________________
૧૨૦ • અર્થ નવી મળી હોય તેનું વર્ણન કરે, થયેલ અને થતાં કામનો ખ્યાલ આપે અને અમે કાંઈ ટીકા કરીએ તો મૃદુ જવાબ આપીને અગર ખડખડ હસીને તેની અસર ભૂંસી નાખે.
એ પ્રકારની વિદ્યાવૃત્તિ અને સાહિત્યનિષ્ઠાએ જ તેમની પાસે અનેક પ્રકારનું સાહિત્ય તેમજ ઇતિહાસને લગતું કાર્ય સર્જાવ્યું. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના કાર્યને સ્થાયી કીર્તિકળશ ચડાવનાર કાંઈ હોય તો તે મોહનભાઈની અનેક કૃતિઓ જ છે. એમની બધી કૃતિઓ એવી છે કે ભાષા, છંદ, સાહિત્ય, ભંડાર, રાજવંશ, જ્ઞાતિઓ, ગચ્છો અને પ્રાચીન નગર-નિગમો આદિ અનેક વિષયો ઉપર ઇતિહાસ લખનાર તે કૃતિઓ જોયા વિના કદી પોતાનું કામ પૂરું કરી શકશે નહીં. એ કૃતિઓમાં કૉન્ફરન્સના પાક્ષિક અને માસિકમાંના તેમના લેખો, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, જૈન ગુર્જર કવિઓના ત્રણ ભાગોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત બીજા ઘણા પ્રકાશકો અને સંપાદકોને મોહનભાઈએ વિવિધ પ્રકારનું સાહિત્ય, પોતાનાં લખાણો, નોટો, ટિપ્પણીઓ આદિ પૂરાં પાડ્યાં છે. તેમની સંશોધન અને સંપાદનની ધગશ એટલી બધી ઉત્કટ હતી કે કોઈ એ વિષે એમની પાસેથી મદદ માંગે તો બીજો ગમે તેટલો બોજો હોવા છતાં આ વધારાનો બોજો લેવાનું તેઓ સ્વીકારે અને તેમને નિભાવે પણ. એ જ વૃત્તિને લીધે તેમણે આત્માનંદ જૈન શતાબ્દી સ્મારક ગ્રંથનું દળદાળ પુસ્તક સંપાદિત કરી આપ્યું. મોહનભાઈ પાસેથી મદદ લેનાર એવા બહુ જ ઓછા છે કે જેમણે તેમની મદદની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લીધી હોય. તેથી ઊલટું મોહનભાઈનો સ્વભાવ એવો હતો કે કોઈની પાસેથી તેમને કાંઈ પણ મદદ મળી હોય તો તેનો ઉલ્લેખ કર્યા વિના તેઓ ન રહે.
કોઈ વિદ્વાન કે સદ્ગુણી વ્યક્તિને મળવાની અને તેમની પાસેથી કાંઈ ને કાંઈ જાણવાની તક મળતી હોય તો મોહનભાઈ ચૂકે નહીં. એવી વ્યક્તિ પાસે જતા એમને ઉમર, જાતિ કે પંથનું અંતર નડતું નહિ. વિદ્વાનોનો સત્કાર કરવામાં ગૌરવ લેતા મેં તેમને જોયા છે. એમનો વિદ્યાયોગ અર્થાપેક્ષી નહોતો. તેમણે પોતાની સાધારણ કમાણીનો પણ ઠીક ઠીક ભાગ સાહિત્યકૃતિઓ સરજવામાં અને સાહિત્યવૃત્તિ સંતોષવામાં ખચ્ય છે અને જ્યાં બદલો મળે તેમ હતું ત્યાં પણ તેમણે બદલો લીધા વિના કેવળ સાહિત્યસેવાની દૃષ્ટિએ જ કામ કર્યું છે. એટલું જ નહીં પણ હું એવા પ્રસંગો જાણું છું કે જેમાં તેમણે વિદ્યા અને સાહિત્યને ઉત્તેજન આપવા આર્થિક મદદ પણ કરેલી. એકવાર પરદેશ અભ્યાસ અર્થે જતા એક મિત્રને તેમણે સંગીન મદદ આપેલી.
બીજો પ્રસંગ પં. દરબારીલાલ સત્યભક્તનો છે. મોહનભાઈ દરબારીલાલનાં લખાણો અને વિચારો પ્રત્યે બહુ આદર ધરાવતા. એકવાર તેમને માલુમ પડ્યું કે દરબારીલાલને સાહિત્ય પ્રગટ કરવામાં આર્થિક મુશ્કેલી નડે છે ત્યારે તેમણે વગર માગ્યે જ મદદ મોકલાવી દીધી. અત્રે એ ધ્યાનમાં રાખવા જેવું છે કે મોહનભાઈના શ્રદ્ધાપાત્ર વિદ્વાનો અને લેખકો તદન સુધારક અને ક્રાંતિકારી વિચાર ધરાવનાર હતા, તેથી એ નિઃશંક છે કે મોહનભાઈનો વિદ્યાયોગ સમજપૂર્વક અને નિષ્કામ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org