SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. પરિચય થોડો પણ છાપ ઘણી ઊંડી ૧૯૨૨ની વર્ષાઋતુમાં હું ભાવનગર પાસેના વાળુકડ ગામમાં હતો. જ્યાં કયારેક કલાપીએ વાસ કરેલો એ ઐતિહાસિક મકાનમાં હું શેઠ પ્રેમચંદભાઈના મિત્ર તરીકે રહેલો. મારું મુખ્ય કામ તો તત્ત્વાર્થના લેખન અને તે અંગેના ચિંતન-મનનનું જ હતું. તે વખતે એ મકાનમાં કાંઈક સમારકામ પણ ચાલતું હતું. ઘણી મજૂરણો કામે આવતી, એ બધી વચ્ચે વચ્ચે સાથે મળી લોકગીતો લલકારતી જતી. એમાં એક મુખ્ય બાઈ હતી નામે મોંઘી. એને એટલાં બધાં લોકગીતો યાદ કે ખૂટ્યાં ખૂટે નહિ. નવું નવું ગાતી જાય ને બીજી બેહેનોને ગવડાવતી જાય. એ પોતે પણ સુકંઠી. એનાં લોકગીતો હું તો જ્યારે સાવ નવો ૫ડું ત્યારે જ ઇચ્છાપૂર્વક સાંભળું, પણ મારી સાથે હતા ભાઈ છોટાલાલ મગનલાલ (ગુજરાતી સાહિત્ય મંદિરના માલિક) તેઓ નવરા પડે કે એ લોકગીતો ઉતારી લે. કયારેક કયારેક પ્રેમચંદભાઈ એ શ્રાવણની રાતોમાં બહેનોને ગરબા લેવા બોલાવે. મોંઘી સૌમાં મોવડી. રાત ખૂટતી જાય પણ એનાં ગીતો ન ખૂટે. જેમ જેમ રાત ઠરે તેમ તેમ એનો કંઠ રાતરાણીના ફૂલની પેઠે ખીલતો અને ઊઘડતો જાય. છોટાલાલે કેટલાય દિવસોમાં કેટલીય નોટો ભરી. એક દિવસ મેં કહ્યું : ‘આટલી બધી નોટોનું શું કરશો ? કોણ વાંચશે ? અને આ તો બધાં ગીતો ગામડિયમાં છે.’ તે વખતે ભાઈ છોટાલાલે કહ્યું કે ‘ઝવેરચંદ મેઘાણી પાસે લોકગીતોનો ભારે સંગ્રહ છે ને એ એના ગવૈયા . પણ છે. એમની કદર પૂરેપૂરી નથી થતી તો મારી નોટોની કદર શી થવાની છે ? છતાં હશે તો કામ આવશે.’ ઝવેરચંદ મેઘાણીનું નામ આ વખતે પહેલવહેલું જ મારે કાને પડ્યું. તે વખતે એમને વિષે વિશેષ જિજ્ઞાસા ન થઈ પણ એવી જિજ્ઞાસાનું બીજ તો વવાયું જ. સાલ યાદ નથી, ને પ્રસંગ પણ પૂરેપૂરો યાદ નથી આવતો, પરંતુ અમદાવાદમાં એક મેળાવડા પ્રસંગે એ જ મેઘાણીનાં ગીતો પહેલવહેલાં સાંભળ્યાં. તે વખતે મન ઉપર પહેલી છાપ એ પડી કે મેઘાણી નામ સાર્થક છે. એમનો કંઠ મેઘ જેવો ગંભીર અને આહ્લાદક છે. શ્રોતાઓને પોતાની ગંભી૨ ગર્જનિંગરાથી મોરોની પેઠે તેઓ નચાવતા અને રસોારથી ટહુકારાવતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy