SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ • અર્થ બળવો કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. પૂજ્ય જવાહરલાલજી ને મુનિ ચૌથમલજી બંને એક જ પરંપરાના ને એમ છતાં બંને વચ્ચે હિંદુ-મુસલમાન જેટલું અંતર ને કડવાશ. આ અંતર ન સંધાય તો અન્નપાણી ન લેવાં એવા સંકલ્પથી મુનિ મિશ્રીલાલજીએ ઉપવાસ આદરેલા. લોકોમાં ક્ષોભ જાગેલો. પૂજ્ય જવાહરલાલજી કેમે કરી નમતું આપે નહિ. ઉપવાસ કરનાર મરે તો તે જાણે પણ તેઓ તો કોઈપણ રીતે ચૌથમલજી સાથે માંડવાળ કરવા તૈયાર ન હતા. તેમના અનેક અનુયાયીઓએ તેમને સમજાવ્યા પણ બધું હવામાં. આવા કોઈ આઘાતથી સ્વ. દુર્લભજી ઝવેરી જવાહરલાલજીના ભક્ત છતાં તેમની સન્મુખ મૂછિત થઈ ગયેલા. ડૉ. મેઘાણીનો મિજાજ કાબૂમાં ન રહ્યો. આખા સ્થાનકવાસી સમાજમાં આગેવાન ને મોભાદાર ગણાતા એ પૂજ્યજી સામે ડોક્ટર મેઘાણીએ ઉગ્ર વલણ લીધું તે જોઈ ત્યાં હાજર રહેનાર કોઈને પણ તેમના પ્રત્યે સન્માન થયા વગર રહે તેમ ન હતું. સાધુ કે પૂજ્યપણાનો કોઈપણ ભય મનમાં સેવ્યા સિવાય તેમણે પૂજ્ય જવાહરલાલજીને ચોખે ચોખ્ખું સંભળાવી દીધું કે “તમે પોતાના તરફથી માંડવાળ કરવા માટે નમતું આપવા તૈયાર ન હો તો અમે શ્રાવકો તમને બધા સાધુઓને આ જ મકાનમાં પૂરીશું ને બારણાં બંધ કરીશું. જ્યાં લગી તમે અંદરોઅંદર ફેંસલો નહિ કરો ત્યાં લગી અમે તમને બહાર આવવા દેવાના નથી.” ડો. મેઘાણી અને તેમના જેવા બીજાની આ ધમકીએ તત્કાળ પૂરતું કાંઈક કામ કર્યું પણ હું તો મેઘાણીની નિર્ભયતાની વાત કરું છું. બહુ વિરલ ગૃહસ્થો કે શ્રાવકો એવા હોય છે કે, જેઓ અણીને પ્રસંગે કોઈ સાધુ કે પૂજ્યજીને સામોસામ આટલી નિર્ભયતાથી સંભળાવી શકે. ડો. મેઘાણીનાં લખાણો ખાસ કરીને વાર્તાઓ પ્રબુદ્ધ જૈનમાં પ્રસિદ્ધ થતી. તેમની વાર્તાલેખનની કળા કેટલી સિદ્ધહસ્ત હતી એ તો એના વાંચનાર જાણે જ છે. છેલ્લે ૧૯૪૬ના માર્ચના અંત સુધી અમે મુંબઈમાં મળ્યા અને જ્યારે મળીએ ત્યારે સામાજિક અનુભવો ને તેમનાં લખાણો વિષે જ ચર્ચા કરીએ. છેલ્લે તેમની એક અસાધારણ ઉદારતા અને નિખાલસતાની નોંધ લેવી યોગ્ય ધારું છું. એમણે પ્રબુદ્ધ જૈન' માટે એક લેખ લખેલો. પરમાનંદભાઈ તો રહ્યા કઠણ પરીક્ષક; એમણે એ લેખ પંસદ તો કર્યો, પણ એના પૂર્વભાગ વિષે કહ્યું કે, આ લખાણ સાચું હોય તોય એની પાછળ ઐતિહાસિક ભૂમિકા ન હોય તો એ ભાગ કાઢી નાખવો જોઈએ. ડૉક્ટરે મહેનતપૂર્વક લખેલું એટલે સ્વાભાવિક રીતે જ એ ભાગ લેખમાં રહે તે તેમને પસંદ પડે છેવટે એમ ઠર્યું કે મારી સમ્મતિ લેવી. ડૉકટર પોતાના એક મિત્ર સાથે આવ્યા અને લેખ સંભળાવ્યો. મેં કહ્યું કે “એકંદરે આખો લેખ સારો છે ને તેમાં વર્તમાનકાળ અને ભવિષ્યતુ વિષેના વિચારો ને વિધાનો સાચાં હોવા ઉપરાંત ચોટદાર પણ છે. પણ ભૂતકાળને લગતો પૂર્વભાગ એવો સચોટ નથી.” પણ ડૉક્ટરે મારી પાસેથી જાયું કે એ ભાગ પણ વસ્તુદૃષ્ટિએ તો સાચો જ છે એટલે તેમને મારું સમર્થન પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy