________________
સ્વ. કૌશાંબીજનાં પ્રેરણાદાયી સ્મરણો • ૬૯ જૈન ઉગ્ર તપસ્યાનો સખત વિરોધ સાંભળેલો અને હવે જ્યારે તેઓ મારાન્તિક સંથારા જેવી જેન ઉગ્ર તપસ્યાનું સમર્થન કરતા ત્યારે પ્રથમ કરતાં તેમના વલણમાં પડેલો ફેરફાર હું સ્પષ્ટ જોઈ શકતો, છતાં હું એ વિષે કાંઈ બોલતો નહિ અને તેઓ કહે તે મૂંગે મોઢે સાંભળ્યા કરતો. મને કૌશાંબીજીએ છેલ્લાં વર્ષોમાં અનેકવાર કહ્યું, કે “મહાવીર સ્વામીની તપસ્યા પણ ઘણીવાર ઉપયોગી છે. તેઓ અનશન કરવા તો ઈચ્છતા પણ સાથે જ કેટલાક સુધારા તેમાં દાખલ કરવા વિશે પણ કહેતા. સ્થાનકવાસી સાધ્વી રંભાકુમારીએ અનશનપૂર્વક દેહોત્સર્ગ કર્યાનો દાખલો તેમની સામે હતો. એવું અનશન કૌશાંબીજીને પસંદ હતું; પણ એવા અનશન-પ્રસંગે જે ધમાલ થાય છે, જે દર્શનાર્થીઓની ભીડ જામે છે, જે દૂર-દૂરના યાત્રીઓથી લદાયેલી ટ્રેનો આવ-જા કરે છે અને જે આગળપાછળ બેસુમાર પૈસા અવિવેકથી વેડફવામાં આવે છે તે કૌશાંબીજીને જરાય પસંદ ન હતું, તેથી તેઓ અનશન દ્વારા સમાધિ-મરણ સાધવાના નિશ્ચય ઉપર આવ્યા હતા પણ તેઓ એવા સ્થાન અને એવી પરિસ્થિતિની શોધમાં હતા કે જ્યાં અનશન લેવાથી સમાધિમરણ સધાય અને સાથે જ આડંબર કે વ્યર્થ વ્યયથી મુક્ત રહી શકાય. આવા સ્થાનની શોધ ચાલતી જ હતી ત્યાં અનુકૂળ સંયોગ લાધ્યો.
ગયા જુલાઈ માસના અંતમાં જ્યારે મેં કૌશાંબીજીને દોહરીઘાટ વિષે વાત કરી અને કહ્યું કે હું ત્યાં જવાનો છું ત્યારે તેમણે પણ જો હું જાઉં તો એકવાર આવવાની ઇચ્છા દર્શાવી. દોહરીઘાટ એ કાશીથી ૫૦-૬૦ માઈલ દૂર આવેલ એક સરયૂનદીનો પ્રસિદ્ધ ઘાટ છે અને ત્યાં જવાનું મારું આકર્ષણ મુખ્યપણે સ્વામી સત્યાનંદજીને લીધે હતું. સ્વામીજી મૂળે એ પ્રદેશના બ્રાહ્મણ અને આર્યસમાજી, પણ પાછળથી લાલા લજપતરાય દ્વારા સ્થાપિત લોકસેવકસમાજના આજીવન સભ્ય થયેલા. તેઓ ગ્રેજ્યુએટ છે અને સ્વભાવથી જ સેવાની જીવિત મૂર્તિ છે. તેમણે તે ઘાટ ઉપર સ્થાપેલ “હરિજનગુરુકુળ એક પ્રાણવાન સંસ્થા છે, જેમાં યુપી. જેવા કટ્ટર જાતિભેદવાળા પ્રદેશના કેટલાંક બ્રાહ્મણો કોઈપણ જાતના ભેદભાવ સિવાય હરિજનો સાથે રહે છે. સ્વામીજીની અનેકવિધ પ્રવૃત્તિમાં એક મુખ્ય પ્રવૃતિ ગામડાઓમાં ચરખા ચલાવવાની અને સ્વાવલંબી ખાદીઉત્પાદનની છે. હું સ્વામીજીને પહેલેથી જ જાણતો. હમણાં તેઓ જેલમાંથી છૂટી ૧૯૪રમાં પોલીસોએ બાળી તેમજ નષ્ટભષ્ટ કરી નાખેલ ગુરુકુળના પુનરોદ્ધાર-કાર્યમાં પરોવાયા હતા. મને એ વિષે રસ હોઈ ત્યાં એકવાર જવું પસંદ હતું. સ્વામીજી પણ કાશી મારે ઉતારે આવેલ હતા. એમ તો કૌશાંબીજી પણ સ્વામીજી વિષે થોડુંક જાણતા; પણ જ્યારે મેં બંને વચ્ચે વિશેષ પરિચય કરાવ્યો ત્યારે કૌશાંબીજી તેમની સાથે જવા લલચાયા. હું કેટલાંક બીજા કારણસર તે વખતે સાથે જવા અશક્ત હતો, તોપણ સ્વામીજીના આશ્વાસનથી કૌશાંબીજી તો તેમની સાથે દોહરીઘાટ ગયા જ. ત્યાં જઈ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org