SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ - અર્થ ૧૯૩૧ની કરાંચીની કોંગ્રેસથી પાછો ફરી મુંબઈ આવ્યો ને અણધારી રીતે ડૉ. મેઘાણીને ત્યાં રહેવાનું બન્યું. તે વખતે તેઓ જકરિયા મસ્જિદની આસપાસ રહેતા. ઘેર તે પોતે ને તેમના નાનાભાઈ પ્રભુદાસ એ બે હતા. તેમના ઘરનો એકાંતવાસ મને વાચન-ચિંતનમાં અનુકૂળ હતો તેથી જ હું ત્યાં રહેલો. મેં ત્યાં સૂવા-બેસવા ને ચાપાણી પૂરતો જ વ્યવહાર રાખેલો. ડૉક્ટર મેઘાણીએ મને પ્રથમ પરિચયે જ કહ્યું હતું કે જોકે અત્યારે ઘરવાળા કોઈ નથી, છતાં જે અમારા માટે ખાવાનું બને છે તેમાં તમે ખુશીથી ભાગીદાર બની શકો છો. ડોક્ટરના દિવસોનો મોટો ભાગ તેમની ફરજ તેમજ તેમને ચાહનાર પરિચિત દર્દીઓનો ઇલાજ કરવા વગેરેમાં પસાર થતો. દિવસમાં બહુ થોડો વખત અમે બંને ક્યારેક સાથે બેસવા પામતા; પણ રાતના જરૂર બેસતા. હું તેમને તેમના અનુભવોની વાત પૂછતો ને કદી નહિ સાંભળેલ કે નહિ અનુભવેલ એવી દુઃખી દુનિયાની વાતો તેમને મોઢેથી સાંભળતો. આમ તો ડોક્ટર સાવ ઓછાબોલા પણ હું તેમને ચૂપ રહેવા દેતો નહિ. શરૂઆતમાં મેં એટલું જ જાણ્યું કે ડોક્ટર મેઘાણીનો ગરીબ, દલિત અને દુઃખી માનવતાનો અનુભવ જેટલો સાચો છે તેટલો જ તે ઊંડો પણ છે. ધીરે ધીરે મને માલુમ પડેલું કે તેમણે તો જાગૃતિ પત્ર દ્વારા આ વિષે ખૂબ લેખલું પણ છે. થોડા જ વખતમાં હું એ પણ જાણવા પામ્યો કે, ડૉક્ટરનો મનોવ્યાપાર માત્ર કચડાયેલ માનવતાના થરોનો અનુભવ કરવામાં કે તેને માત્ર લખી કાઢવામાં વિરામ નથી પામતો; પણ તેઓ એ દુઃખ પ્રત્યે એટલી બધી સહાનુભૂતિ ધરાવે છે કે તેને ઓછું કરવામાં પોતાથી બનતું બધું કરી છૂટવા તેઓ મથે છે. વેશ્યાના લત્તાઓમાં કે અતિ ગરીબ મજૂરોની ઝૂંપડીઓમાં તેઓ પોતાની ફરજને અંગે જતા, પણ તે માત્ર નોકરી બજાવવાના દેખાવ પૂરતો જ ઉપરઉપરનો રસ ન લેતાં તેની સ્થિતિનાં ઊંડાં કારણો તપાસતા. તેમણે મને વેશ્યાજીવનની આસપાસ વીંટળાયેલ અનેકવિધ ગૂંગળામણો વિષે એવા અનુભવો સંભળાવેલા કે હું સાંભળીને ઠરી જતો. કેટકેટલી નાની ઉંમરની છોકરીઓ એ જાળમાં ફસાય છે, કેવડા નાના અને ગંદા મકાનમાં તે જીવન ગાળે છે, પાઉંરોટી, બેડ ને ચા ઉપર મોટેભાગે તે કેવી રીતે નભે છે, કેટલી નિર્લજ્જતાથી અનિચ્છાએ પણ તેમને રહેવું પડે છે અને ત્યારપછી આ ગંદકીમાંથી નીકળવા ઘણીખરી બહેનો કેટલી ઝંખના કરે છે અને છતાંય કોઈ રસ્તો મેળવી શકતી નથી અને તેમનો હાથ પકડનાર કોઈ વિશ્વાસી મળતું નથી – એ બધું જ્યારે ડૉક્ટર કહેતા ત્યારે એમની કરુણા આંસુ રૂપે ઊભરાતી. ડૉક્ટરને પોતાની ફરજને અંગે વ્યાપારીઓની દુકાને સીધા-સામાનમાં કાંઈ સેળભેળ છે કે નહિ તેની પરીક્ષા પણ કરવી પડતી. તેમણે એકવાર એવી પરીક્ષાને પરિણામે જે સેળભેળનાં અનિષ્ટ તત્ત્વો જોયેલાં તે મને કહ્યાં ત્યારે હું નવાઈ પામ્યો કે આવી જીવલેણ સેળભેળ ચાલવા છતાં પ્રજા જીવે છે કેવી રીતે ? વ્યાપારીઓ સજાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy