________________
પ૪ • અર્થ પુરાતત્ત્વમંદિરમાં આવે અને મળે. હું સંશોધન વિશે એમને પૂછ્યા પણ કરતો. એકવાર અનેક પ્રતો ફેલાવી હું મારા ખંડમાં કામ કરી રહ્યો હતો અને અણધાર્યા જ ધ્રુવજી પધાર્યા અને ચટાઈ ઉપર બેસી ગયા. થતું કામ જોઈ રહ્યા હતા. દરમિયાન એક અધ્યાપક
ત્યાં આવી ચડ્યા. વાતચીત શરૂ થતાં જ એ આવનાર અધ્યાપકે નિખાલસ દિલે પણ રોષપૂર્વક ધ્રુવજીને તીખું તમતમતું સંભળાવ્યું. હું તો મૂંઝવણમાં પડ્યો. એક તરફ આવા દિવ્ય અતિથિ અને બીજી બાજુ સહવાસી અધ્યાપક. એ અધ્યાપક તો ચાલ્યા ગયા, પણ પાછળથી મેં જોયું કે ધ્રુવજી કડવો ઘૂંટડો એટલી કુનેહથી પી ગયા અને પચાવી ગયા કે એની અસર જ તેમની પાછળની વાતચીતમાં મેં ન જોઈ. મને લાગ્યું કે ધ્રુવજીમાં અહિંસાવૃત્તિ સ્થિરપદ છે. ક્યારેક ગુજરાતના એક જાણીતા કવિએ યદ્વાદ્રા કહેલું કે લખેલું તેનો જવાબ આપતાં તેમણે પોતાની વ્યંગવાણીમાં એવી મતલબનું લખેલું યાદ છે કે ધમ્મપદનું નિત્ય પરિશીલન કરવાથી પણ એમણે કહેલા શબ્દો ભુલાય તેવા નથી. આવા કાંઈક ઉપક્રમ સાથે જે જવાબ તેમણે લખેલો છે તે એમની માનસિક અહિંસાનો સ્પષ્ટ પુરાવો છે. ૧૯૩૫માં કાશીમાં જ તેમની સાથે મારે અમુક મુદ્દા નિમિત્તે પત્રવ્યવહાર કરવો પડ્યો. તેમાં ક્યારેક હું તેમના ઉપર પ્રોવાઈસ-ચાન્સેલર તરીકે લખતો અને ક્યારેક વ્યક્તિગતરૂપે. એ પત્રવ્યવહારમાં મેં બહુ જ નમ્રભાવે પણ તદ્દન સ્પષ્ટ રીતે યુનિવર્સિટીના વ્યવહાર વિશે ટીકા કરતાં તેમને લખેલું કે “આપ જેવા પણ અમુક બાબતો નભાવ્યે જાઓ છો.’ તેમણે તે જ ક્ષણે જવાબ લખી પટાવાળા સાથે મારા ઉપર મોકલાવી દીધો. એમાં એમણે લખેલું કે “આ બાબતે હવે હું ઉદાસીન છું.” પ્રસંગે અમે બંને જ્યારે મળ્યા ત્યારે એમણે મને કહ્યું કે “તમારા પત્રમાં કાંઈક રોષની છાંટ મને લાગી.” મેં કહ્યું, “જરાય નહિ. આપ એ જ પત્રમાં મારું એ લખેલ યાદ કરો કે જો આપ ગુજરાત જવાના અને ગુજરાત વાસ્તે કાંઈક કરવાના છો તો આદેશ મળતાં હું આપને શિષ્યભાવે અનુસરીશ અને કાશીનો મોહ છોડીશ.” તેઓ એકદમ ખીલી ઊડ્યા. સારાંશ એ છે, કે તેઓ પોતાના તરફથી કોઈ શત્રુ બનવાનું નિમિત્ત પૂરું ન પાડવા પૂરતા અજાતશત્રુ હતા. એ જ રીતે એમણે અહિંસાવૃત્તિ વિકસાવી હતી.
આ કથનની પુષ્ટિ માટે એક પ્રસંગ નોંધપાત્ર છે. થોડાં વર્ષ અગાઉ દક્ષિણમાં કયાંક યજ્ઞ થયેલ, તેમાં બકરાંઓનો શાસ્ત્રીય વધ પણ થયેલો. આ વિશેની ચર્ચામાં એઓશ્રીએ મને સંબોધી કહ્યું, કે “હવે તો અમારે બૌદ્ધ યા જૈન થવું કે શું ?” ધુવાજી વૈદિક અને તેમાંય સનાતની હતા. તેમનું વેદ-વેદાંત વિશેનું જ્ઞાન અગાધ હતું. તેમની શ્રદ્ધા પણ વ્યાપક અર્થમાં વેદાંત-ગામિની જ હતી. પરંતુ ધ્રુવજી તેમ છતાં સ્પષ્ટપણે ઐતિહાસિક બળોને જાણતા. તેઓ સમજતા કે બૌદ્ધ, જૈન આદિ અહિંસક પ્રબલ હિલચાલોને પરિણામે જૂના હિંસાપ્રધાન વૈદિક ધર્મનું રૂપાન્તર થયું છે, જે કાલ અને માનવજાતિના વિકાસને અનુરૂપ છે. હવે આવી સિદ્ધ થયેલ અહિંસાની ભૂમિકામાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org