________________
૦ • અર્ધ્ય
જોયા પછી ઠીક લાગે તો તેઓ અનશન લેશે એમ તો તેમની વાતચીત ઉપરથી હું જાણતો જ હતો. એવે પ્રસંગે પરિચર્યા અને સેવાનો પૂરતો પ્રબંધ કરવાની ચિંતા મને હતી જ. સ્વામીજીને તેમના સહકાર્યકર્તા અને ત્યાં રહેતા હરિજન વિદ્યાર્થીઓ ઉ૫૨ ભરોસો તો હતો જ, પણ કોઈ જાણીતો અંગત સેવાભાવી માણસ સાથે જાય અને રહે એ અમને બધાને ઇષ્ટ હતું. દૈવયોગે એ પણ સુયોગ સાંપડ્યો.
૧૯૪૬ના એપ્રિલની ૨૦મી તારીખે કલકત્તાથી પાછા ફરતાં કાશી ઊતરેલો ને ત્યાં જ રોકાયેલો. દરમિયાન ચૈતન્યજી જે ક્યારેક ચુનીલાલજી નામે સ્થાનકવાસી મુનિ હતા અને જે લગભગ ૧૩-૧૪ વર્ષ થયાં મુનિવેષ છોડી સંતબાલની પેઠે રાતદિવસ સમાજસેવાનું કઠણ તપ આચરે છે તે હાપુરથી મારા બોલાવ્યા કાશી આવ્યા હતા. તેમની સેવાવૃત્તિ અને સરળતાથી હું તદ્દન પિરિચિત હતો. તેઓ પ્રાકૃતિક ચિકિત્સાના અભ્યાસી અને તે વિષે ઊંડો રસ ધરાવનાર છે. ઉપવાસ, અનશન આદિ પ્રસંગે કેમ વર્તવું એ બધું તેઓ સહેજે જાણે છે. અને વધારામાં કૌશાંબીજીના પરિચિત પણ ખરા. મેં તેમને જ કૌશાંબીજી સાથે જવાનું કહ્યું અને તેઓ ગયા પણ ખરા. દોહરીઘાટ જતાંવેંત કૌશાંબીજીએ પ્રથમ તો એકાશન શરૂ કર્યાં. પછી ધીરે ધીરે માત્ર દૂધ ઉપર આવ્યા. ક્રમે ક્રમે દૂધનું પ્રમાણ પણ ઘટાડતા ગયા અને છેવટે એનો પણ ત્યાગ કર્યો. માત્ર પાણી લેતા; અને પાછળથી ચૈતન્યજીએ તેમને પાણીમાં લીંબુનો રસ પણ આપવા માંડેલો. એકાશનની શરૂઆતથી અનશનના પ્રારંભ અને તેના ત્યાગ સુધીના રોજેરોજના પૂરા સમાચાર ચૈતન્યજી અમને પોસ્ટથી પાઠવતા અને કાંઈક સૂચના પણ માગતા. સાથે સાથે તેઓ કૌશાંબીજીના શારીરિક અને માનસિક બધા ફેરફારોની નોંધ રાખતા જેની ડાયરી હજી તેમની પાસે છે. ચૈતન્યજીએ પરિચર્યાનો એવો સુંદર અને સર્વાંગીણ પ્રબંધ કર્યો હતો કે કૌશાંબીજીની ઉગ્ર પ્રકૃત્તિ પણ તેથી પૂર્ણપણે સંતોષાઈ હતી. ચૈતન્યજી ડૉ. સુશીલા નાયર અને ગાંધીજી પાસેથી કેટલીક સૂચનાઓ મંગાવતા. કૌશાંબીજી ગમે તેટલું ગોપવવા ઇચ્છે છતાં એમના જેવો વિશ્વવિખ્યાત માણસ અનશન ઉપર ઊતરે અને એ વાત સાવ અછતી રહે એ અસંભવ હતું. સ્વામીજીને પોતાના કામે અલ્લાહાબાદ, દેહલી, લખનૌ વગેરે સ્થળે જવાનું બન્યા કરતું. પુરુષોત્તમદાસ ટંડને સ્વામીજીને કહ્યું કે ગમે તે ભોગે કૌશાંબીજીનો પ્રાણ બચાવો. એવો માણસ ફરી નહિ મળે. ગાંધીજી દિલ્હીમાં હતા. તેમણે ચૈતન્યજીને તાર કર્યો કે, કૌશાંબીજી ઉપવાસ છોડી દે. કૌશાંબીજીએ જ્વાબ અપાવ્યો કે, બાપુજી અહીં આવી મારા મનનું સમાધાન કરે તો જ હું ઉપવાસ છોડવાનો વિચાર કરું.' એક બાજુ કૌશાંબીજીનો અટલ નિર્ણય હતો અને બીજી બાજુ ચોમેરથી ઉપવાસ છોડાવવાના પ્રબળ પ્રયત્નો પણ થતા. સૌથી વધારે ધ્યાન ગાંધીજીના કથન ઉપર અપાતું. કૌશાંબીજી સાવ ક્ષીણ થઈ ગયેલા. પડખું પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org