________________
અંજલિ • ૧૨૭ હતાં, તેની ફાઇલો જોશો તો જણાશે કે એમાં મુખ્ય આત્મા એમનો જ રમે છે. તેઓ મને ઘણીવાર વાતવાતમાં કહેતા લોકો લખાણોને જૂના ચોપડા ઉખેળનાર અને ઉકેલનાર તરીકે ગણી ટીકા કરે છે કે તમે હેરલ્ડ અને જેનયુગમાં આ બધું નકામું શું ભરી રહ્યા છો ?” પણ હવે અત્યારે તો સૌને સમજાય તેવું છે કે મોહનભાઈનું પ્રવૃત્તિક્ષેત્ર અને કામ વિદ્વાનોને કેટલું ઉપયોગી છે અને તેનું મૂલ્ય કેટલું સ્થાયી છે !
પોતાના સાહિત્યિક કામને માટે શ્રી મોહનભાઈને અનેક પ્રાચીન હસ્તલિખિત પ્રતો મેળવવી અને તપાસવી પડતી અને એ માટે કોર્ટમાં રજાઓ પડે કે તરત જ તેઓ એ કામમાં લાગી જતા; અને જરૂર લાગતાં અમદાવાદ કે પાટણના જ્ઞાનભંડારો જોવા માટે પ્રવાસ પણ ખેડતા. રજાઓનો ઉપયોગ આરામ માટે કરવાનો તો વિચાર જ શાનો આવે ? ત્યારે તો ઊલટું બમણા ઉત્સાહથી બમણું કામ કરે અને એ કામમાં કિંઈક પણ ઉત્તમ કૃતિ મળી આવે તો જોઈલો આનંદ. અહીં આવો એક પ્રસંગ મને યાદ આવે છે.
હું અને આચાર્ય જિનવિજયજી અમદાવાદમાં રહેતા હતા ત્યારે એકવાર શ્રી મોહનભાઈ જ્ઞાનભંડારો શોધવા માટે અમદાવાદ આવેલા. એક દિવસ તેઓ ડેલાના ઉપાશ્રયનો ભંડાર જોવા ગયા. બપોરના ગયેલા તે રાત્રે અગિયાર સુધી પાછા ન આવ્યા. અમે માન્યું કે હવે તેઓ નહીં આવે અને શહેરમાં જ ક્યાંક સૂઈ રહેશે. અમે તો બધા સૂઈ ગયા. ત્યાં તો લગભગ અડધી રાતે શ્રી મોહનભાઈએ બારણાં ખખડાવ્યાં અને અમને જગાડ્યા. અમે જોયું કે આટલા પરિશ્રમ પછી પણ એમનામાં થાક કે કંટાળાનું નામ નહોતું. ઊલટું આજે તો એ એવા ખુશ હતા કે ન પૂછો વાત ! ખિલખિલાટ હસીને એ કહે: “પંડિતજી ! આજે તો તમને પ્રિયમાં પ્રિય એક કૃતિ મળ્યાના સમાચાર આપું તો મને શું જમાડશો? શું ઇનામ આપશો ? કહો તો ખરા કે આપને અતિપ્રિય એવી કઈ કૃતિ મળી હશે ?” કહ્યું : “મોહનભાઈ! એના ઇનામમાં તમને તમારા જ નામનું મિષ્ટાન જમાડીશું !' તે દિવસે મોહનથાળ બનાવ્યો હતો. પછી હું આ કૃતિ શું હોઈ શકે એના વિચારમાં પડ્યો. ચાર-પાંચ મિનિટ વિચાર કરીને પછી મેં પણ સટોડિયાની જેમ તુક્કો લગાવ્યો, અને કહ્યું કે એ કૃતિ તે મહોપાધ્યાય શ્રી યશોવિજયજીનું જીવન જેમાં થોડુઘણું પણ સંગ્રહાયેલું છે તે “સુજસવેલી ભાસ” હોવી જોઈએ.’ આ કૃતિનો ભાગ પાટણમાંથી મળેલો; બાકીનો ભાગ મેળવવા અમે ખૂબ ઉત્સુક હતા અને મોહનભાઈએ એ જ કૃતિ શોધી કાઢી હતી. અમારા આનંદનો પાર ન રહ્યો.
આવા તો બીજા પ્રસંગો પણ આપી શકાય, પણ અહીં એને માટે એટલો વખત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org