________________
૭૬ • અર્થ
એ જ રીતે શાંતિદેવ પછી લગભગ સો વર્ષ બાદ થયેલ સુપ્રસિદ્ધ જૈન આચાર્ય હરિભદ્ર પણ મહાયાની ભાવનાથી રંગાયેલા છે. આમ તો જૈન પરંપરા વૈયક્તિક મોક્ષવાદી જ રહી છે. તેમ છતાં શાંતિદેવ જેવાના ગ્રંથોમાંથી મહાયાની ભાવનાએ હરિભદ્રનું મન જીત્યું લાગે છે, આનો પુરાવો એમના યોગબિંદુ' ગ્રંથમાં છે. હરિભદ્ર જૈન પરંપરાસંમત ભિન્નગ્રંથી અર્થાત્ જેણે મોહગ્રંથી તોડી હોય એવા સમ્યકુ-દૃષ્ટિ સાધકની બૌદ્ધસંમત બોધિસત્વ સાથે તુલના કરે છે, અને તે કહે છે કે, જો ભિન્નગ્રંથી સાધક જગદુદ્ધારનો સંલ્પ કરે, તો તે તીર્થકર – સર્વોદ્ધારક – થાય છે; અને જો સ્વરાજ આદિનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ કરે તો તે ગણધર – તીર્થકરનો અનુગામી થાય છે, અને જો પોતાના જ ઉદ્ધારનો સંલ્પ કરે તો તે મુડકેવલી – માત્ર આત્મકલ્યાણ કરનાર થાય છે.
હરિભદ્રનું આ કથન સ્પષ્ટ સૂચવે છે કે, આત્મોદ્ધારની ભાવના કરતાં સર્વોદ્ધાર ભાવના એ જ ચડિયાતી અને સ્પૃહણીય છે. આ ભાવનાનું બીજું નામ એ જ મહાયાન ભાવના. એક રીતે હરિભદ્ર તુલના કરી, પણ બીજી રીતે મહાયાન ભાવનાનું પ્રાધાન્ય દર્શાવ્યું; જે જૈન પરંપરાએ પણ ધડો લેવા જેવું છે.
હવે રાજકારણ, સમાજકારણ કે અર્થકારણ એકેએક ક્ષેત્રમાં સંકુચિત થયે પોસાય તેમ નથી. એવી સ્થિતિમાં જો ધર્મ પણ પંથ અને સંપ્રદાયની સંકુચિત સીમાઓમાં પુરાઈ તદનુસારી જ વિચાર-આચાર કરે તો તે પણ હવે ટકી ન શકે. ગાંધીજીએ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં મહાયાની માનસ જીવી બતાવ્યું છે; અને આજે આપણે જોઈએ છીએ કે આચાર્ય વિનોબા એ ભાવનાને કેવી રીતે વિકસાવી રહ્યા છે તેમજ કેવી રીતે જીવી બતાવે છે. આવી અનુકૂળ પરિસ્થિતિમાં પ્રસ્તુત લઘુ પુસ્તિકાનું મૂલ્ય વધારે અંકાશે એ નિઃશંક છે. અને તે રીતે ‘આત્મસિદ્ધિ પછી આ પુસ્તકની પસંદગી સવેળાની છે.
એમ તો શ્રી. મુકુલભાઈએ કૌશાંબીજીનું જીવનચરિત્ર સંક્ષેપમાં જુદું આપ્યું છે. એમની “આપવીતી’ અને બીજી સામગ્રીને આધારે એ ચરિત ટૂંકમાં પણ કૌશાંબીજી વિષે બધી જરૂરી માહિતી પૂરી પાડે છે. કૌશાંબીજીનું જીવન જે વાંચે તેને નિરાશા તો સ્પર્શી જ ન શકે. નિરાશા અને અંધકારના ઊંડા ખાડામાંથી સતત સ્વપ્રયત્ન કૌશાંબીજી કેવી રીતે પ્રકાશના માર્ગ ઉપર આવ્યા અને અનેકોના ગુરુ બન્યા એનું ચિત્ર એમના સંક્ષિપ્ત જીવનચરિત્રમાંથી પણ અવગત થાય છે. એટલે તે વિષે અહીં મારે કાંઈ લંબાવવું
નથી.
તેમ છતાં, તેમની સાથે મારો જે અનેક વર્ષો લગી સતત પરિચય રહ્યો, તેમની પાસે મેં જે કાંઈ બૌદ્ધ શાસ્ત્રો વિષે મેળવ્યું. અને છેલ્લે ૧૯૪૬માં તેમના અનશનના સાક્ષી થવાનો પ્રસંગ આવ્યો, તે બાબત કાંઈક લખું તો તે વાચકોને ઉપયોગી પણ
૧. જુઓ યોગબિંદુ, શ્લોક ૨૮૩થી ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org