SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી • ૧૫૯ કે અહીં તો જિજ્ઞાસા અને કાર્યપદ્ધતિની વિશેષતાનું રાજ્ય છે. તિલકમંજરી શીખવતો હોઉં કે કાવ્યાનુાસન, પણ તે વખતે શીખનારાઓનું એક મંડળ જામે, તેમાં સાધુઓ સાથે અધિકારી શ્રાવકો પણ રહેતા. એટલું જ નહિ પણ સાથે સાથે શીખવાતા ગ્રંથનું સંશોધન પણ થતું. તાડપત્ર અને કાગળની જૂની તેમજ સારી સારી પ્રતિઓ જુદા જુદા મુનિઓ સામે રાખે અને સંશોધન સાથે પાઠ ચાલે. મારે વાસ્તે આ રીતે પુસ્તક સંશોધનનો માર્ગ પ્રથમ જ હતો, પણ મને એમાં વધારે રસ પડ્યો અને ભણવાભણાવવાનું સ્થિર ફળ વધારે જણાવા લાગ્યું. તે વખતે પણ મુનિશ્રી પુણ્યવિજયજી છેક નાના. જોકે પાઠમાં કેન્દ્રસ્થાને એ જ હતા, છતાં સંશોધન – કાર્યમાં કેન્દ્રસ્થાન ઉક્ત સ્વર્ગવાસી મુનિનું હતું. તેમના સહવાસમાં હું આવ્યો તે અગાઉ તો તેમણે કેટલાય સંસ્કૃત – પ્રાકૃત પુસ્તકો પ્રસિદ્ધ કર્યા હતાં, અને અનેક ભંડારોની ધરમૂળથી સુધારણા અને વ્યવસ્થા કરી હતી. હું જોતો કે તેઓ જેમ એક બાજુ એકસાથે અનેક પુસ્તકો શોધતા અને છપાવતા જાય છે તેમ બીજી બાજુ સૈકાઓ થયાં સડતા અને અવ્યવસ્થાથી નાશ પામતાં કીમતી લિખિત પુસ્તકોનું નવું લેખનકાર્ય પણ સતત કર્યું જાય છે. તે જમાનામાં એટલે ઈ. સ. ૧૯૧૪-૧૫ની આસપાસ સુધીમાં પુસ્તક-પ્રકાશનમાં બે પ્રથાઓ ખાસ રૂઢ હતી. એક તો પુસ્તક ગમે તે વિષયનું હોય છતાં જૈન પરંપરા એને પત્રકારે જ પ્રસિદ્ધ કરતી. અને બીજી પ્રથા એ હતી કે જો પ્રસ્તાવના જેવું કાંઈ લખવું હોય, તો તે સંસ્કૃતમાં જ લખવામાં મહત્તા મનાતી. એકવાર સ્વ. મુનિશ્રીએ પોતાની લખેલ સંસ્કૃત પ્રસ્તાવના મને જોઈ જવા કહ્યું. મેં તે જોઈ તો લીધી; પણ સાથે જ તેમને કહ્યું કે પ્રસ્તાવના આદિ સંસ્કૃતમાં લખો છો, તેનો શો હેતુ? તેમણે જવાબમાં બીજા અનેક પ્રસિદ્ધ મુનિઓનાં ઉદાહરણ આપી એ પ્રથાની પુષ્ટિ કરી. મેં કહ્યું : જુઓને અમુક પ્રસિદ્ધ વિદ્વાનોની સંસ્કૃત પ્રસ્તાવના: એમાં શબ્દાડંબર સિવાય શું હોય છે ? વળી અમુક પ્રસ્તાવનાઓ જુઓ ! એમાં કોઈ શિષ્ય કે આશ્રિત પંડિત અમુક સાધુની ભારોભાર પ્રશંસા કરતો દેખાય છે. પછી ભલે તે છેક જ જૂઠાણાથી ભરેલી હોય ! લશ્કેદાર વિશેષણ સિવાય તેમાં બીજું શું હોય છે? જો એ જ સંસ્કૃતના લેખકોને એમ કહેવામાં આવે છે કે મહેરબાની કરી તમે એનો અનુભવ સંભળાવો તો કાં તો એમાંથી સાંભળનાર શૂન્ય જ મેળવવાનો અને સંભળાવનાર પોતે શરમાવાનો. વળી મેં વધારે સખત ટીકા કરતા એ પણ કહ્યું કે સંસ્કૃતમાં લખવું એનો અર્થ આશ્રયદાતાઓ અને અભણ દુનિયાની દૃષ્ટિમાં મહત્ત્વ સાચવવું અને સાથે સાથે પોતાનું અજ્ઞાન પોષે જવું, એ જ છે. જો લેખકને કાંઈ સાચું નક્કર કહેવાનું જ હોય તેમજ અનેક વાંચનાર સમક્ષ કાંઈ મૂકવા જેવું સાચે જ હોય તો તેઓ ચાલુ લોકભાષામાં લખતાં શાને સંકોચાય છે? અલબત્ત, પાંડિત્ય પ્રકટ કરવું જ હોય તો તેઓ સાથે સાથે ભલે સંસ્કૃતમાં પણ લખે. પરંતુ જેઓ માત્ર સંસ્કૃતમાં પ્રસ્તાવના વગેરે લખે છે, તેઓ મોટેભાગે વાચકોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy