________________
૧૫ર • અર્થ
બાબુજી ૧૯૧૯ આસપાસથી કલકત્તામાં ધંધો કરવા ગયેલા, ત્યાં રાષ્ટ્રીય કોંગ્રેસની બેઠક થઈ ત્યારે તેમણે શ્વેતાંબર જૈન કૉન્ફરન્સની બેઠકનું પણ વિચાર્યું. કલકત્તાવાસી અને મુર્શિદાબાદ – અજીમગંજવાસી અનેક શ્રીમાનો અને શિક્ષિતો બાબુજી પ્રત્યે શ્રદ્ધા સેવતા, અને બાબુજીની માગણીને સંતોષવામાં ધન્યતા પણ અનુભવતા. ઘણા પૈસાદારો એમ કહેતા કે “દયાળચંદ, તમે કામ કરાવ્યે જાવ, પૈસાની ચિંતા ન રાખશો.’ કલકત્તા તો જાઉં અને જોઉં તો જણાય કે અહીં દયાળચંદજી પ્રત્યે ઘણો સદ્દભાવ છે. કલકત્તાના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કૉન્ફરન્સના અધિવેશન પ્રસંગે જ બાબુ દયાળચંદજીની હિલચાલને લીધે હિંદુ વિશ્વવિદ્યાલયમાં જૈન ચેરઅર્થે એક સારુંસરખું ફંડ થયું અને એ જ ફેડને આધારે આગળ જતાં કાશીમાં જૈન ચેર સ્થાપાઈ અને ઉત્તરોત્તર એનું કામ વિકસતું ગયું. બાબુ દયાળચંદજીએ મથુરા, શૌરીપુર આદિ તીર્થોના વહીવટમાં અને પુનરુદ્ધારમાં કાંઈ ને કાંઈ ભાગ લીધો છે. એમણે લગ્ન અને બીજા પ્રસંગે થતા અપવ્યયને બંધ કરવામાં ઘરથી જ શરૂઆત કરેલી. સામાજિક સુધારાનું કામ હોય, રાષ્ટ્રીયતાનું કામ હોય કે ધાર્મિક કામ હોય; જ્યારે જરૂર હોય ત્યાં તેઓ આવીને ઊભા જ રહે. પોતાની પાસેથી નાણાં ખર્ચવાની સ્થિતિ બદલાઈ ગઈ હતી ત્યારે પણ તેમણે પોતાના મિત્રો કે ઓળખીતાઓની મદદથી સારાં કામો ઠેઠ સુધી ચલાવ્યે રાખ્યાં હતાં.
રોશન મહોલ્લામાં જૈન ધર્મશાળા છે ત્યાં યાત્રીઓ માટે એટલી સારી સગવડ છે કે ઊતરવા મન લલચાઈ જાય. બાબુજી ઠેઠ સુધી ત્યાં રહેતા અને જે જૈન કે જેનતર યાત્રી આવે તેને જોઈતી સગવડ મળી જતી. છેલ્લા દિવસોમાં અનેક દૃષ્ટિએ તેઓ એકલવાયા જેવા થઈ ગયેલાં, પણ મેં કદી એમનામાં નિરાશા ન જોઈ અને તેમને મળનાર કોઈએ તેમનામાં કૃપણતા નથી અનુભવી. આતિથ્ય માટે તૈયાર અને ભીડ છતાં મન મોટું.
તેઓ અવારનવાર કાશી આવે, યુનિવર્સિટીમાં સાથે રહે. બધી પ્રવૃત્તિઓમાં રસ લે. બધાં જ કામ હાથે કરવાનો શોખ રસોઈ સરસ કરી જાણે એ તો ઠીક, પણ મકાન કે પાયખાનું સુદ્ધાં ચોખ્ખું રાખવાની એટલી બધી કાળજી કે જો કોઈ બીજો માણસ ન હોય તો તે જાતે કરે, અને સૌની સાથે ભળી જાય. તેઓ ભણેલ તો હતા જ કૉલેજના પહેલા વર્ષ લગી, પણ રોજિંદા યુરોપિયન સાથેના વ્યાપારી વ્યવહારથી અંગ્રેજી ઠીક ઠીક જાણતા. વાંચવાનો બહુ શોખ. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, યુપી, બિહાર, બંગાળ આદિ દરેક પ્રાંતોના મોટાં શહેરમાં વસતા પ્રસિદ્ધ પ્રસિદ્ધ જેનો સાથેનો તેમનો બહુ પરિચય અને આગરામાં તો અનેક પ્રવાસીઓ તેમજ યાત્રીઓ આવે. એટલે એમનું પરિચયવર્તુળ બહુ જ મોટું હતું. આ રીતે તેમણે સમાજ, રાષ્ટ્ર, ધર્મ, સાહિત્ય આદિ અનેક ક્ષેત્રે પોતાથી બનતું બધું જ કર્યું છે. હું અનેક વર્ષો લગી એમની સાથે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org