________________
૩૬ • અર્થ ભૂદાન શું છે ?
તમને આ કામ કરવાની જે તક મળી છે, તેથી ગાંધીજીને રસ્તે ચાલવાનો અવસર પ્રાપ્ત થયો છે. આથી ચડિયાતો આનંદ કદાચ બીજો ન હોઈ શકે. વિનોબાજી કહે છે, “હું બુદ્ધને ખભે ચડ્યો છું તેમાં કેટલી નમ્રતા છે ! જૂના વખતમાં છોકરાઓ ભવાઈ અને રામલીલા જોવા જતા ત્યારે તેઓ તે જોઈ ન શકે માટે વડીલો તેમને પોતાના ખભા પર બેસાડતા. ખભે ચડવાથી બાળક બાપ કરતાં ઊંચે જાય છે અને તે બાપના આધારે. તેમ જૂનાના આધારે વિનોબાજી ભૂતકાળમાં જે કાંઈ થયું છે તેના કરતાં ઊંચી ભૂમિકાએ કામ કરી રહ્યા છે – પણ તે પોતાની દૃષ્ટિએ.
ભૂદાન શું છે? પૈસાથી જે થતું નથી તે ભૂમિથી થાય છે. પૈસો ગજવામાં હોય તો તેની ચિંતા રહે છે. રાત દિ સંભાળ રાખવી પડે છે. ભૂમિમાં આવું છે? ના. ભૂમિ તો એક એવી નક્કર વસ્તુ છે કે કપડાં, અનાજ, પૈસા વગેરે બધું પેદા કરે, છતાં તે તેવી ને કેવી કુંવારીની કુંવારી રહે... પરણેલી ને કુંવારી ! માણસને ભૂમિ પર મમત્વ શા માટે રહે છે ? આ જ કારણે કે એ સ્થિર છે. જૂના વખતમાં બાપ-દાદાઓ ભૂમિ પર વધુ ભાર મૂકતા અને પોતાનાં સંતાનો માટે જે કંઈ બચાવે તે ભૂમિરૂપ બચાવતા. જેથી તેઓ શ્રમ કરીને સાચી મૂડી સાચવી રાખી શકે. આપણે ત્યાં સાધુ-સંન્યાસીને દાન દેવાની પ્રથા ચાલી આવી છે. તેને ખાવાનું દઈએ તે આરોગી લે છે અને કપડું પહેરી લે છે. પણ જો તેને દાનમાં અન્ન કે કપડાંને બદલે ભૂમિ આપો તો તેને મહેનત કરવી પડશે, કાં તો બીજા પાસે કરાવવી પડશે, નહીંતર કશું જ નહીં પાકે. મહેનત કરે તો પાકે. ભૂમિ જેના હાથમાં હશે તેને તે ભારરૂપ થશે, સિવાય કે તેનો ઉપયોગ કરે ! ભૂમિ એ નક્કર વસ્તુ છે. તેની સાથે સંપત્તિનો, બુદ્ધિનો ઉપયોગ હોય. બુદ્ધિ એટલે શું ? બુદ્ધિ એટલે સમજણ. તેનો ઉપયોગ કરો તો જ કંઈક નિર્માણ થાય. દાનનો અર્થ વિનોબાજીએ સ્પષ્ટ કર્યો છે. “દાન એટલે એક આપે અને બીજો લે એમ નહીં પણ સમાનપણે જીવવાનો અધિકાર મેળવવો તે.”
દુનિયાના કોઈ દેશમાં કોઈને આ વિચાર મૂક્યો છે? ત્યાં તો હુંસાતુંસી ચાલે છે. સુએઝનો પ્રશ્ન આવ્યો અને તરત જ યુદ્ધની તૈયારી થઈ અને ખંજર ખખડવા માંડ્યાં! દેશમાં જાગૃતિ
હિંદુસ્તાનમાં હવે ગરીબી અને અમીરી સાથે સાથે નહીં ચાલી શકે. જેમ જેમ ગરીબો, આદિવાસીઓ, ભીલો વગેરે જાગતા જશે તેમ તેમ કાંતિ ઝડપી બનશે. જ્યાં
જ્યાં ગરીબી વધારે છે ત્યાં ત્યાં જાગૃતિ વધુ આવશે. તે જાગૃતિને યોગ્ય રસ્તે વાળવાનો ભૂદાન એક માર્ગ છે. તેમાં ગરીબીની વહેંચણી નથી થતી, પણ બીજાના દુઃખના ભાગીદાર થવાનો અવસર પ્રાપ્ત થાય છે. ગરીબ માણસમાં ઘણીવાર સાત્વિક મન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org