________________
સૌમાં વૃદ્ધ પણ સૌથી જુવાન • ૧૧૩ આપણે જોઈએ છીએ કે મુંબઈ જેન યુવક સંઘને શ્રી ચિમનલાલ ચકુભાઈ, શ્રી પરમાનંદ કાપડિયા, શ્રી દીપચંદભાઈ, શ્રી તારાચંદ કોઠારી આદિ કાર્યકર્તાઓ મળ્યા છે અને અત્યારે સૌનું ધ્યાન ખેંચે એવી વિવિધ પ્રવૃત્તિઓ સંઘ ચલાવે છે.
મને તો જ્યારે મળે ત્યારે મણિભાઈ એક જ વાત કહે કે મારે લાયક કામ બતાવજો. અને મેં જોયું છે કે તેમના એ ઉદ્દગારો કદી ઔપચારિક ન હતા. શરીર ખૂબ લથડ્યું ત્યારે પણ કરેલ સંકલ્પને સિદ્ધ કરવા “સંયુક્ત જેન વિદ્યાર્થીગૃહ' માટે તેમણે અકથ્ય જહેમત ઉઠાવી છે.
મેં એ પણ જોયું છે કે તેમના ચિ. રમણલાલ પિતા પ્રત્યે કેવા વફાદાર અને કેવા કહ્યાગરા. આ એક વારસાગત ગુણ છે કે જે બહુ ઓછા કુટુંબોમાં આજે દેખાય છે. શ્રી મણિભાઈને પોતાના જીવનમાં આ એક પરમ સંતોષ હશે એમ હું સમજું છું.
ગયા જૂનની ૧૦મી તારીખ આસપાસ મુંબઈમાં તેઓ સાવ લથડેલી તબિયત મોટરમાં આવી મળી ગયા. અને હું શરમાઈ ગયો કે આજ જાઉં કાલ જાઉં એમ કરતાં મોડું થયું ને મણિભાઈ છેવટે આવ્યા વિના ન રહ્યા.
એક રીતે તેમણે સાચેસાચું જીવી જાણ્યું છે. સમજદાર સમક્ષ જીવનનો નમૂનો રજૂ કર્યો છે. કાર્યકર્તાઓ સમક્ષ પ્રવૃત્તિઓ પાથરી છે. વિદ્યાર્થીગૃહના ભાવિ વિશાળ કાર્ય અને પ્રબુદ્ધ જૈન”ના ભાવિ ઉત્કર્ષ માટે માર્ગ મોકળો છે. આપણે સહુ પાછળના તેમના પ્રત્યે માન ધરાવનાર તે બધી પ્રવૃત્તિઓને પૂરો વેગ આપીએ અને યુવકસંઘને એવો વિકસાવીએ કે બીજા નામશેષ થયેલા યુવકસંઘો ફરી બળ પામે તેમજ કાર્ય કરતા થાય તો શ્રી મણિભાઈનું સ્મરણ વધારે લેખે લાગ્યું ગણાશે.
– પ્રબુદ્ધ જૈન, ૧ ઓગસ્ટ ૧૯પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org