SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જ • અર્થ શાંતિદેવનો બીજો ગ્રંથ છે બોધિચયવતાર. તે છે પદ્યબંધ. એના ઉપરની અનેક ટીકાઓ પૈકી પ્રજ્ઞા કરમતિની પંજિકા મુદ્રિત છે તે જોઈ છે. બોધિચર્યાવતારના દશ પરિચ્છેદો છે, ને તે પ્રવાહબદ્ધ સંસ્કૃત પદ્યરચના છે. પ્રજ્ઞાકરમતિએ પંજિકામાં જે શાસ્ત્રદોહન અને સૂક્ષ્મ ચર્ચાઓ ગોઠવી છે, તે બોધિચર્યાવતારની મહત્તામાં ખરેખર વધારો કરે છે. બોધિચર્યાવતારનો પરિચ્છેદ તત્ત્વજ્ઞાનથી પરિપૂર્ણ છે. અને એ શૂન્યવાદીનું માયાવાદીને મળતું તત્ત્વજ્ઞાન તત્ત્વજ્ઞોને અનેક વિચારબિંદુઓ પૂરાં પાડે છે. પરંતુ શાંતિદેવની વેગભરી કવિતાશક્તિ તો પારમિતાઓના વર્ણનમાં મુક્ત વિચરે છે. તે ઉત્તમ કાવ્યનો આસ્વાદ પૂરો પાડવા ઉપરાંત ઉત્ક્રાંતિશીલ જીવન જીવવાની વ્યવહારુ પ્રેરણા આપે છે. આધ્યાત્મિક સાધકે કયા કયા ગુણોનો કઈ કઈ રીતે વિકાસ કરવો, એ બધું કાવ્યમાં તાદશ રજૂ થાય છે. જોકે, શાંતિદેવ બૌદ્ધ ભિક્ષુ હોઈ તેમની પ્રસ્તુત કવિતા બુદ્ધ અને બોધિસત્ત્વ જેવાં સાંપ્રદાયિક નામો સાથે સંકળાયેલી છે. પરંતુ એનો ભાવ તદ્દન અસાંપ્રદાયિક છે એટલે કોઈપણ સાધક પોતાને ઈષ્ટ એવા ઉપાસ્યને નજર સામે રાખી તે ક્રમનો જીવનમાં ઉપયોગ કરી શકે. આ રીતે જોતાં શાંતિદેવે વર્ણવેલી પારમિતાઓ એ માનવમાત્રે સાધવા જેવી સિદ્ધિઓ છે. શાંતિદેવે પોતાની કવિતામાં મહાયાન ભાવના રજૂ કરી છે. મહાયાન ભાવના એટલે માત્ર પોતાના મોક્ષમાં કે પોતાની દુઃખ-મુક્તિમાં સંતોષ ન માનતાં સમગ્ર જગતની મુક્તિ માટે ભાવના સેવવી અને પ્રયત્ન કરવો તે. એ કારણે જ શાંતિદેવ કહે છે કે, જો જગતમાં પ્રાણીઓ દુઃખમાં ગરક હોય અને નરકવાસીઓ વેદના અનુભવતા હોય, તો નીરસ મોક્ષની મારે કશી જરૂર નથી. તેથી જ શાંતિદેવ સમત્વની ભાવનાની ખિલવણી કરવા માટે કહે છે કે, પ્રારંભમાં બીજા અને પોતા વચ્ચે આદરપૂર્વક સમતાની ભાવના પોષવી; તે એવી રીતે કે, મારે પોતાને સુખદુઃખ બધાંનાં સરખાં છે એમ સમજી બધાંને પોતાની પેઠે જ ગણવાં. ખરી રીતે તથાગત બુદ્ધ બ્રહ્મવિહારરૂપે મૈત્રી આદિ ચાર ભાવનાઓનો ભારપૂર્વક વારંવાર ઉપદેશ કર્યો. ત્યારે તેમણે સમગ્ર વિશ્વમાં મૈત્રીયુક્ત ચિત્તને ભરી દેવાનું કહ્યું અને એવી મૈત્રીને પરિણામે ગતવ્યાપી કરુણા આચરવાનું પણ કહ્યું. શાંતિદેવ એ જ બ્રહ્મવિહારના તંતુને મહાયાન ભાવના રૂપે પોતાની કવિતામાં ગૂંથે છે. જેમ ગાંધીજીની દૈનિક પ્રાર્થનામાં न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम् । कामये दुखतप्तानां प्राणिनाम् आतिनाशनम् ॥ ૧. સરખાવો - બોધિચયવતાર' આઠમો પરિચ્છેદ, શ્લોક ૧૦-૧૦૮, ૨. બોધિચર્યાવતાર' આઠમો પરિચ્છેદ, શ્લોક ૯૦ અને ૯૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy