SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ૭ અધ્ય એક એટલે કયું એક એની પછી સીમા બાંધવી અઘરી હતી. આ ખાનગી મિજલસ પછી તેમનાં મુંબઈ યુનિવર્સિટીનાં ભાષણો સાંભળવાની તક મળી. કલાકના કલાકો લગી અખંડપણે એટલા ઊંચા સ્તરથી એટલી મોટી મેદની વચ્ચે ગાવું અને અસાધારણ જણાતા અને વિદ્વાનો સમક્ષ વિવેચન પણ કરતા જવું એ સિદ્ધિ તે જ વખતે જોઈ. મને મનમાં થયું કે પ્રસંગ મળે તો મેઘાણીને કહી દઉં કે ‘આટલું બધું ન લંબાવો અને લંબાવવું હોય તોપણ રાતે અને આખો દિવસ પૂરતો આરામ કરી લો.’ મેં તેમને એ વાત કહી પણ ખરી. પરંતુ તેમણે તો મને એવો ઉત્તર આપ્યો કે જેથી હું અતિ વિસ્મયમાં પડી ગયો. તેમણે કહ્યું, ‘આરામની વાત કયાં છે ? સવારથી ઊઠી ભાષણ માટે આવું છું ત્યાં લગી ભાષણની બધી સંકલના કરું છું, નોટ કે નોંધો એ મારી સ્મૃતિ જ છે. રાતે પણ વખત મળે ત્યારે એ જ ગડભાંજમાં રહું છું.’ હું કાંઈ વિશેષ ન બોલ્યો પણ એટલું કહ્યું કે આ રીત સારી નથી, જીવલેણ છે.’ યુનિવર્સિટીનાં પાંચ ભાષણો પૂરાં થયાં ત્યારબાદ ભારતીય વિદ્યાભવનમાં એક મેળાવડો યોજાયો. શ્રીયુત મુનશીજી પ્રમુખ અને મેઘાણી લોકગીત લલકારના૨. પોણા ત્રણ કલાક એ મેઘગંભી૨ ગિરા ગાજતી ચાલી. ઉપસંહારમાં શ્રીયુત મુનશીએ ઠીક કહ્યું હતું કે આ તો વ્યાસ છે.’ મને એમ લાગ્યું કે વ્યાસે મહાભારતમાં જે વિસ્તાર કર્યો છે અને જે વિવિધતા આણી છે તે જ તત્ત્વ મેઘાણીના ગાન અને ભાષણમાં છે. આ બધું છતાં મને એક ત્રુટિ ઉભય પક્ષે લાગતી જ હતી અને તે એકતા કે વક્તા શક્તિ અને સમયનું પ્રમાણ નથી સાચવતા, રસમાં તણાઈ જાય છે અને શ્રોતાઓ માત્ર પોતાની શ્રવણેન્દ્રિયની તૃપ્તિનો જ વિચાર કરે છે, વક્તાની શક્તિ અને સ્થિતિનો નહિ. ૧૯૪૪ના ડિસેમ્બરમાં અમદાવાદ મુકામે એક ઇતિહાસ પરિષદ ભરાયેલી. તેમાં અમુક વિષયને લક્ષી વિદ્વાનોની ચર્ચા ગોઠવેલી. શ્રીયુત મુનશીનું ભાષણ વકીલાતથી ભરેલું હતું. એમાં બીજા પક્ષો પ્રત્યે જાગતી દૃષ્ટિ નહિ પણ સ્વપક્ષ પરત્વે સમર્થક જાગરિત દૃષ્ટિ હતી. અધ્યાપક રામનારાયણનું ભાષણ એક અધ્યાપકને શોભે તેવું ટૂંકું અને સ્પષ્ટ હતું. ધૂમકેતુનું પ્રવચન તત્ત્વસ્પર્શી હોય તે કરતાં વધારે વિનોદી હતું પણ મેઘાણીનું પ્રવચન તદ્દન જુદી ભાત પાડતું મને લાગેલું. એમના પ્રવચને પણ મારા મન ઉપર પડેલી તેમની સમભાવ વિષેની છાપને વધારે પુષ્ટ કરી હતી એવું મારું સ્મરણ છે. છેલ્લે ૧૯૪૬ના એપ્રિલની ઘણું કરી ૪થી તારીખે બ્લેવેવ્સ્કી હૉલ'માં એક મેળાવડો યોજાયેલો. મેઘાણી ગાનાર. ઠઠ ખૂબ જામી હતી. બીજે દિવસે હું કલકત્તા જવા માટેની તૈયારી કરતો હતો છતાં મેઘાણીને સાંભળાવાનો લોભ દાબી ન શકયો. મને બેઠેલો જોઈ મેઘાણી આપમેળે પાસે આવ્યા, ને જાણે તદ્દન અંગત હોઈએ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy