SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ * સ્વ. કૌશાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો • ૭૧ ફેરવી ન શકતા. બોલી પણ ન શકતા. બધી શારીરિક હાજતો સૂતાં સૂતાં જ ચૈતન્યજીના યોગકૌશલ્યથી પતાવવામાં આવતી. કૌશાંબીજીની સ્મૃતિ, જાગૃતિ અને પ્રસન્નતામાં કાંઈ ફેર પડ્યો ન હતો. છેવટે લાંબા ઉપવાસો પછી કૌશાંબીજી ગાંધીજીના દબાણને વશ થયા ને પારણું કર્યું. પારણા પછી ઉત્તરોત્તર માંદગી વધી. ચૈતન્યજી પણ મૂંઝાયા. છેવટે એમને કાશી લાવવામાં આવ્યા. મને કૌશાંબીજી કહે, “પંડિતજી ! હું ઘરનો કે ઘાટનો રહ્યો નથી. ઉપવાસ તો છોડ્યા પણ માંદગી વધી અને બીજા પાસેથી સેવા ન લેવાની જે વૃત્તિએ મને અનશન તરફ ધકેલ્યો હતો તે જ વૃત્તિને દબાવી આજે અનેક પાસેથી વિવિધ સેવા લેવી પડે છે. અમે એમને લેશ પણ ઓછું ન આવે તે જ રીતે બધો વ્યવહાર કરતા. એમના સદાના યજમાન પ્રો. પવાર અને બીજા અનેક ડોક્ટર-વૈદ્ય આદિ મિત્રો એમને માટે શ્રદ્ધાપૂર્વક ખડે પગે રહેતા. એમના પુત્ર અને પુત્રી તરફથી અમારા ઉપર ઉપરાઉપર અનેક પત્રો આવતા કે અમારા પિતાની કીમતી જિંદગી ગમે તે રીતે બચાવો અને જોઈતો બધો ખર્ચ છૂટથી કરો. એમના પુત્ર ચેક મોકલ્યું જ જતા. અમે પાસેના મિત્રો પણ કશી ગણતરી કર્યા વિના જ તેમને આરામ આપવા બધું કરતા. છેવટે ત્રણેક માસ પછી તેઓ કાંઈક બેસતા-ઊઠતા થયા, ખોટાં પડેલ અંગો કાંઈક ક્રિયાશીલ થયાં. મેં તેમને કહ્યું કે, એકવાર મુંબઈ જાઓ ને કુટુંબને મળો. એમનું મન પણ એવું હતું કે ગાંધીજીને મળવું અને શક્ય હોય તો સેવાગ્રામમાં જ જઈ વસવું. તેઓ મુંબઈ ગયા, ને પાછા વર્ધા આવ્યા. વધ ક્યારે આવ્યા તે હું નથી જાણતો પણ તેમની માંદગીના ઊડતા સમાચાર મળેલા. જૂનની ૧૦મી તારીખે કાકા કાલેલકર અણધારી રીતે મને કલકત્તામાં સિંધીપાર્કમાં મળ્યા ત્યારે તેમણે કૌશાંબીજીના અનશન વિષે વાત કરતાં કહ્યું કે તેઓ ૨૭ દિવસ લગી માત્ર જળ ઉપર રહ્યા અને છેલ્લા ત્રણ દિવસોમાં તો જળનો પણ ત્યાગ કરેલો. કૌશાંબીજી કાકાને મળવા ઇંતેજાર હતા, ને જેવા કાકા બહારગામથી આવ્યા ને મૌનપણે એકબીજાને આંખ મેળવી કે થોડી જ વારમાં તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. કાકાએ કહ્યું કે, છેલ્લી ક્ષણ લગી કૌશાંબીજીની સ્મૃતિ, જાગૃતિ અને પ્રસન્નતા અખંડ જ હતાં. મને આ સાંભળી આનંદ થયો અને એમ થયું કે દોહરીઘાટવાળું અનશન એ છેલ્લા અને પૂર્ણ અનશનની તૈયારીરૂપ જ નીવડ્યું. એ અભ્યાસે તેમને છેલ્લા માસિક અનશન દ્વારા સમાધિ – મૃત્યુ સાધવામાં ભારે મદદ આપી. કૌશાંબીજી આ લોક છોડી ગયા એમ હરકોઈને લાગે, પણ જ્યારે એમની જીવતી વિવિધ કૃતિઓ અને અખંડ પુરુષાર્થના સમાજપ્રાણમાં સક્રાંત થયેલા સંસ્કારોનો વિચાર કરું છું ત્યારે મને તેઓ અનેક રીતે જીવતા જ દેખાય છે. પુનર્જન્મનો વ્યવહારુ અને સૌની બુદ્ધિમાં સહેલાઈથી ઊતરે એવો આ એક જ ખુલાસો છે. એમનું આટઆટલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy