________________
૫૬ ૦ અર્થ રહ્યું છે. ગુજરાતી ભાષાસૌષ્ઠવનો સંસ્કાર તો એમનામાં એટલી હદ સુધી વિકસેલો હતો કે કયારેક ગાંધીજીએ પણ કહેલું કે હવે ધ્રુવજીનું મધુર-પ્રસન્ન ગુજરાતી ભાષણ તમે સાંભળો. ધ્રુવજીની વાત કરવાની અને જવાબ આપવાની એક ખાસ ઢબ હતી. તે બોલે ત્યારે તેમાં બહુશ્રુતત્વ છલકાતું હોય, કડવામાં કડવો જવાબ પણ તે એવી અન્યોક્તિ અને મધુર ભાષામાં આપે કે સાંભળનારને રોષનો પ્રસંગ જ ન આવે.
- જ્યારે તેમણે હિંદુ યુનિવર્સિટીમાંથી વિદાય લીધી ત્યારે પંડિતો કે પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ એ બધાને એવો અનુભવ થયો કે હવે આવો માણસ યુનિવર્સિટીમાં મળવો સુલભ નથી. મોટા હોદ્દેદારને ત્યાં ગમે તે માણસ સરળતાથી જઈ શકતો નથી, પણ ધ્રુવ જી વિશે એમ ન હતું. જ્યારે જાઓ ત્યારે એમની બેઠક મક્તદ્વાર. - કોઈ પટાવાળો રોકે જ નહિ; જનાર સાધારણ વિદ્યાર્થી હોય, પંડિત હોય કે પ્રોફેસર હોય. મારા કાશી આવ્યા પછી તેઓ લગભગ પાંચેક વર્ષ અહીં રહ્યા. યુનિવર્સિટીમાં અનેક કૉલેજ, અનેક નાનીમોટી સંસ્થાઓ અને અનેક વિદ્યાર્થી મંડળો, જાતીય મંડળો અને સાંપ્રદાયિક મંડળો. જ્યારે જુઓ ત્યારે મિટિંગોનો પ્રવાહ ચાલતો જ હોય અને હમેશાં પ્રોફેસરોની ક્લબમાં તો કાંઈક ને કાંઈક હોય જ. પણ એક દિવસમાં થતી અનેક મિટિંગોમાં પણ ધ્રુવજી તો હોય જ અને તે મોટેભાગે પ્રમુખસ્થાને જ હોય. તેમને અનેક વિષયોમાં પ્રસંગાનુરૂપ બોલવાનું પણ હોય. પરંતુ મેં કદી જોયું કે સાંભળ્યું નથી કે ધ્રુવજી કાંઈ અપ્રસ્તુત બોલ્યા હોય અગર વધારે પડતું બોલી નાખવાના આ યુગના અભરખાને વશ થયા હોય. આ બ્રાહ્મણ સુલભ વિદ્યાવૃત્તિ અને શ્રમણસુલભ વિકસિત સંયમવૃત્તિ એ જ ધ્રુવજીની વિશેષતા છે અને તેથી જ તેઓ જી પદે પહોંચ્યા.
છેલ્લે તેમની મિલનસારવૃત્તિ વિશે થોડુંક લખી દઉં. કારણ એની વિરુદ્ધ મારે મિથ્યા પૂર્વગ્રહ બંધાયો હતો. જ્યારે તેઓ અમદાવાદ આવે ત્યારે પોતાના બધા જ પરિચિતોને મળે અને કોઈન મળ્યું હોય તો યથાસંભવ તેમને ત્યાં પહોંચે. તેઓ ઘણીવાર મારે ત્યાં બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં અચાનક આવી ચઢે. એકવાર મેં કહ્યું, “આપ શા માટે પધાર્યા? હું આવવાનો જ હતો. તેમણે કહ્યું, ‘અહીં એક મારા પરિચિત મિત્રનાં વિધવા છે. તેમને તો મળવું જ હતું. તો પછી તમને શા માટે તકલીફ આપું?” મારા કાશી આવ્યા પછી તો મેં એવું જોયેલું કે જ્યારે પણ રજામાં અમદાવાદ હોઈએ ત્યારે તેઓશ્રી ઘેર ડોકિયું કરી જાય. હું ૧૯૩૮માં ઓપરેશનમાંથી ઊઠી અમદાવાદ આવ્યો અને કાંઈક સ્વસ્થ થયે ધ્રુવજીને બંગલે જવા નીકળ્યો. રસ્તામાં મને જોઈ કહ્યું કે તમે ક્યાં જાઓ છો ? હું જ તમને મળવા આવવાનો હતો.” મેં કહ્યું, “હવે આપણે અહીં જ મળી લીધું. એટલે તકલીફ ન લેશો. તેમણે કહ્યું, “ના, હું તો મારા સંકલ્પ પ્રમાણે બીજી વાર તમારે ઘેર જે આવવાનો: રસ્તા ઉપર મળ્યા એ તો તમે મળવા આવ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org