SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ • અર્થ અને ધાર્મિક શિક્ષણ આપતી પ્રવૃત્તિ પણ શરૂ થઈ ગઈ. આ બધાં કામો તેઓ આગરા સંઘને આગળ કરીને જ શરૂ કરે અને સૌને સાથે લેવાનો પ્રયત્ન કરે. ત્યાંના અનેક યુવકો અને આધેડોની સાથે અખાડો ચાલે તેમાં તેઓ પોતે પણ કુસ્તી કરે. શરીર સાચવવા અને સબળ રહેવાનો જુસ્સો એ ત્યાંના અખાડાનું મુખ્ય લક્ષણ હતું. બાંધાની મજબૂતી અને કુસ્તી-કસરતની ટેવે તેમનામાં એક અનેરો જુસ્સો પેદા કરેલો. એની પ્રતીતિ માટે અહીં એક દાખલો ટાંકું તો તે પૂરતો થઈ પડશે. પહેલી લડાઈના દિવસો હતા. બ્રિટિશ અમલદારો પૈસાદાર વ્યક્તિ કે કોમો પાસેથી પૈસા ઓકાવવાની અનેક રીતો અજમાવતા. એક રીત એ હતી કે જે પૈસાદારો ફાળો ન આપે તેના રક્ષણ પ્રત્યે અમલદારો બેપરવા રહે. ઓસવાલ જૈનોએ ખાસ ફાળો નહિ આપેલ, એટલે તેઓ હેરાન થાય તો સરકાર સાંભળે નહિ પ્લેગના દિવસોમાં ઓસવાલ કુટુંબો ઉનાળામાં પેલા હીરવિજયસુરિવાળા બાગમાં રહેવા ગયેલા. એ રાતે લગભગ વીસેક ધાડપાડુઓ આવ્યા અને કમાડો તોડી સ્ત્રીઓ પાસેથી દાગીના આદિ લેવા મધ્યા. બાબુજી એક દૂર જગ્યાએ સૂતેલા ઘોંઘાટ સાંભળી ઊઠ્યા. હાથમાં કાંઈ હતું નહિ. રસ્તામાં એક-બે-ધાડપાડુઓએ તેમને રોક્યા. લાકડીઓ મારી. બાબુજીએ એક લાકડી એવી રીતે પકડી કે પેલો મારનાર કેમે કરી છોડવી ન શકે. આ રસાકસીમાં પાછળથી બીજા ચોરે આવી બાબુજીને એટલા બધા ઘાયલ કર્યા કે છેવટે બેભાન થઈ પડ્યાં. ઘણે સ્થળે હાડકાં તૂટી ગયાં. અનેક મહિનાઓ પછી સાજા થયા. પણ મેં એમનો જુસ્સો કદીયે નરમ પડતો ન જોયો. ખાટલે હતા ત્યારે પણ બધા તરુણો અને આગેવાનોને સંગઠનપૂર્વક બગીચામાં જ રહી ચોરો કે ધાડપાડુઓ સામે ટક્કર લેવાની યોજના ઘડી અને તે પ્રમાણે ભાઈઓએ સંયુક્તપણે આત્મરક્ષણ સાધ્યું. ફરીથી ચોરો આવતા, પણ વ્યવસ્થિત ચોકી-પહેરો અને બહાદુરી જોઈ છેવટે ભાગી જતા. આગરામાં રહ્યાં રહ્યાં કરવાનાં પ્રાથમિક કામો નીચે પ્રમાણે હતાં : (૧) હિંદીમાં જૈન ગ્રંથોના રૂપાંતર કરવાં, સ્વતંત્ર પુસ્તકો પણ લખવાં અને મહત્ત્વના પુસ્તકોનું સંપાદન પણ કરવું. (૨) યોગ્ય વિદ્યાર્થીઓને રાખી તેમને ધર્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃત – પ્રાકૃત આદિનું શિક્ષણ આપવું અને સાથે જ યોગ્ય હોય તેને સ્કૂલ કે કૉલેજમાં મોકલવા. (૩) એક સમૃદ્ધ પુસ્તકાલય એવું ઊભું કરવું કે અધ્યયન, સંપાદન અને સંશોધન આદિ કાર્યોમાં અમને સ્વતંત્રતા રહે. (જી શહેરનાં છોકરા કે છોકરીઓ જિજ્ઞાસાથી આવે તો એમને ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઉદાર તેમજ અસાંપ્રદાયિક સંસ્કારો આપવા. (૫) સમાજમાં જે જે કુપ્રથાઓ અને ખોટા ખર્ચાઓ હોય તેને નિવારવા પ્રયત્નો કરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy