SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ આવો ને આટલો આઘાત કેમ ? • ૧૦૩ દંડના ભયથી લાંચ આપી છટકી જવા ઇચ્છે એ સમજી શકાય તેવું છે, પણ મેઘાણીને લાંચ કે બીજું કોઈ પ્રલોભન લલચાવી શકે તેમ ન હતું. એ તો છેવટે પોતાના અધિકારનો ઉપયોગ વ્યાપારીની વૃત્તિને સુધારવામાં જ કરતા. સ્ત્રીઓનાં દુઃખ પ્રત્યેની ઊંડી સંવેદનાએ તેમને વિધવાઓના ઉદ્ધારની દિશામાં પ્રેર્યા હતા. હું એમને ત્યાં હતો તે દરમ્યાન જ તેમણે બેત્રણ અતિ સંકડામણમાં આવેલ બાળવિધવાઓને ઠેકાણે પાડી સંમાનભેર જીવન ગાળતી કરી હતી. એ બાળવિધવાઓ જેન હતી ને તેમની ધન તેમજ શીલ-સંપત્તિ તેમનાં નિકટનાં સગાઓએ જોખમમાં મૂકી તેમને રખડતી કરી હતી. એ બાળવિધવાઓને માટે મરણ સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો હોય તેમ લાગતું નહિ. તે વખતે ડો. મેઘાણીએ તેમને ઠેકાણે પાડી. આ વસ્તુ જાણી ત્યારે ડો. મેઘાણી પ્રત્યે હું વધારે આકર્ષાયો; ને તેમના કહેવાથી તે વખતે હીરાબાગમાં થયેલ એક પુનર્લગ્નમાં હું હાજર પણ રહેલો. સુધારણા અંગેની બધી પ્રવૃતિઓમાં ડૉક્ટરની મનોવૃત્તિ ક્રાન્તિકારિણી હતી ને તે દયામૂલક હતી. ડૉ. મેઘાણી સ્થાનકવાસી જૈન પરંપરાના હતા, તેથી સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સમાં પણ કાંઈક રસ લેતા. તેમણે એકવાર કહ્યું કે, “ઑફિસનો ખર્ચ આટલો થાય છે ત્યારે કામ તો માત્ર સામયિક પત્ર પ્રકાશન પૂરતું જ છે અને તેમાં પણ મુખ્યપણે પંડિત દરબારીલાલજી લખે છે.” મેં તેમને કહ્યું કે, આટલો બધો માસિક ખર્ચ રાખવા છતાં કાંઈ કામ થતું ન હોય ને માત્ર સામયિક પત્ર જ અને તે પણ સામાન્ય કોટિનું ચાલુ રાખવું હોય તો બહેતર છે કે ઑફિસનો ખર્ચ બંધ કરવો ને જ્યાં ત્યાં કૉન્ફરન્સની સ્કોલરશિપથી ભણી રહેલ યોગ્ય વિદ્યાર્થીઓ દ્વારા જ પત્ર પ્રકાશન ચાલુ રાખવું. તેમને એ વાત ગમી. એટલે મને કહે કે “ચાલો, તમે અમારા કાર્યકર્તાઓને સમજાવો. આ વખતે મેં જોયું કે ડૉક્ટર સામાજિક ધનનો ઉપયોગ જરા પણ નિરર્થક થાય અને સાંખી શકતા નહિ. આ પછી મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાનો યુગ આવ્યો. હું એ પ્રસંગે આવતો. ડોક્ટર મેઘાણી વ્યાખ્યાનમાળા પ્રસંગે પોતાની અનુભવકથા કહે એવી માંગણી કરતો, પણ તેઓ મને કહેતા કે, મારાથી એ વિષે બોલી શકાશે નહિ. હું મારું કામ લખીને તેમજ પ્રત્યક્ષ બનતું કરીને પતાવીશ. ડોક્ટરની નિર્ભયતા અને ક્રાન્તિકારી મનોવૃતિનો પરચો મને આગળ મળ્યો, ત્યારે હું તેમના પ્રત્યે પ્રથમથી વધારે આકર્ષાયો.” ૧૯૩૩ના ઉનાળામાં અજમેર મુકામે સ્થાનકવાસી સાધુ સંમેલન હતું. તે વખતે તેમણે ત્યાં શિક્ષણસંમેલન પણ યોજેલું. હું પણ શિક્ષણસંમેલન નિમિત્તે ગયેલો. અજમેરમાં સ્થાનકવાસી સાધુ-સાધ્વીઓ બસો ઉપરાંત મળ્યાં હશે. લાખ ઉપરાંત સ્થાનકવાસીઓની ઠઠ ત્યાં જામેલી. સ્થાનકવાસી પરંપરાના પ્રતિષ્ઠિત વયોવૃદ્ધ ને વિદ્વાન કેટલાંક પૂજ્યો ને મુનિઓ હતા. સૌમાં પૂજ્ય જવાહરલાલજીનું સ્થાન ઊંચું ગણાતું. તેમના અનુયાયીઓ ઘણા અને સમૃદ્ધ, છતાં એ પૂજ્ય જવાહરલાલજી સામે ડૉ. મેઘાણીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy