________________
૧૧૨ - અર્ધ્ય
ખાસ કરી વિધવા અને ઇતર પરાશ્રિત વર્ગ પ્રત્યે એમની મમતા જોઈ, ચાલુ ફિકાવાર જૈન સંસ્થાઓમાં ઉદાર તત્ત્વ દાખલ કરવાની ભાવના જોઈ, વગેરે વગેરે કેટલાંય ઉદાત્ત તત્ત્વોનો મને સાક્ષાત્કાર થયો, અને સાથે એ પણ જોયું કે તેઓ જે વિચાર બાંધે છે તેને અમલમાં મૂકવા માટે પણ તેઓ બધું જ કરી છૂટે છે ત્યારે તેમના પ્રત્યે અનન્ય આદર બંધાયો. અને મનમાં થયું કે સયુંક્ત જૈન વિદ્યાર્થીગૃહ'ની કલ્પના જેને કેટલાંય વર્ષો અગાઉ આવેલી, એને જેણે મૂર્ત પણ કરેલી તે શ્રી મણિભાઈ ખરેખર પહેલેથી જ ક્રાંતિકારી તત્ત્વ ધરાવનાર છે.
શ્રી મણિભાઈ દેખીતી રીતે કામ જૈન સમાજને લક્ષી કરતા, પણ રાષ્ટ્રીયતા અને માનવતા તેમના હાડમાં હતી તેથી કોઈપણ શુભ પ્રવૃત્તિને બનતો ટેકો આપવો અને પોતાની જાતના શ્રી ગણેશ કરવા એ તેમનો મૂળ મંત્ર. પ્રબુદ્ધ જૈન’ ચલાવવું હોય, વ્યાખ્યામાળા વિકસાવવી હોય, અયોગ્ય દીક્ષાવિરોધી હિલચાલ શરૂ કરવી હોય, વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થિનીઓને ભણવામાં મદદ કરવી હોય, સંસ્થામાં તેમને ગોઠવવાં હોય, નવાસવા આવેલ ધંધાર્થીને ધંધે ચડાવવો હોય કે કોઈને ચાલતા ધંધામાં ટેકો આપવો હોય, એમ અનેક ક્ષેત્રે શ્રી મણિભાઈને પહેલ કરતાં જોયા છે તેથી જ તેમના પ્રત્યે સુધારક કે રૂઢિચુસ્ત સહુનો એકસરખો આદર જોવામાં આવે છે. ‘સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ'નો તેમનો છેલ્લો મનોરથ આટલી હદે સફ્ળ થયો તેની પાછળ આ જ ભૂમિકા રહી છે.
શ્રી મણિભાઈ રૂઢિ અને સંકુચિતતા સામે ઊકળી ઊઠતા. બોલે ત્યારે એમ લાગે કે રોષે ભરાયા છે પણ દિલમાં ડંખ મેં નથી જોયો. એક રીતે તેમનામાં ગુણદર્શન મુખ્ય હતું. ખાસ દોષ દેખાય તો ત્યાં તટસ્થ, પણ મનમાં ડંખવૃત્તિ ન પોષે, જેઓ તેમને જાણે છે તેમને તે કહેવાની જરૂ૨ નથી કે તેઓ કેટલા નમ્ર હતા. વચગાળામાં તેમની આર્થિક સ્થિતિ નબળી પડેલી પણ વળી ઊજળા દિવસ આવ્યા અને તેઓએ જાતે જઈ પોતાના લેણદારોને જગાડી ચૂકતે લેણું આપી દીધું. ઘણાં લેણદારના વારસો એવા હતા કે જેઓ આ લહેણા વિષે કાંઈ જાણતા જ નહીં. પણ મણિભાઈએ જૂના ચોપડા કઢાવી પાઈએ પાઈ ચૂકવી. હું સમજું છું કે આ પૈસાની ઉચાપતના તેમજ થાપણ ઓળવવાના જમાનામાં શ્રી મણિભાઈનું વર્તન શાસ્ત્રમાં વર્ણિત સાચા જૈનને શાભે તેવું જ છે.
મણિભાઈ ભણેલ બહુ નહિ. ગુજરાતી અને હિંદી સારાં લખાણો ખૂબ વાંચે પણ તેમાંથી સારભાગ એવો પકડે કે જે તેમનાં કામમાં પ્રગટ થાય. પોતે પાછળ રહી બીજા સુયોગ્ય કાર્યકર્તાને આગળ આણવો અને તેના ઉપર એવો વિશ્વાસ મૂકવો કે જેથી તેને કામ કરવામાં કદી નિરાશા ન વ્યાપે એને કામમાં આવી પડતી આર્થિક કે બીજી મુશ્કેલીઓનો ભાર પોતાને માથે વહો૨વો એ મણિભાઈના ખાસ વિશેષતા. તેથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org