SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મણ-શ્રમણ ધ્રુવજી ૦ ૫૫ વૈદિક કર્મકાંડીઓ પ્રાચીનતાને મોહે પાછી પાની કરી હિંસા તરફ વળે, તો જેઓ માનસિક અહિંસાની ભૂમિકાવાળા પરંપરાથી વૈદિક ધર્માવલંબીઓ છે તેમણે શું કરવું? શું બુદ્ધિગમ્ય અહિંસાની ભૂમિકાને છોડી તેમણે કાળજૂના હિંસાપ્રધાન કર્મકાંડ તરફ વળવું, કે કુલધર્મનો મોહ છોડી અહિંસાપ્રચારક સુધારક પંથોમાં ભળી જવું ? હું ધ્રુવજીના સંક્ષિપ્ત કથનનો એ પ્રમાણે અર્થ સમજેલો. જો મારી સમજ ઠીક હોય તો ધ્રુવજીની અહિંસાવૃત્તિની સમજ અને શ્રદ્ધાના વિકાસ વિશે વધારે ભાગ્યે જ કહેવાનું રહે છે. તેમની તપોનિષ્ઠા પણ જુદી જ હતી. મેં તેમને એકવાર પૂછ્યું કે, ‘આપ કાશી છોડી જવાના છો એમ સંભળાય છે.' તેમણે કહ્યું, પ્રભુઇચ્છા હશે તેમ બનશે.’ મેં કહ્યું, ‘આપ ગુજરાતમાં કાંઈક મહત્ત્વનું કામ તો કરવાના જ.' તેમણે કહ્યું, ‘હું હજી લગી ગુજરાત માટે કાંઈ કરી શકયો નથી એનું દુઃખ તો છે જ, પણ કાંઈ શરૂ કરવું તે પહેલાં મારે ગાંધીજીના આશીર્વાદ જોઈએ. હું તપસ્વીના આશીર્વાદમાં માનનાર છું.' ઇત્યાદિ. કયાં જન્મે નાગર બ્રાહ્મણ અને શિક્ષણે તથા કાર્યો નવા રંગથી રંગાયેલ અને ક્યાં આવી તપસ્વીના આશીર્વાદની બુદ્ધિશુદ્ધ શ્રદ્ધા ! અહિંસા અને તપની બુદ્ધિશુદ્ધ ભૂમિકામાંથી જ તેમનામાં સમન્વયવૃત્તિ કે જૈન પરિભાષામાં અનેકાંતવૃત્તિનો ઉદય થયેલો. તેમનાં ગમે તે વિષયનાં લખાણો કે ગમે તે વિષય પરત્વેનાં ભાષણો જુઓ તો તરત સમજાશે કે એમણે પોતાના વિચારમાં પોતાની જ ઢબે અનેકાંત ઘટાવેલો હતો, જેમ ગાંધીજીએ પોતાના વિચા૨ અને કાર્યમાં પોતાની ઢબે ઘટાવેલો છે. ધ્રુવજીએ કુલપરંપરાગત વિદ્યાસંસ્કારને કેટલા વિશાળ પ્રમાણમાં અને કેટલી વિશદ રીતે વિકસાવ્યો હતો એ તેમના પરિચયમાં આવનાર અને તેમનું સાહિત્ય વાંચનાર સૌ જાણે છે. પણ તેમની સંસ્કારશુદ્ધિ અને ભાષા- સૌષ્ઠવ વિશે કાંઈક લખવું આવશ્યક છે. ખાસ કરી જેઓ નવાં વહેણોમાં વગર વિચાર્યે ઘસડાઈ જાય છે, તેમને વાસ્તે તો લખવું સવિશેષ પ્રાપ્ત થાય છે. ધ્રુવજી કૉલેજમાં ભણ્યા, કૉલેજમાં અને યુનિવર્સિટીમાં ઊંચા હોદ્દાઓ પર રહ્યા, માત્ર અંગ્રેજ જ નહિ પણ ગર્વનર અને વાઇસરૉય જેવા ઊંચા અધિકારીઓને પણ મળવાના એમને અનેક પ્રસંગ આવ્યા. દેશદેશના વિદ્વાનો પણ મળતા જ. કોટ-પાટલૂન અને ટોપીના આ નખિશખ દેશી-૫રદેશી વાતાવરણમાં તેઓ આજન્મ રહ્યા, છતાં હું નથી ધારતો કે કોઈએ તેમને પોતાનો નક્કી કરેલ ગુજરાતી વેશ બદલી બીજા વેશમાં સજ્જ થયેલ જોયા હોય. જેમ પોષાકનું તેમનું પોતાનું જ લાક્ષણિક સૌષ્ઠવ હતું, તેમ તેમનો ખાનપાન અને પૂજાવિધિનો પણ એક ખાસ સંસ્કાર હતો. આ સંસ્કારો બીજા બ્રાહ્મણોની પેઠે એમણે અંધપણે પોષ્યા ન હતા. કેમકે પોતાનાથી જુદી રીતે વર્તનારને તેઓ કદી પતિત કે ઊતરતી કોટિના માનતા નહિ. ભાષાસૌષ્ઠવ વિશે તો એટલું જ કહેવું બસ થશે કે તેઓ જ્યારે વાતચીત કરતા હોય કે ભાષણ આપતા હોય ત્યારે અનુભવ એવો થાય કે જાણે કાનમાં અમૃતસિંચન થઈ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy