SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. આવો ને આટલો આઘાત કેમ ? શ્રીયુત પરમાનંદભાઈના પત્રથી ડૉ. મેઘાણીના દુઃખદ અવસાનની જાણ થતાં જ મન ઉપર આઘાત થયો. ઠીક ઠીક વખત પસાર થયા છતાંય એ આઘાત મોળો ન પડ્યો. મન બીજા કામમાં પરોવ્યું તોય એની પાછળ વિષાદની ઊંડી રેખા એવી અંકિત થયેલી લાગી કે તે કેમેય કરી મોળી પડતી ન દેખાઈ. હું વિચારમાં પડ્યો કે ડૉ. મેઘાણી નથી અંગત સંબંધી કે નથી તેમની સાથે કોઈ નિકટનો સ્વાર્થ-સંબંધ અને છતાં આટલો વિષાદ અને આઘાત કેમ થાય છે ? સ્વાભાવિક રીતે જ ચિંતનશીલ મન કારણની શોધ તરફ વળ્યું. પહેલાં તો એમ થયું કે આવા આઘાતનું કારણ જે રીતે ડોક્ટરનું મૃત્યુ થયું છે તે રીત છે. ગુંડાગીરીના કૃત્ય સિવાય માંદગી કે તેના બીજા સહજ કારણથી મૃત્યુ જેમ સહુનું આવે છે તેમ આ મૃત્યુ પણ થયું હોત તો આવો આઘાત ન થાત. લોહીની નદીઓ વહેવા છતાં બીજા કેટલાક દેશો જ્યારે હજી સ્વતંત્રતાની પ્રાપ્તિથી ઘણે દૂર છે ત્યારે ગાંધીજીના અહિંસક પુરુષાર્થને પરિણામે આ દેશમાં ઊગી રહેલ સ્વાતંત્રના પ્રભાતને ગુંડાગીરી અંધકારમાં ફેરવવા મથી રહી છે – એ જ ભાવના ગુંડાગીરી પ્રત્યેના અણગમામાં સમાયેલી હતી – એમ મેં જોયું; પણ તરત જ એ વિચાર આવ્યો કે, જો ગુંડાગીરી જ પ્રબળ વિષાદનું કારણ હોય તો અત્યાર લગીમાં મેઘાણીની જેમ કેટલાંય સ્ત્રીપુરુષો ગુંડાગીરીનાં ભોગ બનેલાં છે અને બનતાં જાય છે. તેના રોજ-બ-રોજના સામાન્ય સમાચારથી મન આજની પેઠે ઊંડો આઘાત કેમ નથી અનુભવતું? મનમાં એ પત્ર થયો કે, કલકત્તા, નોઆખલી, બિહાર અને ગઢમુક્તશ્વરની ગુંડાગીરીનાં નગ્ન નૃત્યો નજરે જોઈ આવનાર વિશ્વાસી સ્નેહીઓએ કરેલું વર્ણન જ્યારે સાંભળ્યું ત્યારે પણ અહિંસક પુરુષાર્થના પરિણામના વિઘાતક લેખે એ ગુડાંગીરી પ્રત્યે અણગમો તો આવેલો અને છતાં આજનો અણગમો, તે અણગમા કરતાં વધારે તીવ્ર કેમ છે ? મન આ પ્રશ્રનો ઉત્તર સાધવા મથતું હતું તેમાંથી એને જે ઉત્તર મળી રહ્યો તે જ આ સ્થળે ડૉ. મેઘાણી પ્રત્યેની શ્રદ્ધાંજલિ રૂપે લખી નાખું છું. છેવટનો ઉત્તર મનમાંથી એ મળ્યો કે ડૉ. મેઘાણીના સદ્ગણોનો જે થોડોઘણો પરિચય થયેલો તેનું તાજું થયેલું સ્મરણ આ વિષાદને તીવ્ર બનાવી રહ્યું છે. તેથી તેમની સાથેની મારી પરિચયકથા જ ટૂંકમાં અત્રે આપવી યોગ્ય ધારું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy