SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. ત્રણ સ્મરણો કાન્તની કૃતિઓ ઉપરથી અને બીજા મિત્રોએ તેઓશ્રીના કરાવેલ પરિચય ઉપરથી મારા ઉપર જે છાપ પડી છે તે આ સ્થળે હું નથી જણાવતો. અહીં તો તેઓ સાથે થયેલ સાક્ષાત્ સમાગમો અને તેના પરિણામે તે વખતે તથા પાછળથી થયેલ મારા ઉપરની અસરો બહુ જ ટૂંકમાં જણાવવા ઇચ્છું છું. હું કાન્તના સમાગમમાં ત્રણવાર આવ્યો છું અને ત્રણ વાર ભાવનગરમાં. એમાંના એક પણ સમાગમ માટે મેં કે કાન્તશ્રીએ પ્રયત્ન નહિ કરેલો. એ સમાગમો માત્ર કેટલાક મધ્યવર્તી સહૃદય વિદ્યાવિલાસીઓના પરિણામે જ ગણાય. લગભગ તેર વર્ષ પહેલાં ગ્રીષ્મ ઋતુમાં હું પહેલવહેલો ભાવનગર ગયો ત્યારે આત્માનંદ જૈન સભામાં “કાન્તની મુલાકાત માટે એક નાનકડું મિત્રમંડળ એકઠું થયેલું. બીજીવાર અસહયોગના જમાના ઈ. સ. ૧૯૨૧-૨૨માં સાંજે ફરવા જતાં રસ્તામાં મળવું થયું. ત્રીજીવાર ઈ. સ. ૧૯૨૨૨૩માં ગાંધીજીના ૧૮મી તારીખના જેલદિવસ નિમિત્તે ભરાયેલી સાર્વજનિક સભામાં અમે બંને મળ્યા. પહેલીવાર મળ્યા ત્યારે કાન્ત પરીક્ષક અથવા પ્રશ્નકર્તા તરીકે મારી સામે હતા. કદાચ તે વખતે મિત્રોએ ઉપસ્થિત કરેલા સમાગમનો હેતુ જ હું ન જાણું તેવી રીતે કાન્ત મારફત મારી પરીક્ષા કરવાનો હોય એવી સાચી કે ખોટી છાપ મારા મન ઉપર પાછળથી પડેલી. ગમે તેમ હો, પણ તે વખતના પરીક્ષક કાન્ત સામે હું કાશીવાસી પંડિતની જેમ પરીક્ષ્ય સ્થાન લઈ આદરપૂર્વક બેઠેલો હતો. કાન્ત મળતાંવેંત જ મેં પ્રામાણ્ય' વિષે શાસ્ત્રીય પ્રશ્નો કર્યા, જેનું કાંઈક વિસ્તૃત વર્ણન કાન્તમાળા નામના પુસ્તકમાં આપ્યું છે. બીજીવાર અજાણપણે રસ્તે ચાલ્યા જતા કોઈ મિત્રે ધ્યાન ખેંચવાથી કાને મને ઊભો રાખ્યો અને કુશલપ્રશ્ન બાદ થોડાં વાક્યોમાં ફરી મળવાની ઇચ્છા જણાવી જુદા પડ્યા. ત્રીજીવાર એક સાર્વજનિક સભામાં મને વ્યાખ્યાન આપવા બોલાવ્યો. બોલાવવામાં કાન્તનો જ હાથ હતો, કારણ તેઓ તે પ્રવૃત્તિના મંત્રી હતા એમ મને પાછળથી માલૂમ પડ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy