SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો : ૧૪૯ ઘાટ ઉપર અધ્યયન સત્ર શરૂ કર્યું. બાબુજી ઝવેરાત ઉપરાંત બીજા અનેક વ્યવસાયો કરતા. તેમની મુખ્ય પેઢી તો આગરામાં, પણ તેઓ અવારનવાર કાશી આવે. આમ છએક વર્ષ ચાલ્યું. દરમિયાન બાબુજી સાથે અમારો પરિચય ગાઢ બનતો ગયો. પરસ્પર વિશ્વાસ બંધાયો અને સાથે મળી વિચારો અને યોજનાઓ પણ કરતા રહ્યા કે અધ્યયન સમાપ્ત કરી શું શું કામ કરવાં? કયાં કરવાં? અને કેવી રીતે કરવાં? ઇત્યાદિ. એ જમાનો બંગભંગની ચળવળમાંથી જન્મેલ રાષ્ટ્રીય સ્વાતંત્ર્યન હતો. અને સાથ જ મદનમોહન માલવિયાજીના હિંદુ વિશ્વવિદ્યાલયની સ્થાપનાના પ્રચંડ આંદોલનનો હતો અમે વિચાર્યું કે વિદ્યા વિષયક જે જે કામ કરવાં તેનું કેન્દ્ર કાશી રાખવું અને જૈન સમાજને મધ્યવર્તી રાખી વિદ્યાને લગતાં બધા કામો ગોઠવવાં. આર્થિક પ્રશ્ન અને બીજા વહીવટી પ્રશ્નો એ બાબુજી પોતે પોતાના મિત્રો સાથે મળીને ઉકેલે. આ વિચાર પ્રમાણે ઈ. સ. ૧૯૧૩-'૧૪માં કામ કરવાનો સમય પાક્યો. અમે વિચાર્યું કે શરૂઆત આગરામાં કરો. પછી યોગ્ય કાર્યકતાઓ મળે અને કામની દિશા તેમજ પદ્ધતિ નક્કી થાય ત્યારે કાશીમાં બધું તંત્ર લઈ જવું. આ રીતે ૧૯૧૪માં હું સર્વપ્રથમ આગરા જઈ વસ્યો અને ત્યાં બેસી શું શું કરવું, કોના સહચારથી કરવું, કેવી રીતે કરવું વગેરે વિચારી લીધું. પણ આ આ બધા વિચારમાં બાબુજી સાથે જ હોય અને આર્થિક પ્રશ્ન પરત્વે કે બીજા વ્યવહારું પ્રશ્ન પરત્વે અમે બધું તેમના ઉપર જ છોડી દઈએ. તેઓ દૃઢ સંકલ્પ અને જુસ્સાથી હંમેશાં મને એક જ આ વાત કહે કે ‘તમે વે તે યોજના કરો, કામ કરો પણ કદી મૂંઝાશો નહિ.” તેના આવા ઉત્સાહથી હું પણ તે વખતની સમજણ અને પરિસ્થિતિ પ્રમાણે કામ વિચારતો, માણસો મેળવતો. અને વિદ્યાર્થીઓને રાખતો. બાબુજી તદ્દન તરુણ હતા ને પત્ની ગુજરી ગઈ, સંતતિ ન હતી. પિતા, માતા અને ભાઈઓએ બીજું સગપણ વિચાર્યું. પણ બાબુજી મરણપથારી પડેલ પત્નીને આપેલ છેલ્લા વચનને અનુસરી ફરી લગ્નમાં પડ્યાં જ નહિ. આ કાળે એમનો ધંધો એટલો બધો ધીખતો ચાલતો કે... તો એની કલ્પના પણ ભાગ્યે જ થઈ શકે. યુરોપ, અમેરિકાના પ્રવાસીઓ, અનેક રાજાઓ અને અમલદારો એમની સુપ્રસિદ્ધ દુકાને જ્યારે દેખો ત્યારે હોય જ. બાબુજી મને કહેતા કે આપણે આગરાથી કાશી જઈએ, ત્યાં કામ શરૂ કરીએ, સંસ્થા ઊભી કરીએ ત્યારે હું પણ ધંધો છોડી ત્યાં જ આવી બેસવાનો. તેઓ હું રહેતો ત્યાં જ સાથે રહે સવારે વહેલાં ઊઠી મારી પાસે કંઈક વાંચે અને ઘડિયાળના કંટાની પેઠે નિયમિત રીતે પાછા પોતાને કામે ચાલ્યા જાય. તેમણે ધર્મશાળાની યોજના કરી, સંઘ દ્વારા તે બંધાવી, મંદિર, ઉપાશ્રય આદિનો વહીવટ તપાસે. એક હિંદી પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy