________________
૧૧. શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કૌશાંબીજી
- બૌદ્ધ વિદ્વાન શાંતિદેવાચાર્ય, તિબેટના ઇતિહાસકાર તારાનાથના કહેવા પ્રમાણે, સૌરાષ્ટ્રના નિવાસી હતા. એમની જીવનવિષયક અન્ય માહિતી કેટલી યથાર્થ છે અને કેટલી અધૂરી છે તેની ચોકસાઈ કરવાનું કામ સરળ નથી. પણ એટલું ખરું કે, તે લગભગ સાતમા સૈકામાં થયેલા. મને એમનો સીધો પરિચય એમના બે ગ્રંથો દ્વારા થયેલો છે. એમના ત્રણ ગ્રંથો પૈકી “સૂત્રસમુચ્ચય' મેં જોયો નથી. કદાચ સંસ્કૃતમાં અદ્યાપિ સુલભ પણ નથી. પરંતુ શિક્ષાસમુચ્ચય' અને “બોધિચર્યાવતાર' એ બે ગ્રંથો એકાધિક વાર સાંભળ્યા છે.
શિક્ષાસમુચ્ચય' તો અનેક મહાયાની સંસ્કૃત ગ્રંથોનાં અવતરણો અને નામોલ્લેખોથી ભરપૂર છે. એ જોતાં મારા મન ઉપર ન ભૂંસાય એવી છાપ એ પડી કે, શાંતિદેવ બહુશ્રુત અને મહાયાન પરંપરાના આસાધારણ વિદ્વાન હતા.
અહીં શાંતિદેવના શિક્ષાસમુચ્ચયમાંના ભિક્ષુ માટે માંસ કલધ્ય છે કે નહીં એ વિષેના વિચારનો નિર્દેશ કરવો ઉચિત ધારું છું. તે ઉપરથી તેમની સમન્વયલક્ષી દૃષ્ટિનો પણ ખ્યાલ આવશે. બૌદ્ધ પરંપરામાં ચર્ચા હતી કે, બુદ્ધે માંસભક્ષણ કર્યું હતું કે નહીં.
વિરવાદી પક્ષ એનું સમર્થન કરતો. કેટલાક મહાયાની ભિક્ષુઓ તેનો અર્થ જુદી રીતે ઘટાવી માંસભક્ષણનો વિરોધ કરતા. લંકાવતાર' જેવાં સૂત્રોમાં માંસનો નિષેધ છે, છતાં બીજા મહાયાનીઓ એ નિષેધ ન માનતા. એવી વિવાદ-ભૂમિ વખતે શાંતિદેવે શિક્ષાસમુચ્ચય'માં એ પ્રશ્નને યોગ્ય ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. તેઓ કહે છે કે, કોઈ અસાધારણ સમાધિમાર્ગપ્રચારક ભિક્ષ માંસ-સેવન વડે બચી જતો હોય, તો અપવાદ તરીકે ઔષધની જેમ એનો ઉપયોગ કરી શકાય; પણ સામાન્ય નિયમ પ્રમાણે તો માંસ વર્ષ ગણાવું જોઈએ.’
- આ નિર્ણય આપતી વખતે શાંતિદેવે અનેક બૌદ્ધગ્રંથોનો આધાર લીધો છે. મેં શાંતિદેવના આ વિચારની તુલના જૈન-પરંપરામાં એવા જ વિષયને લગતા વિવાદના નિર્ણય વખતે મારા એક નિબંધમાં કરી છે; જે નિબંધ હિંદીમાં “શ્રી જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ’ કાશી તરફથી પ્રકાશિત થયેલી પત્રિકા નં. ૧૪-૧૫ રૂપે પ્રસિદ્ધ થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org