________________
બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો – ૧૫૩ મિત્ર અને સાથી તરીકે રહ્યો પણ છું. અને જ્યારે દૂર રહ્યો ત્યારે પણ તેમની પ્રવૃત્તિ અને વિચારોનો સાક્ષી રહ્યો છું.
બાબુ દયાળચંદજી એક જીવતી જાગતી ઉત્સાહમૂર્તિ હતા. ઊગતી પેઢીના ઉદાર અને શક્તિસંપન્ન બનાવવા માટે તેઓ પ્રયત્નશીલ હતા, પંથો અને ગચ્છોના ઝઘડા મિટાવવાના પક્ષપાતી તેમજ દરેક રાષ્ટ્રીય કાર્યને વેગ આપવાના વલણવાળા હતા. આવી વિરલ વ્યક્તિ ૭૫ વર્ષ જેટલી પાકટ ઉંમરે વિદાય લે ત્યારે પણ તેનો વિયોગ સાલ્યા વિના રહી ન શકે. આગરા આવી વ્યક્તિની ખોટ ક્યારે પૂરશે એ અત્યારે કહેવું કઠણ છે, પણ આશા છે કે બાબુજીએ વાવેલ બીજ ક્યારેક તો ઊગી નીકળશે.
- જૈન', તા. ૧૧-૨-૧૯૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org