________________
શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કૌશાંબીજી • ૭૫ એ મૈત્રી અને કરુણાપૂર્ણ ભાવના આવે છે, તેમજ શાંતિવેદે બોધિચર્યાવતારમાં એવી ભાવના કવી છે. “બોધિચર્યાવતાર' વાંચતાં એ છાપ નથી પડતી કે શાંતિદેવ શૂન્યવાદી છે; પણ છાપ એ ઊઠે છે કે, તેમની ધગશ આખા વિશ્વનું કલ્યાણ કરવાની છે અને તે માટે જોઈતા સદ્દગુણો કેળવવાની છે. - અધ્યાપક કૌશાંબીજી આમ તો સ્થવિરમાર્ગી બૌદ્ધ પરંપરાના અનન્ય અભ્યાસી અને પાલિ વામના પારદર્શી વિદ્વાન હતા. પણ તેમનામાં મેં જે મૈત્રી અને કરુણાવૃત્તિનો ઉઢેક જાતે અનુભવ્યો છે, તેની શાંતિદેવના તેવા ઉદ્રક સાથે તુલના કરું છું તો કહ્યા સિવાય રહી નથી શકાતું કે, કૌશાંબીજી ખરા અર્થમાં મહાયાની હતા અને જાણે કે શાંતિદેવનું નવું સ્વરૂપ ન હોય ! આવી કોઈ અકળ સમાનતાને લીધે જ કૌશાંબીજીનું ધ્યાન “બોધિચર્યાવતાર' તરફ ગયેલું. અને તેમણે તેનો મરાઠી ભાષામાં અનુવાદ ઈ. સ. ૧૯૦૯ના અરસામાં કરેલો. ત્યારબાદ ઈ. સ. ૧૯૨૪ના અરસામાં કૌશાંબીજીએ બોધિચર્યાવતાર'ના કેટલાક શ્લોકો ગુજરાતી અનુવાદ સાથે પુરાતત્ત્વમાં પ્રસિદ્ધ કર્યા હતા. તે શ્લોકો અનુવાદ સાથે આ પુસ્તિકામાં નવું સંસ્કરણ પામે છે.
પુરાતત્ત્વ' એ સૈમાસિક હતું. વળી તે હાલ સૌને સુલભ પણ ન હોય. એટલે એ શ્લોક ગુજરાતી અનુવાદ સાથે લઘુ પુસ્તિકા રૂપે સૌને સુલભ થાય છે એ બહુ અગત્યનું છે. તે દૃષ્ટિએ ગૂજરાત વિદ્યાપીઠની સૂચનાથી શ્રી મુકુલભાઈએ આ સંસ્કરણ તૈયાર કર્યું છે. અને તે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાળાના બીજા મણકા રૂપે પ્રસિદ્ધ થાય છે તે પણ યોગ્ય છે. શ્રીમદ્ પોતે આધ્યાત્મિક સાધક હતા. તેમને મન સદ્દગુણોની જ કિંમત હતી, અને તેમનું મન સંપ્રદાયથી પર હતું. એટલે તેમના નામ સાથે આવું એક લઘુ પણ નિત્યપાઠ્ય પુસ્તક ગૂજરાત વિદ્યાપીઠ પ્રસિદ્ધ કરે તે આવકારદાયક છે. હું એમ માનું છું કે, ધર્મની ઉત્તરોત્તર વધતી જતી વ્યાપક ભાવના સાથે આ પારમિતાઓનો પૂરેપૂરો સુમેળ છે.
પ્રો. વિન્ટરનિÖ શાંતિદેવ વિષે લખ્યું છે. તેમણે બોધિચર્યાવતાર'ને લક્ષીને જે વર્ણન કર્યું છે, તે તેમના મન ઉપર શાંતિદેવ વિષે કેવી અસર થયેલી એનો પુરાવો છે. આવા એક ગ્રંથનું સળંગ ભાષાંતર, ગુજરાતીમાં હોય તો તે ઇચ્છવા જેવું છે, પણ એવો સમય આવે તે પહેલાં પ્રસ્તુત લઘુ પુસ્તિકા ગુજરાતી વાચકોને શાંતિદેવ તરફ આકર્ષિત કરશે એ નિઃશંક છે.
મહાયાની ભાવનાની આપણા દેશના અનેક સંપ્રદાયો ઉપર ભારે અસર થઈ છે. ભગવદ્દગીતા ખરી રીતે ભાગવત પરંપરાને આશરી અનાસક્ત કર્મયોગનો ઉપદેશ કરે છે, ત્યારે તે પોતાની રીતે આવી ભાવના જ ઉપસ્થિત કરે છે.
૧. જુઓ A History of Indian Literature, Vol. II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org