઊંચું સ્થાન ધરાવે છે. હું ધારું છું કે આટલાં પણ મધુર સ્મરણો તેમના પ્રત્યે આદર ઉત્પન્ન કરવા માટે તેમનું જીવનકાર્ય જાણવા માટે બસ છે. પુસ્તકનું સંશોધન અને સંપાદનકાર્ય ક૨વામાં મને જે અનેક પ્રેરક બળો પ્રાપ્ત થયાં છે, તેમાં સ્વર્ગવાસી મુનિશ્રીનું સ્થાન મહત્ત્વ ભોગવે છે, એ દૃષ્ટિએ હું હંમેશાં તેમનો કૃતજ્ઞ રહ્યો છું. પ્રબુદ્ધ જૈન’, તા. ૩૧-૧૨-૧૯૩૯ ... Page #172 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ‘દર્શન અને ચિંતન' ભા૧-રમાં સમાજ અને ધર્મ, જૈનધર્મ અને દર્શન, પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્બ નામના વિભાગોમાં પ્રકાશિત થયેલ તમામ લેખો છ ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ૧૩ લેખો જે દર્શન અને ચિંતન'માં છપાયા નથી તેવા લેખોનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. “દર્શન અને ચિંતન' ભાગ - રમાં અંતે પ્રવાસકથા અને આત્મનિવેદન વિભાગમાં છપાયેલ લેખો અનુભવકથા સ્વરૂપ હોવાથી અને મારું જીવનવૃત્ત' નામનું તેમનું આત્મકથાનું પુસ્તક અલગ પ્રગટ થઈ રહ્યું હોવાથી અહીં તેનો સમાવેશ કર્યો નથી. સમાજ, ધર્મ અને સંસ્કૃતિ (દર્શન અને ચિંતન' ભાગ-૧માં “સમાજ અને ધર્મ વિભાગમાં છપાયેલ લેખો) ૧. મંગળ પ્રવચન [ પ્રબુદ્ધ જેન' : ૮ – ૧૯૪૫ ] ૨. મંગળ પ્રવચન [‘બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર, ૧૯૫૨ ] ૩. જીવનશિલ્પનું મુખ્ય સાધન [ “જીવનશિલ્પ” : ૮, ૧૯૫૩]. ૪. જીવનપથ. [ અપ્રકાશિત ] ૫. ધર્મ ક્યાં છે ? [શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, સુવર્ણ – મહોત્સવ અંક | ૬. ધર્મ પ્રવાહો અને આનુષગિક સમસ્યાઓ [ ધર્મોનું મિલનની પ્રસ્તાવના ] ૭. ધર્મ અને પંથ (પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૨૧-૮-૧૯૩૦] ૮. નીતિ, ધર્મ અને સમાજ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] ૯. ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૭] ૧૦. ધાર્મિક શિક્ષણ [‘અખંડ આનંદ' : ૧૯૫૧ ] ૧૧. ધર્મદષ્ટિનું ઊર્ધીકરણ [ પ્રબુદ્ધ જીવન’ : ઓક્ટોબર, ૧૯૫૫] ૧૨. પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાર્ગ [પ્રબુદ્ધ જીવન' : સપ્ટેમ્બર, ૧૯૫૪] ૧૩. યુવકોને જૈન યુવક સંમેલન, અમદાવાદ, સ્વાગત પ્રમુખ તરીકેના ભાષણમાંથી : ૧૯૩૫] ૧૪. પાંચ પ્રશ્નો [ગૃહમાધુરી’ : ૧૨, - ૧૫૪ ] ૧૫. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ [ પ્રબુદ્ધ જીવન” : ૧૯-૯-૧૯૫૨ ] ૧૬. જૈન સમાજ : હિંદુ સમાજ " [[ પંડિત શ્રી મહેન્દ્રકુમારજી ન્યાયાચાર્ય ઉપર લખેલ પત્ર : ૧૮-૯-૧૯૪૯] Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ • અર્થ ૧૭. જૈન ધર્મ – જૈન સમાજ : હિંદુ ધર્મ - હિંદુ સમાજ [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૧-૧૯૪૯] ૧૮. પુણ્ય અને પાપ : એક સમીક્ષા [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૩-૧૯૪૫] ૧૯. શાસ્ત્રમર્યાદા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૨૦. શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શો ફેર ? [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] ૨૧. સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૮ ] ૨૨. સ્વતંત્રતાનો અર્થ [ પ્રબુદ્ધ જેન' : ૧-૯-૪૭] ૨૩. લોકતંત્રનો મુખ્ય પાયો [ “સંસ્કૃતિ’ : જાન્યુઆરી, ૧૯૫૪ ] ૨૪. સત્તાબળ અને સત્યબળ [‘પ્રસ્થાન' : ઑગસ્ટ, ૧૯૫૫ ] ૨૫. સ્વરાજ્યને છઠે વર્ષે [ “પ્રસ્થાન' : ઑગસ્ટ, ૧૯૫૨ ] ૨૬. સ્વરાજ્ય અને સુરાજ્ય [ પ્રસ્થાન' : ઑગસ્ટ, ૧૯૫૩] ૨૭. હરિજનો અને જેનો પ્રસ્થાન' : જેઠ, ૨૦૦૬ ] ૨૮. રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ [ જનકલ્યાણ’ સદાચાર અંક : ૧૯૫૩] ૨૯. મોન્ટીસોરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા અને તે સંબંધી મારા વિચારો [“શ્રી દક્ષિણામૂર્તિ મે, ૧૯૨૫] ૩૦. વિચારકણિકા [શ્રી. કિ. ઘ. મ.ના “સંસાર અને ધર્મની ભૂમિકા ] ૩૧. યુગ સમાનતાનો છે [‘ગૃહમાધુરી' : મે, ૧૯૫૬ ] જૈન ધર્મ અને દર્શન (“દર્શન અને ચિંતન' ભાગ-૧માં જૈન ધર્મ અને દર્શન વિભાગમાં છપાયેલા લેખો). ૧. ઇતિહાસની અગત્યતા [ જેન’ : શ્રાવણ, ૨૦૦૯]. ૨. ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૪૨ ]. ૩. ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [ જેન પ્રકાશ’ : ચૈત્ર, ૧૯૯૦] ૪. ભગવાન મહાવીર : એમના જીવનને સ્પર્શતી વિવિધ ભૂમિકાઓ [“અખંડ આનંદ' : જૂન, ૧૯૪૮ ] ૫. ભગવાન મહાવીરનો મંગળ વારસો [ “અખંડ આનંદ' : નવેમ્બર, ૧૯૪૯ ] ૬. ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય [ જેનયુગ' : ચૈત્ર, ૧૯૮૨ ] ૭. ભગવાન મહાવીરનો ત્રિવિધ સંદેશ : અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત [ પ્રબુદ્ધ જૈન’ : ૧૫-૧૦-૧૯૪૫ ] Page #174 -------------------------------------------------------------------------- ________________ ૮. મહાવીરનો સંદેશ ૯. વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ ૧૦. ભગવાન નેમિનાથ અને કૃષ્ણ ૧૧. આત્મદૃષ્ટિનું આન્તરનિરીક્ષણ ૧૨. પર્યુષણ પર્વ અને તેનો ઉપયોગ ૧૩. ધર્મપર્વ કે જ્ઞાનપર્વ પરિશિષ્ટ - ૧૬૫ [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૧૦-૧૯૫૦ ] [ શ્રી આત્મારામજી જન્મશતાબ્દી ગ્રંથ : ૧૯૩૬ ] ૧૫-૧૧-૧૯૪૧ ] [ પ્રબુદ્ધ જૈન’ [ પ્રબુદ્ધ જૈન’ ૧૫-૧૧-૧૯૪૭ ] [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] [ ‘સુઘોષા’ : અશ્વિન, ૧૯૮૪ ] [ જૈન પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૦૨ ] [ ‘જૈન’ : પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૦૩] [ ‘જૈન' પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૧૨] [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦ ] [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦ ] [ પર્યુષણ પર્વનાં ૧૪. વહેમમુક્તિ ૧૫. આપણે ક્યાં છીએ ? ૧૬. મહત્વર્વ ૧૭. વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ ૧૮. જ્ઞાનસંસ્થા અને સંઘસંસ્થા તથા તેનો ઉપયોગ ૧૯. આજના સાધુઓ નવીન માનસને દોરી શકે ? [ પર્યુષણ પર્વનાં ૨૦. શિષ્યચોરીની મીમાંસા ૨૧. સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ વ્યાખ્યાનો : ૧૯૩૭ ] વ્યાખ્યાનો, વર્ષ બીજું ] [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦ ] ૨૨. તીર્થોની પ્રતિષ્ઠા કેમ સચવાય ? [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું ] ૨૩. ત્રણે જૈન ફિરકાઓના પરસ્પર સંબંધ અને મેળનો વિચાર ૨૪. ધાર્મિક શિક્ષણ ૨૫. તપ અને પરિષહ ૨૬. અહિંસા અને અમારિ ૨૭. અસ્પૃશ્યો અને જૈન સંસ્કૃતિ ૨૮. અસ્પૃશ્યતા અને હારજીત ૨૯. જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું] [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું ] [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦ ] [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો ઃ ૧૯૩૦] ૩૦. ગૃહસ્થધર્મીને નિર્વાણ સંભવી શકે ખરું ? [ પ્રબુદ્ધ જીવન' : ૧-૨-૧૯૫૪ ] ૩૧. સાચો જૈન ૩૨. શુદ્ધિપર્વ [ ‘જૈનયુગ' : ભાદ્ર-આશ્વિન, ૧૯૮૩] [ પ્રબુદ્ધ જૈન' : ૧-૯-૧૯૪૫ ] [ જૈન’ પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૦૮ ] ૩૩. આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ૦ અર્થ ૩૪. કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ [[ “જૈન” : ૧૩-૯-૧૯૩૬ ] ૩૫. જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર [સ્વતંત્ર પુસ્તિકા ] ૩૬. પુનઃ પંચાવન વર્ષે [ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના વાર્તાસંગ્રહ અભિષેકની પ્રસ્તાવના ]. ૩૭. ગાંધીજી અને જૈનત્વ [ પ્રસ્થાન' : ગાંધીમણિમહોત્સવાંક : ૧૯૮૫] ૩૮. જૈન જન [ પ્રબુદ્ધ જીવન' : ૧-૧૧-૧૯૫૪] ૩૯. કલિકાલસર્વજ્ઞને અંજલિ [ જૈન : ૨૮-૧૧-૧૯૪૮]. ૪૦. વિજયધર્મસૂરિ અને શિક્ષણસંસ્થાઓ [“સમયધર્મ : વર્ષ ૧૬, અંક ૨૦] પરિશીલન (“દર્શન અને ચિંતનના ભાગ-૧ તથા રમાં છપાયેલ લેખો) ૧. વિદ્યાની ચાર ભૂમિકાઓ [ “બુદ્ધિપ્રકાશ' : જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૪૭]. ૨. નચિકેતા અને નવો અવતાર [‘નચિકેતા' : મે, ૧૯૫૩] ૩. હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [શ્રી. ધર્માનન્દ કોસમ્મીજીના પુસ્તકની પ્રસ્તાવના ] ૪. “ગીતાધર્મનું પરિશીલન [ સંસ્કૃતિ' : એપ્રિલ, ૧૯૫૬ ] ૫. તથાગતની વિશિષ્ટતાનો મર્મ [‘અખંડ આનંદ : મે. ૧૯૫૬ ] ૬. બુદ્ધ અને ગોપા [ “અખંડ આનંદ' : જુલાઈ, ૧૯૫૪] ૭. સુગતનો મધ્યમમાર્ગ : શ્રદ્ધા ને મેધાનો સમન્વય | જન્મભૂમિ : ૨૪ મે, ૧૯૫૬ ] ૮. સિદ્ધાર્થપત્નીનો પુણ્યપ્રકોપ [‘ગૃહમાધુરી' : જુલાઈ, ૧૯૫૪ ] ૯. હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [ પ્રબુદ્ધ જીવન’ : ૧૫ જૂન, ૧૯૪૯ ] ૧૦. આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] ૧૧. વારસાનું વિતરણ [“શ્રી. મનુભાઈ પંચોળી – ‘દર્શક’ના પુસ્તક આપણો વારસો અને વૈભવની પ્રસ્તાવના ] ૧૨. ચેતન-ગ્રંથો [ પ્રબુદ્ધ જીવન’ : ૧ નવેમ્બર, ૧૯૪૭]. ૧૩. વિકાસનું મુખ્ય સાધન [ બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૪૯] ૧૪. સમુલ્લાસ [શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાના પુસ્તક “સત્યે શિવ સુન્દરમ્'નું પુરોવચન]. ૧૫. ખરો કેળવણીકાર [ શ્રી. નાનાભાઈ ભટ્ટની આત્મકથા “ઘડતર અને ચણતરનું પુરોવચન ]. Page #176 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧૬૭ [ શ્રી જયભિખ્ખુની નવલકથા ‘મત્સ્યગલાગલ’ની પ્રસ્તાવના ] [ શ્રી ‘દર્શક’ના પુસ્તક ‘ત્રિવેણીતીર્થ'ની પ્રસ્તાવના ] [ શ્રી. મોહનલાલ મહેતા ‘સોપાન’ના પુસ્તક દીપમંગલ’ની પ્રસ્તાવના ] [ ‘સંસ્કૃતિ’ : ઑગસ્ટ, ૧૯૫૨ ] [ ડૉ. ધીરુભાઈ ઠાકરના પુસ્તક મણિલાલ નભુભાઈ : સાહિત્યસાધના'નો પ્રવેશક ] ૨૧. જીવતો અનેકાન્ત [શ્રી મહાવીર જૈન વિદ્યાલય, રજત મહોત્સવ ગ્રંથમાંથી ] ૨૨. વટબીજનો વિસ્તાર [ ‘ગુજરાતનાં શૈક્ષણિક પ્રગતિ તથા વિકાસ : અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના પ્રયત્ન’ (૧૯૫૧)ની પ્રસ્તાવના ] ૨૩. ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન [ ‘બુદ્ધિપ્રકાશ’ : જાન્યુઆરી, ૧૯૪૯ ] ૨૪. ઉચ્ચ શિક્ષણની બોધભાષા [‘બુદ્ધપ્રકાશ’ ઑગસ્ટ, ૧૯૪૭] ૨૫. ઉચ્ચ શિક્ષણની બોધભાષા : એક પ્રશ્નોત્તરી[ ‘સંસ્કૃતિ’ : એપ્રિલ, ૧૯૫૪ ] ૨૬. સંસ્મરણો'ની આલોચના [ શ્રી. ગ. વા. માવળંકરની આત્મકથાની ૧૬. અધિકાર ચેષ્ટા ૧૭. ત્રિવેણીસ્નાન ૧૮. સ્મૃતિશેષ ૧૯. બિંદુમાં સિંધુ ૨૦. સર્વાંગીણ સંશોધન અને સમાલોચના ૨૭. સ્ત્રી-પુરુષની બળાબળની મીમાંસા ૨૮. પાિજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ ૨૯. દંપતીજીવનનાં દસ્તાવેજી ચિત્રો ૩૦. યાયાવર : સમાલોચના ] [ ‘જૈનયુગ’ : જ્યેષ્ઠ, ૧૯૮૫ ] [ ‘નચિકેતા' : સપ્ટેમ્બર, ૧૯૫૪ ] [ ‘ગૃહમાધુરી’ : માર્ચ, ૧૯૫૬ ] [ ‘શ્રીરંગ' : એપ્રિલ, ૧૯૫૬ ] દાર્શનિક ચિંતન ૧. ભારતીય દર્શનોમાં આધ્યાત્મિક વિકાસક્રમ [ ‘પુરાતત્ત્વ’, પુસ્તક ૧માંથી ઉદ્યુત ] ૨. ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્ત્વજ્ઞાન [ ‘નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવેલો નિબંધ ] ૩. સંસાર અને ધર્મનું અનુશીલન [ શ્રી કિશોરલાલ મશરૂવાળા કૃત ‘સંસાર અને ધર્મ' ગ્રંથ - ૮ પંડિતજીએ કરેલ અનુશીલન ] ૪. સ્ત્રીજાતિને દૃષ્ટિવાદ અંગ ભણવાના નિષેધ ૫૨ [ જૈન સાહિત્ય સંશોધક, એક વિચા૨ ખંડ ૩, અંક - ૩] Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૦ અર્થ ૫. બ્રહ્મ અને સમ [ગુજરાત સાહિત્ય પરિષદના તત્ત્વજ્ઞાનના પ્રમુખપદે આવેલ પ્રવચન ] ૬. ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા [અમદાવાદમાં મળેલ ભારતીય તત્ત્વજ્ઞાન પરિષદના ૩૩મા અધિવેશનના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે આવેલ ભાષણ - ૧૯૫૮] ૭. સ્વસ્થ અને ઉત્ક્રાન્ત જીવનની કળા ૮. તત્ત્વજ્ઞાન અને ધર્મની પરસ્પર અસર [અખંડ આનંદ – ફેબ્રુઆરી - ૧૯૫૯] ૯. દાર્શનિક ક્ષેત્રમાં સંશોધન [જીવન માધુરી નવેમ્બર - ૧૯૬૦] ૧૦. સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન (૧) [ પુરાતત્ત્વ' : પુસ્તક ૪-૫] ૧૧. સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન (૨) ૧૨. સાંપ્રદાયકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન (૩) ૧૩. ચાર્વાક દર્શન [અંખડ આનંદ મે, ૧૯૫૭ ] ૧૪. અંતઃ સમૃદ્ધિનું મૂલ્ય ૧૫. માનવતાના પાયા, એનું મૂલ્યાંકન અને [પ્રસ્થાન - ૧૯૫૯] જીવનમાં એનો વિનીયોગ ૧૬. મંગળ આશા [પ્રસ્થાન • ૧૯૬૩] ૧૭. આદિ મંગળ બુદ્ધિપ્રકાશ ] ૧૮. જીવનદૃષ્ટિમાં મૌલિક પરિવર્તન [ જીવનમાધુરી – નવે. • ૧૯૫૭] ૧૯. દાર્શનિક વિવરણ [૧૯૫૭માં સ્નેહ સંમેલનમાં આપેલ પ્રવચનમાંથી ] ૨૦. માનવ મનની ભીતરમાં [ઓલ ઇન્ડિયા રેડિયો, અમદાવાદ ઉપરથી ૧૯૬૦માં વાર્તાલાપ માટે તૈયાર કરેલ લખાણ ] અર્થ (દર્શન અને ચિંતનના બીજા ભાગમાં છપાયેલ લેખો) ( [ સ ૧. કરુણા અને પ્રજ્ઞામૂર્તિનું મહાપ્રસ્થાન [‘સંસ્કૃતિ : માર્ચ, ૧૯૪૮] ૨. અંતે આશ્વાસન કોનાથી મળે છે ? [ “સંસ્કૃતિ' : માર્ચ, ૧૯૪૮] ૩. ગાંધીજીનો જીવનધર્મ [ “જન્મભૂમિ' વિશેષાંક ] ૪. બંને કલ્યાણકારી : જીવન અને મૃત્યુ [ પ્રબુદ્ધ જૈન' : ૧ માર્ચ, ૧૯૪૮ ] ૫. વિભૂતિ વિનોબા ભૂમિપુત્ર' : ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૪ ] ૬. આજનો યથાર્થ માર્ગ : ભૂદાન [ પ્રસ્થાન : કારતક, ૨૦૧૩] Page #178 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૦ ૧૬૯ [ ‘બુદ્ધિપ્રકાશ’: જાન્યુઆરી, ૧૯૫૦ ] [ ‘બુદ્ધિપ્રકાશ’ : સપ્ટેમ્બર, ૧૯૫૨ ] [ આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રંથ'માંથી ] [ પ્રબુદ્ધ જૈન' : ૧૫ જુલાઈ, ૧૯૪૭ ] ૧૧. શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કોશાંબીજી [ ‘બોધિચર્યાવતા૨’નું પુરોવચન ] ૧૨. આચાર્ય શ્રી આત્મારામજી [સં. ૧૯૮૫માં શ્રી. મહાવીર જૈન વિદ્યાલયમાં આત્મારામજીની જયંતી પ્રસંગે આપેલ વ્યાખ્યાન ] ૭. કાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ ૮. સર્વમિત્ર ગૃહસ્થ-સંત બ્રાહ્મણ-શ્રમણ ધ્રુવજી ૧૦. સ્વ. કોશાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો ૯. ૧૩. આચાર્ય જિનવિજ્યજી ૧૪. સ્મૃતિશેષ દાદા ૧૫. પિરચય થોડો પણ છાપ ઘણી ઊંડી ૧૬. આવો ને આટલો આઘાત કેમ ?[ પ્રબુદ્ધ જૈન' : ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૭] [ ‘શ્રી જૈન ધર્મ પ્રકાશ' : વૈશાખ, ૨૦૦૭ ] [ પ્રબુદ્ધ જૈન' : ૧ ઓગસ્ટ, ૧૯૫૨] [ પ્રસ્થાન' : જ્યેષ્ઠ, ૧૯૮૩ ] [ પ્રબુદ્ધ જૈન' : ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૬ ] [ ‘જૈન’ : ૨૧ જુલાઈ, ૧૯૫૬ ] ૧૭. સ્મૃતિપટ ૧૮. સૌમાં વૃદ્ધ પણ સૌથી જુવાન ત્રણ સ્મરણો ૧૯. ૨૦. કેટલાંક સંસ્મરણો ૨૧. અંજલિ ૨૨. એક બીજા મિસ્ત્રી ૨૩. સ્વ. લાડુબહેનની જીવનરેખા ૨૪. તેજોમૂર્તિ ભગિની ૨૫. બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો ૨૬. તેજસ્વી તા૨ક આચાર્ય શ્રી નરેન્દ્રદેવજી ૨૭. શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજ્યજી [ ‘પ્રસ્થાન’ : જ્યેષ્ઠ, ૧૯૮૪ ] [ ‘બુદ્ધિપ્રકાશ’ : માર્ચ, ૧૯૫૬ ] [ શ્રી. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિગ્રંથ સૌનો લાડકવાયો’માંથી ] ૧. જૈન તત્ત્વજ્ઞાન ૨. જૈન ન્યાયનો ક્રમિક વિકાસ [ પ્રસ્થાન' : ફાગણ, ૧૯૯૨ ] [ [ પાલણપુર પત્રિકા' : ૧૯૨૬ ] ‘અપંગની પ્રતિભા’માં ‘બે શબ્દ' ] [ જૈન’ : તા. ૧૧-૨-૧૯૫૬ ] [ ‘જૈન' : તા. ૨૫-૨-૧૯૫૬ ] [ પ્રબુદ્ધ જૈન' : તા. ૩૧-૧૨-૧૯૩૯ ] અનેકાન્ત ચિંતન [ પ્રબુદ્ધ જૈન’ : ૧૫-૬-૪૬ ] [ સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ, ભાવનગરમાં વેંચાયેલ અને જેન સાહિત્ય સંબંધી લેખોનો સંગ્રહ' (જૈ. ધ. પ્ર. સ. ભાવનગર)માં પ્રકાશિત ] Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ • અર્થ ૩. સપ્તભંગી [એક વિદ્યાર્થીને પત્ર ] ૪. પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ? [ ‘કાન્તમાલા' : ૧૯૨૪] ૫. ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા [પુરાતત્ત્વ : પુસ્તક ૧] ૬. કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ પુરાતત્ત્વ' : પુસ્તક ૩] ૭. નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરો [ જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૨]. ૮. આવશ્યકસૂત્રના કર્તા કોણ ? જૈન સાહિત્ય સંશોધક, ખંડ-૩, અંક-૨) ૯. સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ [ જેન રીપ્ય મહોત્સવ અંક ] ૧૦. હેતુબિન્દુનો પરિચય [ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રકાશિત કહેતુબિન્દુ-ટિકાની પ્રસ્તાવના ] ૧૧. સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યર્ધશતક આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ ] ૧૨. “હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન “સંસ્કૃતિ : ફેબ્રુઆરી, ૧૯૫૪ ] ૧૩. શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ : [ શ્રી. રાજચંદ્રના “આત્મ સિદ્ધિશાસ્ત્રનું પુરોવચન ] ૧૪. શ્રીમદ્ રાજચંદ્ર – એક સમાલોચના | શ્રી. રાજચંદ્રનાં વિચારરત્નોમાંથી 1. Page #180 -------------------------------------------------------------------------- ________________ સૂચિ અજિલ – ૧૪૬ અનાસક્ત કર્મયોગ – ૧૫ અનુપમાદેવી – ૧૩૫ અનંતરાય – ૪૨ અભિધર્મ – ૭૭ અભિધર્મકોશ – ૧૫૬ અમરચંદ તલકચંદ – ૧૩૭ અમીચંદ ખીમચંદ – ૧૧૧ અશોક – ૨૯ અશોક મહેતા – ૩૫ અહિંસા આણિ સંસ્કૃતિ – ૬૧, ૬૨ અંબાલાલ પુરાણી – ૪૨ આચારાંગસૂત્ર – પ૩ આત્મસિદ્ધિ – ૭૬ આત્માનંદ – ૧૧૪ આત્માનંદ જૈન શતાબ્દી મારક ગ્રંથ – ૧૨૦ આત્મારામજી મહારાજ – ૮૧ આત્મૌપમ્યમૂલક - ૧૪ આધિભૌતિક – ૩ આનન્દઘન – ૧૦૭ આનંદશંકર ધ્રુવ – ૮૩ આનંદશંકર ધ્રુવ – ૧૫૫ આનંદશંકરભાઈ – પર આપણો ધર્મ – પર આપવીતી – ૫૮ આર્યકુલોભવ – ૪૭ ઈસુ ખ્રિસ્ત - ૫૧ ઉત્તરાધ્યયન – પ૩ ઉપનિષદ – ૨૮ ઉમાસ્વાતિ – ૭૭ ઊધઈનું જીવન – ૪૧ ઊર્મિ – ૪૨ ઋતંભરા – ૪ ઋષિ – ૪૩ ઋષિ યાજ્ઞવક્ય – ૨૮ એચ. જી. વેલ્સ – ૯૯ એન. સી. મહેતા – ૧૫૫ કપિલ – ૪૩ કબીર – ૨૫ કલમ અને કિતાબ – ૯૭ કલાપી – ૯૬ કસ્તૂરબા – ૯૫ કાકા કાલેલકર – ૬૧ કાકાસાહેબ – ૧૪૬. કાત્યાયની – ૨૮ કાન્તની – ૧૧૪ કાન્તમાળા – ૧૧૪ કાન્તિવિજય – ૧૫૮ કાલિદાસ – ૨૯ કાવ્યાનુશાસન – ૧૫૯ કાંતિવિજયજી – ૮૬ કિશોરલાલભાઈ – ૩૯ કિસનસિંહ – ૮૪ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ • અર્થ કુરાન - ૧૧ કુંવરજીભાઈ – ૧૦૬ કૃપલાનીજી – ૩૫, ૭૭ કૃપારસકોશ – ૮૭ કેળવણીના પાયા – ૩૯ કેશવજી માણેક – ૧૩૫ કૌશાંબીજી – ૫૮ ક્રાઇસ્ટ – ૭ ક્ષમામુનિ – ૧૫૧ ખુશાલદાસ – ૭૮ ગચ્છો – ૧૨૦ ગદ્યસંદર્ભ – ૯૦ ગાંધીજી – ૫ ગીતા - ૧૧ ગીતાધ્વનિ – ૪૧ ગીતામંથન – ૪૯ ગીતા-રહસ્ય – ૬૦ ગોડસે – ૨૪ ગોપાલદાસભાઈ – ૧૪૧ ગોમતી – ૪૦ જ્ઞાતિઓ – ૧૨૦ ચર્ચિલ - ૯ ચતુરવિજય - ૧૫૮ ચાંગ - ૯ ચિદ્વિલાસ – ૧૪ ચિમનભાઈ – ૧૫૧ ચિમનલાલ – ૮૭ ચિમનલાલ ચકુભાઈ – ૧૧૩ ચીમનાબાઈ – ૬૧ ચુનીભાઈ – ૪૨ ચુનીલાલ – ૭૦, ૭૯ ચૈતન્યજી – ૭૦ ચૌથમલજી – ૧૦૪ ચંદ્રશંકર શુક્લ – ૩૯ છોટાલાલ મગનલાલ – ૯૬ છંદ – ૧૨૦ જન્મભૂમિ - ૯૭ જયસ્વાલ – ૯૦ જયંતી – ૮૩ જવાહરલાલજી - ૩૪, ૧૦૩. ૧૦૪ જસા જામના – ૧૩૫ જિનવિજયજી – ૬૫, ૮૪, ૧૦૯ જિસસ – ૪૮ જી. વી. માવળંકર – ૯૨ જીવન શોધન - ૪૧ જીવરાજભાઈ – ૧૦૬ જુગલકિશોર બિરલા – ૬૨ જૈન આચાર્ય હરિભદ્ર – ૭૬ જૈન ગૂર્જર કવિઓ – ૧૨૦, ૧૨૮ જૈન દૃષ્ટિએ યોગ – ૧૦૭ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ - ૧૨૦ યૂડા – ૧૪૬ ઝવેરચંદ મેઘાણી – ૯૬ ઝવેરી – ૧૨૯ ટાગોર – ૮૩ ઠક્કરબાપા – ૯૯ તત્ત્વજ્ઞાન – ૧૦૭ તત્ત્વાર્થ – ૭૭, ૯૬ તથાગત બુદ્ધ – ૨૮ તારાચંદ કોઠરી – ૧૧૩ તારાનાથ – ૭૩ તિમિરમાં પ્રભા – ૪૧ તિલકમંજરી – ૮૬, ૧૫૯ તેજોમૂર્તિ – ૧૪૧ ત્રિપિટકાચાર્ય – ૬૦ દમયંતીબેન – ૯૭ દયાનંદ – ૨૫ દયાળચંદજી – ૧૫૧ Page #182 -------------------------------------------------------------------------- ________________ સૂચિ • ૧૭૩ દરબારીલાલ – ૧૦૩, ૧૦૭ પારસમણિ – ૧૦૦ દરબારીલાલ સત્યભક્ત – ૧૨૦ પાર્શ્વનાથ – ૬૬ દલસુખ માલવણિયા – ૭૯, ૧૫૬ પાર્શ્વનાથનો ચતુર્થાન ધર્મ – ૬૬ દાદાસાહેબ – ૯૨ પાર્શ્વનાથાચા ચાતુર્યામ ધર્મ – ૮૦ દામોદર કૌશાંબીજી -- ૬૭ પુણ્યવિજયજી – ૧૫૮ દીપચંદભાઈ – ૧૧૩ પુરષોત્તમ ટંડનજી – ૭૯ દુર્લભજી ઝવેરી – ૧૦૪ પુરાણી – ૪૨ દેસાઈ – ૧૨૯ પુરુષોત્તમ સરાડ લઠેડવાળા – ૧૩૫ ધનપાળ – ૮૬ પુરુષોત્તમદાસ ટંડન – ૭૦ ધમ્મપદ - ૫૪, ૬૦ પૈતૃક – ૬૮ ધર્મરાજ – ૨૯ પ્યારા બાપુ – ૩૯ ધર્મવર્ણન – પર પ્રજ્ઞા કરમતિની પંજિકા – ૭૪ ધર્માનંદ કૌશાંબીજી – ૧૫૫ પ્રજ્ઞાપારમિતા – ૪૧ ધમનંદજી – ૮૦ પ્રબુદ્ધ જૈન – ૧૦૪, ૧૧૨ ધૂમકેતુ – ૯૮ પ્રભુદાસ – ૧૦૨ ધ્રુવજી – પર પ્રભુ પધાર્યા - ૧૦૦ નથમલજી ટાંટિયા – ૧૦૯ પ્રસાદ - ૬૭ નદીવ્યાઘન્યાય - ૬૩ પ્રસ્થાન - ૪૨ નનનચ – ૧૦૭ પ્રાચીન નગર-નિગમો – ૧૨૦ નમિરાજર્ષિ - ૧૧ પ્રેમચંદભાઈ – ૯૬ નરેન્દ્રદેવજી – ૬૪, ૧૫૪ ફૂલછાબ – ૯૭ નાથુરામ પ્રેમીજી – ૬ ૨, ૬૬, ૧૧૬, ૧૨૯ બર્નાર્ડ શો – ૯ નાનક – ૨૫ બાઈબલ – ૧૧ નામ ઘેલાભાઈ – ૧૩૪ બાપુજીના – ૩ નામે કેશવજી કાનજી – ૧૩૪ બાબુ દયાલચંદજી જોહરી – ૧૪૮ નારાયણદાસ – ૧૩૪ બાબુ શ્રી પ્રકાશજી – ૧૫૫ નિરામિષ – ૧૧ બાલાભાઈ નાણાવટી – ૧૦૬, ૧૨૫ નીતિશિક્ષણ – પર બિર્સેટ - ૮૩ પદોનાં વિવેચન – ૧૦૭ બુદ્ધ – ૨૫, ૪૩ પદ્મનાભ જૈન – ૧૫૬ બુદ્ધચરિત – ૬૪ પરમાનંદ કાપડિયા – ૧૦૧, ૧૦૪, ૧૦૯, બુદ્ધધર્મ આણિ સંઘ – ૫૮ ૧૧૩, ૧૫૮ બુદ્ધ-મહાવીર – ૫૧ પવાર – ૭૧ બુદ્ધિ જાગરિત – ૩ પારમિતાઓ – ૭૪ બુદ્ધિપ્રકાશ – ૪૨ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૦ અર્થ બૃહદારણ્યક ઉપનિષદ – ૨૮ બેચરદાસ – ૧૫૧ બોધિચર્યાવતાર – ૭૩, ૭૪ બોધિસત્ત્વ – ૬ ૬. બૌદ્ધજાતક – ૧૧ બૌદ્ધ વાલ્મય - ૫૯ બૌદ્ધિસત્ત્વ – ૮૦ ભગવાનદાસ – ૬૪, ૧૫૧ ભગિની - ૧૪૧ માનવેન્દ્રગિરિત – ૧૧૭ ભાનુચંદ્રસિદ્ધચંદ્ર – ૧૨૮ ભાષા – ૧૨૦ ભોળાભાઈ જેશિંગભાઈ દલાલ – ૯૨ ભંડાર – ૧૨૦ મકનજીભાઈ – ૧૨૬ મણિબહેન – ૧૩૭ મણિભાઈ – ૧૧૧ મદનમોહન – પર મદનમોહન માલવિયાજી – ૧૪૯ મહૂમ ગાયકવાડ – ૬૦ મહાભારત – ૧૧ મહાયાને - ૧૪ મહાવીર – ૧૪, ૧૮, ૨૫, ૪૩ મહીડા ચંદ્રક - ૧૦૦ મહેન્દ્ર – ૯૯ મહેન્દ્રકુમાર – ૧૦૯ માણસાઈના દીવા – ૧૦૦ માણેકબહેન – ૬ ૭ માનવી -ખંડિયેરો – ૪૧ માનસી – ૪૨ માલવિયજી – ૫૨, ૬૭, ૧૨૯ મિશ્રીલાલજી – ૧૦૪ મિસ્ત્રી સોમનાથ -૧૩૪ મુકુલભાઈ – ૭૫ મુનશીજી – ૯૮ મેઘાણી – ૧૦૨ મૈત્રેયી – ૨૮ મોતીચંદભાઈ – ૧૦૬, ૧૨૬ મોતીબહેન – ૧૧૯ મોતીબહેન જીવરાજ – ૬ ૭ મોહનલાલ ઝવેરી – ૧૨૬ મોહનલાલ દલીચંદ દેસાઈ – ૧૦૭, ૧૧૬, ૧૨૪ મોહનલાલ બી. ઝવેરી – ૧૦૭ મોંઘી – ૯૬ યશોવિજયજી – ૮૧, ૯૦ યાકોબી – ૮૩, ૮૯, ૧૨૮ યોગબિંદુ – ૭૬ યોગશાસ્ત્ર – ૪, ૧૮ ૨૬ - ૨૯ રતિભાઈ આગરામા – ૧૪૮ રતિલાલ દીપચંદ દેસાઈ – ૧૪૮ રમણલાલ – ૧૧૩. રમણીકલાલ મોદી – ૧૫૧ રવિશંકર મહારાજ – ૩૭ રસિકલાલ છો. પરીખ – ૯૨, ૧૩૮ રસિકલાલ માણેકલાલ દલાલ - ૯૨ રસિકલાલ વકીલ – ૪૨ રંભાકુમારી – ૬૯ રાજવાડે – ૫૯ રાજવંશ – ૧૨૦ રામ-કૃષ્ણ -- ૫૧ રામનારાયણ – ૯૮ રામનારાયણ પાઠક – ૯૨ રાવળ – ૪૩ રાહુલજીએ – ૬૦ રાહુલ સાંકૃત્યાયન – ૧૫૪ લક્ષ્મણ શાસ્ત્રી – ૪૪ Page #184 -------------------------------------------------------------------------- ________________ સૂચિ • ૧૭૫ લંકાવતાર – ૭૩ લાડુબહેન – ૧૩૭ લાલા લજપતરાય – ૬૯ લોકકવિતા – ૧00 લોકમાન્ય તિલક – ૬૦ લોકસેવક ગોખલે – ૯૯ લોયમાન – ૮૩ લોયમેન – ૧૨૮ વકીલ – ૪૩ વકીલ માકર્સ – ૪૨ વસુબધુ – ૧૫૬ વસંત – પર વા. મો. શાહ – ૧૧૬ વાગ્મિત્વ – ૧૧૦ વાચસ્પતિની -- ૫૦ વાડીલાલ મોતીલાલ – ૧૨૯ વાસુદેવ – ૧૪ વાંઝા સુતાર – ૧૩૪ વિજ્ઞપ્તિત્રિવેણી – ૮૭ વિજયવલ્લભસૂરિ – ૧૦૬ વિદાયવેળાએ – ૪૧ વિદેહજનક – ૧૧ વિનોબા – ૨૮ વિન્ટનિન્ઝ – ૭૫ વિમલમંત્રી - ૧૧૮ વિશેષાવશ્યકભાષ્ય – ૧૦૬ વિહિત શસ્ત્ર – ૧૧ વીરચંદ દીપચંદ મોતીભાઈ – ૧૦૬ વેદો – ૧૧ વેબર – ૧૨૮ વેવિશાળ – ૧૦૦ વ્યાસ – ૯૮ વ્રજનાથ મહારાજ – ૧૩૪ વ્રજલાલજી – ૧૦૭ વ્રજલાલજી કાશી – ૧૪૮ શાયલોક – ૧૪૬ શાલિભદ્રરાસ – ૧૩ર શાસ્ત્રવિશારદ ડૉક્ટર - ૯૭ શાંતિદેવાચાર્ય – ૭૩ શિક્ષાસમુચ્ચય – ૭૩ શિવપ્રસાદ ગુપ્તા – ૬ ૧, ૬ ૨, ૬૭, ૭૮ શીલ – ૮૩ શૈલી ઉચ્છેદક – ૧૦૬ શેક – ૯ શંકરાચાર્ય – ૫૦ શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ – ૮૭ શ્રીમદ્ રાયચંદ – ૧૧ સત્યાનંદ – ૭૯ સન્મતિતર્ક – ૩ સન્મિત્ર કપૂરવિજયજી – ૧૪૮ સમૂળી ક્રાંતિ – ૪૨ સયાજીરાવ - ૬૧ સવાઈલાલ – ૧૩૮ સહજાનંદ – ૫૧ સંતબાલ – ૭૦ સંપૂર્ણાનંદજી – ૧૪ સંખના – ૬૮ સંસ્કૃતિ – ૧૦૦ સાંબેલાના સૂર – ૯૭ સિદ્ધર્ષિ – ૧૦૭ સિદ્ધસેન દિવાકર – ૪૫ સુજસવેલી – ૧૧૯ સુજસવેલી ભાસ – ૧૨૭ સુરેન્દ્રજી – ૧૩૯ સુશીલા નાયર – ૭૦ સુશીલાબહેન – ૧૩૭ સુશ્લિષ્ટ – ૪૧ સુંદરવિજયજી – ૮૬ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ૦ અર્થ સૂત્રસમુચ્ચય – ૭૩ સેળભેળ – ૧૦૨ સોક્રેટિસ – ૭ સ્ટેલિન – ૯ સ્ત્રી-પુરુષ-મર્યાદા – ૩૯ સ્મારકમાળા – ૮૦ સ્વામી રામતીર્થ – ૩૭ સ્વામી સત્યાનંદજી – ૬૯ સ્વામી સહજાનંદ – ૩૯ સ્વાશ્રિત – ૮૭. હરગોવિંદદાસ રામજી – ૧૧૯ હરિજન - ૪૯ - - હરિપ્રસાદ – ૧૩૪ હરિભદ્ર – ૯૦ હર્ષવર્ધન – ૨૯ હિટલર – ૯ હિટલરી – ૬૪ હિન્દુધર્મની બાળપોથી - પર હિન્દુ વેદધર્મ – પર હિંદી સંસ્કૃતિ આણિ અહિંસા – ૭૮ હિંદુ ધર્માચી સમીક્ષા – ૪૪ . હીરવિજયસૂરિ અકબર – ૧૪૮ હેમચન્દ્ર – ૯૦ હેલન - ૧૪૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજીનો જન્મ 8 ડિસેમ્બર ૧૮૮૦માં સુરેન્દ્રનગર પાસે આવેલ લીમડી નામના નાનકડા ગામડામાં થયો હતો. 16 વર્ષની ઉંમરે તેમણે શીતળામાં આંખો ગુમાવી ત્યારથી, તેમના જ જણાવ્યા મુજબ, તેમનો બીજો જન્મ શરૂ થયો. આ પછીનું તેમનું જીવન અકથ્ય પુરુષાર્થ જેવું હતું. સને ૧૯૦૪થી 1921 સુધી કાશી અને મિથિલામાં પ્રથમ સંસ્કૃત ભાષા અને પછી ભારતીય દર્શનનો અભ્યાસ કર્યો અને અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૨૧થી 1930 સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં રહીને સન્મતિતર્કના પાંચ ભાગોનું સંપાદનકાર્ય કર્યું. તે સમગ્ર ભારતીય દર્શનના ઇતિહાસમાં અનન્ય ઘટના હતી. ૧૯૩૩થી 1944 સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપનકાર્ય કર્યું. આ દરમ્યાન તર્કભાષા, પ્રમાણમીમાંસા અને જ્ઞાનબિંદુ જેવા ગ્રંથોનું સંપાદનકાર્ય કર્યું. 1944 બાદ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ સતત વિદ્યાપ્રવૃત્તિ કરતાં કરતાં 97 વર્ષની ઉંમરે બીજી માર્ચ ૧૯૭૮માં અવસાન પામ્યા. પંડિત સુખલાલજી વીસમી સદીના એક મૌલિક ફિલસૂફ હતા. એમણે જીવનમાં વિદ્વત્તા, સાદાઈ અને મનુષ્ય-પ્રેમનો સંગમ સાધ્યો હતો. ભારતના વિધવિધ ધર્મોમાં રહેલું સમન્વયબીજ એમણે શોધ્યું અને ધર્મને ક્રિયાકાંડથી મુક્ત કર્યો. જે ધર્મ સમાજ માટે ઉપયોગી ન હોય એ ધર્મ અપ્રસ્તુત છે એ વાત તેમણે અનેક ગ્રંથોમાં સમજાવી છે. એક પ્રજ્ઞાચક્ષુ. અસહાય યુવાન ભારતીય દર્શનનો વિશ્વવિખ્યાત વિદ્વાન કેવી રીતે બન્યો તેની ગાથા માનવજાત માટે સાચવી રાખવા જેવો વારસો છે. તેમણે અધ્યાત્મવિચારણા, ભારતીય તત્ત્વવિદ્યા, સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિ જેવા ગ્રંથો તથા ‘મારું જીવનવૃત્ત’ નામની આત્મકથા લખી. આ ઉપરાંત અનેક ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરે પર જે અસંખ્ય લેખો લખ્યા તે ત્રણ ભાગમાં ‘દર્શન અને ચિંતન'માં પ્રગટ થયા છે.