SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ • અર્થ જીવનનો અંત કરવાની ઉગ્ર વૃત્તિએ તેમને જનોના ચિમ્મચલિત સંથારવ્રત પ્રત્યે વાળ્યા. કૌશાંબીજી કાયરતાપૂર્વક મૃત્યુને ભેટવા ઇચ્છતા નહિ તેથી તેમને તત્કાળ મરણને શરણ થવાનો સહેલો રસ્તો પસંદ ન હતો. તેમની નસેનસમાં પૈતૃક વીરતાના સંસ્કારો હતાં. એ જ વીરતાને લીધે તેઓ ૧૯૩૦ની સત્યાગ્રહની લડાઈના અનુસંધાનમાં જેલવાસ પણ કરી આવેલા, એ જ વીરતાને લીધે તેમણે સારનાથની અસહ્ય લૂના દિવસોમાં એક કપડાની ઓથે બેસી ધ્યાનનો અભ્યાસ કરેલો. એ જ વીરતાને લીધે તેઓ બ્રહ્મદેશનાં જંગલોમાં ભયાનક ઝેરી જંતુઓ વચ્ચે એકલા રહી સમાધિમાર્ગનો અભ્યાસ કરવા ગયેલા. એમના પ્રત્યેક જીવનકાર્યમાં વીરતા ભારોભાર દેખાતી. ગમે તેવા મોભાદાર વિદ્વાન કે શ્રીમંતો હોય અને તેઓ કાંઈ બોલવામાં ભૂલે તો કૌશાંબીજી નાની કે મોટી કોઈપણ પરિષદમાં તેની ખબર લીધા વિના રહી જ ન શકતા. મેં એવા અનેક પ્રસંગો જોયા છે. એમની વીરતાએ એમને સુઝાડ્યું કે તું મૃત્યુને ભેટ પણ મારણાત્તિક સંલેખના જેવી તપશ્ચર્યાના માર્ગે જ મૃત્યુને ભેટ, કૌશાંબીજીએ આવી સંલેખનાનો વિચાર તો મને બે એક વર્ષ પહેલાં જ કહેલો, પણ તેઓ તે માટે યોગ્ય સ્થાન શોધતા અને મને પણ તેવા સ્થાન માટે પૂછતા. એવા સ્થાનની પસંદગીમાં તેમની મુખ્ય શરત એ હતી કે જ્યાં તેઓ સંલેખના શરૂ કરે ત્યાં દર્શનાર્થીઓની ધમાલ ન રહે, કોઈ જાણે નહિ, અને એમની એવી પણ ઇચ્છા હતી કે મરણ પછી કોઈપણ જાતનો આડંબર કરી ધનશક્તિ કે જનશક્તિ ન વેડફવી. મને તો ત્યાં લગી કહેલું કે મતશરીર બાળવા માટે કરવો જોઈતો લાકડાનો ખર્ચ ન કરતાં તમે બધા એને જમીનમાં જ દાટજો અગર જળપ્રવાહમાં વહેવડાવી દેજો. આ વિચારો પાછળ એમને હૈયે ગરીબો પ્રત્યેની લાગણી વસેલી હતી. તેઓ ઇચ્છતા કે તેટલો ખર્ચ ગરીબોને મદદ કરવામાં થાય. એમ લાગે છે કે બુદ્ધ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિએ તેમને બુદ્ધના જીવનમાંથી જાતે દુઃખ વેઠી બીજાનું ભલું કરવાની કરુણાવૃત્તિનો સંસ્કાર અર્યો હોય. ગમે તેમ હો છતાં તેમણે જીવનવિલોપનનો નિશ્ચય તો કરી જ લીધો હતો અને તે પણ મારણાત્તિક સંલેખના દ્વારા. વ્યક્તિગત દૃષ્ટિએ જીવનશુદ્ધિ માટે પ્રયત્ન કરી સંતોષ મેળવ્યો હોય અને સામૂહિક દૃષ્ટિએ સંઘ પ્રત્યેનાં કર્તવ્યો બજાવી કૃતાર્થતા સિદ્ધ કરી હોય એવો સાધુ અમુક પરિસ્થિતિમાં સમાધિ – મરણની દૃષ્ટિએ આજીવન અનશન કરે એવું જે અતિ જૂનું જૈન વિધાન છે અને જે આજે પણ જેન-પરંપરામાં કયારેક ક્યારેક જીવતું જોવામાં આવે છે તે વિધાન કૌશાંબીજીને બહુ ગમી ગયું અને પોતાના નિશ્ચય માટે ઉપયોગી લાગ્યું, તેથી તેઓ જ્યારે જીવનાન્સ નિર્ણય વિષે વાત કરતા ત્યારે જૈન-પરંપરાના મારાન્તિક “સંથારાનું હૃદયથી સમર્થન કરતા. મેં અનેક વર્ષો લગી તેમને મોઢેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy