________________
આવો ને આટલો આઘાત કેમ? • ૧૦૫ થયું, પણ પરમાનંદભાઈ એમ ડૉક્ટરને કે મને છોડે તેમ ન હતું. છેવટે અમે બધા ફરી મળ્યાઃ આ વખતે એ પૂર્વભાગ રાખવો કે કાઢવો – એની જે મધુર પણ ઉગ્ર ચર્ચા ચાલી તે આજે પણ મારા કાનમાં ગુંજે છે. ડૉક્ટરનું કથન એટલું જ હતું કે જો વસ્તુ સાચી હોય તો ઐતિહાસિક ભૂમિકા ન હોવા છતાં રાખવામાં શી અડચણ? પરમાનંદભાઈની દલીલ એ હતી કે, જે કાળ વિષે આપણે લખતા હોઈએ તેના પૂરતા પુરાવાઓનું અધ્યયન કર્યા સિવાય લખીએ તો એ પ્રામાણિક ન ગણાય. પણ એમની વધારે સચોટ દલીલ તો એ હતી કે કોઈ પણ લખનારે લખ્યું હોય તેટલું છપાવી કાઢવાનો ને લોકોને પીરસવાનો મોહ શા માટે જોઈએ ? આ દલીલ સાંભળતાં જ ડૉક્ટરે તરત અતિ નમ્રપણે કહ્યું કે ખુશીથી એ ભાગ કાઢી નાખો. અલબત્ત, મેં ઐતિહાસિક પુરાવાઓનું અધ્યયન નથી જ કર્યું. સામાન્ય વાચન ને કલ્પનાના બળે લખ્યું છે.” ડૉક્ટરની આ નિખાલસતાની મારા મન ઉપર બહુ ઊંડી છાપ પડી. તેઓ મને જ્યારે મળે ત્યારે કહેતા કે હું લખું છું પણ શીખાઉ છું. પરમાનંદભાઈ જેવા મારા લેખના કઠણ પરીક્ષક ન હોય તો ક્યારેક કાચું પણ કપાય. આ છેલ્લા પ્રસંગે મેં મારી જાતને તપાસી તો મને પણ લાગ્યું કે હું લેખના પ્રથમ વાચને તે વિષે ચોક્કસ ને કડક અભિપ્રાય ન આપી શક્યો એ મારી પણ નબળાઈ ખરી.
- પ્રબુદ્ધ જૈન, ૧૫ ફ્રેબુઆરી ૧૯૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org