SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક સંસ્મરણો • ૧૨૧ સામાજિકતા અને રાષ્ટ્રીયતા મોહનભાઈ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના મુખપત્ર જેને હેરલ્ડના લાંબા વખત લગી તંત્રી રહેલા. કોન્ફરન્સની એવી કોઈ પ્રવૃત્તિ નથી કે જેમાં તેમણે છેવટ લગી સાથ આપ્યો ન હોય કૉન્ફરન્સનું વાર્ષિક અધિવેશન જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સર્વત્ર તેમની હાજરી હોય જ. આ ઉપરાંત શ્વેતાંબર સમાજને લગતી કે સમગ્ર જૈન સમાજને લગતી કોઈપણ બાબત હોય તો તેમાં મોહનભાઈ ભાગ લીધા વિના ન રહે. દેખીતી રીતે તેઓ સામાજિક વ્યક્તિ દેખાય, છતાં તેમના મન ઉપર રાષ્ટ્રીયતાની ઊંડી છાપ હતી. મેં સને ૧૯૧૯ની કડકડતી ટાઢમાં મારવાડના એક સ્ટેશનથી પંજાબ-અમૃતસર જતાં તેમને પૂછ્યું કે કોંગ્રેસમાં તમને રસ પડે છે ?” તેમણે કહ્યું, “અવશ્ય. જો કોંગ્રેસના ધ્યેયમાં રસ ન હોત તો આ ! . ઢમાં પંજાબ ન જાત.” તેમણે ઉમેર્યું કે, જ્યારથી ગાંધીજીએ કોંગ્રેસનાં સૂત્રો હાથમાં લીધાં છે ત્યારથી તો કોંગ્રેસ જ તીર્થધામ બની છે. સીધી રીતે કોંગ્રેસનું કામ કરવાની મારી પરિસ્થિતિ નથી તો શું થયું ?” પણ એના અધિવેશનમાં જવાથી મને ઘણું બળ મળે છે ! સને ૧૯૩૧ની કરાંચી કોંગ્રેસ ઉપર જતી વખતે હું તેમની સાથે સ્ટીમરમાં હતો. તે વખતે જોઈ શકેલો કે મોહનભાઈને રાષ્ટ્રીયતાનો કેટલો રંગ છે. સુધારક વૃત્તિ સમાજની ઘણી પ્રવૃત્તિઓમાં તેઓ રૂઢિચુસ્ત અને મધ્યમસરના વિચાર ધરાવનાર સાથે બેસતા અને કામ કરતા. તેથી એવો ભાસ થાય એ સ્વાભાવિક છે કે તેઓ રૂઢ પ્રથાના અનુગામી છે. પરંતુ જેઓ તેમને નજીકથી જાણતા હશે તેઓ કહી શકશે કે સામાજિક પ્રવૃત્તિને આગળ ધપાવવા જોકે તેઓ રૂઢિગામી મિત્રો સાથે કામ કરતા, પણ તેમનામાં તેમના બીજા મિત્રો સુધારકપણાની વૃત્તિ પ્રબળ હતી. સને ૧૯૨૯ના પજુસણમાં પજુસણ વ્યાખ્યાનમાળા પ્રસંગે અચાનક તેમનું આગમન અમદાવાદ થયેલું એકાદ દિવસ એ વ્યાખ્યાનમાળામાં રજૂ કરવામાં આવતા વિચારો સાંભળવાની એમને તક મળી ત્યારે એમણે મને કહ્યું કે, “આવી વ્યાખ્યાનમાળા મુંબઈમાં પણ ચાલે એ જરૂરી છે. તે ઉપરથી સને ૧૯૩૨માં મુંબઈમાં પણ વ્યાખ્યાનમાળા ચલાવવાનો વિચાર પોષાયો. અને ત્યારથી આજસુધી મુંબઈમાં વ્યાખ્યાનમાળા ચાલુ છે. સને ૧૯૪૪ના પજુસણમાં જ્યારે મોહનભાઈ છેક નંખાઈ ગયેલા ત્યારે પણ તેઓ વ્યાખ્યાનમાળામાં આવેલા. મુંબઈની વ્યાખ્યાનમાળામાં દર વર્ષે તેમનું એકાદ પ્રવચન તો હોય જ, અને બધાં જ વ્યાખ્યાનોમાં તેમની હાજરી પણ હોય. ઉત્કટ સુધારકની પેઠે તેઓ દરેક નિરર્થક રૂઢિનો ખુલ્લંખુલ્લો વિરોધ ન કરતા, પણ તેમનું વલણ સુધારક વૃત્તિનું જ હતું. તેઓ ઘણીવાર કહેતા કે માત્ર વૈષધારીને સાધુ માની પૂજવા અને નભાવ્યે જવા એ વિચારનું અપમાન છે. ક્રાંતિકારી વિચારને કારણે પં. દરબારીલાલજીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy