SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ બાહ્મણ-શ્રમણ ધ્રુવજી • ૫૩ પૂર્વગ્રહ બંધાયા છતાં એમની વિદ્વત્તા પ્રત્યે તો ઉતરોત્તર મારો આદર વધ્યે જતો હતો. અને સાથે સાથે તેમનાં લખાણોના વાચનનો પ્રચાર પણ કર્યો જતો હતો. દરમિયાન ૧૯૨૦-૨૧ આસપાસ ફરી હું કાશીમાં આવ્યો, અને મારા ઉતારા પાસે જ આવેલ દિગંબર જૈન વિદ્યાલયમાં પ્રમુખસ્થાનેથી ધ્રુવજીનું ભાષણ થઈ રહ્યું છે એ જાણતાં જ તે સાંભળવા ગયો. ધ્રુવજી અહિંસા અને તપના મહત્ત્વ વિશે તેમની વિકસિત વિચારસરણીમાં પણ ગુજરાતી ટોન - લયવાળી હિન્દીમાં બોલ્યા જતા હતા, અને પ્રસંગે ‘ઉત્તરાધ્યયન” તેમજ “આચારાંગસૂત્રનો આધાર લેતા. તેમની મધુર વાણી અને સ્પષ્ટ વિચારસરણીથી હું વધારે આકર્ષાયો. સભા પૂરી થતાં જ તેમને હું મળ્યો અને સાદર નમસ્કાર કરી મેં કહ્યું કે હું આજ લગી આપનો પરોક્ષ શિષ્ય હતો. હવે પ્રત્યક્ષ શિષ્ય બનીશ.” તેમણે સ્મિત સાથે કહ્યું, ‘તમે ગુજરાતી છો? અને બંગલે જરૂર આવજો.' એ “જરૂર' શબ્દ મારામાં બંધાયેલ તેમના વિશેના પૂર્વગ્રહને બહુ શિથિલ કરી નાખ્યો. જ્યારે હું તેમને બંગલે ગયો ત્યારે તેઓ એટલી સહૃદયતાથી મળ્યા અને વાત કરી કે પેલા પૂર્વગ્રહનો રહ્યો સહ્યો અંશ પણ મારા મનમાંથી તદ્દન વિલીન થઈ ગયો. તેમણે અહિંસા વિશેની ચર્ચામાં તે વખતે મને કહ્યું કે ગાંધીજી દેશમાં અહિંસાના પાયા ઉપર સરકાર સાથે બાથ ભીડવાનો વિચાર કરે છે, પણ શું દેશમાં પ્રજાની અહિંસાવૃત્તિ એટલા બધા પ્રમાણમાં કેળવાઈ છે કે જેથી તે ગાંધીજીને પૂરો સાથે આપે ? તેમણે જ એ પ્રશ્નના જવાબમાં કહ્યું કે “હજી તો દેશને વધારે તાલીમ આપવાની જરૂર છે, હજી શિક્ષણ નજીવું છે.' ઇત્યાદિ. હું જ્ઞાનયોગી ધ્રુવજીના કથનનો ધ્વનિ એમ સમજ્યો હતો કે દેશવ્યાપી સક્રિય હિલચાલ કર્યા પહેલાં આધારભૂત સિદ્ધાંતની બાબતમાં સમગ્ર દેશને તરેહતરેહથી શિક્ષણ આપવું જોઈએ. અને દેશને એ સિદ્ધાંત વિશે પ્રતીતિ થઈ છે એમ ખાતરી થાય ત્યારબાદ જ તેવી હિલચાલ પાયાદાર નીવડે. જ્યારે કર્મયોગી ગાંધીજીની નેમ તે વખતે અને આજ પણ એ રીતે સમજુ છું કે આ દેશને તો હજારો વર્ષ થયાં અહિંસાની તાલીમ એક અથવા બીજી રીતે મળતી જ આવી છે. દેશની મનોભૂમિકા અને બીજી પરિસ્થિતિ એવી છે કે દેશવ્યાપી સક્રિય પગલું ભરવા સાથે જ એની ખરી તાલીમ શરૂ થાય છે. એટલે એક બાજુ પ્રત્યક્ષ ક્રિયા દ્વારા અને બીજી બાજુ તેની સમજૂતી દ્વારા જ આખા દેશમાં અહિંસા વિશેની જાગરિત શ્રદ્ધા અને અપેક્ષિત અહિંસા સમજૂતી ઉત્પન્ન કરી શકાય – પહેલું શાબ્દિક શિક્ષણ અને પછી ક્રિયા, એ ક્રમ આખા દેશ માટે વ્યવહારુ નથી. હું તો એમને સાદર સાંભળવા જ ગયો હતો. અમારા વિશેષ પરિચયના આ શ્રીગણેશ થયા. હું અમદાવાદ ગુજરાત પુરાતત્ત્વમંદિરમાં “સન્મતિતર્કનું સંપાદન કરતો. એનો પહેલો ભાગ ધ્રુવજીને મળ્યો ત્યારબાદ તેઓ જ્યારે અમદાવાદ આવે ત્યારે મોટાભાગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy