SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરતિયજી ડિસેમ્બરની ચોથી તારીખે અણધાર્યા જ ૫૨માનંદભાઈ મારી કોટડીમાં આવી ઊભા રહ્યા. હું મિત્રો સાથે કાંઈક વિદ્યાગોષ્ઠિમાં જ પડેલો હતો. પ્રસંગની વાત નીકળતાં મેં મુનિશ્રી ચતુરતિયના સ્વર્ગવાસ વિષે આવેલા તારની તેમને વાત કહી, અને તેમણે તુરત માગણી કરી કે તમે ‘પ્રબુદ્ધ જૈન’ વાસ્તે તેમને વિષે કંઈક લખી આપો ! હું ઉક્ત મુનિશ્રીના સ્થૂળ અને સૂક્ષ્મ જીવનથી પૂર્ણ તો પરિચિત નથી જ. પણ હું અમુક લાંબા વખત લગી તેમના થોડા પરિચયમાં આવ્યો છું. ખાસ કરીને મારી અને તેમની વચ્ચે સાહિત્યિક અને શાસ્ત્રીય સંબંધ વધારે હતો તેથી મારા ઉપર તેમના જીવનના જે સંસ્કારો પડેલા મને યાદ છે તેનું ટૂંકમાં પ્રદર્શન કરાવીને જ ભાઈ ૫૨માનંદભાઈની ઇચ્છાને મૂર્તરૂપ આપી શકું. પ્રવર્તક અને સર્વાધિક વયોવૃદ્ધ તરીકે પ્રસિદ્ધ પૂજ્ય મ. શ્રી કાન્તિવિજ્યના એ શિષ્ય હતા. સમભાવમાં અને જૈન સાહિત્યના ઉદ્ધારમાં પ્રસિદ્ધ મુનિ શ્રી પુણ્યવિજયજીના એ ગુરુ થાય. કાળધર્મ સમયે એમની ઉંમર કેટલી હતી તે ચોક્કસ નથી જાણતો. પણ આશરે સિત્તેરેક વર્ષની તો હશે. તેમની કૌટુંબિક તેમજ શિષ્યપરિવારને લગતી હકીકત તો કોઈક તજ્જ જ લખશે. હું કાશીમાંથી વિદ્યાભ્યાસ કર્યા બાદ જ્યારે ગુજરાતમાં સર્વપ્રથમ કામની દૃષ્ટિએ ગયો ત્યારે મને થયેલ અનુભવ ઉપરથી મેં નક્કી કર્યું છે કે મારે સાધુ વર્ગને ભણાવવા ક્યાંય તેમની પાસે ન જવું અને ન રહેવું. ખાસ કરી અમુક બંધન સ્વીકારીને તો કોઈ સાધુઓને ન જ ભણાવવા. જો તેઓ જિજ્ઞાસા દૃષ્ટિથી મારી પાસે આવે તો તેમને પૂર્ણ કાળજી અને આદરથી શીખવવું. આ વિચારને પરિણામે મેં મારું કાર્યક્ષેત્ર બદલવાનો જ નિર્ણય કર્યો. દરમિયાન અમુક પ્રામાણિક વ્યક્તિઓ તરફથી મને કહેવામાં આવ્યું કે મારા એ નિર્ણયને અમલમાં મૂકતા પહેલાં મારે એક વા૨ પ્રવર્તકજીનો પરિચય કરવો. મેં એ સલાહ સ્વીકારી અને પ્રવર્તકજીના પત્રને લીધે હું પાટણ ગયો. ત્યાં જ તેમના શિષ્ય સ્વર્ગવાસી મુનિ ચતુવિજ્યજીનો પ્રથમ પરિચય થયો. તેમની નમ્રતા, જિજ્ઞાસા અને નિખાલસતાએ મને બાંધી લીધો. ત્યાં તે વખતે મારું કામ તેમના લઘુતમ શિષ્ય મુનિશ્રી પુણ્યવિજ્યજીને શીખવવાનું હતું. પણ મેં જોયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy