________________
૧૦૦ . અર્ધ્ય
મેઘાણીનાં પુસ્તકોમાંથી આખેઆખાં મેં ત્રણ જ સાંભળ્યાં છે. વેવિશાળ,’ પ્રભુપધાર્યા’ અને માણસાઈના દીવા', છેલ્લે મહીડા ચંદ્રક વખતનું પ્રવચન, રાજકોટની સાહિત્ય સભામાં પ્રમુખ તરીકેનું ભાષણ અને ‘સંસ્કૃતિ'માં નો ‘લોકકવિતાનો પારસમણિ' લેખ : આટલા અતિ અલ્પ વાચન અને અતિ અલ્પ પરિચયે મારા મન ઉપર ઊંડામાં ઊંડી છાપ એક જ પાડી છે અને તે એ કે મેઘાણી બીજું બધું ગમે તે હોય કે નહિ પણ એમનામાં જે સમભાવી તત્ત્વ છે, નિર્ભય નિરૂપણશક્તિ છતાં નિષ્પક્ષતા સાચવવાની શક્તિ છે તે ભાગ્યે જ બીજા કોઈ એવા સમર્થ કવિ, ગાયક કે લેખકમાં હશે. તેઓ બીજા કેટલાક મહાન લેખકોને સાહિત્ય સ્રષ્ટાઓની પેઠે વાડાબંધીમાં નહિ ફસાતાં તેથી પર હતા. પ્રમાણમાં તેઓ દોષ પકડી કાઢતા તેટલા જ પ્રમાણમાં તેઓ ગુણને પણ પકડી કાઢી તેનું નિરૂપણ કરતા. કવિ કે લેખક જ્યારે આવેશ કે ‘અમેવ”િમાં તણાઈ જાય છે ત્યારે સરવાળે પોતાને અને પોતાની પાછળની પેઢીને એક ચેપી રોગમાં જ સપડાવે છે. મેઘાણી બિલકુલ એવા રોગથી ૫૨ હતા એવી મારા મન ઉપર અમીટ છાપ પડી છે.*
* શ્રી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિગ્રંથ સૌનો લાડકવાયો'માંથી ઉદ્ભુત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org