SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય થોડો પણ છાપ ઘણી ઊંડી • ૯૭ આ વખતે હું તેમને પ્રત્યક્ષ મળી શક્યો નહિ પણ મળવાની વૃત્તિ અંતરમાં જ જન્મી. મેં અત્યાર લગી તેમનું કોઈ લખાણ વાંચ્યું ન હતું. એમની “રસધારની ચોપડીઓ ઘરમાં હતી છતાં સાંભળેલી નહિ. ક્યારેક મનમાં આવ્યું કે નિરાંત મળે તો એ જોવી જરૂર. અનુકૂળતાએ બધી નહિ તો એમાંથી કેટલીકનો કેટલોક ભાગ સાંભળી ગયો અને બાલ્યાવસ્થામાં જ ગ્રામજીવન તેમજ લોકગીતોના સંસ્કાર ઝીલ્યા હતા અને જે સંસ્કાર હવે ગત જન્મના સંસ્કાર જેવા થઈ ગયા હતા તે બધા એકેએક મનમાં ઊભરાવા લાગ્યા. શ્રીમતી દમયંતીબેનના અવસાન પછી કયારેક મુંબઈમાં અમે બંને મળ્યા. જમવાનું સાથે હતું એટલે ખુલ્લે દિલે વાતચીતની તક મળી. મેં આ પ્રથમ મુલાકાતે જ એમ અનુભવ્યું કે આ માણસ માત્ર કંઠની બક્ષિસવાળો સુગાયક જ નથી પણ એ તો ચિંતન અને સંવેદનથી પણ સ્વચ્છ હૃદયનો પુરુષ છે. અમે પ્રથમ મળીએ છીએ ને કાંઈક વચ્ચે સંકોચનો પડદો છે એ ભાવ જ મારા મન ઉપર ન રહ્યો. ને ફરી તેમની સાથે વધારે પરિચય કરવાની વૃત્તિ પ્રબળ થઈ. અત્યાર લગીમાં એમનું સાહિત્ય અને એમનાં લખાણો ઘણાં પ્રસિદ્ધ થયેલાં, મારે ત્યાં પણ એમની કેટલીક ચોપડીઓ હતી છતાં એક અથવા બીજે કારણે મેં એમાંનું ભાગ્યે જ કાંઈ વાંચ્યું કે સાંભળ્યું હશે. કયારેક ક્યારેક “ફૂલછાબ'ના અંકો બહુ જ જૂજ પ્રમાણમાં સાંભળવા પામતો. એમાં સાંબેલાના સૂર વાંચવા હું બહુ લલચાતો. જન્મભૂમિ'માં “કલમ અને કિતાબ'નું પાનું રહેતું, તે પણ જ્યારે મળે ત્યારે સાંભળી જવા બહુ લલચાતો. ‘સાંબેલાના સૂર' અને “કલમ કિતાબનાં પાનાં જે કાંઈ બહુ થોડાં સાંભળ્યાં છે તે ઉપરથી તે જ વખતે મારું અનુમાન થયેલું કે હો ન હો પણ આનો લેખક મેઘાણી જ હોવો જોઈએ. એમાં કાઠિયાવાડી ભાષાનો સૌમ્ય પણ ધોધમાર પ્રવાહ અને માહિતીપૂર્ણ, કલ્પનાપ્રધાન તેમજ બહુશ્રુત વિચાર જોઈ એમ થયું કે ખરેખર મેઘાણી પારદર્શી અને તટસ્થ વૃત્તિના છે. પ્રજાબંધુનાં “મંથન” અને “ચક્રવાક વાંચનાર એને કદી છોડી ન શકે તો “સાંબેલાના સૂર’ અને ‘કલમ કિતાબ' તો તેથીયે કદાચ આગળ વધે એવી મારા મન ઉપર છાપ પડતી. મેઘાણીનાં પુસ્તકો સાંભળવાની તૃષા તે વખતથી આજ લગી હજી નથી સંતોષાઈ, પણ મેઘાણીનો પરિચય થવાના પ્રસંગો મુંબઈમાં જ આપતા ગયા. ૧૯૪૧ના ઉનાળામાં મેઘાણી મુંબઈમાં એક મિત્રને ત્યાં રાતે આવ્યા. હું પણ હતો. બધાએ એમને કાંઈક સંભળાવવા કહ્યું. મેં એમની લથડેલી તબિયત જાણી એટલે એમને પોતાને ગાવા ના પાડી અને શ્રોતાઓને પણ આગ્રહ કરવા ના પાડી. દરમ્યાન મારી સાથે એક બિહારના વનસ્પતિ શાસ્ત્રવિશારદ ડૉક્ટર હતા. તેમણે એક હિન્દી ગીત લલકાર્યું. એ તો સામાન્ય હતું. આ ગીત પૂરું થતાં જ મેઘાણી આપમેળે ગાવા મંડી ગયા. મેં રોક્યા પણ આ એક તો પૂરું કરી લઉં એમ કહી તે આગળ ચાલ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy