SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦૦ અર્થ અંધારામાં રાખવા સાથે પોતાના અજ્ઞાનને છુપાવે છે. મારી આ ટીકા સાચી હતી કે નહિ તે કહેવાનું આ સ્થાન નથી. પણ અહીં તો એટલું જ કહેવાનું છે કે મારા કથનનો જરા પણ અવિચારી સામનો કર્યા સિવાય સ્વ. મુનિશ્રીએ ત્યારબાદ મોટેભાગે પ્રસ્તાવના સંસ્કૃતમાં લખવાનો શિરસ્તો બદલી નાખ્યો અને પરિણામે તેમના પ્રકાશનોમાં તથા તેમના શિષ્યનાં પ્રકાશનોમાં આજે અનેક મહત્ત્વની ઐતિહાસિક વસ્તુઓ ગુજરાતી ભાષા દ્વારા જાણવી સુગમ બની છે. આ એમની સત્યાગ્રહી પ્રકૃતિએ મને વિશેષ વશ કર્યો. ( પત્રાકારે પુસ્તક છપાવવું એમાં જેટલી સગવડ સાધુઓની હતી તેટલી જ અગવડ વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને લાયબ્રેરીના સંચાલકોની હતી. પણ પત્રાકારે છપાવવું એ જાણે ધર્મનું વાસ્તવિક અંગ જ હોય તેમ ત્યારે કડક રીતે મનાતું. જ્યારે મેં અને બીજા સમયજ્ઞ મિત્રોએ સ્વ. મુનિનું ધ્યાન આ બાબત તરફ ખેંચ્યું ત્યારે તેઓ તરત સમજી ગયા. અને પછી એમણે એવો માર્ગ સ્વીકાર્યો કે સાધુઓની પત્રાકારની રુચિ પણ સચવાય અને દેશ-વિદેશના વિદ્વાનોની પુસ્તકાકાર પુસ્તકની માગણી પણ સંતોષાય. એક રીતે જોતાં તો આ બાબત નજીવી લાગે છે. પણ વિદ્વાનો અને પુસ્તકાલયસંચાલકોની દૃષ્ટિએ આ બાબત કેટલી ઉપયોગી છે, તે સહેજે સમજાશે. આજે પણ સનાતન પ્રકૃતિના સંખ્યાબંધ સાધુઓ અને આચાર્યો છે, જેઓ ગમે તેવી ઉપયોગિતા છતાં પુસ્તકાકાર પ્રકાશનને ધૃણા નહિ તો ઉપેક્ષાની દૃષ્ટિથી અવશ્ય જુએ છે. પરિણામ એ આવ્યું છે કે પત્રકાર ગ્રંથ મોજૂદ છતાં એની પુસ્તકાકાર આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં કેટલી સંસ્થાઓ અને વિદ્વાનોને શ્રમ અને ખર્ચ બંને કરવો પડે છે. સ્વ. મુનિશ્રીની ખાસ ધ્યાન ખેંચે એવી એક વિશેષતા એ હતી કે તેઓ જ્યાં જતા ત્યાં પ્રથમ ત્યાંના ભંડારનું કામ હાથમાં લેતા. જો સૂચિ ઠીક ન હોય તો તે બનાવતા, પોથીઓને નવાં મજબૂત બંધનોથી બાંધતા, ક્રમવાર ડાબડામાં ગોઠવતા; એટલું જ નહિ પણ જ્યાં ગ્રંથો રાખવા માટે કબાટ કે એવી બીજી સારી સગવડ ન હોય ત્યાં તે તૈયાર કરાવતા. એ રીતે ત્યાંના ભંડારને વ્યવસ્થિત અને ટકાઉ બનાવતા. પુસ્તકસૂચિ પ્રસિદ્ધ કરતા. આની સાથે તેઓશ્રીએ નવા કે જૂના ભંડારમાંથી મળી આવતા નાનામોટ બધા જ ગ્રંથોની નવી લિખિત નકલો કરાવી તેનો એક પૂર્ણ અને ઉપયોગી સંગ્રહ કર્યો છે. જે આજે વડોદરામાં વિદ્યમાન છે. અને ગમે તે વિદ્વાનનું મસ્તક નમાવવા માટે બસ છે. પુસ્તકો છપાવવાં અને જૂના ઉપરથી નવાં લખાવવાં તેમજ પોતે હોય ત્યાંના ભંડારોને સુસંસ્કૃત કરવા એ કામ જેવું તેવું અગર ગમે તે કરી શકે તેવું સરળ નથી. વળી આ જ કામના અંગ તરીકે જે બીજા કેટલાંક કામ છે, તેમાં પણ સ્વ. મુનિશ્રી સતત રોકાયેલા રહેતા, કાગળ અને તાડપત્રની જૂનામાં જૂની લિપિઓ અને ગમે તેવી જટિલ, ઘસાયેલી કે છેક જ ભૂંસાયેલી હોય તેને વાંચવી એ ક્રમ સાહિત્યોતરનું પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy