________________
પરિચય થોડો પણ છાપ ઘણી ઊંડી • ૯૯ રીતે વાતો ચાલી. મારા પ્રશ્નના ઉત્તરમાં કહે કે “મહેન્દ્રને હમણાં અમેરિકા જતો રોક્યો છે, કામ સારું કરે છે. તૈયારી કરશે ને પછી અમેરિકા જશે તો વધારે ફાયદો થશે.” મેઘાણીએ પોતાનું કામ શરૂ કર્યું. મેં ધારેલું કે કલાક દોઢ કલાકમાં પૂરું થશે પણ લગભગ ત્રણ કલાક થવા આવ્યા ને પૂરું ન થયું એટલે હું તો અતિ લંબાણની સમાલોચના ને ચિંતા કરતો ઘેર પાછો ફર્યો. મારી સાથે એક મારાં બેન પણ સાંભળવા આવેલાં. અમે ઘેર પાછાં ફરી થોડીક સમાલોચના કરી. મેં એ બેનને કહ્યું કે જો મેઘાણી આ રીતે ગાતા રહેશે, લોકોને ટાળે વાળશે ને સમય-મર્યાદા નહીં બાંધે તો તે લાંબું જીવન કદી માણી શકશે નહિ. શ્રોતાઓ “આગળ ચલાવો – આગળ ચલાવો” એમ કહે જાય છે, સારા સારા લેખકો ને વિચારકો પણ એમને રોકવાને બદલે ગાણાં સંભળાવવાની પ્રેરણા કર્યે જાય છે. એ ભારેમાં ભારે અજ્ઞાન છે.'
વીર્યપાતાદ્ વાક્ષાતો ગંભીયાનું આ સૂત્રોનું મર્મ કેળવાયેલા પણ ન જાણે તો સાધારણ શ્રોતાઓને ઠપકો કેમ આપી શકાય?
લગભગ ૧૧ મહિના પછી જ્યારે કાશીમાં મેઘાણીના દુઃખદ અવસાનની વાત જાણી ત્યારે મને મારા દોરેલ પૂર્વ અનુમાનના કાર્યકારણભાવ વિષેની ખાતરી થઈ. માણસ ગમે તેવો શક્તિશાળી ને કાર્યકર હોય છતાં શક્તિ અને કાર્યની સમતુલા જો રાખી ન શકાય તો એકંદરે તે પોતે અને પાછળની પ્રજા નુકસાનીમાં જ રહે છે.
લોકસેવક ગોખલેના અવસાન પછી અમદાવાદમાં દિલગીરી દર્શાવવા માટે એક સભા મળેલી. પૂ. ગાંધીજીએ એક વાત કહેલી તે આજે પણ મારા મન ઉપર તેવી જ તાજી છે. તેમણે કહેલું કે, ગોખલેએ કામ બહુ ખેંચ્યું, જીવનકાળના નિયમોને પૂરી રીતે તેઓ ન અનુસર્યા, તેમણે કામ બહુ કીમતી કર્યું છે, પણ વધારે પડતું કામ ખેંચવાથી એકંદરે તેઓ પોતાની સેવાવૃત્તિમાં નુકસાનમાં જ રહ્યા છે. અને આપણે પણ તેમની પાસેથી લાંબા વખત લગી જે સેવા મેળવી શકતા તેથી વંચિત જ રહ્યા છીએ.” મને લાગે છે કે મેઘાણી વિષે પણ આમ જ બન્યું છે.
બીજા કોઈ સાધારણ માણસ કરતાં અસાધારણ વ્યક્તિનું જ જીવન લાંબુ હોવું જોઈએ. તેથી એકદંરે તે પોતાના ક્ષેત્રમાં વધારે સેવા અર્પી શકે છે. અને પ્રજાને પણ એની કીમતી સેવાનો લાભ મળે છે. સેવા લેનાર અને દેનાર જો પ્રમાણમર્યાદા ન સાચવે તો સરવાળે બંનેને નુકસાન જ થાય છે. યુરોપના આધુનિક લેખકોમાં એચ. જી. વેલ્સ કે બર્નાર્ડ શો જેવા ઘણાય છે, જેઓએ આખી જિંદગી પોતપોતાની ઢબે સાહિત્ય સર્જનમાં જ આપી છે. તેમનું દીર્ઘ જીવન જોતાં જ એમ લાગે છે કે તેઓ શક્તિ અને કામની મર્યાદા આંકી સમતુલા સાચવતા હોવા જોઈએ અને જીવવાની કળા વધારે સારી રીતે જાણતા હોવા જોઈએ. આપણા દેશમાં ઠક્કરબાપા કે ગાંધીજી જેવા જે દીર્ઘ જીવન
દ્વારા લોકસેવા કરી રહ્યા છે તેનો આધાર આ સમતુલા જ છે એમ હું માનું છું. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org